________________ [3] આદ્રકુમારમુનિ આગળ રત્નવૃષ્ટિ અહીં આદ્રકુમાર મહામુનિના પ્રસંગમાં પૂર્વભવની પત્ની સાથ્વી થઈને અહીં શ્રેષ્ઠિકન્યા શ્રીમતી બની છે. રમતમાં એની બીજી કન્યાઓએ પતિ તરીકે થાંભલા પકડી લીધા, પછી થાંભલે બાકી ન રહેવાથી એ જ્યાં મુનિના ચરણ પકડી “હું આ ભટ્ટારકને પતિ તરીકે વરી” એમ બેલે છે ત્યાં, આકાશ માંથી રાની (અને સૂયગડાંગ સૂત્રની ટીકાના હિસાબે સાડા બાર કોડ નૈયાની) વૃષ્ટિ થાય છે. આ એના પૂર્વ સાધિત ધર્મનું ફળ છે. સંપત્તિઓ વરસે એ ધર્મનું ફળ. રત્નની વૃષ્ટિ સાથે આકાશવાણી થાય છે કે “સરસ વરી! સરસ વરી!” તમાસાને તેડું નહિ, તે લેક ભેગું થઈ ગયું. અહીં મહામુનિએ જોયું કે “આ બાઈ પગે વળગીને આવું બોલે છે, અને દેવવાણી થાય છે, એ કપરે અનુકૂળ ઉપસર્ગ છે. કદાચ મારા વ્રતને ભંગ કરી નાખે !" તેથી એ ત્યાંથી બીજે વિહાર કરી જાય છે. કેમ વિહાર કરી ગયા? મહાત્મા છે ને ડરે? હા, પોતાના વત પર પોતાના સંયમ પર આક્રમણ આવે તો વ્રતભંગ-સંયમનાશને ડર જરૂર હોય કે “રખે મારું વ્રત, મારું સંયમ ભાંગે તો?” વ્રત–સંયમને તે પોતાની મૂડી, પિતાના પ્રાણ, પિતાનું સર્વસ્વ સમજતા હોય છે. એટલે, એની રક્ષા માટે પૂરેપૂરા સજાગ હોય, પૂરેપૂરો પ્રયત્ન કરે. - શાસ્ત્રકારે જ્ઞાનને, ક્ષમા–સમતાને, વ્રત–નિયમને ને સંયમને -આત્માના ભાવપ્રાણ કહે છે. ભાવપ્રાણ ગયે આત્માનું શું રહ્યું?