________________ 43 એટલે મુનિ ત્યાંથી તે નીકળી ગયા, અને ઉદ્યાનમાં જ્યાં મુકામ કર્યો હતો ત્યાં રોકાયા. અહીં શ્રીમતીના બાપને. ચિંતા થઈ કે “હાય ! મહારાજ કદાચ વિહાર કરી ચાલ્યા જશે તો? પછી ક્યાં એમને શોધવા?” તેથી એણે રાજાને જઈને નમસ્કાર કરી પરિસ્થિતિ કહીને વિનંતિ કરી કે - મહારાજ ! હવે તો હમણાં ને હમણાં તમે પધારે અને સાધુ મહાત્માને સમજાવે.” બાપે બીજા પણ મહાજનના . શેઠિયાઓને સાથે લીધા. સૌ રાજાની સાથે ઉદ્યાને પહોંચ્યા, . ને ત્યાં રાજાએ મહાત્માને કહ્યું “ભગવાન ! આ દીકરી બહુ દુઃખી થઈ રહી છે એના પર દયા કરે,” મુનિ કાંઈ હા. ભણતા નથી તેથી શ્રીમતી કહે છે. જુઓ સ્વામિન ! તમે મને નહિ પરણે તો હું, મારે. નિર્ધાર છે, આપઘાત કરીશ. હું તો આ મહા મેઘેરે જન્મ. ખોઈશ ! અને તમને સ્ત્રી-હત્યાનું પાપ લાગશે.' રાજા અને મહાજન વગેરે કહે છે;–જુઓ મહારાજ! કન્યાને આ નિર્ધાર સાંભળે ને? શું તમારે એને આપઘાત કરવા દે છે?”