________________ 35 કરતે રહે, તે જિંદગીમાંથી પરભવે કાંઈક પામી જવાનું થશે.” પણ પૈસા આવ્યા પછી શું એમ પરલોકને વિચાર વધે ખરે કે “ચાલ, હવે તો બે પૈસાની સગવડ થઈ છે, તે વધારે દાન-પુણ્ય સુકૃત કરવા દે. લક્ષ્મી ચંચળ છે, આમ કદાચ બીજી રીતે પગ કરીને ચાલી જાય! એના કરતાં સદુપયોગ કરી લઉં.” આ વિચાર આવે ? ના, વિચારણા જ નથી કે પૈસા શી રીતે મળ્યા ? આ પૈસા મારા આત્માને ભાવમાં શું અરજી આપશે? કશે વિચાર જ નહિ કરવાને. બસ પૈસા છે ને? ખેલે મોટાં હિંસામય આરંભ સમારંભના કારખાનાં ! બંધાવે બંગલે ! લાવ મેટર ! ઉડાવે અમન ચમન.” આવા અવિચારક બનાવનાર પૈસા કેવા ગણાય? સારા કે ગેઝાર? તારણહાર કે મારણહાર? ત્યારે, ધર્મ આવે એટલે એ માણસને વિચારક બનાવી સત્યે વિચારે કરાવે છે. તે ધર્મ કે? તારણહાર કે મરણહાર? રાજા રત્નને ઢગલો જોઈ અવિચારક બને તે માણસો પાસે એને કબજે કરાવી લેવા પગલું માંડે છે. પરંતુ ત્યાં જ આકાશવાણ થઈ કે “ખબરદાર કેઈએ ઉઠાવ્યું તો? આ ધન શ્રીમતીનું છે, ને તે એનાં લગ્ન અને લગ્નજીવનમાં ખરચાશે.” સાંભળીને રાજાનું એવું કેવુંક થયું હશે? શું રેફવાળું કે “તું કેણ ના પાડનાર ? હું હમણાં મારા માણસે પાસે ભેગું કરાવી લઈ ઉપાડી જાઉ છું.” શું આ રેફ " મારી શકે ?