Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005970/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કણબાગથેકાના જયભિપU, Page #2 -------------------------------------------------------------------------- ________________ કંચન અને કામિની : લેખક: જયભિખુ ssip : પ્રસ્તાવ-લેખક: શ્રી. મધુસૂદન ચિ. મોદી એમ. એ. એલએલ.બી. / / BOCOR ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તો: અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંમત : ૩-૮ પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૦ બીજી આવૃત્તિ ઈ. સ. ૧૫૭ પ્રકાશક: શંભુલાલ જગશીભાઈ શાહઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તો: અમદાવાદ : મુદ્રકઃ કાન્તિલાલ એમ. દેસાઈઃ ચંદ્રિકા પ્રિન્ટરી - મિરજાપુર રેડ, પ્રભાત પ્રેસ સામે અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ દેસાઈ કુટુંબની કુળવધુઓને! સહધર્મિણ અ. સૌ. જયાને સૌ. વિજયાભાભીને મૃગાભાભીને અ.સૌ. શાન્તાને અ. સૌ. શાન્તાને અ. ચો. વસુમતીને અ.સૌ. સવિતાને જેમણે કુટુંબ-પ્રતિષ્ઠાને પિતાની પ્રતિષ્ઠા માનીને પ્રયત્ન કર્યા છે. -જ્યભિખ્ખ Page #5 -------------------------------------------------------------------------- ________________ જિંદગી હૈ અધેરી રાત ઔરત હૈ ચિરાગ જે સીખ, હરએક કે સીખાતે ચલો, દિયે સે દિયે કે જલાતે ચલે. Page #6 -------------------------------------------------------------------------- ________________ EDITIN પુરાવચન : લેખક : શ્રી. મધુસૂદન માદી, એમ. એ. એલએલ. મી. સામાજિક યોજના પાછળ એ દ્વો રહેલાં છેઃ બણુ અને સયોજન. ધણુ અને સયેાજનમાં સમાજની ચંચળ સ્થિરતા વસેલી છે. સમાજમાં સ્થિરતા છે અને તેમાં ચંચળતા પણ છે. આ ખે તત્ત્વાના મૂળમાં કંચન અને કામિનીએ એછે! ભાગ ભજવ્યા નથી. તેમણે કલહ નિપજાવ્યા છે અને કલહમાં વિજય પ્રાપ્ત કરવા સામે સબટ્ટને પણ નિપજાવ્યાં છે. રામાયણમાં આય સંસ્કૃતિ અને વાનરસંસ્કૃતિનું સયાજન એ ખીજી દષ્ટિએ રાક્ષસસંસ્કૃતિ સાથેના કલહ ઉપર વિજય મેળવવાનુ સાધન હતું, અને તે કલહમાં સામ્રાજ્યની એષણા અને સ્ત્રીનું અપહરણુ એ બંનેએ પૂરા ભાગ ભજવ્યા છે. વાલિ અને સુગ્રીવના કલહમાં સુગ્રીવ સામ્રાજ્ય અને વાલિની પત્ની તારાને પ્રાપ્ત કરે છે, અને રામનેા તે સાથી બને છે. વિભીષણુતે પણુ, રામને પક્ષ લેતાં અને રામને વિજય થતાં, લંકાનું સામ્રાજ્ય અને રાણી મંદોદરી એ એમની પ્રાપ્તિ થાય છે. જર્ (જમીનના સમાવેશ જરમાં કરી દઈ એ ) અને જોરુ—કચન અને કામિની—એ કજિયાનાં છેા છે એટલું જ નહિ પણ સમાજની યેાજનામાં પણુ, તેમની સારી રીતની પ્રાપ્તિ Page #7 -------------------------------------------------------------------------- ________________ થવા માટે, સ્થાપિત હિતે હંમેશાં શાંતિ અને સજન સાચવે પણ છે, અને વખત આવતાં તે માટે કલહ પણ કરે છે. માનવસંસ્કૃતિના ઈતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલામાં કંચન અને કામિનીએ માટે ભાગ ભજવ્યો છે. માણસ મૂળથી જ પરિગ્રહશીલ પ્રાણી છે. એનું ચાલે તે આ પેસે અને સમૃદ્ધિ મરણ પછી પરકમાં પણ સાથે લઈ જાય. અને એ સાર તે તેના સ્વપ્નશીલ માનસે જાતજાતના તુક્કાઓ રચી કાઢથા છે. માનવ ઈતિહાસના સંશોધકોએ પ્રાચીન કબ્રસ્તાનો ખેદ્યાં છે, અને કબરેમાં તેમણે મૃતદેહેની સાથે તેમની પ્રિય વસ્તુઓ દાટેલી શેધી કાઢી છે. હજુ આપણે ત્યાં મરણ પછી તેરમાને દિવસે સરવણને ખાટલે નથી નીકળતો? પ્રાચીન કાળમાં પ્રથા હતી કે રાજા મરણ પામે ત્યારે તેનાં દાસ-દાસીઓને પણ ઘણીવાર બળજબરીથી તેની સાથે બાળવામાં આવતાં, અને સતીના રિવાજ ઉપર આપણે ગમે તેટલે આદર્શને ઓપ ચઢાવીએ–છતાં પણ, મૂળ તે એ હતું કે પરલોકમાંય તે માણસને પિતાની પત્ની મળે તે માટે પત્નીએ તેની સાથે બળી મરવું, સતી થવું. આ રિવાજને આદર્શ બનાવીએ અને વખાણીએ એ જુદી વાત છે. હંમેશાં ખોટી અને ખરાબ વસ્તુને આદર્શનું સ્વરૂપ સમાજમાં ન આપવામાં આવે, તેની પરંપરાનાં અને કથાઓનાં પુરાણે રચી કાઢવામાં ન આવે છે, એ ખરાબ વસ્તુઓને પાળે પણ કેશુ? તર્ક અને લાગણું બેધારી તલવારે છે અને સમાજમાં સ્થાપિત હિતવાળાઓ અને તેમના બુદ્ધિવાદી પિષકેએ તેને પોતાના સ્વાર્થ માટે સારી રીતે ઉપયોગ કર્યો છે. | વિવાહને જ દાખલે લઈએ. વિવાહ એટલે એક નેત્રવાળો, બીજા નેત્રવાળાની કન્યાનું હરણ કરી લાવે અને તેને પરણે. Page #8 -------------------------------------------------------------------------- ________________ એટલે કે, કન્યાનું જે હરણ કરી લાવે એ તે જબરા શેત્રને એટલે કે વરપક્ષનું જૂથ કન્યા પક્ષના જૂથ કરતાં જબરું, મોટું. અને મેટું એટલે કે ઊંચું! જબરા કન્યા લાવે હલકા ગેત્રમાંથી, પણ કન્યા પિતે આપે તે નહિ. ગામની તે દીકરી કહેવાય એટલે પરણવું પડે તે પરગામની છોકરી સાથે–એ રિવાજ કેટલીક કેમોમાં પ્રચલિત છે. આમ જેને આપણે લગ્ન કહીએ છીએ તેમાં તે જેમ જબરો અને કુનેહબાજ સેનું લૂંટી લાવે તેમ કન્યાને પણ લૂંટી લાવે—મનુ ભગવાને આઠ પ્રકારના સ્ત્રી-વિવાહ ગણાવ્યા છે, તેમાં સુધરેલા માનવીની કહેવાતી સંસ્કૃતિની આખી કથા સમાયેલી છે. આ આઠ પ્રકારના વિવાહમાં રાક્ષસ, આસુર અને પૈશાચ વિવાહનું ઊર્ધ્વીકરણ (Sublimation) થવાથી બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય અને ગાંધર્વ વિવાહની ઉત્પત્તિ થઈ છે. આર્ષ પ્રકારના વિવાહમાં કન્યાપ્રદાનના બદલામાં એક અથવા બે ગાય અને આખલાની જોડી કન્યાને બાપ મેળવે છે; અને એ આસુરવિવાહનું ઊર્વી કરણ છે; આસુરવિવાહમાં કન્યાનાં સગાને તથા કન્યાને શક્તિ પ્રમાણે ધન આપીને લાવવામાં આવે છે. રાક્ષસ વિવાહમાં તે કન્યાનું બળજબરીથી અપહરણ કરવામાં આવે ૧. મનુસ્મૃતિ, અધ્યાય. ૩. લો ૨૧: આઠ પ્રકારના સ્ત્રીવિવાહ. ब्राह्मो दैवस्तथैवार्षः प्राजापत्यस्तथासुरः । गान्धर्वो राक्षसश्चैव पैशाचश्चाष्टमो मतः ॥ ૨. મનુસ્મૃતિ. અધ્યાય ૩. . ર૯, આર્ષ વિવાહ. एकं गोमिथुन द्वे वा वरादादाय धर्मतः । कन्याप्रदानं विधिवदार्षो धर्मः स उच्यते ॥ ૩. મનુસ્મૃતિ. અ. ૩. . ૩૩. આસુર વિવાહ. ज्ञातिभ्यो द्रविणं दत्त्वा कन्याथै चैव शक्तितः । कन्याप्रदानं स्वाच्छन्द्यादासुरो धर्म उच्यते ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ છે.૪ પૈશાચ વિવાહમાં પણ કન્યા ઊંધતી હાય, ઘેનમાં હોય તેને ગમે તે રીતે ઉપાડી લાવવામાં આવે છે.પ આમ આપણી વિવાહ સંસ્થામાં મૂળે તે કન્યાને મિલકત ગણવામાં આવી છે. અત્યારે પણુ પછાત કામમાં આ રીતે જ કન્યાઓની વેચલે થાય છે. એટલે કન્યા એ જીવતું સેાનું જ રહ્યું છે. કન્યાનેય સમાજમાં છીનવી લાવવાની અને સેનુ પણ છીનવી લાવવાનું. હા, સુધારેલા સમાજમાં એ છીનવી લાવવાના પ્રકાર વહેવારુ પ્રકારના અને પરંપરાથી રૂઢ થઈ ગયેલા છે એટલે માણસને તેની પાછળનું સત્ય દેખાતું નથી. આ રીતે— : સાનું અને સ્ત્રી : કંચન અને કામિની એ ખન્નેય અત્યાર સુધીના સમાજના ઇતિહાસમાં માણસની મિલકત જ રહ્યાં છે. ઉદારતા અને ઉચ્ચ વિચારણાના ગમે તેટલા થપેડા તેના ઉપર લગાવવામાં આવે છતાં પણ એ વાત પુરુષપ્રધાન સંસ્કૃતિમાં જીવતી અને જાગતી છે એની ના પાડી શકાય તેમ નથી. સાથે સાથે માણસ વિચારશીલ છે. પાતાને અમુક સારું લાગે તે ખીજા જીવન્ત પ્રાણીને સારું લાગે એવું પાતે કરવું જોઈ એ; પેાતાની જાતને જેથી દુઃખ થાય એવું પારકા ઉપર આચરવું ન જોઈ એ એમ તે માને છે. જેટલી કડકાઇથી આપણે મિલકત સાચવીએ છીએ, તેટલી કડકાઈથી સ્ત્રીને સાચવવાનુ` મોટા ભાગનાં મનુષ્યાનાં ૪. મનુસ્મૃતિ. અ. ૩. ક્ષેા. કુક. રાક્ષસ વિવાહ. हत्वा छित्त्वा च भित्त्वा च क्रोशन्तीं रुदतीं गृहात् । प्रसह्य कन्याहरणं राक्षसे विधिरुच्यते ॥ ૫. મનુસ્મૃતિ. અ. ૩. ક્ષેા. ૩૪. પશાચ વિવાહ, सुप्तां मत्तां प्रमत्तां वा रहो यत्रोपगच्छति स पापिष्ठो विवाहानां पैशाचश्चाष्टमोऽधमः ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ દિલમાં હાય છે, શાશ્ત્રગર્ભિત રીતે ખાદેશ પણ છે. પશુ સાથે રહેવું અને સારા દેખાવું એ સામાજિક નિયમને આધારે સામાન્ય રીતે તે! માણસ સ્ત્રી સાથે ધણુમાં આવતા નથી કે તેના ઉપર ખળજબરી કરતા નથી. પરંતુ કટોકટીના પ્રસંગેામાં પેાતાની સત્તાથી કુટુંબમાં તેમ સમાજમાં સ્ત્રીને હરગિજ માણસ ખાવતા જ રહ્યો છે. હા, કાઇક અપવાદો હોય છે અને અપવાદો હાય તેનુ કારણ એ હાય છે કે માનવજાતના સર્જનમાં પુરુષની જેમ જ સ્ત્રીના હિસ્સા હાય છે.૭ વળી કેટલીક વાર અમુક સ્ત્રીએ પોતે જ પ્રભાવશાળી હાય છે તે પણ બીજુ કારણ છે. પણ આ તેા વૈયક્તિક વાત થઈ. સામાન્ય રીતે તે માનવસંસ્થામાં સ્ત્રીનું સ્થાન આચારમાં ગૌણ રહ્યું છે દરખાનેથી તે। માલિકીની મિલકત જેવું રહ્યું છે; જ્યારે વિચારમાં, સમાનતાની વાતા કરતી માનવસંસ્થાઓમાં તેમને પુરુષસમેાવડી, માનવજાતિની શક્તિસ્વરૂપ ગણવામાં આવી છે. પરંતુ ૬. મનુસ્મૃતિ. અ. ૯. શ્ર્લા, ૨, ૩, ૫. अस्वतन्त्राः स्त्रियः कार्याः पुरुषः स्वैर्दिवानिशम् । विषयेषु च सज्जन्त्यः संस्थाप्या आत्मनो वशे || पिता रक्षति कौमारे भर्ता रक्षन्ति स्थविरे पुत्रा न स्त्री रक्षति यौवने । स्वातन्त्र्यमर्हति ॥ सूक्ष्मेभ्योऽपि प्रसंगेभ्यः स्त्रियो रक्ष्या विशेषतः । द्वयोर्हि कुलयोः शोकमावहेयर रक्षिताः ॥ ૭. મનુસ્મૃતિ, અ, ૯, શ્લાક ૯૬. प्रजनार्थं स्त्रियः सृष्टाः संतानार्थं च मानवाः । तस्मात्साधारणो धर्मः श्रुतौ पत्न्या सहोदितः ॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ १० વ્યવહારુ જીવનમાં સ્વા પરાયણ આચાર અને આદશ'પરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે અનેક કુટુંોમાં, ધરામાં, જ્ઞાતિએમાં અને વિશાળ સામાજિક સંધામાં ધણા જાગ્યાં છે. આ ઘણાનાં અનેક આલેખને શ્રી. જયભિખ્ખુએ તેમની વાર્તાઓમાં વેધક રીતે કર્યાં છે. શુદ્ધ આદર્શોના ધર્મ શાસ્ત્રોમાં હશે, છે—પણ આચારમાં તે ધમ માત્ર સોંપ્રદાયના રેલા જ છે અને એમાં માનવસધા ખેંચાયે જાય છે. સંપ્રદાયના હિતવાળાએ પરલેાકના ભય અને મરણેાત્તર સુખસંકટાની વાતેથી સમાજને ઘણીવાર સત્યદર્શનથી વંચિત રાખ્યા છે. આ વચના કરવા ઉપરાંત આ જગતમાં પણ પેાતાની માનવસંધનાં માનસ ઉપર જમાવેલી સત્તાને ટકાવી રાખવા માટે ધર્મોચાર્યોએ ધનિક વર્ગો અને રાજાને પેાતાના સાગરિતા બનાવ્યા છે. ધમ તત્ત્વચિંતન અને સત્યશેાધન પૂરતા મર્યાદિત રહે છે ત્યાં સુધી તે શુદ્ધ રહે છે, પરંતુ જ્યારે તે પેાતાની સંસ્થાઓ રચવા સમાજના તાણાવાણામાં પ્રવેશે છે ત્યારે સમાજનાં સત્તાધારી તત્ત્વ તેને પેાતાની પકડમાં લે છે. ધમ સસ્થાપ્રધાન અને સાંપ્રદાયિક અનતાં તેને પણ પેાતાનાં દેવળા અને દેવાને સ્થાપવાના હોય છેઃ અને દેવના મુંજાવરાને સામાજિક સ્થાને પ્રાપ્ત કરવાનાં રહે છે એટલે ધર્મ પણ સમાજનાં નિળ તત્ત્વા ઉપર સત્તાનું એક હથિયાર ૮. સ્ત્રીઓની પ્રશંસા માટે જીએ મનુસ્મૃતિ અ. ૨. શ્લાક ૫૬-૬૨, દા. ત. અને यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला क्रियाः ॥ स्त्रियां तु रोचमानायां सर्व तद्रोचते कुलम् | तस्यां त्वरोचमानायां सर्वमेव न रोचते ॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ બની જાય છે. શ્રી. જયભિખુએ એ બાબત ઉપર સુંદર રીતે સાંકળી ફઈબા” નામની વાર્તામાં ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે માનવ આત્મરક્ષક, ભય, ભૂખ, જાતીય વૃત્તિ આદિ સ્વયંભૂ વૃત્તિઓ સંતોષવા માટે પ્રવૃત્તિ કરે છે. સમાજ પિતાની સંસ્થાઓ જળવાય ત્યાં સુધી આ વૃત્તિઓને પિષવાનો મોકે બધાંય જનને મળે તે જુએ છે, પરંતુ સામાજિક સંસ્થાઓને સારામાં સારો લાભ સાધનવાળો લઈ જાય છે. સાધનવાળો માણસ કંચન અને કામિનીની સારામાં સારી રીતે પ્રાપ્તિ કરવા માટે રીત-કરતા જેતે નથી. એ અચકાય છે માત્ર એટલા જ માટે કે સમજુ વર્ગ કે સમાજને કચડાયેલે વર્ગ તેની સામે કદાચ વિરોધ ઉઠાવે. “ચૌદશિ” નામની વાર્તામાં શ્રી. જયભિખુએ આ બાબતને સ્પર્શ કર્યો છે. જાતિય વૃત્તિ પિષવા અને ઘર ચલાવવા માટે જ બંધાયેલાં કૌટુંબિક એકમો કદીય સામાજિક સ્વાધ્ધ લાવતાં નથી. આપણી લગ્નસંસ્થામાં જેમતેમ ગોઠવી કાઢેલા સ્ત્રી-વિવાહોને લીધે અને સમાજનાં બળોના દબાણને લીધે એક રીતે શાંતિ અને સ્થિરતા દેખાય છે. પણ તે સ્થિરતા સમાજનાં જીવન્ત અને પ્રેરક તને કચડી નાખીને લાવવામાં આવી હોય છે. તેના પરિણામે સમાજનું શારીરિક, ભૌતિક અને ઊર્મિવિષયક સ્વાસ્થ વિકૃત બને છે. આપણી જ્ઞાતિઓમાં અને એ જ્ઞાતિઓના નાના નાના વાડામાં આ અનિષ્ટો ખૂબ જ દેખાઈ આવે છે, વિવાહમાં સ્ત્રીએ પુરુષમાં પૌરુષેય | તેજ પ્રમાણે કન્યાવિક્રયને મનુ અધ્યા. કલો. ૯૮માં કન્યાને વેચીને તેની કિંમત (શુક) લેવાને ખૂબ જ તિરસ્કારે છે, પણ એ અધ્યા. ૯. .. ૯૭માં કન્યાવિક્રય પ્રચલિત હતું તે સ્વીકારે છે અને જણાવે છે કે પૈસા આપીને લીધેલી કન્યાને પતિ મરી જાય અને તે વિધવાને ગમતું હોય તે તેને દિયરની સાથે પરણાવવી. આમાં કન્યા મિલક્ત જેવી નથી જણાતી ? Page #13 -------------------------------------------------------------------------- ________________ જોયું હોય અને પુરુષ સ્ત્રીમાં સાચું ઢણ જોયું હોય તથા એ પૌરુષેય અને ત્રણના સાચા, સ્વતંત્ર છતાંય બેમાંથી એક બનેલા સજનમાં સાચું લગ્ન રહેલું છે. પેસે, કુટુંબ વગેરે અન્ય વ્યાવહારિક હેતુઓ એ પ્રધાન હેતુ સમક્ષ ગાણ બની જાય છે એ લગ્ન કહેવાય. અન્ય. હેતુઓથી સંધાયેલા લગ્નમાં હમેશાં સાચી એકતા અને ખરે આનંદ જણાતાં નથી. તે તે આપણા સમાજની માન્યતા પ્રમાણે ટકે છે તે જીવનપર્યત, પરંતુ તે માત્ર દબાણથી જાતીય વૃત્તિ પિષવા માટેનાં અને ઘર ચલાવવા અને છોકરાંઓ ઉછેરવા માટેનાં જ લગ્ન બને છે. આથી એકંદરે બાળકોના ખમીરને હાનિ જ આવે છે. એ તે આપણા સમાજની અત્યારની સ્થિતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. | દિલ એક હોય અને શરીર-સંબંધ એ કુદરતી બની જાય એ એક વાત છે અને શારીરસંબંધ થઈ જાય કારણ કે તે એક ભૂખ છે તથા તેનું સાધન સમાજે ગોઠવી આપ્યું છે તે બીજી વાત છે. આપણા સમાજમાં બીજી વાત વધારે પ્રમાણમાં દીઠમાં આવે છે. એટલે આપણું બાળકનું માનસિક અને શારીરિક કૌવત ઘવાતું જાય છે. પ્રેમથી કામ પિવાય તે કામ તે કામ રહેતું નથી; પણ જ્યાં માત્ર કામ પિષવાની વૃત્તિ છે ત્યાં પ્રેમ હણાઈ જાય છે. પ્રેમ એ તો ઊંચા પ્રકારનું સમસંવેદન છે; અને જ્યાં પ્રેમનું સ્થાન છે ત્યાં નિરંતર આનંદ વસે છે, ઉચ્ચાભિલાષ વસે છે; નીતિ, મતિ અને ભૂતિ વસે છે. બાઈબલમાં નેબુવદનેઝર નામે રાજ વિષે વાત આવે છે. એના પગ માટીના હતા. સમાજની રચના પણ એવી છે. એના પગ પણ માટીના છે. એ માટીના પગ ઉપર જોઈએ તે તેની સુધારણા માટે આપણે માત્ર નિરાશા અને અંધકાર જ જોઈ શકીએ અને તેના Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉન્નત આશય અને આદર્શો જોઈએ તે આપણે આરાના હવાઈ મિનારા રચતા થઈ જઈએ. કંચનનો સવાલ તે નૂતન સામાજિક રચનાથી થઈ શકે, અને કામિનીને સવાલ તે આર્થિક રીતે અને સામાજિક રીતે સ્વતંત્ર એક બને . કોઈ લે, મા તે રહ્યા છે, અને આ આશાઓને પોષવા સામાજિક, રાજકીય અને કેળવણી વિષયક પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ સમાજનું ઘેરણ જ્યાં જાય ત્યાં અને ક્યારેય પણ, રાજ નેબુવદનેઝર જેવું રહેવાનું છે. આ નિરાશાનો ધ્વનિ છે. આશાના ધ્વનિ જેટલું જ નિરાશા ધ્વનિ સાચે છે, અને આ બંને વ્યાવહારિક સત્ય સ્થિર રહેવા મથતા સમાજને ગતિમય રાખે છે, પરંતુ સમાજની એ ચંચળ સ્થિરતા માનવીના આતરમનનો કેટલે પલટ કરે છે એ સવાલ તે ઊભો જ રહે છે. નોંધેલી બાબતનું આલેખન શ્રી. જ્યભિષ્મની વાર્તા ઓમાં ઠેર ઠેર પડેલું છે. માણસના ચિત્તને કલાકૃતિ હલાવી શકે તેટલું તે કદાચ ઉપર કરેલો વિશ્લેષણ-પ્રસ્તાર ન હલાવી શકે. એટલે જ આ સુંદર વાર્તાઓ ઉપર મારા પુરોવચનનું મેઢિયું ચઢાવવા માટે મારું મન ન હતું, પણ તેમની સોનાની લાકડી ઉપર ચાંદીનું મોઢિયું ચઢાવવા માટે શ્રી. જયભિખુએ આગ્રહ કર્યો તેથી મિત્રભાવે મેં તે ચઢાવી દીધું અને એમણે એક મિત્રે આપેલા સંભારણા તરીકે તેને અગ્રસ્થાન આપ્યું એટલું જ. બાકી આ લાંબા પરથારાને, વાર્તા વાંચવાના વાચકના આનંદની વચ્ચે આડા પડવાની કોઈ પણ જરૂર હોઈ શકે નહિ. શ્રી. જયભિખ્ખએ આ સંગ્રહ પહેલાં “પારકા ઘરની લક્ષ્મી,” બેઠે બળવો” એ વાર્તાસંગ્રહે પ્રસિદ્ધ કરેલા છે. તેમાં પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ સામાજિક પ્રશ્નોને છેડતી વાર્તાઓ છે. આ સંગ્રહમાં તેમણે વધુ વિશિષ્ટતા સાધી છે–વિચારબળમાં, કલાનિજનમાં અને ધ્યેયદર્શનમાં. કુલ પંદર વાર્તાઓ આ સંગ્રહમાં તેમણે રજૂ કરી છે. લગભગ બધી જ વાર્તાઓમાં સામાજિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે અને કંચન તથા કામિનીની ભાંગ સમાજના માનસને કેવું હિલોળે ચઢાવે છે તે સચોટ અને સુંદર રીતે શ્રી જયભિખુએ બતાવ્યું છે. તેમની લેખન-કાર્યારંભની પ્રથમ વાર્તા અને આ સંગ્રહની. છેલ્લી વાર્તા ત્યક્તા’ તેમણે સને ૧૯૩૨માં લખી છે. આ સંગ્રહની પ્રથમ વાર્તાનું નામ “કંચન અને કામિની છે, તેમાં એક કલાકાર સુથારે એક સામાન્ય છોકરીમાંથી પોતાની સુંદર પ્રિયતમા ઘડી, અને પિતાના સ્વપ્નાએ સિદ્ધ કરેલી તે પત્નીને તેની ઓરમાન મા મારી નાખે છે. અને તે પણ એટલા માટે કે એ પૈસાદાર સુથારને તે માતા પિતાની પેટજણ છોકરીને પરણવી. શકે !...પરણાવે છે પણ તે કલાકાર પિતાની પ્રથમ પત્નીના પ્રેમ પાગલ બની જાય છે અને કંચનના મોહે પરણાવવામાં આવેલી બીજી પત્ની તેના પ્રેમને પામી શકતી નથી. સેનાની મરધીમાં પૈસાદારના છોકરાને પોતાની દીકરીઓ પરણાવવા ઈચ્છતા અને તેની પાછળ ગાંડા બનતા સમાજનું ચિત્ર આલેખ્યું છે, જે કે મોટે ભાગે પૈસાદાર કુટુંબ કરિયાવર કરતાં કરિયાણાની કિંમત વધારે આંકે છે-સ્ત્રીરત્ન સુષુરા!િ કરિયાવરનો લાભ ઉઠાવવા હમેશાં જરૂરવાળા પડે છે. “રામાયણની નિર્વાસિતા” અને “અપહતા” એ એક કેટિની પરંતુ એક પ્રાચીન અને બીજી અર્વાચીન સ્ત્રીની વાત છે. બનેય સરખું જ સહન કરે છે. એ બતાવે છે જના સમયમાં અને અત્યારે સ્ત્રીની સ્થિતિ સુધરી નથી. સ્ત્રીનાં સાધુ યુગનો નન: એ વાત ત્યારેય હતી અને અત્યારે પણ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ १५ ‘પાષના પાકાર,’ ‘ત્યકતા’ અને ‘ પ્રેમલક્ષણા ’ એ પણ સ્ત્રીઓને થતા અન્યાયોની કથા છે; તેને અન્યાયેા પુરુષ તરફથી સહન કરવા પડે છે કારણ કે તે અસહાય અને માયેલી છે. ' છેલ્લુ’ વીલ’ એ એક પ્રકારનું સરસ સ્વપ્નાલેખન છે અને તેમાંય સરસ્વતી અને કંચનનાકુ મેળની વાત છે. ‘ ગગા ગઢમાં,’ ‘ મનની મેનકા,’ ‘ સતી નવી અને જૂની એ વાર્તાઓમાં પણ સ્ત્રીની દબાયેલી સ્થિતિનું આલેખન છે. * ગગા ગઢમાં’માં ગામડાંને નહિ બધએસતી શહેરી સ’કૃતિથી ગામડાંની થતી પાયમાલીને લેખકે બતાવી છે, ‘ કામ ને પ્રેમ' માં કામ અને પ્રેમ વચ્ચેના ભેદને સુશીલા, માણેક અને નવલના પ્રણય–ત્રિકાદ્રારા બતાવ્યો છે. બધીય વાર્તાઓ સુવાચ્ય છે અને ધ્યેયલક્ષી હાવા છતાંય રસની જમાવટ સારી રીતે કરી શકી છે. શ્રી જયભિખ્ખુની શૈલીમાં કલ્પના અને સૌષ્ઠવ વસેલું છે, અને વાર્તાએ તેમના સીધા અનુભવમાંથી આવેલી હાઈ ધારી અસર કરી જાય છે. તેમની વાર્તાઓ વસ્તુ ( Objective) છે અને એ રીતે સામરસેટ મે'મ અને મેાપાસાંની વાર્તાઓની કાટિની તેમની વાર્તાએ છે. વાત નિરાંતે સુંદર રીતે તે કરે છે અને આપણા દિલ ઉપર એ રીતે તે ધારી અસર કરી જાય છે. તેમની ગ્રામજતાની ભાષાની પકડ ખૂબ જ છે અને એ તેમનાં પાત્રો સાથેના સીધા અનુભવનું પરિણામ છે. તે સાથે તેમની પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ શૈલી પણ છે. તેમની અનેક નવલકથા તે પરિચિત છે એટલે મેરનાં ઈંડાં ચીતરવાના પ્રયાસ કરવા કરતાં હું વાચકાને તે વાર્તાઓ માણવા દેવુ... એ જ યથાય છે. વાંચનારને ધનતેરશ, ૨૦૦૬ અમદાવાદ મધુસૂદન માદી Page #17 -------------------------------------------------------------------------- ________________ [ બીજી આવૃત્તિ પ્રસંગે ] પારકા ઘરની લક્ષ્મી' નામના મારા સામાજિક વાર્તાસંગ્રહની ત્રીજી આવૃત્તિ હમણાં જ પ્રગટ થઈ છે. એ પછી એ જ પ્રકારની વાર્તાઓના આ સંગ્રહની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. “લાખેણી વાત” ની બીજી આવૃત્તિ પણ હમણાં જ પ્રગટ થઈ ચૂકી છેઃ આ વરતુ બતાવે છે, કે આ વાર્તાઓ તરફ વાચકેનું આકર્ષણ દિનપ્રતિદિન વધતું ચાલ્યું છે. અને એથી જ પ્રેરાઈને હમણાં “અંગના' નામને તદ્દન ન જ વાર્તાસંગ્રહ વાચકો સમક્ષ મૂક્યો છે. આમાં એકપક્ષીય રીતે સ્ત્રી યા પુરુષને ઉતારી પાડવાનો હેતુ નથી, એ તંદુરસ્ત મનોદશા પણ નથી. પણ જ્યાં જેનો વાંક કાઢવા જેવો લાગે, જ્યાં જેને જે કહેવા ગ્ય લાગ્યું ત્યાં તે અસરકારક રીતે કહેવામાં આવ્યું છે. છેલ્લાં વર્ષોમાં, પહેલી ને બીજી આવૃત્તિ વચ્ચેના ગાળામાં સ્ત્રીજગતમાં ખાસ કંઈ મહત્વનું પરિવર્તન જોવાયું નથી. એટલે વિશેષ વિવેચનની અત્રે અગત્ય દેખાતી નથી. અલબત્ત, પરિવર્તની શીશીને પારે કંઈક ઊંચે ચઢવા મથત હોય, તેવું જરૂર દેખાય છે. જ્યભિખુ ૧૩, બી, ચંદ્રનગર સરખેજ રોડ, અમદાવાદ–છે. તા. ૧૫-૨-૫૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ લેખકની વાત [ પહેલી આવૃત્તિ વખતે ] ચિરકાળથી સસારમાં કંચન ને કામિનીને ઝઘડા ચાલતા આવ્યે છે. જમાનાની તાસીરે એના રંગ–ઢંગમાં ભલે ફેરફાર કર્યાં હાય પણ ઝડે। નથી જ ટહ્યા ! સુધારાની આંગ ફૂંકતા દેશોમાં પણ અમુક વર્તુલ કે અમુક વાડા બહારની કન્યાને પરણવાનું સાહસ કરવા જતાં શાહના શાહને પણ ભારે કિંમત ચૂકવવી પડી છે. માસ માણસ તરીકે સરખા જ છે. એ જેમ અપ્રગટ દેવ છે, એમ નિગૂઢ પશુ પણ છે. ઊછળતા તરંગામાં જતુ' નાવ જેમ તે ખાજી ડાલાં ખાય, તેમ સંજોગાધીન માણસ-દેવ કે પશુ-આ બેમાંથી એક અવસ્થામાં વારંવાર આવ-જા કરે છે! મુદ્રાના હાવ પ્રત્યક્ષ થાય દેખાય છે. સ્વસ્થ માણસને જ્યારે ક્રોધ સ્પર્શે છે, તે એની ભાવમાં પરિવર્તન થાય છે, ત્યારે માણસમાં વસતું પશુ છે. એ જાણે સામાને ખાવા ધસતા હોય તેવા ભયંકર એ જ માણસ જ્યારે આનંદમાં ખિલખિલાટ હસતા હોય છે ત્યારે ત્યાં દેવતત્ત્વને સાક્ષાત્કાર થાય છે! જાણે કેવા સુંદર ને કેવા અભિરામ પુરુષ ! માણસ દેવ થાય કે પશુ થાય—એમાં કશુંય અસ્વાભાવિક લાગ્યું નથી પણ માણસ તરીકે રહે એ સદા કઠિન કાર્ય લાગ્યું છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દુઃખને દરિયે ગઈ રહ્યો હોય, મનને બહેકાવી મૂકે ને તનને તલવારને ઝાટકે મરવા કે મારવા પ્રેરે તેવી પરિસ્થિતિમાં પણ માણસ માણસ રહે, એ સદા કઠિન લાગ્યું છે ! અથવા સુખ, શાન્તિ ને સમૃદ્ધિનો સાગર હિલેળા લઈ રહ્યો હોય ત્યારે પણ માણસ દેલતના નશામાં માણસાઈ રાખી રહે, એ દુષ્કર લાગ્યું છે! અતિ સુખ-અતિ દુઃખ માણસાઈન કસોટી પથ્થર છે. અધિકારની ભાવના ને સત્તાની ઝંખના માણસના સ્વભાવમાં ચકમકમાં રહેલા અગ્નિની જેમ છુપાઈ રહી છે ! નાનું બાળક પણ પિતાનાથી નાના પર રોફ જમાવવા મથે છે! આ જગતમાં સ્વભાવેને પ્રકૃત્તિએ ફક્કડ એવા પુરુષે એના કોમળ અર્ધાગ સામે હમેશાં કબજે રાખ્યો છે. સ્ત્રીને કુદરતે પણ પહેલેથી વળગણ આપી છે, મુક્ત રહેવા માગે છે પણ ન રહી શકે તેવું મન આપ્યું છે, ને એક બનાવ પાછળ જીવ આપી દેવાનો સ્વભાવ ઘડ્યો છે; એટલે પ્રકૃતિનો ફક્કડ પુરષ આવા અર્ધાગ પર કાબૂ મેળવી સંસારને ચક્રવતી રાજ રહ્યો છે ! એ રાજાએ સિંહાસન પર ચઢી એક તરફ કામિનીને બેસાડી, બીજે પડખે કંચનને ! પિતાપિતાની રીતે બંને સ્વતંત્ર પણ છેલ્લે પુરુષને લાગેવળગે ત્યાં બંને પુરુષના વર્ચસ્વ હેઠ! પુરુષપ્રધાન સંસ્કૃતિવાળા હરકોઈ સભ્ય દેશમાં હજીય પુરુષનું વર્ચસ્વ છે, અને સ્ત્રી તથા સેનું-જેની સરખી કિંમત છે એ પુરુષની તાબેદારીમાં છે. ને એ જ કારણે જર અને જેરુ-કંચન ને કામિનીના ઝઘડા ચાલે છે. અલબત્ત, સંજોગાનુસાર બેમાંથી એકની તરતભતા ભલે થતી રહેતી હોય ! કંચનને કારણે વિશ્વયુદ્ધો ખેલાય છે: કામિનીને કારણે આંતરયુદ્ધો ચાલે છે. વિશ્વયુદ્ધો કરતાં આંતરયુદ્ધો વધુ વિનાશકારી હોય છે. સ્ત્રી સન્માનના પૂજારીઓને આ વાત કદાચ નહિ ગમે. ગઈ કાલે સ્ત્રી મોટેભાગે ઘરની દાસી હતી, આજે મોટા પ્રમાણમાં સ્ત્રી Page #20 -------------------------------------------------------------------------- ________________ १९ વિષયની દાસી બની છે. એણે પુરુષના પ્રચંડ પુરુષાતન સામે પેાતાનુ પ્રતાપી સ્ત્રીત્વ જોડવા કરતાં, નજાકત ભરી રમકડા–રાણી બનવું પસંદ કર્યું. છે ! એ નાજુક, નમણી, ખર્ચાળ, મહેનતથી દૂર ભાગનારી, માંલી, અસહિષ્ણુ, ભાષણિયા, અંગેાનાં આકર્ષણો વધારવા માટે વેશભૂષા પાછળ બ્ય સમય ખાનારી બની છે! પુરુષનું વર્ચસ્વ થય ત્યાં છે! જૂની સ્ત્રી એક છેડેથી ગુલામ હતી; નવી સ્ત્રીએ ખીજે છેડેથી ગુલામીની શરૂઆત કરી છે ! સંસારને નરે।ત્તમાની ભેટ આપનાર માતૃસંસ્થા માટે આવા ઘસાતા એ શબ્દો કહેવા, એ ખરેખર લજ્જાસ્પદ છે. ઇતિહાસપ્રસિદ્ધ નરપુંગવાને પેદા કરનારી માતાએ તરફ સંપૂર્ણ અદબ રાખીને કહીએ છીએ, કે સ'સારની રત્નગર્ભા ખાણામાં લૂણા લાગ્યા છે ! કેટલીક તે। હવે ‘રત્નગર્લ્સ' શબ્દમાં પણ પેાતાનું અપમાન માની રહી છે ! પણ હજી જ્યાંસુધી સતાન સ્વર્ગ માંથી ગેરવી શકાતાં નથી, ત્યાંસુધી સ્ત્રીઓએ એ ધર્મ નિભાવવા જ પડશે. સ્ત્રી એ તા પ્રેરણાભૂમિ છે, પ્રેમનું ઝરણુ છે, પુરુષે એને વિકૃત કરી. એ વિકૃતિને સ્ત્રીએ પેાતાની પ્રકૃતિ માની! પરિણામ એ આવ્યું કે સાના પાછળ જ સ્ત્રી ખેંચાણી. આજે કાડભરી કામિની કંચનના ઢગલા પર જ બેસવા લલચાય છે ! મોટરા, મહેલો, ધરેણાં તે આભૂષણા હય એના પર વર્ચસ્વ રાખી રહ્યાં છે ! એવી ખરાતા બહુ મોટી જોડાય છે, પણ ખરાતી-જાનૈયા એ લગ્નની બીજી વર્ષગાંઠે આવે ત્યાં તે કંચન ને કામિની ખતેમાં ઝાડા જાગેલા સાંભળે છે ! આજે ભલે સ્ત્રીઓ વેચાતી ન હેાય, પણ એને સ્વીકારનાર મજબૂત, સશક્ત ને સુંદર ‘માલ ' તરીકે જ એને પસંદ કરે છે ! કામિનીસ્વરૂપા તરીકે સ્વીકૃત થયેલી સ્ત્રી સદા કામિની રહી શકતી નથી ને બર્ટ્રાન્ડ રસલ માને છે તેમ ' Page #21 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણને ત્રણ વર્ષને કાળ ખતમ થતાં – ઉકરડે ગધેડાં લૂંકતાં દેખાય છે ! કંચનની મેહિની પણ એવી જામી છે. માણસની પ્રતિષ્ઠાને બદલે મૂડીની પ્રતિષ્ઠા થઈ રહી છે. હજાર, લાખ ને કરેડ પર એની મસ્તાની પારાશીશીને પારો ઊંચે ચઢે છે. ધર્મમંદિરનાં દ્વાર ધનવાન બોલે, ધર્મવંત હોય કે નહિ તેની ચિંતા નહિ! રાજકીય કે ધાર્મિક ઉપદેશોમાં કે સમારંભમાં શ્રીમંત વર્ગ આગળની સીટ રિઝર્વ રાખે ! માણસાઈની મદદ માટે એ મૂડીદારોનાં હદયને અપીલ થાય ! પહેલી ખુરશી શ્રીમંતાઈની પડે, સદાચારીનું કેઈ સ્થાન નહિ! સેનાની નિંદા કરનારા સંન્યાસીઓ જ સેનાની મહત્તા સ્થાપી ભગવાનના મંદિર એમનાં નામે બનાવે, ભોગ-શણગારમાં એમના જયજયકાર થાય, મહાલ જેવાં ધર્માલય પર તખતીઓ પણ એમની ચઢે, ધર્મ પણ એમને પામીને વિખ્યાત બને! રાજકારણમાં પણ માનને માપદંડ તેનાથી જ મપાય. ફંડફાળાની પ્રથાઓમાં સાહજિક રીતે સુવર્ણ સ્વામી અગ્રપદ પામે છે ! લેકશાહીમાં ચૂંટણીઓ મેટી વસ્તુ છે ને એ ચૂંટણીઓમાં ઘણેખર વિજય સુવર્ણ પર નિર્ભર રહેલો છે. ન્યાયસંપનવિભવ–ન્યાયપાર્જિત વિત્તની ચિંતા કોઈને નથી ! પૈસે ને અન્ન પ્રામાણિક હેય તે પચે, એ માન્યતા જૂનવાણી કરી છે. કંચનની આ પ્રતિષ્ઠાએ દુનિયાને બેટે રવાડે ચઢાવી દીધી ! માણસ આજે મનથી ઈચ્છે છે ભરપૂર સેનું ને રમકડા જેવી રૂપભર વિલાસી રસ્ત્રી એને માટે જગતમાં પિતે ખરાબ ન દેખાય, એટલી સાવચેતી સાથે – હિંમતવાન માણસ જાહેરમાં, કમજોર ખાનગીમાં – એનો સ્પષ્ટ એકરાર કરે છે! માનવીને આ નશે એટલે વ્યાપે છે, કે શાસ્ત્રો, સાહિત્ય, Page #22 -------------------------------------------------------------------------- ________________ २१ કાવ્યા કે એધિકથાઓ ક્ષાર ઉપર લીપણું જેમ બન્યાં છે: જેલ, દંડ તે કાર્ટો પણ ત્યાં કમતાકાત સાબિત થયાં છે! ધનનું ઘેલુ. તા એવું જોયું છે, કે એક માણસ જીવનભર એક પ્રૌઢ શ્રીમંત સ્ત્રીને એકનિષ્ઠ આશ્ચક બનીને રહ્યો. જેની સાથે એક અડવાડિયું પણ નભી ન શકે, એવી શ્રીમંત પુત્રીને પરણીને એક ડબલ ગ્રેજ્યુએટ જિં દગી બરબાદ કરી. કેટલાંય માબાપાએ દ્રવ્યવાન સાસરું મળે એ માટે દીકરાને પોપટની જેમ પઢાવી, પશુની જેમ લગ્નજીવનમાં ધકેલ્યા. શ્રીમંતની પુત્રીને બહેરા-ખાબડા ( અંગથી નહિ, તે બુદ્ધિથી ) પણ શ્રીમતને જ વરવું પડે ! મેટરા, મહેલા, મહેફિલાને પરણવા માટે જાણે લેાકેા પડાપડી કરવા માંડયા છે ! આ બધામાં સામાન્ય કક્ષાના માનવીને સ્વમાનભેર જીવવું ભારે થઈ પડયું છે! સદાચારની કંઈ કિંમત નથી રહી. સત ન વેદિયાવેડામાં ખપ્યું છે. આટઆટલી કોલેજોએ કંચન અને કામિનીના આકષ ણુને ભડકાવવામાં પેાતાની ઈતિશ્રી માની છે. શાળાએ જ માહમંદિર બની છે. માણસ ત્યાંથી જ કંચન-કામિનીની ભૂલભુલામણીના પ્રવેશદ્વારમાં દાખલ થાય છે ! એ વિદ્યાનાં તે જીવનનાં અથીઓને, ધનમાં સુખ વસ્યું નથી, પણ મનમાં સુખ વસ્યું છે, એટલું કેઇએ કહ્યું નહિઃ રૂપમેાહ એ સત્ય નથી, અંતરપ્રેમ અનેખા છે, એટલુ કાઈ એ સમજાવ્યું નહિ, ધન માટે જેટલી કેળવણી કોલેજોમાં અપાય છે, એટલી મનની કેળવણી થતી હાય તે? મનને તે અહીં સવિશેષ મહેકાવવામાં આવે છે! પરિણામે આ શાળામાંથી ગરીબ ધનવાને, ભિખારી બુદ્ધિમાને અને જાતીય વૃત્તિમાં રાચતાં પશુએ જ મોટે ભાગે પેદા થતાં દેખાય છે. સહય સ્વસ્થ માણસ કયાંય ધડાતા નથી ! Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ ધરને બડી શકત વલણ — ખંનેએ ' છે, મહત્તા છે: પણ માણસ પાસે માણસ ધડાતા નથી, એટલે માણસ પેાતાના નથી. કંચનની ગાંડી ઘેલછા તે સ્ત્રી તરફનુ જા હું ધર ખાવરાવ્યું છે! આજે આઝાદી છે, ધન છે, સત્તા છે, પ્રતિષ્ઠા સંજીવની સમું ધર ' નથી ! એ ‘ ધર’વિના માણસ પેટક્ષુધા તે જાતીય ક્ષુધા માટે, અકરાંતિયાની જેમ આરાગતા છતાં, ભિખારીની જેમ ભૂખ્યા તે ભૂખ્યા દરબદર ભટકી રહ્યો છે : એની ક્ષુધા અતૃપ્ત જ રહી છે ! રસેાડા કરતાં રેસ્ટારાંમાં સ્વાદ, વસ્ત્રી કરતાં પરસ્ત્રીના સહવાસમાં આનંદ, ધરના ખલે ખાગમાં વિશ્રાન્તિની કલ્પના, સજોડે કરતાં એકલા ભ્રમવાની સ્વૈરવૃત્તિ ઃ આ બધુ શું છે? સંસારની સંસાર—જેલામાં આવા અતૃપ્ત વધુમાં વધુ કેદી છે! .. કંચન ને કામિનીનાં આકષણ એછાં થાય તે “ ધર વસે. ધર વસે તેા પરિવાર અને, પરપરા રક્ષાય, તે પૃથ્વી નરાત્તમા પામે. આમ અને તે જ વિલાસ ને વિકાસમાં ભેદ પરખાય. આત્મા જ તા જ ધન એ સાધન છે, ધર્મ એ સાધ્યું છે, એ સમજાય. તા જ સ્ત્રી એ સહણી છે, પુરુષ સહધી છે, એ પરખાય. તેા જ ધર્મ જતા હોય તેા ધન જવા દે; જેમ નાક જતું હાય તેા શરીર જવા દેવું તેમ, ઉચિત લાગે. સ્ત્રીની ફરીથી સાત્ત્વિક રીતે પ્રતિષ્ઠા થવી ધરે, ને તે। જ પૃથ્વી નરેાત્તમા પામશે. આજે તેા સ્ત્રી સંતાન આપે તેય સંતાન એવું નહિ; ધર વસાવે તેય ધર એનું નહિ, સંસારના યજ્ઞનુ અલિ જાણે સ્ત્રી ! એને લાભ હાંસલ કરનારા એક માત્ર પુરુષ! આવી સ્ત્રીની, પ્રેરણામૂર્તિ ની,—વિલાસમૂર્તિની નહિ,—નજાકતની પૂતળીની નહિ–હવે પ્રતિષ્ઠા થવી ઘટે ! તા જ આજના ઊકળતા ચરુ જેવા ગૃહસ્થ, લાગણીના આવેશમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દારૂખાનાને અનેલે માનવી સ્થિર થશે, ધર પામશે, ધર્મ પામશે તે પ્રતિષ્ઠિત થશે ઃ સંસાર સ્વર્ગ બનશે ; પૃથ્વી પર સહસ્ત્રદલ પદ્મ ખીલશે. આ વિચારધારાના વેગમાં જન્મેલી કેટલીક વાતાના ઝૂંડમાંથી ચેાડીએક વાતે અહીં અપાય છે. આશા છે કે વાચક, એ વિચારસરણીથી એ વાંચે ! આ સંગ્રહની અન્તિમ વાર્તા મારા લેખનવ્યવસાયના પ્રારંભ પૂર્વેની પહેલી વાર્તા છે. ઈ. સ. ૧૯૩૨ માં લખેલી ! સ્વસ્થ હાજીમહમ્મદના સુપુત્ર દ્વારા સંચાલિત ‘વીસમીસદી’માં તા. ૨૪-૧-૧૯૩૪ના અંકમાં પ્રગટ થયેલી. મારાં કેટલાંક પુસ્તકાની જેમ આ પુસ્તકને પણ એક ધન્ય યેાગ લાધે છે. ગુજરાતના જાણીતા ભાષાશાસ્ત્રી તે શિક્ષણશાસ્ત્રી, સંસ્કૃત-પ્રાકૃત ને માગધી ભાષાના પ્રકાંડ વિદ્વાન, સાથે યુરોપીય સાહિત્યના હ।ઈના મન શ્રીયુત મધુસૂદન મેાદી એમ. એ. એલએલ. ખી. ની પ્રસ્તાવના આ પુસ્તકને સાંપડે છે. તેઓએ ખૂબ જ ઊંડા ઊતરીને આ પુસ્તકના વિષયને સ્પર્શ કર્યો છે; અને તેથી આ પુસ્તકની ઉપયોગિતામાં નિઃશ ́ક વધારા થયા છે. તેઓ કહે છે તેમ, સેાનાની લાકડીને ચાંદીની ખેાળ નથી પહેરાવી, પશુ મારી સીસમની લાકડીને તેમણે ચાંદી–સેાનાનું માઢિયું પહેરાવ્યું છે. એમનુ ઋણ શું માનું ? મિત્રા અને મુરખ્ખીઓનુ ઋણ કદી માન્યું મનાયુ' છે કે ન માન્યું અવમનાયું છે? જયભિખ્ખુ નૂતન વર્ષ : ૨૦૦૭ માદલપુર : અમદાવાદ—કે Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. કંચન ને કામિની ૨. સાનાની મરઘી ૩. ગંગા ગટરમાં ૪. સાંકળી કુબા ૫. છેલ્લું વીલ ૬. રામાયણની નિર્વાસિતા ૭. ચૌદશિયા ૮. સતી : નવી તે જૂની ૯. મનની મેનકા ૧૦. અપહેતા ૧૧. જીવનનુ દાન ૧૨. પ્રેમલક્ષણા ૧૩. કામ તે પ્રેમ ૧૪. પાપનો પોકાર ૧૫. ત્યક્તા ૩ ૨૪ ૬૧ ७४ ૯૩ ૧૧૨ ૧૨૯ ૧૬૧ ૧૬૮ ૧૭૪ ૧૯૧ ૧૯૭ ૨૫ ૨૨૬ ૨૪૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ “કંચન ને કામિની [“પારકા ઘરની લક્ષ્મી” પછીને વાર્તાસંગ્રહ] Page #27 -------------------------------------------------------------------------- ________________ Est અંધેરી હૈ રાત, . ઔરત હૈ ચિરાગ. Page #28 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની [ વાર્તા પહેલી ] જાંબૂના વનમાંથી નીકળીને વહી આવતું નાનુંશું ઝરણ, નખરાળી નવાઢાની જેમ, સુંદર વળાંક લઈ જ્યાં સાગરસંગમ પામતું, ત્યાં નાની એવી મઢી આવેલી હતી. એ લગભગ નિર્જન રહેતી. કદીક સારસ–સારસી ત્યાં રાજને ચારો ચરતાં વિશ્રામ લેવા થેાભતાં. આ નીરવ એકાંતમાં, પીળાં ધમરખ ફૂલોથી લચી પડતાં આવળનાં ઝુંડ વચ્ચે, કેાઈ એ ભારે પ્રેમથી તે પૂરતી કાળજીથી આ મઢી બનાવી હતી. કાઈ કડિયા, સલાટ કે શિલ્પી એને સજ્જ કરવા આવ્યા નહેાતા. એ નાનાશા કામળ હાથેાએ દિન-રાતની કાળી મજૂરીથી આ કઠિન કામ કર્યાનું કહેવાતું હતું. વખતે એમ પણ અનતું કે ચામાસાને તેાફાની વરસાદ એને જમીનદોસ્ત કરી જતા. પણ શિયાળાની ગાત્ર કંપાવે તેવી ઠંડી ઋતુમાં ફરી એ હાથ કામે લાગી જતા, અને મઢી ફરી ખડી થઈ જતી. મઢીના દ્વાર પર હજારીગલના એ છેડ વાવ્યા હતા. રસ્તે જતા માણસ મૂંધવા એને ઉપાડી જાય તેા ઠીક, નહિ તા ફૂલ પાતાની કૈસરવણી પાંખડીએથી દ્વારમાં બિછાત કરતાં. આ દ્વાર ખેાલીને પ્રવેશ કરતાં, કેાઈ રમતિયાળ છેાકરીએ ધર ધર રમતાં નાનકડું' રમકડાનું ધર નિપજાવ્યું હ।