________________ 47 જ સમ્યકત્વ વિના બંધાય? મહારાજા કુમારપાળ ઉચ્ચ કેટિના સમ્યક્ત્વને ધરનારા હતા એ એમના પાછલા ધર્મમય ઉચ્ચ જીવન પરથી દેખાય છે. આમ છતાં એમણે વ્યંતર દેવેલેકનું આયુષ્ય કેમ બાંધ્યું? વ્યંતરનું આયુષ્ય બાંધ્યું છે, એ બતાવે છે કે એમણે આયુષ્ય મિથ્યાત્વ–અવસ્થામાં બાંધેલું. પૂછે, પ્ર–એવા જ્વલંત સમ્યફવવાળાને પણ કદી મિથ્યાત્વ આવે? ઉ–આવ્યું છે, એ હકીકત છે. સમ્યક્ત્વના અસંખ્ય આકર્ષ છે, એટલે કે સમ્યમાંથી મિથ્યાત્વમાં જાય, અને પાછું સમ્યક્ત્વ આકષી લે, આવું અસંખ્ય વાર બની આ બતાવે છે કે સમ્યક્ત્વનો ભાવ નાજુક છે. ક્ષાપશમિક સભ્યત્વમાંથી સહેજ જાગૃતિ ઓછી થતાં વિયેલ્લાસ મંદ થતાં જીવ એમાંથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ પામી જાય છે. પછી ભલે પાછી જાગૃતિ આવતાં, અંતમુહૂર્તમાં જ સમ્યકત્વ તરફ આકર્ષાઈ જશે. પણ એક વાર તો પતન થઈ ગયું. સમ્યક્ત્વ અંગે આવું પતન-ઉત્થાન વધુમાં વધુ બને તે અસંખ્ય વાર બને છે; એને સમ્યક્ત્વના અસંખ્ય આકર્ષ કહે છે. એ સમજીને સમ્યફવને ભાવ સમકિતની વિવિધ કારણથી દઢ રાખવા જેવો છે, પણ ભરોસે રહી એકપણ મિથ્યાત્વની કરણી આદરવા જેવી નથી, કે તીવ્ર રાગ-દ્વેષ કરવાં જે નથી. કુમારપાલ રાજાને આયુષ્ય વૈમાનિક દેવલોકનું નહિ, પણ વ્યંતર દેવલોકનું બંધાયું છે, એ પરથી વિચારવાનું