________________ 20 અસદુ વિક, કષાય, પરષ-દર્શન,સંતાપ... વગેરે વગેરે એ આત્માની ખરાબીઓ છે, જે હાથે કરીને જાણી જોઈને આપણી જાતે જ ઊભી કરીએ છીએ, ' ત્યાં માણસ જે આ સૂત્ર લગાડે, તે દેખાય કે “મારુ નરસું ભાગ્ય મારી જોડે હાય, પછી સરકારે ય શું કરે ? અને દલાલે ય શું કરે ?" એમ ઉપરાઉપર એક યા બીજી આફત આવે ત્યાં ય આ. વિચાર થાય કે “મારાં અશુભ કર્મ મારી સાથે હોય એટલે આફત આવે જ.” કેઈએ આપણું કશુંક નુકસાન કર્યું કે આપણી સામે હલકા શબ્દ બોલ્યા ત્યાં પણ આ વિચાર કે -- મારી સાથે મારા અશુભ કર્મ હોય એટલે એ આવા જ પ્રસંગ બતાવે.” એમ ઘણું મહેનત કરવા છતાં ધારેલું કામ ન બને તે ય મનને આ વિચારથી ધરપત, કે “મારી સાથે. જ રહેલ અશુભ કર્મ આ ન જ બનવા દે, એ સ્વાભાવિક છે.” આમ શુભાશુભ ભાગ્ય બધે જ સાથે રહે છે, એ વિચાર રથી આફતમાં મન દીન ન બને, અને સંપમાં મન કુલાઈ ન જાય, અભિમાન ન કરે, કેમકે ખબર છે કે આ તો મારી સાથે ને સાથે ચાલતા મારાં શુભકર્મને પ્રભાવ છે, પણ મારે પ્રભાવ નહિ. હમણાં જે શુભકમ રવાના થાય તે હું એને એ જ ઊભે હેઉં ને સંપત્તિઓ આઘી થઈ જાય.”