________________
પ્રકરણ ૧ લું અરિહંત
૩૨. અર્થ, પદ, વર્ણ, વાકય બધુંય; જુદું જુદું કહે.
૩૩. એટલાં સાવિક વચને કહે કે ઇંદ્રાદિ મહાપ્રતાપીઓથી. પણ ક્ષુબ્ધ ન બને.
૩૪. પ્રચલિત અર્થની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બીજો અર્થ ન કાઢે. એક કથનના નિશ્ચય અને દઢતા પછી બીજો અર્થ બતાવે.
૩૫. વ્યાખ્યાન દેતાં ગમે તેટલો કાળ વ્યતીત થઈ જાય પણ ભગવાન કદી પણ થાકે નહિ પણ ઉત્સાહ વધતો જ જાય. અરિહંત ૧૮ દેષરહિત હોય છે. (તે નીચેના પ્રકારે)
૧. “મિથ્યાત્વ” –જે વસ્તુ જેવી છે તેવી ન માની તેથી ઊલટી સ્વીકાર કરે તે મિથ્યાત્વ કહેવાય છે. અરિહંત અનંત ક્ષાયક સમ્યકત્વ, હોવાથી આ દોષથી રહિત થાય છે, તેથી જગતના પદાર્થ જેવા છે તેવા જ અરિહંત પ્રકાશે છે. ૨. “અજ્ઞાન–વસ્તુનું અજાણપણું અથવા વિપરીત જાણપણું તે અજ્ઞાન છે. અરિહંત કેવળજ્ઞાની હોવાથી સર્વ કાલોક અથવા ચરાચર પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને જુએ છે. ૩. “મદ_પોતાના ગુણને ગર્વ છે મદ. અરિહત સર્વગુણસંપન્ન હોવાથી કિંચિત્ માત્ર પણ મદ કરતા નથી. કહેવત પણ છે, “અધૂરો ઘડો છલકાય” અર્થાત્ ગર્વ ન કરવો એ જ સંપૂર્ણતાનું ચિહ્ન છે તથા “વિનયવંત ભગવંત કહાવે; નહિ કિસીકે શીશ નમાવે” અર્થાત્ અરિહંત વિનયના સાગર હોવા છતાં પણ કેઈની આગળ લઘુતા બતાવતા નથી-કેઈને નમતા નથી, ૪. ક્રોધ-અરિહંત ક્ષમાના સાગર અને દયાના આગર હોય છે. ૫. માયા–કપટ. અરિહંત તે બહુ જ સરલ સ્વભાવી હોય છે. ૬. લેભ-ઈચ્છા, તૃષ્ણાથી રહિત છે. અરિહંત પ્રાપ્ત થયેલી મહાનઋદ્ધિને ત્યાગ કરી સાધુ થાય છે. અને વગર ઈરછાએ અતિશયાદિ મહાદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી તેઓ મહાસંતોષી હોય છે. ૭, “રતિ”આનંદ, ખુશી, મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિથી થાય છે. અરિહંત તે અવેદી, અકષાયી,