________________ પ૧ પરંતુ બકરાને હરગીજ નહિ મારુ, એમ કહી દે. ત્યારે પેલે ગૂડે પિતાના ચાર સાગ્રીતને ભેગા કરી, એમની પાસે આ દયાળુને પકડી રખાવી દયાળુના હાથમાં બળાત્કારે છે પકડાવી પોતાના ને સાગ્રીતના મજબુત હાથેથી દયાળુના હાથ પર દબાણ લાવી બકરાના શરીર પર છરીનો ઘા કરાવે, એ વખતે દયાળુને શું થાય? દિલ કકળે ને? છરાને ઘા કરવામાં જરાય રસ હોય? ના, એ તે કકળતા હૃદયે એવી અફસોસી કરતા હોય કે “અરેરેરે ! આ મારા પર આ કે બળાત્કાર કે મારા હાથ વડે બકરા પર છરાને ઘા?” બળાત્કારે બકરા પર છરીના ઘાની જેમ કર્મના બળાત્કારે વિષને સંગ સમજે એને એ વેઠ લાગે, એમાં દિલ કકળતું રહે. બસ, આદ્રકુમારના મનની આ સ્થિતિ હતી. દિલમાં ભારે અફસી રહેતી કે “અરરર! આ કર્મને મારા પર કે બળાત્કાર કે હું જરાય આ ઈચ્છતો નહિ, છતાં કર્મ મારી પાસે આ પશુ જેવી ચેષ્ટા કરાવે છે !' આદ્રકુમારનું દિલ આવું હતું. એટલે જ વખત જતાં જ્યાં શ્રીમતીને પુત્ર જનમ્યું. અને એ લેખશાળાએ ભણવા જતો થયે એટલે આદ્રકુમાર શ્રીમતીને કહે છે “જે હવે તારે આ પુત્ર છે, એટલે એકલવાયાપણું નહિ રહે, માટે મને ચારિત્રની અનુમતિ આપી દે. મારુ સંસાર અને સંસારની આ અજ્ઞાન મેહ-મૂઢ ચેષ્ટામાં બિલકુલ મન નથી.” - આ ક્યારે કહેવાય? હૈયામાં તીવ્ર વૈરાગ્ય હોય, અને અસંયમમાં રહ્યાને રેજને પારાવાર ખેદ હોય, સંતાપ હોય ત્યારે.