________________
૧૨
જૈન તત્વ પ્રકાશ ૨૧. કેઈનાં પણ ગુપ્ત રહસ્ય પ્રગટ થાય તેવાં માર્મિક વચન ન કહે.
રર. મેગ્યતાથી વધારે ગુણાનુવાદ કરી, કેઈની પણ ખુશામત ન કરે, પણ ગ્યતાનુસાર વખાણ કરે.
૨૩. જેથી ઉપકાર થાય અને આત્મકલ્યાણ થાય એવા સાથે ધર્મનું પ્રતિપાદન કરે.
૨૪. અર્થને છેદભેદીને અનર્થ ન કરે. ૨૫. વ્યાકરણના નિયમાનુસાર શુધ્ધ વચન કહે.
૨૬. બહુ ઉચ્ચ સ્વરથી કે એકદમ ધીમા અવાજથી કે ઘણું શીઘ્રતાથી ન બોલે પણ મધ્યમ સ્વરથી વચન ૦ કહે.
૨૭. શ્રોતાગણ પ્રભુની વાણી સાંભળી અચંબે પામી જાય અને કહી ઊઠે “અહો ! પ્રભુની કહેવાની શકિત અને વાચાતુરી આશ્ચર્ય કારી છે. ”
૨૮. એટલા હર્ષથી કહે કે શ્રોતા એના યથાર્થ રસને અનુભવ કરી શકે.
૨૯ વ્યાખ્યાન દરમ્યાન વિશ્રાતિ લીધા વગર વિલંબરહિત કહે. - ૩૦. શ્રોતા જે કાંઈ પ્રશ્ન મનમાં ધારીને આવ્યા હોય એનું સમાધાન પૂછ્યા વગર જ થઈ જાય.
૩૧. એક વચનની અપેક્ષાથી બીજું વચન કહે અને જે કંઈ કહે તે શ્રોતાના હૃદયમાં ઠસી જાય.
૦ આથી વ્યાકરણની આવશ્યકતાને ખ્યાલ આવે છે. અશુદ્ધ વાણીથી કહેલાં હિતકારી વચને પણ શ્રોતાનાં હૃદય પર અસરકારક નથી નીવડતાં. એટલે વક્તાઓને માટે વ્યાકરણને અભ્યાસ જરૂરી છે.