ય તેમ લાગતું. ધર વચ્ચે નાની ખાટ, નાનું પાણિયારું, Page #29 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની નાવણ માટેની તાંબાઝૂંડીઓ, પિઢણ માટે નાશ પલંગ, એવું એવું કંઈ કંઈ બનાવેલું બધું બાળકની રમત જેવું લાગે. પણ નજર ફરતી ફરતી જ્યારે દીવાલ પરના ચિત્ર પર ઠરતી ત્યારે મનમાં કુતૂહલ જાગતું. ચાકથી પિતેલા ભાગ પર કાળી મસીથી સ્ત્રીના મુખનો અડધો ભાગ ચીતરેલું હતું. મુખમુદ્રા કઈ નવયૌવનાની લાગતી, અને એના ગલ પડેલા ગાલ પર એક છુંદણું બતાવ્યું હતું. ઉપર રમઝના રંગથી બે હઠ ચીતર્યા હતા. જેનારની જિજ્ઞાસા જાગી ઊઠતી. એ પ્રશ્ન કરી બેસતો. જાણકાર જવાબ આપ, કહેતોઃ “મેના નામની ગાંડી સુતારણે પિતાના પાગલ પતિના સ્મરણમાં આ મઢી બનાવી છે.' અરે, ગાંડું તે વળી ગાંડાનું સ્મારક બનાવે ? ખરું ભાઈ વાત કંઈક વિચિત્ર જ હશે ! ને મારો અનુભવ છે, કે સંસારની વિચિત્ર વાતમાં જ કંઈક સત્યને અંશ રહેલો હોય છે.' તે સાંભળો વાત !” [૨] જાંબૂના વનની પાછળ વસેલા જાંબુડિયા નામના ગામમાં છેડા વખત પહેલાં એક નામી કારીગર રહેતા હતા. મનસુખ એનું નામ. લક્કડકામને નકશીકામને–ભારે નિષ્ણાત. પેટની રોજી માટે જાવા, સુમાત્રા, ને પછી ઠેઠ આફ્રિકા સુધી રખડી આવેલે. એની બનાવેલી કાષ્ઠપૂતળીઓએ અનેક મહેલ ને મંદિર શોભાવ્યાં હતાં. એના બનાવેલા નકશીભર્યાં છત્રપલંગ ગૃહસ્થના ઘરમાં પ્રદર્શનની વસ્તુ બની ગયા હતા. જોકે એ એ છત્રપલંગેનું સ્થાન શયનગૃહોને બદલે દીવાનખાનામાં નક્કી કર્યું હતું. રાજાઓનાં રંગભવન અને સિંહાસનો મનસુખની કારીગરી વગર ફિક્કા લાગતાં. જાતને એ સુતાર હતો. નાની ઉંમરે માબાપ મરી ગયેલાં. મેટી ઉંમરે રળતે, કમાતો ગયો, બે પૈસાને પાસે જીવ થયે એટલે Page #30 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની એની જ નાતના એક સુતારે પોતાની પુત્રી “આશા” એને આપી. ગામડાગામનાં માણસે સાહિત્યમાં તે શું સમજે, પણ બાપદાદાના વારાથી ચાલતાં આવેલાં ના પાડતાં. આશાને સાવકી મા હતી, ને સાવકી માને પનારે પડેલી કરીના સુખની શી આશા? સંસ્કારની તે વાત જ શી ! છોકરીને જેને સદા ખપ રહે છે કે જેના પર એનું બળ ટકે છે એ સૌન્દર્યની તો કોણ ખેવના રાખે? વાળ તે સુધરીના માળા! બેલવાનું ઠેકાણું નહિ! હસે તે કેવી વિચિત્ર રીતે ! કપડાં તે પહેરતાં જ કોને આવડે ! પરણીને પહેલે દહાડે આવ્યાં, એટલે મિત્રએ મશ્કરી કરીઃ અલ્યા, શું સુતારની નાતમાં છોડીઓનો દુકાળ છે, તે આ બાબલું વહોરી લાવ્યું ?' ચિંતા ન કરશે. હું કારીગર છું. હું જાણું છું કે દરેક વસ્તુને ઘડવી પડે છે. લાકડાને ગમે ત્યાં પડેલે કદરૂપે ટુકડે ઘડીને મૂર્તિ બનાવીએ, તે પછી લેકે એની કેવી પૂજા કરવા આવે છે? સારો કે નરસે ઘાટ નિપજાવે એ કારીગરના હાથની વાત છે.” મનસુખે જવાબ આપે. અલ્યા, તે તું પણ આ બાબલાને ઘાટ ઘડજે ને પછી પૂજા કરજે !” | મનસુખે પછી કંઈ જવાબ નહીં આપે. પણ બેએક વર્ષે એની વાત સાચી ઠરી. આફ્રિકાને એક ફેરે મારીને બન્ને આવ્યાં, ત્યાં તે આશા જાણે સમૂળી-ધરમૂળથી બદલાઈ ગઈ; જાણે એ આશા જ નહિ ! મેં પરની શ્યામલતા જાણે કેઈએ લૂછી નાખી હતી, વાળમાંથી ગૂંચ કાઢી નાખી હતી, કપડામાંથી બેદરકારી ખંખેરી નાખી હતી ! રૂપ તે કેસૂડાનાં ફૂલ જેવું ખીલી નીકળ્યું હતું, ને એમાં ઉપરથી વસ્ત્ર-આભૂષણને ઠાઠ! ઓછામાં પૂરું હોંશીલા મનસુખે એના ગોરા ગોરા ગાલ પર એક છુંદણું શૃંદાવેલું. આશા તે ઘણી શરમાયેલી, પણ મનસુખની હઠ પાસે એનું કંઈ ન ચાલ્યું. Page #31 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની આશા સાવકી માને મળવા ગઈ કે માએ તરત ગાલ પરનું છૂંદણું શોધી કાઢ્યું : ‘ ઓ કયારે કઢાવ્યું ? ' આફ્રિકામાં!’ 6 ‘ રાણીને રૂપમાં કંઈ ખામી લાગતી હશે ? ઓછાં નખરાં કરા આછાં!' " પણ આશાએ તે પછી સાવકી મા માટે, એનાં દીકરાદીકરી માટે આણેલી ચીજોનું પ્રદર્શન ભર્યુ. ઘેાડી વારમાં દુર્વાસા બનેલી માતાના રાષ ગળી ગયા. સહુ એનાં મીઠડાં લેવા લાગ્યાં. બધાં કહે : વાહ મારી એનડી! વાહ મારી એટડી! દીકરીએ દિલ હાર્યાં !' આશાએ મનસુખને જ્યારે આ બધી વાત કરી ત્યારે એ નાખુશ થયા. એણે કહ્યું : એવાં નધરેળને શા માટે આપ્યું? પાછું લાવવું હતું. ધરમાં ન રાખત તે ધર્માંદા કરી દેત !' ( ગાંડા, સંસારમાં સગાઈ માત્ર આવી છે. સહુ માયાના મિત્ર! કંચનના ગુલામ ! દૂઝતી ગાય પર બધા યાવાન ! અને આ કળિકાળમાં કંચનથી પણ જો સગાંના સ્નેહ ને વહાલાનું વહાલ રહેતુ હાય, તોય ઘણું છે!' આશાએ મેટુ મન બતાવ્યું. આશા, બહુ ભુલી ન થઈશ, નહિ તે સંસાર તને આખી તે આખી ખાઈ જશે, ને એડકાર પણ ખાશે નહિ. બાકી, તું જો આખું ધર કૃષ્ણાર્પણ કરી દઈશ તેાય નહિ મેલુ.’ : આશા અને મનસુખ આમ એકખીજાનું મન સમજીને ચાલતાં. ધીરેધીરે મનસુખના સુખદ દાંપત્યજીવનમાં નવે જીવ વધવાને શુભ પ્રસંગ પણ નજીક આવી પહેાંચ્યા. સાવકી માએ આશાને પેાતાને ત્યાં સુવાવડે લઈ જવાના આગ્રહ કર્યાં. મનસુખને જીવ આશાને આવાં સગાંના હાથમાં સોંપતાં કેમે માનતા નહાતા. પણ ભાળી આશાએ કહ્યુંઃ : ‘દામ કરે કામ. આ તે બધાં પૈસાનાં દાસ છે ! એ તારી પાસે Page #32 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની હશે ને એમને મળતા રહેશે ત્યાં સુધી એમની સગાઈમાં જરાય ઓટ નહિ આવે! કસાઈ પણ દૂઝણી ગાયને ભારતે નથી!” એક સારા દિવસે, ઘરેણુંથી લદાયેલી આશા પિતાના પિતાને ત્યાં ગઈ. મનસુખે સસરાજીને કહ્યું: “પૈસા સામે ન જશે, સ્ત્રીને માટે પહેલી પ્રસુતિ એ મેટી ઘાત છે. માટે સાચવજે ને જોઈએ તે મંગાવી લેજે. કઈ વાતે ખેંચ ન રાખશે.” સસરાજીએ આ વાત ગૃહિણીને કહી. ગૃહિણી ભારે સમજદાર હતાં. જમાઈરાજની ઈચ્છાને માન આપવા માંડયું. આજ આ ગામની દાયણ તે કાલે બીજા મોટા ગામની દાયણે તેડાવવા માંડી. દાયણ કયારે આવતી ને જતી એની ખબર ન પડતી, પણ એને આપવાના પૈસા અચૂક ઘરમાં આવતા. આવાં એક યા બીજા કારણસર મનસુખ જેમ પૈસા આપતે જતો, એમ એને સંતોષ થતું. એને ભારે પડતે કે સાસરિયાં આ દવા-દારૂમાં ને સારસંભાળમાં તે કચાશ રાખતાં નથી. એક બે વાર એણે આશાને મળવાની ઈચ્છા કરી, તે એની સાવકી માએ કહ્યું કે આશાને આ વાત પસંદ નથી. ગામડા ગામમાં લાજ મરજાદ વધુ. લેક સાંભળે તે ટીકા થાય. મનસુખે મન વાળ્યું. હવે તે છેલ્લા દિવસે હશે..અરે, હવે તે છેલ્લા કલાકે હશે? મારી આશાને....... મનસુખ મનમાં ને મનમાં કલ્પનાનું ઘડ્યુિં ને કલ્પનાની હેમની પચિયું વિચારી રહ્યો. મનસુખ એકલે એકલે હસી પડ્યો. એ વેળા કેઈએ દ્વાર ઉઘાડવું. શું કઈ સમાચાર લાવ્યું ? . “કેમ, શું છે?' મનસુખે દ્વાર પર ધસી જઈને આવનારને પૂછવું. પાડોશણની નાની છોકરી સમાચાર લઈને આવી હતી. એણે કહ્યું Page #33 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની આશાને પહેલી ને છેલ્લી વાર જોઈ લેવી હેય તે ચાલો! એણે કહ્યું છે, કે અરેરે ! આટઆટલા સંદેશા મોકલ્યા તેય મળવા ન અવાયું! લેલાજ તમને ઘેરી વળી! શું આંખથી અળગી ગઈ એટલે અંતરથી પણ ઓસરી ગઈ?” શાના સંદેશા? અરે, એ જ મને મળવાની ના કહાવતી હતી ને! એની જ બહેન અને મા મને એમ કહેતાં હતાં!” “ખોટું. બિચારીને એકે દહાડે જંપવા નથી દીધી. શરૂશરૂમાં કામ કરતી રહે તે ઝટ છેડાછૂટકે થાય એમ કહી ઢસરડે કરાવ્યો : પછી ખાટલે પડી તે ઢગ છે, એમ કહી ભાવ ન પૂછયો. મનસુખલાલ; જલદી કરે, પછી આશાબહેનનું મેં પણ નહિ જવા પામ!” મનસુખ દળ્યો; સસરાના ઘરમાં શ્વાસભેર પેઠો. સહુએ આવી ઘેલછા છોડી દેવા કહ્યું, પણ તે ન અટક્યો. આશા ક્યાં છે?” મનસુખે બૂમ પાડી. મનસુખ! વહાલા!' ઊંડાણમાંથી એક ક્ષીણ અવાજ આવ્યો. મનસુખ એ તરફ ગયો. એક અંધારી ઓરડીમાંથી એ ક્ષીણ અવાજ આવતા હતા. નાક ફાડી નાખે તેવી ભયંકર દુર્ગધ ત્યાં ફેલાઈ રહી હતી, ને ધુમાડા આડે કંઈ દેખાય તેમ નહોતું. મનસુખ અંદર ધર્યો. આંખે કંઈ કામ કરી શકે તેમ નહતી. અચાનક સળગતી સગડીમાં એનો પગ પડી ગયો. એક ઝીણી ચીસ એના માંથી નીકળી ગઈ ને આગળ ધર્યો. એણે જોયું કે એક જીર્ણ ખાટલા પર, મેલાં ગોદડાંમાં આશા બેફામ પડી હતી! આશા!' મનસુખે ચીસ પાડી. પણ સામેથી જવાબ ન આવ્યું. આશાના હેઠ છેલ્લી વાર ધીમા ધીમા ફફડીને સ્તબ્ધ થઈ ગયા હતા. એની આંખે કોડા જેવી સફેદ ને સ્થિર હતી. - “આશા !' મનસુખે ફરી વાર બૂમ મારી. Page #34 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની મનસુખલાલ ! બાળકબુદ્ધિ ન કરો! તમારી અને એની લેણાદેણી પૂરી થઈ. અરેરે, બિચારી ભર્યા ઘરનું પૂરું સુખ પણ ન ભેગવી શકી. “શું એ મરી ગઈ?” ને મનસુખ સૂધબૂધ ગુમાવી બેઠે. આશા ! આશા !' બેલતે નીચે ઢળી પડ્યો. એ પછી જીવનાર માટે સદા બેદરકારી બતાવનાર સંસાર, મરનાર માટે જે ખબરદારી રાખે છે, એ શરૂ થઈ. સારું એટણ, સારું પિઢણું, સારી ચિંતા, ઝાઝેરાં સગાંસંબંધી ! મોટી કાણકાણ! જોરથી રેવુંફૂટવું ! મરનારીને જુદે જુદે વહાલસોયે નામે યાદ કરવી, લાગણીના ધોધ ને માયાનાં આકંદ! ' પણ મનસુખ જ્યારે મૂછમાંથી જાગે ત્યારે, એ એક ચેખા ઓરડામાં પથારી પર પડ્યો હતો. એના દાઝેલા પગ પર પાટો વિટાળેલ હતો, ને માથે લાલ ગુલાબી ફેટ હતે. કપાળમાં કુકમને ચાંલ્લે હતા, ને સામે જ ગેળની થાળી પડી હતી. - એક વાર મનસુખે સ્મૃતિનો દીપ પટાવવા પ્રયત્ન કર્યો. કપાળમાં મેટ ચાંલ્લે ચડી ફરતી આશા, હીંચોળાતું મેનાપોપટ કરેલું ઘોડિયું ને સનારૂપાની પાંચિયું ! એના નિર્બળ ચિત્તે સાચી પરિસ્થિતિનો તાગ કાઢવા પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસ એ દુઃખદ નીવડ્યો કે ફરી એ બેભાન બની ગયે. મોડી રાતે એ જાગ્યો. ફરી થોડી વાર વિચાર કરતો રહ્યો, ને ફરી બેભાન બની ગયો. વળી પ્રભાતની તાજગીમાં એ ફરી જાગ્યો. એ વેળા અનેક સગાંવહાલાં ત્યાં વીંટળાઈ વળ્યાં હતાં. સહુ આશ્વાસન આપવા લાગ્યાં ત્યારે એ એટલું બોલ્યો : અરેરે! ભળી આશા માનતી હતી, કે કસાઈ પણ દૂધ દેતી ગાયને ભારતે નથી. તમે તે એથીય ભંડાં નીકળ્યાં–દૂધ દેતી ગાયનેય હણી નાખી !' Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કંચન ને કામિની આટલું બેલી એ ફરી બેભાન બની ગયો. આ ક્રમ ચાલુ જ રહ્યો. બીજી તરફ સગાંવહાલાં મરનાર પાછળની વિધિ અચૂક રીતે ઊજવી રહ્યાં હતાં. ભલા, આશાને ભેળો આત્મા ત્યાં હોત તો જરૂર કહેતઃ “હશે, હશે! જીવનાર પ્રત્યે નહિ તે મરનાર પ્રત્યે પણ આટલું વહાલ સંસારમાં ઘણું છે !'' ફરીફરીને મૂછ પામતા મનસુખ માટે કુટુંબના ઘરડેરા વિચાર કરવા બેઠા. એમણે નક્કી કર્યું કે સારી સારી બેચાર કન્યાઓ બતાવીને મનસુખનું જલદી સગપણ કરી દેવું. એનું મન કેઈ સ્ત્રીમાં ઠરશે એટલે સ્વસ્થ થઈ જશે. પુરુષને વળી સ્ત્રીને શેક કેટલા દી ! સ્ત્રી ન મળી તેટલા દી! અલબત્ત મનસુખમાં જરા લાગણીવેડા વધુ છે! આ વાતની ચર્ચા ચાલી એટલે કહેણ ઉપર કહેણ આવવા માંડ્યાં. ભલા, મનસુખ જેવો વર અને એના જેવું ઘર ક્યાં મળે ! ઘેર ડાયરે જામવા માંડ્યો. પણ આશાની સાવકી માએ ઘૂમટ કાઢી, ઓશરીમાં થાંભલાની આડશે ઊભા રહી, સહુને ડાયરામાં કહી દીધું ઃ જુઓ! હું આશાની સાવકી મા હતી, પણ અમારાં હેતપ્રીત સગી મા-દીકરી જેવાં હતાં. એ ગઈ ત્યારથી મને ખાવુંય ભાવતું નથી. આંખમાં ઊંધ નથી. જીવને ચેન નથી. ભલા ભગવાને એના કરતાં મને...” ને આટલી વાત કહી એણે બેચાર ડૂસકાં ખાધાં. કુશળ ભાષણ કરનારની જેમ આ સંસારની ભામિનીઓ જ્યારે જરૂર પડે. ત્યારે આંખમાં આંસુ આણી શકતી. તેણે આગળ ચલાવ્યું: જુઓ, મારી આશા ભરવાની છેલ્લી ઘડીએ હતી, ત્યારે એણે કહેલું : “બા, એ છોકરા જેવા છે! મારી તો ચિંતા નથી, પણ એમની ચિંતામાં મને મરવું ગમતું નથી, પણ જિવાડવું કે મારવું એ તો ભગવાનના હાથની વાત છે. મને કંઈ થાય તો મારી જગ્યાએ મારી બેન મેનાને દેજે!' મનસુખનાં સાસુજી વ્યાં. ને થોડી વારે પિતાની વાતનો ઉપસંહાર કરતાં બેલ્યાં: “જુઓ, તમને ડાહ્યાઓને Page #36 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ૧૧ વધુ તે શું કહું ? પણ મારી કાચી કળી જેવી દીકરી “આશા 'ની છેલ્લી આશામાં જે વચ્ચે આવશે, એને માથે ચાર હત્યાનાં પાપ !” દલીલ એવી અદ્ભુત હતી, શાપ એવા ભારે હતા કે મનમાં બધું સમજવા છતાં સહુએ છૂટા પડવામાં સાર જે. નગ્ન સત્યની તલવાર પર કપાઈ મરવા કઈ તૈયાર નહોતું, અને સંસારમાં સ્ત્રી સામે થવું અકારું હતું. એક સ્ત્રીએ ભલભલા પુરુષોને મેદાનમાંથી મારી હઠાવ્યા ! મેદાન હરીફથી સાફ થયું એટલે સાસુજીએ જમાઈ તરફ લક્ષ આપ્યું. બીજે દિવસે શહેરમાંથી દાક્તરને લાવ્યા. દાક્તરે દરદ અને દરદી તરફ પૂરું લક્ષ આપીને કહ્યું : દવા તે આપું છું. બનતાં સુધી સારું થઈ જશે. બાકી તે મનનું ભારણ ભારે છે. જે મૂછ વળી જશે તે ગાંડપણ વળગશે; ગાંડપણ આવશે તે મૂછ વળી જશે.” દાક્તરને આ અભિપ્રાય આશાની બહેન મેનાએ સાંભળે. એણે શરમાતા શરમાતાં માને કહ્યું : મા, ગાંડાને વરું ?” “તે શું મેં બધી મહેનત નકામી કરી ! ખાર પર લીંપણ કર્યું? આશાને જોઈને તે તું કહેતી કે મા, મારેય આવું ઘર જોઈએ. મૂખ, સેનાની ખાટે હીંચવાનું છે. કેઈ બીજી આવશે તે પછી સાવરણીની. સળીય નહિ મળે, અને તારામાં તારાપણું હશે તે ગાંડેય ડાહ્યો થઈ જશે. સતી સુકન્યાની વાત જાણતી નથી ? ઘરડા વ્યવન ઋષિનેય જુવાન ક્ય.. અને રે દાક્તર શું કહેતા હતા ? જે તે ખરી, મારાં દવાદારૂ ગાંડાને ડાહ્યો કર્યો છૂટકે કરું છું ને! પેટનાં જયાંનું તે કોઈ મા. ભૂવું નહિ વાંછે ને, અભાગણ!” શબ્દમાં હેત ને ઠપકે બંને સાથે હતાં. Page #37 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની [૩] * ભકિતમાં ભારે શક્તિ છે. મેનાની માએ મનસુખની જે સેવાચાકરી કરી, એવી તે સગા દીકરાનીય કેઈન કરે ! એણે અશક્યને શક્ય બનાવ્યું. મનસુખ સાજો થયો, ગાંડાનો ડાહ્યો છે. હવે ફક્ત મહિને-પંદર દહાડે એકાદ વખત મૂછ આવી જાય એટલે રેગ બાકી હતો. આટલા સુધારા પછી બાકીના સુધારાની પૂરી આશા હતી, અને આ રીતે ડાહ્યો થયેલ મનસુખ આખરે પુરુષ હત–ધીરેધીરે આશાની વિસ્મૃતિ અને મેનાનું આકર્ષણ વધવા લાગ્યું. મેનાની માતા પણ બીજી ચાલાક સ્ત્રીઓની જેમ જાતીય આકર્ષણની જાણકાર હતી. એ અનેક રીતે ટાપટીપ કરીને મેનાને મોકલતી. કદીક મનસુખ હસીને કહેતોઃ આશા આવી ત્યારે વગડાઉ લાકડાનું બીમ હતું. તું તો રૂપાળો ઘડેલે પથ્થર છે. તારા ગાલ પર કેવાં સુંદર છૂંદણાં છે! છુંદણુને મને ભારે મેહ મેના !” - મેના શરમાઈ જતી. બિચારી મેન ! માતાનાં પગલાંને પૂજનારી, એ કહે તેમ કરનારી, એ રસ્તે આગળ વધી. મનસુખના જીવનના હવે બે ભાગ પાડ્યા હતા. એક ડહાપણ ને–એક ગાંડપણને. ગાંડપણ આવતું એટલે એ તદ્દન જુદો બની જતો; આશા સિવાય જાણે કોઈને ઓળખતો ન હોય. - મેનાને કહેઃ “લુચ્ચી અપ્સરા! મને લેભાવવા આવી છે કાં ?” - મેનાની મા આવતી ત્યારે કહે : “તેં જ દૂધ દેતી ગાયને -હણું ! તમે તે માત્ર સોનાનાં સગાં! કંચન તમારે કિરતાર.વીસે કલાક એનું ભજન કરે. સંસારમાં કમળમાં કમળ લેખાતી સ્ત્રી આટલી દુષ્ટ હતી હશે ? અરે, આંગણાના કૂતરાને પણ આ રીતે કેઈ ન મારે !” Page #38 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ૧૩ મેનાનેા આપ આવતા ત્યારે મનસુખ કહેતા : • વિષયી જીવ ! તેં વિષયસુખ માટે બૈરીને માથે ચડાવી. તું બૈરીરૂપ બન્યા, તે એને પુરુષ બનાવી! નાલાયક, પ્રેમથી તેા એકવાર પરણાય. બીજી વાર પરણવુ—પછી સ્ત્રી હોય કે પુરુષ—પાપ છે. એ પાપ કર્યું, કર્યું. તેા કર્યું, પણ તેા પછી સાપને કરડિયામાં ચાલી તું સાવધ ન રહ્યો ! ' પણ મૂર્છા વળી જતાં મનસુખ ડાહ્યોડમરા બની જતા. ગાંડપણમાં જે કામને એ પાપ સમજતા, એ કામ શાણપણમાં એને વ્યવહારુ લાગતુ. એ વિચારતાઃ આમ ને આમ સ્ત્રી વગર કયાં સુધી જિવાય ? સાજેમાંદે તનનું માણસ કાણુ ? ધીરેધીરે એની માનસિક ભૂમિકા પલટાતી ચાલી. મેના તરફ એ ખેંચાઈ રહ્યો. એને રૂપાળા દેહ એની આંખમાં વસી રહ્યો. " મા દીકરીને સમજાવતી એટા, ગાંડપણમાં માણસ ગમે તેમ મેલે, એની સામે ન જોઈ એ. હવે થોડી ઘેલછા રહી છે, તે પણ. નીકળી જશે. તને સાનાના ચરૂની ધણિયાણી બનાવવી છે. આશા તે। નસીબની ફૂટેલી હતી, ભાગ્ય વગર કાંઈ ભાગવાય છે! ’ . · મા, આમાં સાચું શું એ જ હું શેાધી શકતી નથી. એ ઘેલછા સાચી છે, કે આ ડહાપણ સાચું છે? મને તેા ડહાપણ કરતાં ધેલછા વખતે એ વધુ સાચે। માણસ લાગે છે.’ ' નહિ તે શું પશુ.........લાગે છે!' માએ તાલુકા કર્યો ‘ આજકાલની છેાકરીએ શું પાકી છે ! અરે ગાંડી, ધણીને એવા તા વશ કરી લઈએ કે મજાલ શી કે થૂં કે ચાં કરે ! ધરમાં આવ્યો કે મિયાંની મીંદડી ! ’ દીકરી શું ખોલે ? એને કહેવાનું મન થયું કે જ્યારે એ ડાહ્યો હાય છે, ત્યારે પશુની જેમ લાલસાભર્યો લાગે છે. ગાંડા હાય છે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કંચન ને કામિની ત્યારે માનવતાભર્યો લાગે છે. પણ બિચારી મેના ! એના ભાગ્યની વિધાતા એની મા હતી. - એ વિધાત્રીએ એક દહાડે મનસુખલાલને હાથમાં લીધા. મનસુખલાલ! સાત પેઢીનું ઘર શું કામ વાસી વાળો છે ? અતિથિ-અભ્યાગત આંગણેથી નિસાસો નાખીને પાછાં ફરે છે. આશાએ બાંધેલી પરબ સુકાઈ ગઈ, ને તરસ્યાં ચકલાં ટળવળતાં પાછાં ફરે છે!” મનસુખલાલ સાસુને સાંભળી રહ્યો. એ અત્યારે ડાહ્યો હતો, નહિ તો હજારહજાર ગાળો સંભળાવત. એનું ડહાપણું કહી રહ્યું હતું, કે દુનિયામાં સાચાં અંધ તો દેખતાં જ છે! વ્યવહારમાં ઢીલું મૂકતાં શીખવું. માણસમાત્રની ભૂલ થાય ! ગઈ ગુજરી વિસારતાં શીખવુંએમાં જ આપણી શોભા ! મનસુખલાલને શાંતિથી સાંભળતા જોઈને મેનાની માને પિતાના ડહાપણુમાં વિશ્વાસ આવ્યો. અરે, આ જ આત્મવિશ્વાસે એક દિવસ -વાઘ જેવા ગણાતા મેનાના બાપને એણે જ બકરી બેં કરી દીધેલ. એ પરણું ત્યારે લેક કંઈ કંઈ કહેતું ! કહેતાં કે ગાયને કસાઈવાડે આપી. પણ એ તો મેનાની મા! પુરુષનું એક ચરિતર–સ્ત્રીનાં હજાર ચરિતર ! આશાને–પોતાની પહેલી શક્યની–અરે નહિ, નહિ, જીવનસખીની એકમાત્ર સ્મૃતિને–આંખ સામે કણ કણ થઈને કમોતે મરતી જોઈ પણ એક હરફ ઉચ્ચારવાની હિંમત બાપમાં ન આવી! એ કમજોર પુરુષ કામિનીનો દાસ હતો ! “મનસુખલાલ, સાત પેઢીનું ખાનદાન તમારું ઘર ! એને તાળાં દેવાય એ કેમ સહન થાય ? શાસ્ત્રીજી કહે છે, કે ૫ નામના નરકમાંથી તરવા માટે પુત્ર જોઈએ જ. જે થયું એને ભૂલી જાઓ. મારી ભૂલ ગણતા હે તે, લે આ મારું માથું ને તમારું ખાસડું! બાકી હું સાચાબોલી છું, એટલે લેકેને કડવી વખ લાગું છું ! જે તમારા Page #40 -------------------------------------------------------------------------- ________________ કુચન ને કામિની ૧૫ તરફ મનમાં અભાવે હાત તે! તમારી પેટના દીકરાથીય સવાઈ ચાકરી શું કામ કરત?' - ખરેખર, શું કામ કરત ? એવી શી ગરજ તમારે મારી હતી? અને સારું ઔષધ કડવુ જ હાય છે ! ' મનસુખલાલે વ્યવહારુ ખની વાત કરી. • સે। વર્ષના કરે ભગવાન તમને ! કાઈ એ મને એળખી હાય તે તમે ! બાકી તમારા સસરાય મને નથી સમજી શકવા ! એ તે મને કહે છે કે સ્ત્રી કાંચનની સગી, પુરુષ કામિનીને સગા ! જોકે બિચારા જીવ ચાપડીએ બહુ વાંચે છે, એટલે આવું આવું બોલે, પણ આપણે તે દુનિયાદારીના જીવ ! ’ ‘ દુનિયાદારીના જીવ ! ’મનસુખલાલને સાસુજીતુ તત્ત્વજ્ઞાન ભારે ચ્યું. એક ન બનવાજોગ વાત બની ગઈ, મની એ ન બનવાની નથી. હવે એને રાજ રાજ સભારી શા માટે દુઃખી થવું ? શાણા માણસે તે આગળના વિચાર કરવા જોઈએ ! અને એ વિચારમાં ઊંડા ઊતરતાં મનસુખને લાગ્યું કે સ્ત્રી—અને તે પણ બહેન, મા કે ભાજાઈ નહિ—પણ પત્ની—માણસના જીવનમાં અનિવાય છે ! જુએ, મનસુખલાલ ! ધરતુ માણસ એ ઘરનું માણસ ! સુખેદુ:ખે એ ધર જાળવીને બેસે, રાગ-શાકમાં એ કામ આવે ! પેટની દીકરી ગમે તેવી તેય પારકું ધન! વીરી ગમે તેવી વહાલસેાયી હાય તાય ઓશિયાળી ! સાસરિયાં સારાં હાય ને મેાકલે તે આવે ! એ માગ્યું માણસ કહેવાય. વખત થાય કે ચાલી નીકળે. સુખમાં સા સગાં દુઃખમાં એક ધરનું માણસ! એ તમને છેાડીને કયાં જવાનું હતું ? મેં ઘણા તમારા જેવા જોયા છે. વખત હોય ત્યારે ડાડમાં રહે ને પછી એવા પિલાય કે વાત પૂછે નહિ ! આજ એ ાટલા માટે લેટ મને આપી જાય–કાલે ખીજાને ! આંખ-માથુ દુઃખે તે પડયા રે ખાટલામાં! પાવળુ પાણી પણ પાડેાશી પાય તે પિવાય ! જેનાં માં Page #41 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની બોલાવવા જેવાં ન હોય એની પીઠ બેલાવવી પડે! જેને બૈરી નહિ એને બહેતર જણની ગરજ ! એક સારી સ્ત્રી બહેતર જણની ગરજ સારે.” સાચી વાત !” તે બેલે, મારી વાત કબૂલ ? મહાજન બોલાવું ને ગોળધાણું વહેંચાવું? મારી મેનામાં કંઈ કહેવાપણું હોય તે કહે.' મેનામાં શું કહેવાપણું હતું ! એ તો પૂરી દેખાવડી ને ચબરાક છે. આશા તો પરણી ત્યારે ભૂંડી ઝાંખરા જેવી હતી. વળી મનસુખ તે કારીગર હતો, ધાટને ઘડનારે હતે. મારી દીકરી તે બગીચાના બુલબુલ જેવી છે. મા થઈને વખાણ કરું એ ઠીક નહિ!” બુલબુલ શબ્દ મનસુખના હૃદયમાં એક નવો વેગ જન્માવ્યો ! એક રોમાંચ પેદા થયો. [૪] એક દહાડે વાજાંગાજાં વાગ્યાં. જાન જોડાઈ રમણ-જમણ થયાં, ને મનસુખલાલ પરણું ઊતર્યા. આશાના ભર્યાભાદર્યા ઘરમાં મેના સ્વામિની બનીને આવી. બંધ ઘરનાં દ્વાર ખુલ્લાં થયાં. અતિથિ-અભ્યાગતને ચપટી આ મળવા લાગે. ચાલ્યાં ગયેલાં કૂતરાં ને ચકલી-કાબરે પણ આંગણુમાં રમતાં થયાં. પરબનાં પાણી છલકાવા લાગ્યાં. શાણું મેનાએ આવીને ઘર વસાવી દીધું. પુરુષજાત ચંચળ ને ભારે ગરજુ હોય છે. ઘડીમાં જૂની વહુને યાદ કરે, ઘડીમાં નવીને લાડ લડાવે. મન ભૂખ્યું હોય ત્યારે માનવી જુદો, મન ભરાઈ જાય ત્યારે વળી જુદો. ઘડીમાં રાજા રામની જાણે નવી આવૃત્તિ ને ઘડીમાં વળી ગેકુળને કનૈયે ! Page #42 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ૧૭ દુનિયાદારીની જાણકાર માતાની શિખામણ મુજબ મેનાએ પૂરતી કાળજી રાખી ભરેલી બહેનનાં કપડાં–લત્તાં થોડાંઘણું દાન કરી દીધાં, થોડાંઘણું સાચવીને પેટીમાં મૂકી દીધાં. મૃત બહેનની કોઈ નિશાની ક્યાંય પણ ન રાખી. મનસુખને પણ આખો દિવસ કામમાં પરેવી રાખવા માટે બાપને કહીને કામકાજને ગંજ ખડકાવ્ય. આંબાની રૂડી ડાળે વસતા મેના-પોપટ જે મેના-મનસુખને સંસાર સુખી રીતે ચાલવા લાગે. મા એ જોઈને કહેતી : “હાશ, હવે દીકરીનું સુખ જોઈ દિલ કર્યું. દુનિયામાં મહેનત કર્યા વગર કંઈ મળે છે ? સેવામાં જ મેવા!” એ મહેનત” શબ્દને મર્મ શોધવા જતાં, એ રસ્તે નકરાં માનવ હાડપિંજરે ખડાં હતાં. સંસારનું વાસ્તવ નગ્ન ચિત્ર ત્યાં હતું. એને મર્મ શોધવા કોઈ મહેનત ન કરતું, તે આપણે શા માટે કરવી ? [૪]. વર્ષાની ઋતુ હતી. ઝરમર ઝરમર મેહુલે વરસી રહ્યો હતે. આંબાની ડાળ પર મેના-પોપટ પાંખમાં પાંખ ભિડાવી બેઠાં હતાં. અહીં રૂડા ઘરમાં, ઘરનાં દ્વાર બિડાવીને, અંતરનાં દ્વાર ખેલીને રૂપાળી હીંડોળાખાટે મનસુખ અને મેના હીંચી રહ્યાં હતાં. પૂનમના ચાંદ જેવું ગેરુગેરું મેનાનું મુખ ને કપાળમાં કરેલ મેટે ચાંલ્લે મનસુખના મન ઉપર કામણ કરી રહ્યો હતે. “મેના, આપણે કેવાં સુખી છીએ ? ” મેનાએ કંઈ જવાબ ન આપે, એ મનસુખની ગોદમાં લપાઈ ગઈ. સુંવાળા સુગંધિત મસ્તક પર મનસુખના હાથ અને આંખ ફરી રહ્યાં. મેનાને ગેરાગોરા ગાલ પર કુંકુમની રતાશ ઊડી આવી. એ રતાશને પી લેવા મનસુખે હોઠ નમાવ્યા. ત્યાં એની નજર એના ગાલ પરના હૃદણ પર ગઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કંચન ને કામિની નીચા નમતા હોઠે અડધે સ્થિર થઈ ગયા. હવાની એક પ્રચંડ લહરી દ્વારને ખખડાવી રહી. જાળિયા વાટે વીજળી અંદર ધસી આવી. આકાશમાં મેધને માટે કડાકા થયા. મનસુખના મગજમાં પણ એકાએક કડાકેા થયા. એની સ્મૃતિ વીજળી જેવી એકાએક ઝગમગી ઊઠી. ' આશા, આ છૂંદણું તે। આફ્રિકામાં છૂંદાવ્યું હતું ને ? ’ મેનાએ હા ભણી. ‘ છૂંદનારી ડેાસીએ શુ કહ્યું હતું, યાદ છે?' મનસુખે પૂછ્યું. • ના ! ' * ભૂલી ગઈ? ધુતારી ? એટલું ય યાદ ન રહ્યું. કહેતી હતી કે, હું તમને ભવેાભવમાંય નહિ ભૂલું, તે આ ભવમાંય એચાર વરસની વાત યાદ ન રહી? શુ તારા પ્રેમ છે! જા, જતી રહે! ચાલી જા!' મનસુખ એલ્યેા. એતી આંખ ફેરવાઈ ગઈ હતી ! ( · અરે! તમે કેમ ભૂલે છે ? હું આશા નથી. એની બહેન મેના > છું. ' મેનાએ લાડ કરતાં કહ્યું, તે પોતાના ગેારા ગાલ એના હાઠ પાસે ધર્યો. 6 ‘ તું આશા નથી ? જૂડી. મનસુખને આશા સિવાય ખીજી કેાઈ પતી નથી. લુચ્ચી ! કહે છે, હું આશા નથી ! શું તું પરસ્ત્રી છે? ને હું લંપટ છું ? ' મનસુખ જોરથી હસ્યા તે ખેલ્યા : ના, ના. તું મને છેતરે છે. તું આશા છે. તને ભલે યાદ ન હોય, મને તે છે જ ! એ છૂંદણાં છૂંદનારીએ આપણી મશ્કરી કરેલી! આકાશને ચંદ્ર ધરતીની ચાંદનીને ચૂમશે ત્યારે આ છૂંદણાં છૂંદનારીને ય યાદ કરશે! તે ! મેના, તું ભારે ભૂલકણી ! તને તે તારાં ધરેણાંની સંખ્યા યાદ રહે, તને તારી સખીઓનાં નામ યાદ રહે, તને તારાં કપડાંની જોડની ગણતરી ગમે...તું સ્ત્રી ! ' મનસુખનું ગાંડપણ ઊખળતું હતું. " Page #44 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ‘હું આશા નથી.’ ‘તું આશા નથી?’ મનસુખ ઊભા થયા. મેનાના માંને ધારીને નીરખવા લાગ્યા. ‘ ના ! ' ‘તે તું કાણુ છે? ’ ‘ મેના.’ ‹ કૈાની સ્ત્રી ?' · તમારી.’ ( જાડી, ગળેપડુ. મારી સ્ત્રીનું નામ તે આશા.’ ‘હું તમારી પત્ની છું. ભૂલી ગયા ? ’ ' જાડી, ખીજું ધર શોધી લે. દુનિયાના અન્ય પુરુષો જેવા હું કામી નથી. મારી પત્ની તે। આશા.’ આશા મરી ગઈ, તેને સ્થાને હું આવી. < હું મરી જાઉં તેા મારે સ્થાને કાણુ આવે? ’ ( ૧૯ · એવું ન મેલે. હું તે સ્ત્રી છું. આશાની બહેન છું. હું ઘડી પહેલાં મારા કેટલે આદર, મને કેટલા પ્યાર તમે મેના ! બતાવતા ! ઘડીમાં બધું ભૂલી ગયા?' આ તમારાં બનાવેલાં ધરેણાં ! શું ભૂ લું ? મેના, કયાંથી લાવી? ચેરી તે! આ તમે આણેલી સાડી ! આશાની બહેન ! મેના. તું આ છૂંદણું નથી કરી ને ? ’ · ના, મારી માએ છૂંદાવ્યું હતું ! ' મેના ડરી રહી હતી. જે એકાંત ક્ષણભર પહેલાં એને મીઠી લાગતી હતી, તે હવે ભયંકર લાગતી હતી. મનસુખનું ગાંડપણ સળવળી રહ્યું હતું. • મેના ! તું એ જ મેના કે જેણે આશાના સંદેશા છુપાવ્યા હતા, જેણે આશાને વગરમાતે મારી હતી? અરેરે, એની સાથે જમે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કંચન ને કામિની પ્રેમ કર્યો? શા માટે ? અરે, કૂતરાથીય હું નીચ ઠર્યો? મેના! કે દુષ્ટ છું !” - “ગઈ ગુજરી ભૂલી જાઓ ! ઘડી પહેલાં તો તમે કહેતા હતા કે મેના, આપણે કેવાં સુખી છીએ ?” “મેના, સુખી કઈ રીતે ? આશા તો મરી ગઈ ! હું જીવતો રહ્યો. પાડોશમાં રહેતી પેલી વિધવા નિર્મળાને તે જોઈ છે? કેટલી ભકિત, કેટલી દયા, કેટલી મૃદુતા ! જાણે હરતું ફરતું, બેસતું ચાલતું દેવમંદિર! પતિનાં પડખાં તે માત્ર ચાર વર્ષ સેવ્યાં, પણ વિધવા થયા પછી કેવી પલટાઈ ગઈ! એ સ્ત્રી નહિ, દેવી બની ! વિષયભેગની દાસી નહિ, સ્વામિની બની બેઠી ! સધવા સ્ત્રીઓ રોજ ઝઘડે, રોજ પ્રપંચ કરે, રેજ ગાળ કાઢે, ઘરબારને રાજખટપટ જેવાં કરી મૂકે. ને આ? એક દહાડે એ કહેતી કે સાચો પ્રેમ વિષયભેગને ન નમે, સગવડને ન શોધે! ત્યારે મેં તો તને પરણું મારી સગવડ શેધી!” | મનસુખ જ્યારે ફિલસૂફીની આવી વાત કરતા ત્યારે મેના સમજતી કે ફરી ઘેલછા જાગી ઊઠી છે. એ એને વારવા આડીઅવળી વાતો કરવા લાગી, પણ ઘણે દિવસે જાગેલી ઘેલછા ક્ટ કાબૂમાં આવે તેમ નહતી. મનસુખ આવેશમાં આવીને બેલ હતું. એનું ગાંડપણ પૂરેપૂરું ઊખળ્યું હતું. “નર મટી ગયો, માણસાઈથી પરવારી ગયો, પશુ બન્ય, તને પરણ્ય. પેલી છૂંદણાં છંદનારીએ મશ્કરીએ કરેલી કે આ ગાલને આ છૂંદણ સલામત રહો ! એ વેળા તે આશા શરમાઈ ગયેલી, પણ પછી મારું મેં હાથમાં પકડી મને કહેલું: “અરે, આ મુખ સલામત તે છૂંદણ બહેત હૈ !” મેં એ વેળા કહેલું કે “તું શું મને પશુ જે. માને છે?” ત્યારે આશા હસીને બોલેલી કે “ના રે ! ગમે તેવી દશામાંય તમે મારે મન દેવ છે !” Page #46 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની મારે મન પણ તમે દેવ છો !” મેનાએ કરગરી પડીને હાથ જોડતાં કહ્યું. ના, મેના, ના ! પ્રેમની છડેચોક બાંગ પોકારનાર ને પછી તક મળી કે ટપ લઈને પરણનાર પશુ છે; બીજું કંઈ નથી. સંયમ ન જળવાય માટે મેં સગવડ શેધી, પણ પેલી વિધવા નિર્મળા એ વેળા યાદ ન આવી. પિતા વગર આપણે રહી શકીએ, મા વગર રહી શકીએ, ભાઈ-ભાંડ વગર રહી શકીએ, સ્ત્રી–પતિ વગર રહી શકે, માત્ર પુરુષ કામિની વગર ન જીવી શકે ! એ વિષયમાત્રનો ભેગી! છૂટે ખીલે ફરનાર ! અને પાછો પ્રેમી હોવાનો દાવો કરે ! મેના, હું પણું છું. મને આશા કેમ માફ કરશે ?” મેને મૂંઝાઈ ગઈ. અરે, આ ઘેલછા કેમ જલદી પાછી વળે ? ડહાપણ આવ્યા પછી તે વાંધો નથી, પણ ડહાપણુ જલદી કેમ આવે? એણે દેડીને દવાની શીશી આણ. પાલીમાં એ ઠાલવવા માંડી. “કામિનીમાં હું મોહ્યો. કાંચનને મેહ તે તમને હતો જ. એણે જ પુરુષને બધે યારી આપી. વાંક બધે મારે. અલબત્ત, આ સંસારમાં કાંચન હશે ત્યાં સુધી માણસને કામિનીઓને તેટો પડવાને નથી, પણ જીવન કેવું આત્મઘાતી બની ગયું છે! મેં આત્મઘાત કર્યો. મારે પ્રાયશ્ચિત કરવું રહ્યું ! પ્રેમનું તત્વ શું? પિલી વિધવા નિર્મળા સારી કે હું ?” મનસુખે પ્યાલી પીવાની ના પાડી અને કહ્યું : મેના, હવે મને દવા પિવરાવી હેરાન ન કર ! ફરીથી પશુ ન બનાવ! જ્યાં સુવર્ણના બળથી કામિનીઓ પ્રાપ્ત થતી હોય એ વ્યભિચારી સંસારમાં ને જ્યાં કામિની વગર પુરુષ જીવી શકતો ન હોય એવા અન્યાયી જગતમાં વસવું મને નથી ગમતું. હું મરી ગયો હેત તે. આશા શું કરત? મેના, મારા તનબદનમાં આગ ઊઠી છે. આશાની જ્યાં ભસ્મ છે, ત્યાં ચાલ પહોંચી જઈએ. કદાચ એની Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કંચન ને કામિની પવિત્ર ભભૂતથી આપણને શાંતિ વળે !” દેડીને મનસુખે દ્વાર ખેલી નાખ્યાં. હવાના સુસવાટા સાથે વરસાદની ઝાપટ અંદર આવી. ઘરનો દી હેલવાઈ ગયો. મેના, ચાલવું હોય તો ઝટ ચાલ ! અંધારે અંધારે નીકળી જઈએ. કોઈ જોઈ જશે તે પાછાં પકડી આણશે, ખીલે બાંધશે ને ફરી ડાહ્યાં કહ્યાગરાં પશ બનાવી દેશે! કંચન ને કામિની ! એણે જગતને ભમાવી નાખ્યું છે !' મનસુખે જોરથી દેટ મૂકી. મૂઠીઓ વાળીને ભાગે. મેના પણ દેડી. વરસાદ ચાલુ જ હતો. મેનાને પગ સુંવાળી માટીમાં લપસ્ય. એ પડી. પાછળથી આવતી માતાએ એને ઉઠાવી લીધી. સાબરમતીમાં પાણી વધ્યાં હતાં. નદીઘાટના સ્મશાન પર પાણી ફરી વળ્યાં હતાં. મેના, જોયું ને ! મારી આશાની ભસ્મ-તે પણ સરિતા છલ કરીને લઈ ચાલી. તારી માની જેમ એ પણ માતાની જાત ખરીને ! એ એને સાગરમાં નાખી દેશે; બિચારી ખારી ધૂધ બની જશે. હું ઝટ રોકવા જાઉં છું !” મનસુખ પાણીમાં પડ્યો. મેનાને બાપ એને રોકવા ધસ્યો, પણ પાણ વધતાં હતાં, ને મનસુખની ઝડપ ગજબ હતી. થોડીવારમાં એ અદશ્ય બની ગયે. મા, મને જવા દે. એ ગયા.” બેટા, ગાંડપણ જ એવું છે. ગાંડાની સાથે કંઈ ગાંડા થવાય છે ?” આજ મને સમજાયું કે એ ગાંડા હતા ત્યારે જ ડાહ્યા હતા. મા, મને જવા દે, હવે મારાથી નહિ જિવાય !” એ તે એમ લાગે, બેટી! સંસારમાં તે મસાણિયો વૈરાગ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કંચન ને કામિની છે. તાજે ઘા વધુ કળે. કાલ તારું મન ઠરીઠામ થશે. બાકી અમને પણ કંઈ આ બધું સારું લાગે છે? બેટી, તને સુખી કરવા ઘણું કર્યું, પણ નસીબમાં સુખ લખાયેલું નહિ, ત્યાં કોનો વાંક કાઢીએ! ગુલાબના ગોટા જેવી બબે દીકરીઓનો ભવ બાળ્યો તેય એક અભાગિ જીવ સુખી ન થયો !” અભણ માતાની જીભમાં વ્યવહારનું સત્ય હતું. મેનાએ છૂટવા ધણું કર્યું, પણ એ છૂટી ન શકી. સહુ રોયાં, કૂટયાં, ધમાધમ કરી ને દડાદોડ કરી. પણ મનસુખ જીવતો કે મૂએલે ન મળ્યો તે ન મળ્યો. ધીરે ધીરે વિસ્કૃતિન પદે પડવા લાગે. મેના થોડા દહાડા માના ચોકીપહેરા નીચે રહી. ધીરે ધીરે એનું મન કર્યું, અથવા એમ કહીએ કે મરવાના મનસૂબા એણે છોડી દીધા. સંસારમાં એટલું ઘણું છે. મનસુખ તે ગમે તે ગયે. અને ભલા, એવા ગાંડા ચાલ્યા જાય એથી સંસારના ડાહ્યાઓનું ગાડું ડું થંભે છે! વાત કહેનારે છેલ્લે કહ્યું, ચોમાસાની કઈ મેઘલી રાતે વરસાદ અનરાધાર વરસતો હોય ત્યારે, સ્મશાનઘાટ પાસેની પેલી મઢીમાંથી આવતા રુદનના સૂરે જે સાંભળે છે, એના દેહમાં ફરતું લેહી થીજી જાય છે ! Page #49 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી [વાર્તા બીજી] મુબઈ બંદરની આભઅડતી ઈમારતોની એક અગાસીમાં પહેલા ભોગીલાલ શેઠને આજે સવારે, જાગવાની છેક છેલ્લી ઘડીએ, એક વિચિત્ર સ્વપ્ન લાધ્યું. - કેવું વિચિત્ર સ્વપ્ન! ભેગીલાલ શેઠ જાગતાંની સાથે જ પથારીમાં બેઠા બેઠા ભયથી ચારે તરફ ડોળા ઘુમાવવા લાગ્યા. ઝીણું મલમલના પહેરણ નીચે એમનું હૃદય, કેઈ કાન માંડીને સાંભળે તે મેટરના એન્જિનની જેમ ધખધખ થઈ રહ્યું હતું. આમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે સ્વપ્ન સામાન્ય નહોતું. તેમણે એક વાર દૂર દૂર સાગર પર ને એને છેડે ક્ષિતિજ પર નજર ઠેરવી. આકાશના વિશાળ પટને નિહાળ્યો ને કંઈક શાંતિનો દમ ખેં. પણ આજ બેસી રહે પાલવે તેમ નહોતું. તેઓ એકદમ નીચે ઊતર્યા, ને રસોડામાં જઈ ઊભા રહ્યા. રંભા શેઠાણી ચા પીને સોપારી ખાતાં બેઠાં હતાં. સોપારી કંઈક કડવી હતી, એટલે લાવનાર રામાને અને એના વેપારી મોદીને સવારના પહોરમાં સરસ્વતી સંભળાવી રહ્યાં હતાં. શેઠ સૂર્યવંશી હતા. હંમેશ નવ વાગે ઊંધમાંથી ઊઠતા. શેઠાણના પુરાણને કોઈ રેકે તેમ નહોતું. નિરાંત હતી. ત્યાં તે શેઠને દોઢેક કલાક વહેલા ઊઠેલા જઈ શેઠાણું ચમકી ઊઠ્યાં. