________________ 55 અને પાપિષ્ટ અવતારે નજર સામે તરવર્યા કરશે; તેથી દિલ એ ભેગ–ભેગસાધને પ્રત્યે કંપ અને કકળાટ અનુભવશે. આદ્રકુમારને શ્રીમતી મળી છે, કોડેની સંપત્તિ મળી છે, પરંતુ સમ્યક્ત્વને દીવો પ્રજવલિત છે; એથી ભેગે. ખૂંચે છે; તેથી શ્રીમતીને કહે છે “જે હવે તારે પુત્ર સહાયમાં આવી ગયે. તું અને પુત્ર બંને શાંતિથી રહે, અને હું ચારિત્ર લઈશ.” - શ્રીમતીને અથાગ રાગ, તે શાની એમાં મંજૂર થાય? કહે છે, “આ શું બોલો છો ? પરણ્યાને હજી બહુ વરસ થયા નથી ને મને તરછોડી જવાની વાત કરે છે? તમે મળ્યાથી તે મને સ્વર્ગ મળી ગયું હતું, તે એકાએક લુપ્ત કરશે?”