________________ [5] મુનિ કેમ પડે છે? કર્મની બલવત્તા : મુનિનું મન મુંઝવણમાં પડ્યું કે હવે શું કરવું ?" દીક્ષા લેતી વખતે દેવીએ મને ભારપૂર્વક અટકાવતાં કહેલું કે “તમારે ભેગાવલિ કર્મ ઊભા છે અને તે તમારે અવશ્ય ભેગવવા પડશે,” એ દેવીએ કહેલું સારું લાગે છે; કેમકે અહીં મામલે એવું બન્યું છે કે કન્યા આપઘાત કરી દેવા તૈયાર થઈ છે. કન્યાને બાપ, રાજા, અને મહાજન બધા જ કન્યાને આપઘાતથી બચાવવા લગ્નને આગ્રહ કરી રહ્યા છે. ત્યારે શું મારે નિકાચિત ભેગાવલિ કર્મ હશે? એ જે હોય તે ભગવાયા વિના એ મને ક્યાં છોડવાના હતા? જ્ઞાનીઓ પણ કહે છે - अवश्यमेव भोक्तव्यं कृत कर्म शुभाशुभम् / नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि / અર્થાતુ–કરેલું શુભ કે અશુભ કર્મ જીવને અવશ્ય ભેગવવું પડે છે. કર્મ ભેગવાયા વિના સેંકડો કોડ યુએ પણ ક્ષય પામતું નથી. ઉદયમાં આવેલું કર્મ કણ ઓળઘી શક્યું છે? કેમકે કહ્યું છે - आरोहतु गिरि-शिखरं, समुद्रमुल्लंध्य यातु पातालम् / विधिलिखिताक्षरमाल', फलति कपाल, न भूपालः //