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ “આજે આટલા વહેલા કાં ? કેમ ક્યાંય જવાનું છે કે શું ?” શેઠાણુએ પ્રશ્ન કર્યો. હા, હા. હવે એક ઘડી પણ અહીં રહેવું પોષાય તેમ નથી. રામા, ચા મૂકી દે ! હું સ્ટેશન પર જઈને ટિકિટ રિઝવડ કરાવી આવું છું. આજે સાંજે જ દેશ તરફ ઊપડવાનું.” પણ એકાએક શા માટે ?” જોતી નથી ! બ્લેકના બ્લેક ખાલી પડ્યા છે ! પંખીના માળામાં પંખી નથી. માણસના માળામાં માણસ નથી. હવે એક ઘડીનું પણ અહીં પિાષાણ નથી !' ક્યાં બ્લેક ખાલી પડ્યા ? હજી તે માળામાં પગ મૂકવાનો ભાગ નથી. શું શમણુમાં ખાલી જોયા ?” મેં જોયા, અરે, બરાબર જોયા! એમાં મીનમેખનો ફેર નહિ.” ક્યાં ને ક્યારે જોયા ?” “ઘેલી થઈ છે. કહું છું, જોયા ! સ્વપ્નમાં જોયા. ઊંઘ ઊડવાની છેલ્લી ઘડીનું–પરોઢનું સ્વપ્ન હમેશાં સાચું જ પડે ! અહાહા ! કેવું વિચિત્ર એ સ્વપ્ન! હવે તે જે ભાગે એ જ ભડનો દીકરે ! ચેતતા નર સદા સુખી ! મુલતવી રાખ્યાનાં માઠાં ફળ!” અને ભોગીલાલ શેઠે આકાશ, પાતાળ ને સમગ્ર પૃથ્વીને ભેદતી નજર ચારે દિશામાં ઘુમાવી . “એવાં સ્વમ તે કંઈક આવે, એમાં કંઈ આમ હડાહડ કરીને ડું નસાય છે? માળાવાળા બધા આપણને મૂર્ખ ઠેરવે. આપણા એકને ત્યાં તે ધાડ નથી આવીને ?” રંભા શેઠાણીએ ચાને વાલે શેઠની આગળ મૂકતાં કહ્યું. તમેં જલદી નહીં માને. બૈરાંની બુદ્ધિ પાનીએ. જાગતાની આ દુનિયા છે. જે જાગશે એ જીવશે! આપણે નીકળ્યાં એટલે એક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કંચન ને કામિની જણુ પણ અહીં રહે તો મને કહેજે! તમે બૈરાં શું સમજો? તમારી બુદ્ધિ કેટલી ? બૅંબમારા ! બાપ રે, એક એક બેંબ ત્રણ ત્રણ માઈલની ધરતી શેષનાગની જેમ ડાલાવી દે એવા ! એમાંથી આગ નીકળે, ઝેરી ધુમાડા નીકળે, માણસને અડથો કે ભડથું! પાણીમાં પડ્યો તે પાણી ઝેર ! પીધું કે માણસ લીલા કંચન, જાણે કાળા નાગે ડસ્યા. વધારે શું કહું ? તમે, કેશવેા, નાનાં વહુ, અરુણ તે ખાખેા બધાં આજે કાઠિયાવાડ મેલમાં ઊપડી જાએ. હું પણ ત્રણેક હાડામાં કામકાજ આટોપી આવી પહેાંચુ છુ. શેઠ ઉતાવળમાં તે ઉતાવળમાં, ચાને ઠરી ગયેલા કપ ઊંચા કરી એક શ્વાસે ગટગટાવી ગયા. દાતણ કરવાની વિધિ આવતી કાલ પર બાકી રહી. ‘ કંઈક આંધવું છે।ડવું ખરું કે નહિ ? આ તે ધર છે કે ખાવાના મઠ? જવું હશે તે ત્રીજે દહાડે સાથે જ જઈશું. આવા વખતમાં તમને એકલા મૂકીને જવું કેમ ગમે?’ * નહિ તે તમે આડા હાથ દેશેા કાં? શેઠાણી ! આપણે વભાવાળા, જાડા કુટુંબના ધણી, ચેતા સારું. એ ઝરમરિયા તમારા કે મારા સગેા નથી લાગતા. આપણા માત્માજીએ પણ છાપામાં લખી દીધું છે કે ગામડાં ભેગાં થઈ જાઓ! હછ તા લાંચરૂશ્વતે, રાયેટ ટિકિટું મળે છે; પછી તે એય રામ રામ ! આ તા વાણિયાભાઈની અગમ બુદ્ધિ ! ખીજા બાપડા આમાં સમજે પણ શું ? સૌ વાતને સાર એક વાતમાં કહું, કે ‘ પહેલા તે વહેલે ' સમજજો.’ * " પાંચ વર્ષે દેશમાં જઉં હ્યું, તો કંઇક કેળાં, કઈ દાડમ, કંઈ મેવા, કંઈ હલવા તે લેતી જાઉં. ખરી કે નહિ ? કે પછી બાવે ઊઠ્યો બગલમાં હાથ ! ’ ‘થાકયાં ખાપ, આ બૈરાંની જાતથી ! મરવા ટાણેય મદરાસિયું પહેરવાનું મન કરે. ભગવાને શું જાત ધડી છે ! સમજાવી પટાવીને Page #52 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ૨૭” કહું છું, તેય માનતી નથી. અરે હલ માહિમ સ્ટેશને મળશે ને કેળાં વલસાડથી લઈ લેવાશે. બૈરાં કીધાં એટલે પત્યું. ચૌદમાં રતન વિના સીધાં ચાલે જ નહિ !' ભોગીલાલ શેઠની શાંતિથી સમજાવતી જીભ હવે રાજા પાર્ટમાં આવી. પિતાનાં જેઠાણીની મદદે દેરાણી ઘૂમટો કાઢીને કંઈ કહેવા આવતાં હતાં, ત્યાં શેઠે પિતાને વાટે પાવર હાથમાં લઈ સર્વ સત્તાધીશના અન્વયે હુકમ છોડો: “બસ, હવે હું તમારું કે નાનાં વહુનું –કેઈનું સાંભળવાનો નથી. હું નાહીને ટિકિટ રિઝવડ કરાવવા જાઉં છું. સાંજે મેલમાં સહુને ઊપડવાનું છે, એમાં જોશી કે ટીપણાની જરૂર નથી.” ઝરમરના બેબમારાનું શું પરિણામ આવત તે કહેવું મુશ્કેલ હતું, પણ શેડના શબ્દ-બે શેઠાણીની સુંદર આંખે આંસુથી છલકાવી દીધી. છતાં સહુને ઊપડ્યા સિવાય છૂટકે ન હતા, કારણ કે શેઠને આજે સવારે સ્વપ્ન લાધ્યું હતું. [૨] | સ્વપ્નના પ્રથમ ફળ તરીકે રંભા શેઠાણી આખરે દેશ તરફ ઊપડ્યાં. સવારે સિંહની જેમ ગજરવ કરતા શેઠ સાંજે વહાલસોયા સ્વામીનાથ બની ગયા હતા. વારે વારે પત્ની સાથે તારામૈત્રક સાધતાં સાધતાં, તેમણે આજે ટિકિટ રિઝવડ કરાવવાને, એમાં માસ્તરને હેશિયારીથી ને ઉદારતાથી લાંચ આપ્યાન, કુલીને ખરા બપોરથી જગ્યા રાખી લેવા સમજાવ્યાનો જે ઈતિહાસ કહ્યો, તે ખરેખર રોમાંચક અને ગમે તેવાને શેઠની ઉદારતા ને કુનેહ માટે માન ઉપજાવે તે હતો. તમે બૈરાં માણસ ! વાતમાં સમજે શું ? આજે તે બે પગ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કંચન ને કામિની મૂકવા જેટલીય જગ્યા ભલભલા લખપતિને પણ મળતી નથી ! જુઓ, સવારે અમદાવાદ સ્ટેશને ચાપાણ કરી લેજો ને પછી વીરમગામ ગરમાગરમ રસોઈ જમી લેજે. ગાડી બે કલાક મોડી છે, એટલે બરાબર જમવાની વેળાએ જ પહોંચશે. આજે તે બળદગાડીને ભરોસો રાખી શકાય, પણ રેલગાડીને ન રખાય.” અમારી ચિંતા ન કરશો, પણ તમે શરીર સાચવજે. મારે તે જીવ અહીં છે, ને ખેળિયું દેશમાં જાય છે. તમને ભાયડા માણસને દરેક વાતનો ઉધામે ભારે હોય. આમ મનમાં આવ્યું તો આમ ને આમ આવ્યું તે આમ! દેહ ભારે ! જુઓ, ત્રીજે દહાડે ગાડીએ ન બેઠા તે મારે ખાવુંપીવું હરામ...' શેઠાણીના મોટા ગોરા ગાલ પર અશ્રુ આવીને મોતી બની ગયું. તમે બૈરાં માણસ ! વાતમાં જ ન સમજો !' ભેગીલાલ શેડનું શેઠાણુ સાથેના વાર્તાલાપ વખતનું આ વાક્ય તેમણે તેવીસમી વાર ફરી ઉચ્ચાર્યું, ને કહ્યું : “જુઓ, કે ઉંમરલાયક થયે છે. ત્રણચાર કન્યાનાં કહેણ છે. તમે જરા તપાસમાં રહેજે. હળવે હળવે વાતચીત ચલાવજે.” “તે શું મારા કેશવાને ગળે ગામડિયું ભાથું વળગાડવાને તમારે વિચાર છે?” ગાંડી તે ગાંડી જ રહી. હું તે કહું છું કે બૈરાંની બુદ્ધિ પાનીએ તે આનું નામ ! વહુ તે લાવવી છે, અને તે પણ શહેરની–ફાંકડી સેનાની મરઘી જેવી ! પણ એ કઈ બેટીને બાપ હાથ પડે ત્યારે ને! એ પહેલાં જે કઈ સામાન્ય ગરીબ ઘરવાળા આવે એમને પાછા ન જવા દેવા. ભાલ જોવામાં શું વાંધો ? માલ કે વહોર તે તે આપણું મરજી ઉપર છે ને ? વાતમાં વાત એટલી કે કોઈને ઘસીને ના ન પાડવી. વાત ધીરે ધીરે વળ પર ચઢવા દેવી. પછી તે આપણે Page #54 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી જે લેવાની છે એ લેવાની જ છે! આ તે એડવરટાઈઝમેન્ટ-જાહેરખબર, જાહેરખબર !” શેઠે આંખને ભારે ઉલાળો માર્યો. ભાયડા માણસની વાતું જ ન્યારી છે!' શેઠાણી શેઠની હોશિયારી પર વારી ગયાં. અને જુઓ, દેશમાં જઈને બે જંઈ છૂટે હાથે ખરચજે. લોકને મેહ બંધાય એવી રહેણીકરણી રાખજો. બાકી તે કઈ કોઈની. તિજોરી જેવા ડું જાય છે! એં, આ ડબરે લેતાં જાઓ.” શેને ડબરો ?” એ તે છે! તમે બૈરાં માણસ એમાં શું સમજે? છે તો પારકી થાપણ! બિલાડીના પેટમાં ઘી રહે તે બૈરાંના પેટમાં વાત રહે ! એ તે વખતની વાત વખતે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. આ તે “એન” છે.” શેઠે “ના” શબ્દ એ ઉચ્ચાર્યો કે શેઠાણી કંઈ ન સમજ્યાં. સમજ્યા માત્ર એટલું કે મેડું વહેલું આપણને પચે એવું આ ધન છે. એમણે ડબરે સાચવીને મૂકી દીધે, ને તડામાર તૈયારી કરવા લાગ્યાં. મનમાં ને મનમાં એમને શંકા જન્મી કે શેઠ સ્વપ્નના કારણે દેશમાં તગડે છે કે આ ડબરા-બચકાને કારણે! છતાં એ ખુલાસો કરવામાં જોખમ ઘણું હતું. ગમે તે કારણે જવાનું અનિવાર્ય હતું જ, માટે નિઃશંક થઈ શેઠાણું તૈયારીમાં લાગ્યાં. તે જાણતાં હતાં કે વાણિયે તણાય તેય લાભ લેભે! રંભા શેઠાણીના અલવિદાના સમાચારથી આ માળે ખળભળી ઊઠ્યો. સ્વપ્ન ! સ્વપ્ન! અરે, એની તે ખાતરી શી રીતે થાય? કેટલાંકે કહ્યું, સ્વપ્ન ખેટાં. કેટલાંકે કહ્યું સ્વપ્ન સાચાં. તમામેતમામ સપનાને સાચાં માનનારાં કુટુંબ ને સપનાંને ખોટાં માનનારાં કુટુંબે. વિમાસણમાં પડી ગયાં. Page #55 -------------------------------------------------------------------------- ________________ :૩૦ કંચન ને કામિની શેઠ બહાર જઈ આવ્યા. ને બીજા બે કરંડિયા ભરી લાવ્યા. એક તાર પિતાના સાળાને કર્યો. એક કાગળ ગામના પંચાતિયા પરભુ શેઠને લખે; એમાં જણાવ્યું કે “હવે કેશવલાલનું કરી લેવું છે. માદકરે ત્યાં આવે છે. સારાં ઠેકાણું ચીંધશે. હવે તે બંધ વાળ , છે. જમાને કેવો છે, જાણો છો ને ? દીકરા-દીકરીને બહુ મોટાં થવા દેવામાં સો ટકાનું જોખમ છે. ર્યું એ કામ, ભજ્યા એ રામ. પરભુ શેઠ, કહ્યું છે ને કે જાણે ભાઈ કલકી !' બધું બરાબર કરીને શેઠે કાઠિયાવાડ મેઈલમાં સહુને વિદાય કર્યા. તારની ને કાગળની માહિતી આપી કેશવાને બાળકબુદ્ધિ છોડી જરા ભારમાં રહેવા સૂચન કર્યું ! ભોગીલાલ શેઠના ઘર-પરિવારનો બોજો વહી જવા જ્યારે કાઠિયાવાડ મેલે પાવો વગાડી હાંકી મૂક્યું, ત્યારે હજાર જણની વચ્ચે શેઢ-શેઠાણીએ ફરી એકવાર નેત્રપલવી નચાવી લીધી. શુક ભાદરને પુલ વટાવીને, ભગી શેઠના કુટુંબ પરિવારને વહેતી ગાડી જ્યારે આગળ વધી, ત્યારે ધીરે ધીરે ડબ્બામાં એ પ્રદેશનાં પરિચિત સ્ત્રી-પુરુષો ચઢતાં ઊતરતાં હતાં. સારી જગ્યા જોઈને અડ્ડો જમાવી બેઠેલાં શણગાર શેઠાણી ભારે રેબ દબથી વાતો કરી રહ્યાં હતાં. ઘડીમાં દેરાણીને બે વેણુ શિખામણનાં કહે, ઘડીમાં સ્ટેશને સ્ટેશને ચા-પાણી લાવતા કેશવાને ધમકાવે, ઘડીમાં બાબાને બે પીપરમેંટ આપે ને એની વાદે વાદે લેવા આવતા અરુણને સાલા-સૂવર કહો ધમધમાવી નાખે. ધાક ધમકી દબદબાવે ! એમને મીઠે, તીણો ને છટાદાર સ્વર આખા ડબ્બામાં પડઘા પાડે ! ભોગી શેડનું મુંબઈમાં રાજ્ય ચાલતું હોય કે ન હોય, એમના ઘરમાં કોનું ચલણ હતું એ પણ કોણ જાણે, પણ અહીં તો આખા ડબ્બામાં શણગાર શેઠાણીએ રાજ જમાવ્યું હતું ! ઉંમર તે પાંત્રીશેક Page #56 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી વર્ષની હતી, પણ બાંધી દડીનું ઘાટીલું દેખાવડું શરીર હતું. મુંબઈના પાણીએ એમાં ગોરાપણું ઉમેર્યું હતું; ને શહેરી ટાપટીપે એમાં ફેશનની સજાવટ કરી હતી. જેનારની આંખ ને વાત કરનારનાં મન શણગાર શેઠાણીનાં રૂપ, છટા ને રેબ પાસે ઠરી જતાં ને એ જવલંત પ્રતિભાને નમી પડતાં. - રેલગાડીઓમાં હમેશાં જવાય છે તેમ આવી પ્રતિભાઓ વગરસત્તાએ રાજ ચલાવતી હોય છે. આજુબાજુનાં તમામ માણસોને એ વશવત કરી નાખે છે. કઈ જુવાનિયા સ્ટેશને સ્ટેશને એમને માટે પાણી લાવવાની સેવા બજાવવામાં આનંદ લે છે; કેાઈ એમના બાબાને માટે ઘડ્યુિં બાંધવાની સેવા મેળવવા માટે બે પગે સજજ હોય છે, કોઈ પિતાની પાસેની પીપરમીંટ કે ખાવાનું આપી એમનાં બાળકને પિતાની પાસે ખેંચી એ રૂપ પ્રતિભાની સત્તાને જાણે-અજાણે સલામી આપે છે! કેઈ સામાનની હેરફેરમાં હોંશે હોંશે મજૂર બની બેસે છે ! પણ એથી અહીં કેઈ વચ્ચે બૂરી ભાવનાને સ્થાન હોતું નથી. સૌંદર્યની નિખાલસ સત્તાનું માત્ર પ્રદર્શન રચાય છે. પુરુષ ને પ્રકૃતિને સ્વયંસિદ્ધ શાસિત સિદ્ધાંત અહીં ફલિત થાય છે. અને આ બધું નગરનિવાસી જને માટે છે. નહિ તે કઈ ઘૂંઘટપટધારિણી ગામડાની ગોરી કે કાઠિયાવાડની સ્ત્રીને એટલી સેવા માટે પૂછવામાં ભારે જોખમ રહેલું હેય છે, ને ભૂલે ચૂકે બૂઢાંખમ બૈરાંને પગ અડી ગયો તે મરવા જેટલું જોખમ ત્યાં ખડું હોય છે! આ તે માણસને ખાવાનું પાન છે કે બકરાંને ચાવવાનાં પાંદડાં છે!' શણગાર શેઠાણીએ પોતાના ચિરંજીવી કેશવાને ધમકાવતાં કહ્યું: “જેત નથી, આ ચા પણ શું લાવ્યું છે ! જાણે ચોળાનું ઓસામણ! આ કોગ્રેસવાળા દુનિયા આખીના કાયદા કરે છે. તે આના કાયદા કેમ કરતા નથી ?” શણગાર શેઠાણીએ કઈ ભાષણ Page #57 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની કર્તાની અદાથી પિતાને ગરે ગરે હાથ ઊંચો કર્યો. આખા ડઓને ક્ષણભર લાગી ગયું કે આઝાદ ફેજનાં કઈ વીર નારી અહીં આવી બિરાજ્યાં છે ! કાંગ્રેસવાળાની વાત ને, હા બેન !' ડબ્બામાં બેઠેલા છવા ઘાંચીએ અને વસ્તા શેઠે ટહુકે પુરાવ્યું. વાટ ખુટાડવા માટે એમને સરસ વિષય મળી આવ્યો. હેમલા ઢેઢથી માંડીને ઉજી ડોશી સુદ્ધાંએ રાજકારણની બાબતમાં પિતપોતાનું પાંડિત્ય દર્શાવવા માંડયું. પં. નેહરુના ભાષણની આલોચના, વલ્લભભાઈનું વીરત્વ, પાકિસ્તાની પ્રધાનોની ચાલબાજી, કટ્રેિલના કેરને કપાસિયાની મોંઘવારી સુધી ચર્ચાઓ ચાલી. કયા અમલદારના સાળાએ કેટલા લાખ એકઠા કર્યા. કયા બાંધકામમાં ચૂનાને બદલે મારી ઘાલી કંટરાક્ટર ને ઈજનેર બધે લાડો જમી ગયા. આવી અનેક વાતે વહી નીકળી. વાત કરનાર દરેક જાણે પિતે જોયેલી વાત ન હોય તેમ કહેતા સરકાર આપણને પૂછે તે હમણાં સૂઝ પડે ! અરે, અમારા મુંબઈમાં કેટલીક વાતું એવી ચાલે છે કે અમને બૈરાં માણસને સમજણ પડે પણ સરકારનાં માણસોને ન પડે!” શણગાર શેઠાણીએ ઉપસંહાર કર્યો, ને કેશવાને ટપાર્યો: “જા ને, સારી સોપારી હોય તો લાવ ને!' બેનએમાં ખાટશો નહિ ! મારા બેટા ખરીદાટ આપશે. બે ચાર ટુકડા હું આપું.” પડખે બેઠેલા અમૃતલાલ મોદીએ ખિસ્સામાંથી ટુકડા કાઢી સામે ધર્યા. થોડીક આનાકાની પછી જાણે અમૃતલાલ મોદીને ઉપકૃત કરતાં હોય તેમ શણગાર શેઠાણીએ કળાભરી રીતે બે ટુકડા લીધા. ટુકડા લેનારી સુંદર આંગળી પરની હીરાની વીંટીઓ ઝગઝગાટ કરી ઊઠી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સેનાની મરઘી મુંબઈમાં વેપાર હશે?” અમૃતલાલ મોદીએ વાર્તાલાપની તક ઝડપી. “હાં, પેઢી!' શણગારે ટૂંકો જવાબ આપી વાર્તાલાપ ત્યાં પૂરે કર્યો. પણ અમૃતલાલ મેદીનાં સહધર્મિણી સમુ વહુ, કે જેઓ છોકરાંને ચામાં બોળીબળીને ગાંઠિયા ખવરાવવામાં પડ્યાં હતાં, તેમણે પતિદેવને ધીરેથી ગળામાંથી અવાજ કાઢીને કહ્યું: “અજાણ્યાં બૈરાં સાથે વાત કરતાં શરમાતા નથી ! મૂઓ આ શહેરી બૈરાંનેય લાઇમલાજે હેત નથી. ભાયડાના હાથે હાથ લે છે!” સમુવહુએ પિતાના શીલની રક્ષા માટે સંસારના પુરુષો માટે માત્ર વહેમ ને ઘણા કેળવી હતી. અને બંને પતિપત્નીએ એકબીજાની સોદિત ચોકી કર્યા કરીને, બિલાડી-કૂતરાની ખાસિયત રાખતું દાંપત્ય નભાવ્યું હતું. તેમણે પતિને વિશેષ સંપર્ક સાધતે વારવા, પોતે શણગાર સાથે સીધો સંપર્ક સાધ્ય. - “બેન, કેટલાં જણ્યાં છે?” જૂના જમાનાની સ્ત્રીઓ વચ્ચેના વાર્તાલાપને પહેલે પ્રશ્ન સમુએ પૂછ્યો. ત્રણ !' શેઠાણીએ પિતાને સોપારીને દૂધભર્યા ટુકડા પૂરા પાડનાર સટ્ટહસ્થની વહુ પ્રત્યે વાતચીતની ઉદારતા દર્શાવી. બાબે તે પાંચ વર્ષને હશે? એના પછી...” એના પછી શું ? પછી આપણે તે મનખો હશે કે નહિ? અમારી મુંબઈમાં તે હવે બે જણ્યાં થયાં કે બસ એપરેશન કરાવી લે ! નહિ તે માણસમાંથી જતાં રહીએ, બેન !' સમુવહુ કે જેનું સાતમું સંતાન ખોળામાં ધાવતું હતું ને આઠમું ધાનમાં હતું, એણે પિતાની ધાર્મિકતા દર્શાવતાં કહ્યું? “પણ એમાં પાપ નહિ ?' એ બધું તમને ગામડિયાં ભોથાંને સોંપ્યું ! અમારી મુંબઈમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કંચન ને કામિની એવા વેવલાવેડા ન ચાલે! અરે, આ નાને બાબા અઢી વરસને થયે ત્યાં સુધી ન સિનેમામાં જવાય, ન નાટકમાં, ન હરવાફરવા જવાય કે ન છૂટે મેં એ ખવાય ! અમે તે કંટાળી જઈએ, અમારી મુંબઈમાં તે...” - “તમારી મુંબઈની વાત ન્યારી છે, બેન !' સમુવહુ પિતાનો રિબ ન બેસાડી શક્યાં. એણે પણ અધીનતાથી વાતે શરૂ કરી ? આ કેશવલાલ પહેલા પેટના હશે? શું ઉંમર થઈ?” સત્તરની.” સંબંધ કર્યો કે નહિ ?” કરવો જ છે ને, બેન! એ માટે તે ખાસ ખર્ચો કરીને દેશમાં આવી છું.” “તે ઝટ રૂપિયે વટ ને, બેન!' “વટાવે તે છે, પણ જરા જાણું લઈએ. જોઈ લઈએ. એમ દેખતી આંખે કંઈ કૂવામાં પડાય!' અહીં તે જાણી જોઈને શું, દી લઈને દેખતી આંખે કૂવે પડનારાં છે, બેન ! જરા પીળું પીળું જોયું, રૂપબાઈના ખણખણાટ ભાળ્યા-કે ભૂરાંટા પડ્યા છે ! આપણા કાઠિયાવાડમાં દીકરિયુંને તે ક્યાં છે? બેન, સાચું કહું છું, આ ગુજરાતમાં દીકરા-દીકરીના દુકાળ! એક પિળ, જ્યાં હું ઊતરી હતી ત્યાં ત્રીસ ઘરમાં દશ નખેદિયાં! અને આપણે ત્યાં તે રામજીની માયા!એક કહેતાં અનેક ! ફૂવડના માથામાં જૂનો તૂટો હોય તે આપણે ત્યાં જણ્યને તૂટે હાય ! આ મારી ઓળખાણમાં જ ચાર કન્યાઓ છે, પણ તમને શહેરવાળાને તે...” “શહેરવાળાં થયાં એટલે શું ? પિતાનો દેશ કંઈ મટી જાય છે ?' શણગાર શેઠાણીએ પિતાના પતિદેવની સુચનાને યાદ કરીને કહ્યું, ને સમવહુ સાથે સંબંધ વધારવા ભાતાના ડબ્બામાંથી હલવાને કકડો લઈને એના ધાવણા બાળકને આપે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સેનાની મરઘી “બેન, હલ તે કપાસિયાના તેલને બને ! છોકરાંને ઉધરસ થાય !” સમુવહુએ બાળકને હેશે હે હલવો ખવરાવતાં જરા ટકોર કરી. એની કાતર જેવી જીભથી આટલું બોલ્યા વિના ન રહેવાયું! ન જોયાં હોય તે ચેખાં ઘી ખાનારાં ! છે શરીર પર લેહીને છાંટો ! અને મને જુઓ!” શણગાર શેઠાણીએ પિતાને માંસલ બહુ ઊંચે કર્યો. બેન, એ તે મને સુવાવડાએ ચૂસી લીધી, નહિ તે કુંવારી હતી ત્યારે જેવી હતી તમારે ? બે ભેંશુંની છાશ એકલી ઘમકાવી નાખતી !' સમુહુએ પિતાના ભૂતકાળનું ગૌરવ રજૂ કર્યું. જુઓ ! અમારી મુંબઈમાં તે અમે ચોખ્ખું ઘી વાપરીએ! ચોખ્ખું એટલે ભેળસેળ વગરનું–વેજીટેબલ ! ધંધામાં હજારોની ઊથલપાથલ કરનાર “એ” કહે છે કે આપણે વાણિયાના દીકરા હજારનાં દાન કરી દઈએ, પણ છેતરાઈને પૈસા પણ ન આપીએ. આપણે એ રીતે મૂખ નથી બનવું : ગાયના દામ આપી ગેધે નથી લે ! એક તે ભાલ ખરાબ લાવે ને ભાવ ચારગણું આપવા. એના કરતાં ચોખ્ખું “ડાલડા” શું ખોટું ? ફિલમમાં “ડાલડા ના કેટલા ગુણ બતાવે છે, બેન !” શેઠાણીએ પૂરું ભાષણ આપ્યું ! ફિલમ-બિલમ તે તમારા શહેરમાં રહી. અમારે તે ઘરમાં જ રોજ ફિલમ્ થતી હોય છે, બેન !” તમને કાઠિયાવાડીઓને જિંદગીની જ સમજ ક્યાં છે? અમારી મુંબઈમાં તે અમે એક અઠવાડિયામાં બે વાર તે ફિલમમાં જઈએ, જઈએ ને જઈએ! સંસાર ને છોકરાં તે ભવનાં લાગ્યાં! દર રવિવારે ભાયડા સાથે પાટીની ભેળ જમી, પુરે હિતમાં પાતરાં-ખમણ ખાઈ પછી ફિલમમાં જઈએ. બુધવારે બપોરે ત્યાંના ફિલમવાળા બૈરાંના “શે.” રાખે એમાં બહેનપણીઓ સાથે જઈએ! આપણો પણ જીવ છે ને!” Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કંચન ને કામિની કહે છે કે તમે રવિવારે રાંધે જ નહિ?” સમુવહુએ સાંભબેલી મુંબઈની મેજેને સાચી ઠરાવવા માંડી. ચૂલાને પણ એક ટંક વિસામો જોઈએ કે નહિ ? એ દહાડે જાએ તે ભેળ-પૂરીવાળા પર ગુજરાતી બૈરાંને દરેડ !” છટાથી વાત કરતાં શણગાર શેઠાણના માથા પરનું મલીર ખસી ગયું. પિમેડથી ચકચકતો કાળો ભમ્મર, સોનાની બે-પીનોથી ઓપતો કેશકલાપ, પિતાની શોભા વિસ્તારી રહ્યો. એમાં નાખેલું પણ અત્યારે ચિમળાયેલું જબાકુસુમનું ફૂલ આખા ડબાને પિતાની પ્રતિભાથી ખેંચી રહ્યું! સંસારમાં જેની સત્તા ચાલતી હોય, એની ભલે ચાલે, અત્યારે અહીં આ ડબ્બામાં શણગાર શેઠાણી પિતાની સત્તા ચલાવી રહ્યાં હતાં ! શણગાર શેઠાણીની છડી સવારીના સ્વાગત માટે નાનકડા સ્ટેશન પર સારી ભીડ હતી. શેઠાણીને ભાઈ ઓઘડ આજે બાર દહાડે દાઢી કરાવી, નવું અંગરખું ચઢાવીને આવ્યો હતો, ને ગામમાં જે મળ્યા તેને કહેતો આવ્યો હતો કે ભગી શેઠ આવી રહ્યા છે; ભાણિયા માટે કંકુ ને કન્યા વરવા આવે છે. પંચાતિયા પ્રભુદાસ પણ સવારથી કેડ બાંધીને મેદાને પડ્યા હતા. પેઢીના નામનું છાપેલું કાર્ડ સહુને બતાવતા બતાવતા કહેતા, ભાઈ ભેગી શેઠ આખરમાં તે સમજે કે પ્રભુદાસ વગર કંઈ ન થાય. વેવિશાળ જેવી વાતમાં પૂછજ્યાં ઠેકાણું મારા સિવાય બીજું કોણ? અને પણ ભલે મારું કીધું થતું હોય તેય, ખોટું ન બતાવું. આ કામમાં તે હજાર રોગીદગી મળે. આપનારને તે સેનાના ચરુ પર અને ઘીની દેગડી પર દીકરીને બેસાડવાની છે! આવા વખતમાં આવાં વર ને ઘર બેય, દીકરીનાં પૂરાં ભાગ્ય હોય તે જ મળે.' નમાલી વાતને પણ મેણુ નાખી માલવાળી કરવાની કળા વર્તમાનપત્રો પ્રભુદાસ પાસેથી શીખ્યાં, કે પ્રભુદાસ વર્તમાનપત્રો Page #62 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ૩૭ પાસેથી શીખ્યા, એ અણઉકેલ્ય કેયડે રહ્યો છે. પણ જ્યારે પ્રભુદાસ શેઠ એમ કહે કે બે પડકમણની ચોપડી સિવાય છેલ્લાં બત્રીસ વર્ષમાં કંઈ પણ સાહિત્યને સ્પર્યો હોઉં તે હરામ, ત્યારે તે આ બધું માન તેમને જ આપવું ઘટે! અને એનું પ્રત્યક્ષ પ્રમાણ સ્ટેશન પર હાજર રહેલા નાગરિક હતા. વખતચંદ શેઠ પિતાની મોટર સાથે હાજર હતા. મોટરને ખાસ ઉલ્લેખ આ જમાનામાં યોગ્ય નથી એ અમે જાણીએ છીએ. પણ વખતચંદ શેઠની મટર પડદામાં રહેનારી પવિનીની જેમ ભાગ્યે જ બહાર દેખાતી. કઈ માગવા આવે તે બરાબર એ જ વખતે પિન્ટેલ ખૂટી પડે. ને વખતચંદ માગનારની સામે આ સરકારની રીતિનીતિ માટે એવી ચર્ચા ચલાવે કે પેલે આવનાર માગવાની વાત ભૂલી જાય. કોઈ ભલે માણસ પેટ્રેલ લઈને આવે તે શેફર જ ગૂમ થાય. અને પછી હાલના માથે ચઢેલા નાલાયક કરે માટે એવું પુરાણ ચલાવે કે ન પૂછો વાત ! કોઈ વળી માથાને થઈ ને શેફર અને પેટ્રોલ બને લઈને આવે છે, શેઠ વળી નવી તરકીબ અજમાવી કહે, “ભાઈ! પેટ્રેલની ટાંકી કાણી છે. અડધે રાખે તે હું ન જાણું !” વખત જોઈને જ ઊગતા ને આથમતા ચંદ્ર જેવા વખતચંદ શેઠની ચકચકિત મોટર આજ સ્ટેશન પર હાજર હતી. નક્કી કોઈ સારા મહેમાન આવે છે, એવી રેલવેને નોકરેને ખાતરી થઈ ગઈ હતી. શહેરના પૂનમચંદ શેઠ ચા-પાણી ને નાસ્તા સાથે હાજર હતા. ભેગી શેઠનું ઘર અવાવરુ હોવાથી જમવાનું પણ પિતાને ત્યાં રાખ્યું હતું. કેઈની બળતી આંગળી પર ઘૂંકવાના પણ પૈસા લે એવા પૂનમચંદ, આજ સાટાપેંડા લઈને આવ્યા હતા. અને એવા તે બીજા બેત્રણ સદ્ગહ હતા, જે કદી કોઈને બે સારા શબ્દ બોલાવવામાં ઘસાઈ જતા, તે આજ મીઠી મધુરી વાત કરી રહ્યા હતા. આ બધા પ્રતાપ કેનો હતો? દીકરીને ! ઉકરડીને! સાપના Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કંચન ને કામિની ભારાનો! પ્રભુદાસ શેઠ કહેતા કે ભગવાને જે આવાને ત્યાં દીકરીઓ આપી ન હતી, તે બીજા રાજા રાવણુ થઈને રાજ કરતા હતા. પૂળ્યાને જવાબ તે કેવો, પણ સામા મળ્યા તે ઊંચે એ પણ કેણ? એ તે આવાને ગર્વ ભાંગવા જ ભગવાન પિતે દીકરીઓને એમને ત્યાં જન્મ આપે છે ! એમાં ય જરા કાળી કે ખેડખાંપણવાળી હોય તો કોઈ ગરીબનાં ભાગ્ય જાગ્યાં સમજવાં. ગાડી ફક્ત બે કલાક મોડી હતી, એટલે બધાને વાતચીત માટે સારે સમય મળી ગયે. ને વાતચીતમાં ને વાતચીતમાં વખત ક્યાંય વીતી ગયો ને ગાડી આવી પહોંચી. સહુએ ડમ્બે ડમ્બે શખળ કરી મૂકી ને શણગાર શેઠાણીને શોધી કાઢ્યાં. ડબ્બામાં ખુલ્લે મસ્તકે બેઠેલાં મદભર્યા શેઠાણીએ જરા લાજ ખેંચી, ને હળવે સાદે મજૂર બોલાવ્યો. મજૂર-બજૂરની જરૂર નથી. અમે આટલા બધા છીએ ને ! ત્યે ભાઈ હાથે હાથ ! એમાં કંઈ ઘસાઈ નહિ જઈએ !” રતિલાલ શેઠે લાગ જોઈને સગડી ફેંકી. એ ન ચા લાવ્યા હતા, ન મોટર ! ખાલી હાથે હતા; એટલે આ રીતે જાતમહેનત ઝિંદાબાદ કરી આગળ નામ નંધાવ્યું. શણગાર શેઠાણું આછા આછા મલીરના ઘૂંધટપટમાંથી કેશવાને સંબોધીને બોલ્યાં : “કેશવ! રતિલાલ ભઈજીને કહે કે તમે તકલીફ ન લેશે, મજૂર ક્યાં નથી ?' અરે, મજૂર તે બોલાવવા જેવા નથી. એ ક્યાં ઓછા લાકડે બળે એવા છે ! મૂળાના પતીકા જેવા રૂપિયા ત્રણ માગશે.” ચપચપ સામાન બહાર લેવાઈ ગયો. પણ પેલા મોટરવાળા વખતચંદ શેઠ પૂછવા લાગ્યા કે ભોગીલાલ શેઠ ક્યાં છે ? કેશવ, વખતચંદ ભઈજીને કહે કે પેઢીનો પથારો ભારે, અને માથે જવાબદારી ઘણું, એટલે એકદમ કેમ નીકળાય ?” શેઠાણીએ કહ્યું. Page #64 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી પણ ધણી વગરનું તે ધોળકા કહ્યું છે ને! પાછું તમારે સરાદ પહેલાં તે જવું હશે; શેઠ હોય તે બધું જુવે–જાણે!” પૂનમચંદ શેઠે ચા-પાણી ફગટિયાં તે નહિ જાય, એ શંકામાં કહ્યું. શેઠાણીએ સેનાને ચાવીને ઝૂમ કેડેથી કાઢીને ફરીથી ત્યાં ભરાવતાં કહ્યું: “પ્રભુદાસ શેઠ ક્યાં પારકા છે? વળી મારો ભાઈ ઓઘડ માહિતગાર છે. ને વળી આમાં ખરું તે બૈરીને જ જવાનું ને જાણવાનું ! ભાયડાએ તે પાછળથી કંકુમાં પાણી મેળવવાનું !” “ખરી વાત છે, બેનની !” પાછળ ઊભેલા ડામર શેઠે કહ્યું. જવાનું કરિયાણું ને કરિયાવર ! એમાંય આજકાલના જુવાનિયા તે કરિયાણું જ જુએ. કાળીકૂબડી હોય ને ગમે તેટલે કરિયાવર લાવે, પણ કરવાની શું? મુંબઈમાં રહેવાનું છે !' ડામરના સામાન્ય લાગતા આ વાક્ય વખતચંદ શેઠને કાળઝાળ લાગણી જન્માવી. પિતાની દીકરી શશિકલા જરા વર્ણ શ્યામ હતી. એમને વહેમ પડ્યો કે ડામર મારા પર તીર તાકે છે. વળી એની છોકરી રૂપાળી, દેખાવડી છે, એમ આ રીતે કહેવા માગે છે! એમને પિત્ત ઊછળી આવ્યો. “બધું જવું પડે, અલ્યા ડામર! એકલી રૂપાળીને કંઈ બજારમાં ઊભી રાખી ઈનામ લેવાનું નથી.' એ હું ક્યાં કહું છું, શેઠ સાહેબ ? બાકી હા, શેઠિયાની છોડીઓ - હમણું નાટક-ચેટકમાં ભાગ લે છે, પગે ઘૂઘરા બાંધી નાચે છે. એમને ઈનામ મળતું હશે. બાકી અમારી દીકરીને તે ઘરબહાર પગ મૂક કે !” ચર્ચા વધુ ગંભીર થઈ જાત, પણ પ્રભુદાસ શેઠ વચ્ચે પડ્યા. એમણે સામાન માટે ઘોડાગાડી મેંઘી પડતાં, હાથલારી બાંધી ને ડામર સાથે એને રવાના કરી. મેટરમાં ઓઘડ અને શણગાર શેઠાણીને Page #65 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની સપરિવાર રવાના કર્યા. વખતચંદ શેઠે ગાડી ભાડે કરી પંચાતિયા પ્રભુદાસને બોલાવી સાથે બેસાડ્યા, ને કહ્યું પ્રભુદાસ, આ કઢીબગાડ ડામરથી ચેતવા જેવું છે. એની છોકરી જરા દેખાવડી છે. મુંબઈના જીવ દેખાવ જોઈને અંજાઈ જાય છે, એટલે તમને પહેલેથી કહી રાખું છું. તમારી દીકરી સમજજે.” શશિકલા શું ભણી છે ” પાંચમી અંગ્રેજી. મેટ્રીક તે કરાવશો ને ?” જુઓ ભાઈ, આગળનો વિચાર તે મુરતિય જેવો મળે તેના *ઉપર છે. જે કઈ કહેશે, આગળ ભણવો તે મેટ્રીકમાં પહોંચાડું, બી. એ. પણ કરું. ને કોઈ મુરતિયો કહે, ના, ના, મારે તે ઘરકામમાં હોશિયાર જોઈએ, તે પાંચમી પણ પૂરી ન કરાવું !” ‘પણ મુરતિય કહે, ભણાવે છે ?” “તે કહે ત્યાં સુધી. મારી ક્યાં ના છે!” પછી દીકરીને એટલી ભણાવે તે પછી જમાઈને વધુ ભણવું હેય તો વિલાયત ન મેકલે? સુધરેલા મુરતિયા કર-કરિયાવરની ના પાડે છે, પણ ભણવા માટે વિલાયત-યાત્રા કરવા પાંચ, પંદર જરૂર માગે.” પૈસાદારોને પણ પૈસાની હાય બળી છે. અરે ભાઈ, આપીએ. પણ કહે છે કે વિલાયત જનારા દારૂ, પરમાટી ને પરસ્ત્રીની બાબતમાં વિવેક રાખતા નથી ! ” “કેવી જંગલી જેવી વાત કરે છે ? શેઠ, એ વહેમ કાઢી નાખે. કહે, છે કબૂલ વિલાયતનું ખરચ ! ” કબૂલ છે, ભાઈ ! ” વખતચંદ શેઠે, કોઈ ચામડી ઉતરડતું હેય એવા ભારે અવાજે કહ્યું. તે ભિખારી ડામરિયે ઝખ મારે છે. પ્રભુદાસ શેઠે ભાર– પૂર્વક કહ્યું. Page #66 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ૪૧ ઘોડાગાડી વેગમાં ચાલી. વખતચંદ શેઠનું હૈયું પણ વેગમાં હતું. જમાઈ એક સુધરેલે, બીજે જૂનવાણ–બેમાં કયામાં વધુ ખર્ચ આવે એને અડસટ્ટો મનમાં ને મનમાં તેઓ કાઢતા હતા. શણગાર શેઠાણું જાણે સ્વયં ગામની દીકરીઓના ઉદ્ધારક બનીને આવ્યાં હતાં. દીકરીઓ મોટી થવાથી વર્ષોથી તરફડી રહેલાં મા-બાપ માટે શણગાર શેઠાણું આષાઢ મહિનાની પહેલી વાદળીની જેમ વરસી રહ્યાં હતાં. સવાર થતું ને બારણા પાસે બેચાર દીકરીના બાપ ખડા જ હોય. ઘરમાં મેટરના પેટ્રોલ જેટલું પાણી ભલે ન હોય, પણ ભલા માણસે મેટર બાંધીને આવીને ખડા હોય. ને બે હાથ જોડી પિતાની કન્યાને જેવા પધારવા માટે આગ્રહ-આજીજી કરતા હોય. “ભાઈ મુરતિયા ક્યાં રેઢા પડ્યા છે? અને તે વળી શહેરમાં રહેનારા તે મળવા મુશ્કેલ! તેમાંય બે પૈસાના જીવવાળા તે શોધ્યા પણ ન જડે! આ તે હામ, દામ ને ઠામ ત્રણે દીકરીને બાપ એ ન ઈચ્છે !” " શણગાર શેઠાણીને ઘણેખરે સમય આ પરીક્ષાઓમાં વીતી જતો. અને એ રીતે ધીરે ધીરે એમણે ટાળી ટાળીને માત્ર બે કન્યાઓ ઉપર નજર ઠેરવી હતી : એક વખતચંદ શેઠની દેખાવડી નહીં એવી શશિકલા પર ને બીજી ડામર શેઠની રૂ૫ભરી કન્યા કમળા પર. એક ઠેકાણે ઢગલાબંધ કંચન હતું, બીજે ઠેકાણે રૂપે રંગે રૂપાળી કામિની હતી. જાણે કંચન અને કામિની હેડે ચડ્યાં! શું લેવું તે શું છાંડવું? અને આમ છતાંય, વાસ્કો-ડિ-ગામાની જેમ, નવી નવી કન્યાઓની શોધ અને પરીક્ષા તો ચાલુ જ હતી. શણગાર શેઠાણીની કુશળતા પણ એવી હતી કે જેવા ઘેર જતાં તેવાં બની જતાં, કઈ ગરીબ ઘેર જતાં તે કહેતાં Page #67 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ‘ જુએ તે, હું તેા સામાન્ય ધરની કન્યાને પસંદ કરનારી છું. મન દઈને કામ તેા કરે. વળી ગરીબ સગાં સુખેદુઃખે ઊભાં રહેનારાં ! આપણું પોટલું એ લઈ લે, એમનું પેટલું આપણે લઈ લઈ એ. હું પણ કયાં તાલેવંતના ધરની છું કે તાલેવત વેવાઈ શેાધું !' ૪૨ સામાન્ય સ્થિતિવાળી કન્યાનાં માબાપને લાગતું કે નક્કી આપણું કામ થઈ જશે. પણ કાઈ તાલેવતને ત્યાં જતાં તે વળી શેઠાણી નવું સંભાષણ કરતાં. તેઓ કહેતાં: ‘ભૂખડી ખારશ જેવાં સગાં શા કામનાં? દીકરી લીધી એટલે જાણે એમને ગુનેા કર્યાં! છાશવારે તે છાશવારે મદદ માગવા આવી ઊભાં રહે ! અને એક વાર ના પાડે એટલે થઈ રહ્યું. ગામ આખામાં વગેાવી નાખે. વળી ખાઈ, સરખે સરખાં હાઈ એ તેા જશાભીએ ! વભા પણ કાઇ વસ્તુ છે તે !' ને વળી આછું ભણેલાંને ત્યાં જાય તે કહે : ‘ ભણેલી લઈ ને કયાં પેઢીએ નામુંડામું લખવા બેસાડવી છે ! ભણેલી છેાડીઓનાં ચરિતર હું જાણું છું. આખા દહાડા કાગળ લખવામાંથી ને ચાપડી વાંચવામાંથી નવરાશ મળે તે ધરકામમાં ચિત્ત ધાલે ને!' તે વળી કાઈ શિક્ષિતને ત્યાં જાય તે નવા રાગ આલાપે અને કહે : ‘ ભાઈ, આ જમાનામાં ભણતર વગર ક ંઈ ચાલવાનું છે? વહુ સંસ્કારી ને સુશિક્ષિત હાય તા આખા ઘરને અજવાળે. એ ઘડી નવરાશ મળે તે સારાં પુસ્તક વાંચીને સંભળાવે તેા ખરી! આજે સંસ્કારલક્ષ્મીઓની સાચી જરૂર છે.’ આ રીતનેા સમન્વય કરી શકવાથી શણગાર શેઠાણી એક સુંદર હવા જમાવી શકયાં. તે રાજ રાજ કહેણુ વધતાં ચાલ્યાં. અને જેમ કહેણુ વધતાં ચાલ્યાં તેમ હરીફાઇ એ, લાગવગા, ધમાલે વધતી ચાલી. જે આવે એ પેાતાને પક્ષ મજબૂત કરતા જાય, તે સામા પક્ષની વાત ધરમૂળથી કાપતા જાય. શેઠાણી પણ લેાલમાં લાલ પુરાવતાં જાય. પણ ધીરે ધીરે એમનું મન પણ એવું અનિશ્ચિત Page #68 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી બનતું ચાલ્યું કે નિર્ણાયક શકિત ડગી ગઈ. આ કન્યા લેવી કે પેલી ? કઈમાં કંઈ તો કઈમાં કંઈ! કઈમાં કંઈ લાભ તે કઈમાં કંઈલેભા. અને કન્યા જેવાનું પૂરું થયું એટલે સહુ તેમને ઘેર આવવા લાગ્યા. આમ તે માત્ર સાદા પાણીથી ચલાવી લેનારાંને હવે તે ચાપાણ કર્યા વગર છૂટકે નહોતો. ખાંડને તે દુકાળ હતો. એક બે વાર સેકેરીનનો પ્રયોગ કરી જોયે, પણ એક બટકબેલાએ મેં. પર કહી દીધું: બેન, ચામાં મુંબઈની સાકર વાપરતાં લાગો છો ? અમને, આદત નહિ એટલે ગળાના સત્વ જેવી લાગે. એના કરતાં તે ગોળ વાપરે તેય સારું.' શેઠાણ બિચારાં ખોડ ભૂલી ગય–સેકેરીન વાપરવાની. બીજે દહાડે કાળાબજારમાંથી ખાંડ ખરીદી ને એ દહાડે જે આવ્યા તેમની પાસે કાળાં બજાર વિષે ઉગ્ર ચર્ચાઓ કરી. આ ગામમાં શણગાર શેઠાણીના રૂબાબથી પણ ન અંજાય એવા જીવ પણ હતા. જીવનને કડવી રીતે જીવનારા તેઓ જીભમાં પણ કુહાડાની ધાર રાખતા. તેઓ સ્પષ્ટ કહેતાઃ “ભલા પ્રતાપ એ કાળાબજારના છે કે ફૂલે પૂજાઓ છે, નહિ તે શેઠાણી ક્યાંય માથે છે:ણું વીણતાં હોત !' ગમે તેમ પણ શણગાર શેઠાણીને હવે આ ગામ પર અભાવ થઈ ગયે, ને જલદી કામ પતાવી નીકળી જવાની તાકીદ કરવા લાગ્યાં. ત્યાં તારવાળે સમાચાર લાવ્યું કે ભોગીશેઠ કાલે આવે છે ! એની પાસે તાર નહોતે, પણ મોઢામોઢના સમાચાર હતા ! વગર ખર્ચે તારમાસ્તર સમાચાર લે અને આપે, એ ભેગીશેઠની આબરૂને લીધે! 'ગામમાં આ સમાચાર પ્રસર્યા કે ફરીવાર વાતાવરણમાં તેજી આવી ગઈ. ઓઘડ કહેવા લાગે કે “હવે મારા બનેવી આવે એટલે Page #69 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની વાત ખીલે બંધાશે. બાકી તે અમે ભાઈ-બહેને બધું નક્કી કરી રાખ્યું છે !' ઓઘડભાઈ આજ તમારી બેલબાલા છે ! ગઈ કાલે અડધા પૈસાની બોણી વગરના ઓઘડભાઈ આજ ઉપાડ્યા ઊપડતા નહેતા! જ્યાં જાય ત્યાં એમનાં ચા-પાણી સાચાં ! આ ગામમાં ગરજ પડે માણસમાં ગળપણ વધી જતું. બાકી તે મરતાને પવાલું પાણી પાવા પણ કોઈ નવરું નહોતું! બીજે દિવસે ગામમાં ભેગી શેઠની પધરામણ થઈ, ત્યારે સ્ટેશન પર સ્વાગત કરનારાઓને રાફડો ફાટયો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે શેઠ થર્ડ કલાસમાં હતા. આજકાલના સ ગૃહસ્થ તે સેકન્ડ કલાસ વિના સફર ન કરતા. સ્ટેશન પર ઊતરતાંની સાથે ભેગી શેઠે ખુલાસો કર્યો ઃ ભાઈ, જમાને શું વિચિત્ર છે! અત્યારે જોખમવાળા માણસે ફર્સ્ટ કે સેકન્ડમાં મુસાફરી કરવા જેવી નથી. ઊઠતી બાદશાહી ને બેસતી બાદશાહીમાં બહુ ચેતીને ચાલવા જેવું !” શું ભગી શેઠનું ડહાપણ! આ મુંબઈગરા માનવી પર બધા વારી ગયા. એનાં સેનાનાં બટન પર, સોનેરી ફ્રેમવાળાં ચશ્માં પર ને મોટા મોટા નંગવાળી વીંટીઓ પર ને છપ્પન ઈચિયા કેટ પર સહુ આફરીન બની ગયા. પણ અચાનક ગામને કદર કારભારી સેકન્ડ કલાસમાંથી ઊતરીને આવે સામો મળે. એણે ભેગી શેઠને જોતાં જ કહ્યું : “શેઠ, ત્યાં મુંબઈના સેંટ્રલ સ્ટેશન પર પોલીસના બે માણસે તમારી પૂછપરછ કરતા હતા.' ભોગી શેઠ ઘડીભર છોભીલા પડી ગયા, પણ બીજી જ પળે મિજાજ સમાલીને બોલ્યા: “હા, હા, એ તે એક સબ જજ સાહેબ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સેનાની મરઘી સાથે ઘર જેવો સંબંધ છે, સંભળ્યું હશે કે હું જવાને છું એટલે છોકરાં માટે પોલીસ સાથે હલ મેક હશે. મારે તે જાણે જ છે કે ૨૪ કલાકને દિવસ ને ૪૮ કલાકનું કામ. મળવું હોય તે. બિચારા જજ સાહેબ પણ સામે પગલે ઘેર આવે.” કદર કારભારીને આ જવાબથી સતેષ ન થયો, પણ એણે ચર્ચામાં પડવાનું મુનાસીબ ન ધાયું ! આ આખા વરઘેડાને એની. રીતે આગળ વધવા દઈ પિતે ચાલતી પકડી. [૬] ભેગી શેઠ અને શણગાર શેઠાણની પહેલી મુલાકાત ભારે ઊર્મિભરી હતી. આખી રાત શેઠાણીની વાત ચાલી. એમણે કેમ મુસાફરી બેડી, કેમ ગામમાં સ્વાગત થયું, કઈ કઈ કન્યાઓ જોઈ એમાં ક્યા ઘર પર મન ઠર્યું, અને ચા-પાણીમાં કાળાંબજારની કેટલી ખાંડ ખપી ગઈ વગેરે વાત કરી; ને છેવટે પોતે આ ગામથી કેવાં કંટાળ્યાં છે, ને કાલે બધું પતાવી મુંબઈ ચાલ્યા જવું છે, વગેરે પણ સાથે સાથે કહ્યું. ભેગી શેઠ અત્યાર સુધી લગભગ ચૂપ હતા. હવે તેમણે મુંબઈની ફેશન પ્રમાણે શેઠાણીને નામથી બેલાવતાં કહ્યું : “શણગાર, હવે તે મુંબઈને છેલ્લા રામરામ!' શા માટે?” શણગારને માથે જાણે વજ પડ્યું, “શું ઝરમ-- રિયે આવી પહોંચ્યું ?' એમ જ સમજે !” શેઠે ટૂંકામાં પતાવ્યું. પણ મુંબઈથી તે હાલમાં કેઈ આવતું નથી, ઊલટાં આવેલાં પાછાં મુંબઈ જાય છે!' એ બધાં મૂરખાં છે. વારુ શણગાર! પેલે ડબરે તે સાચવીને રાખે છે ને ?” Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કંચન ને કામિની, પાણિયારાની પછવાડે ધરબી દીધું છે.' એમાં તે તારામાં કહેવાપણું નથી. શણગાર, સાચું કહું છું, કે ત્રણ હજારને બદલે છ હજાર ખર્ચા હેત, તેય તારા જેવી ઘરરખુ બૈરી ન મળી હતી.' ખાટી ગયા છે ખાટી ! લેકનાં બૈરાં જુઓ તે સમજણ પડે! પણ વારુ, આપણું ઓરડીના સરસામાનનું શું?” બધું ગુડસમાં આવે છે. જાજરૂ જવાનાં ડબલાં સુદ્ધાં લેતે આવ્યો છું. હવે તે દેશમાં ઠરીઠામ થઈશું.” પણ અત્યારથી બેલી ન વળશે. કેશવાને બધે ખેલ ખલાસ થઈ જશે. મેં કન્યા જેઈ છે. એકને ત્યાં કંચન છે, બીજી રૂપમાં સીનેમાની નટી છે. અહીં તે ફૂવડના માથાની જૂની જેમ કન્યાઓ ઊભરાઈ ઊઠી છે. અને સહુ ગામડાગામના મુરતિયા છેડી, શ્રીમંત, શહેરી ને સુધરેલા ઉંબરે દીકરીઓનાં કપાળ વધેરવા ખડે પગે ઊભા છે. હવે મોતીની પરીક્ષા કરી નંગમાં જડી દે, એટલે પત્યું.” કેશવાને થ થાય એવું કાઈ ઘર છે કે નહિ?” એવું છે વખતચંદ શેઠનું ઘર. પણ કન્યા જરા શામળી, મોઢે શીળીના ચાઠાવાળી ને હાથે કંઇ ખેડ! બાકી સાહ્યબીમાં કોઈ વાતે મણું નહિ!” મારે તે સોનાની મરઘી જેવી વહુ જોઈએ. બીજી વાત નહિ! વારુ, હવે વાતને બેચાર દહાડામાં બંધ વાળી દઈએ.” રાત પૂરી થવા આવી હતી, શેઠાણીને મુંબઈના દરવાજા બંધ થયાની વાતથી નવી મુંઝવણ ઊભી થઈ હતી, એટલે વિશેષ ચર્ચા આગળ ન ચાલી. પણ પરશાળમાં પડ્યો પડ્યો સરવા કાનથી વાર્તા-લાપ સાંભળી રહેલ કેશ પિતાના પૂજ્ય પિતાશ્રીના છેલ્લા શબ્દ Page #72 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ૪૭ પરથી કંઈ તારણ ન કાઢી શક્યો. વાણિયો મગનું નામ આપો નહે. પિતાજી સેનાની મરઘી જેવી વહુ ના વાક્યથી દેખાવડી કન્યા લાવવા માગતા હતા કે કાળી પણ પૈસાદારની પુત્રી લાવવા માગતા હતા ? ભોગી શેઠ જ્યારે શેઠાણીએ દાબેલે ડબરે તપાસવામાં મગ્ન હતા, શણગાર શેઠાણ મુંબઈ અને ઝરમરિયાના તેફાન વિષે વિચારમાં ડૂબેલાં હતાં, ત્યારે કેશો પિતાની ભાવિ જીવન-સહચરીની ચિંતામાં પડ્યો હતો. | [ 9 ભેગી શેઠની ગામમાં પધરામણી થયા પછી, મુંબઈથી એમના સ્નેહી સબજજ સાહેબના ચારપાંચ લિફાફા આવી ગયા. બે વાર તે થાણુ પરથી પિલીસ જાતે આવીને આપી ગયે. ભેગી શેઠે અંગ્રેજીમાં લખેલા એ પત્રને સહુની સામે ફોડતાં કહ્યું: - “છે તે હજાર-પંદરસોના પગારવાળે સાહેબ, પણ મારા વિના ચા પણ ન ભાવે. ભારે આગ્રહ કરીને લખે છે કે, જલદી આવો. બિચારા જીવ! એને આપણા વટવ્યવહારની શી ખબર! એકવાર કેશવાના સગપણની વાત કરી તે કહે : “મારી ફેમીલીમાંથી એક બ્યુટીફુલ ગર્લ લાવી દઉં' મેં કીધું, “સાહેબ, હજી અમારે બાપદાદાના ગામમાં રહેવું છે. એ ફૂલ ને બ્યુટીફૂલ અમને ન પિસાય! અમારું ખોરડું તે આખી નાતમાં આગળ !' જેટલા સાંભળનારા હતા એ બધા હસી પડ્યા. એમાં અંગ્રેજી જાણનાર કોઈ નહોતા. એટલે સહુ કાગળની મહારછાપ જોઈ કહે, “ભોગીભાઈ અમે તે આ રાખોડી રંગના કાગળથી બહુ બીએ. વગર ટાઢે ટાઢ ચડે, ને તમારે તે લખાપઢી જ એમાં થાય!' - “મારે એકાદ વાર મુંબઈને આંટે થશે જ. હવે વાતને જલદી બંધ વાળ પડશે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કંચન ને કામિની તમે હા કહે એટલી વાર. અહીં તો એક કહેતાં એકવીશ હાજર છે. હાથણી કેના ઉપર કળશ ઢોળે છે, એની જ રાહ જોવાય છે.” તમારે સહુએ મને મદદ કરવાની છે. મારી તે મતિ જ મૂંઝાઈ ગઈ છે.” ભોગી શેઠે જરા મૂંઝવણને ડોળ કરતાં કહ્યું. ગામને મૂંઝવી નાખો એવા તે તમે જ છો, ભેગીભાઈ! અને વળી અમારાં શણગારભાભી! ભગવાને અસ્ત્રીનું ખોળિયું આપ્યું, નહિ, તે કોઈ રાજનાં દીવાન થાય તેવાં છે.” મશ્કરી મૂકે હવે!” ભોગીશેઠે કહ્યું ને અંદરથી કેફીના કપ મંગાવ્યા. છેલ્લા દિવસોમાં કંઈક ખાંસી રહેતી હતી : એટલે વેદે ભગશેઠને ચા બંધ કરાવી હતી. ઘરમાં ચા થાય એટલે ભોગી શેઠ પીધા વગર ન રહે! છેવટે ઘરમાંથી ચાને જ દેશનિકાલે દીધો હતો. અને ત્યારથી બેઠકમાં કૉફી પીરસાતી. ગામના લોકોને કેફીન ફાવતી, એટલે ચા-પાણીનું ખર્ચ એકદમ કમી થઈ ગયેલું. શણગાર શેઠાણીને મૂંઝવતે કાળા બજારની ખાંડને પ્રશ્ન શેઠે આ રીતે બાહોશીથી હલ કર્યો હતે. ભોગી શેઠે કૉફીને કપ સહુની સામે ધર્યો. બધાએ ડેકું ધુણાવી ના ભણી. “કેયદાન (કવીનાઈન) જેવી લાગે છે તમારી કેફી, ભાઈ!” તમને આદત નહિ એટલે; બાકી તે નીરોગી ભારે. ચા તે લેહનું નકરું પાણું કરી નાખે, ને આ તે લેહીમાં ગરમી આણે. વૈદરાજને મેં કહ્યું કે “હું ચા ન પીઉં પણ ઘરમાં ચા રાખું તે શે વધે? મેટું ખેરડું–હજાર જણ આવનારા. ચાના પાણીમાંથી પણ જાઉં? તે એ કહે કે એ વાત જ નહિ. ચાને પડછાયો પણ ઘરમાં નહિ. ને આવનારા કંઈ ચા પીવા તમારે ત્યાં આવતા નથી! એમણે ચા ભાળી હોય છે. ભોગી શેઠે કહ્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ખરી વાત ! ખરી વાત !” દાયરાના ચારપાંચ જણે બનાવટી રીતે હસ્યા. તેઓ મનમાં તે વિચારતા હતા કે મારે બેટ મુંબઈગરે અમને ગામડિયાં ભોથાં સમજી બનાવ્યું જાય છે! પણ શું કરીએ ! ભગવાને એને ઘેર જુવાન દીકરો આપે છે, એને બદલે જુવાન દીકરી આપી હતી તે રંગ જામત !' વારવાર !” ભોગી શેઠે કૉફીના ડબલ કપ ચસકાવતાં કહ્યું, હવે વાત ખીલે બાંધી દઈએ. ઘરમેળે બપોરે વિચાર કરીને સાંજે રૂપિયો ને શ્રીફળ વધાવી લઈ એ.” * જે! જે! કરતે દાયરે વીંખાય. સાંજની ભારે ઉત્સુકતાભરી રાહ જેવાવા લાગી. કેટલાય દીકરીના બાપ છેલ્લા મરણિયા પ્રયાસ કરી રહ્યા. ગામડેગામથી પણ કન્યાવાળા ચાલ્યા આવતા હતા. એમને પણ દીકરીને મુંબઈની મહેલાતેમાં મહાલતી જેવી હતી. ગામના મશ્કરા તેઓને કહેતા : - “અલ્યા, બળિયા સાથે શું કામ બાથ ભીડે છે? અહીં ભલભલા વા ખાય છે, ત્યાં તમારે તે નંબર ક્યાં લાગે તેમ છે ? હા, એક વાત બને. રાજા જેમ એક રાણી પરણેને સાથે દાયજામાં દસ દાસી લઈ જાય, એમ દાસી તરીકે દીકરીને વરાવે. ભઈલા, આમ અવાયા પડ મા. આપણા જેગું ગેતી લ્યો. એમાં જ મળે ! આ તો ભ, એને વળગતાં ટાંટિયા ઊંચા થઈ જશે.” આમ અકળામણો દિવસ ટોળટપાંથી વીતતે ચાલે. પેઢીએ, મેડીએ, ચકલેટ, દહેરાસરે, અપાસરે, એક જ વાતની તેજારી જોવાતી હતી કે ભેગી શેઠે કે રૂપિયે ને શ્રીફળ વધાવ્યું. સટ્ટાની રૂખ નીકળે તેમ આની પણ રૂખ નીકળતી હતી. પણ અચાનક એક પિલીસ ભોગી શેઠના ઘર તરફ જતો જણાયો ને થોડીવારમાં સમાચાર આવ્યા, કે ભોગી શેઠને આજ અણધાયું મુંબઈ જવાનું થવાથી રૂપિયે મુંબઈથી પાછા આવ્યા લેશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની નિરાશા લઈને એ સાંજ ઊગી. સાપના ભારા જેવી દીકરી ઓને એકે બાપ આજે ખુશ ન થયો. ભોગી શેઠની સવારી મુંબઈ ભેગી થઈ. છએક દિવસે પાછી આવી. પણ શેઠના ચહેરા પર નૂર ઘણું ઓછું હતું. આવતાંની સાથે જ એમણે શણગાર શેઠાણને બોલાવીને કહ્યું: “કેશવાની વાતને અબઘડી નિકાલ કરી નાખવો જોઈએ.” મેં કયે દહાડે ના પાડી ?” તે એવિડને કહે કે વખતચંદ શેઠને બોલાવી લાવે.” “શું શશિકલાને પસંદ કરવી છે ? જરા શામળી નહીં પડે ? છોકરાના મનને ગમશે ? કેશવાને બતાવી શું?” “ઊજળી તેય રાત! ગમે તેવી હોશિયાર તેય સ્ત્રી ખરીને ! સ્ત્રીની બુદ્ધિ પાનીએ. મેં તને નહોતું કહ્યું કે મારે તે સેનાની મરઘી જેવી વહુ જોઈએ.' સેનાની મરઘીને અર્થ હું જ સમજી નથી રૂપાળી વહુ કે પૈસાદાર વહુ ? ' એનો અર્થ તને વખતે સમજાશે. પણ શશિકલા લાવીએ તે તને વાંધો નથી ને ?” મને શું વાંધો હોય ? પણ જરા શામળી તે ખરીને !” એ તે તું જરા ઊજળે વાન છે, એટલે તારી પાસે કંઈક શ્યામ લાગે. બાકી તો શહેરનાં પાણી પીશે, જરા ઘસીને નાહશે, દેશે, એટલે રંગ ઉપડશે. વારુ, ઓઘડ ક્યાં છે?” હા કહેતાં હાજર થનાર ઓઘડ હજુરમાં જ હતું. હમણું દેવની સેવાપૂજાને બદલે એણે બેન-બનેવીની ઉપાસના આદરી હતી. એનેય પિતાનું ઘર માંડવાના ઓરતા હતા. એ જઈને તરત વખતચંદ શેઠને તેડી લાવ્યા. Page #76 -------------------------------------------------------------------------- ________________ સાનાની મરથી ૫૧ ભાગી શેઠ એમને લઈ એકાંતમાં ખેડા. વાતનેા પ્રારંભ કરતાં કહ્યું : ‘ શેઠ, બૈરાં માણસને તે જાણા છે તે! કહે છે કે કન્યા શામળી છે. પણ એ બિચારીને શી ખખર કે વખતચંદ શેઠ કાણુ ? ’ ‘ જીનવટની વાત છે, જાણે એને મન લાખની અને ન જાણે એને મન રાખતી.' વખતચંદ શેઠે એશિયાળુ માં કરી કહ્યું. : બૈરાં માણસ શું જાણે? સગે એવા જોઈ એ કે અડચણ એપટી વખતે કામમાં આવે. વખતે પાંચપચીસની ભીડ હાય, તેાય કાઢે.' ' ખરી વાત છે. સંપત્તિ સગાંને કામ ન આવી તેા એ સપત્તિ શાખપની ? ’ વખતચંદ શેઠે સ્વાભાવિકતાથી કહ્યું. ' આ જુમેને! આધે કયાં જવું ? આજની જ વાત. મુંબઈમાં લશ્કરના માલ પાણીને મૂલે હરાજ થાય છે. મેં બે હજાર મેટરસાયકલાના સાદો કર્યો છે. રૂપિયા બે લાખ જોઈ એ. દોઢેક લાખના તા મેં દેખસ્ત કર્યાં છે, રહી હવે પચાસ હજારનેાવળ ઉતારવાની વાત. ‘તમારે તે! ભાઈ લાખે લેખાં ! એ તો લગજો તમ મુંબઈ વાળાનેા, અમારાથી એવાં સાહસ ન થાય.' વખતચંદને લાગ્યું કે રેલા કદાચ પગ નીચે ન આવે. , · સાહસ વગર લક્ષ્મી કયાં છે? વારુ વાસ્તુ. વખતચંદ શેઠ, તમારે મને જરૂર પડે તે પચીસ-ત્રીસની મધ્દ કરવી જોશે. ' ભાગી શેઠે વાતના વળ બેસાડી સીધું આક્રમણ કર્યું. " · હૈ ! ત્રીસ હજાર ! ' વખતચંદ શેઠને હવે ભાન આવ્યું કે મુંબઈગરાને જાદુ પાતાના પર ચાલી ગયા છે. એ એકદમ અકળાઈ ગયા. * · મૂંઝાશો મા. કહે। તા હજાર મેટરસાયકલો તમારા નામ પર લખી દઉં. આ તા ક્ષિર કરશે, તેા આવતી કાલે સારા સગપણે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કંચન ને કામિની સંધાઈશું. પણ આજ નાણું જોયું કે કેણ આપણું સુખદુ:ખનું સાથી છે. અને સગવડ ન હોય તો કંઈ નહિ.” વખતચંદ શેઠ ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા; શું કરવું તેની કંઈ સમજણ ન પડી, અચાનક જ બેલાઈ ગયું કે “ના ના. ભગી શેઠ, જ્યારે જોઈએ ત્યારે મંગાવી લેજે! તમારા જ છે ને.” ઓઘડ આવશે. ભેગી શેઠે જવાબ વાળે. “અને રૂપિયો–શ્રીફળ?” બસ, જેશીને બેલા. એ કહે ત્યારે.” બંને શેઠિયાએ હસતા હસતા જુદા પડ્યા. [૮] ઘણા દિવસથી સિનેમા જોવા મળ્યો ન હોવાથી અકળાઈ ઊઠેલો કેશ, છેલ્લા દિવસોથી, પિતાના ઘરમાં ચાલતા સેનાની મરઘી ને ખેલ જોઈ રહ્યો હતે. એણે મા-બાપની પુરાણકાલીન આમન્યા તેડી હતી–ને જ્યાં તેઓ એકાંતમાં મળતાં ત્યાં ખૂણે ખાંચરે –ડામચિયા નીચે કે ઉપર ભંડારિયામાં ભરાઈબધે વાર્તાલાપ સાંભળ્યો હતે. એ જેમ જેમ બધું સાંભળતે ગમે તેમ તેમ એના મનના બધા મનોરથ ઊડી જવા લાગ્યા. પિતાને ફાંસવાનું કોઈ કાવતરું વેજાઈ રહ્યું હોય તેવી તેને ખાતરી થઈ. આજ સવારથી એ સિનેમાનાં ગીત ગાત, સિનેમાની ભાષામાં કંઈ ને કંઈ લવ હતે. ‘ઈધર હમારા ક્યા હાલ હૈ, કોઈ હમસે ભી તે પૂછે?” છોડ દે કે દુનિયાદારી!” સિનેમાનું પાત્ર જાણે એને આવીને કહી રહ્યું હતું. કેશવાએ શિક્ષણમાં પુસ્તકે કરતાં ચિત્રપટ તરફ ભારે ચાહ કેળવ્યો હતો. એટલે પાઠ્ય પુસ્તક સિવાયનાં બીજાં પુસ્તકેથી એ અસ્પૃશ્ય રહ્યો હતે. એની ભાવનાનું ઘડતર સિનેમાએ, લાગણીનું Page #78 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી ૫૩ તંત્ર ફિલ્મી ગાયનેએ ને ચિત્તતંત્ર સિનેમાનાં નટ-નટીઓએ ઘણું હતું. અચાનક એને જોશ આવ્યું ને એ બોલી ઊઠ્યો. અય દુનિયા બતા, અય દુનિયા બતા હમને બિંગાડા હય ક્યા તેરા? આ ગાયને એને જોશ આપ્યું. ત્યાં તે બીજું ગાયન એની યાદદાસ્તમાં ચમકી ઊઠ્યું. દૂર હટો અય દુનિયાવાલે, હિંદુસ્તાન હમારા હૈ! કેશવાએ બારણાને જોરથી ધક્કો દીધો. ફડાક અવાજ કરતું બારણું ખૂલી ગયું. મનમાં કઈ અફર નિર્ણય સાથે કેવો બહાર નીકળી ગયે. ભોગી શેઠને પાટવી કુંવર કેશવ હડી કાઢીને ગામપાદરના મેદાનમાં આવી ઊભે. ખુલ્લી કુદરત ચારે તરફ વિલસી રહી હતી. મેર કળા કરતા ગામના અવાડા પર બેઠા હતા. કેશવાએ એકવાર મન મૂકીને શ્વાચ્છવાસ લીધા ઘરના ખટપટી વાતાવરણમાં ગૂંગળાતા એના ચિત્ત શાન્તિ અનુભવી. અરે ! આ તે ઘર છે કે રાજખટપટનું ધામ ! માબાપ છે કે રાજરજવાડાનાં દીવાન ! એ પિતાના ભાવિ જીવન વિષે વિચાર કરવા લાગ્યો. એને ડામર શેઠના સ્ટેશન પરના શબ્દ યાદ આવ્યા : બે વાત જેવાની–કરિયાણું ને કરિયાવર. એમાંય આજકાલના જુવાનિયા તે કરિયાણું જ જુએ. કાળી કૂબડી હેય-પછી ગમે તેટલે કરિયાવર લાવે તે શું કરવાની ? આ તે મુંબઈમાં રહેવાનું છે.” કેશવાને વખતચંદ શેઠની બનારસી સાડી ઓઢીને દેવદર્શને જતી શશિકલા યાદ આવી. એક મિત્રના ઘરમાં છુપાઈને એણે એને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કંચન ને કામિની જોઈ લીધેલી. બીજી તરફ ગાંસડે કપડાં લઈને નદીએ જોવા જતી ડામર શેઠની કમળા નજર સમક્ષ તરી આવી. પહેલીમાં નામથી વિરુદ્ધ રૂપ હતું. બીજીમાં નામ પ્રમાણે રૂપ હતું. જે કરિયાણું વહોરવાનું હોય તે કમળા બરાબર ! કરિયાવર લેવાને હેય તો શશિકલા ગ્ય હતી! પિતાશ્રીનું વલણ શશિકલા તરફ હતું. અલબત્ત, કેશ જાણત હતો કે એમાં પિતાને જેમ પૈસાની સગવડ મળતી હતી, તેમ પિતાને પણ ધંધા માટે તૈયાર જામેલી પેઢી જડતી હતી. એ જાણતો હતો કે પિતાજીએ મુંબઈમાં લે-લાપસી વાળ્યાં છે, એટલે ત્યાં જવાય એવું રહ્યું નહોતું. ક્ષણભર કેશવાનું મન શશિકલાની પસંદગી પર પિતાની સંમતિની મહોર મારતું લાગ્યું ! કેટલાં સુખ-સગવડ ! કેટલાં માનપાન ! એના ફિલ્મી મગજે તરત જ ગીત શોધી કાઢ્યું: નાચ લે, ગા લે મના ! ખેલ લે, ખા લે મના ! મેરે મન ડોલ રહ્યો છે ! મેરે મન નાચ રહ્યો રે ! કેશવાએ મુંબઈમાં અનુભવ કર્યો હતો કે ભણેલાગણેલાઓ જ પૈસાદાર સસરાની શોધમાં ફરતા હતા. ઝટ નોકરી અપાવે, તરત વિલાયત જવાનું ખર્ચ આપેઃ ને પછી પેઢી પર પાળેલા કૂતરાની જેમ સેનાની સાંકળે બાંધે એ જ એમને લગ્ન પાછળનો હેતુ હતે. ને માબાપે પણ દીકરીને ભણાવવાને મેહમાં ભણાવે જાય છે. પછી ભણેલા સિવાય બીજા એમને ગમતા નથી. અને ભણેલા આ રીતે વરવિક્રય કરતા ફરતા હોય છે. કેશવ આ જમાતના ચારપાંચ જણાના સંસાર જાણતો હતો. સંપત્તિની દષ્ટિએ ઠીક–બાકી સંસારની દૃષ્ટિએ ત્રાહ્યબાબેન ભાષણો કરે ને ભાઈ લેકચર આપે, બાકી ઘરમાં ઉંદર-બિલાડી Page #80 -------------------------------------------------------------------------- ________________ સોનાની મરઘી ૫૫ જેવું! કેટલાકને તે બૈરીના દાસ બનીને–સસરાના આશ્રિત બનીને જીવન ગુજારવું પડતું! સત્ત્વ અને સ્નેહ વિનાનું એ જીવન–જવવામાં સાર શે! . કેશવાને અંતરાત્મા ફફડાટ કરી ઊઠયો. એના દિલમાં કમળાની છબી દેરાઈ ગઈ. સુખમાં સાથે શોભે એવી, દુઃખમાં ઘરકારભાર ચલાવે તેવી! રાણીની રાણી ને દાસીની દાસી! વળી કમળાના મનને હું પતિ-પરમેશ્વર જેવો લાગીશ; શશિકલા સમજશે કે પિતાના બાપે સંપત્તિથી ખરીદેલે વર છે, એટલે એને મન ખાસદાર જેવો લાગીશ. મારા પુરુષાર્થની છાપ એના પર નહિ પડે! સદા નભાવવા જેવો લાગીશ! પણ દુર્બળ માણસનું મન એવું છે, કે ઝટ ખીલે બંધાતું નથી. નિશ્ચયની પળ આવે કે આ ડાળે ને પેલી ડાળે કુદ્યા કરે છે. કેશવાનું મન એમ કૂદાકૂદ કરી રહ્યું. એ વ્યગ્ર બનીને ચારે તરફ નિહાળી રહ્યો. અચાનક એની નજર દૂર નાની ઘોડી પર બેસીને જતા ડામર શેઠ તરફ ગઈ. કિંકર્તવ્યમૂઢ બની ગયેલ કેશવાથી બૂમ પડાઈ ગઈ: એ ડામર કાકા!' ગામડામાં વૃદ્ધને “એ ડોસા એવા તુચ્છકારથી નહિ પણ “કાકા” જેવા માનભર્યા શબ્દ સંબોધવાને સંસ્કારી રિવાજ છે. ડામર શેઠે ઘોડી જરા વાળીને પાસે લીધી : “કેમ છો કેશવલાલ! ઘેર તે કંકુ ઘોળાઈ રહ્યાં છે, તમે અહીં કેમ?” શું કહું?” કેશવાની જીભ થથરાઈ ગઈ. કેશવલાલ, જે કહેવું હોય તે વિના સંકેચે કહે. કુંવારી કન્યાના સો વર ને સો ઘર. એ તે વિધાતા જ્યાં કંકુમાં પાણી ભેળવે ત્યાં ભળે. મને કંઈ ખોટું નથી લાગ્યું કે મારી દીકરીને રૂપિયે-શ્રીફળ કેમ ન લીધાં. એ તે જાણીતી વાત હતી કે મારી Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ કંચન ને કામિની પાસે તે કરિયાણું હતું, કરિયાવર નહિ. વારુ, વારુ, કેશવલાલ, મારી વાત જવા દઉં તે કંઈ ખોટું પણ થયું નથી. ધીકતી પેઢીના ધણી બનશો. જમ અને જમાઈએ બે મળ્યા વગર ફદિયું છોડે એવો વખતચંદ નથી.” ડામર શેઠે પોતાનું હૈયું ખોલ્યું. મારે કરિયાણું જોઈએ છે.' “તમારી વાત સાચી છે, પણ છેડે ફેર છે. આજને કઈ ભણેલે જુવાનિયો એકલું કરિયાણું માગતું નથી. કરિયાવર માટે તે એ મરી પડતો હોય છે. કારણ કે આજનું ભણતર માણસને હરામનું ખાવાનું શીખવે છે.” હું હરામ હાડકાંને નથી; મા-બાપથી દબાયેલ છું–નહિ તે મારું પાણી બતાવી દેત !' પાણીની વાત તે પુરાણું જમાના સાથે ગઈ,' ડામર શેઠે જરા હૈયાની વરાળ ખાલી કરી ને જવાની રજા માગી: “કેશવલાલ, હું હવે જઈશ.' ક્યાં જશે?” પડખેને ગામમાં એક મુરતિયે છે. કમળા અને એની મા ત્યાં ગયાં છે. સગામાં સગા જેવું છે. વાત નકકી થયા જેવી છે. આ હું જાઉં એટલે પતી જશે. આ છૂટછાટના જમાનામાં દીકરીઓને બહુ મોટી થવા દેવામાં ભારે દહેશત છે.” પણ હું તૈયાર છું, ડામરકાકા !” “તમે બાળક છે. તમારાં બા–બાપાના હાથમાં તમારી લગામ છે!” પરણવાનું મારે છે કે મારાં બા-બાપાને!” અત્યારે તે એમને પરણવાનું લાગે છે. મુંબઈમાં ગેટ કરીને આવ્યા છે, તે એનું ઠેકાણું વખતચંદ શેઠ વગર કેણુ પાડે તેમ છે ! Page #82 -------------------------------------------------------------------------- ________________ સેનાની મરઘી પ૭ નહિ તે રૂપના અરીસા જેવાં શણગાર શેઠાણી શશિકલાને પસંદ કરે, વારુ?” કાકા, હું કહેતાં શરમાઉં છું, પણ કહું છું કે આપની પુત્રી સિવાય મારે બીજી મા-બહેન સમાન છે. કેશ સિનેમાની સ્ટાઈલમાં ગર્જી ઊઠ્યો. આ જમાનામાં વળી બહેન-ભાઈનું ક્યાં રહ્યું છે? બહેન કહેનારે જ બરી કરી બેસે છે. એ તે મેયલી વાત!' મારા પર ભરોસ કરો. કેશવાએ પિતાનાં સુંદર ઝુલ્ફાં ઊંચાં કરતાં દઢ સ્વરે કહ્યું, “હું જાન આપી દઈશ.” “બાપથી વિરોધ કરશે તે ક્યાંયના રહેશે નહિ!” પરવા નહિ.” ડામર શેઠે અત્યાર સુધી ભાવડિયા માનેલ કેશવામાં રતી ભાળી. એમણે કેટલાક સવાલ-જવાબ કરી, તેની પાસે વખતચંદ શેઠ ઉપર ચિઠ્ઠી લખાવી, ને કહ્યું: - “કેશવલાલ, થઈ જાઓ આ ઘોડી ઉપર સવાર. દૂરના સ્ટેશનેથી ગાડીમાં બેસી મુંબઈ પહોંચી જાવ. મહિનો રાહ જોઈશ. આવશે તે કંકુ ને કન્યા આપીશ, નહિ તે ફેક!' કેશો ઘોડી પર સવાર થઈ ગયો. ડામર શેઠ પગપાળા આગળ વધ્યા. ભેગી શેઠે ઘરની પરશાળમાં ભારે બિછાત કરી હતી. આજ તેમણે મહામહેનતે વૈદ્ય પાસેથી ચાની છૂટ મેળવી હતી. નિમંત્રણ અપાઈ ગયાં હતાં. નાણાવાળાનાં સે સગાં, એ ન્યાયે આખું ગામ ઊતરી પડવાનું હતું. પણ ભોગી શેઠ વારંવાર ડોક ઊંચી કરીને જોતા હતા કે ઓઘડ રૂપિયા લઈને કેમ ન આવ્યો ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કંચન ને કામિની આ તમારે ઓઘડ તે ઓઘડ જ રહ્યો. એને ક્યારે અક્કલ આવશે? રૂપિયા લઈને સીધા ઘરભેગા થવું જોઈએ કે નહિ?” ભોગી શેઠે તપીને શણગાર શેઠાણીને કહ્યું બન્યું, તમારે સ્વભાવ ક્યારે સુધરશે? જુઓ, મારા એકના એક ભાઈને કોડીને ન કરી નાખશે. કેશવાનું કહ્યું કે તરત તેનું ઉકેલવાનું છે. લેક સારાં સગાં શા માટે શોધતા હશે? મારે પણ મારા બાપનું ઘર ઉઘાડું રાખવું હશે ને!” “પણ પૈસાના કામકાજમાં આવી લાપરવાઈ!” શેઠે અવાજ બદલ્યો. સામાવાળો આપે ત્યારે લઈને આવે ને! બિચારાને બેસાડી રાખ્યો હશે ને કહ્યું હશે કે મુનીમજી મસાણ ગયા છે.” તું તે તારા મનથી ઘેડા ગાંઠ!” ભોગી શેઠે વાત ટૂંકી કરી. એમને લાગ્યું કે બૈરાં માણસને બહુ માં શું લગાડવા! હવે તે નાતીલાઓ આવવા શરૂ થયા હતા. જોતજોતામાં તો પરસાળ ચિકાર થઈ ગઈ. અને આંગણામાં પાગરણ પાથરવા માંડ્યાં, પણ ઓઘડ તે ન દેખાય તે ન જ દેખાયો. વખતચંદ શેઠને રૂપિયે ને શ્રીફળ લઈને આવવાનો સમય થ. મેટરને ધમધમાટ પણ કાને પડ્યો. ભેગી શેઠે માન્યું, કે ઓઘડ, મોટરમાં સાથે આવતું હશે. મોટર નજરે પડી ને અચાનક શણગાર શેઠાણીએ હાંફળા-ફાંફળા આવીને કહ્યું: “કેશ ઘરમાં નથી.” હમણાં આવશે. એના મિત્રોને નિમંત્રણ આપવા ગયા હશે. હરખપદૂડ છે તમારે કેશ !” ભગી શેઠે જવાબ આપ્યો. પણ તેમનું ધ્યાન ઓઘડ તરફ હતું ને ઓઘડ ખરેખર મોટરમાંથી ઊતર્યો. તેણે આગળ આવીને ભાગી શેઠને કાનમાં કહ્યું : Page #84 -------------------------------------------------------------------------- ________________ સેાનાની મરઘી · મુનીમ મસાણે ગયા છે. કાઈ નજીકનુ મરી ગયું છે.’ મરનારને અત્યારે જ મરવું સૂઝ્યું—ધરણ ટાણે સાપ કાઢયો. હાં. હાં. હાં. પણ વખતચંદ શેઠે કયાં?' ' ૫૯ " એ નથી આવ્યા. એમના ભાઈ નવલચંદ આવ્યા છે. ભાણેજ કેશવની તેમના પર કંઈ ચિઠ્ઠી છે. તમારી સાથે વાત કરવા માગે છે.’ ' ભાણેજ કેશવની ચિઠ્ઠી ! એ વળી ચિઢ્ઢો લખતાં કથાંથી શીખ્યો ? શું ખાતું હશે ? અરે રે, ઘણી મહેનત કરીએ છીએ તેાય કઈ તાલ બાઝતા નથી, તકદીરને સિતારા પાંસરેા નથી.’ વખતચંદ શેઠના નાના ભાઈ નવલચંદે આવીને ચિઠ્ઠી ભાગી શેઠના હાથમાં મૂકી. ભાગી શેઠ વાંચવા લાગ્યા. એમાં લખ્યું હતું કેઃ - તમારી શિરાકલા મારે મા–બહેન સમાન છે, હું એક ાકરી સાથે પ્રેમમાં છું. તમારી દીકરીના ભવ બગાડવા માગા નથી. હું હાલમાં દૂર ચાલ્યા જાઉં છુ. શેાધશેા તેાપણ સાંપડીશ નહિ. તમારા કેશવ.’ ભાગી શેઠને પૃથ્વી તે આભ એક થતાં લાગ્યાં. એમણે શેઠાણી તરફ ચિઠ્ઠી ફેંકી ને કહ્યું: આ સિનેમાએ છેકરાંઓનુ નખ્ખાદ કાઢ્યું: જોયા ન હાય. તેા પ્રેમ કરવાવાળા ! લાવા, લાવા, રૂપિયા તે શ્રીફળ. હું સ્વીકારી લઉં છું.' 1 આ શબ્દ એમ, બધા વધી ગયું. 6 શેઠ, અમારે દીકરી કૂવે નાખવી નથી !' અને સાથે, મધપૂડા પર પથ્થર પડે તે માખીએ ગણગણી ઊઠે નાતીલાએ ધમાલ મચાવી રહ્યા. ભાગી શેઠનું બ્લડપ્રેશર એ પથારી પર પટકાઈ પડયા. ન જાણે—પડતા પર જ પાટું પડે છે ! ખરાખર આ સમયે મુંબઇથી ચાર સગૃહસ્થે ભાગી રોડનુ ધર પૂછ્યા આવ્યા. સગપણમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ભાગ લેવા સબજજ સાહેબ કે બીજા મહેમાન આવ્યા હશે, એમ સમજી સહુ તેમને ભેગી શેઠ પાસે લઈ ગયા. ભોગી શેઠ પથારીમાં પડ્યા હતા. તેમને જોતાં જ પેલાઓએ કેઈ પીળું કાગળિયું કાઢયું ને તરત ખિસ્સામાંથી બેડીઓ કાઢી હાથે પહેરાવી દીધી. વડા સટ્ટહસ્થ કહ્યું: “મુંબઈની પેઢીઓમાં ઘાલમેલ કરી નાસી આવેલા ભેગી શેઠને પકડવાનું વારંટ છે. અમે છૂપી પિલીસનાં માણસો છીએ. એમણે પિલીસને બેટા કાગળો લખી ખૂબ બનાવી છે, લાંચરૂશ્વત આપી ભારે રમત રમ્યા છે.” સહુ વીજળી પડે તેમ અવાચક બની ગયા. બપોરે જ્યારે આ બધો વરઘોડે મુંબઈ જવા નીકળ્યો ત્યારે આખું ગામ એકઠું થઈ ગયું. બધા એકી અવાજે કહેવા લાગ્યાઃ મારે બેટ મુંબઈગરે ! આખા ગામને બનાવવા નીકળ્યો હતો, તે પિતે બની ગયો. બિચારા વખતચંદ શેઠની દીકરી કૂવે પડતાં બચી !” શણગાર શેઠાણુની હાથવેંતની જીભ મૂંગી થઈ ગઈ. એમણે ઘૂમટો ખેંચી મેં વાળ્યું. આજે એમની સેનાની મરઘી એક પણ દડું મૂક્યા વગર મરી ગઈ હતી. સારા યા નરસા–પણ દિવસો વીતી ગયા. એક દિવસ છાપામાં ભેગી શેઠ અને શણગાર શેઠાણીની સહીથી જાહેર ખબર દેખાણી. એમાં લખ્યું હતું, ભાઈ કેશવ! તું જ્યાં છે ત્યાંથી પાછો આવ. તારી મરજી મુજબ કરીશું. આપણી લાજ પ્રભુએ રાખી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં [વાર્તા ત્રીજી] વસંતની એક સંધ્યા મેડી મેડી આથમતી હતી. નાનાં નાનાં વગડાઉ ફૂલેએ હમણાં જ સુગંધમય શ્વાસ વહાવે શરૂ કર્યો હતે. નવોઢાના ભાલપ્રદેશપરના કુંકુમતિલક જેવો સૂરજ ગામડા ગામની સીમને માથેથી આથમતે હતો. શહેરી જીવનના દવથી બળેલ સુમન, જ્યારે સાબર ઓળંગી પિતાના ગામપાદરના આંબાવાડિયામાં પ્રવેશ્યો, ત્યારે રબારી રૂપે વાંસળી વાતે વાતે ગાયની પીઠ પર આવતે સામે મળે. સંધ્યાને સૂરજ નાની ટેકરીઓ પાછળ ઊતરતે હતે. લીલીછમ હરિયાળી પર ઠંડા પવન વાતે હતા. સુમન આ ગામડાગામનું રતન હતું. નાનપણથી શહેરમાં ગયેલે ને બે પૈસે સુખી થયેલે. શહેરમાં એનાં માનપાન ઘણાં હતાં. પિતાનાં ધંધાદારી મંડળને તે એ પ્રાણ હતું જ, પણ ત્યાંના જાણીતા સંસ્કૃતિ પ્રચારક મંડળનો. પણ એ મહામંત્રી હતા. શહેરની માંદગીને ગામડાંની હવાથી દૂર, કરવા એ આજ પિતાને ગામ આવતો હતો. દાક્તરે એને બેફિકરું આનંદી જીવન ગાળવા શિખામણ આપી હતી. છતાંય ન જાણે એને સ્વભાવ એવો થઈ ગયો હતો કે આખો દિવસ મન ખિજવાયેલું જ રહેતું. એમાં વળી સાબરમતી ઓળંગતાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કંચન ને કામિની ગાડાના એક ગળિયા બળદ જરા પાણીમાં બેસવા ગયા. ગાડાવાળાએ પૂંછડાને એવા વળ દીધા કે અળદ થઈ ગયા ડાહ્યોડમરો ! પણ આમ કરતાં ભીંજાયેલા પૂંછડાના છાંટા ઊડવા તે સુમનના ઢાકાની ખાદીના રૂપિયા પાંત્રીસના ધેતિયા પર પડવા, ત્યારથી સુમનનું મન ધેાતિયામાં જ હતુ. આ આા બળાપા થયા કરતા હતા, કે રખેને કાઈ ડાધાવાળુ ધેાતિયું જોઈ જશે, તેા શું કહેશે ? એણે જરા ગાડાવાળાને ધમકાવવા માંડ્યો, ટુંકારા કર્યાં. તરત ગાડાવાળા ગર્જી ઊઠ્યો. જીએ શેઠ, ટુંકારે કર્યાં તે મારે તે તમારે નહિ અને. અમને કંઈ શહેરના મજૂર-ખજૂર જોયા ? પરસેવા પાડીને પૈસા લઈ એ છીએ, દયાદાનમાં દેતા નથી. ખાકી જો મેં જાણીબૂજીને તમારાં કપડાં ભગાડવાં હોય તે મા કાળકા મતે ખાય.' * ગાડાવાળાનાં સ્ટેટમેન્ટ, સ્પીચ ને આગ્યુ—નિવેદન, ભાષા ને દૃલીલ—એવાં હતાં કે સુમન ખળી ખળીને મનમાં ખાખ થઈ ગયે. એ આ હૈયાશાકમાં હતા, ત્યાં તે રૂપાએ દૂર દૂરથી રામરામ કર્યો ને ગાયને જોરથી હાંકી નજીક આવ્યા. સુમને પેાતાનુ બગડેલુ -અગલાની પાંખ જેવું, ગળીની ગરવાઈથી ભરેલું ધાતિયું ખાવવા માંડયું. ત્યાં તે રૂપે આવીને સુમનભાઈ ને ગળે બાઝી પડયો. સુમનનું આ જંગલી રીતથી માથુ ધમધમી ઊઠયું, જોરથી ખેાલી જવાયું : ‘યુ જંગલી ! ’ " · તે એમાં નવું શું કીધું, સુમનભાઈ ? ' ને ભાળેા રૂપા જોશથી હસ્યા તે વગડે ગાજે એટલા જોરથી ખેાલ્યેા. ભાઈસાબ, દુઃખ લાગે તેા માફ કરશો,' ગાડાવાળાએ વખત જોઈ તે વાત મૂકી, · પણ તમને શે'રવાળાને ગાળેા ખેાલવાની બહુ આદત ! આપણે ત્યાં હલકા વર્ણવવેડ કરે ત્યારે આવી ગાળું કાઢે ! ’ 6 Page #88 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં १३ ભાઈ વસા, શહેરીને બિચારાને આખે દી બળાપાથી કામ ! ઘડિયાળના કાંટાની જેમ બે ટાંગા લઈ આખે દી દોડધામ કરવાની. રસ્તામાં મોટરવાળા પર ચિડાય, દુકાનમાં નોકર પર, રસેડામાં રસેઈઆ પર, કામમાં ઘાટી પર ને છેલ્લે બાકી બચે તે બૈરી પર! ચિડાવું, ચિડાવું ને ચિડાવું! એમને ત્યાં છાપામાંય નકરા બળાપાના સમાચાર. સવારના પહોરમાં ભગવાનના નામને બદલે દેશ આખાના હૈયાબળાપા ! તેમાં પાછાં અડધાં તે ગપ્પાં ! આપણે આ દી હાથ બાળીએ; એ આખો દી હૈયું બાળે !” રૂપાએ ભારે ડહાપણ ડાળ્યું! એના બેલવામાં છટા હતી, ભણતરની છાંટ પણ હતી. “રૂપા, કેટલું જોરથી બોલે છે? અરે ! આટલું ઉતાવળું તે સાતું હશે! જમાના પ્રમાણે જરા તે સુધર !” સુમને બીજી વાત પર લક્ષ ન આપતાં પિતાનું ગૌરવ અખંડિત રાખ્યું. સુધરવાની ક્યાં ના છે, સુમનભાઈ? બાકી જોરથી શું કામ ને હસીએ. કંઈ કોઈને વાંક ગુનામાં છીએ ? જુઓ, અહીં તે શરમ એ વાતની – ચોરીની ને લબાડીની !' શહેરમાં તે ચોરી ને લબાડીનાં જ બજાર હોય છે, રૂપા !” ગાડાવાળાએ મનની ખીજ કાઢી, “અને વળી ગામડાનાં માણસ તે એમને મન જાણે બેપગાળાં જાનવર !' વીસા, તું શહેરી થઈ ગયે લાગે છે. કેઈ વાતને ઝટ છેડાછટકે કરીએ. બે અક્ષર આપણને કોઈએ કીધા તે તુંય છાપાવાળાની જેમ “ચરચા,” ચલાવે છે. હાં, હાં, સુમનભાઈ આ ગામડાગામને શા દુઃખે યાદ કરવું પડ્યું, ભલા?” રૂપાના અવાજમાં હેત હતું. રૂપા, તારી દલીલ કેટલી સચોટ છે! જે તું પણ મારી સાથે શહેરમાં આવ્યો હત, વધુ બે ચોપડીઓ ભણે હેત, તે બધા ભૂલી જાત કે તું રબારી છે ! આપણે બેય બાળગેઠિયા હતા. તારા બાપાએ પૂરી ચાર ચોપડીય તને ન ભણાવી, ને તને સાંઢવું (ઊંટ ચારવા)માં Page #89 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની મૂક્યો. હું શહેરમાં ગયા. ત્યાં બધી વાતે સાહ્યબી છે, પણ સાલી તબિયત જરા ઢીલી ઢીલી રહ્યા કરે. બે મહિનાથી શરીરમાં લોહી ઓછું થયું છે.” ખાતા–પીતાં લેહી ઓછું ?' “ભૂખ જ ક્યાં લાગે છે?” ભૂખ ન લાગે? કામ કરીએ ને ભૂખ ન લાગે, એ તે નવી નવાઈની વાત ! ભાઈ, ત્યારે શહેરમાં તે જોઈ જોઈને હરખે મારા લાલ! શું મારી બેટી ભપકાવાળી દુકાને ! પણ આ તે ખાવાપીવાનું ખેરસલા ને સુઈ રહેવાની મજા !' આનંદી રૂપે વળી ખીલી ઊઠ્યો. “સારામાં સારા દાક્તરની દવા લીધી, પણ લેહી છાંટોભાર ન વધ્યું તે ન વધ્યું. દાક્તર થાક્યો. કહે: તમારા ગામે હવાબદલે જાઓ!” સુમને પિતાની સાચી બીના રજૂ કરી. ભલે આવ્યા સુમનભાઈ! મારાં સધીમા ખમ્મા કરે તમને ! .” રૂપાએ હાથનો લોં કે કર્યો,-એનું ચાંદીનું કડું શહેરીની રિસ્ટ વૉચની શોભાને વીસરાવી રહ્યું –અહીંનું પાણી તે માના ધાવણ જેવું છે. સુમનભાઈ માને તે એક વાત કહું. આવ્યા છે ત્યારે હાલે મારી સાર્યું (ઊંટ)માં. સાંઢયું તે શક્તિમાન અવતાર કહેવાય. ભગવાને જ આપણા જેવાને પીવા મળે માટે એ દૂધને દહીં ને ઘી બનતું રોયું છે. બસ પીઓ ને પીઓ! પીઓ તે નકરું લેહી ! લોહી! દાક્તરના સોયા તે બાપ, તમે સુધરેલા ખમી શકો, એના કરતાં તલવારનો ટચકો સારો !” રૂપાએ કહ્યું. રૂપા, જંગલમાં આથડવું એ અમારું કામ નહિ. ખુલ્લામાં રહીએ તે શરદી લાગે ને “ન્યૂમોનિક” થઈ જવાય. તાપમાં ફરીએ તે લુ લાગે ને “સનસ્ટ્રોક' લાગી જાય. છાણમૂતરની ગંધ અમારાથી ન સહેવાય.” Page #90 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં ૬૫ * એવું ન ખેલશો, સુમનભાઈ ! છાણુસૂતરની ગંધ તે નરાગી. આપણા માપદાદા એમાં જ મેટા થયેલા ને સે। વરસનાં આયખાં ભાળેલાં. આ પવિત્ર ગેામૂતરની ગંધ તો સારી. પણ બાપ, તમારી ગટરૂની ગધ તે!! તેાબાની તાળી! આખું ધર ખાસ મારે. મારા ગળે તે રેટલાય ન ઊતરે.’ · જંગલીને જંગલી જ રહ્યો.' · વળી પાછી ગાળ કાઢી !' ગાડાવાળાએ કહ્યું, વીસાભાઇ, જેવું જેમનું ભણતર ! એમની ગાળ ને ઘીની નાળ! તું જાણતા નહિ હોય કે સુમનભાઈ આપણા પેમાશેઠ પંચના દીકરા થાય,' રૂપાએ ગાડાવાળાને કહ્યું. - પેમાભાઈ પંચના દીકરા ? અરે, પેમાભાઈ પાંચ જેવા માણસ આ કળજગમાં થવે કયાં ? અમારી લાજ એમણે ધણીવાર રાખેલી. સુમનભાઈ, વધારે એન્ડ્રુ ખેલાયું હોય તે માફ કરો! અજાણ્યું ને આંધળું સરખું ! ' ગાડાવાળો ઢીલા પડી ગયા. એના માં પર સબંધની લાલી ઉભરાઈ આવી. * લો ખીડી, ' સુમને પણ ઉદારતા દાખવી, તે સુંદર નાજુક રૂપપેટીમાંથી સિગારેટ કાઢીને ધરી. C ના ભાઈ ના. એનાથી ઉધરસ થાય છે. તમે તમારે કૂ"કા. અમે હાકલી ભરીએ છીએ.' રૂપાએ પાધડીની બેવડમાંથી ચલમ કાઢીને વીસાને ભરવા આપી. એક તરફ સિગરેટ સળગી, ખીજી તરફ ચલમ ઝગી. જૂની પુરાણી વાતેા કરતા સહુ આગળ વધ્યા. ગામપાદરની આંબલીએ હવે દેખાતી હતી, તે કૂદકા મારતા વાનર સબ્યાને છેલ્લી સલામી આપી રહ્યા હતા. મદિરમાં આરતીની ઝાલર ખજી રહી હતી. ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની [૨]. દિવસેને વીતતાં કંઈ વાર લાગે છે ? અનેક સગવડવાળા ગામડામાં સુમનને પહેલાં તે ન ગમ્યું. બિલકુલ અણઘડ લેક-કૂવાના દેડકા જેવા. બાપનું બારમું, બેરીનું સિમંત ને નાતના વરા સિવાય કઈ વાતમાં રસ જ નહિ! જમાને કેટલે આગળ વધ્યો એનું એમને કંઈ ભાન જ નહિ. છાપાં વાંચવાની વાત કહીએ ત્યારે કહે, “ભઈશાબ, રોજ સવારમાં એ મહેકાણિયું શું વાંચવું?” જમાનાનું એમને ભાન જ નહિ! ઉકરડાં જેવાં ગામ, ફુવડ જેવી સ્ત્રીઓ, બઘા જેવા પુરુષ! કાલ જાઉં કે આજ ચાલ્યો જાઉં, એમ સુમનને થયાં કરે. શહેર જેવી કડક મીઠી લશ્કરી ચા અહીં ન મળે. હજામ તે છ દહાડે આવતો ને તેય પાડામંડ. બેબીને કપડાંના સળ પણ સારા પાડતાં ન આવડે. બે વાર તો પચાસ પચાસ ના કોટ બાળી નાખ્યા. ન સભા, ન જોસાયટી, ન નાચ-ગાન; જીવનમાં જાણે પાડોશીની ખણખોદ વિના રસ જ નહિ! અને વળી મોટો ડર એ કે એકાએક તબિયત બગડી તો એકે સારે દાક્તર કે એકે સારાં મોટાં ઈજેકશન અહીં ન મળે! આ જંગલી ગામડામાં જંગલી વૈદ મળે. પૂરે ઊંટવૈદ! દેવામાં ડામ, ઝાડનાં મૂળિયાં કે સુંઠ-મરી ને તુલસીનાં પાનનો ઉકાળો ! પણ બધું ધીરે ધીરે થાળે પડતું ગયું. અનેક અગવડો હોવા છતાં, સુમનને શરીરે નરવાઈ આવી. પહેલાં પાશેર દૂધ પણ પેટમાં નાખી શકાતું નહિ, ત્યાં હવે ઠીક ઠીક ભૂખ લાગવા માંડી. શહેરમાં રાત ને દહાડે પંખા વિના રહેવાતું નહિ, પણ અહીંના આંગણાની છૂટી હવાએ ભારે ઊંઘ લાવી દીધી, અને ત્યારથી સતત બે વર્ષને માથાને ખા સારે થઈ ગયો. સફેદ કાચ જે સુમન રાતી રાણ્ય જેવો Page #92 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં ६७ બનતો ચાલે. સાદે આહાર ને શા મીઠી ઊંધ એને રામબાણુ ઔષધ જેવાં લાગ્યાં. દાક્તરની એક વાર જરૂર ન પડી. એક વાર કંઈક છાતીમાં ગભરામણ જેવું લાગ્યું ! સુમન તે બ્લડપ્રેશર, હાર્ટડીસીઝ, ટયૂમર, પેરાલીસીસ એવું એવું કંઈ કંઈ બડબડવા લાગ્યો ને ઘડીમાં જાણે જીવ હાલ્યો જશે, એમ કરવા લાગે. દાક્તર ! દાક્તરના પિકાર પાડવા લાગે. પડખેના શહેરમાંથી દાક્તરને તેડવા ઘેડું દોડાવ્યું. એટલામાં પાડેશમાં એક ડોશીમાએ કહ્યું: “પેટમાં વા ભરાયો હશે. જરા વાસંચળ આપે. પેટે હીંગ-સાબુને ખડ કરે.” એમ કર્યું ને સુમન તો થોડીવારમાં સાજો થઈ ગયે. દાક્તર આવ્યા એવા ગયા. ડોશીમા કહેઃ “શહેરી માત્ર બાયલા. જરા રેગ થયો કે જાણે મરવા પડ્યા !' ગમે તેમ પણ સુમનની તબિયત લાઈન પર આવી. રૂપાએ ભારે સેવા કરી. એક તો એનો બાળસાથી, વળી બટકબોલે ને લહેરી ! ગામડામાં આવા માણસની જરૂર. કહો તે સવારથી સાંજ સુધી, પાઈની પણ આશા વગર, પ્રેમથી મજૂરી કર્યા કરે. વહેલી સવારે દૂધનાં ફીણથી છલકાત લેટે લઈ હાજર થાય, ને કહેઃ “સુમનભઈ, શેકટું દૂધ છે. ચહકાવી જાવ.” - “અલ્યા, પણ ગરમ કર્યા વગર ? એમાં ન જાણે કેવાંય જંતુ હશે! દૂધ જેવું અમૃત છે, એવું ઝેર પણ છે. “સાહેબ, એ જંતુ-બંતુ શહેરમાં રહ્યાં. ત્યાં તે માના ધાવણ પણ ક્યાં સારાં રહ્યાં છે ! દૂધને તો અમારો કોઠે. એનાથી કઈ મરી ગયું નથી જાણ્યું. તમ તમારે આ શેડકઢું ચહકા ને ! હમ મારા બાપલા !” Page #93 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની અલ્યા સાંઢયુનું તો નથી ને?” અરે હેાય ? મારા સમ, ને પછી ધીરેથી રૂપિ કહે, “ગોરી ગેરી ગધેડીનું છે !' સાંય, ગાય, ઘોડી કે ગધેડી–જે કહો તે-ના દૂધથી સુમનનું શરીર બંધાયું. હવાથી, પાણીથી, શુદ્ધ ખેરાકથી કે હાયવોય વિનાના જીવનથી પણ સુમનનો કાયાપલટ થશે. અને કાયાપલટ થતાં મનપલટો પણ થયો. નિર્બળ મન કંઈક સ્વસ્થ થયું. વાતવાતમાં મરવાના વિચાર દૂર થયા. એ નિર્ભય બને. સંસ્કૃતિપ્રચાર માટે એને આ ક્ષેત્ર યોગ્ય લાગ્યું. એને થયું કે જે ગામે મને નવજીવન બક્ષ્ય, એ ગામને મારે પણ કંઈ બક્ષિસ આપવી ઘટે. ગામના કૂવા ઊંડા હતા. એણે મહેનત કરી ફંડ એકઠું કર્યું. ' સરકાર પાસેથી સબસીડી લાવી નળ નંખાવ્યા. રસ્તા સુધરાવી વીજળીના દીવા મુકાવ્યા. નાનીશી રાત્રિશાળા ખેલી. કેટલાક હેશિયાર છોકરાઓને છાત્રવૃત્તિ આપી શહેરમાં ભણવા મોકલ્યા. બેકાર સ્ત્રીપુરુષને શહેરમાં રજીએ રાખ્યાં. સુમન ગામને દેવતા બને. ગામડા ગામની મહેબૂત મનમાં ભરીને, સુમન એક દહાડે શહેરમાં આવ્યો. ગામને પણ એના તરફ ભાવ રહી ગયો હતો. સહુએ સુમનને ભારે વિદાયમાન આપ્યું. [૩] સુમનના દિલમાં એક નિરધાર હતો, કે દર વર્ષે દશબાર દહાડા પિતાના ગામમાં જઈ આવવું. પણ શહેરનાં કામકાજ એવાં લપિમાં હોય છે કે કામ એક કલાકનું, વિચાર બે કલાકનો ને રસ્તો ચાર કલાકને. સુમન જવા-આવવા નવરે જ ન પડ્યો. ધંધા ઉપરાંત સંસ્કૃતિ પ્રચારમંડળનું કામકાજ ખૂબ વધી ગયું હતું. વારંવાર પિતાના ગામને સંભારીને એ કહે “શહેરમાં શરીર Page #94 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં વિનાની મજા છે, ગામડામાં મજા વિનાનું શરીર છે. એક ઠેકાણે કંચન છે, બીજે ઠેકાણે કાયા છે.” સુમન હાલમાં ખૂબ કામકાજમાં રોકાયેલું હતું, ત્યાં એકાએક એના ગામથી ચિઠ્ઠી આવી કે વીજળી અને પાણીના મશીનને ભારે નુકસાન થયું છે, માટે જલદી આવો! ગામમાં કાળે અંધારપટ પથરાઈ ગયો છે, ને પાણી વિના માછલાની જેમ માણસ તરફડે છે ! અરે, ગઈ કાલનાં સ્વતંત્ર માનવી થેડી સગવડ મળતાં આટલી બધી અગવડમાં આવી પડયાં ! સુમનને અનિચ્છાએ પણ જવું પડ્યું. ગામ પહોંચ્યો ત્યારે તેણે જાણ્યું કે આ નળ અને વીજળીના યંત્રને નુકસાન કરનાર ગુનેગાર તરીકે રૂપાને પકડવામાં આવ્યો હતો. મશીનના તે ભુક્કભુકો બોલી ગયા હતા. ભલે ભેળો રૂપે ? અરે, એ ખિજાય તે સામે મેએ બે લાકડી મારી લે, પણ આવાં કામ ન કરે અને એમાંય ગામના અહિતમાં તે એ ઊભો પણ ન રહે.” સુમને પિતાના બાળગેઠિયાની વતી બચાવ કરવા માંડ્યો, ત્યાં તે રૂપ જ વચ્ચે બોલી ઊઠ્યોઃ સાહેબ, મારે તમારી વકીલાતનું કામ નથી. તમે અહીંનાં છોકરાને ભણવા શહેરમાં મોકલ્યા, તે વકીલ બની ગામમાં કજિયા ઘાલ્યા. કહે છે બધું કાયદેસર કરે ! પંચ નકામું છે ! હું કહું છું, મેં ગુને કર્યો છે. સજા ફરમા !” રૂપા, ભલા આદમી ! તે આ શું કર્યું? શેઠ, તમે તમારું નામ સારું કર્યું, પણ ગામનું નામ બગાડ્યું બગાડવું કે સુધાયું ?” ગામના આગેવાને ગુસ્સે થઈ બેલી ઊઠયા, “મારો હારે રેચે છે ને !' . “જે કહે છે. પણ શેઠે ગામનું સારું કર્યું નથી.” રૂપે તે જડભરતની જેમ એક જ વાત ફૂટ કૂટ કરવા લાગ્યો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કંચન ને કામિની “ભલા માણસ, એમ સમજ કે મેં ગામનું ખરાબ કર્યુંપણ તે શા માટે ગામનું અહિત કર્યું ?' તે ગામનું હિત કર્યું છે.” ભારે અવળચંડા! કેવી રીતે હિત કર્યું ? મને સમજાવ તો.” સુમનભાઈ તમે શાણું થઈને કાં સમજતા નથી ? એક ચીજ કેઈને ગુણ કરે, ત્યારે એ જ ચીજ બીજાને અવગુણ કરે. શહેરની વાત શહેરમાં સારી, ગામડાની ગામડામાં. નહિ તે પેલા કાગડા ને બગલા જેવું–માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ – થાય. તમે અહીંની કેટલીય વિધવા ને ગરીબ શીલવંતી સ્ત્રીઓની રેજી ટાળી, વીજળી આવી, એટલે લેટ દળવાની ઘંટી આવી. દળણાંભરણાં પર નભતી બિચારી વિધવા અનાથ સ્ત્રીઓની રેજી ટળી.. અહીં તે કાંઈ મિલે છે કે સંચે કામ કરવા જાય.” રૂપે ફિલસૂફની અદાથી વાત કરતા હતા. તમે નળ લઈ આવ્યા. એટલે પાણી ભરવાનું, દળવાનું ગયું. ગામની બૈરીઓ નાજુક બની. ગામમાં દાક્તર આવ્યું. શેઠ સાહેબ, તમારા શહેરની જેમ અહીં ભીખ માગતાં કોઈને ન આવડે. અહીં તે નોધારાને આધાર ઘંટી ને પાણી ! તમારા શહેરમાં જે મોટો જડજ થઈ બેઠો છે એ જેશીંગની મા જુવાનીમાં રાંડેલી. ઘરમાં પાણીના ગેળા સિવાય કશું હતું નહિ. આ ગામનાં દળણાં દળી ને પાણી ભરી એને જડજ સાહેબ બનાવ્યો.” રૂપાએ વાતને મર્મ ખુલ્લે કર્યો. પણ એ રૂપા ! તારે આ નુકશાન કરવાની જરૂર નહતી. મને કહ્યું હોત તો હું પોતે જ નળ ને વીજળી કાઢી નાખત!” “શેઠ, તમારી વાત સાચી છે. પણ હુંય માણસ છું. કેઈ ઘરની બેરી ઉપાડી જાય ને હું પોલીસ પાસે રે રે રિપોર્ટ લખાવા બેસું, તે સુધરેલ નથી. એ તો મારવા-મરવાના મામલા ગણાય. સાહેબ, એક Page #96 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં ૭૧ વાત એવી જોઈ કે મારે આતમ કકળી ઊઠ્યો. જરા બાજુમાં આવો તે કહું. કોઈ ગરીબની લાજનાં લૂગડાં જાહેરમાં ફેંદવાં સારાં નહિ, આ તમારા મશીનને હું મશીન નથી ભાળતા, પણ દૈત્ય દેખું છું.” સુમનને અસંસ્કારી લાગતા રૂપામાં સંસ્કાર ભરેલા લાગ્યા. એણે રૂપાને પિતાના ઘરમાં બોલાવ્યા ને બધી વાત ચેખા શબ્દોમાં કહેવા આગ્રહ કર્યો. રૂપ કહે : “વાત કરતાં દિલ માનતું નથી, પણ તમે તે સગા ભાઈ જેવા છો. સાહેબ, તમે ઘંટી–પાણીને ધંધે ભંગાવ્યો એટલે આ ગામની કેટલીક વિધવાઓને શહેર ભણી મે કરવું પડ્યું. તમારા પૈસે શહેરમાં ભણવા ગયેલા શહેરીઓએ એમને શહેરનો રસ્તો ચીં. બિચારી કાઈ ઘરબાર છોડવા ચાહતી ન હતી, પણ પેટમાં સવા વૈતને ખાડે એટલે કરે પણ શું ? મને કમને ચાર-પાંચ જણી શહેરમાં કમાવા ગઈ. એમાં અમારી નાતની એક સ્ત્રી હતી. નામ એનું ગંગા. નાનપણમાં ઢેરમાં જાતાં અમારી વચ્ચે પ્રીત થયેલી. પણ અમારાં મા-બાપે અમને બીજે વરાવ્યાં. ગંગા સાસરે ગઈ ત્યારે મારગમાં હું મળે. એ કહે : “રૂપા, હવે તું મારો ભાઈ થયો. ફિકર કરીશ નહિ. સાચી પ્રીત ભાઈબેનની. વીરા–વીરીની પ્રીતે જીવશું છે !” પરમુની મરજી હશે તે ગંગાને ધણી મરી ગયો. એ વિધવા થઈને અમારા ગામમાં આવી. ઘણાએ એને નાતરે જવા કહ્યું, પણ એ મારા પરની પ્રીતને કારણે ક્યાંય ન ગઈ! ધળી દૂધ રાત ને કેશુડાથી રંગાયેલા વગડામાં અમે સાથે ફર્યા, પણ રૂંવાડામાં કામ કે? મનના મેલની વાત કેવી? સતિયાની વાતો માંડીએ ને લહેર કરીએ. એ મને કહેઃ “રૂપા, ભલે કઈ આપણને ન દેખતું હોય, પણ ભગવાન તે દેખે છે ને !' ખાંડાની ધારે અમે સતિયાં રહ્યાં. પણ આ મશીન આવતાં એને ધધ તૂટો. ભૂખે મરતી ગંગા નછૂટકે શહેરમાં ગઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કંચન ને કામિની “શહેરનું રૂપ તો વિષ્ણુ ભગવાને મહિનરૂપ ધર્યું હતું એવું. સુરઅસુર સૌને લેભાવે. કામધંધે તે ઝટ મળી ગયો. પગાર પણ મનમાન્ય મળે. થોડા દહાડા તો અમરાપુરીમાં વાસ કર્યા જેવું લાગ્યું. વચ્ચે ગંગા ને શહેરમાં કમાવા ગયેલી બીજી સ્ત્રીઓ ગામમાં . આવી-ભારે રૂબાબથી. ચારવાર ચા ગાળે, સિનેમાનાં ગીત લલકારે, કપડાંને તે ભભકે ભારે! એ બધી શહેર તરફ પાછી વળી ત્યારે બીજી પચ્ચીસેક સ્ત્રીઓ એમની સાથે ગઈ. સુમનભાઈ નસીબની વાત છે, કે એકવાર હું શહેરમાં ગયો. પણ શું વાત કહું ? શહેર તો પૈસાદારને પિવાય એવું. મધ્યમ વર્ગ માટે તે જાણે ચૂડેલના વાંસા જોઈ લે! કેવાં ગેબરાં ઘર ! અરે, અમારાં ઢેર પણ એમાં ન રહે. ખાવામાંય હીણામાં હીણું, ફક્ત તેલ-મરચાંને જ સવાદ. ચેખું ઘી દૂધ તે જોવા ન મળે. પછી હાડકાં કામ શું કરે ? “શહેરની વાત જ અજબ. ઘરમાં કાન-ગેપીના ફોટા જોઈને સુમનભાઈ તમે જ કહેલું કે આને કાઢી નાખ ! પણ ભઈસાબ, તમારા શહેરમાં ઘેરઘેર ને બજારેબજારે, નાનીમોટી ચીજવસ્તુ પર નટડીઓની નખરાળી ને નાગી છબિયું જેઈ–અને વળી એને કલા, કલા” કહી સન્માનતા શહેરીઓ જોઈ–મને ભગવાનની લીલાની છબિયું બેટી ન લાગી. માણસનાં મન સરખાં છે. એને આવું કંઈક જોઈએ. પછી સારા નામે કે ખોટા નામે! “વળી તમે શહેરી ચોખા કહેવાઓ, પણ ગંદકી તમારી પડખોપડખ બેઠી છે. તમારું રસોઈઘર, દેવધર ને શૌચ જવાનું બધું પડખેપડખ! ભગવાને કેટલી મોટી ધરતી બનાવી, પણ શહેરમાં તે માણસ પર માણસ ખડકાયું છે! અમૃત આપનારી ગાયને બાંધવા માટે પરશાળ નથી, તુલસીક્યારે રેપવાને આંગણું નથી; જ્યાં જીવન એટલે હાયવોય ને બળાપો; જ્યાં માણસ માણસ રહેતું નથી, પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગંગા ગટરમાં ૭૩. મિટરનું પૈડું થઈ જાય છે—બળ્યું એ શહેરમાં તે શું કામ જતા હશે! માંદા પડવા ને મરવા ? “એ પણ ઠીક ! મેં ગલગોટા જેવી ગંગાને જોઈ તે જાણે ભૂંડી ભૂખ! આંખની ચારે તરફ કાળાં ડાભા ને ખે તે માટે જ નહિ ! મેંમાં ભૂંડી વાસ આવે. ઝટ નીકળી આવવાનું દિલ થયું. પણ બધાએ આગ્રહ કરીને રાત રોક્યો. પણ એ બાફમાં એ ગૂગળામણમાં રાત શું નીકળે? વળી એ દિવસે કામે ગયેલી ગંગા મેડે સુધી ન આવી. રાત જુગ જેવડી થઈ પડી. મોડી રાતે અકળાઈને સીધી સડકે ફરવા નીકળ્યો. પણ થડે દૂર જાઉં છું ને જોઉં છું તે ગટરના ખૂણામાં એક બાઈ કંઈ બબડતી પડી હતી, ને પાસે પડેલે એક ઈક્કી મરદ કંઈ કંઈબીભત્સ ચાળા કરતો હતો. હું પાસે ગયો ને જોયું તો ગંગા ! એ નશામાં હતી. એના મે-ગાલ પર ઊઝરડા હતા, કપડાંનું ઠેકાણું નહોતું. મારા મગજમાં કંઈક કડાકો બોલ્યો. રે શાણી ગંગા! તારા આ હાલ! આખરે ગંગા ગટરમાં ! ભાઈ, શું કહું તમને ? હું ઘડીએક પણ ત્યાં ઊભો રહી શક્યો નહિ. માર ખાધેલા કૂતરાની જેમ પૂછડી દબાવી ભાગ્યો. મારગમાં વિચાર કર્યો કે આ બધી વીજળી ને નળની જ મોંકાણ! એ ન હોત તો ગંગા શહેરમાં કમાવા જાત નહિ ને આ અનર્થ થાત નહિ! આ વિચારે મનને ગરમ કરી મૂક્યું. અહીં આવી મનની બધી દાઝ મેં વીજળી-પાણીના મશીન પર કાઢી. સુમનભાઈ, આ થઈ મારી વાત. હવે તમારે જે કરવું હોય તે કરે ! હું આ બેઠે. કાળે પાણુએ મોકલવો હોય તો મોકલે, ફાંસીએ દેવ હોય તો ફાંસીએ દો.” સુમનભાઈ શું કરે? એ મનમાં ને મનમાં સંસ્કૃતિપ્રચારકમંડળ માટેનું એક ભાષણ તૈયાર કરી રહ્યા ! ! ! Page #99 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા [ વાર્તા ચાથી ] અમારા દાદા ભારે પ્રતાપી હતા. ધેર ત્રણ ત્રણ દીકરા, ઢાર દુઝાણાં સારાં, ખેતર-પાદર પણ ઠીક, ધંધા-ધાપા પણ સમા પ્રમાણે કસવાળા. રહેવા ફળીવાળું મેડીબંધ ધર ને ચઢવા જાતદાર માણકી ઘેાડી. પાંચમાં પુછાય તેવા તે નાતમાં નાક લેખાય તેવા. રસાડામાં એક પંગતે પચીસ જણ જમવા બેસે. વાઢીએ ઘી પિરસાય ને દૂધે વાળુ થાય. એ કાળે આટલી સાદ્યમી હેાય એટલે અધા છે! ! ! દાદા બધી વાતે સુખી હતા. એમની સંસાર-વાડી લીલીછમ હતી. પણ એક વાતની એમના મનને ભારે ખેંચ રહ્યા કરતી. દીકરા તે ત્રણ હતા, પણ કસુંબલ ચૂંદડી ઓઢનાર દીકરી એકે નહાતી ! દીકરીની તેમને ભારે ઝંખના ! ' ગામલેક, સગાંવહાલાં સહુ, દાદાને દીકરી ન હેાવા બદલ ભાગ્યશાળી લેખતા, ત્યારે દાદા નિઃશ્વાસ નાખતા. કાઈ કહેતું, કે · દાદા, દીકરી દીકરી શું કરે છે ? જમ શેાધવા તે જમાઈ શોધવા એય સરખું છે. જમનું પેટ તેા ભરાય, પણ જમાઈનું પેટ ભરાયેલું જાણ્યું છે કદી ? તમે તે। ભાઈસાબ ! પરભવમાં પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હશે.’ દાદા બહુ સવાલજવા કરવા ટેવાયેલા નહિ. વાતા સાંભળીને હસે. Page #100 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા ૭૫ અમને ખબર છે કે દાદાએ દીકરી માટે જાતજાતની ખાધા માનતા પણ રાખેલી. દર અજવાળી પૂનમે ચક્રેશ્વરી દેવીને ચૂંદડી ચઢાવે પણ ચૂંદડીની એઢનારી એમને ત્યાં અવતરે જ નહિ ! ( લોક આ જાણીને હસતું, કાઈ કહેતું : દાદા, લોક તો દીકરીને. ‘ પથરે પેટ પડવો ' એમ કહે, ને તમે કાં દીકરી દીકરી ઝંખા ?' ‘લોક તે ગાંડું છે. લોકને જોઈ ને વીએ તો જિવાય નહિ. ભાઈ, શું કહું તમને ? મારા બાપનેય દીકરી નહેાતી. વીરા-વીરીનાં હેત તે। અમૃત વીરડી જેવાં ! એવા જ બાપ-બેટીના હેતભાવ ! આ સવારથિયા સંસારમાં બહેનડી ને બેટડી, ખારાપાટની મીઠી જળવીરડી ! ’ દાદાના શબ્દોમાંથી જાણે ભાવ ટપકતા. લેક આ ડાઘા દાદાની ગાંડી ઘેલુહા પર હસતાં, પણ દાદા કહેતા : ‘ મારે તે જેમ ડાબી-જમણી એ આંખા એમ મારી નજરમાં દીકરા-દીકરી બેય સરખાં. એમાંથી કઇ આપણને સ્વર્ગ અપાવી દેવાનુ નથી. લેણાદેણી હાય એટલી લેવાય-દેવાય. કાનાં છે ને કાનાં વાછરું', સંસારમાં તે સહુને સ્વાના સ્નેહ છે. દીકરી મેાટી થશે તે સાસરે જશે. દીકરા મેાટા થઈને, કમાતા થઈ પેાતાની વહુને લઈ જુદું ધર માંડશે. દીકરી તે આખું લેનારી, પણ દીકરા તે પેટી પટારા, સંચ, ખાતાંપતરાં સંધુ શોધ્યા કરવાના, બધુંય લેવા ઝંખવાના, ને લીધે જપવાના. એમને નહિ મળે તેા કરડવા દોડશે. એ વેળા દુઃખના દહાડા નહિ ખૂટે ! ભગવાન તે વળી માગ્યાં માત આપે જ કયારે છે ? એ દી એકલવાયા ખૂટ્ટા બાપના થાકયાપાકયા હૈયાની આળપંપાળ કાઈ કરશે તે। દીકરી કરશે’ " ધરડે ઘડપણ દીકરા તમને પાળશે, દીકરી નહિ ! દીકરી ગમે તેવી હાય, તેાય પારકા ઘરની લક્ષ્મી.' કાઈ દાદાને ખિલવવા વચ્ચે ટકાર કરતું. Page #101 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની દાદા ખીલી ઊઠતા ને બેલતા. “જેમને જિંદગી આખી પાલવ્યા, ઢેરઢાંખર, ખેતરપાદર, આબરૂ ને ઘર આપ્યાં, તે આપણને બે ચાર વર્ષ પાલવશે, એમાં તે શું પાડ કરશે ? બાકી હું કંઈ પુત્રના બારણામાં પાંજરાપોળના ખોડા ઢોરની જેમ પડ્યો રહી, આપ્યું ખાનાર આદમી નથી. હાથે પગે સાજાતાજા ભગવાન ઉપાડી લે, એટલે રંગ રહી ગયો સમજો !” આવા તેજસ્વી દાદા ! ગમે તેમ પણ દાદાની આ ઈચ્છા મોડી મોડી પણ ફળી. એમને ત્યાં ચૂંદડીની ઓઢનારે અવતાર લીધો. દાદાએ ઘરમાં કંસાર રંધાવ્યો. શેરીમાં ગેળ વહેંચાવ્યો. દીકરીને વળી જન્માક્ષર કેવા ? ઘેર જોશી તેડવા કેવા ? દાદાએ દીકરીના જન્માક્ષર કરાવ્યા ને નામકરણ કરતી વખતે કહ્યું જુઓ, નામ એવું પાડે કે કોઈની નજર ન પડે. મારે એ સાત ખોટની છે !' સહુએ નામ પાડ્યું સાંકળી. દાદા ખુશ થઈ ગયા. કહે, “વાહ, ભારે નામ. મારા સંસારની એ સાંકળ. બસ લે, આજથી નીમ લીધું કે સાંકળીના રૂડા વિવા ઊજવી, સંસારમાંથી જીવ ખેંચી લઈશ. પછી આપણે ભલા ને દેરાંઅપાસરા ભલા !” દાદાએ ભારે લાડથી દીકરીને ઉછેરી. સાંકળી બા ઉંમરલાયક થતાં દાદા પડે વર ને ઘર શોધવા નીકળ્યા. અને ભલા આવા પ્રતાપી દાદા જેને ઘેર જઈને કહેણ મૂકે, એ તે સાક્ષાત લક્ષ્મીને સામે પગલે ચાંલ્લે કરવા આવી જ સમજે ને ! સાંકળીબા માટે ઘર ને વર પસંદ થઈ ગયાં. ખોરડું મોટું, ગામ મોટું નામ મેટું, વો ભારે, મૂરતિયો જુઓ તો કેલૈયા કુંવર જેવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા ૭૭ ફેર જે ગણો તે એ કે એ થાનકવાસી, દાદા દેરાવાસી. એક અમૂર્તિપૂજક, બીજા મૂર્તિપૂજક ! બંને એક દેવ, એક ધર્મને પૂજારી. એક ઝાડની બે ડાળ. બંને વિશાશ્રીમાળી વાણિયા. એ વેળા ધરમનું જ્ઞાન ઓછું, અમારા ગામને એક છોકરે સંસ્કૃત ભણવા ગયેલ. સહુ કહે, “ભાઈ તે બામણિયા વિદ્યા ભણવા ગયો છે. પણ એ જુવાનીમાં ગુજરી ગયેલું. એટલે ફિરકાબંધીની સરહદે બંને વચ્ચે સાવ ઉઘાડી ! જૈનવાણિયા ને વૈષ્ણવવાણિયા વચ્ચે પણ દીકરીની લેવડદેવડ છૂટથી થતી. એક બીજા વચ્ચે છૂટથી જા–આવ. એકબીજાના ધાર્મિક કે સામાજિક ઉત્સવો, એકમેકના મુનિરાજે, એકબીજાના વરઘોડા, એકમેકનાં જમણે ને પરસ્પરના મરણપ્રસંગ-સહિયારા હતા. દાદાને જ એક થાનકવાસી મુનિ પર ભારે ભાવ! નવરા પડયા કે એમની પાસે જઈને બેસે, ધરમની વાત કરે નીમવ્રત લે! અમારા બાપા ને કાકા વચ્ચે ઝિયારી મિલકતની વહેંચણીમાં કજિયા એમણે ન થવા દીધા. દાદાએ ડંકાનિશાનની ચેટ પર સાંકળી બાનાં લગ્ન કર્યા ત્યારે અમે દૂધપીતાં નાનાં બાળ હતાં. સાંકળીબાને સાસરે વળોટાવતાં. ખોળામાં શ્રીફળ પૂરતાં, દાદીમાએ શ્રીફળને બદલે અમને પૂર્યા. સાંકળીબાએ હસીને કહ્યું “મા, ચીકાને હું લઈ જઈશ.” પણ દાદીમાની આ મશ્કરીને પાડોશણે સારી ન માની. આગળ જતાં સાંકળીબાને કંઈ સંતાન ન થયાં, ત્યારે ઘરડી ડેશીઓ કહેતી; માની ભૂલ દીકરીને નડી. શ્રીફળના બદલે દીકરાને જ ખોળામાં પૂરેલે. મા રાંદલ તે ત્રણ કાળનું જાણનારાં ! જીવતા જાગતાં જોગમાયા ! એ કંઈ મશ્કરી સાંખે.” રિસાયેલાં રાંદલ માને મનાવવા ઘણું કર્યું, પણ સાંકળીબાને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮ કંચન ને કામિની સંતાન ન થયાં તે ન થયાં. અને જેમ સંતાન ન થયાં તેમ દાદાદાદીનાં હેત નાગરવેલ જેવી સુકુમાર દીકરી પર ઊભરાતાં રહ્યાં. દીકરી કંઈ દૂર દેશાવર તે દીધી નહતી, પણ આગગાડી એ વેળા હજી બધે ઠેકાણે આવી નહોતી. ત્રણ દહાડાના રસ્તે સાંકળીબા દીધેલાં. તેય દાદા-દાદીને દૂરની વાટ લાગે. છતાંય એક વાતની ભારે મજા. સાંકળીબાનું સાસરું સાધુ અતિથિની સેવા કરનારું. કોઈ મુનિરાજ આવ્યા, પછી એ દેરાવાસી હોય કે થાનકવાસી પણ તેડી લાવી ભારે વૈયાવચ્ચ (સેવાચાકરી) કરે ! એ મુનિરાજે જ્યારે અમારા ગામમાં આવે ત્યારે દાદા ખાસ સાંકળીબાના સમાચાર પૂછે. વાતવાતમાં એમ પણ પૂછે કે “સાંકળી કાંઈ સુકાયેલી તો નહોતી લાગતીને !” | મુનિરાજ કહેઃ “શેઠ, દીકરી દીધા પછી પણ મનની આ ખેંચતાણ શી ! આ તે અર્જુનના ધનુષ્યનું બાણ! ફેંક્યું, એ ફેંક્યું, પછી કંઈ પાછું ખેંચાય છે!” તમે ન સમજે સ્વામીજી. આ તે મનની પ્રીતું છે. લોઢાની સાંકળ તોડવી સહેલ છે, પણ સ્નેહની સાંકળ કાચા સૂતરની હોય તેય ડવી મુશ્કેલ છે.” પણ એ પછી તો વર્ષો વીતી ગયાં. અમે પણ મોટા થયા ને ભણવા બેઠા. દાદાની આંખે ઝાંખપ આવી, ને લાકડીને ટેકે ચાલવા માંડ્યું. હિસાબ કિતાબમાંય હવે ઝાંખા અક્ષરે એમની નજરે પડવા ન લાગ્યા. [૨] એક દહાડે રૂખી રબારણને વટલેઈ લઈને ડહેલીમાંથી જતી જોઈ દાદાએ પૂછયું, “કોણ ?” રૂખી દાદાની લાજ કાઢે. દાદીએ કહ્યું : “એ તે રૂખી છે.” “વટલેઈમાં શું આપ્યું ?' Page #104 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા એ તો દૂધ છે. દૂધ આપ્યું ? કાં ?” રેજ વધારે પડ્યા કરે છે ને સાંકળી ગઈ ત્યારથી વલેણું કરવાનું મન થતું નથી. આ છોકરાંઓને પણ દૂધ ઓછું ભાવે છે. પછી દૂધને વધારે રહે એને શું કરો ? રૂખીને આપી દઉં છું.” પણ સાધુ મુનિરાજના પાતરામાં (પાત્રમાં) શું આપ છો ?' દાદાએ જરા કડક અવાજે કહ્યું. હવે તે સાધુ-મુનિરાજ ક્યાં છે? પાશેર દૂધ પણ એમને પાતરાને જતું નથી. આપણું મુનિરાજે હાલમાં આ તરફ ઓછી વિહરે છે.” “શું કહે છે તું? જ્યાં રોજ પાંચ શેર દૂધ જતું ત્યાં આજે પાશેર દૂધ પણ નહિ ?” , “તમારે અપાસરે ક્યાં જવું છે તે ખબર પડે ! કાલે દેરાવાસીને સંઘ ભેગો થયો હતો. સહુ કહેતા કે ચીકાના દાદા આખો દહાડે થાનકે પડ્યા રહે છે. જરા ધરમમાં ઊંડા ઊતરે તે સારું !” સમો સમજે ! એટલે જ થાનકમાં દશ દશ સાધુ હોવા છતાં તમારે ત્યાંથી પાશેર દૂધ પણ ઓછું થતું નથી ! શેઠાણું, (દાદા ખિજાય ત્યારે દાદીને શેઠાણી કહેતા) ત્યારે તમે ધર્મમાં ઊંડાં ઊતર્યા ખરાં ! જુઓ, મારે મન કોઈ જાતને વેરે-વચ્ચે નથી! હું ધર્મમાં ઊંડે ઊતર્યો નથી. જ્યાં મન ટૂંકું થતું હોય ત્યાં ઊંડું ઊતરવુંય નથી !' વ્યાખ્યાનમાં જતા હે તે બધી સમજ પડે. આવી વાતે તે ઉપરથી ખુદ ભગવાન આવીને કહે તેય વખ જેવી લાગે. હેત-પ્રીત વધે, મનના મદ ગળી જાય, એકબીજાના દુખે દુઃખી થવાય ને સુખે સુખી થવાય, મહેમાનને ને મુનિને આપીને Page #105 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની આરોગીએ-આવેા મારા ધરમ ! બાકી પેથી-પાનામાં તે મારા જીવ ગૂંગળાઈ જાય છે ! હું તે ધૂડી નિશાળે ત્રણ ચોપડી ભણેલા.' ८० ભાયડાને જીવ ધરમમાં ઓછે ખેંચે, બાકી પંચ–પાડામાં લડવુંવઢવું હેાય તે તમારુ` કામ ? ' દાદીએ ટૂંકામાં સભળાવ્યું. ' < ધરમના ઈજારા તમે ખરાંએ સુવાંગ (આગવે) રાખ્યો છે, કાં ?' દાદાએ જરા મશ્કરીનેા ડાળ કરતાં કહ્યુંઃ ‘ વાહ ડાયલી ! દીકરી થાનકવાસીને ત્યાં આપી ખેડી છે, એનું શું? ' ' · જુએ, ગઈ તિથિ તા જોશી પણ વાંચતા નથી. ગનાન (જ્ઞાન) ન હેાય ત્યાં સુધીના ગુના માફ. જાગ્યા ત્યાંથી સવાર.' દાદા કંઈ ન ખેલ્યા. એમને એ ગનાન (જ્ઞાન) ગમતું ન લાગ્યું. એ એટલું જ ખેલ્યા ઃ - ડેાશી, હવે કળજગ મેઠા એમ લાગે છે, માનવીનાં મન હવે વાડામાં વીરડા ગળાવવા માંડયાં. વાડામાં વસે એ વીરડાનાં નીર આરેગે, ખીજાં બધાં ઊભાં ઊભાં વા ખાય.’ [3] દિવસાને જતાં કઈ વાર લાગે છે ? એ દિવસે પણ નજીક આવી પહેાંચ્યા હતા, જ્યારે દાદાને કાઈ નવી દુનિયા તરફ દડમજલ કરવાની વેળા થઈ ગઈ હતી ! કેવળ તિથિની જાણ નહેાતી. દાદા પણ ગામતરે જવા તૈયાર થઈને બેઠા હતા. આ વાર્તાનાં પાત્રામાં જેમ જૈન સમાજના બે ફિરકા સ્થાનકવાસી– દેરાવાસી વચ્ચે રેાટી સાથે બેટીનેા પણ વ્યવહાર હતા, એમ જૈન અને વૈષ્ણુવા વચ્ચે પણ રોટી બેટી વ્યવહાર હતા; આજે પણ છે: આ વાર્તાને એ રીતે પણ ઘટાવી શકાય છે. એ વેળા સાંકળમાં ગૂંથાયેલી અનેક કડીઓ હતી. આજના ભણેલા ગણેલા યુગમાં એ સાંકળની પ્રત્યેક કડી સ્વતંત્ર વ્યકિતત્વ ખાળી રહી છે! Page #106 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા છેલ્લું છવતર ઉજાળવા દાદીમાએ ભારે ઉછરંગ બતાવવા માંડ્યો. અઠ્ઠાઈ ઉત્સવ શરૂ કર્યો ને દેરાસરમાં પ્રતિમાજી પધરાવવાનું નકકી કર્યું. સહુ સગાંવહાલાંને તેડાવ્યાં. કેકેરીઓ લખી. દાદા તે વિવાહની કંકોતરીઓ જેને જેને લખાતી, એમનાં નામની નેંધ રાખતા. એ નેંધનો ચેપડા લઈને બેઠા. અમે છોકરાઓ સામે લખવા બેસી ગયા. દાદા જોર જોરથી લખાવે જાય. જોતજોતામાં કકતરીઓને ઢગલે થઈ ગયા. ત્યાં દાદી આવ્યાં“અરે! આ ઊંધું ઘાલીને શું લખવા માંડયું ! દેરાવાસી સિવાય બીજાને લખશે, તે કોણ આવશે?” “કેણ નહિ આવે ? બધાય આવશે. કેને ત્યાં સારા-માઠા પ્રસંગે હું ગયે નથી?” “એ વ્યવહારની વાત, આ ધરમની વાત.” દાદીમાં જાણે દાદાને ડહાપણ દેતાં હોય તેમ બેલ્યાં. તે ધરમ શું શેર ઘી લાવ્યો !' દાદા જજૂની ઢબે બેલ્યાઃ આ દેરાસરની થાપના વખતે વાણિયા, બામણને વૈષ્ણવઃ ભાવસાર, લુહાર ને સુતાર : તમામ વરણ જમી હતી.” એ વાત જુદી હતી. એ વેળા ધરમમાં કેણ સમજતું હતું? જુઓ. હાથે કરીને તમારું નાક નીચું કરવું હોય તે કરે, બાકી હું તો થાનકવાસીમાં ફક્ત સાંકળીના સસરા સિવાય બીજા કોઈને કંકોતરી લખવાની ના પાડું છું.' આખરે સ્ત્રી છતી, પુરુષ હાર્યો. સાંકળીના સાસરે કંકોતરી ગઈ પણ એ કંકોતરી ગઈ તેવી પાછી આવી! કાં? શું સાંકળી નહિ આવે? ના ના. માણસ ખાસ તેડવા ગયું. પણ સાંકળી ફઈબા ઉત્સવ પર ન આવ્યાં તે ન આવ્યાં. Page #107 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની [૪] આભઊંચા ડુંગરા કદી નીચા નમતા નથી. અમે દાદાને પણ કદી આમ વાતવાતમાં ઢીલાઢસ થઈ જતા જોયા નહતા. દાદા સાંકળી ફઈબાના સાસરેથી આવેલે સંદેશ વાંચી ઉદાસ બની ગયા. એમને એછવમાં આનંદ ન રહ્યો. પણ વખત વર્તાને હૈયું કઠણ કર્યું ને બધું કામકાજ પતાવ્યું. જમવા વખતે પંગતમાં બેસવા ભારે આગ્રહ થયે. દાદાએ ભારે આનાકાની કરી, સહુને બે હાથ જેડી ના કહી. અનેક બહાનાં કાવ્યાં, પણ એમનું ન ચાલ્યું. બધા જમનારા પાટલેથી ઊભા થઈ ગયા, ને ખાવું અગરાજ કરવા લાગ્યા, એટલે દાદાને બેસવું પડ્યું. ભાણ પિરસાયાં. પિરસણિયા મેસબના તાસ ઉપાડી પીરસવા લાગ્યા, કોઈને ચાર કટકા, કોઈને આઠ, કોઈને બાર ! દાદાની થાળીમાં જેવા બેએક કટકા મૂકવા ગયા કે દાદાએ આડો હાથ ધર્યો. મને ન મૂકશે, ભાઈ' “કાં દાદા ?” “તબિયત ઠીક નથી.” “તબિયતને શા ઘા વાગ્યા છે? અમને ખાવા દેવું છે કે નહિ !' દાદાના સમેવડિયા પશવા ભાઈજીએ સંભળાવ્યું. સહુ ભાઈઓ સુખે જમો ! એ માટે તે આ મહેનત કરી છે. હું નહિ લઉં. મને માફ કરો.” કાં ?” પશવાદાસે કીધું તે કારણસર. દિલ પર ઘા વાગ્યા છે. જેને કોને દેખાડું!' “અમે કંઈ ન સમજ્યા. ચેખું કહો.” દાદા જરા ગળગળા થઈ બોલ્યા: “ભાઈઓ, સાત પેટની Page #108 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા મારી લાડકી દીકરી સાંકળી ત્યાં રેટ ને કઢી જમે, ને હું–જમ જેની પાંગતે (ખાટલે બેઠો છે, એ બૂઢે મેસબ-ચૂરમાં જમું? એના કરતાં અંગારા ન ઘાલું મેંમાં!” દાદાની ધીરજનો બંધ એકાએક તૂટી ગયો. આંખો આંસુથી છલકાઈ ગઈસહુ મેં વિકાસીને જોઈ રહ્યા. આટલું બેલીને દાદા તો પંગતમાંથી ઊભા થઈ ગયા. ઘર તરફ ચાલી નીકળ્યા. અમે જોયું કે સદા ટટાર ચાલતા દાદા કેડેથી વાંકા વળીને ચાલતા હતા. આજ ઊંચો ડુંગર આજ મૂકી રહ્યો હતો. રે આજ તો મેં ડાલતા ડુંગરા દીઠા છે, એવું થયું. ઘેર આવીને હીંચકે બેઠા. દાદી એમનું મનદુઃખ ઓછું કરવા આવ્યાં ને બોલ્યાં : “સાંકળી ન આવી, એમાં આટલું બધું માઠું શાનું લગાડી બેઠા છે ? અસતરીની જાત. અડચણ આભડછેટ હોય તો ન પણ આવે.” “શેઠાણી, મને વરસ સાઠ ઉપર થયાં છે, પણ મારી બુદ્ધિ નાસી ગઈ નથી. હું ખોટું મન મનાવશો નહિ.” દાદાએ મક્કમ અવાજે કહ્યું: “હાથે કરીને વખનાં ઝાડ વાવીને હવે અમ્રતફળની આશા રાખશો મા ! આપણે ચાર દીનાં મહેમાન, પણ છોકરાંને આખું આયખું કાઢવાનું છે !' દાદી ચૂપચાપ ઊભાં સાંભળતાં હતાં. દાદાને પિત્તો ફાટે ત્યારે ન બોલવામાં નવ ગુણ સમજતાં. દાદાએ આગળ ચલાવ્યું, “તને ઘરડે ઘડપણે લહાવા લેવાના ઓરતા થતા હતા. એમાં તું કોઈની ચઢાવી ચઢી ગઈ. હું તને કહેતા હતા કે અત્યારે ધરમનું રહેવા દે, વખત વર્તતાં શીખ ! દૂધથી ભરેલા ઘડામાં ઝેરનું ટીપું નાખનાર પેદા થયા હોય ત્યારે ચેત! જમવું-રમવું હોય તે આપણું જીવતાં જગ તિયું (જીવતું માણસ પિતાનું કારજ કરે તે) કરીએ, જમીએ, રમીએ ! પણ તું કહે, ના, મારે તે ઓચ્છવ કરે છે. એમાં એક પંથ ને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કંચન ને કામિની દો કાજ થાય. જમાય, રમાય અને સાથે ધરમપુણ્ય થાય. શેઠાણી, તમારે ધરમ સગવડિયે. ખરે ખોટ ખાનારે. આજ મેં ખોટ ખાધી. સહુને પ્રેમભાવથી ભેટનાર સમાજમાં હવે એ વખત આવશે કે કોઈ એકબીજાને પડછાયે લેપવામાં પણ પાપ સમજશે. મેં નિંદાના મળથી ખરડાયેલાં રહેશે. તિરસ્કારની બદબૂ એમાંથી છૂટશે. આ ભેદભાવ સુખશાન્તિ હરામ કરશે. માણસ ધરમી થશે, પણ માણસ નહિ રહે. આ ભેદભાવ એક દહાડે સહુનું નખ્ખોદ કાઢશે.” દાદી ચૂપ રહ્યાં. સ્ત્રી હમેશાં પુરુષની, એમાં પણ પતિની અમુક કમજોરીઓ જાણતી હોય છે. દાદીએ માન્યું કે એમને તો વાતનું વતંગડ કરવાની ટેવ છે. કાલે મન હળવું થઈ જશે. ઉત્સવ કરવામાં કંઈ ખોટું થયું નથી. કોઈ કંઈ કારણસર ન આવ્યું, એમાં કંઈ ખાટું મેળું થયું નથી.” - દાદાએ એ દહાડેથી ક્યાંય જવુંઆવવું બંધ કરી દીધું. વારંવાર કહે, “અરે, ધરમને નામે એક ભાણામાં જમનારાઓમાં ડખો ઘાલ્યો, ભૂંડું થાજે આ નવા ગનાનનું!” વળી દાદા વિચારે ચઢી જાય, ને બોલેઃ “એમાં ગનાન પણ બિચારું શું કરે? ટૂંકા મનના માનવીને જમાને આવ્યો. સહુ ભણશે વધુ જાણશે વધુ, અહીં બેઠાં દેશપરદેશની વાત કરશે, પણ પેલું પાલીનું મન પાવળા જેવું થઈ ગયું, તે નહિ સુધરે !” [ પ ] , * ઉત્સવ પૂરે થયે અમારાં સાંકળી ફઈબા આવ્યાં, પણ જાણે એ ફઈબા જ નહિ ! મેં ઊતરી ગયેલું. મન હારી ગયેલું. આવ્યાં એવાં દાદાની પાસે ઢગલે થઈને પડ્યાં. રેતાં રેતાં બેલ્યાં. '' . “દાદા, દીકરી કૂવે નાખી.” સાંકળી લંબા પહેલાં ખૂબ રેયાં, ધરાઈને રેયાં! પછી શાન્ત થઈને બોલ્યાં. Page #110 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા ૮૫ “પિતાજી, મારે દેવદર્શન કર્યા વિના મેમાં પાણી પણ ન નાખવાનું નીમ, પરણ્યા પહેલાં મહારાજે જીવતેજીવતની બાધા આપેલી. મારાં શાણાં સાસુ રાજ કહે, “વહુ બેટા, દેરે જઈ આવે. કામ તે થયા કરશે. વહેલુમડું આપણે જ કરવાનું છે ને!' બધી વાતે લીલાલહેર હતી. હું મારી સાસુજી સાથે થાનકે ઉપદેશ સાંભળવા જતી. આપણા અપાસરે મારાં સાસુ પણ આવતાં. બધી વાતે સાહાબી હતી, ત્યાં તમારા ઉત્સવની કંકોતરી આવી. એ અરસામાં મારા સસરેજી થાનકેથી આવીને એક દહાડો કહે, “અરે, આપણે ધરમ તે વિચારે. મનખાદેહ મળ્યો છે કે મળશે ! વહુથી દેરે ન જવાય.” કોઈ કાંઈ ન બોલ્યું, પણ મારા મનમાં ફાળ પડી. “અરે, કદી નહિ ને આજ આ વાત ક્યાંથી નીકળી ! મારે તે દર્શનનું નીમ. બીજે દહાડે પણ બઈજી દહેરે જવાનું બેલ્યાં નહિ, મારે ઉપવાસ કરે પડ્યો. ત્રીજે દહાડે પણ નકોરડે ગયે. સાસુજીને વાતની જાણ થઈ. એ બેલ્યાં : “વહુ બેટા ! મારા મનને તે કંઈ ખેંચ નથી, પણ સહુને આ ભણતરવાળાઓએ ભૂત ભરાવ્યાં છે.' - “બઈજી, પણ મારે તે દર્શનનું નામ છે.” “બેટા, નીમ આપનારે સમજીને નીમ આપ્યું હોત તે સારું. પાડપાડા લંડ ને ઝાડનો ખો નીકળે. વાર, પાછલી ખકીએથી જઈ આવો, ઝટ પાછાં વળજે ! તમારા સસરેજી ભારે લપી છે.” થોડા દહાડા એમ ચાલ્યું. પણ તે દહાડે વાત ફૂટી. બંને પક્ષ તરફથી વગર પગારના ચાડિયા–ધરમની જાસૂસી કરનારા–ચાડી ખાવા ફરતા હતા. સસરાને જાણ થઈ. એમને અંગેઅંગે આગ લાગી ગઈ. તેમણે મારાં સાસુને ઊધડાં લીધાં : “ઘરમાં રહે છે કે વનમાં? આ વહુએ તે મહાજનમાં આપણનેય મેળ પાડ્યા. આમન્યામાં ન રહે એ વહુ-દીકરી શા કામની ? સોનાની પાળી ભેટ ઘલાય, પેટમાં ન પોસાય.” Page #111 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની રાતે “એમણે મને ધમકાવી. મેં કહ્યું: “મારે નીમ છે.” એમણે કહ્યું: “નામ નહિ ચાલે. જો કે મને પિતાને તે કંઈ વાંધો નથી, પણ અત્યારે ભારે ચડસાચડસી ચાલે છે. એકબીજાને બાપે માર્યું વેર થયું છે. એકએકને પડછાયો લેતા નથી. ધરમ જુદે, થાનક જુદાં, મુનિ મહારાજ જુદા, વરઘોડા જુદા ને વિવાહ જુદા. તમને બૈરાંઓને શું ખબર પડે? થાનકવાસીની પેઢી પરથી મૂકેલા રૂપિયા પણ ઉઠાવી લેવા માંડ્યા છે. હવે તે એકબીજાની છાંટ પણ લેવામાં પાપ મનાય છે. “અને એ ઉઠાવેલી રકમ અમારા ગામના વશરામ જાને ત્યાં વ્યાજ ખાવા મંડાવવા માંડ્યા છે. ખોજો તમારે સગો અને...” “એ” મારી વાત વધુ વાર ન સાંભળી શક્યા. મને ઠોઠથાપલી કરી. પિતાજી, એ તે કરે. મને એનું દુઃખ નથી, ચાહે તે કટકા કરી નાખે. એક તરફ કાઢું તો કહેજો. જાણું છું કે હું કયા બાપનું ફરજંદ છું !' વાત કરતાં કરતાં સાંકળી ફઈબાના ચહેરા પર ગર્વની રેખાઓ તરી આવી. થેડીવાર શ્વાસ ખાઈ એમણે વાત આગળ ચલાવી. આ ધમાચકડી ચાલતી હતી, ત્યાં તમારી કંકોતરી આવી. બળતામાં ઘી હોમાયું. મેં જવાની રજા માગી તે કહે: “અરે, વહુને હાલવા-મહાલવાને શેખ હેય તે અહીં કંઈ ઓછવ કરીએ, પણ હાથે કરીને આપણું નાક વઢાવવા નહિ દઈએ. આ બધું ઊભું કરનાર-કરાવનારને હું જાણું છું. દેરાવાસીઓની આખા મલકમાં ફાટ વધી છે.” મારા બાપને મન તો બંને સરખા છે.” મેં કહ્યું. એ બધી ફેગટની વાત છે. બાપ સારા તે વળી મા પાકાં. થાનકના મુનિને હવે ઉંબરે પણ છબવા દેતાં નથી !' Page #112 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા પિતાજી, સસરાની આ વાતે હું સાંખી ન શકી. વહુ થઈ એટલે એમને શું મારાં માબાપને ભાંડવાને અખત્યાર મળી ગયો ? જેવાં એમનાં માબાપ, એવાં સહુનાં. એ દહાડે ઘરમાં મહાભારત જાગ્યું. એ ઓલવવા મેં મારું નામ તેવું ને ઘી-દૂધની બાધા કરી. ન જાણે એ બાધા આ ભવે છૂટશે કે પરભવે” સાંકળીબાએ વાત પૂરી કરી. અમારાં દાદીમા છણકી ઊઠ્યાં સાંકળી, આપણે ઘેર આપણે ધરમ! એને ઘેર એનો ધરમ. તું તારે દેરે અપાસરે જજે. જેઉં, એ બધાં શું કરે છે ?' “શેઠાણી, ઠંડાં થાઓ !” દાદા વચ્ચે બેલ્યા. ને પછી સાંકળી ફઈબા તરફ જોઈને કહ્યું: “સાંકળી, બેટી, તેં ભૂલ કરી. જે ઘરમાં જઈએ, એ ઘરનાં નિયમ-વ્રત પાળીએ. તારી ડોશીને હું ઘણું સમજાવતો, પણ મારાથી કરમના લેખમાં મેખ ન મરાણી. ન જાણે તારા જેવી કેટલીય દીકરીઓ એક અવતાર પૂરો થાય ત્યાં સુધી અમને શરાયા (શાપ આપ્યા) કરશે. અમે ધરમના થાંભલાઓએ એમને માબાપના વિજેગ કરાવ્યા. એ થાકેલી–હારેલી મૃગલીઓને પિયરનાં ઝાડવાં દેખવાં દૂર કર્યા.” પણ બાપુજી, મારા નીમનું શું?” નીમ આંખ માથા પર. તારું નીમ હું રાખીશ, તારે તે ઘરનો આચાર રાખવાનો. હવેથી તારે ઘી-દૂધ ખાવાનાં. સ્ત્રીની જાતને તે બમણે ધસારે. ઘી-દૂધ વગર ન ચાલે. બાકી દીકરી, જે તું મને પૂછતી હોય તે કહું. ઝાઝાં શાસતર જોયાં નથી, પણ ટૂંકી વાત જાણું છું, જે મન ચંગા તે કથરોટમાં ગંગા. શું તારે બાપ તને, એ જીવત હશે—નજર સામે હશે ત્યાં સુધી તારે પૂજ્ય રહેશે ? ને ત્યાં સુધી જ તને યાદ આવશે ? પછી તને યાદ પણ નહિ આવે ? બધાં મનનાં કારણ છે ! દહેરાને માનનાર શું દેવને માનવાની Page #113 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ના પાડે છે? ના ના બેટી ! એના બાહ્ય આકાર માટે એ ઝઘડો છે. બાકી મારા, તારા ને એમના સહુના અંતરમાં એ જ તિ બિરાજી રહી છે. મંદિર જવું કંઈ ખોટું નથી. ચેખા વાતાવરણમાં મન ચેખું થાય છે. મન ચેખું કરવા માટે તે આ બધી ચોપડીઓમાં ઉપદેશ છે. બાકી ન જવાય તે હારી ન જવું. બેટી, મનને મંદિર બનાવ, ત્યાં પણ તને એ પરમ તિનાં દર્શન થશે !” * “એ કેમ બને?' સાંકળી ફઈબાએ પૂછ્યું. બેટા, રેજ સામાયિક તો કરે છે ને ? આંખ મીંચીને બે ઘડી એ દિવ્ય તિનું ચિંતવન કરજે. જોતજોતામાં મન ઝળાંહળાં થઈ ઊઠશે. અંતરમાં દીવડા ઝાકમઝોળ બળવા લાગશે.' - સાંકળી ફઈબા કંઈ વિશેષ ન બેલ્યાં, પણ દાદા એમના રિવાજ મુજબ બોલ્યા, “સાંકળી, એક બાપ હતો. એને ત્રણ દીકરા હતા. સહુ ભેગા રહેતા. કોઈ વાર લડતા, વળી પાછા ભેગા રમતા, જમતા ને બાપની પેઢી ચલાવતા. મઝિયારાની વાત થતી પણ ઝિયારે વહેંચવાની કોઈની હિંમત નહેતી ચાલતી. કાઈ ડાહ્યા મળ્યા ને તેમણે મઝિયારે વહેં. કહ્યું, ભલે રસેડાં જુદાં કરે, અલગ રાંધી ખાઓ પણ પેઢી પર એકસંપ થઈને બેસો, તેય ઘણું. પણ મને ડર લાગે છે કે હવે એ જ દીકરાઓ બાપની પેઢી બંધ કરી, પિતાપિતાની આગવી પેઢી કાઢી ન બેસે ?” આ વાત ખાસ ન સમજાઈ, પણ સાંકળી ફઈબાનું ચિત્ત દાદાની સમજાવટથી શાન્ત થયું. વર્ષો પછીની વાત છે. દાદી ભારે પુણ્યશાલી એટલે રાતે ચૂડે ને રંગભીની ચૂંદડીએ ગુજરી ગયાં. ડહાપણુના અવતાર દાદા પણ થડે દહાડે શાન્તિપૂર્વક સંસારમાંથી અલેપ થઈ ગયા. Page #114 -------------------------------------------------------------------------- ________________ સાંકળી ફઈબા - સાંકળી ફઈબાને સંસાર સુખરૂપ ચાલે છે. ફઈબાને હવે અંતરમાં કઈ વાતની ઓછપ નથી. સાસુ-સસરા ગુજરી ગયાં છે. દેર-જેઠ કેઈ છે નહિ. બધી વાતે સાંકળી ફઈબા સ્વતંત્ર છે. કુઆ એમને રીઝવવા ઘણીવાર કહે છે : જાને, પજુસણ છે તે દહેરે જઈ આવ. તારા પિયરને તે એ આચાર છે ને?” સાંકળી ફઈબા કંઈ ઉત્સાહ નથી દાખવતાં. કહે છે: “મારા બાપ કહી ગયા છે કે મન ચંગા તે કથરોટમાં ગંગા ! હા, એક શરત કરો તે જાઉં.' શી શરત? ધરમમાં પણ શરત ?' “હા, હા, શરત ? આપણને જે દીકરી થાય તે દેરાવાસીમાં આપવી.” | ફઈબા ને ફુવા સામસામાં હસે છેઃ પણ કર્મની ગતિ જ એવી કે ફઈબાને કંઈ સંતાન ન થયાં. સંતેથી ફઈબા કહેતાં; “આ મારા ભત્રીજા જ મારી માએ મેળામાં પૂરેલા. એ જ મારા દીકરા છે !' આવાં ફઈબા પણ વખત આવતાં ચાલી નીકળ્યાં. ફુઆ ભરસંસારમાં એકલા રહ્યા. એમનાં કમાડ વસાયાં. અમારા એ પૂજ્ય ફુવા ઘણે દિવસે થોડા વખત પહેલાં મળ્યા. એમની આંખોમાં હર્ષનાં અશ્ર ઊભરાયાં. જૂની વાતો હોંશભેર યાદ કરી, ને કહ્યું : ચીકા, અમને લાગે છે કે હવે કળિયુગ બેઠે, તમારાં ફઈ સતયુગનાં માણસ. સતયુગનાં માનવી સાચાં. આ પેલા અમારા જૂના ઝઘડાની જ વાત કરું. જ્યારે તમારા ફઈબાને મેં એ વાત કરેલી ત્યારે તે એ હસીહસીને ઢગલો થઈ ગયેલાં.” અમને એ ઝઘડાનાં મૂળ જાણવાની ખૂબ ઈચ્છા હતી. Page #115 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની કિંવદન્તી હતી કે એ ધર્મને