________________ ત્યાં વેશ્યા ગભરાણી, ઘણાં ઘણાં મનામણાં કરે છે, “ભાઈસાબ ! રહી જાઓ; હું તે મશ્કરીમાં બોલેલી. ક્ષમા માગુ છું. જવાની વાત ન કરશે; અહીં જ રહે.” પણ નંદીષણ શાના રહે? વેશ્યાએ કલ્પાંત માંડ્યો. કરુણ સ્વરે રેતી જાય ને કહે છે “હાય! હવે હું ક્યાં જાઉં ? તમે મારા પ્રાણથી અધિક ! તમે જાઓ તો મારે જીવીને શું કામ છે ? બસ, મરી જાઉં, પરંતુ વેશ્યાના આ. આંસુ ઝરતી આંખે કરાતા કલ્પાંત પર નંદીષેણ ન પીગળ્યા. કારણ? કહ્યું નહિ પહેલાં? ભલે નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે અહીં વેશ્યાને ત્યાં રહ્યા હતા, પરંતુ ભેગલંપટ બનીને નહિ, કિન્તુ ભેગની ભયંકરતાને ખ્યાલ રાખીને કંપતા-કકળતા હૃદયે રહ્યા હતા, તે હવે મેકે આવતાં શાના ભેંસની માફક ભેગના કીચડમાં એક ક્ષણ પણ ચાંડ્યા રહે? નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે ચારિત્ર-મેહનીય જેર કરી ગયું તે ચારિત્ર આવરાઈ ગયું, પરંતુ સમ્યકૃત્વ નહેતું આવરાઈ ગયું, મિથ્યાત્વ - મેહનીય જોર નહોતું મારી ગયું, તેથી સંગ–નિર્વેદ હૈયામાં રમી રહ્યા હતા એટલે ભેગમાં હૈયે કંપ ને કકળાટ ઊભા રહે એમાં શી નવાઈ? એના લીધે ભેગ–લંપટતા શાની આવે? ભેગમાં હૈયે કંપા ને કકળાટ હોય તે લંપટતા ન આવે. બસ, આ જ વાત છે, દિલમાં સભ્યત્વને દીવડે બુઝાવા ન દો, જવલંત જળતો રાખે, તે દુન્યવી વિષયે. ને એના ભેગવટા ભયંકર દેખાશે, પરલોકના કારમાં દુઃખ