________________ 25 રેગ આવ્યો? દુનિયામાં શું એવા નથી દેખાતા કે નિયમિત જીવન જીવનારા પણ કયારે ટી. બી, લક, કેન્સર જેવા મેટા રેગમાં ફસાય છે? ત્યારે શું એવા ય માણસે નથી દેખાતા કે જે આયુર્વેદના નિયમ નહિ જાળવવા છતાં નીરોગી તગડેબાજ રહે છે? કેટલાય નાના બચ્ચા માતા ખવરાવે એ ખાય, અને પીવરાવે એ પીએ, છતાં માંદા પડે છે ને? ધાવણું બાળકોમાં ય કેટલાક માંદા રહેતા દેખાય છે ને ? આવું બધું દેખાતું હોય તો નિયમ કયાં રહ્યો કે આયુર્વેદ શાસ્ત્રના નિયમ જાળવે તો આરોગ્ય રહેશે ત્યારે આરોગ્યનું કારણ શું? એમ ભારી કમળે કેન્સર લક ટી. બી. વગેરે મહાવ્યાધિ ફૂટી નીકળે છે એનું શું કારણ? અહીં જ્ઞાની ભગવંતો આપણને કહે છે કે રોગ એ અશાતા–વેદનીય પાપકર્મનું ફળ છે, ને આરોગ્ય એ શાતાદિનીય પુણ્યનું ફળ છે; ને આ પુણ્ય જીવદયા–જિનભક્તિ વગેરે ધર્મથી નીપજ્યાં હોય છે. માટે કહેવાય છે કે આરોગ્ય એ ધર્મનું ફળ છે. એને જ પ્રભાવ છે કે આરેગ્યના નિયમ નહિ જાળવનારને પણ જ્યાં સુધી ધર્મજનિત પુણ્યનું પીઠબળ છે ત્યાં સુધી આરોગ્ય; પણ જ્યાં એ પીઠબળ ખૂટ્યું ત્યાં મહારોગ પણ ઊતરી પડે. મહાપુરુષોનાં જીવન કેટકેટલા તપ અને ત્યાગમય ! છતાં એમને કોઈને પીઠમાં પાઠું, મસ્તકમાં શૂળ, શરીરે લકવો, મગજની અસ્વસ્થતા....વગેરે એક યા બીજા રોગ ઊતરી પડેલા ! કારણ આ જ, કે શાતાના પૂર્વ પુણ્યમાં ત્રુટિ આવી ગઈ. આવા માંધાતા ધર્માત્મા અને ત્યાગમાગથી પ્રખર આરોગ્ય-નિયમ સાચવનારાને પણ રેગ આવે, ત્યાં બીજાના શા ભાર ? .