ઝધડે નહિ, પણ વેપાર વણજની વઢવેડ હતી. એક મોટી પેઢીના દેણલેણાને ને નાની નાની પેઢીઓના વેપારને એ ઈતિહાસ હતો. કુવાએ માંડીને વાત કહી : “વાત એવી બનેલી, કે અમારે ત્યાં કેવળચંદ ને કપૂરચંદ બે ભાગિયા હતા, એક દેરાવાસી ને બીજે થાનકવાસી. કેવળચંદન સાળી કપૂરચંદ વેરે, એટલે બને સગપણમાં સાટુ થાય. કહ્યું છે, કે સગપણમાં સાટુ ને જમણમાં લાડુ. બંનેએ રંગુનમાં સાથે પેઢી ખોલી. લાખો કમાયા. લખમી આવ્યાં એટલે એનાં લખણ બતાવ્યા વિના રહે? બંનેના મનમાં શંકા-કુશંકા પેઠી. વહેમનાં વધીને ઝાડ થયાં. ચીકા, બધા રોગોની દવા છે પણ વહેમની દવા નથી. આખરે બંને લડ્યા. લડતાં લડતાં બંનેએ પેઢી બઈ. પિસા લઈ દેશમાં આવ્યા. ચડસાચડસીએ ચડ્યા. એકે વરઘોડા જમણ કર્યા તે બીજાએ સામાં કર્યો. વ્યવહારની રીતો માં-ચડસાચડસીમાં ન ફાવ્યા તે ધરમને હાથમાં લીધે. વેપારીને મન તો બધેય વેપાર. ધરમને નામે મનના મમતને વધારવા લાગ્યા, એમાં ભણેલાગણેલા ભળ્યા. માયા દેખીને તે મુનિવર ચળે ! આ માયાએ બંનેને જુદા કર્યો ને એ ઝઘડે ચાલતો ચાલતો દરેક દેરાવાસી અને થાનકવાસીના ઘેર આવ્યો. એકને ઝગડે અનેકમાં પડે. પછી તે એકબીજાની આંખો લડવા માંડી. કપૂરચંદને ત્યાંથી થાનકવાસીઓએ રૂપિયા ઉપાડ્યા. કેવળચંદને ત્યાંથી સામાવાળાએ. બંને સાફ થઈ ગયા. આજે એક ખોજાની બેય જણા મેતાગીરી કરે છે! સંપે રહે છે ને જંપે જીવે છે. એય સમજ્યા કે ઘરમાં ધનનો મદ ન ઘાલીએ. પણ એમણે વાવેલાં વખનાં બીજ ફાલ્યાં છે ! હુંય એમાં ઝડપાયેલ. પણ તારી ફઈ ભેળું ને ડાહ્યું માણસ. એણે ઝાઝી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧. સાંકળી ફઈબા ખેંચતાણ ન કરી ! હું તો ઠેટથાપલી કરી બેઠેલે પણ એ સતયુગના માનવીએ ખમી ખાધી, તે જીવતાં નરક જેવા ન મળ્યું ને સ્વર્ગની. સાહ્યબી માણ. બાકી કેટલાયનાં ઘર હાલ-બેહાલ થઈ ગયેલાં હું જાણું છું. ચીકા, તારી ફઈ ડાહ્યું માણસ. એવાં સાગરપેટો માણસ, આ છાલિયાપટાં જમાનામાં ક્યાં થવાનાં છે?” વાત કરતાં કરતાં વૃદ્ધ કુવાની રૂપેરી પાંપણ પર જૂન ભૂતકાળ સજીવન થઈ રહ્યો હતો. મેં કહ્યું: “ફુવા, ભૂલ્યા ભમ્યા તેય તમે તે સારા હતા. ન જાણે રેલના બે જુદા જુદા પાટા જેવા અમે ક્યારે ભેગા મળીશું ? અનેક અગનગાડીઓ ભકભક કરતી વહી ગઈ, પણ પાટાની જુદાઈ હજી ચિરંતન છે. અને એ ચિરંતનતાને અમે અમારી સંસ્કૃતિ સમજી ફુલાતા ફરીએ છીએ.” કુવાની આંખમાં ફરી પાણી ભરાતાં હતાં. અચાનક થોડે દૂર હેહા સંભળાણી. અમારી નજર તે તરફ ખેંચાઈ. જોયું તો થાનકના એટલે રમતાં નાનાં છોકરાઓનું ટોળું વઢડ જમાવી બેઠું હતું. છોકરાં એકબીજાને એવાં ઝનૂનથી બાઝી પડ્યાં હતાં કે છોડાવ્યાં છૂટતાં નહેતાં. વાત એવી બની હતી કે શેરીશેરીનાં છોકરાં અંદરોઅંદર વાદ વદતાં હતાં કે કોણ મોટું–તપા કે ટૂંઢિયા ? આજની ચળવળમાં જેવી સૂત્રાત્મક (પ્લેગન) ભાષા વપરાય છે એવી ભાષામાં એકે જોશથી કહ્યું : “તપાની તલવાર !' છોકરાંઓએ સાદ ઝીલી લીધે. બીજાએ કહ્યું. “ટુંઢિયાને ધકે !' છોકરાંઓના અમુક પક્ષે એ સાદ બમણું વેગથી ઝીલી લીધો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કંચન ને કામિની - એક પક્ષ કહે, “અરે, તલવારથી તે સડાક લેતું તમારું ગળું ‘ઉડાડી દઈએ !” - બીજે કહે, “ઉડાડ્યા, ઉડાડ્યા, અમારે લાલિયો કે જોયો છે? તમે તલવાર કાઢે કે તરત મૂડીએ એટલે તલવારના ડફ દઈને કટકા !” તલવાર વધે કે ધોકો ? દલીલબાજીથી છોકરાં કંઈ નક્કી ન કરી શક્યાં, પણ ઝનૂન એવું વ્યાખ્યું કે બે પક્ષ જુદા વહેંચાઈ ગયા ને પ્રત્યક્ષ લડાઈથી કોણ મોટું એનો નિશ્ચય કરવા લડવા લાગ્યાં. વાહ, વાહ, બાળકેમાં પણ શું અપૂર્વ ધર્મની પરિણતી જાગી છે! અમે બંને પક્ષને મહામહેનતે સમજાવ્યા, ને છૂટા પાડ્યા. અમે કહ્યું. “આ છોકરાંમાંય શું ઝનૂન વ્યાખ્યું છે ? છૂટાં પાડતાંય પરસેવો ઊતરી ગયો.” ચીકા, પરસેવાની ક્યાં પરવા કરે છે ? આ જુદાઈ ફડવા માટે તે હવે અનેકને ઊનાં ઊનાં લેહી અર્પણ કરવાં પડશે.” અમે વિચારમગ્ન બની સાંભળી રહ્યા. અરે ! એક નાનાશા સ કે અસત્ કાર્યનો પડઘો શું આટલે મેટે હશે? આગામી પેઢીએ કરવાનાં પ્રાયશ્ચિત્ત શું પહાડ જેવડાં મોટાં હશે ? Page #118 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ [વાર્તા પાંચમી] જમવા સાથે વરસાદના આગમનથી વિનાશકારી ઝંઝાવાતની આગાહી કરી શકાય તેમ, ત્રીજી વારના ટાયફડ પછી, અને એમાં પણ બે દહાડાથી ફેફસાં ધમણની જેમ ચાલતાં હોવાથી, આખરે ભેગાં મળેલાં સર્વ સ્વજનેએ એકમતે નિર્ણય કર્યો કે દરદીની જિંદગીની આશા ઓછી છે, રેગીને આસાયેશ રહે એવી સુશ્રુષા કરવી. - જ્યાંથી સાંજને સુંદર પ્રકાશ ઘરમાં આવતે, ત્યાં–પશ્ચિમની બારી તરફ–મારી ક્ષીણ આંખો લાગેલી હતી. આકાશના આસમાની ઓઢણ પર હજી પીળું સેનું પથરાયેલું હતું, ને બારી વાટે દેખાતી લીમડાની કંચનવર્ણ ડાળે હજીય ડોલીને મનને આનંદ આપી. રહી હતી. આ પશ્ચિમાકાશ સામે નીરખી નીરખીને, રૂમઝૂમતી હવાની લહેરે નતંતી આ ડાળો જોતાં જોતાં મેં મારી કેટલીય નવલે સરજી હતી. ભેજને કારણ ફૂલી જવાથી ભાગ્યે જ બંધ થતી આ બારીએથી રાતે આકાશી પરીને, ગુપ્ત સંવનનની પ્રિયતમા બનીને આવતી, નીરખી હતી. એના તિલકમાં રહેલા ચંદ્ર ને ઓઢણામાં રહેલા તારકેએ મને અધીરયૌવના કે અભિસારિકાઓની કલ્પના આપી હતી. આ - આકાશમાં રચાતી વાદળનગરીમાંથી હું મારા વીરત્વની રતાશથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કંચન ને કામિની -શોભતા નાયકને અને મસ્ત પયાધરવાળી ફૂલગુલાખી નાયિકાઓને શોધી લાવ્યેા હતેા. પણ અહીં એક વાતને પ્રશ્ન કદાચ કાઈ કરી બેસશે : શું મને સાહિત્યજગતે લેખક તરીકે સ્વીકાર્યાં હતા ? મારી કાઈ કૃતિ પર સરકારી પુરસ્કાર મળ્યા હતા ? કાઇ કૃતિ વિવેચન-વિવરણમાં અગ્રસ્થાન પામી હતી ? કાઈનું આંતરરાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર થયું હતું ? અસ્તિત્વના આ મહાવિવાદમાં મારે ના જ કહેવી રહી અને અસ્તિત્વમાં અસ્તિત્વ ગણાતા ક્રિકેટસંધના બારમા ખેલાડી જેટલું હતું. · ઈશ્વર છે કે નથી?’ એવા સનાતન વિવાદની જેમ એને પણ નિ ય થવા શકય નથી. પણ હા, સાહિત્યજગતના કેટલાક મહારથીએ કહેતા કે તમે લેખક છેઃ તે પ્રકાશકા સદા ખીજા પુસ્તકની માગણી કર્યો કરતા એટલે સત્ય કે ભ્રમ; પણ હું મારી જાતને લેખક માનતા. હું લેખક કેમ બન્યા, એ વિષે કેાઈ એ પૂછપરછ નથી કરી. પણ જો આ મેાતની ગાળીમાંથી નીકળ્યા તે જીવ્યા તેા વળી એનેય ખુલાસા કરીશું, મરતા માણસે તે બધી પેટછૂટી વાત કરવી જોઈ એ. સંધ્યા આથમી તે જાણે મૃત્યુનેા ઘેર અંધકાર મને વીટળાવા લાગ્યા. લીલી લીમડાની ડાળો પણ હવે કાળીમેશ બની હતી તે ખારી પર રમતી છેલ્લી પ્રકાશરેખા પણ દર્દભરી વિદાય યાચતી હતી. જાણે ફરી એ પ્રકાશ ને આ પ્રાણનું અહીં મિલન અસંભવ હતું. અચાનક મારા કમજોર ખાવડામાં કંઈક તીક્ષ્ણ શસ્ત્ર ભોંકાયું. દાક્તરની પીચકારીને! એ સાયા હતા, કે મૃત્યુ પછી સજા કરવા આવનાર અસુર પરમાધામીને ધગધગતા લેઢાનેા સંળિયા હતા, એને કંઇ નિણૅય ન કરી શકાયા. અસ્તિત્વના અંધકારમાં હું ઊંડા ને ઊંડા ઊતરતા ચાલ્યા. કાઈ મોટી પાકના અશ્રાવ્ય નાદ ગુંજી રહ્યો. રંગભૂમિના પ્રેક્ષકાની વિદાય વેળાએ થતા ધાંધાટ ને વિદાય પછી પ્રસરતી મૃતશાન્તિ Page #120 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ ૯૫ જેવી શાતિ થોડીવાર પથરાઈ રહી. હું મૃત્યુના અગોચર સાગરમાં ડૂબત ચાલે. અનંત વિગ્રહો, અસીમ વેદનાઓ ને દુઃખદ પીછેહઠો જાણે સરી ગઈ ને કોઈ અજાણી શાન્તિ-સુંદરી મને બાહુપાશમાં વિટી રહી. મૃત્યુને અગચર સાગર દેખાયું. ત્યાં પહાડ જેવડા મગરમચ્છની દંતાવલિ દેખાતી હતી, પણ લેણદારની દંતપંક્તિ કરતાં એ સુંદર લાગી. ચરબી ભરેલા જળહાથીની કાયા ત્યાં જુગુપ્સા ઉપજાવતી હતી, પણ શ્રીમંત શેઠજીની ફાંદ કરતાં સૌમ્ય ભાસી; ને શાર્ક માછલીના તીણ ભાલા જેવાં શીંગડાં ત્યાં ભેંકાવા તૈયાર હતાં, પણ બેવફા સ્વજને અને બેપરવા વિવેચકે કરતાં ઓછાં કાતિલ ભાસ્યાં. નવમળ છે, ન વડવાનલ છે. ન સપાટીને સદા ભેદતી તરંગાવલિ છે. અગોચર ઘેર સુંદર વાતાવરણ છે. ઘોર અંધકારના તળિયે સુંદર મેતી ચમકતાં હતાં. હું તે તરફ ધસ્યો. પણ કોઈએ ધક્કો મારી મને પાછો ઉપર ધકેલ્યો. &ણ આંખે ફરીથી ઊઘડી. કોઈ મૃદુ હાથ મારા લલાટ પર ફરતો હતે. ધીરેધીરે સ્મૃતિ આવતાં જોયું કે સહુ બેઠાં હતાં તેમને તેમ બેઠાં હતાં. મારે એક હાથ દાક્તરના હાથમાં હતો, મારે બીજે પડખે એક વકીલ મિત્ર બેઠા હતા. થોડીવારે એમણે મિષ્ટ અવાજે મને આશ્વાસન આપવા કહ્યું “જુઓ, છેલ્લા ઇજેકશન પછી ઘણે સુધારે છે. કોઈ વાતથી ડરશો નહીં.' કઈ વાતથી ડરતા નથી.” જુઓ. કાલે સાજા થશો ને સો વર્ષ જીવશો; પણ અગમચેતી સારી. વીલ કરી લીધું હોય તે ઠીક.” ઠીક,” મેં ઉત્તર વાળ્ય. Page #121 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની કઈને કંઈ કહેવું છે? મેં બે હાથ જોડ્યા. “તમારી મિલકતમાં શું.....” છાજલી પર પડેલા કિતાબેના ગંજ સામે આંગળી કરી, ને , ખૂણામાં પડેલા પતરાના ત્રણ ટૂંક બતાવ્યા. ને વકીલમિત્રનું મોં પાસે ખેંચી કહ્યું: “પૈતૃક સંપત્તિ સોળ વર્ષે તજી છે, અને ધંધે કોઈ ફાવ્યું નથી. એટલે મત્તામાં બીજું કંઈ નથી.” એવું કાં ?” “આપકર્મીના આદર્શને સારુ કાંઈ વિમે ?” બે હજારનો છે, પણ છેલ્લાં ત્રણ પ્રીમિયમ ભરાયાં નથી” , “સેનું-દાગીને ?” “ઘરમાં હોય છે. હા, બેબી ગયે વર્ષે માંદી પડી ત્યારે બીમારીમાં ખર્ચ થયેલું. હવાફેર માટે એને આબૂ લઈ ગયેલા. ખર્ચા માટે બંગડી ગીરે મૂકેલી. રૂપિયા લગભગ ભરાઈ ગયા છે. થોડાક બાકી હશે.” આટલું બોલતાં શ્વાસ ભરાઈ ગયે. દાક્તરે આંખ મીંચીને પડી રહેવા કહ્યું. આસાયેશ વળતાં ફરી આંખ ઉઘાડી. થોડીવારે વકીલમિત્રે પૂછ્યું: દસ વર્ષથી લેખકને ધંધો કરતા હતા, તો ઘણું લખ્યું હશે ?” રાજના નવ કલાક લેખે,’ મેં જવાબ વાળ્યો. “તે તે ઘણું હશે. તમારા પ્રથેની થોડી નામાવલિ ?” “લખ્યું તો ઘણું છે, પણ મોટે ભાગે બીજાના નામે વકીલમિત્ર ચમક્યા. તેઓ બીજા પ્રશ્ન દ્વારા ઊલટતપાસ કરવા જતા હતા, પણ દાક્તરે મુદ્દાસર પ્રશ્નો પૂછી જલદી પતાવવા કહ્યું : Page #122 -------------------------------------------------------------------------- ________________ છેલું વીલ તમારા નામથી કેટલાં લખ્યાં ?” બારથી પંદર.' બધા પર તમારે હક છે ને?' ના, માલ માલ તે બીજા જમી ગયા, ચેડા કુસકા રહ્યા છે, ને તે એક પ્રકાશક મિત્રની પ્રેમકૃપાથી.” ‘વારુ, તમારું કંઈ લેણું છું? હિસાબ-કિતાબને આ પ્રશ્ન * સાથે મગજમાં જાણે ગરમીને પારે ચડયો. જે હેઠમાંથી હસ્વ ને દીધની પૂરી સંભાળ સાથે શબ્દો નીકળતા હતા ત્યાં સુટક ઉચ્ચાર શરૂ થયા. સ્પષ્ટ બેલવાને ફરી ફરી યત્ન કર્યો. સહુને લાગ્યું કે સનિપાત વરનાં લક્ષણો દેખાય છે. મેં શ્રમના ભારથી આંખ બંધ કરી લીધી. થોડી વારે ફરી જાગે, આ વેળા સહુ શાન્ત હતાં. મેં જ વાતને આગળ દેર સાંઃ વકીલ મશાય, હું જીવું છું કે મરી ગયો છું, એની પૂરી સ્મૃતિ મને રહી નથી. ગ્રીષ્મના તાપથી તપેલાને વર્ષની કે વાદળી શાન્તિના જળ છાંટી રહી હોય તેમ લાગે છે. છતાંય મને મારી ગયેલે માને તે પણ મરેલાની ઈચ્છા સમજીને પણ–આટલું ટપકાવી લે ! મારું વીલ—વસિયતનામું–જેમાં કઈને કંઈ આપવાનું નથી, કેઈ ને કંઈ લેવાનું નથી, છતાં મરનારના આત્માની શાંતિ માટે એની ઈચ્છા જાણી લેવી તમારે માટે અનિવાર્ય છે. સંસારના સુખ માટે કંઈ કરી શક્યો નથી. પણ આટલું કરી શકું તેય ઘણું છે. લખે.” “તમે જીવે છે. શુદ્ધ બુદ્ધિમાં છે. લખાવો વકીલે કહ્યું. . “જુઓ, કાળે સાલો નહિ !” ક્યારે ?' વકીલે આશ્ચર્યથી પૂછયું. Page #123 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની મારા મર્યા પછી. કેઈ કાળો સાડલો ન પહેરે, એ પૈશાચિક પિશાકથી મને નફરત છે !” મેં જરા બળથી કહ્યું. વાર, પછી–” માતાના પેટ જે અંધારે ખૂણે નહિ !' “તમે મૃત પતિની પાછળ પત્નીએ પાળવા જોઈતા રંડાપાના ખૂણાની વાત કરે છે ?” વકીલે સ્પષ્ટ કર્યું. જી, હા ! કંકણુના ભુક્કા નહિ, કંકુને ઉચ્છેદ નહિ.' તમે મરણને લગ્ન સમાન લેખો છો?” “ના છે. લગ્ન સમારંભ છે. મરણ પવિત્ર યજ્ઞ છે. હિન્દુ સંસારનો પુરુષ જીવતાં તે સ્ત્રીને કેદીની જેમ રાખે છે, પણ મર્યા પછી તે સ્ત્રીને માટે એ નરક સજે છે. પુરુષનું મૃત્યુ સ્ત્રીને ડગલે ને પગલે શાપરૂપ બને છે. કૃતન પુરુષ આ પાપમાંથી કયે ભવે છૂટશે? જેણે મારી આજીવન એકભાવે સેવા કરી, એને મૃત્યુ પછી આવું ભારે અપમાન કદી નહિ આપું. માટે કહું છું, કાળો કે રાતે ઘેરે સાડલે નહિ, કંકણના ભુક્કા નહિ, ખૂણે કે ખાંચરે નહિ.” “શાન્તિ રાખે, ભાઈ સુમનલાલ,” એક વૃદ્ધ જ્ઞાતિજન વચ્ચે બેલી ઊઠયા. એમને આ વાત ન સચી, બાપદાદાના વારાથી ચાલ્યા આવતા રિવાજને કંઈ ઉવેખી શકાય! શાન્તિ તરફ તે જઈ રહ્યો છું, પણ પાછળ મારા નિમિત્તે અશાન ન થાય, તે માટે બંદેબસ્ત કરવા માગું છું. જુઓ કાણ કે કૂટણ નહિઃ કારજ કે જમણુ નહિ.” મારા અવાજમાં ન જાણે અજાણ્યું બળ આવ્યું હતું. “એ તે જેમ થતું હશે તેમ થશે.” જ્ઞાતિજને ટૂંકામાં કહ્યું. જેમ સારું લાગશે તેમ થશે.” “કેને સારું લાગે તેમ થશે? મરનારને કે મરનારની પત્નીને કે તમને સહુને ? વધુ બેલી શકાય તેમ લાગતું નથી, પણ એટલું કહું Page #124 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વિલ છું કે પત્ની મર્યા પછી પતિ જે આચારે કરે, એ જ આચાર પતિ મર્યા પછી પત્ની તરફ થવા દેજો. એને જગતમાં નકામી ન બનાવશો. પળે પળે એની કમનસીબીની યાદ ન આપશે. અપશુકનિયાળ ન બનાવશે. એક કીમતી જીવનને ઊકરડે ન નાખશે. મારા જીવનનું સાથી! સુખદુઃખનું સંગાથી! અજોડ વફાદાર મિત્ર. એને બેવફા નહિ બનું, નહિ બનું!' “વાયડલ લાગે છે!” એકે ધીરેથી કહ્યું. હું બેલતે જ ગયો. રખે ફરી બેલાય કે ન બેલાય. ઘરમાં એને હાથે શુકનનું તિલક કરાવજે. એને હાથે લગ્નના માણેકથંભ રોપાવજો. પતિ મર્યા પછી સંયમથી જીવનાર સ્ત્રી જેવી પવિત્રતાની મૂર્તિ સંસારમાં બીજી કોઈ નથી. સંયમ કેટલે અશક્ય છે, એ પુરુષ સમજે છે. મારી આ ઈચ્છા છે, એની સામે થનારને ચાર હત્યાનાં પાપ...એને દીકરીથી પણ દીવો નહિ રહે.” ઓરડાને દીવો બહાર લઈ જવાય, ને થાકેલે હું ફરી બેભાન બની ગયો ! ફરી કંઈ તીક્ષ્ણ શસ્ત્ર ભેંકાયું. [૨] નિશાના ગયબી ઘૂમટમાં બેઠી બેઠી કેઈ સુંદરી સુંદર ગાન છેડતી હતી. એના ઝંકાર મોડી રાતે મારા મંદ બનેલા શ્રવણપટ પર અથડાવા લાગ્યા. લીંબડાની ડાળ પર એક ઘુવડનું બચ્ચું તાજો આહાર જમીને ઓડકાર ખાતું બેઠું હતું. એને ભયંકર અવાજ પણ, આ વિસ્કૃતિની પળે અતિ મીઠે લાગ્યો. જાણે મૃત્યુનગરીને પ્રવાસી પાછો ફર્યો હતો. કલ્પનાને વ્યાપાર કરવાની દશ દશ વર્ષની આદત કંઈ આજે છૂટે? કલ્પનાના જગતમાં ઉછાળ આવ્યું જાણું કેઈ સભા ભરાણી છે ને પેલું ઘુવડ પ્રમુખસ્થાને બિરાર્યું છે. એણે મને પહેલે પ્રશ્ન એ કર્યો, કે “તું લેખક કેમ બને તે વાત કહેવાની બાકી રાખી છે, તે હવે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કંચન ને કામિની સ્પષ્ટ કરઅથવા આવા અસ્થિર અને અચોક્કસ ક્ષેત્રમાં કેમ ઝંપલાવ્યું કે આવા લેકમાં લેખક બનવાને વિચાર કેમ કર્યો તે કહી દે !” મેં સ્વસ્થ રીતે, પ્રમુખ સાહેબની બિહામણી આંખો સામે ન જોતાં કહ્યું: “હવે છેલ્લે છેલ્લે એ કહી દઉં. મરતા માણસને મનફાવે તે કહેવાની છૂટ હોય છે. સાહેબ, મારા કુળમાં કઈ લાંબુ નહેતું ભણતું. સરસ્વતી પણ લક્ષ્મી કાજે પૂજાતી. આજે તો સર્વ ગુણ સુવર્ણમાં આવી વસ્યા છે. પણ કેટલાક સરસ્વતીપૂજક બ્રાહ્મણેની સંગતે ભણવાને ચસકે લાગી ગયો. એ ચસકાને કારણે જન્મભૂમિના નાના એવા સુંદર ગામડાને છોડી દૂર દૂર નીકળી ગયા. ભણીને પાછો આવ્યો ત્યારે મામાએ પિતાની કરિયાણાની પેઢીમાં છ આની ભાગ તૈયાર રાખ્યું હતું. થડા પર બેસી જાઉં તેટલી વાર હતી. એક નાના ગામના કારભારી પિતાએ પણ અસીલેની દાવાઅરજીઓ લખવી ને વર્ષમાં બે વાર સાહેબ બની વિટી લેવા જવું; એમ વર્ષે એકાદ હજારની આવક સહેજે થઈ જાય એવી જોગવાઈ કરી રાખી હતી. લખાણ મુદ્દાસર કરવાની આવડત હતી. અક્ષરે મોતીના દાણા જેવા હતા. કામ હાથ પર લઉં એટલી વાર હતી. એક એવા સજજન મારા સસરા પણ બનવા તૈયાર હતા કે જેમની સટ્ટાની પેઢી ત્રણ ત્રણ વખતના દીવાળાથી સદ્ધર બની હતી. શરત એ હતી કે એ પેઢી હું સંભાળું. અર્થાત કામિની અને કંચન બને હાજર હતાં! કયો ધધો લેવો એને નિર્ણય કરવાનું મેં થોડા દહાડાની આસાએશ પછી મુલતવી રાખ્યું. રોજ સાંજ-સવાર ગામમાં ને બપોરના પાદરમાં ફરવાનું રાખ્યું. મૂળ તે નાનકડું ગામડું પણ આજ એની રોનક પલટાઈ ગઈ હતી. પાણીના નળ ચારે તરફ નંખાઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ ૧૦૧ ગયા હતા ને ગામમાં નાનું સરખે બાગ પણ એ હતું, અનાજ દળવાની એક ઘંટી, અડધા ગામની ઊંધ ઉડાડી નાખે તેવા અવાજથી ચાલતી હતી. પરબડીની જગ્યાએ પાણીની ટાંકી નંખાણ હતી ને ચારામાં મોટું દવાખાનું થયું હતું. જાલમસંગ નામના એક મોટા ગરાસદારના દીકરાએ હોટલ ખોલી હતી, ને થાળીવાળું આખો દહાડો ગાણું ગાતું હતું. પાસે જ કૃપાશંકર ગોરના દીકરાએ પાનબીડીની દુકાન ઉઘાડી હતી. એક કલાલ પણ પાદરના ભાઠામાં દારૂની દુકાન ખોલીને બેઠો હતે. નિશાળ એકની બે થઈ હતી. સુંદર ગામ સારી પ્રગતિ કરી રહ્યું છે, એમ કરશન રબારીથી લઈ કેમ્પના અમારા રેસિડેન્ટ સાહેબ સુદ્ધાં કહેતા હતા. છતાં ગમે તેમ પણ મારો જીવ ગામમાં નહોતે ઠરતે; વારંવાર પાદર તરફ નીકળી જતો. - “આજ અચાનક મથુર પટેલના ખેતરે જઈ પહોંચે. પદ્મિનીની આંગળીઓ જેવી ચોળાફળી લૂમઝૂમી રહી હતી. આસોપાલવના ઝાડ નીચે રખેવાળી માટે એક ઝૂંપડું હતું. મેં ત્યાં જઈને ખખડાવ્યું તે અંદરથી ઉતાવળા ઉતાવળા પટેલ બહાર આવ્યા. એમની આંખે લાલઘૂમ હતી. મેં ધાર્યું કે ઊંઘમાંથી ઉઠયા હશે, પણ પાસે આવતાં ભારે બબ આવી. રામજી મંદિરના આ પાકટ ભગત ખૂબ પ્રગતિ કરી ચૂક્યા છે, એની ખાતરી થઈ ગઈ. આવો બેસે વ્યવહાર થયો. એટલામાં ઝૂંપડીની પાછળ કંઈ ખળભળાટ થયે. ચૂંપડીની પાછલી ભીંતના પૂળા ખસેડી એક બાઈ બહાર નીકળતી હતી. મેં તરત ઓળખી લીધી, ને કહ્યું: એ, તેના બેન ?' હા, ભાઈ, ક્યારે આવ્યા ?” એના મુખ પર ભ દાબવાની રેખાઓ હતી. એણે ધીરેથી કહ્યું: “આ ભારે ઉપડાવશે?” Page #127 -------------------------------------------------------------------------- ________________ કચન ને કામિની સાનાં અમારે ત્યાં દળણું-પાણી કરતી. પણ એ વખતની સેનાં તે આજની સેાનાંમાં પરિવર્તન હતું. મેં ભારે। ઉપડાવ્યો તે સાથે સાથે ચાલ્યે. મથુર પટેલ સાથે વાત કરવાનું કંઈ મન ન થયું. એણે ઘેાડી ચોળાફળી લેવા કહ્યું, પણ મને જાણે એમાં રસ હણાયેા લાગ્યા. ૧૦૨ રસ્તે જતાં સાનાંએ થાડીધણી વાતો કરી ઃ ભઇલા, હવે પેટ ભરવાં દોહ્યલાં થયાં છે ! ગામમાં મેડીમાળિયાં વધ્યાં એમ દુખના દી આવ્યા. આ નળ ધાલ્યા ને અમારું તે પાણી ભરવાનું રહ્યું. આ દળવાની ઘંટી આવી ને અડધી રાંડીરાંડેને કમાતે મારી. ભઈલા, મારાય ધધા ટળ્યા. વળી આ ધાસ-પૂળા કરીને ચલાવું છું, તેમાંય ઊંચ વર્ષોં તે ઢોર કાઢી નાખ્યાં. નીચ વણુ તા જાતે ચાર લેવા જાય, પણ પેલા ખાટકી લેાકેા હજી ઠીક ઠીક ભાવ આપે છે.' " ¢ પણ સાનાં એન, મને ભાઈ સમજે તે પૂછું? આ તે તારી તે મારી વચ્ચેની વાત છે,' આત્મીય બનતાં મેં પ્રશ્ન કર્યાં. · હવે પૂછી વાત ! તારા પૂછ્યા પહેલાં સમજી ગઈ છું. જો માણુકા શહેરમાં ભણે છે. શહેરનું ભણતર એટલે ખરચના ખાટલા ! મહિને પાંચ મેાકલવા પડે છે. લાવવા કયાંથી ? તે મારી પાસે શું માલમિલકત છે, તે મને કૈાઈ ધીરે? મથુર પટેલ ભલેા છે. બે મહિના તે એમ ને એમ આપ્યા પછી...ભાયડાની જાત ને વળી વાંઢા. મે' એની માગણી સ્વીકારી. બાકી તો તું જો તે-મારા સરખી ખીજીને તેા એકભવમાં અનેક ભવ થાય છે. મારે તે આ મૂઆ મથુરીઆ વગર ખીજા ભાઈ-ભપ છે. જૂ ું ખેલતી હેાઉ તા મા જોગણી મને ભરખે ! મારા એકના એક......' કે હાં, હાં, સમ ખાવાની જરૂર નથી.' ને કેડથી ભાંગેલા જેવા Page #128 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ ૧૦૩ હું ઘર તરફ પાછો ફર્યો. . “શહેરમાં વ્યભિચાર તે શેખ બન્યું હતું, પણ ગામડામાં શું એ જરૂરિયાત બનીને આવ્યો હતો? શહેરના લકે...તે સુધરેલા ખપવા બારમાં જઈ દારૂ ઢીંચે, પણ આ લેકે...શું ફિકર-ચિંતા ભૂલવા દારૂ પીએ? થોડા દિવસે અકળામણમાં વીત્યા. વળી એક દહાડે હૃદયાકાશ પર શોકનું એક કાળું વાદળ ઊમટી આવ્યું. - “અમારા ઘર પછીની પાંચમી ગલીએ એક વેરા કુટુંબ રહેતું. પતંગ, ફટાકડા, ફુગ્ગા, ખજૂર એવું એવું વેચે ! વોરાજી પહેલાં ગુજરી ગયેલા એટલે એની પત્ની દુકાન ચલાવે. એનું નામ મરિયમ. અમે એને “મરિયમ બૂ ” કહીને બોલાવતા. એને ત્રણ દીકરા હતા, સુલતાન, જમાલ ને કીકે. પહેલા બે મારી સાથે નિશાળમાં હતા. . “આજ બપોરે અચાનક મરિયમ બૂ ભેટી ગયાં. હાથમાં કાગળ લઈ કચેરીમાંથી ચાલ્યાં આવે. જોતાં જાણે ઓળખાય નહિ. ઈજાર પર દશ થીંગડાં, ને ઓઢણું તે સાવ સાદી. મેં બૂમ મારી: મરિયમ બૂ ?” કેણુ બાપ!” ક્ષીણ આંખ મારી તરફ ફેરવી મને તરત ઓળખી લીધે. “બેટા, ક્યારે આવ્યો ? ખુદા તને ઉમરદરાજ કરે! દીકરા, કચેરીમાં ગઈ હતી. જેને, રાજાસાહેબ કહે છે, કે તારું ઘર આપી દે, તને નવી જમીન આપીએ. બધા મહાજન વચ્ચે મુસલમાનનું ઘર ઠીક નહિ. જેને બેટા, આટલા દહાડા ઠીક હતું ને આજે આ અઠીક ન જાણે ક્યાંથી થઈ ગયું ?' પણ આપણે ચકુ અહીંને દીવાન તો થયું છે ને ?' બેટા, ચકુ તે ભણુને બારીસ્ટર થઈ આવ્યું. હવે તે એ વિાત જ કાં સાંભળે છે ? ગોરા અમલદાર અને એ આખો દહાડે કંઈ Page #129 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની ગોટપીટ કર્યા જ કરે. કંઈ બેટબેલ રમે. કંઈ મરઘાંબતકાં ભારે. આપણું ગામમાં પહેલાં આવું નહતું. કેઈ કહેવા જાય તે જંગલી, હેમ ગમાર કહી મેં તેડી લે. બેટા, અત્યારનું ભણુતર જ ભૂરું લાગે છે. માણસને માણસ રાખતું નથી. મારે સુલતાનીઓ, એમાં જ ગયે !” કેમ?” શહેરમાં ભણતા હતા. એક દહાડે અહીં આવ્યો ને કહેવા લાગ્યો : “મા, હિંદુ ને મુસલમાન બે જુદા. આ આપણી અને એમની વચ્ચે બાપે માર્યું વેર ને કંઈ કંઈ જૂની પુરાણી વાત કરી ગયે, મારે માટે તે આ વાત નવી હતી. અહીં તે અમારા પીરને હિન્દુ માનતા ને અમે હિન્દુની હળી-દિવાળી કરતા, પણ ન જાણે આ નવતરનું ભણતર કે બે પડોશી એકાએક એક રાતમાં એકબીજાના દુશ્મન બની ગયા ને બેટા, એ નાદમાં કહે છે કે શહેરમાં હિંદુમુસ્લિમ લડ્યા ને મારે સુલતાનીઓ એમાં ઝબ્ધ થઈ ગયે, ને બેટા, જમાલ પણ ગયો.” જમાલને શું થયું?” “હું દર શીતળા સાતમે તારે ત્યાંથી ટાઢું લાવીને ખાતી, પણ આ વર્ષે કંઈક આળસ ને કંઈક મતભેદ જેવું એટલે ન ગઈ. તાકડે ગામમાં શીતળાના વા વાયા ને એમાં મારે જમાલ ગયો.” મને દુનિયાનું ચક્કર ઊંધું ફરતું લાગ્યું. મેં કહ્યું: “મા, હું ચકુભાઈને મળીશ ને તમારા માટે બધું બરાબર કરાવી દઈશ. તમે નિરાંતે રહેજો.” વાહ, બેટા ! આખી જિંદગી આ ઘરમાં કાઢી. સુલતાનને બાપ અહીં જ સુતે, હવે નવા ઘેર જતાં મન કેમ માને? આટલું ખેરડું જીવતાં સુધી ટકી રહે એટલે બસ.' બીજે દહાડે ચકુભાઈને મપણ ત્યાં તે અમલદારી વર્તાવ Page #130 -------------------------------------------------------------------------- ________________ છેલું વીલ ૧૦૫ જોવા મળ્યો. એ રાતે ઊંઘ ન આવી. થોડુંક દાવાઅરજી જેવું લખાણ લખ્યું હતું. તે રાજની કચેરીને બન્ને સવારે એક છાપ પર મેકલ્યું. ત્રીજે દિવસે તે એણે ચમત્કાર સર્યો. છાપું ગામમાં આવ્યું કે કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો. છાપું એટલે જાણે મહાકચેરી! સરકારી કચેરીથી પણ મોટી કચેરી ! ચકુભાઈ પિતે એ રસ્તેથી નીકળી મરિયમ બૂને આશ્વાસન આપી ગયા. મને લાગ્યું કે છાપાં બહુ અસર કરનાર છે. તેમાં પ્રગટ થયેલો એક લેખ તલવાર કે બંદૂકો કરતાં વધુ અસર ધરાવે છે. મને ઉત્સાહ વ્યાપો. સેનાના જીવન પરથી એક દર્દભરી કથા લખી. વર્તમાનપત્રોમાં મોકલી. એ પ્રગટ થઈને ખૂબ પ્રશંસા પામી. એક પ્રકાશકે તે એ વાર્તાને પુસ્તક રૂપે પ્રગટ કરવા માગણી કરી ને થોડાક રૂપિયા પણ મોકલ્યા. “એક દહાડો મેં નિર્ણય કર્યો કે મારા આદર્શો મુજબ સાહિત્યસર્જન કરવું ને એ માટે સ્વતંત્ર રીતે સાહિત્યોપાર્જનની કમાણું પર જ જીવવું. મારા મિત્ર ચેતવ્યો કે “અલ્યા, “ કલમને ખોળે' એ વિચાર દેખાવમાં ભારે રૂડે છે, બાકી તે નર્મદ જેવા વીરની ગરદન કપાઈ ગઈ તે તું કિસ ખેતકી મૂલી ! માટે ડાહ્યો થઈને નોકરી કર ને બચતના વખતે કલમ ધસ્યા કર. સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્ત-સે ગુણ સેનામાં. પૈસા પાસે હશે તે પાંચમાં પુછાઈશ ને તારી વાતને વજન મળશે, બાકી ઘણી ભૂખડી- બારશો-હજામે અસ્ત્રા ઘસે–એમ કલમ ઘસ્યા કરે છે. કોઈ એમનું સાંભળતું નથી. “વાત સાવ સાચી હતી. મારું મન બેસી ગયું. વાણિયાના દીકરાને વળી વાયદાના બજાર સાંભળ્યા. સટ્ટાની સેનાની મેડીએ યાદ આવવા લાગી. લાડી, વાડી ને ગાડીની બધી જોગવાઈ ત્યાં દેખાવા લાગી. પણ ત્યાં તો બનવાકાળ ! Page #131 -------------------------------------------------------------------------- ________________ ०६ કંચન ને કામિની • એક તંત્રી મહાશયે મને શહેરમાં તેડાવ્યે તે વાતવાતમાં એના છાપાના લેખક પણ નહિ, સહતંત્રી બનાવી નાખ્યા ! એક તા ધેલે તે પછી ભાંગ મળી ! * આમ મેં લેખક બનવાને ગુને કર્યાં.' મારા કલ્પનાવિહાર ખૂબ લાંબે ચાલ્યા, તે જ્યારે પૂરા થયા ત્યારે પ્રમુખ સાહેબ ધ્રુવરાજને ચકલાં ઘેરી વળે એવું પરાઢ થયું હતું. ફરી હું નિળ બની મૃત્યુમૂર્છામાં પડી ગયા. [3] આખરે મૃત્યુ આવી ગયું રે લોલ ! આત્માનું પંખી પિંજરમાંથી ભાગવા દિવસેાથી ડાટ કરતું હતું, એ મુક્ત થયું. મેં પણ છુટકારાના દમ ખેચ્યા. દુઃખમાત્રને નિમિત્તભૂત આ દેહ ! એ છૂટયો, સાથે ધણું ધણુ છૂટયું. સગાંસ્નેહીએ.એ મારા એ અળખામણા દેહને કચકચાવીને ખાંધ્યા ! પૂરતાં લાકડાંથી પ્રજાળવાના નિશ્ચયસાથે ધરબહાર કાઢયો, ત્યારે મને નિરાંત થઈ ! હાશ કાશ ગઈ! આ હજાર મુસીબતાને નેાતરનારી દેહની લપ છૂટી ! હળવે હળવે હું સ્વૈરવિહાર માટે બહાર નીકળ્યા. એલિસબ્રીજના પુલ પર આસમાનમાંથી ધુમાડા નીચે ઊતરતે હતા, ને સાબરમતીના નાના ઝરણા પર જ્યારે એ ધૂમિલ સંધ્યા આથમતી હતી, ત્યારે સપ્તર્ષિના આરે એક ચિતા ધાંય ધાંય જલતી હતી. હું આનંદથી નાચી ઊઠયો. અરે, સંસારની પ્રશંસા ને નિંદાનું સાધન તે। આજ નાશ પામ્યું. વાહ, ભાઈ વાહ ! આ દેહ જ દુનિયામાં અંતરાયરૂપ છે ! Page #132 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ ૧૦૭ પણ ત્યાં મારા આનંદમાં કેાઈ એ ભંગ પાડયો. સામેથી આવતા એક ભાઈ મને ભટકાયા. એમણે પૂછ્યું : • પેલેા લેખક અહીં જ રહે છે કે ?’ કેમ, એનુ... શું કામ પડ્યુ છે ?' મેં પૂછ્યું. · એની સાથે લખતને કરાર થયેલા છે. વખત ખમણેા ચાલ્યા ગયા પણ હજી એણે એકેય ચેાપ ુ આપ્યું નથી.’ આગંતુકે રોષ તે ઘણામાં કહ્યું. એ ભાઈના મનથી લેખક ક્રાઈ ચોપડી જનારું યત્ર હતું. ચાલુ કર્યું કે ટપોટપ પડવા માંડે. * • ભાઈ, એ બિચારા સખત માં હતા.’ C સખત માંદા ? પૈસા લેતાં માંદગી નડતી નથી ? ’ ૮ માંદગી હેાય તે જ પૈસા લે તે? વળી એ જરા ઊર્મિપ્રધાન છે, એટલે એધુ' લખી શકે છે. લખવું એ કઈ ચવાણું ફ્રાકવું નથી!’ · બધા ચાળા છે ચાળા, એને દુનિયામાં ક્રાણુ જાણતું પણ હતું ? મેં જ જાણીતા કર્યાં. આમ કરશે તે લબાડ ઠરશે તે પછી કાઈ આંગણે ઊભા નહિ રાખે.' પેલા ભાઈનું માં જોઈ હું મારની જેમ નાચી ઊઠયો, તે જવાબ દીધા વગર આગળ વધી ગયા. જીવનભર ચિંતા તે ખેદ, વ્યાકુળતા ને વિલતા અનુભવનારા મનને આજે માકળું મેદાન મળ્યું હતું. : યેાજનેાના યેાજન ફરી વળ્યા ઃ કાઈ વાર ચકલાની પાંખ પર એસી, કાઈ વાર વાદળીના ઉદરમાં પેસીને, હવાની સાથે ડાલતે તે પ્રકાશની સાથે ના. એક બુલબુલની ગેાદમાં ભરાઈ એનું ગીત સાંભળ્યુ. એક ગરુડની પીઠે બેસી આખી દુનિયાનું ઉડ્ડયન કર્યું, વાહ શું સુંદર સૃષ્ટિ છે ! વળી પૃથ્વી તરફ કાઈ પૌલિક સ્નેહ મને ખેંચી લાવ્યો. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કંચન ને કામિની એક ઠેકાણે જોયું તે એક પ્રકાશક મારા પુસ્તકના હકક મારા કુટુંબને સુપ્રત કરી રહ્યા હતા. અરે, વિશ્વ માત્ર આ દેહનું હતું. એ નથી તે આ પ્રકાશક મારા તરફ કેવી સહાનુભૂતિ દાખવે છે? જીવન કરતાં તે મૃત્યુમાં બહેતરી લાગે છે ! હર્ષની એક કકિયારી કરી આગળ વધ્યું. વાયુની સાથે સરસાઈ કરનારે મારે વેગ હતું. આગળ ગયે, જોયું તે એક ઠેકાણે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કઈ મંડળી બેઠી હતી. ત્રણ કલાકથી એક ભારે મુદ્દા પાછળ મગજનું દહીં થઈ રહ્યું હતું કલાને ખાતર કલા કે ધ્યેયને ખાતર કલા ? આદર્શવાદી સાહિત્ય સાચું કે વાસ્તવવાદી સાચું? માણસના ઊજળા મન નીચે વસતી કાળાશ કાઢીને બતાવવી એ સાહિત્યનું ધ્યેય કે કાળા માનવીના હૈયામાં વસતા ઊજળા રંગે પકડવા તે ! ઊંટનું મેં મારવાડ ભણી હોય એમ આ બધાનાં મેં સાત સાગર પારના દેશો તરફ હતાં. એકાએક ઝઘડો થઈ ગયો. સહુનાં મેંમાંથી વાઘરીવાડમાં અનુભવાતી સરસ્વતીને એક નવો પ્રવાહ વહી નીકળ્યો. આખરે તેવીસ વર્ષથી ચાલતી આ ચર્ચા આગામી ત્રણ વર્ષ માટે મુલતવી રહી. એક સભ્ય અચાનક ઊભા થઈ કહ્યું: “તાજેતરમાં ગુજરી ગયેલા લેખકને માટે કંઈ થવું જોઈએ.” બીજા-ત્રીજાએ એને ટકે આપો. એકે વિરોધ કર્યો. “એ છીંકણી નહોતો સૂધ તે લેખક કેમ કહી શકામ?” બીજાએ ટેકે આપે. “હા સાહેબ, વસ્તુ વિવાદગ્રસ્ત છે. એ Page #134 -------------------------------------------------------------------------- ________________ છેલું વીલ ૧૦૯ બહુ મૂળા ખાતે હતેએવા મૂળાખાનું સન્માન કરીએ તો આપણું. વામયની કિંમત શી ?” - શોરબકોર સમાવવા પ્રમુખ મહાશયે ઘંટડી વગાડીને કહ્યું : વસ્તુને હું પણ વિવાદાસ્પદ માનું છું.' આ વખતે એક ખૂણામાંથી વિરેધને ગણગણાટ થયો, પણ એ પક્ષ નાને હતે. અવાજ તરત દબાઈ ગયે. અહીં “રિલેશનસંબંધે "નું પારાયણ ચાલ્યું. એના આ મોભાદાર મવડીઓ સાથે સારા રિલેશન નહોતા. પ્રમુખ મહાશયે આગળ વધતાં કહ્યું : “જુઓ, એ લેખકનાં સર્જનેમાંથી કયાં એનાં ને કયાં એનાં નહિ, ક્યાં પ્રમાણિક ને ક્યાં અપ્રમાણિક, ક્યાં સાહિત્યિક મૂલ્યવત્તાવાળાં ને કયાં નહિ, ક્યાં યુગની સાથે જીવી શકે તેવાં ને ક્યાં અકાળે આપઘાત કરે તેવાં, વગેરેને નિર્ણય કરવા આપણું મશહૂર ત્રણ વિવેચકેની એક સમિતિ નીમું છું. તેઓ યોગ્ય સમય સુધી તેના પર વિચાર-વિનિમય કરી આ કમિટી આગળ પિતાને નિખાલસ ને વિદ્વત્તાભર્યો અભિપ્રાય પ્રગટ કરે. તે પછી જે યોગ્ય હશે તે થશે. આ સભાને બરખાસ્ત જાહેર કરું છું.' એ મહાન વિવેચક મહારથીઓ પિતાના પર આવેલી કપરી ફરજ બજાવવા કૃતનિશ્ચય બન્યા, ત્યારે મારા આનંદને પાર ન રહ્યો. ભલા, દૂધમાંથી પિરા શોધનાર તમારા હાથે કાલિદાસ, શેક્સપિયર, પ્રેમાનંદ કે શામળ–કેઈની કૃતિ ગરબામાં પડ્યા વગર બચી નથી, તે મારે માટે બચવાની આશા શી ? દેહ છોડવો તે દેહાભિમાનવાળી વસ્તુઓ પણ શા માટે ન છોડવી ? રમતિયાળ હું–મારા ઘરના આંગણામાં આવ્યો. ત્યાં એકત્ર થયેલા લેકમાં ભારે મૂંઝવણ ભગી હતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કંચન ને કામિની કેટલાક મરનારના સ્વભાવ વિષે ટીકા કરતા હતા. અરે, આવું તે વીલ કરાય ! પાસે પૈસા કે માલમિલકત હોય તે તે આપવાલેવાની વાત કરવી એ ઠીક. બાકી વીલમાં આવું તે લખાતું હશે! ન રડવાના રાગ, ન ફૂટવાની કરામત ! –અને ખાવાપીવાની વાત જ નહિ! જીવતાં ય ખાધું નહિમરતાં ખાવા દીધું નહિ! એ વિના આવા ઊજળા મતની ઉત્તરક્રિયાને રંગ જામે પણ કેમ ? સ્ત્રીઓ મૂંઝાતી હતી-કાળા સાડલા વગર શોક-પ્રદર્શન કેમ થાય? રડવું શી રીતે ? ચૂડાકર્મ વગર–લાડકા રંડાપાની લેજના વગર-મરનારનું મોત કેમ શોભે! એની મૃત્યુની સિદ્ધિ કેમ હાંસલ થાય ! ભારે મૂંઝવણ ! ભારે મુંઝવણ! હું તે હસી હસીને બેવડ વળી ગયો. જિંદગીમાં ઘણું લખ્યું–લખાવ્યું હતું, પણ આ વીલ જેવું તે નહિ જ! ભલેને, મારું લખેલું તમામ સાહિત્ય કચરાપેટીને ગ્ય ઠરે, આ એક વીલ જીવતું રહે તેય ઘણું છે. જુવાને એનું અનુકરણ કરી પિતાને માટે ઘડીને તૈયાર રાખે તેય મારું લખ્યું-જીવ્યું સાર્થક ! . ને કૂદીને મારા મમત્વના કારણભૂત દેહને ખાખ થતું જેવા સપ્તર્ષિને આરે આવ્યો. સ્મશાનમાં સેપે પડી ગયો હતે. નદીનાં આછાં નીર મંદમંદ વહેતાં હતાં, ને ત્યાં વસતાં કૂતરાં પણ માણસનાં હાડકાંને બદલે-એમણે મૂકેલા ધૂળમિશ્રિત લાડવા આસ્વાદતાં થયાં હતાં ! યુગે યુગે આદત પણ બદલાય છે ! ફરીથી વાયુની લહરી પર ચઢીને હું ચાલી નીકળ્યો. કેવો હલકે! કે હળવો! જાણે શરદની એક ચંચળ ફૂલવાદળી ! Page #136 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું વીલ ૧૧૧ '૪] ઇસુ ક્રાઈસ્ટની જેમ, નવા વર્ષે હું અચાનક જાગી ઊઠયો. પાસે બેઠેલાઓએ કહ્યું : “ધનતેરશથી ભારે જવરમાં તમે મૂર્શિત હતા. ભગવાને સહુની લાજ રાખી.” ‘દાક્તર સાહેબની ભારે મહેનત હતી.” જાગતાંની સાથે બેઠો થયો. શરીર ખંખેર્યું ! “હું, હું, પરિશ્રમ ન લેશે.” “હવે કશું નહીં થાય. જુઓને નવા વર્ષની કેવી સુંદર ઉષા ઊગી રહી છે. એનું સ્વાગત કરીએ-નવી રીતે !” હું હસ્યો, ને જગત જાણે મારી સાથે હસતું લાગ્યું. પ્રકાશની એક લાંબી રેખા પૂર્વ દિશાના જાળિયા વાટે “નવ વર્ષાભિનંદન” કરવા અંદર રમતી રમતી આવતી હતી. Page #137 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા [ વાર્તા છઠ્ઠી ] ડકારણ્યનાં જંગલોમાં, ગાદાવરી નદીને તીરે, દેવ જેવા સુંદર પુરુષ અને દેવી જેવી લાવણ્યભરી કાઈ સ્ત્રી આવી વસ્યાં હતાં. ખરષ્ટ ચામડીવાળા, ચીખા નાકવાળા ને કાળા વર્ણવાળા જનપદેાના પ્રદેશમાં સુરેખ અવયવાવાળાં, સુડાલ નાકવાળાં ને ચંપાકળી જેવા ઉપડતા વર્ણવાળાં એ સ્ત્રી-પુરુષ હતાં. વનનાં દેવ-દેવી જેવાં એ દીપતાં હતાં. કદી કાને કેસૂડાનાં કુંડલ પહેરતાં, તે કદી માથે આશ્રમજરી ચાલતાં, દેશના અમેાડા તા સહુ જેવા હતા, પણ કેશગુંફ્નની એમની કલા અને ખી હતી. પુરુષની કાન્તિ ભર્યાં ભર્યાં પુષ્કરાવત મેધ જેવી હતી, તે સ્ત્રી ઈન્દ્રધનુના રંગ જેવી સુરંગી હતી. જનપદનાં વાસી ભીલ ને ભીલડી, રાક્ષસ તે રાક્ષસી, ભૂતા, વાનરા, ક્ષા ને પિશાચેા આ રૂપકડાં નરનારને જોવા ટાળે વળીને આવતાં. યથેચ્છવિહારી આ પ્રદેશ હતા. આ પ્રદેશની પ્રણાલિકા એવી હતી કે સ્ત્રી કાઈ સુંદર નરને જુએ કે તેની પાસે જાય, તેને આમન્ત્ર, સાથે રહે, તે મેાજ કરે ! પુરુષ કાઈ સુ ંદર સ્ત્રીને જુએ કે એને વિલાસ માટે આમત્રે. આમાં કાઇ પ્રત્યવાય ન ચાલે. પ્રત્યવાય ખડા થાય તે। સખળ હુમેશાં Page #138 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિવસિતા ૧૧૩ જીતી જાય. “સત્યમેવ તેના બદલે “વમેવ બને અહીં અબાધિત શાસનધારો હતો. સામાન્ય જનસમુદાયની વાત તો ઠીક, પણ રાક્ષસરાજ લંકેશ્વર રાવણની બહેન શૂર્પણખા જ આ રૂપાળા પુરુષની દેહલાલસામાં પડી. શુર્પણખા જેવી રાક્ષસસુંદરીને વરવાની ઈચ્છા ન હોય તો પણ કેણ એને ના પાડે ? પણ આ રૂપાળા વિચિત્ર પુરુષે હિંમતથી કહ્યું: “મારી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને હું સ્પર્શતે પણ નથી !' વાહ રે વાહ સ્પર્ધોસ્પશ્યન માનનારા ! અરે ! આ ચોખલિ આવ્યો ક્યાંથી! મનગમતાં મળ્યાં તે રમ્યાં, જમ્યાં ને જુદાં પડ્યાં: એમાં વળી નિયમ ને બંધનની આ જાળ શી! પણ બીજી પળે એ રાક્ષસસુંદરીને આત્મનિરીક્ષણ કરતાં તરત સમજાઈ ગયું કે જેના પડખામાં પેલી મધપૂડા જેવી મીઠી સ્ત્રી બેઠી હેય-એ મને કેમ સ્વીકારે ? એણે પેલી રૂપકડી ટચૂકડી સ્ત્રીને હાંકી કાઢવા પ્રયત્ન કર્યો, ને તેમાં સ્વયં રાક્ષસપુત્રી શુર્પણખાને ઘાયલ થઈને નાસી છૂટવું પડ્યું! છંછેડાયેલી નાગણના તાળવામાં વિશ્વનો ફૂંકાર હોય છે. છંછેડાયેલી સ્ત્રીના અંગ-પ્રત્યંગમાં કાળી નાગણનું કાતીલ વિષ ઊછળતું હોય છે. શૂર્પણખાએ લંકાધીશ રાજરાજેન્દ્ર રાવણને કહ્યું: “ભાઈતારે યોગ્ય સ્ત્રી દંડકારણ્યમાં આવી છે. બિચારી કોઈ ભિખારીને પનારે પડી છે. વિચિત્ર છે. એમના નિયમ ને ઉપનિયમ ! એ સૌંદર્યભરિતા અનાથ સ્ત્રીને તું સનાથ કર !' શંગારરસને વીરરસનો અધિરાજ, શૌર્ય અને સૌંદર્ય આ બેમાં જ જીવનની અભિવ્યક્તિ નિહાળનાર રાક્ષસરાજ દશાનન રાવણું એ સુંદરીને મેળવવા સજ્જ થયે. અરે, કઈ રૂપસુંદરી આ સામર્થ, આ વૈભવ, આ સાહ્યબીને વરવા ના પાડશે ? