________________ 38 શ્રીમતીને બાપ એને પૂછે છે, “આ તારા માટે માગ આવે છે, તને કયું ઘર પસંદ છે?” - શ્રીમતી કહે, “બીજો કોઈ વિચાર જ ન કરશે. એ તે મેં જે ભટ્ટારકના પગ પકડ્યા હતા, વરીશ તે એમને જ વરીશ, બીજા કેઈને નહિ, પછી એ ન મળે તો ભલે કુંવારા રહેવું પડે.” બાપ કહે “પણ બેટી ! એ તો ક્યાંય ચાલ્યા ગયા, હવે એમને શોધવા ય ક્યાં જવાય? અને એમની ઓળખે ય શે. પડે? જગતમાં મહાત્માઓ કેટલાય હાય.” શ્રીમતી કહે- “તમે એની ચિંતા ન કરે. દેવતાઓ આકાશવાણીથી સિક્કો માર્યો છે કે સારા વર્યા! સારા વય " એટલે જવાબદારી દેવતાના માથે પણ છે. એજ સેથી લાવશે.” બાપ કહે - “પણ એમ કંઈ રાહ જોતા બેસી રહેવાય? તારી ઉંમર થઈ.” શ્રીમતી કહે-તેથી શું ? તમને હું ભારે પડું છું?” બાપ કહે, “અરેરે ! આ શું બેલી? મારે તે ઘરજમાઈ મળે તે પહેલા નંબરનું.' શ્રીમતી કહે “તે ભગવાન પર ભરોસે રાખે, દેવતા પર ભરોસે રાખે, ધીરજ ધરે, એજ ભટ્ટારક મળી રહેશે.” બાપ કહે –“નગરમાં સાધુ તે ઘણા આવે ને જાય. એમાંથી તું ઓળખીશ શી રીતે કે આ એજ ભટ્ટારક છે?” વરેલા મુનિને ઓળખવાની રીત :