________________ રહી ગયેલો કે એ આવીને અહીં નડે છે. પૂર્વભવે આયુષ્ય * બાંધતી વખતે અલબત્ શુભભાવ હતો તેથી તે તિર્યંચ- મનુષ્ય ગતિનું આયુષ્ય ન બાંધતાં દેવપણાનું આયુષ્ય બાંધેલું ! તેથી દેવ થઈ અહીં આ મનુષ્યભવમાં આવ્યા છે, પરંતુ પેલો મેહના અનુબંધને કણિયે રહી ગયેલો, તે અહીં - આવી નડે છે. બાકી આયુષ્ય બાંધવા માટે આ નિયમ છે કે શુભ ભાવ સમ્યક્ત્વના ઘરને હેય ને મનુષ્ય કે તિર્યંચ સમ્યક્ત્વ –અવસ્થામાં આયુષ્ય બાંધે તે નિયમા વૈમાનિક દેવલોકનું જ બાંધે. એના બદલે જે એનાથી નીચેનું જ્યોતિષ, ભવનપતિ, કે વ્યંતર દેવકનું આયુષ્ય બાંધ્યું, યા મનુષ્ય તિર્યંચ કે નરકનું આયુષ્ય બાંધ્યું, તે માનવું જ પડે કે એ આયુષ્યકર્મ સમ્યકત્વ–અવસ્થામાં નહિ, પણ મિથ્યાત્વઅવસ્થામાં જ બાંધ્યું હોય. કુમારપાળ મહારાજા ઊંચા ધર્માત્મા હતા, ઊંચા સમ્યગ્દર્શનને–સમ્યકત્વને ધરનાર હતા, ત્યારે તે ગણધરપણાની પુણ્યાઈ કમાઈ ગયા છે! છતાં એ કેમ વ્યંતરનિકાયમાં દેવ થયા છે? કહે, કે એમણે - આયુષ્યકર્મ મિથ્યાત્વગુણઠાણે બાંધ્યું છે. નહિતર, ગણધરપણાની પુણ્યાઈ કેટલી બધી ઊંચી? - આવતી વીશીમાં પહેલા તીર્થકર ભગવાનના એ ગણધર થવાના છે! ત્યારે ભગવાનના શ્રીમુખેથી માત્ર ત્રણ પદ પામીને દ્વાદશાંગી, કે જેમાં મહાસાગર જેવા ચૌદપૂર્વ સમાય છે, એના સ્વયં રચયિતા થવાના છે! એવી ઔત્પાતિકી બુદ્ધિ આદિની મહા પુણ્યાઈ વિના આ રચના શે બની શકે? ત્યારે આવી ઊંચી ગણધરપણાની પુણ્યાઈ છેડી