________________ 31 પડ્યા, એમાંથી જ ખરીને નીચે દેવાના ભવન પર પડી ! ત્યને રક્ષક દેવતા આવી ગુસ્સાથી એમને ઠપકારે છે કે - “આ શી રમત માંડી છે? અમારા રત્નનાં ભવન રજ પડવાથી મેલાં થાય છે. અષભદેવ પ્રભુના વંશ જ છે. એટલે આટલી વાર જતા કરું છું, નહિતર તે તમારા આ ગુન્હાના હિસાબે તમને બાળીને ભસ્મ કરી નાખું! જાઓ ચાલ્યા જાઓ, હવે ફરીથી આવું કરશે નહીં.” દેવતા ગયા. પરંતુ હવે આ સાઈઠ હજારને વળી આ વિચાર આવે છે કે હજી અસંખ્ય વરસના વહાણાં વાવાનાં છે. એમાં તે વા-વંટોળથી રેતી ઊડી ઊડી આવતી રહે, તેથી ખાઈ ભરાઈ જાય ! તે પછી અષ્ટાપદની રક્ષાને આપણે પ્રયત્ન એળે જાય. અનાડી માણસે આવી અહીં ઉપર ચડી જાય તો સનાનું મંદિર અને રત્નના બિંબને લેભથી ખંડિત કરી નુકસાન પહોંચાડૅ. ત્યારે જે આ ખાઈને શાશ્વતી ગંગાની નહેર અનાવી દઈએ, તો પાણી નહેરમાં નિત્ય વહેતું રહેવાથી ખાઈ કદી પૂરાઈ ન જાય. જુઓ, કેવા વિચારમાં ચડે છે? દેવતા તાકીદ આપીને ગયો છે કે “હવે આવું કરશે નહિ” વળી જે કાણાંમાંથી રેતી ગળી એ કાણામાંથી પાણી નહિ મળે ? ને એ બન્યા પછી દેવતા એ દેખી ઝાલ્ય રહે ? બાળીને ભરમ જ કરી નાખે ને? પરંતુ તીર્થરક્ષાની તીવ્ર તમન્નાના તીવ્ર ભાવમાં આ કો વિચાર કરી નથી. પ્રાણ બચાવવાને એ વિચાર નહિ? ના, પ્રાણ કરતાં તીર્થરક્ષાને મોટી