________________ [27] પત્નીને આદ્રકુમારની વૈરાગ્યવાણી આદ્રકુમાર સમજાવે છે,- “જુઓ આ ઝાંઝવાના નીર જેવા સુખાભાસમાં શી સ્વર્ગ–સુખની કલ્પના જીવન તે નદીના વેગની જેમ વહી ચાલ્યું છે, તે જોતજોતામાં મૃત્યુના મહાસાગરમાં ભળી જવાનું. પછી પરલોક-સાધના કયારે કરવાની? તમે જાણો છો કે હું ચારિત્ર–ભ્રષ્ટ થઈને આ પાપમાં પડ્યો છું. પાપ બહુ કર્યા, હવે વતભંગના પાપનું વારણ કરી લઉં, તે મારે દુર્ગતિમાં ન પડાય.” - શ્રીમતી શાણું હતી, એણે બહુ ચર્ચા ન કરી; કેમકે પતિના સાધુજીવનની ઉત્તમ સાધુતા એણે જોઈ હતી. તેમજ અત્યાર સુધીના સહવાસમાં પતિને ભેગમાં બેઠા છતાં જળકમળની માફક અલિપ્ત હૃદયવાળા અનુભવ્યા છે, અને અત્યારે પતિ જે કહી રહ્યા છે એ કશું ગેરવ્યાજબી કહેતા હોય એમ લાગતું નથી; આવું સમજતી હોય પછી શા માટે પતિ સાથે જીભાજોડી કરે? પતિને રોકવાની ચતુરાઈ: ત્યારે શું પતિને જવા દેવા છે? શ્રીમતીને પિતાને એટલે બધે મેહ છે કે પતિને જવા દેવા માટે એનું મન બિલકુલ માનતું નથી. એટલે એણે એક ઉપાય કર્યો.