________________ 29 ધનના અતિલોભીને ધન એ પ્રાણ લાગે છે, એટલે સમજે છે કે “મારું ધન ગયે શું રહ્યું ? ધન જાય તો તો. હું ખલાસ જ થઈ ગયે!” એમ મહર્ષિએ સમજે છે કે અમારી ક્ષમા–સમતા અમારા વતસંયમ તો અમારા પ્રાણ છે. એ જાય તે તો અમે ખલાસ જ થઈ ગયા !" એટલે જેમ. ધનલેભી ગમે તે ભેગે ધનનું રક્ષણ કરે છે, એમ મહાત્માઓ. ગમે તે ભેગે ક્ષમા-સમતા વ્રત–સંયમનું રક્ષણ કરે છે. એટલે તો મહાવીર પ્રભુએ સંગમ દેવતા તરફથી ચામડા. ઊતરી જાય એવી પીડાઓ આવી તો પણ, પોતાના શરીરની સુંવાળાશ-સુખશીલતા કશી ગણી નહિ, પણ એના ભેગે. પ્રભુએ ક્ષમા-સમતા ટકાવી રાખી ! અહંન્નક શ્રાવકને દેવતા કહે “મૂકી દે તારું જૈન ધર્મનું પૂછડું, નહિતર મારી નાખીશ તને, તારું વહાણ ઊંચે આકાશમાં લઈ જઈ સમુદ્રમાં પટકી દઈશ.” અહંન્નક શ્રાવક જૈનધર્મને ને જૈનધર્મની અવિહડ શ્રદ્ધાને પિતાના પ્રાણ સમજે છે, એ જે જાય પછી શરીર ટયું ને વહાણ ટક્યું તો ય એની શી કિંમત છે? એ શરીર ને વહાણ કાંઈ પોતાના આત્માનું લીલું વાળે નહિ. ત્યારે શરીર ને વહાણ ગયા, અને ધર્મ શ્રદ્ધા ટકી રહી છે. સમકિત ઉપરના ભાવ વધારતા આવડે તે કેવળજ્ઞાન અને. મેક્ષ ! ' ' આ સમજનાર અëક શ્રાવક શ્રદ્ધા રૂપી ભાવપ્રાણટકાવવા કેમ સર્વસ્વને ભેગ ન આપે?