________________
:પ્રકરણ ૧ લું અરિહંત કઈ પણ વસ્તુ કે વચન તેમના માટે અપૂર્વ નથી કે જેથી તેમને હસવું આવે.
આ પ્રમાણે ભગવાન અરિહંત ૧૮ દોષથી સર્વથા રહિત છે.
અરિહંતને નમેન્થણું (નમોસ્તુ-નમસ્કાર) ઉપર પ્રમાણે અનંતાનંત ગુણના ધારક “અરિહંતાણું ? - ચાર ઘન ઘાતિક કર્મ તથા કર્મોત્પાદક રાગદ્વેષરૂપી શત્રુના નાશ કરનાર છે. “ભગવંતાણું ? ભવભ્રમણના નાશક તથા ૧૨ ગુણના ધારક છે. “આઈગરાણું મૃતધર્મ અને ચારિત્રધર્મ આદિના કર્તા છે. (પ્રથમ ધર્મની સ્થાપના અરિહંત કરે છે, ગણધર આચાર્યાદિ આગળ ચલાવે છે). “તિસ્થયરાણું' x સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થના કર્તા અરિહંત હોવાથી તે તીર્થકર કહેવાય છે. “સયં સંબુદધાણું” ભગવાન પ્રથમથી જ (જન્મથીજ) અવધિજ્ઞાની હોવાથી ગુરુના ઉપદેશ વગર સ્વયમેવ પ્રતિબંધિત હોય છે. અને પોતાની મેળે જ દીક્ષા ધારણ કરે છે. “પુરિસરમાણુ ૧૦૦૮ ઉત્તમ લક્ષણાદિ ગુણેથી યુક્ત હોવાને લીધે જગતના સર્વ પુરુષોમાં પરમેત્તમ પુરુષ ભગવાન હોય છે. “પુરિસસિંહાણું જેમ સિંહ શૂરવીર, નીડર થઈને વનચરને ક્ષોભિત કરે છે તેમ ભગવાન પણ સંસારરૂપી વનમાં નીડર થઈ પાખંડીઓને ક્ષભિત કરતા વિચરે છે. “પુરિસવરપુંડરિયાણું?
: ભગ શબ્દના ૧૨ અર્થ થાય છે :- ૧. જ્ઞાનવંત ૨. માહાસ્યવંત ૩. યશસ્તી ૪. વૈરાગ્યવંત પ. મુક્તાના, નિર્લોભી ૬. રૂપવંત ૭. વીર્યવંત ૮. પ્રયત્નવંત ૯. મુમુક્ષુ ૧૦. શ્રીમંત-અતિશયો યુક્ત ૧૧. ધર્મવંત ૧૨. એશ્વર્યવંત.
ભગ શબ્દના આ બાર અર્થે અરિહંતને લાગુ પડે છે. પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. ના બનાવેલ શ્રી ઉપાસક દશાંગસૂત્ર પાના ૬૩ માં પણ ભાગ શબ્દના ૧૦ અર્થ આપેલ છે.
* સંસારથી પાર ઉતારે તે તીર્થ કહેવાય છે. ગ્રામ, ઘર, પર્વત, નદી, વગેરે સંસારથી પાર નથી ઉતારતાં, તેથી પ્રભુએ ઉક્ત ચાર તીર્થો બતાવ્યાં છે.