________________ ત્રણ જ પદ ઉપર એમની કેટલી બધી પંડિતાઈ વિદ્વત્તા ઝળકી ઊઠે છે! કે ત્યાં ને ત્યાં ઊભા ઊભા દ્વાદશાંગી અને એમાં મહાશ્રતસાગર સમા ચૌદ પૂર્વની રચના કરી દે છે ! 18 દેશના સમ્રાટ કુમારપાળ મેટા મહારાજા છતાં એમની ધર્મસાધના કેવીક અદ્ભુત ! એનાં ફળમાં એ આવતી ચોવીશીના પહેલા તીર્થકર ભગવાન પદ્મનાભ સ્વામીના ગણધર થવાના છે. જંબુસ્વામીને અગાધ જ્ઞાનશક્તિ શી રીતે? : જંબૂકુમાર આ જનમમાં ઘરમાં રહ્યા ત્યાંસુધી ક્યાં એવી વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિની મહેનત કરી હતી? છતાં ચારિત્ર લીધા પછી 14 પૂના પારગામી બન્યા ! એટલી બધી અગાધ વિદ્વત્તા શી રીતે મળી ગઈ? કહે, એ પૂર્વ જન્મમાં રાજપુત્ર શિવકુમાર, સંયમ–ભ્રમ લેવાની ઝંખના છતાં પિતા રાજાએ સંમતિ ન આપી, તો ઘરમાં બેઠા પોતાના ચારિત્ર લેવા આડેના અંતરાય કર્મ તેડવા બાર વરસ સુધી લગાતાર છઠ્ઠ છઠ્ઠને પારણે આંબેલ કરતા રહ્યા! એ પણ સાધુની જેમ પિતાના માટે નહિ રાંધેલ આંબેલની વસ્તુથી આંબેલ કરીને ! આ બાર વરસ સુધી સતત છઠ્ઠ પર છઠ્ઠ અને પારણે દૂધરાબડી–શીરે-મગ નહિ, પણ આંબેલ! કેટલી જંગી તપસ્યા ! સાથે સંસારની કાંઈ પ્રવૃત્તિ નહિ, પણ સાધુ જેવું જીવન! આ ધર્મસાધનાએ જંબુસ્વામીના ભવમાં ચૌદ પૂર્વધરપણાનું મહાપાંડિત્ય લાવી આપ્યું ! પાંડિત્ય એ ધર્મનું ફળ છે. એમ, (7) દીર્ઘ શુભ આયુષ્ય એ ધર્મનું ફળ છે. એજ જંબૂસ્વામીએ 80 વરસનું આયુષ્ય ભેગવ્યું તે