________________ પ૭ પુત્રના નિશાળેથી આવતા પહેલાં એકવાર શ્રીમતીએ ચતુરાઈ કરી. પોતે રેંટિયે લઈને શ્રીમતી સૂતર કાંતવા બેઠી. એટલામાં પુત્ર આવ્યો. જેઈને ચકિત થઈ પૂછે છે મા! આ તું શું કરી રહી છે? શ્રીમતી કહે - “બચ્ચા ! હવે તારા બાપુ દીક્ષા લઈ આપણને છોડી જવાના છે, એટલે પછી તારા - મારા ભરણપોષણ માટે આ કરવું પડે ને? તું તો હજી માને છે. તને વેપાર કરવાનું આવડતા વર્ષો લાગશે.” છોકરે કહે, “મા ! આ શું બોલી ? મારા બાપુ શાના જાય? જે હું એમને બાંધી દઉં છું,’ એમ કહી છે કરાએ પલંગ પર આડા પડેલા બાપના પગ પર સૂતરના તાર લપેટયા. આદ્રકુમાર મા-પુત્રની વાતો સાંભળી વિચારમાં પડી જાય છે કે “આ બંનેની વાતો જોતાં લાગે છે કે જે હમણાં જ દીક્ષા લઈ લઈશ, તે બંનેને ભારે આઘાત લાગવા સંભવ છે; તેમજ પુત્ર જ્યાં સુધી આવડતવાળે મટે નહિ થાય ત્યાં સુધી શ્રીમતી મન બાળ્યા કરશે, તેથી છેડે વિલંબ કરવા દે.” આદ્રકુમાર કહે “ચિંતા ન કરશે, આ સુતરના પગે જેટલા આંટા છે, તેટલા વરસ રહી જઈશ, પછી દીક્ષા લઈશ.” એમ કહીને ઊઠીને આંટા ગણ્યા, કુલ બાર આંટા થયા, એટલે બાર વરસ ઘરમાં રહી જવાનું નક્કી કર્યું છે,