________________ 32 માની છે, એટલે પ્રાણની ય પરવા કરવી નથી. પરવા માત્ર ગમે તે ભોગે તીર્થની રક્ષા કરવાની; અને ખરેખર ! ગંગામાંથી. નહેર ખોદી લાવ્યા, ખાઈ પાણીથી ખળ ખળ ભરાઈ ગઈ, પણ પાણી જ્યાં નીચે ઊતર્યા કે કોપાયમાન થયેલા દેવતાએ. આવીને હવે શિખામણ આપવા ન થોભતાં, સાઈઠ હજારની આગ છોડીને જીવતા ચિતા કરી! એ ભડભડ અગ્નિથી બળ્યા ! છતાં પરવા પ્રાણની નહિ, પણ તીર્થરક્ષાની હતી, તે રક્ષા થઈ ગઈ એના આનંદમાં મર્યા! તે બારમા દેવલોકમાં દેવ તરીકે જનમ પામી ગયા! શું બગડી ગયું? બગડી ગયું, સુધરી ગયું. મુનિ વિહાર કરી ગયા: આદ્રકુમાર મહામુનિ પ્રાણના ભોગે પણ પિતાના સંય. મને સાચવવા તત્પર હતા, કેમકે સંયમને જ પોતાના સાચા. પ્રાણ સમજતા હતા, તેથી પ્રતિકૂળ ઉપસર્ગમાં તે ગભરાય એવા. નહોતા, પરંતુ અહીં તે શ્રેષ્ઠિની કન્યા શ્રીમતીએ પતિ તરીકે એમના પગ પકડ્યા અને એના પર દેવવાણીએ મહેર છાપ મારી કે “સારા વર્યા ! સારા વર્ષો !" એમાં મુનિ ગભરાયા કે હવે અહીં સંયમ કેમ સચવાય ?" તેથી વિહાર કરી ગયા. ધર્માત્મા પ્રતિકૂળ કરતાં અનુકૂળ સંગમાં ધર્મ ટકાવવા વધારે સાવધાન રહે. - હવે અહીં જુઓ મઝા થાય છે. મહાત્મા આદ્રકુમાર તો વિહાર કરી ગયા, પરંતુ રત્નને ઢગ વર એનું શું ? તે પણ ગામ બહાર મંદિર આગળ મેદાનમાં !લોકેની એના પર ધાડ પડે કે નહિ? પરંતુ દેવવાણીને ચમત્કાર થયે છે, અને દેવતાઈ વર્ષા થઈ છે, એટલે લોકોની મજાલ નથી