________________ [2] . . . 7. 8. ધર્મનાં ફળ : (4) સુકુલ જન્મ એ ધર્મનું ફળ સંપત્તિએ એ ધર્મનું ફળ છે, એમ “કુલે જન્મ સુરૂપતા. સારા કુળમાં જન્મ પણ પૂર્વનાં ધર્મ કર્યાનું ફળ છે, અને આ તો સ્પષ્ટ દેખાય છે કે માણસ હજી અહીં પુરુષાર્થ કરી ગરીબમાંથી શ્રીમંત થાય, પરંતુ પહેલો જે આ જ કુળમાં જન્મ થયે, એમાં ક્યાં એણે અહીં પુરુષાર્થ કર્યો છે? અહીં તે પૂર્વના ધર્મને જ પ્રભાવ માનો પડે. સારા કુળમાં જન્મ એ ધર્મનું ફળ. એવી રીતે, (5) સારું રૂપ-સૌંદર્ય—લાવણ્ય એ પણ ધર્મનું ફળ અહીં જ જુઓ વસુદેવ કેવુંક સૌભાગ્યવંતુ અદ્ભુત રૂ૫ લાવણ્ય ધરાવે છે! એ કેનું ફળ? કહે, પૂર્વની નંદીણિ મહાત્મા વખતની ધર્મસાધનાનું ફળ છે. એ રૂપ-સૌભાગ્ય એટલું બધું જમ્બર છે કે દ્વારિકામાં પિતાની સાથે હતા ત્યારે તો નગરની સ્ત્રીઓ એમને જોઈ જોઈને મુગ્ધ થતી હતી, પરંતુ હવે દેશાટને નીકળ્યા છે ત્યાં પણ યુવાન સ્ત્રીઓ આકર્ષાય છે. કારણ? દેશ છે બધું મૂકીને આવ્યા, પરંતુ ભાગ્ય તે સાથે જ લાગેલું છે, એટલે એને કાંઈ ઘેર મૂકાયકરાય નહિ. પછી એ સૌભાગ્યના વેગે જ એમને વિદ્યાધર રાજાઓની 72000 કન્યાઓ પરણી. સૌભાગ્ય કેવુંક? એક વખત એવો હતો કે પૂર્વભવે સામાની સાત દીકરીઓમાંથી એકપણ એને વરવા તૈયાર ન