________________ શ્રીમતી કહે, “જુઓ બાપુજી! જ્યારે હું પગે વળગીને ભટ્ટારક પગ ખેંચી ચાલવા જતા હતા, એટલામાં વિજળી ઝબૂકી, ને મેં એમના પગમાં ઊર્વ રેખા સાથે હાથીનું ચિન્હ જેવું છે, જે મહાન માણસને જ હોય. તેથી, મેકો મળતાં એના આધારે એમને એ રેખા પરથી ઓળખી કાઢીશ.” વાત પતી, બાપે તાંત મૂકી દીધી. શ્રીમતીનું મન ફરું છે, ભારે નહિ કે “હાય ! કદાચ ભટ્ટારક નહિ મળ્યા તો? મળે છતાં સાધુ છે તે સંસાર માંડવાની ઘસીને ના પાડશે તો? તે હાય ! મારે કુંવારા રહેવાનું ?" ના, મન પર આવે કશે ભાર નથી. પૂછે - મુનિ ન મળે તે મન ભારે કેમ નહિ? : પ્ર- અંતરમાં સંસાર–વાસના તે છે, નહિતર તે. સંસાર ત્યાગની જ વાત કરત ને ? તે પછી કેમ એનું મન ભારે નહિ ? ઉ૦- કહો, પૂર્વના સરાગ સંયમના પાલનથી પ્રબળ ભેગાવલી કમ લઈને આવી છે, એટલે સંસારવાસના ખરી, પરંતુ સાથે એ ધર્મના સંસ્કાર એવા લઈને આવી છે, એવા શુભાનુબંધ લઈને આવી છે, કે ભેગને કીડે બનીને ભેગે. ભેગવવાને વિચાર નથી. રમતમાં પણ મુનિના પગ પકડ્યા, ને “હું આમને વરી” એમ બેલી, તે પછી એના મનને હવે બીજો પતિ કરે એ ભેગનો કડે બનવા જેવું લાગે છે. - આ પુણ્યાનુબંધી પુણ્યને હિસાબ છે કે શ્રીમતીને ભેગ–સામગ્રી મળી છે, પરંતુ ભેગના કીડાની જેમ અતિ લંપટ બનીને ભેગની કઈ ઈચ્છા જ નહિ! એટલે મન ભારે ન થાય. પાપાનુબંધી પુણ્યની સામગ્રીમાં તીવ્ર લંપટ બનીને સુખ ભેગવવાનું મન થાય.