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કંચન ને કામિની પણ વિદાય થતા વીરાને, તાજો અનુભવ લઈને પાછી ફરેલી વીરીએ ચેતવ્ય : બળ ન વાપરીશ, વીરા! એથી સ્ત્રીનું કમળ અંતઃકરણ ચિરાઈ જાય. વળી આ તે ચોખલિયા ! ઝટ તે તારો સ્વીકાર નહિ જ કરે ! માટે બળથી નહિ, છળથી કામ લેજે. સાપ મરે નહિ ને લાઠી ભાગે નહિ. પુરુષને હાનિ ન પહોંચે તે સ્ત્રી તારા હાથમાં આવે એમ કરજે.” આ શિખામણ પાછળનું શુર્પણખાનું હૈયું રાવણ સમજતો હતો. રાવણે મોટી મેટી મૂછોને દેતાં કહ્યું: “બેન, સ્ત્રીને કેમ વશ કરવી, એ ત્રિકવિજયી રાવણને તારે શીખવવું નહિ પડે. સ્ત્રીઓ પિતાને પતિ ધનધાન્યાદિથી પૂર્ણ હોય તે પ્રીતિ દાખવે છે, ને જે વિષમ દશામાં હોય તે એની સાથે સ્નેહ કાચા તારની જેમ તેડી નાખે છે. એ વીજળી જેવી ચપળા હોય છે ને શસ્ત્રની ધાર જેવી, સ્નેહબંધ છેદવામાં તીર્ણ હોય છે. નિંદિત કર્મ કરવામાં તેને વેગ વાયુ કિંવા ગરુડના વેગ જેવો હોય છે. છતાં ય તારી શિખામણ જરૂર લક્ષમાં રાખીશ.” ભાઈ, ત્રિલકવિજય સહેલું છે, પણ સ્ત્રીવિજય એટલે સરળ નથી.” શૂર્પણખા આખરે તે સ્ત્રી હતી. ભાઈના એ શબ્દોમાં એ પિતાના સ્વાભિમાનને ઘસાતું જોઈ રહી. રાક્ષસરાજ રાવણે મારીચ નામના પિતાના વિશ્વાસુ જનને બધો વૃત્તાંત જાણી લાવવા આજ્ઞા કરી. એ કાળે શીલ અને સૌંદર્ય માટે વિદેહની કન્યાઓ ભારે પ્રખ્યાત હતી. એમાં પણ મિથિલાના રાજવી જનકની પુત્રી સીતા અદ્ભુત હતી. પિતાની વિદ્વત્તા, સંસ્કારિતા ને સમર્પણશીલતાને વાર સીતાકુમારીને વર્યો હતો. Page #140 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૧૫ સૌંદર્યાં. હમેશાં શૂરવીરતાને વરે, એ જગજૂના કાયદો હતો. શૌય વિના સૌને વરવું એમાં ભારે જોખમ હતું, અને તેથી જ લેાકા કહેતા કે ‘રૂપવતી ભાર્યો શત્રુ!' સૌને શૌર્યનું સંસ્કારિતાને ઉમેરી ! સૌ હાય તે। શું? એવા કઠાર–જડ તેા ચાલુ જ હતું. ત્યાં વળી જનકરાજે હાય, શૌય હાય પણ સંસ્કારિતા ન પુરુષને પેાતાની સીતાકુમારી ન વરે ! આ વાત પર, આ મુદ્દા પર, જનકરાજે પેાતાની પુત્રીને વરવા આવતા લકેશ્વર રાવણને પણ પાછા વાળ્યો. ત્યાં શરીર હતું, બુદ્ધિ હતી, પણ હૃદય ન હતું. હૃદય વિના સંસ્કારિતા કઈ ભૂમિમાં પાંગરે? અને ભલા લકેશ્વર રાવણ જેવાને પાછા વળવું પડ્યું તે ખીજાની શી ગણતરી ! રાજાઓનાં લેાચન લાલ બન્યાં. પણ વસાહતામાં ભારે પરિવર્તન ચાલી રહ્યાં હતાં-એટલે એ વાત જલદી વિસારે પડી ગઈ. આખા દેશ ઉપરથી નીચે થઈ રહ્યો હતા. સંસ્કારી લેખાતા રાજવીઓએ યજ્ઞા પ્રવર્તાવ્યા હતા. યજ્ઞ એટલે આહુતિ. પર કાજે ધન, દોલત ને દેહની પણ આહુતિ. આવા યજ્ઞ સંસ્કાર–પ્રવર્તનનુ અંગ હતુ. ત્યાગ, ભક્તિ ને પરમાની ત્રિવેણી એમાં હતી. શરીર, બુદ્ધિ ને હૃદયને ત્યાં ત્રિવેણીસંગમ હતા. માત્ર શૌયમાં માનતા રાક્ષસેાને આ ન ગમ્યું. તેઓએ યજ્ઞભગતે પેાતાનુ વ્રત બનાવ્યું. ખીજી બાજુ યજ્ઞમાં માનનાર બ્રાહ્મણ ને ક્ષત્રિયેા વચ્ચે શ્રેષ્ડત્વને ભારે વિવાદ તેા ખડા હતા જ ! યજ્ઞ અને યુદ્ધ અનેેમાં ક્ષત્રિયા બ્રાહ્મણાની સરસાઈ કરતા, તે બ્રાહ્મણેા પણ ક્ષત્રિયેાની સામે કેડ આંધતા. બ્રાહ્મણવીર પરશુરામે યુદ્દો-અજબ યુદ્દો-કરી બતાવ્યાં હતાં, ત્યારે ક્ષત્રિયવીર વિશ્વામિત્રે અજબ યના આરંભ્યા હતા. અને આ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કંચન ને કામિની યજ્ઞની રક્ષા માટે પોતે જ પોતાના હાથે અયોધ્યાના બે રાજકુમારોને પિતાની પાસે રાખીને તૈયાર કર્યા હતા. એ રાજકુમારેએ યોને નિર્ભય બનાવવામાં પિતાનું પૌરુષ વાપર્યું, ને ભવિષ્યના કાળમાં યજ્ઞના વિરોધીઓના નાશ માટે પ્રતિજ્ઞા કરી. ' આ કુમારની શક્તિ અને સંસ્કારિતાથી પ્રસન્ન થઈ જનકે રાજકન્યા સીતા વડા કુમાર રામચંદ્રને વરાવી. એમણે શિવશક્તિના ધનુષ્યને તોડી શૌર્યની પરીક્ષા આપી, ને ક્ષત્રિના હડહડતા દુશ્મન પરશુરામને સંસ્કારિતાથી પ્રસન્ન કરી વિષ્ણધનુષ્યની પ્રાપ્તિ કરી! , અયોધ્યાના આ રાજકુમારની બાલ્યાવસ્થાની સિદ્ધિઓએ આખા દેશને મુગ્ધ કરી નાખ્યો. સૌંદર્યસુકુમારી સીતાની ને વૈષ્ણવ ધનુષ્યની પ્રાપ્તિએ ફરી રાજકુળોમાં વિષનો અગ્નિ પ્રગટાવ્યા. રામની સંસ્કારિતાની અનેક પરીક્ષાઓ લેવાવા લાગી. પહેલે જ પગલે પિતૃવચનનું પાલન ને સત્યરક્ષા વિષે કસોટી આવીને ખડી રહી. પિતાએ પિતાની જુવાન પત્ની કેકેયીને બે વચન આપ્યાં હતાં. એમ તે કયો પુરૂ પિતાની જુવાન પત્નીને રીઝવવા શાં શાં વચને નથી આપતે? પણ આ તે વચનમાંથી ભભૂકતો વહ્નિ પ્રગટયો. એ વચન પાછળ રાજ રમત ગોઠવાઈને રમાઈ. એક વચનથી રામને ૧૪ વર્ષ વનવાસ, બીજા વચનથી ભરતને સિંહાસન ! ભલા પિતાનાં ગાંડા–ઘેલાં વચન ખાતર કંઈ રાજગાદી છડી દેવાય? અને કદાચ રાજ છોડી દેવાય, તે પણ નગરનિવાસ છોડી વનવાસ કણ સેવે ? વાહ. વાહ, ઘાટ તે ઠીક ઘડાય. ગુરુ વિશ્વામિત્રની શિક્ષા કે લજાભાર વેહશે ને જનકરાજે જેમાં સંસ્કારિતા જોઈ એ રામનો Page #142 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૧૭ કે ઉપહાસ થશે ? અરે, માણસ તે છેવટે તો માણસ છે. એમાં સંસ્કાર આવ્યા એટલે શું દેવ થઈ ગયો ? પણ મશ્કરી કરનાર થંભી ગયા. બીજે જ દિવસે રામ સહુની વિદાય લઈ વકલનાં વસ્ત્રોમાં દેશનિકાલ માટે તૈયાર થયા. ન બનવાનું પૃથ્વી પર બનતું હતું. પરમ આશ્ચર્યની સીમા તે ત્યાં હતી કે ભાઈ લક્ષ્મણ પણ સાથે જતો હતો, ને સૌંદર્યભરી સીતા પણ વલ્કલના વેશમાં પતિના પગલે ચાલવા તૈયાર થઈ હતી. સીતા કહેતી હતી : “જ્યાં પતિ ત્યાં સતી !” લેકે માનતા હતા કે આ તે નાટક છે ! કાલે રામ પાછા આવ્યા સમજો ! પણ દિવસો વીત્યા, રામ પાછા ન આવ્યા, તે ન જ આવ્યા. વચનના સાદા અર્થનું નહિ, એના ગર્ભિતાર્થનું પણ રામ પાલન કરવા લાગ્યા. કેટલાય એમને પિતાના ગ્રામનગરમાં વસવા વિનંતી કરતા, પણ વનવાસી રામ તે અગોચર જંગલોમાં જઈ વસ્યા. લક્ષ્મણ અને સીતા સાથે છે, બધા યજ્ઞયાગ કરે છે, ને યજ્ઞવિરેાધી લેકને હરાવે છે. રાક્ષસકુળાનો અને યજ્ઞવિધીઓનો નાશ કરનાર ગુરુ અગત્યના આશીર્વાદ પામ્યા, વિદ્યા પામ્યા ને શસ્ત્ર પણ એમની પાસેથી પામી રામ આજે દંડકારણ્યમાં આવી વસ્યા. આવાં રૂપાળાં, નાજુક ને ઘાટીલાં નરનાર ભાગ્યે જ આ પ્રદેશમાં આવે છે ! એકબીજા પ્રત્યેનો સ્નેહ, પાડોશી પ્રત્યેનો નેહ ને જીવન જીવવાની એમની કળા અનોખી છે ! [ ૩ ] રાક્ષસરાજ રાવણે બધો વૃત્તાંત સાંભળે, ત્યારે એને પિતાનું અપહરણનું કાર્ય અનેક રીતે યોગ્ય ભાસ્યું. એક તે એક કાળે એ પિતાની ઇતિ સુંદરી હતી. વળી યજ્ઞપૂજકોની એ કન્યા હતીઃ ને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કંચન ને કામિની પિતે યજ્ઞોનો વિરોધી હતો, આ રીતે પણ સીતાને ઉઠાવી જઈને, એ યજ્ઞના હિમાયતીને શિક્ષા કરવાને પિતાને ધર્મ અદા કરી રહ્યો હતે. વળી આર્યોના ભયંકર ગુરુ અગત્યને ચઢાવ્ય એ રામ ચહ્યો હતે, માટે એની સાન ઠેકાણે લાવવાની પણ જરૂર હતી. ઉપરાંત એણે રાક્ષસને નાશ આરંભે હતો, એ રીતે પણ એને સજા કરવામાં એ ન્યાયી હતે. એણે પિતાની વિદ્વાન, બળવાન ને શાણી રાક્ષસસભાને પૂછવું કે આવા લોકોને શિક્ષા થવાની જરૂર ખરી કે નહિ? સહુએ સંમતિ આપી, પણ ન જાણે કેમ, કંકરથી પહાડ ડરી ગયો ! જે રાવણે રોજ બળ અજમાવ્યું હતું. એણે આજ છળનો પ્રયોગ કર્યો. મૃગયાના શોખીન ક્ષત્રિય રામની નજર સામે સુંદર મૃગ લાવીને હાજર કર્યો. એમને સલલિત માંસની તે સ્પૃહા હતી જ પણ એ મૃગનું ચર્મ પણ સીતાની કંચુકી માટે અપૂર્વ હતું. ગૌરવણે સીતાના વક્ષસ્થળ પર સુવર્ણવર્ણ મૃગચર્મને કંચો કેવો આપે ! સીતાનું મન પણ એ મૃગચર્મ પાછળ ઘેલું થઈ ગયું. આ લાલસામાં વેગવંત મૃગની પાછળ રામ ગયા. ને મૃગયાના શેખીને કઈ દિવસ એમ કંઈ જલદી પાછા ફર્યો છે, કે આજે ફરે? રામને વાર લાગતાં લક્ષ્મણ પણ ભાઈને શોધવા ગયે. રાવણે એ તક ઝડપી લીધી અથવા એણે જ માનસશાસ્ત્રનો અભ્યાસ કરીને શિકાર કરવાની આ રીત હતી. એણે પર્ણકુટીમાંથી સીતાને ઉપાડી. સુકુમાર સ્ત્રી આ શક્તિના પુંજ પાસે શું અને કેટલું કરી શકે? કઠોરતા ને સુકુમારતા શ્રીફળ ને આમ્રફળ જેવી છે. શ્રીફળને છૂંદવા જનાર આમ્રફળ પહેલું છુંદાઈ જાય છે. પણ છૂંદવાની શક્તિથી શ્રીફળની મહત્તા વધતી નથી ને આમ્રફળની ઘટતી નથી! રાક્ષસરાજ રાવણને સામને કરતાં કરતાં સીતા બેભાન બની ગઈ. રાવણ એને લંકામાં લઈ ગયો. રાવણને શ્રદ્ધા હતી કે માયા Page #144 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૧૯ દેખીને માનુનીનું મન ચળી જશે! આ રાજમહેલે, આ વિલાસગૃહ, આ વિહારસ્થલે, આ આભૂષણો, આ આસવો, પે ને ખાધો પાસે કઈ સ્ત્રી પુરુષની ચરણકિંકરી નથી બની ? કંચનના લેભે કઈ કામિની લેભાણું નથી ? આપ આપ એ વશ થઈ જાય છે. પણ ધીરે ધીરે રાજા રાવણને ખાતરી થઈ કે આ સ્ત્રી દેહથી ભલે સુકુમાર હેય, પણ મનથી વજ જેવી છે. એણે માન્યું કે હમેશાં તાજા ઘા રૂઝવવા માટે સમયની જરૂર છે. સમય સમયનું કામ કરી જાય છે. એને પ્રતિકૂલ વર્તીને નહિ, અનુકૂલ રહીને જતું. વિલાસની સામગ્રી ચારે તરફ ખડકીને વચ્ચે સુંદર સીતાને બંદીવાન બનાવી. સ્ત્રીને આકર્ષવાનું સંપૂર્ણ શાસ્ત્ર અહીં સક્રિય બન્યું, પણ સીતા તે અજબ સ્ત્રી નીકળી. કેટલીક વાર તો એની તેજસ્વિતા પાસે ત્રિલોકવિજી રાવણને પણ નમી જવું પડતું. રામ પછી સીતાએ પિતાના સંસ્કારની અહીં પરીક્ષા આપી. , ત્યાં તે અચાનક રામને દૂત લંકામાં આવી ગયો ને સીતાની ભાળ મેળવી ગયો. થોડા દિવસ વીત્યા ન વીત્યા ત્યાં રામને સાંધિવિગ્રહિક અંગદ પણ સુલેહની વિષ્ટિ ચલાવી ગયો. પત્નીહરણનું દુઃખ સમજનાર રાજા સુગ્રીવ અને તેને પરાક્રમી મંત્રી હનુમાન રામની વહારે ધાયા હતા. પણ રાવણ તો પિલાદી હૈયાનો આદમી હતો. એની સભાએ, એનાં સગાએ કહ્યું કે રામને સજા કરવા માટે સીતાના અપહરણની જરૂર નહોતી. છતાં ય કહેનારા માત્ર કહેનારા જ હતા, ને કહીને પિતાના માણસની ભૂલ ચલાવી લેનારા હતા. એક જણ જ એ અન્યાયને વિરોધી નીકળ્યો. એનું નામ વિભીષણ! એણે કહ્યું, “આ તો એક ગુનાને મિટાવવા તમે બીજે ગુને કર્યો.” પણ મદાંધ ને બળવાન લેકે કદી સમજ્યા છે કે આજે સમજે ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કંચન ને કામિની સત્યને ઉપાસક વિભીષણ અન્યાયને પક્ષ તજી ચાલી નીકળ્યો! અરે, ગયો તે ભલે ગયો, સાગરમાંથી એક બિંદુ બહાર ચાલ્યું જાય તેથી એમ નમતું આપીએ તે રાજમાં કાજ કેમ ચાલે ! ટૂંક સમયમાં યુદ્ધનાં દુંદુભિ ગાજ્યાં. રાક્ષસરાજ રાવણના અજેય મનાતા દ્ધા હણાતા ચાલ્યા. રાવણ આ સ્ત્રીના તેજનો એ પ્રભાવ માની શંકિત બને. બળવાન હમેશાં બહુ વહેમી હોય છે. એણે બલાત્કારનો પ્રયાસ છાંડી મનામણાં શરૂ કર્યા. રામ ને લક્ષ્મણનાં ખોટાં શબ લાવીને પણ એણે સીતાની હતંત્રી ખળભળાવી મૂકી, પણ સીતાએ તે એક જ વાત કરી: આ દેહ રામને અર્પણ થયા. હવે ખોળિયામાં આવે છે ત્યાં સુધી બીજાને અર્પણ નહિ થાય !” રાવણ થાક્યો. બીજી તરફ યુદ્ધ ઉગ્ર બન્યું. ભાઈ, પુત્ર વગેરે રણમાં રેળાયા. પિતે રણાંગણમાં આવ્યો, પણ બગડેલી બાજી એનાથી પણ ન સુધરી. રાવણ પણ રણમાં પડયો. રામે લંકાને કબજે કર્યો ! ભલા, આ વેળા નિર્વાસિતા સીતાનો આનંદ એના સાગરસમાં હૈયામાં પણ કેમ સમાય ? પતિને મળવા એ મલીન વેશમાં જ ને કશાય અંગરાગ વગર જ આગળ વધી! પણ પતિદેવ રામનું કહેણ આવ્યું, “સ્નાન કરી શુદ્ધ થઈ અંગરાગ કરીને આ !” રે! નારીનું હૃદય ! એની અધીરતા કેણું ક્યારે સમજું છે, કે આજે સમજે? [૪] મહા-દૂત હનુમાને યથાસમય શ્રીરામને નિવેદન કર્યું કે "સીતાજી આવી રહ્યાં છે !' Page #146 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૨૧ પણ રામ તે હતા ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. વિભીષણે કહ્યું: “સીતાજી આવી પહોંચ્યાં છે!” શ્રીરામ તોય સ્તબ્ધ બની ખડા રહી ગયા. એ પ્રિયાને મળવા અધીર ન બન્યા, બકે તેમના મુખ પર ગ્લાનિની એક આછી વાદળી પથરાઈ ગઈ. તેમણે શાંત, ધીરને સ્વસ્થ શબ્દ કહ્યું : સીતાને મારી સમીપ લાવે.” કમલવદના સીતા આજ ચાલતી નહોતી, પણ ઊડતી હતી. એનું મન આપોઆપ નાટારંભ કરી રહ્યું હતું. પણ એણે શ્રીરામને જોયા–શાંત, સ્વસ્થ, હિમાચલ જેમ અકંપિત! ત્યારે અંધારી રાતમાં વાદળી ગળી જાય, એમ એનું હૈયું ગળી ગયું ! એના કલ્પનાના મિનારા એકદમ ભૂકંપનો વેગ અનુભવવા લાગ્યા. શાંતમૂર્તિ શ્રીરામના મુખમાંથી પાણી સંભળાઈ. એમાં ક્યાંય પ્રેમની ઉષ્મા નહતી, ઉપેક્ષાની હાડ ગાળતી શીતળતા હતી. રામ બોલ્યા : “ભદ્ર, મેં પુષકાર પરાક્રમને યોગ્ય કાર્ય કર્યું છે, તે શત્રુનો પરાભવ કર્યો છે. મારું પૌરુષ જગતને વિદિત થયું છે, ને મારે શ્રમ આજ સફળ થયો છે. જે પુરૂ અપમાન પામી, એને પિતાના તેજથી માર્જન કરતો નથી, એ છે તે પણ શું ને મર્યો તો પણ શું? મને લાગેલા અપવાદને મેં મહાઉદ્યમ દ્વારા ને મારા સ્નેહીજનના બળ દ્વારા દૂર કર્યો છે. સૂર્યવંશ પર લાગેલા લાંછનને મેં સર્વથા ધોઈ નાખ્યું છે.' પતિનાં વચનને અમરસુધા લેખતી સીતા સમજી ન શકી કે પિતાના આત્મસખા રામ આ સંભાષણ શા માટે કરી રહ્યા છે ! અરે, હિજરાયેલી પત્નીના કુશલવર્તમાન પૂછવાને બદલે આ આત્મપ્રશસ્તિ કાં રચી રહ્યા છે ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કંચન ને કામિની શ્રીરામ થોડીવાર થોભ્યા, ને પુનઃ બેલ્યા: હે સીતે! આંખના દરદીને ઝળહળતો દીપ પ્રતિકૂળ લાગે છે, તેમ આજે તું મને પ્રતિકૂળ ભાસે છે! જેના ચરિત્ર વિષે શંકાસ્થાન પેદા થાય એ સ્ત્રી કેમ કરીને પ્રિય લાગે ?” સીતાનું ધીરજ ધારી રહેલું હૈયું એ કઠોર વાણી ઝીલી ન શક્યું. એના મસ્તિષ્કમાં એકાએક ધડાકા ઊઠયા. રામવાણી આગળ વધીઃ “તું એમ ન માનતી કે મેં આ બધે શ્રમ તારે માટે કર્યો છે! મેં આ બધું મારા કુળનું લાંછન મિટાવવા, સૂર્યવંશની કીર્તિ નિષ્કલંક રાખવા માટે જ કર્યું છે. તારાં અંગેને શત્રુએ સ્પર્શ કર્યો છે. એની કામભરી આંખેથી તું નીરખાઈ છે. પરગૃહમાં રહેલી સુંદર સ્ત્રી કદી સુરક્ષિત રહી છે? બિલાડીના કબજામાં આવેલું દૂધ કદી અસ્વાદિત રહી શકે ખરું? આવી સ્ત્રી ગમે તેવી સંદર હોય તો પણ એને કયો પતિ સંધરે ? અને તે પછી રાક્ષસ તથા પિશાચ કુલેમાં ને આર્ય કુલેમાં શો ફેર રહે ? માટે હે સીતે, હું તને મુક્ત કરું છું. દશે દિશા તારા માટે ખુલ્લી છે. ઈચ્છા પડે. ત્યાં ચાલી જા !” સીતાનાં સુંદર નેત્રામાંથી શ્રાવણના આકાશમાંથી મેઘ વરસે એમ આંસુ ઝરી રહ્યાં. શ્રીરામે સીતા તરફ નિહાળ્યા વિના આગળ બોલવું ચાલુ રાખ્યું: “હે મનેહારિણી સ્ત્રી, તારું રૂપ જોઈને રાવણ કાંઈ એમ ને એમ બેસી રહ્યો ન હોય! તળાવ કાંઠે જઈ કે તરસ્યું રહે? માટે ભારે અર્થે તું ત્યાજ્ય છે. આ લક્ષ્મણ છે, ભરત છે, સુગ્રીવ છે, શત્રુદન કે વિભીષણ છે, ગમે તેના પર તારું મન સ્થિર કર !” આ શબ્દોથી ઝરઝર ઝરઝર વરસતા સીતાના વિશાળ નયનાકાશમાં ભયંકર વીજળી ને ગર્જનાઓ થવા લાગી. નિરાધાર સીતા Page #148 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૨૩ જે રાક્ષસ જેવા રાવણની પાસે હિંમત હારી ગઈ નહોતી, એ આજ દીન-હીન બની ગઈ. અનાથ અબળા શું કરે ? સીતાએ છૂટે એ છાતી ફાટ રુદન આરંભ્ય. દિશા ને કાળ કંપી ઊઠયાં. રણોદ્ધાઓનાં હૈયાં પણ વીંધાઈ ગયાં. છતાં શ્રીરામ સ્વસ્થ મને ખડા હતા. હિમાચલની નિશ્ચલતા ત્યાં હતી. સદનદ્વારા ભર્યું અંતર ખાલી કરીને સીતા ગદગદ્ કઠે બેલીઃ “હે સૂર ! સામાન્ય પતિ પણ પિતાની સાધારણ સ્ત્રીને ન કહે તેવાં વચનો તમે મને કહ્યાં છે ! સામાન્ય સ્ત્રીઓની જેમ તમારી પ્રાણેશ્વરીને ન કલ્પ. રાવણનાં અંગોનો મને કદાચ સ્પર્શ થયે હોય, પણ એમાં હું લાચાર હતી. એ દેષ મારે નહિ. વિધાતાને જ હતો. જે વાત મારે અધીન નહિ એ માટે. મને લાંછન કેવું?” સીતા જરા થોભી ને પછી બેલી : - “મારું હૃદય મારે સ્વાધીન હતું, એમાં રામ સિવાય બીજાનું રટણ થયું જ નથી. મને પહેલાં જ ખબર હતી કે રામ મારે ત્યાગ કરશે, તે આ વ્યર્થ જીવિતને આજ સુધી શું કામ ધારણ. કરત? ને તમ સહુને યુદ્ધનો શ્રમ પણ શા માટે લેવા દેત ? ” દુઃખિયારી સ્ત્રીને સ્વાભાવિક એવી નિર્ભયતાથી સીતા આગળ બેલી : “જનકપુત્રી છું, યજ્ઞભૂમિમાં જન્મેલી છું, પતિવ્રતા છું. તમે આદરણીય એવા મારા પતિવ્રતને આદર આપવાને બદલે અનાદર આયો છે. મારું શીલ, મારી ભક્તિ એ બધા પર પાણી ફેરવ્યું છે ! હવે મારા જીવિતનો કઈ અર્થ નથી.” સીતાએ રામ તરફથી મેં ફેરવી લીધું, ને લક્ષ્મણ તરફ જોઈને બોલી : વીરા લક્ષ્મણ! મુજ દુખિયારીને કાજે તમે બધાએ ઘણું કર્યું છે. જે સ્ત્રીને સંસારમાં પિતાનો કહેવાય એવો સ્વામી નહિ, એના જીવનમાં કશું જ નહિ ! જીવિત અને મૃત્યુ એને મન બંને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કંચન ને કામિની બરાબર છે. છેલ્લે એક કામ કરે. વીરા લખમણજી! દુખિયારી -ભાભીને કાજે એક ચિતા જ આપે. ભડભડતા હૈયાને એ ચિતાની જ્વાલાઓ અનહદ શાંતિ આપશે. નિરાધાર, નિર્વાસિત સ્ત્રીનું છેલ્લું શરણ કાં જળ કાં અગ્નિ છે!' બિચારા લક્ષ્મણજી! શું બોલે ? લાલઘુમ આંખે એ મોટાભાઈ તરફ જોઈ રહ્યા, પણ જાણે મોટાભાઈ સીતાની આ માગણીમાં સંમત હોય એમ લાગ્યું. ચિતા ખડકવામાં આવી. જવાલાઓ ભડભડ કરતી ભભૂકી ઊઠી. સીતાએ બે હાથ જોડી કહ્યું : “હે અગ્નિદેવ, જીવન કરતાં પવિત્રતા મને વધુ પ્રિય છે. પવિત્રતા જાય પછી દેહ ટકાવી રાખવાને કંઈ અર્થ નથી. હે નિરાધારના આધાર વહૂિદેવ ! કલંકિની હોઉં તે ભસ્મસાત કરશે, ને શ્રીરામ વિષે એકચિત્ત હોઉં તો રક્ષા કરજે. પાપ ને પવિત્રતાની પરીક્ષામાં કંઈ બાકી ન રાખશો.” આટલું બોલી સીતાએ નિઃસંકેચ રીતે અગ્નિમાં પ્રવેશ કર્યો, પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ અણિશુદ્ધ બહાર આવ્યાં. અગ્નિએ જાણે પિતાને બાળવાનો સ્વભાવ બદલી, પાળવાને સ્વભાવ ધારણ કર્યો. બધી જનમેદની જયજયકાર કરી ઊઠી. સહુએ એકત્ર થઈને શ્રીરામને પવિત્ર સીતાના સ્વીકાર માટે પ્રાર્થના કરી. પ્રચંડ મેઘ જેમ પહાડ તરફ ધસીને જલવષ કરી મૂકે તેમ શ્રીરામ ધસ્યા, સીતાને ઊંચકીને વિશાળ વક્ષસ્થળમાં સમાવી દીધી. અત્યાર સુધી રામ રાજા હતા. એ પળે એ પતિ બન્યા, ને પત્ની સીતાને વહાલ કરી રહ્યા. [૫] દાંપત્યસુખના દિવસો બહુ લાંબા ન ચાલ્યા. સીતાદેવી -અધ્યાના રાજમહાલયમાં શ્રીરામ સાથે બહુ સમય ન વસી શક્યાં. Page #150 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૨૫ પળો તે ખરેખર આનંદની આવી હતી. સીતાજી ગર્ભવંતાં હતાં, પણ શ્રીરામે લંકાના રણમેદાન પર જે શંકા જન્માવી હતી, એ શંકા અગ્નિપરીક્ષા પછી પણ ચૂડેલની જેમ ઘૂમતી હતી. એકવાર ગમે તે રીતે બોલાયેલા શબ્દોનું પણ શું સામર્થ્ય છે! શ્રીરામના મનમાંથી ધેવાયેલી શંકાની કાલિમા આખરે અનુદાર, લોકહૃદયમાં પ્રવેશીને બોલી ઊઠી. શ્રીરામે સેતુ બાં , દાનવ-દમન કર્યું, ને રાવણસંહાર કર્યો : એ બધાં કીર્તિવંત કાર્યો કર્યા. પણ સીતાને સ્વીકાર કર્યો એ ખરેખર અપકીર્તિનું કામ કર્યું. રાજ તો ધમધર્મને નિશ્ચય કરનાર છે. રાજા જે પ્રમાણે વર્તે તેમ પ્રજા વર્તે છે. આ રીતે સ્ત્રી સ્વતંત્ર થશે, પરધરમાં વાસ કર્યાનું પ્રાયશ્ચિત્ત નહીં કરે, તે આર્યકુળોમાં અધમ મચશે. “શું ભલા, રાવણે સીતાને સ્પર્શ પણ નહિ કર્યો હોય ? અને પરપુરુષને સ્પર્શ પામેલી પત્નીને સ્વીકાર પણ કેમ સંભવે ? રાજાને વળી સ્ત્રીઓને ક્યાં તટે છે ? એક કહેતાં એક હજાર. એક એકને ભુલાવે એવી. પછી શંકિત ચારિત્ર્યવાળી સ્ત્રીને સંધરે શો લાભ? આર્ય પુરુષોને એમાં કયો મહિમા ?” વાહ રે સંસાર ! જ્યારે રામે એને શુદ્ધ પ્રમાણું ત્યારે પ્રજા એને અશુદ્ધ પ્રમાણવા લાગી ! રાજા રામનું વ્રત તો પ્રજાજન હતું ! પ્રજા માટે સીતા તે શું, પિતાને પ્રાણ પાથરવા પણ એ કટિબદ્ધ હતા ! મંત્રણસભાને એમણે આમંત્રી. અભિપ્રાય પૂછળ્યો. સભા “હા” કે “ના” કશુંય ન બેલી! શ્રીરામ સમજ્યા કે પ્રજા સીતાના પુનઃ ત્યાગમાં સંમત છે, ફક્ત મારી શરમ એમને સ્પષ્ટ કહેતાં ખાળે છે. શ્રીરામ કર્તવ્યપાલનમાં મેરુ જેવા અચળ હતા. ફરી વાસ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કંચન ને કામિની સીતાને ત્યાગ થશે. ગર્ભવતી અવસ્થામાં વનજંગલમાં એમને છોડી દેવામાં આવ્યાં. સગર્ભ સુકુમાર સીતાને ઉપર આભ ને નીચે ધરતી રહી! નિર્વાસિતા સીતાને વાલ્મીકિ નામના કવિએ આશ્રય આપે. આર્યકુળની શોભા સમાન સીતાને પોતાના આશ્રમની શોભા બનાવી. સીતાએ અહીં બે પુત્રને જન્મ આપ્યો. દુખિયારી માતા પિતાનું જીવનસુખ પુત્રામાં . એમાં એ પિતાનું દુઃખ-દૈન્ય વિસરી ગઈ કુદરતે સ્ત્રીને ઘણી રીતે કમજોર બનાવી, આ રીતે સબળ બનાવી છે. સીતાએ પુત્રોને પિતાના જેવા પરાક્રમી બનાવ્યા. રે! યજ્ઞમૂર્તિ સીતા! જીવનને તે યજ્ઞરૂપ બનાવ્યું. બીજી તરફ શ્રીરામે અયોધ્યામાં યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞમાં તો રાજાને પડખે રાણી જોઈએ. શ્રીરામને લગ્ન કરવા માટે અનેક કહેણ આવ્યાં, પણ એમણે સીતા સિવાય બીજી પત્ની વજ્ય કહી ! રાજાના જીવનની ચોકી કરતી પ્રજાને રાજાના અંતરદાહની એ દિવસે જાણ થઈ! રાજાને અનેક રાણીઓ હેય. એક ચાલી જાય કે મરી જાય તેથી શું? પણ રાજા રામને તે એક જ સીતા હતી. રામે સીતાને છાંડી ન હતી, બલકે પિતાના અર્ધ પ્રાણને વિસર્જન કર્યો હતો ! યજ્ઞવેદીના અગ્નિ જેવું એમનું જીવન બન્યું હતું ! સીતાને આ સમાચાર મળ્યા, ત્યારે એને લાગ્યું કે પિતાને આત્મભોગ લેગ્યસ્થળે અર્પણ થયા છે. આવા પતિ માટે તે આટલાં દુખ શું, જોઈએ તેટલા ભવ પણ ઓળધોળ કરવા એ તૈયાર હતી. અને માનસિક રીતે એકબીજાનાં બની રહ્યાં, પણ એ વિયેગના તાપે બંનેનાં દેહને હાડપિંજર બનાવ્યાં. એક દિવસ સીતાના ક્ષત્રિય પુત્રએ યજ્ઞનો ઘોડે બાંધ્યો, ને વીરત્વની પરીક્ષા આપવા મેદાનમાં ઝુકાવ્યું. માતાને એ વિશ્વાસ Page #152 -------------------------------------------------------------------------- ________________ રામાયણની નિર્વાસિતા ૧૨૭ આપવા માગતા હતા કે તારી કેળવણી અમે પૂરેપૂરી પ્રાપ્ત કરી છે! પણ આખરે તે બાળકને ? એમણે બળિયા સાથે બાકરી બાંધી લીધી. રે! અશ્વ તે અયોધ્યાના ચક્રવર્તી રાજા રામનો હો, ને ખુદ રાજા રામ સામે મુખે લડવા પણ આવ્યા. બાળકેએ કહ્યું : અમારા હાથમાં ધનુષ્ય હાય, માતા ને ગુરુના આશીર્વાદ હોય, પછી સામે એક રામ હોય કે આખું ગામ હેય તેની અમને પરવા નથી.” પિતા ને પુત્રોની લડાઈ! કઈ માતા કે પત્ની એ જોઈ શકી છે, કે આ જોઈ શકે ? સીતા દેડી! કવિ વાલ્મીકિ ધસી આવ્યા. પરસ્પર પિછાન આપી ને પિછાન લીધી. શ્રીરામે ગળગળે સાદે કહ્યું: “પવિત્રતાનાં અવતાર સીતાદેવી! અયોધ્યામાં પધારો.” સીતાજી બે હાથ જોડી બેલ્યાં: હે મનમંદિરના દેવતા, મારો સમય પૂરો થયો. આરતીના દીપની દિવેટમાં ઘી તે કેટલું હોય? એ ઘી પૂરું થયું. કલંકિત કરાપેલી સ્ત્રીના જીવનમાં ને મૃત્યુમાં મૃત્યુ સુખદ હોય છે. છતાં હું દુઃખદ જીવન જીવી તમારાં ને મારાં આ બાળ માટે! “હું તો યજ્ઞભૂમિની કન્યા છું. ધૂપસળી જેવું મારું ભાગ્ય છે. આ બાળકને તમારા જેવાં બનાવી, તમને સોંપું છું. પારકી નીતિની ચોકીદારી કરતી અયોધ્યાની પ્રજાને મારો એક જ સંદેશ છે! એ ધર્મપ્રાણ પ્રજાને કહું છું કે ધર્મ ન ભૂલે ! રામ જેવો પતિ પામીને હું તો ગર્વ અનુભવું છું! સંસારમાં સીતા તે અનેક હશે, પણ રામ તો નથી જ નથી ! વહાલા રામ! પૃથ્વીની પુત્રી સપ્રણામ વિદાય યાચે છે! પ્રણામ ! હે પૃથ્વીમાતા ! હે પૃથ્વીમાતા ! માર્ગ દે તારી દુહિતાને!” Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ . કંચન ને કામિની સીતાએ પૃથ્વી સામે જોયું. આકાશમાં મેઘ ગાજ્યા. પૃથ્વી ચિરાતી હોય તેમ લાગ્યું. ભયંકર કરાડ નજર સામે આવી ઊભી. શ્રીરામ ધસીને સીતાને પોતાની ભુજાઓમાં ઊંચકી લે, એ પહેલાં સીતાનો દેહ પૃથ્વીના પેટાળમાં સમાઈ ગયે ! પૃથ્વીના પેટાળમાં ઊંડે ઊંડે, નાખી નાખી નજર ન પહોંચે ત્યાં સીતા અદશ્ય થયાં હતાં! રામાયણનું એક મહાન પાત્ર પૃથ્વી પરથી રસાતળમાં ચાલ્યું ગયું ! રહી ગઈ માત્ર રામાયણ! Page #154 -------------------------------------------------------------------------- ________________ દશિયે [ વાર્તા સાતમી] ઉનાળાની રાત અરધી વીતી ગઈ હતી અને કાઠ્યિાવાડની વેરાન ભૂમિ પર વાતે ઊને પવન કંઈક શીળો બન્યો હતો. વઢવાણ કાંપના સ્ટેશન પર ઊભેલા ટપાવાળાઓ ઝોકે જતી આંખને ચાના કટીંગ” (અરધિયું) ના જોરે અને નવનવા ટોળટપ્પાના રસ જાગતી રાખી રહ્યા હતા. મોરબીને મેલ આજે કંઈક વધુ મોડે હતો. કંઈક વધુ મોડે કહેવાનો અર્થ એ કે આ ભૂમિની ગાડીઓમાં લગભગ બધી જ ગાડીઓ શાન્ત સ્વભાવની અને નિરાંતવી ચાલનારી છે; એટલે પા– અડધે કલાકનું બેડું એ કદી મેડું લેખાયું નથી. ઊલટું એ મોડું ઉતારુઓની પ્રશંસા પણ પામ્યું છે. પણ આજે મોરબીને મેલ પાસે સવા બે કલાક “લેઈટ' હતા. સ્ટેશન માસ્તરે પણ વીઝીટીંગ રૂમમાં નિરાતે મુકાવ્યું હતું, ને ટિકિટ માસ્તર પણ બાર સવાબારમાં કામ પતાવી ખુરશીમાં લાંબા થયા હતા. “ખાસ્સા સવા બે કલાક !' સ્ટેશનના એક ખૂણે અડે અડ બેઠેલી બે વ્યક્તિઓમાંથી એકે કહ્યું. કરીગાળો છે ને ! પારસલે ઉતારતાં-લેતાં મોડું થઈ જાય. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કંચન ને કામિની વળી કેરીગાળા ભેગા લગનગાળા પણ ખરાને !' ખીજી વ્યક્તિએ ગાડી માડી પડવાનાં કારણેા સમજાવવાના ડેળ કર્યાં. * એ વાત સાચી, પણ આજે ગાડી બહુ મેાડી થાય તે આપણે બધા ધાણુ બગડે ! તને ખબર છે ? રાત ટૂંકી ને વેશ ઝાઝા જેવા આપણા ઘાટ છે!.' · આટલી રાત ભેગી એક રાત વધુ. એમ હાયવોય કરે કઈ કામ થાય ?' બીજાએ ઠંડે પેટે કહ્યું. હાયવોય ન કરું તે કામ શી રીતે ચાલે ? મનસુખ, તું તે સાવ અડખૂથલ જ રહ્યો. વખતના પૈસા છે, વખતના. ' વાત કરનારે શકરા-ખાજના જેવી તીક્ષ્ણ દૃષ્ટિ ચારે તરફ ફેંકતાં આગળ ચલાવ્યું. 6 · મનસુખ, હિટલરે આપેલું પંદર હાડાનું અલ્ટીમેટમ કદાચ જોઢું પણ પડે, પણ રાંડેલા મૂરતિયાનું અલ્ટીમેટમ કેવળ તેર દહાડાનું તેરમે દહાડે તે ચાંલ્લા થવા જ જોઈએ. અને એ ન થાય તે પછી થઈ રહ્યું, લખ ચેારાસીના ફેરા ! લોક કહે કે કઈ હશે ત્યારે જ ન થયું તે ! પાના શેઠના રંડાપાને આજ અગિયારમા દહાડા છેઃ કાલ આરમે! તે પરમ દિવસે તે ખેલ ખલાસ !' કાઠિયાવાડની ભૂમિ પર ગામેગામ કે શહેરેશહેર વેરાયેલી ચૌદશિયાની જાતના આ મહાનુભાવ, વાત પૂરી કરે ત્યાં સ્ટેશનને ઘટા જોરથી અજી ઊઠ્યો. - ગાડી છૂટ ગઈ !....... અધમીચી આંખે પાટરે ખૂમ મારી; અને આ બે મહાનુભાવા થાડી વાર શાન્ત રહી, પાછા વાતે ચડયા. - પેલા લાડકાશેઠની દીકરી જોઈ છે ને! તીડડા જેવી છે, તીડડા જેવી ! ’ અને તીડ જાતના પ્રાણીની માદાનું નામ લેતાં લેતાં તે આ Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૩૧ ભાવહીણ લાગતા મહાનુભાવોની આંખમાં કંઈ કંઈ ઊર્મિઓ અને કલ્પનારંગો ઊભરાઈ રહ્યા. લાડકાશેઠની લાડકીનું એક સૌંદર્યભર્યું ચિત્ર બંનેની સામે નાચી રહ્યું. કાંપની લાંબી-પહોળી શેરીઓમાં થઈને સવારના જેલના મીઠે કૂવે પાણી જતી એ નગરનારીઓમાંથી તેઓએ લાડકાશેઠની લાડકીને જોઈ લીધી હતી. બાપનું ગામ એટલે દીકરી લાજ-મરજાદ ઓછી જાળવે ! ઘણી વાર અડધે સે ઉઘાડે રહી ગયે હેય ને લાડકી પાણી જાય ! કંઈક ભરાવદાર અને ઊંચું શરીર ! ગળ લાડવા જેવું મેં ! માથે તો કેશનો ભારે ! કોક દહાડો અબડે વાળી ફૂલ ઘાલે તે કોકવાર છૂટી વેણું મૂકી છેડે ફૂમતું લટકાવે ! લાડકા શેઠની લાકી અમદાવાદની હવા ખાઈ આવેલી; એટલે સુંદરતા કરતાં એની સુઘડતા વિશેષ હતી. એ જેનારની આંખને તરત ઠારી દેતી. લાડકા શેઠને અમદાવાદમાં બીમારી લાગુ પડી ને બિચારા ચાર વર્ષ સુધી પૈસાનું પાણી કરી આખરે ગુજરી ગયા. શેઠ જીવતાં તે ભરમ ભારે હતો, પણ પાછળ વધુ કસ ન નીકળ્યો. શેઠાણું બે દીકરી ને એક દીકરો લઈ કાંપમાં કરકસરની જિંદગી ગાળવા આવ્યાં. વિધવા સ્ત્રીને હિંદુસંસારમાં કોઈ છેડો ઝાલનાર નથી. પણ શેઠાણીનો ભરમ ભારે. બાંધી મુઠ્ઠી, એટલે આઘે આઘેનાં સગાં ઉપર પડતાં હિતૈષી થઈને આવ્યાં. પણ જેમ ભીતરના ભેદ ખૂલતા ગયા, એમ લેકેને લાગ્યું કે જેને મધભરેલો મધપૂડે માનતા તે ખાલી નિવાઈ ગયેલું મીણનું ખાનું છે, ત્યારે એકે એકે સહુ આવા ખસતા ગયા. આખરે છેલ્લે છેલ્લે એક જ જણ એમને બનીને રહ્યો. અને તે અત્યારે સ્ટેશન યાર્ડમાં મોરબીના મેલની રાહ જોઈ ઉજાગરા, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કંચન ને કામિની તાણતા એતમરશેઠ ! પરોપકાર ને પરદુઃખભજનમાં આતમરોડની જોડી નહેાતી.શેઠાણી તેને પરદુઃખભંજન વિકરમ ને અવતાર કહેતાં. ' વીસમી સદીના વિક્રમાવતાર એતમશે અને એમના દાસ્તાર મનસુખ ખતેએ આ પછી લાંબા મનસૂબા ધડવા. આ એક રાતની કામગીરી ઉપર ભવિષ્યના ઊજળા ધંધાની, સુખી જિંદગાનીની તેમણે ઈમારતા ચણી. પણ એમનું એ સ્વપ્ન લાંબું ન ચાલ્યું. એ ઈમારત નીચે ઝીણી સુરંગ મુકાતી હેાય એવી તીણી ચીસે એમને જાગ્રત કરી દીધા. ના,ના, એ સુરંગ નહાતી-મારખીને મેલ મેડા મેાડા પણુ આવે છે, માટે જાગી જવા વાગતા એંજિનના પાવા હતા. એતમચંદે ચેાળાયેલા ખેસને ઠીક કર્યાં, પાઘડી પર હાથ ફેરવી એક લાંબું અગાસું ખાઈ ટટ્ટાર થઈ ઊભા. મધરાતના આ મહેમાનાને પકડી પાડતાં વાર ન લાગી. થાન ચોટીલાના જાડે। પહેરવેશ છતાંય અત્યારે આ મહેમાન સજ્જા પૂર બાબમાં હતા. એ હાથમાં એ હાથ મિલાવી ભેટષા, પછી સહુ સ્ટેશન બહાર નીકળ્યા. અલ્યા વશરામ ! ટપ્પા તૈયાર છે ને ? ' મહેમાનેા માટે ટપ્પાની પૂર્વ તૈયારી કરી રાખી હોય તેવા રાથી એત્તમચંદ ખેલ્યા, પણ વશરામ એવી રીતના પ્રસંગેાથી ટેવાયેલા હતા. · તૈયાર છે, શેઠ ! પણ ચાર પેસેજરા હો કે!' ' · હા, હા, તે હું નથી જાણતા ? એમાં અમે છીએ કેટલા ?' અને આતમચંદ શેઠ ગણવા લાગ્યા. ‘ હું, મનસુખ ને એક, બે, ત્રણ, ચાર મહેમાને ! હાં, હાં, છ જણાં ! એ તેમે વધતાટતા ચાલે ! ’ ' પણ શેઠ, પેલા સિપાઈ.......... Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૩૩ “હવે કાલે થા મા ! એ તે કદી ત્રણે હેય ને કદી વધારે પણ હોય. આખી ગાડી બાંધી પછી એ તે અમે અંદરોઅંદર સમજીને સંકડાઈને બેસીશું. અલ્યા, વખત ઓળખતાં શીખે.” વશરામ ઓતમચંદનું ઘરાક હતા. ભારે વજનવાળા છ જીવને એક માઈલ ખેંચી જવાનું મહેનતાણું એને વ્યક્તિ દીઠ બે આના મળવાનું હતું-અને એ પણ રેકડું નહિ. લીધેલી રકમના વ્યાજ પેટે ચેપડે જમે થવાનું હતું. એણે કંઈક અસ્પષ્ટ અવાજે બબડતાં ચાબૂક હાથમાં લીધો ને આકાશ સામે એક વાર નજર નાખી ઘોડે હાંકી મૂક્યો. આકાશમાં તે એકલા તારલિયા હતા-ન જાણે વશરામે શા માટે ત્યાં જોયું હશે ? [ 2 ]. કાંપની માટી-પહોળી સડક વટાવી, ગટરનાં પાણીથી ભીંજાયેલી શેરીમાં થઈ ઘેડાગાડી એક બેઠા ઘાટના મકાનના દરવાજે આવી ઊભી રહી. “ભાભી!” તમશેઠે બારણું ઉપર હળ ટકે રે માર્યો. ઘરમાં કઈ જાગતું હોય તેવો ભાસ થયો. એક જ બૂમે બારણું ઊઘડયું ને કાચની ખાપવાળા ફાનસનું અજવાળું પથરાયું. ગૂઢા રાતા સાડલામાં મેં છુપાવીને એક પ્રૌઢ સ્ત્રી આવી. એણે ધીરેથી કહ્યું : ગાડી બહુ મોડી આવી લાગે છે!” “હાસ્તો, પણ હવે એ મડાનું વહેલું તમારે હાથ છે. મહેમાનોમાંથી એકે જરા ટકેર કરી. મારા રાંડરાંડના હાથમાં શું ? એ બધું તે આ તમાશેઠના હાથમાં!” અને ઓતમશેઠે ખુલ્લા દિલના હાસ્યથી આ વાર્તાલાપ ઉપર પડદો પાડી દીધું. ઘરની મેડી ઉપર બધી તૈયારીઓ કરવામાં આવી હતી. મહેમાને એક ગાદલા ઉપર ગોઠવાયા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કંચન ને કામિની “ભાભી, ચાની તૈયારી કરે.” ઓતમચંદ શેઠે કહ્યું. “ના, શેઠ ! જુઓ રાત ટૂંકી છે. કાલે સવારે કામ પતાવી અમારે દશની ગાડીમાં પાછા ફરવું છે. માટે પહેલાં નક્કી કરે !' સવારે થશે, એમાં શી ઉતાવળ છે?” શેઠાણીએ કહ્યું. આ સાંભળી મહેમાને ઊંચા-નીચા થઈ ગયા. ના. તે એ ન બને! સારાં કામમાં સે વિન! ગામમાં ચૌદશિયા ક્યાં ઓછા છે? વાતવાતમાં બધું બગાડી મૂકે ! અમારે નાક નથી કપાવવું. કેમ ઓતમચંદ શેઠ ?” સાચી વાત, સાચી વાત, મારા ભાઈ આ તે વાવાળાનું ઘર ! થાન–ચોટીલામાં પાનાશેઠને કોણ ન ઓળખે ! પાંચ પાંચ પેઢીની પૂરી ખાનદાની ! અને ભાભી; કંકુમાં પાણી ભળતું હોય તે ભળવા દે ને! શાસ્ત્રમાં કહ્યું છે ને કે શુભસ્ય શીઘ્રમ!” તમશેઠે પિતાનો મુસદ્દીવટનો બીડો ધીરે ધીરે ખોલવા માંડયો. “આમ આવજે,” શેઠાણીએ ધીરેથી ઓતમચંદને ઓરડામાં બોલાવ્યા અને કહ્યું: “લેકે વાત કરે છે, કે પાનાશેઠની ઉંમર બેંતાલીસની છે. તમે જાણો છે ને, લાડકીને આવતા ભાદરવે હજી અઢારમું બેસશે.” લેકે શું વાત કરશે ? કે તે પેટબન્યા છે, કોણે બંતાલીશ કહ્યાં? એ તો હશે ૩૦-૩૫, પણ ખાધે-પીધે સુખી એટલે હાડ ઊકળતું દેખાય! આપણી લાડકી અઢાર-વીસ વર્ષની અને શેઠ ૨૫-૩૦ વર્ષના ! આમાં ક્યાં કજોડું છે?” ઓતમચંદ શેઠે લેકેનાં લેણદેણનાં ખાતાં સરભર કરવાની શક્તિનું અઠું પ્રદર્શન રજૂ કર્યું. સરપંચાં પચાણુંની જેમ અઢાર અને બેંતાલીસનો મેળ મેળવી દીધો. અને ભાભી, જરા ઓરાં આવો. મેં પાનાશેઠને કીધું છે, કે અમારે દીકરીની પાઈ અને ગાયનું રગત બરાબર છે. અને એમણે પણ કહ્યું કે એની ચિંતા નહિ. તમારી ભાભીનું સુખદુઃખ એ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયા ૧૩૫ અમારું સુખદુઃખ. સગાં થયાં તે સગપણુ નાણુવું જોઈ શે ને? રોકડા એ હજાર ભાભીના નામ પર મૂકશું. એ ખાય પીએ તે લહેર કરે.' એતમચંદ, આનું નામ પૈસા લીધા મારે તે મુરિતયા જોવા છે.' શેઠાણીએ કહ્યું. શાન્ત પાણીમાં પયરે પડ્યો! ' નહિ તેા ખીજાં શું પણ એ સાથે જાણે · એટલે અમે બધા જાદાને? આખરે બૈરીની બુદ્ધિ પાનીએ, એ વાત સાચી. હા, હા, ભાભી ! તમારાં કામ આટલા દહાડા કર્યાં એનું આ ઇનામ હશે ? હે ભગવાન ! શું કળજુગ આવ્યા છે ! માણસને માણસ પર ભરેાસા નહિ.' આતમચંદે એક વાર આકાશ સામે જોયું, પણ પેલા વશરામ ટપ્પાવાળાના આકાશ તરફ જોવામાં અને આમના જોવામાં ઘણા ફેર હતા. 