________________ પ૩ ત્યારે જ એ સહેજ વાતમાં એને ત્યાગ કરતાં અચકાયા નહિ, એ વિચારવા જેવું છે. જાણે છો ને નંદણ પડ્યા છતાં કેવો અંતસ્તાપ? : નંદીષેણે વેશ્યાને ત્યાં પડતા પહેલાં વેશ્યાને “સાધુ અર્થલાભ પણ કેવા કરાવી શકે છે” એ બતાવવા આંખના એક પિયાથી સાડાબાર કોડ સોનિયા વરસાવેલા ! આટલા તે સોનૈયા, એટલે એના રૂપિયા કેટલા? એક સોનૈયાના એ કાળના પંદર રૂપિયા ગણે, તે ય દોઢ અબજ ઉપર રૂપિયા થાય. પછી વેશ્યાએ પાડ્યા, તો હવે એટલી જંગી ઋદ્ધિ સમૃદ્ધિ ઉપર રંગરાગ, ભોગવિલાસ, અને તે ય ચકર રૂપાળી વેશ્યા સાથે ! કેવા થાય? છતાં એમાં હૈયું અંતસ્તાપભયું! માટે તો સવારથી ઊડીને ભજન પહેલાં ઓછામાં ઓછા દશને પ્રતિબંધ કરી દીક્ષા માટે ઊભા કરી દેવાનું રાખેલું ! અસંયમ–ભેગમાં પડ્યાનું દિલમાં આ જવલન, તે એમાંથી વિષયવિલાસની લચબચ સામગ્રી વચ્ચે રોજ દશને વૈરાગ્યને ઉપદેશ! આજના ભેગલંપટો, તે પિલી માતબર સામગ્રીની અપેક્ષાએ ઠીકરા-કલાસ સામગ્રીમાં ચ ભેગલંપટ બની રહેનારા, એ મહાપુરુષ પડેલા છતાં એમના મહાન દિલને શું સમજી શકે ? 12-12 વરસ નંદીષણ વેશ્યાને ત્યાં અંતસ્તાપ સાથે રહેતા હતા, તેથી તે એક દિવસ નવ જણ બૂઝયા ને દશમે નથી બૂઝતો, ભજન ઠંડું થઈ જાય છે, તે વેશ્યા મશ્કરીમાં કહે છે, - દશમો નથી બૂઝતો? તો દશમા તમે, ત્યાં નંદીષણ ઊભા થઈ ગયા! ખીંટીએથી એ બગલમાં મારી, કહે છે લે ત્યારે, હવે હું આ ચાલે દીક્ષા લેવા.”