________________ પર ભેગલંપટો પતિત મહાપુરુષનાં મહાન દિલને ન સમજી શકે : મહાપુરુષોનાં આ દિલ જે ન સમજે, અને બોલે કે એ તે નંદીષેણ પણ પડ્યા હતા ને અરણિક મુનિયા પડેલા; તેમ આદ્રકુમાર પણ પડ્યા હતા, એમણે ય સંસાર ભેગવેલા.” - આવું બોલનારા એ મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. એવાને કણ પૂછે “અલ્યા ભાઈ! મહાપુરુષને પડ્યા પડ્યા કહે છે, પણ જરા એ તો જે, કે પડ્યા છતાં, એમનાં હૃદય કેવાં હતાં? ભેગમાં ફસાયા છતાં એમનાં દિલ ભોગ પ્રત્યે કેવા ઘણાવાળા હતા? ને તારું દિલ જેને કે એ કેવું ભેગલંપટ છે? ભેગલંપટ છે, માટે તો જિંદગીના 40 - 50 - 60 -70 વર્ષ વીત્યા છતાં હજી કયાં તારે ભાગમાંથી ઊઠી ચારિત્ર લેવું છે?” અરે ! બ્રહ્મચર્ય પણ, ક્યાં લેવું છે? શાને ઊઠે? દિલ ભેગમાં કકળતું હોય પરલોકના ભયથી કંપતું હોય, તો ઊઠે ને? તળાવડામાં બેઠેલી ભેંસ એમાં લીન, તે ઊઠે જ નહિ! એમ ભેગના તળાવડામાં બેઠેલે એમાં લયલીન હોય પછી શાને ઊઠે ! તે ય પાછા ભેગ તો કેવા તુચ્છ ગરીબડા મળ્યા છે, છતાં એમાં ય લીન-લંપટ ! કેવી દુર્દશા? ત્યારે પેલા નંદીષેણ આદ્રકુમાર વગેરે પડેલા તે કેવા સમૃદ્ધ માતબર ભેગમાં બેઠેલા? છતાં એમનું દિલ ભેગલંપટ નહતું; ભોગમાં કંપતું-કકળતું હતું, માટે મોકે આ કે ભેગમાંથી ઊભા થઈ જતાં આંચકોન આવ્ય; ગત્યાગ કરી ચારિત્રી બની ગયા! નદીષણ આદ્રકુમાર વગેરે પડેલા છતાં કેવા જબરદસ્ત વૈભવમાં હૈયાથી અંતસ્તાપભરી અલિપ્તતા કેવી રાખી હશે!