________________
જૈન તત્વ પ્રકાશ. જેમ પુંડરિક કમળ કચડ અને પાણીથી અળગું રહીને પણ રૂપ અને સુગંધથી અનુપમ હોય છે તેમ ભગવાન પણ કામરૂપી કીચડ અને ભેગરૂપ પાણીથી અળગા રહીને મહાન દિવ્ય રૂપ અને મહાયશરૂપી સુગંધથી અનુપમ હોય છે. જે “પુરિવરગંધ હીણું? જેમ ગંધહસ્તી ચતુરંગિણી સેનામાં શ્રેષ્ઠ અને પોતાના શરીરની ગંધથી સામેની સેનાને પરાજિત કરે છે, અસ્ત્રશસ્ત્રના પ્રહારની દરકાર વગર શત્રુસૈન્યનું દમન કરતો આગળ વધતો ચાલ્યો જાય છે એ જ પ્રમાણે ભગવાન પણ ચતુર્વિધ સંઘમાં શ્રેષ્ઠ સદુપદેશરૂપી પરાક્રમથી, યશરૂપી ગંધથી પાખંડીઓને નસાડે છે. પાખંડીઓ તરફથી થતાં પરિષહ ઉપસર્ગની જરાય ચિંતા વગર મુક્તિપંથમાં આગળ વધતા ચાલ્યા જાય છે. “લગુત્તરમાણું ? વ્યાવહારિક અને નૈઋચિક સંપત્તિમાં સર્વ લેકનાં સર્વ પ્રાણીઓમાં ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે. “લેગનાહાણું” અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ, પ્રાપ્ત ગુણના રક્ષક હોવાથી સર્વ લોકના નાથ ભગવાન જ હોય છે. લેગલિયાણું” ઉપદેશ અને પ્રવૃત્તિ દ્વારા ભગવાને જ સર્વ લોકના હિતકર્તા છે. “લાગપઈવાણું પ્રદીપની માફક ભવ્ય જીવોનાં હૃદયરૂપી ભુવનમાં રહેલા મિથ્યાત્વરૂપી ઘેર અંધકારને નાશ કરી, જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યાસત્ય, ધર્માધર્મનું યથાર્થ સ્વરૂપ દર્શાવનાર ભગવાન જ લેકપ્રકાશ સાચા પ્રદીપ છે. “લોગપજજોયગરાણું ? સૂર્યની પેઠે જન્મ સમયમાં તેમ જ કેવલજ્ઞાન થયા બાદ સર્વ લોકમાં પ્રકાશકર્તા હોવાથી તથા લેકના સર્વદ્રવ્ય ગુણ પર્યાયના ભવ્ય જીવને પ્રકાશકર્તા હેવાથી ભગવાન જ સર્વ પ્રકાશક સાચા સૂર્ય છે. (આગળના સૂત્રને અર્થ દષ્ટાન્ત દ્વારા સમજાવે છે.)
ગાથા-નg qડમ કહે નાયં, નોસ્ટિq વાIિ . gવું અદ્વિત્ત હિં, સં વધું ધુમ તિ મહિvi | ઉત્ત. અ. ૨૫ ગા. ૨
જેમ કમળ કીચડમાં પેદા થઈ અને જળમાં મોટું થઈને પણ ફરી કીચડ અને પાણીમાં લિપ્ત થતું નથી તેમ જ મહાત્મા પણ કામરૂપ કીચડમાં ઉત્પન્ન થઈ ભગરૂપ પાણીથી વૃદ્ધિગત થવા છતાં, કામભોગોને ત્યાગ કરી ફરી તેમાં લિપ્ત થતા નથી.