________________ પ૯ ગયું નથી, જીવન હજી હાથમાં જ છે, તે અત્યારે પણ. સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈને પ્રબલ સંયમ અને તપના. અગ્નિથી, મારા આત્માને વિશુદ્ધ કરી દઈશ. સેનું ગમે. તેટલું મલિન પણ થયું હોય છતાં અગ્નિથી ક્યાં શુદ્ધ નથી થતું?” બસ, આ વિચાર કરીને ચારિત્ર લેવાને રાતના જ નિર્ધાર કરી લીધે. સંસાર પાપરૂપ છે, સંસારમાં પાપ જ પાપ કરવા. પડે છે,”– એને હૈયે ત્રાસ લાગી જાય, પછી એનાથી જીવ . તદ્ન ઊભગી જાય એમાં નવાઈ નથી. ઘણા આજે કહે છે, ' સાહેબ! ચારિત્રના ભાવ થતા નથી; “અલ્યા ભાઈ ! શું એ વિચાર્યું છે કે ચારિત્રના ભાવ કેમ નથી થતા? પહેલું તો (1) સંસારમાં નાનેથી મેટા એકેક દિવસમાં કરવા પડતા અઢળક પાપને અને એથી પરેલેકમાં થતા દીર્ઘકાળ દુર્ગતિ–ભ્રમણને ત્રાસ ક્યાં લાગે છે ? રોજિંદા જીવનમાં પાણું–અગ્નિ-વનસ્પતિ–વાયુકાય વગેરે અસંખ્ય જીવોની કલ કેટલી? શું હૈયે એને ત્રાસ છે? કે હાય! આ રોજ સવાર પડી, ને કસાઈના કલખાનાની જેમ અસંખ્ય જીવોના સંહાર કરવાનું ચાલુ થઈ જ ગયું છે! શું કુદરત આ સહન કરશે ? એ તો કહે છે “ઠાર્યા તેવા ઠરજે, બાળ્યા તેવા બળજે.” વળી (2) “હાય ! જીવ–. સંહાર ઉપરાંત પણ બીજા રાગ-દ્વેષ મેહમાયા વગેરેના પાપ અને બેટા વિચારે તથા મેહભર્યા વચનોને પાપને.