________________ 48 છે કે એવા એમને પણ મિથ્યાત્વ કેમ આવ્યું હશે? શું કાંઈ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ડગમગ થઈ હશે? અહીં સમજવા જેવું છે કે મિથ્યાત્વ આવવાના બે માર્ગ છે - (1) દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા અને તત્ત્વની શ્રદ્ધા ડગમગ થાય, તો મિથ્યાત્વ આવે તેમજ - (2) વિષયે પ્રત્યે અનંતાનુબંધીને રાગ કે દ્વેષ ઊઠી. આવે, તે ય મિથ્યાત્વ આવે. કુમારપાળ મહારાજાને સંભવ છે સાંસારિક જીવન જીવતાં આયુષ્યના બંધકાળે અનંતાનુબંધી કષાયને રાગ યા દ્વેષ જાગી ગયો હોય; તેથી સમ્યકત્વભાવ ગુમાવી મિથ્યાત્વભાવ જાગી ગયો હોય, અને એમાં આયુષ્ય બંધાયું તે. વ્યંતર-નિકાયના દેવલોકનું બંધાઈ ગયું. ફરીથી યાદ કરો, સમ્યક્ત્વનું બહુ નાજુકપણું છે. માટે શાસ્ત્ર એમાં અસંખ્ય આકર્ષો કહે છે. - કુમારપાળ મહારાજાને કેઈક વાર અનંતાનુબંધી કેટિના રાગને લીધે સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં છેડીક જ વાર જવાનું થયું હોય, અને એ રાગ દબાઈ જતાં પાછો. સમ્યક્ત્વને આકર્ષ થયો હોય. પરંતુ એ મિથ્યાત્વના ગાળામાં જ આયુષ્ય કર્મ બંધાયું હોય તો તે વ્યંતર દેવલકનું આયુષ્ય કર્મ બંધાયું હોય એમ સંભવ છે. જેવા સમ્યક્ત્વના આકર્ષ, એવા સંયમના પણ આકર્ષ છે. મહાત્મા આદ્રકુમારને નિકાચિત ભેગાવલિ કર્મના ઉદયે ચારિત્ર-ભાવમાંથી અસંયમના ભાવમાં આકર્ષ થવાથી સંયમ મૂકી દઈ શ્રીમતી સાથે લગ્ન કરી લેવાને ભાવ થયે, અને લગ્ન કરી લીધા.