________________ 36 પ્ર.દેવતા સામે રેફ કેમ ન મારે ? ઉ - રાજા સમજે છે, “જે દેવતાની આકાશમાંથી રત્નને વરસાદ વરસાવવાની તાકાત છે, એ દેવતાની આકાશમાંથી પથરા વરસાવવાની તાકાત પણ ન હોય ? એટલે નથી. ને જે રોફ મારવા જા ને દેવતાએ આકાશમાંથી મારા. તથા માણસોના માથે પત્થરો વરસાવ્યા તો? અમારાં ખપરાં જ કુંટી જાય !" આમ રાજા રાફવાળું મેં શું કરી શકે ? મે લાટી જેવું થઈ ગયું ! રાજા ઝંખવાણે પડી ગયો ! ખસી ગયો બાજુએ; એના માણસો ય ખસી ગયા, અને શ્રીમતીના પિતાએ રને એકઠા કરાવી લઈ કર્યા ઘર ભેગાં. લોકોમાં શ્રીમતીને બહુ પ્રભાવ પડી ગયો કે “અહો !! આ છોકરીને કેટલે બધે પ્રતાપ કે દેવતા એની સેવામાં આવ્યા! ને રને વરસાવવાની આ ભવ્ય સેવા કરી ગયા !. કોડેની કિંમતના રત્નને વરસાદ! અને આકાશવાણીથી મેટા રાજા જેવાને ય પડકાર કરી ભેંઠે પાડી દીધો !" - આ પ્રતાપ શ્રીમતીને? કે એણે પૂવે પતિને સધાવેલા ચારિત્રને? તેમજ પોતે સાધેલા ચારિત્રને? અને પતિ મુનિ રાગથી દુર્ગતિમાં ન પડી જાય માટે કરેલા અનશનને. પ્રભાવ? તેનો પ્રભાવ? વ્યવહારમાં બોલાય છે,- “શેઠ!. તને માન નથી, તારી પાઘડીને માન છે” કેમ વાર ? પાઘડી જરીયાન છે માટે? ના, પાઘડી નગરશેઠપણાની છે માટે એને માન છે; તેથી જ શેઠને માન મળે છે. હમણાં જે નગરશેઠપણું ઊતરી જાય તે શેઠની એવી કશી કિંમત રહે. નહિ. માટે જ કહેવાય કે માન પાઘડીનું માટે શેઠનું હતું