________________
પ્રકરણ ૧ લું અરિહંત
૧૭
દષ્ટાત-પરદેશ જતાં કેઈ તવંગર પુરુષને રસ્તામાં ચોરો રસ્તો ભુલાવીને ભયંકર અટવીમાં લઈ ગયા અને ધન લૂંટીને તેની આંખે ઉપર પાટો બાંધી તેને ઝાડે બાંધી ચાલ્યા ગયા, એટલામાં એના પરમ સૌભાગ્યના ઉદયથી કઈ મહારાજા પોતાની ચતુરંગિણી સેના સહિત શિકારને અર્થે તે જંગલમાં આવ્યા. તેના ઉપર દયા દર્શાવતાં રાજા એ ભયભીત ન થવા કહ્યું, એમ તેને અભયદાન આપ્યું. આખોનો પાટો ખાલી ચક્ષુદાન દીધું. ઈચ્છિત સ્થાને જવાનો માર્ગ બતાવી માર્ગદાન દીધું, પહોંચાડવા સાથે સૈનિકે આપી શરણ દીધું, આજીવિકા માટે દ્રવ્ય આપીદાન દીધું,ફરી આ પ્રમાણે ન સપડાઈ જવાનો ઉપદેશ આપી જીવતરનું બેધદાન આપ્યું અને ઈષ્ટ માર્ગે પહોંચાડયો. | ભાવાર્થ-જ્ઞાનાદિ રત્નત્રય ગુણરૂપી ધનશાળી જીવરૂપી મુસાફરને સંસારરૂપી અટવીમાં કમરૂપી ચાર રસ્તે ભુલાવીને લઈ ગયા જ્ઞાનાદિ દ્રવ્યને હરી લઈને અજ્ઞાનરૂપી પાટો બાંધી મમવરૂપી વૃક્ષથી બાંધી દીધો ત્યારે તીર્થકર રૂપ મહારાજા ચતુર્વિધ સંઘરૂપ સે થી ઘેરાયેલા પાખંડરૂપી સુદ્રોના શિકાર માટે સંસારરૂપી મહા અટવીમાં વિચરતા દુઃખી છે ઉપર દયા લાવીને મા શુળો માં છૂળ અર્થાત્ ન મારે, ન મારો એમ દયામય ઉપદેશ આપીને અભય આપે છે. આ પ્રમાણે જગતના સર્વ જીવોને સાતે ભયથી મુક્ત કરનાર અભયદાતા ભગવાન જ છે. “અફખુ દયા ? જ્ઞાનરૂપી નેત્ર ઉપર બંધાયેલ જ્ઞાનાવરણીય કર્મરૂપી પાટાને દૂર કરી જ્ઞાનરૂપ ચક્ષુના દાતાર ભગવાન જ છે. “મમ્મદયાણું” અનાદિકાળથી સન્માર્ગને ભૂલેલાં સંસારરૂપી વનમાં ભટકતાં પ્રાણીઓને મોક્ષ માર્ગના દર્શાવનાર ભગવાન જ છે. શરણુદયાણું ચાર ગતિના દુઃખથી ત્રાસિત પ્રાણીને જ્ઞાનરૂપી સુભટના શરણદાતા ભગવાન જ છે. “જીવદયાણું મોક્ષસ્થાન સુધી પહોંચાડવા સંયમરૂપ ઉપજીવિકાના દાતાર ભગવાન જ છે. બહિદયાણું પ્રાણી સંસારની મેહજાળમાં ફરી ન સપડાય અને સીધે સિદ્ધગતિને પ્રાપ્ત કરે એવા સદ્દબોધના દાતા પણ ભગવાન જ છે. “ધમ્મદયાણું” આ ન્નતિથી પતિત જીવોને દુર્ગતિમાં પડતા