________________ વવા અર્થે લઈ જાય છે. પછી એ પિતાના અભિગ્રહ મુજબ મુનિને પગે પડીને વંદન કરે છે, અને એ વખતે પગમાં ચિહ્ન છે કે નહિ એ જોઈ લે છે. બરાબર એ જ ચિહ્ન દેખાયું.. પિતાના પિતાને શ્રીમતી કહે છે, “બાપુ! આ એ જ ભટ્ટારક જેમના મેં પગ પકડેલા, અને બેલેલી કે “હું આમને વરી, અને આ મારા બેલ પર જ આકાશવાણીએ સિક્કો માર્યો કે “સાર વરી! સારું વરી !" વધારામાં આકાશમાંથી રત્નરાશિ વરસી ! અત્યાર સુધી કુંવારી રહી. છું તે આમના માટે જ, પરણીશ તે આમને જ પરણીશ, બીજાને નહિ. હવે તમારે કરવું હોય તે કરે.” શ્રીમતીના આ બોલ પર એના પિતાજી મહાત્માને કહે. “મહારાજ સાહેબ ! હમણાં જેગ બાજુએ મૂકે, અને આને પર લો, પછી તમારે એને સમજાવીને કરવું હોય તે કરજે. તમારે નિર્વાહના પૈસાની ચિંતા કરવાની જરૂર નથી; રત્નના ઢગલા પડ્યા છે.” નિકાચિત કર્મ છતાં મુનિની જાગૃતિ : આદ્રકુમાર મહાત્માને નિકાચિત ભેગાવલિ કર્મ બાકી છે, પરંતુ જે પૂર્વ ભવનું સ્મરણ થઈને સંયમ યાદ આવ્યું છે, અને અહીં જે દેવતાના નિષેધ છતાં પ્રબળ વૈરાગ્યથી સંયમ લઈ સુવિશુદ્ધ પાળતા આવ્યા છે, એને રંગ અને સ્વાદ એ છે કે એની સામે આ એક રૂપાળી યુવતી અને રત્નરાશિને અતિ અતિ તુચ્છ લેખે છે. અલબત્ કર્મની શિરજોરીથી અંતરમાં વિકાર જાગતા હશે, પણ એને સક્રિય કરવાની લેશમાત્ર ઈચ્છા નથી.