________________ 58 મહાવૈરાગી છતાં કેમ રોકાઈ ગયા? પ્ર - આદ્રકુમાર મહાવૈરાગી અને રોકાઈ જાય? ઉ– હા, હજી ભોગાવલિ કર્મ જેર મારતા હોય, તે એ એને ભાવ ભજવી જાય. જોવાનું એટલું જ છે કે આવા વૈરાગી જી કામના લંપટ નથી હોતા, એટલા માટે તો. ઘરમાં રહેવા છતાં સાકર પરની માખીની માફક રહેનારા હોય છે, કાંઈક ઉદાસીન ભાવથી રહેનારા હોય છે. એનું કારણ. એક જ, જેમનું તત્ત્વદર્શન અને સંસા-દર્શન આબેહૂબ હેય, એ સંસારમાં ઉદાસીન ભાવથી જ રહે. બાર વરસ વીતતાં કેટલી વાર? બાર વરસ પૂરા થતાં જ એક દિવસે રાતના આદ્રકુમાર વિચાર કરે છે કે, 12 વર્ષના અંતે આકુમારની ભવ્ય વિચારણ: “અહો ! સંસારરૂપી કુવામાંથી મારા આત્માને ઉદ્ધાર, કરવા દેરડારૂપી ચારિત્રનું આલંબન મેં કર્યું, ચારિત્ર પાળ્યું, ને પાછું મૂકી પણ દીધું ! અને ફરીથી હું એ જ સંસારમાં ખૂ છું ? પૂર્વ જન્મમાં ચારિત્ર લઈને પાળતો હતો, પણ એમાં જે માત્ર મનથી પણ ચારિત્રની વિરાધના કરી, તો અહીં અનાર્યપણામાં ફેકાઈ ગયો ! ત્યારે અહીં તો મેં મન વચન-કાયા ત્રણેથી ચારિત્ર ભાંગી નાખ્યું, તે હવે આગળ મારી કઈ દશા કઈ અવગતિ થાય? આ દુઃખદ ચતુર્ગતિમય સંસારમાં જ ફેંકાઈ જાઉં ને? કાંઈ નહિ, હજી સાવ બગડી