________________ સુદર્શનશેઠને અભયારાણીએ પ્રપંચથી અંતઃપુરમાં ઘલાવ્યા. શેઠ પ્રતિમા ધ્યાને કાઉસ્સગ્નમાં હતા, ને આ પ્રપંચ થયે. હવે, રાણીએ એમની પાસે ભેગની પ્રાર્થના કરતાં હાવભાવ વગેરે ઘણું કર્યું અને છેવટે દમ આપ્યો કે “નહિ માનો તે તમારા પર આરોપ ચડાવીશ, સિપાઈઓ પાસે પકડાવીશ, અને રાજા પાસે મોકલીશ ને રાજા તમને શૂળીએ ચડાવશે.” સુદર્શનશેઠને મન પ્રતિજ્ઞાપાલનમાં બ્રહ્મચર્ય એ પ્રાણ હતા, એટલે ગમે તે ભેગે એનું રક્ષણ કરવાનું હતું, પછી સામેથી ચાલી આવી ભેગની પ્રાર્થના કરતી રાણીનાં સુખ જતા કરવા પડે, કે યાવત્ શૂળીની ભયંકર પીડા આવે એમાં - શરીરસુખાકારિતા જતી કરવી પડે, તોય શું થઈ ગયું ? ભેગસુખ અને જીવવાનું સુખ ગયું પણ વત–સંયમ- બ્રહ્મચર્ય ટક્યા તે પરભવે મેટું ઈનામ છે; ત્યારે આ - વ્રત–સંયમ-શીલ જે ગયા તે પરભવે નરકની સજા છે. રાજીમતીએ રહનેમિને આ જ કહ્યું હતું, વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા છે. સુખી જીવન અને શરીરના પ્રાણની રક્ષા તે જનમ-જનમ કરી, ધર્મની રક્ષા કરવાને અતિદુર્લભ મેક અને શક્તિ તથા વિવેક માનવ જનમમાં છે. તે એ પામીને સોનેરી મેલે સેનેરી તક કણ જતી કરે? ધર્મની જ રક્ષા કરવાનું કેણ બુદ્ધિમાન ચૂકે? પછી એ રક્ષામાં ગમે તેને ભેગ આપી દેવાને. 60000 સગરપુત્રોની પ્રાણના ભાગે તીર્થક્ષા:સગરચકવતીના 60 હજાર પુત્રોએ અષ્ટાપદતીર્થની રક્ષા કાજે - અષ્ટાપદજીને ફરતી ઊંડી ખાઈબંદી નાખી. એમાં નીચે કાણાં