________________ [26] વિષયાગ એ વેઠ 4 કારણે શ્રેણિકપુત્ર નંદીષણ વિષયભેગને વેઠ સમજે છે, એનાં 4 કારણ: (1) જાતિસ્મરણ જ્ઞાનથી એમની નજર સામે એક તે પૂર્વે પાળેલું સ્વૈચ્છિક વિશુદ્ધ ચારિત્ર છે, ને એમને એ સંયમને દિવ્ય આનંદ ભુલાત નથી. . (2) બીજુ, આ જનમમાં પાળેલું નિરતિચાર ચારિત્ર, એની ભારે અનુમોદના છે. એટલે એની સામે વિષય કીડાને તદ્દન બિભત્સ પશુ-ચેષ્ટા સમજી એના પર એમને ભારે ધૃણા છે. (3) વળી, અનાર્ય દેશમાંથી અહીં કેવા ઊંચા ઉદ્દેશથી ભાગી આવેલા, એ વીસરાતું નથી. તેમજ (4) ચોથી વાત એ છે કે એમને દેવતાએ કહેલા પિતાના અકાટ્ય ભેગાવલિ કર્મને ખ્યાલ છે, એટલે એ પિતાની ઉપર કર્મને બળાત્કાર સમજી ભેગ-ઉપભેગને વેઠ સમજે છે. પૂછો - પ્રહ- મસ્ત રંગરાગ ભોગ ઉડાવે છતાં એને વેઠ કેવી રીતે સમજે ? ઉ - દા. ત. ગૂંડાના હાથમાં કઈ દયાળુ માણસ ફસાઈ ગયે હોય, અને પેલા કહે “આ બકરાને માર, નહિતર તને મારી નાખશું. એ વખતે આ દયાળુ મરવા તૈયાર થાય,