6 પણ ત્યારે દીકરી કૂવે નાખું ? ’ · છિ, છિ, છિ ! એવું ખેલો! મા. મારે તે તમારે કેટલા ભવ કરવા છે? આપણે તે નિમિત્ત. દીકરીને સુખમાં નાખવી છે. જમાઈ તા વ્હેશે ત્યારે ખબર પડશે. મારા સમ ભાભી...એ કલૈયા કુંવર જેવા.’ આતમચંદે એક લટકા કર્યાં. ‘હા, હા, એ વાત સાચી. એકવાર આંખે જોઈ લઉં એટલે મન રે. બાકી તે। મારે પૈસેટકે ન ખપે. ધરધરાઉ કામકાજ કરીને કમાઉં છું, એવું થવું વધુ કરીશ. મારે બહુ દુ:ખિયાને વળી દુઃખ શું? ’ ( આંખે જોવાની વાત સાચી, પણ હવે આવેલ મહેમાન પાછા ન જાય. ભાભી, કામકાજના ઢસરડા કાં સુધી કરીશ ? લેાક જોયું છે? કઈ કઈ વાતેા કરે છે. એવી વાતા કરાવવી છે, કે આ રકમ લઈ દીકરાને ભણાવી ખારિસ્ટર બનાવવા છે? ' એતમચંદની જબાને સ્રીયના મ`ભાગ પર પ્રહાર કર્યાં. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કંચન ને કામિની એ પ્રહાર અચૂક લાગ્યો. શેઠાણું ચૂપ રહ્યાં. ઓતમચંદે વખત પારખ્યો, અને એણે વધુ અસર કરવા ભાષણ આગળ ચલાવ્યું : ભાભી, ડોડે ચઢી હેરાન થઈશ મા! રાંધીસીવીને કેનાં પેટ ભરાયાં છે? પેલી સંતકડીની વાત થાય છે, એ ખબર છે? એનો કરેય ભણ્યા-ગણ્યા વિના રવડી ગયો. કાઈ કન્યાય આપતું નથી. અને આ ક્યાં આપણે દીકરીના પૈસા લેવા છે, આ તે ભાઈને ભણાવવા આપે છે. હેય એ આપે! અને જમાઈ જેવો હોય તે પછી ક્યાં જેવાતે નથી? કોને કંકુના.” ભલે, તમને હૈયે બેસે તેમ કરે. આ તે મારું બૈરાનું મન. મનમાં હતું તે કહ્યું,” આટલું બેલી ભાભી નીચે ચા મૂકવા ગયાં, ને એતમશેઠ મૂછે હાથ દેતા મહેમાનોના ઓરડામાં ગયા. રાતને એથે પહેર ગળતે હતે: આ વેળા દાદર પરથી કોઈ ધીરેધીરે બિલ્લીપગે સરતું જણાયું. ખાનગી વાત જાણવા કોણ ત્યાં આવ્યું હતું? રાતના ગળતા ચેથા પહેરને વખતે દાદર પરથી બિલ્લીપગે સરકનાર કેઈ ચાર-ચખાર નહેતું, ખુદ લાડકી પોતે જ હતી. યૌવનમાં આવેલી કન્યાઓ ખૂણેખાંચરે ભરાઈને જેમ પોતાના ભાવિ પતિ વિષે જાણવા ઈંતેજાર હોય છે, એવી ઈંતેજારી સાથે એ આવી હતી. મનમાં તે સાંજે ગાયેલું ગીત ગણગણતી હતીઃ અમે રે ગોરાં, ને રાયવર શામળા !” કઈ સ્ત્રીને પિતાના ગેરાપણાનું અભિમાન નથી હોતું ? મા અને ઓતમચંદની વાતો જાણવાની ઉત્સુકતા જાગવાથી એ નીચેથી દાદર ઉપર આવીને ગોઠવાઈ ગઈ હતી. અઢાર અને બેંતાળીસનો જે સફાઈદાર તાળો ઓતમચંદે બેસાડી Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૩૭ દીધે, એ તાળો લાડકીને બેઠો નહિ. એ થોડું ઘણું ભણી હતી; અલબત્ત, ભણવાની હોંશથી નહિ પણ ભણેલગણેલે મૂરતિયો પાછો ન જાય એ હિસાબે મા-બાપે એને નિશાળે મેકલી ભણાવી હતી. ઘરડાં મા-બાપ આજના નવા ભણતરની સદાસવંદ છડેચોક નિંદા કર્યા કરતાં, છતાં ભાગ્યે જ એમના કોઈ સંતાનને તેઓ નિશાળે મોકલ્યા વગર રહ્યાં હશે ! તેઓ કહેતાં કે આ ભણાવવું ભણવા માટે નથી, પરણવા માટે છે ! એટલે લાડકી કંઈક ભણી હતી. એનું હિસાબી જ્ઞાન બહુ સારું તો ન જ કહેવાય, છતાં અઢાર અને બેંતાલીસ વચ્ચે આંતર એ સમજતી હતી, અને તેમાં પણ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનું એ અંતર કેટલું દુઃખદ છે. એની ઘણી માહિતીઓ એના નાનાશા કથાકારમાં સંગ્રહાયેલી હતી લાડકી ઓરડામાં આવીને ગોદડામાં મેં ઘાલીને પડી. સહુથી પહેલાં તે એણે ડું રડી લીધું. રડવાના કાર્યથી નિવૃત્ત થઈને એ પિતાના ભવિષ્યનો વિચાર કરવા લાગી. ઓતમચંદને પિતાનો હિતસ્વી લેખ કે હિતશત્રુ એને એ નિર્ણય કરવા મથવા લાગી. દીકરી અને ગાય, દોરે ત્યાં જાય; આ કહેવત લાડકીના કાને ઘણીવાર નાખવામાં આવી હતી. જે કોઈ ઘરડાં પુણ્યશાળી પૂર્વજોનું આ આજ્ઞાવચન હોય તે લાડકીએ તે વિષે ઊંકાર કે ચુંકારે કરવાની જરૂર નહતી. અથવા બીજી તરફ ભાઈ બારીસ્ટર બને, એ સુખદ સ્વપ્ન માટે પિતાની તમામ તૃષ્ણાઓ ચગદી નાખી તપ તપવાની પણ જરૂર હતી. લાડકી ફરીવાર રડી પડી. થોડીવારે એની માતા ઓરડામાં આવી લાડકી અને એની માની પથારી પાસે પાસે હતી. જુવાન દીકરાની પથારી ગમે ત્યાં પડે, પણ જુવાન દીકરીને મા પથારીમાં પણ રેઢી ન મૂકે. રાતે બે ચાર વાર હાથ ફેરવી જુએ. માતાએ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કંચન ને કામિની એકવાર સૂતેલી દીકરીને મમતાથી નિહાળી ને હેતભર્યો હાથ ફેરવ્યો. પણ એ હાથના સ્પર્શથી અમી સીંચાયું કે કાંટા લાગ્યા એનો નિર્ણય લાડકીના નાનકડા પારેવાશા દિલ સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. રોકડા રૂપિયા બે હજાર ! લાડકીની માના દિલમાં કઈક ટાઢક વળતી લાગી. આ કન્યાવિક્રય તો છે જ નહિ ! મારે તો ગાયનું રગત ને દીકરીને પૈસો બરાબર છે. પણ આ તો ગગાના ભણતર માટે! ગગે ભણશે, માટે થશે. એના બાપનું નામ કાઢશે, કુળ ઉજાળશે. એ સુખદ કલ્પનામાં એને ઊંધનું એક ઝોકું આવ્યું. ત્યાં તે સવારના પહોરમાં વહેલી ઊઠીને ઘંટીએ બેઠેલી સંતિકને અવાજ આવ્યો. દીકરો દેશાવરમાં ભણતો હતો ને મા દળણાંરાંધણાં કરી પૈસે મોકલતી હતી. એની જ એક દીકરીને કંકુ ને નાડાછડી બાંધી પરણાવેલી. આ ઓતમચંદ જ એની પાછળ લાગેલે. એક પિતાના દમલેલ સગાને પરણાવવા મહેનત કરેલી. ઘણી ઘણી લાલચ આપી તોય એ દુઃખિયારી રાંડરાંડનું દિલ ન પીગળ્યું. નસીબ ફૂટલું કોનું નામ ! ભલે વર દમલેલ હતું, પણ ઘર સેનાથી ભરેલું હતું ને? પણ ઓતમચંદનો પડછાયો જેને માથે પડે, એ સુખે શી રીતે જીવી શકે ? એણે બજારમાં વાત શરૂ કરી, સંતક જે શેઠને ત્યાં રાંધતી હતી, એની સાથેના આડાવ્યવહારની ! - શેઠ હતો ડરપોક, એણે સતકને તરત રજા આપી. સતિક બીજે રસોઈ કરવા રહી, ત્યાં ય ઓતમચંદનો પડછાયો પડ્યો. ઘરનાં બૈરએ જ વહેમે ભરાઈ એને તગડી મૂકી. બિચારી એકવાર તીર્થયાત્રાએ ગઈ તે ઓતમચંદે એને નામે ભળતી જ વાત શરૂ કરી. એક દહાડો દુઃખિયારી સંતોક ઓતમચંદના ઘેર જઈ એની સાત પેઢીનું નખ્ખોદ જવાના શાપ આપી આવી. પિતાનું જીવતર Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૩૯ ધૂળ કર્યું એવું એનું મળજે, એની પણ ખુલ્લા દિલે આગાહી કરી.. આ બધા ક્ષુદ્ર પ્રયત્ન સામે ઓતમચંદ કેવળ હસ્યો, અને બોલ્યા: સતી શાપ દે નહિ ને શંખણીના શાપ લાગે નહિ.' અપાસરાના મહારાજ પૂર્વભવની જે વાત કરતા એની ઉપર ઓતમચંદને શ્રદ્ધા હતી કે નહિ, તે હજી કેઈના જાણ વામાં આવ્યું ન હતું. છતાંય દુઃખિયારી સતિકના આ અવાજમાં અને જોરથી ફરતી એની ઘંટીના રવમાં નક્કી કઈ આવું બળ હશે જ, એની ખાતરી થતી હતી. હજી ક્ષિતિજ પર સૂરજદેવે પૂરી કર પણ નહોતી કાઢી કે મહેમાને આળસ મરડીને જાગી ઊઠ્યા. લાડકીની મા તે એકાદ ઝોકું ખાઈને જ જાગી ગઈ હતી. મહેમાનની સરભરા માટે, દાતણ પાણી, ચા-પાણી ને જમાડવા માટેની અનેક તૈયારીઓ એને કરવાની હતી. લાડકી પણ ઊઠી હતી. મા બતાવે એમ કામ કર્યે જતી હતી, પણ એનું મન બીજે હતું. પાણી ગાળવા બેઠી તે સંખારાનું પાણી ગાળામાં નાખ્યું ને ગેળાનું પાણી મૂંડીમાં ઠાલવ્યું. ચામાં સાકરના બદલે મીઠું નાખી દીધું. મા ઠપકે આપવા લાગી તે એણે રડી દીધું. ઓતમચંદ શેઠ વહેલાવહેલા એમના મિત્ર મનસુખ સાથે આવી પહોંચ્યા. તેમણે વેવિશાળ વખતે કોને કોને નોતરાં આપવા એનું લિસ્ટ તૈયાર કરી રાખ્યું હતું. ગામમાં પિતાના સ્વભાવના ચૌદશિયાઓના ત્યાં જઈ સવારમાં જ જરા ખુશામત, જરા મહેરબાની. તે જરા લાલચ આપી આવ્યા હતા. જો કે આ મંડળ રાજકર્તાઓ તરફથી નિમાયેલું રહેતું, છતાં તેઓની સત્તાને રાજસત્તા કરતાં પણ વધુ ડર લાગત, એમની મંડળીના સભ્યની કેાઈ સુપ્રસિદ્ધ નામાવલી તે નહતી જ, છતાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કંચન ને કામિની સહુની જીભ ઉપર એમનાં નામ અડધી રાતે પૂછે તો પણ હાજર રહેતાં. કોઈ પણ જમણવાર સફળ થશે કે નિષ્ફળ થશે, એ એની વસ્તુઓની સારાસારતા પર નહિ, પણ આ મંડળ સાથેના સારાનરસા સંબંધ સાથે સંકલિત હતું. વેવિશાળના વિષયમાં પણ તેમની આવી જ એકહથ્થુ સત્તા ચાલતી હતી. સારામાં સારાં વેવિશાળ તેઓ ધારે તે ધૂળ મેળવી દેતા; ને ધારે તે આંધળે બહેરું જોડી તાં એમને વાર ન લાગતી. દેવગુરુને તે કઈ નમસ્કાર કરે કે ન કરે, આ મંડળને સહુએ નવગજના નમસ્કાર કરવા જ પડતા. આ મંડળના સ્વયંનિર્મિત પ્રમુખ-ઉપપ્રમુખ પણ રહેતા. ઓતમચંદ એના પ્રમુખને સવારમાં જ રાજી કરી આવ્યા હતા, એટલે હવે એને કેઈના બાપની સાડીબાર નહતી! ઓતમચંદ આવ્યા એવા લાડકીની માએ એમને રસોડામાં બોલાવ્યા, ને લાડકીની સ્થિતિ વિષે ઇશારે કર્યો. તમચંદે કહ્યું “પારકી થાપણને પંપાળવી સારી નહિ. એને તે હમણું સમજાવી દઉં છું. ગાંસડે કપડાં ને ઢગલે ઘરેણું જોશે, ત્યારે મને કે તમને કોઈને સંભારવાની નથી.” એમ કહેતાં ઓતમચંદે લાડકીને બોલાવી. લાડકી મહામહેનતે બહાર આવીને ઊભી રહી. બેટા લાડકી, બોલ તારે કંઈ કહેવાનું છે? કાકે થાઉં એટલે કંઈ કહેતાં હું શરમાઉં છું, પણ તારે કંઈ કહેવું હોય તે સુખે કહી દે ! મહેમાન ઘરેણની યાદી માગતા હતા. મેં તે કહી દીધું કે તમારી ગામડાશાહી એમાં નહિ ચાલે. કાંપ કાં અમદાવાદ, બેમાંથી એક ઠેકાણે ઘરેણું ઘડાવવું પડશે. કપડાં પણ આપણે જ પસંદ કરીને લઈ લેવાનાં છે.' સર્વે ગુણઃ કાંચનમાશ્રયને સર્વ ગુણ સેનામાં સમાઈ જાય છે, એ અનુભવને લક્ષમાં રાખીને તમચંદ શેઠ લાડકીને સમજાવી Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૪૧. રહ્યા હતા. “ઝટ જાઓ ચંદનહાર લાવો, ધૂંધટપટ નહિ બોલું ! ” એની રેકર્ડ એમના મનના ગ્રામોફોન પર ચઢી હતી. ખિજાયેલી સ્ત્રીને મનાવવા માટે જોઈએ શું? માત્ર ગદિયાણાની વીટી. ચાર ગદિયાણાનો હાર એટલે તે અધધ! લાડકી ચૂપચાપ પડી હતી. ઓતમચંદ શેઠને લાગ્યું કે હજી તેના મનનું સમાધાન નથી થયું, એટલે પિતાનું પારાયણ વળી આગળ હાંક્યું: આજ સુધી વળી દીકરી જાતને પૂછતું હતું કેણ? આ તે જમાને જુદે આવ્યો. ઘર ને વર જેવાનાં હેય. ઘર તે ઘરેણું આવે ત્યારે તારી મેળે જાણી લેજે ને ! અને વરમાં કંઈ કહેવાપણું હોય તે મારે માથે. હું એનો જામીન થાઉં. માટે બેટા, ખુશી થા ને હમણાં જ તારે ચા-પાણી લઈને મહેમાન પાસે જવાનું છે માટે જરા તૈયાર થા. કપડાં શહેરની ફેશનમાં પહેરજે. જે કે એમાં મેરનાં ઈડાને કંઈ ચિતરવાં પડતાં હશે, કાં લાડકી બેટા!'ઓતમચંદની, જીભ પર મધ ટપકતું હતું. લાડકી કંઈ બોલ્યા વિના મૂંગી ઊભી રહી. ઓતમચંદને લાગ્યું કે લાડકી પીગળી છે, એટલે જરા નજીક જઈ ખભે હાથ મૂકતાં કહ્યું: “મારે તો તું ને મારી મંજુલા સરખી. દીકરી, જેજે તે ખરી, કાકાને આખી જિંદગી યાદ કરીશ.” અરે શેઠ, મોડું થાય છે, હવે ઝટ કરોને !' મહેમાનોનો અવાજ આવ્યો. આ આવ્યો મારા શેઠ! તમારે ઘણું ઉતાવળ હોય પણ આ તે વ્યવહારનાં કામ ! ભાઈ એ તે વીતી હોય એ જાણે.” ઓતમચંદ પિતાની મહેનતનું મૂલ્યાંકન કરાવતા હતા. Page #167 -------------------------------------------------------------------------- ________________ "૧૪૨ કંચન ને કામિની થોડીવારે લાડકી ચા ને નાસ્તાની થાળી લઈ મહેમાન પાસે આવી. કાંપના સ્ટેશન પર દશ વાગ્યાની ગાડી જ્યારે ધમધમ કરતી હાંફતી હાંફતી આવીને ઊભી હતી, ત્યારે મહેમાને તમામ કામ માંગલિક કરી માંડમાંડ સ્ટેશન પહોંચ્યા હતા. આજનો દિવસ છેલ હતો. આ વાત વણસી ગઈ હતી તે ભારે થાત ! નાતજાતમાં નીચું જોવા જેવું થઈ પડત. ઓતમચંદ શેઠનાં ભારોભાર વખાણ થઈ રહ્યાં હતાં. મહેમાનો એમની પીઠ થાબડી થાબડી આભાર માની રહ્યા હતા. આમ તે ઓતમચંદ શેઠ ઓછાબોલા હતા. તેઓ તે કેવળ એટલું જ બોલ્યા: શેઠ, સારા સગાના લહાવા લેવા કોને ન ગમે ?” એમ છાપરે ચઢાવશો મા. એ તે વખત આવે ખબર પડે.” પણ પેલા બે હજારની શી વ્યવસ્થા છે?” હૂંડી બીડી આપીશું તે ચાલશે ?” હા, હા, એમાં તમારી હૂંડી માટે શું કહેવાનું હોય? પણ...” ઓતમચંદે વડેરા મહેમાનને જરા એક બાજુ બેલાવી હસતાં હસતાં કહ્યું: “જરા ત્રણેક હજારની બીડજે. આ તે તમે છો, એટલે કહેવાય, બાકી બીજા પાસે તે મારી જીભ પણ ન ઊપડે. મારે તે દૂધે ધોઈ પાછા આપવાના. હં હં હં.' ઓતમચંદે ઉપસંહારમાં કાલું હાસ્ય કર્યું. એ હાસ્યમાં શું હતું એનું પૃથક્કરણ કરવું અશક્ય હતું. કાંઈ વાંધો નહિ. અમે પહેલેથી એટલે આંકડો નક્કી કરી રાખ્યો હતો. આ પછી એકબીજાની પ્રશંસાની વિધિઓ પુનઃ ચાલું થઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૪૩ બગલમાં છરી ને મુખમાં રામ' માટે ટેવાયેલા આ જજમાન મધલાળ લગાડવામાં જાય એવા નહોતા. આખરે ગાડીએ કાંપના સ્ટેશનમાંથી સરકવા માંડ્યું, “આવજે, ઓછુંવત્તું માફ કરજે'ના પિકારે ઉગ્ર બન્યા. ગાડીએ વેગ ધારણ કર્યો. મહેમાન ગાડીની બેઠક પર બરાબર ગોઠવાયા. વડેરા મહેમાને છૂટકારાનો શ્વાસ લેતાં કહ્યું: “હાશ, હવે નિરાંત થઈ. કેમ કન્યા કેવી લાગી?” “કન્યામાં શું કહેવા જેવું હતું ? ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે, કે જુવાનીમાં તે ગધેડી પણ અસરા જેવી લાગે. એમાં વળી આ તે અત્યારના જમાનાની છોડીઓ. માથાનાં ગુચ્છાદાર પટિયાં ને એમાં પાશેર તેલ. કાને લટકણિયાં ને નવનવા રંગીન સાડલા, હવે તે કુબજા પણ પદમણી દેખાવાની.” સહુથી કંઈક જુવાન લાગતા મહેમાને શૃંગારશાસ્ત્ર છેડી દીધું. આ વૃદ્ધો, અલબત્ત જુવાનો સામે આવી વાતો પ્રત્યે જબરી સૂગ ધરાવતા, પણ એમના મંડળમાં સ્ત્રીવિષયક ચર્ચા અત્યંત હોંશથી કરતા. “પદમણીઓ તે ક્યાં રેઢી પડી છે? પણ હા. આપણા જમાના કરતાં આ વાતે ઐરિયું સુધરી ખરી. ચોટલા ને ચાંલ્લામાં જબરી ઉસ્તાદ. આખો દહાડે કંકુ ને કાંસકા સાથે વ્યવહાર ! કહે, કન્યા પાનાશેઠને ગમે તેવી તે ખરીને ? જશ મળશે ને ? જરા ધાર્યા કરતાં ખેંચાવું પડ્યું છે, એટલે પૂછું છું.' “કેટલી રકમ થશે ?” બે કોથળી કન્યાની માને, એકાદ કથળી પેલા ચૌદશિયાને.” અને શું આપણું મહેનત એળે જશે? ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધિયાને આટે એવું શા માટે કરે છે?” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કંચન ને કામિની આપણાથી બીજું કંઈ ન થાય. મારે એવું ધન હરામ છે!” ત્યારે પાનાશેઠથી આવી છોકરીને ભવ બગાડાય એ બરાબર? ખોટું લાગે તે માફ કરજો જ્યારે એક ન કરવા જેવા કામમાં પડ્યા, અને જ્યારે એક માણસ રૂપિયા ખર્ચવા ઊભું થયું છે ત્યારે આપણે. શા માટે મૂર્ખ બની બેસી રહેવું ? આટલી કોથળીઓ ન સમું-ન -વહાલું એમાં લૂંટાશે, તે એકાદ તમારે ત્યાં આવે તો શું ખોટું? એ ને બદલે ત્રણ કોથળી આપવી પડી હતી તે ઝખ મારીને આપત કે નહિ?” આમાંના બે જણ પાનાશેઠના જરા દૂરના સગા હતા. છતાં સગાઈ પૈસાના ક્ષેત્રમાં રહેતી સ્પર્શતી. આ વાત બધાના ગળે ઝટ ઊતરી ગઈ. તેઓએ આખરે એ પણ નકકી કર્યું કે પાનાશેઠ ગરજુ ભાણસ છે. ગરજ સરી જાય પછી વૈદ્યને વરી માની લે ? એટલે કાલ ઉધારે ન રાખે. આજે રોકડા કરી જ લેવા. પછી લાગશે એવા દેવાશે. કંઈ આ રૂપિયા કાઈના ચોપડે જમા-ઉધાર તે થવાના નથી! એ તે રાતે સાડલે રાંડ ને પાશેર લઈ ગઈ ખાંડ, એવું જ ચાલે. આટઆટલી કહેવત ને શિખામણે સ્મરણમાં લાવી સહુએ નક્કી કર્યું કે પાનાશેઠ પાસેથી ચાર કથળી લેવાની. ત્રણ કામમાં જાય. એકમાંથી ચાર ભાગ પડે. ભાગે આવતા અઢીસે અઢીસે ચૂપચાપ વહેંચી લેવાના. આ અઢીસેના જેસમાં “ટરેટની મહામેંઘી ચા મંગાવી બધાએ પીધી. પાનબીડાં ને ગોફલેકની સિગારેટુંના પણ “ટેસડા” કર્યા. પાનાશેઠને જે રીતે વાતો કરવાની હતી, તે બધી બરાબર ગોઠવી લીધી. મહેમાનોએ ઘેર પહોંચી પાનાશેઠને જ્યારે બધી વાત કરી ત્યારે શરૂ શરૂમાં ચાર કોથળીની રકમે એમને ચમકાવી દીધા; પણ મહેમાનેએ જરાક છૂટથી કન્યાનાં વખાણ કરવા માંડ્યાં ત્યારે શેઠને Page #170 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૫ હૈયે સંતોષ વળ્યો. બોલ્યા: “તમે જે કર્યું એ મારે સવાવીસ છે. અરે, લક્ષ્મી તે હાથનો મેલ છે. આજે છે ને કાલ નથી. આ પછી તેઓ શાન્તિથી પિતાની ભાવિ પત્નીનાં આલંકારિક વખાણ સાંભળવા લાગ્યા. [૪] લાડકીને ભાઈ મુંબઈમાં ભણતા હતા. એક દૂર દૂરના સગાને ત્યાં રહેતે, અને જમવા પેટે મહિને દહાડે દશ રૂપિયા આપી જમત. લાડકીના સગપણની વાત એણે સાંભળી ત્યારથી એને સંદેહ પિદા થયે હતો. ઓતમચંદ શેઠ એને ઉપકારી હતો, પણ એની નીતિ માટે રમણુકને સારો અભિપ્રાય નહે. એણે એક લંબાણ પત્ર લખી માતા પાસેથી ખુલાસે મંગાવ્યો હતો, પણ ખુલાસાને જે પત્ર આવ્યો તેથી ઊલટે એને વહેમ વધ્યો હતે. એક દહાડે એકાએક તાર મળ્યો. તારમાં બે શબ્દ હતા. જલદી આવો, ને નીચે “લાડકી'ની સહી હતી. રમણુક, તાર મળ્યો કે ગાડીએ ચડી બેઠો. એ કાંપમાં આવ્યું. ઓતમચંદ જેવાને આ નવા જુવાનિયાઓને અનુભવ હતો. વાતવાતમાં વિવાહની વરસી કરી નાખે એવાં આ ઉછાછળાં કરાંથી એ ડરતો. તેઓ સ્ટેશન પર જ સામા લેવા આવ્યા હતા. રમણીકને મીઠી મીઠી વાતોથી મનાવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. રમણીક, હવે તારે હોસ્ટેલમાં રહેવાનું છે, સગાંવહાલાને ઘેર રહીને વિદ્યાર્થીથી શી રીતે ભણી શકાય ?' “ઠીક છે.” રમણીકે ટૂંકે જવાબ આપ્યો. તારા માટે કાપડ ખરીદ્યું છે. પણ અહીંના દરજીની સિલાઈ તે તું જાણે છે ને? કોથળા સીવવા હોય તે એમનું કામ. મુંબઈમાં સારા દરજી પાસે સિવડાવી લેજે!” ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કંચન ને કામિની હતા ધોધ અમને પેતાના માતા વારુ !' રમણીકને પિતાના મુરબ્બી ઓતમચંદ શેઠની મહેરબનીને ધધ આમ એકાએક ફાટી નીકળવાનું કારણ ન સમજાયું. છતાં એની કલ્પનાએ સંદેહની દિશામાં વેગ કર્યો. દર કાગળે રૂપિયા મંગાવવા બાબત ઠપકે લખનાર ઓતમચંદની, એકાએક વરસી પડેલી ઉદારતાના, ભીતરના ભેદ પિછાણવા રમણીક અધીરે થઈ રહ્યો. આ પછી તે ઘણું ઘણું મીઠાશભરી વાત થઈ ગઈ. માતાએ પણ પુત્રને અત્યંત પ્રેમથી નવા. પિતાની નિરાધારીના આ એકમાત્ર આધારને વિકસતા પ્રિય પુષ્પને જોઈ જોઈ માતાને કંઈ કંઈ થઈ આવ્યું. છતાં એ પણ કંઈક છુપાવવા મથતી હતી. જેને પ્રથમ પિતે પાપ ક૫તી, ઓતમચંદના સમજાવ્યા પછી જે પાપને પુણ્યના નવા લેબાશમાં પિતે સ્વીકાર્યું; એ જ પુણ્ય પુત્રનું મેં જોતાં ફરી પાપરૂપે ડંખવા લાગ્યું. - ઓતમચંદે આજે વહેલી સવારે અમુક સૂચનાઓ આપી હતી. જુવાનિયાઓની રીત વિષે લાંબું ભાષણ પણ ઝાડયું હતું. લાડકી ભાઈને એકાંત મળી. એણે કહ્યું. “વીરા, તારું ભલું થતું હોય તો એમાં આડી જીભ નહિ કરું. પણ દાળમાં કાળું લાગે છે. જરા તારી રીતે તપાસ કરજે. આ કેઈને વિશ્વાસ ન કરજે.' આ દિવસ રમણીક ગંભીર રહ્યો. સાંજે મા-દીકરાને એકાંત મળતાં એણે પૂછ્યું: બા, લાડકીને કેવું ઠેકાણું મળ્યું? વર ને ઘર કેવાં છે?” ‘પૂર્વપુણ્યાઈથી સારું મળ્યું છે. ભાઈ ટૂંકામાં લાડકી ભાગ્યશાળી!” મુરતિયાની ઉંમર કેટલી છે?” “એ જ, લાડકીને જેગ. યોગ્ય એટલે?” રમણુંકે આંખ ઊંચી કરીને પૂછ્યું. માતાનું ભીરુ મન ધ્રુજી ઊઠયું. એની જીભ લેચા વાળવા લાગી. Page #172 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૪૭ મા, તે કંઈક ખરાબ કર્યું હોય એમ મને લાગે છે.' “બેટા, તારાથી મારે શું છુપાવવાનું હોય ? તારા ભણતર માટે બે હજાર એમણે ખુશીથી આપ્યા છે. બાકી મારે તે દીકરીને પેસે ને ગાયનું રક્ત બરાબર એટલે ગાયનું રક્ત પિવડાવવા માટે તે મને પસંદ કર્યો ? મા, બેનને કૂવે નાખી, એના પૈસા મેળવીને વિદ્વાન થવા કરતાં ગમાર રહેવું હું વધુ પસંદ કરું છું. એ પાપના પૈસાનું ભણતર મારે નાશ કરશે. બહેનના નિઃશ્વાસ મારે સંસાર ઉજજડ કરશે. એ બે હજાર પાછા આપી દે ! હું ભણવું બંધ કરું છું. બેન સુખી થાય એ જ મારી ઇચ્છા છે. મા, સાચું કહે, તને મારા સમ છે. મુરતિયાની ઉંમર કેટલી છે ?” પુત્રના આ પ્રશ્નને જવાબ માતા જલદી ન આપી શકી. એણે બે ચાર વાર બેલવા પ્રયત્ન કર્યો, પણ બોલી ન શકી. રમણીક વધુ સંશયગ્રસ્ત બન્ય. સારાંશમાં એ એટલી વાત તારવી શક્યો કે માએ મુરતિયે જે નથી. ઓતમચંદની જીભ પર ભરેસે રાખે છે. એણે કંઈક વિચાર કરીને કહ્યું મા, મને સંશય થયો છે. મને લાગે છે, કે રૂપિયા પાછા વાળે બેનનું કલ્યાણ નહિ થાય. હું જાતે તપાસ કરીશ-મુરતિયાને નજરે જોઈશ. પછી બીજી બધી વાત કરીશું.” અને એ સાંજે રમણીક ગાડીએ ચઢી બેઠો. ઓતમચંદને આ સમાચાર મળ્યા ત્યારે એણે શ્રીગણેશમાં જુવાનિયાઓને ભંડાય એટલી ગાળે ભાંડી; પણ છેવટે તેને લાગ્યું કે કેવળ ગાળ આપવાથી કામ નહિ સરે, આમાં કાઠી મુસદ્દીવટની પણ જરૂર છે. એ આખી રાત જાગતા જ પથારીમાં પડ્યો રહ્યો. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કંચન ને કામિની મોરબી લાઇનની કંટાળાભરેલી મુસાફરી પૂરી કરી રમણીક પિતાની બેનના ભાવિ ભરથારને ગામ પહોંચ્યો, ત્યારે સૂરજદેવતા આથમવાની વેળા થઈ હતી. નાનું એવું સ્ટેશન. સ્ટેશનની છાપરી ઉપર સંધ્યાનાં રક્તવર્ણ કિરણે રમતાં હતાં. બેએક હરાયી ગાય અને બે ત્રણ બકરાં આડાંઅવળાં રખડતાં હતાં. આ સ્ટેશને સામાન્ય રીતે ઉતારુઓ ઓછા ઊતરતા; એમાં પણ સુધરેલા ભણેલાગણેલા તે ઓછા. રમણીકને જોઈ માસ્તરને સહેજે તેના તરફ આકર્ષણ થયું. થોડી વાતચીતમાં તે બંનેને ઠીક પરિચય થયો. રમણકે રાતની રાત સ્ટેશન પર ગાળવાનો નિર્ણય કર્યો. રાત્રે રમણીકે વિસ્તારથી બધી વાત માસ્તરને કહી. સાથે સાથે માસ્તરને વિનંતી કરી કે મારે પાનાચંદશેઠને નીરખવા છે. તમે મદદ કરે. સ્ટેશન માસ્તર કંઈક સજજન હતા. તેમણે પરમાર્થ ભાવે રમકની આ વાત સ્વીકારી અને સવારની ગાડી પસાર થઈ ગયા પછી ગામમાં જવાનું નક્કી કર્યું. સાથે એ પણ નક્કી કર્યું કે રમણીકે માસ્તરના ભાણેજ બનવું, ને એ રીતે વેશ ભજવે. અનેક જાતના તરંગોમાં આખી રાત વીતી ગઈ. સવારમાં ગજગામિની સ્ત્રીની ચાલે ચાલતી મોરબી લાઈને રવાના થઈ ગઈ મામા-ભાણેજના નવા સગપણ સંબંધથી બંધાયેલા માસ્તર અને રમણુક ગામ તરફ ઊપડ્યા. . હિંદનાં દુર્દશા ભરેલાં ગામડાંઓમાંનું એ એક ગામડું હતું. ગામ બહાર ગંદા પાણીના ખાબોચિયાં ભર્યા હતાં. પાણીમાં કેટલીક ભેસે કાદવ ખૂદતી પડી હતી, ને એને કિનારે બૈરાં પાણી ભરતાં હતાં, અને એમાં જ કપડાં ધોતાં હતાં. અર્ધનગ્ન છોકરાંઓ આજુ Page #174 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિ. ૧૪૯ બાજુ ધૂળમાં રમી રહ્યાં હતાં. કેટલાક ગાંધીવાદીઓ કહેતા કે હિંદ ગામડામાં વસે છે, પણ ગામડાં નજરે નીરખનારથી અજાણે બેલાઈ જતું કે “હિંદનું દુર્દેવ ગામડામાં વસે છે.” આ ખાબોચિયાં વચ્ચેથી એક નાની કેડી ગામમાં ચાલી જતી હતી. મામા-ભાણેજની જોડી એ રસ્તે આગળ વધી. ગામમાં ભાંગેલી તૂટેલી ચારેક દુકાન હતી. આ દુકાને જ આ ગામની ધીરધારની પેઢીઓ કે બૅન્કો હતી. આમાં પાનાશેઠની દુકાન આગળ પડતી હતી. મામા-ભાણેજ બંને ત્યાં આગળ આવી પહોંચ્યા. સ્ટેશન માસ્તરને જોતાં પાનાશેઠ ઊઠી સામે આવ્યા, અને એમને ગાદી પર બેસાડ્યા. આ ભાઈ કણ છે?” શેઠે રમણીક સામે આંગળી કરી પરિચય માગ્યો. મારો ભાણેજ છે. મુંબઈથી હવાફેર માટે આવ્યો છે. ગામડાં તે એમને મન નવાઈ! આ કેમેરે લાવ્યો છે. કહે છે કે ગ્રામ્યજીવનની છેડી છબીઓ પાડવી છે. ભાઈ, આ તે મુંબઈના રહેવાસી !” “હા માર્ગે મુંબઈ! અલ્યા ભાઈ કહે છે કે મુંબઈ તે પાણીમાં છે, એ વાત સાચી ? મુંબઈ તે ઈદરાપુરી કહેવાય છે.” ના, ના, શેઠ! મુંબઈ નીચે અને ઉપર પાણી; એમ વસેલું છે. રમણકે આ જાડી બુદ્ધિવાળા શેઠની મશ્કરી કરી. એ સાથે કેમેરે લાવ્યો હતે. ગામડાં ગામનાં દશ્યોના ફોટા લેવાને બહાને એણે પાનાશેઠનો પણ ફેટો લઈ લીધો. શેઠ તે ખુશ ખુશ થઈ ગયા. ટેશથી ફેટો પડાવ્યો. શેઠની મોટી આગળ પડતી ફાંદ, બેંતાલીસેક વર્ષની અવસ્થા, બેંતાળાં આવવાથી જરા કાચી થયેલી નજર, દશ બાર દિવસે પાડોશના ગામને હજામ ગામમાં વધુ કરવા આવતા હોવાથી વધેલી ઠીક ઠીક દાઢી! Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કંચન ને કામિની આ પિતાને બનેવી! રમણીકના દિલમાં પિતાના બનેવીની કલ્પના આવતાં આગ સળગી ઊઠી. એની આંખો લાલઘુમ બની ગઈ, પણ મન કાબૂમાં રાખી એણે બધી વિગતે જાણવા માંડી. શેઠ, હમણું આપનું કંઈક સગપણ થવાનું છે ને ? હવે ક્યારે ઘેડે ચઢે છે ?' સ્ટેશન માસ્તરે વાતને ત્રાગડ સાંબે. જેમ બને એમ જલદી.” કન્યા કંઈ રતન શેપ્યું છે, એમ સાંભળ્યું છે.' રતન કેમ ન હોય ? એં માસ્તર સાહેબ,' શેઠ જરા પાસે ખસ્યા. માસ્તરના મોં પાસે મેં રાખી કહ્યું “આ તે તમે ઘરનું માણસ, અને વળી ઠરેલ માણસ એટલે કહું છું. રૂપિયા ચાર હજાર પૂરા કલદાર ગણી આપ્યા છે. કન્યાની ભારોભાર રૂપિયા થશે. ઘરેણું–ગાડું, કપડાંલત્તા વગેરેની અમારે ત્યાં તે લાંબી લપ હોય છે. બીજા ચાર સમજે, મારા સાહેબ, એટલે પૂરા આઠ સમજે, આઠ ” “શેઠ, આવા સમયમાં આટલે બધો ખર્ચ !' ભાઈ, ઘરડા સુધારવા આટલું ખર્ચ કર્યું. ન લાવવા જેવાને બોલાવવા પડ્યા. આવનારી દુઃખી નહિ થાય, એની પૂરી ખાતરી ! ...બે વાર આપણી થાળી ને પથારી સાચવે એટલે વાહ ભાઈ વાહ!” પાનાશેઠને આ શબ્દોની દુર્ગધ રમણીકને રૂવે આગ પેટાવી દીધી. પ્રૌઢાવસ્થામાં આવેલા શેઠની આંખમાં અત્યારે નવી જુવાનીનું તેજ ચમકતું હતું. રમણીકથી હવે ત્યાં વધુ રેકાવું અશક્ય બન્યું. એણે માસ્તરને કહ્યું, “મામા, હવે ચાલે, મારે દવાને વખત થયો છે.' માસ્તર જયશ્રીકૃષ્ણ કરતા કરતા ઊડ્યા. રમણીક પણ મનમાં હજાર ધિક્કાર આપતે તેમની પાછળ ચાલ્યો. એના દિલમાં ભયંકર તોફાન મચ્યું હતું. Page #176 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૫૧ ઇ જવું. માસ્તરે ચાલતાં ચાલતાં કહ્યું, “રમણીકલાલ! મને લાગે છે કે આવા બબૂચકાની બે તમારે ભુલાવી દેવી જોઈએ. એને ઘર બરાબર સુધારી દે ! ફરીથી કોઈની બેન-દીકરીઓના ભવ ન બગાડે.” રમણીક કંઈ પણ બેલી શકે તેવી સ્થિતિમાં નહોતું. એ પણ એના દિલમાં આવી જ કોઈ ગડભાંજ ચલાવી રહ્યો હતો. સ્ટેશન પર પહોંચીને એ વધુ ન રોકાઈ શક્યો. એ તરત જ પાછો ફર્યો. આખા રસ્તે એણે પરિસ્થિતિ પર ખૂબ ગંભીરતાથી વિચાર ચલાવ્યો, આખરે એણે કઈ નિશ્ચય કર્યો હોય તેમ જણાયું. કાંપના સ્ટેશને એ ઊર્યો ત્યારે એનો ચહેરે હસમુખ હતા. ઓતમચંદશેઠ તે હાજર જ હોય. એમણે કહ્યું: “કેમ ભઈલા, અમે કંઈ તારી બેનને ભવ તે નથી બગાડ્યો ને ? હાશ, લેકે મારે માથે દોષ દેતા હતા, હવે તો તને જ આગળ કરીશ.' ઓતમચંદશેઠ કૃત્રિમ હાસ્ય કરતા હતા, રમણીક પણ સામે એવી જ રીતે હસતે હતો. બંને હસતા હસતા ઘેર આવ્યા. લાડકીના દિલને પણ આનંદ થશે. લાકીની માને તે ઘેર જાણે દિવાળી આવી. ત્રણેક દિવસ આમ ને આમ ચાલ્યું. એથે દિવસે પાનાશેઠના ચાર હજાર રૂપિયા લઈને એક માણસ રૂબરૂ આવ્યું, એટલે રૂપિયા ગણી લીધા. રમણકે એ બધી રકમ અંદર ભંડારિયામાં મૂકી. ઓતમચંદ શેઠે ખુલાસે કો ઠીક મા, કારણ કે રૂપિયા લાવનાર નો માણસ હતો. રમણીક, બે હજાર તમારા, ને બે હજાર અમારા કામધંધા અંગેના છે. પર કાલાં કપાસમાં જરા ઠીક કમાયા હતા. સદ્ધર પેઢી એટલે હિસાબ બાકી હત. સંગાથ ભેળા મોકલી આપ્યા. ભલે હમણાં તારે ત્યાં રહે, પછી થઈ રહેશે. અને ભાઈ રમણીક, આ બે હજાર પણ લગ્ન વખતે ચોથે કેરે આપવાનો રિવાજ હોય છે, પણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કંચન ને કામિની અમારે તે ઘર જેવો સંબંધ અને તારે લગ્નના ખરચ ખૂટણમાં કામ આવે એટલા માટે શેઠે વહેલા મોકલ્યા.' તમ શેઠિયાઓની મહેરબાની છે. પછી લઈ જજોને, ભઈજી !” રમણીક આભાર માન્યો. ઓતમચંદ ઘેર ગયા. રમણીક રાતે કંઈક ઉતાવળ કરવા માંડ્યો. એણે માને અને બહેનને એકાંતે બોલાવી પિતાના પ્રવાસનું વર્ણન કર્યું. પાનાશેઠને ફોટો બતાવ્યો, અને કહ્યું, કે “શું તમને જમને ડર નથી ? દીકરી વેચવી છે?” મા સમજીને રડી પડી. રમણીકે માને અને બહેનને પિતાની સાથે મુંબઈ આવવા આગ્રહ કર્યો. બંનેને તૈયાર કર્યા. એ વખતે ગમે તેમ પણ પાનાશેઠનો પત્ર આવ્યા, એમાં તમશેઠને ત્યાં બોલાવ્યા હતા. કાગળ તારની માફક સમજવાનું લખ્યું હતું. શ્રીમંત માણસ સાથેનો પરિચય ખાસ કામનો, એમ સમજી ઓતમચંદ ત્યાં જવા રવાના થયા. જતાં જતાં હિસાબનું કામ આવીને પતાવીશું અને જોખમ જાળવજે, તેમ સુચના કરતા ગયા. રમણીક પણ એમની પાછળ મા તથા બહેનને લઈ મુંબઈ ઊપડી ગ. એણે સારા લત્તામાં મકાન શોધી ભાડે રાખી લીધું. ભરણપોષણ પૂરતાં બે એક ટયુશન શેધી લીધાં. ચાર હજાર સીધા બૅન્કમાં ખાતું ખેલાવી જમે કરાવી દીધા. એતમચંદ શેઠ ખિજવાયેલા ઝટઝટ પાછા આવ્યા, પણ રમણીક મુંબઈ ગયાનું સાંભળ્યું. કોઈએ કાગળ ખેટે લખેલે, એટલે એમને ખાલી ફેર જ પડ્યો. કાંપમાં આવીને રમણુંકને કાગળ પર કાગળ અને તાર પર તાર કરવા માંડ્યા, પણ કોઈ ન આવ્યું. તમશેઠ મૂંઝાવા લાગ્યા. ત્યાં એક દિવસ તેમને તાર મળ્યો : Page #178 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૫૩ લાડકી ન્યુમોનિયાની બીમારીમાં ગુજરી ગઈ. સહુને ખબર આપ, અમે આવીએ છીએ.” તાર મળતાં સાથે જ ઓતમચંદને એકસો ચાર ડિગ્રી તાવ ચડી ગયો. હાય બાપ, હવે શું ? રૂપિયા પાછા આપવા પડશે. પણ રમણીક પાસેથી બધા પૈસા કઢાવવા કેવી રીતે ? તેઓ કાગના ડોળે એની રાહ જોવા માંડ્યા. દિવસે પર દિવસો વીત્યા, ફાસ્ટ,–મેલને ટાણે જઈ જઈને ઓતમચંદનાં ખાસડાં ઘસાઈ ગયાં, પણ મુંબઈથી કઈ ન આવ્યું તે ન આવ્યું. એમણે તાર કર્યો : “રમણીક, મારું મોત ભૂંડું ન કરીશ.” છતાં જવાબ ન આવ્યો ! કે નિષ્ફર! ઓતમચંદ જેવા આબરૂદાર માણસને ઝેર પીવાનો વખત આવી પહોંચ્યો. એમના સાગરીતે મુંબઈ પહોંચ્યા, પણ રમણીક કથાં તે કોઈ જાણતું નહતું! મારે બેટો શું કળિયુગ આવ્યે ! હવે કેણ કેનું કામ કરશે ? [૬] પાનાશેઠના દિલને વાસના–શયતાન એમને સતાવવા લાગે. એમને મનમાં બે રીતે દુઃખ થતું હતું; એક તે લાડકીના કમભાગનું ! અને અહીં માયાની કંઈ ખોટ નહતી. અમનચમન હતાં. આ ઉંમરે વિધુર થયેલા ઘણા લેકે ત્યાં હતા. અને આવી અધ મજલે વિધુર થવું અત્યંત દુઃખદ હતું. કંઈ વિધુરથી વિધવાને થડું પરણી શકાય છે ? વિધવાઓનાં લગ્નનું દ્વાર પિતાના હાથે જ ભીડેલું. એ વેળા કન્યાની છત. માનેલું કે ફુવડના માથાની જૂના ટોળાની જેમ કન્યાઓ ઊભરાતી હેય–ત્યાં વિધવાને શું કરવી છે? પુરુષને તો અણસુંધું ફૂલ જોઈએ ! પણ પછી સમજાયું કે આ તે ભારે થઈ. કુમળી કન્યા મેળવવાનું Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કંચન ને કામિની તે। શ્રીમતાના હાથમાં રહ્યું. ગરીબ વિધુર વા ખાતા રહ્યા! અલબત્ત, કેટલાક શેઢિયા ધરડેધડપણ લાકડેમાકડું વળગાડવાના મતના ન હતા, પણ એવી વેળાએ કાઈ નિરાધાર, દુઃખી તે અત્યંત કંગાળ વિધવાઓને રસાઈ કરવા, છેકરાં રમાડવા, દળવા, ભરડવા રાખતા; પણ એતે કંઈ લગ્નજીવન ન કહી શકાય. વળી એમાં ભયસ્થાને પણ ધણાં. ત્યારે પરણવાની ઈચ્છા થાય તે ? સમાજમાં કુમારિકાઓ હતી, અને તે પણ દશ, ખાર કે પંદર આસપાસની. બિચારા એ પ્રૌઢ વરરાજા એમાંથી એકાદને વરવા જાય તે। જાણે જુવાનિયાઓની આંખમાં મરચું લાગે. ધીરે ધીરે મોટી ઉંમરે પર-ણવું-જે છેકરાંનાં ખેલ જેવું હતું, એ હવે જોખમનું કામ ખંની ગયું. આટઆટલી મુશ્કેલીઓમાંથી પાનાશેઠનાં કુશળ સગાંઓએ મા કર્યાં હતા, અને લાડકી જેવું કન્યારત્ન મેળવ્યું હતું. ત્યાં હાય વિધિ ! આ શે। કાપ કર્યો ! એમના જેવા દુઃખી પ્રૌઢ તરફ પણ રહેમ ન દાખવી ! પાનાશે પેાતાના સ્નેહીને લઈ કાંપમાં આવ્યા. એતમચંદ શેઠે પણ એક એ વાર મુંબઈ જઈ આવ્યા, પણ ચકલીના માળા જડે તે રમણીકના માળે જડે. પાનાશેને આવેલા જોઈ એતમશેઠને ખરેખર ટાઢ ચડી. ચાર હજારને હિસાબ કેવી રીતે આપવે ? અને ન આપે તેા, આજે જે ગામના સધ એતી રાડથી ધ્રૂજે છે, એ કાલે મને છોકરીઓનેા દલાલ કલ્પે. અરેરે ! ધેાળામાં ધૂળ પડવા જેવા વખત આવ્યા. વાધ જેવા એતમચંદ ગરીબ ગાય થઈને પાનાશેઠના પગમાં પાયો. , · એ નહિ ચાલે. કાં રૂપિયા, કાં કન્યા ! ' પાનાશેઠે દમદાટી દીધી. · કન્યા કંઈ ઝાડે ઊગે છે, તે જઈ ને તેાડી લાવું ? મેટી ઉંમરે Page #180 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૫૫. મનસૂબા જાગે ત્યારે આવા જ ફજેત ફાળકા થાય.' તમે પણ જરા. પિત ખોલવા માંડયું. તમ શેઠ, પાનાશેઠે સામે વાધના નખ પહેળા કર્યાઃ. એમાં મફત મનસૂબા ક્યાં કરવાના હતા ? એ તે જર ચાહે સો કર ! મારા ને તમારા વડવાઓ આથી પણ મેટી ઉંમરે પરણેલા ! કળજુગ તે હવે બેઠે.” આ વેળા ઓતમચંદની દીકરી મહેમાનને ચા આપવા આવી. ચા આપીને ગઈ એટલે પાનાશેઠ સાથે આવેલા વખતચંદ શેઠે કહ્યું.. તમારી દીકરી કે ?' “હા.' “શું નામ છે ?' મંજુલા.” “કેટલી ઉંમર છે !' ચક વર્ષની.” માટીનાં આ પૂતળાંઓને જીવનમાં વાસનાની તૃપ્તિ અને પૈસાની પ્રાપ્તિ એ સિવાય કોઈ સારે સંસ્કાર મળે નહતા. વખતચંદ શેઠે. ધીરેથી પાસે જઈ કહ્યું : “જુઓ એતમ શેઠ, આ તમારી દીકરી એવી મારી દીકરી.. બાકી, લાડકીની જગ્યાએ ચાલી જાય. દીકરી તે ગમે ત્યારે પારકા. જણ્યાને હાથ પવાની છે. વળી ઠામઠેકાણું તમારું જોયેલું છે.” “મારી મંજુલાની વાત કરો છો ?' બહાવરા બનશે તો બોબડી બેય ચૂકે એવો ઘાટ થયે છે.. શેઠ, આપણું જણ ને પારકી જણ એમાં ભેદ છે? લાડકી પાનાશેઠને પરણાવી શકાય તે મંજુલા શા માટે નહિ ? બાકી રૂપિયા તે ઓછા આપ્યા નથી. અમારી પાસે તે પહોંચે છે. આખરે પછી તે સરકાર નિવડે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કંચન ને કામિની - લાવશે. પણ એમાં શોભા નહિ રહે, તમારી કે અમારી. માટે બાંધી મૂઠી રાખવી સારી છે.' હું, હું, વખતચંદ ! એવી વાત થાય? એતમ શેઠ તે આપણું અંગ છે. ચાર ગયા તે ગયા, આ બીજા પાંચસો ભેળા આપું છું.” ને ગામડાગામના શહુકાર-ચાર પાનાચંદે અજબ કુનેહ બતાવવા માંડી. આવી જ ઉદારતાથી કેટલીય વિધવાઓનાં ઘરબાર એમણે પચાવી પાડ્યો હતો. * પાંચસે કલદાર આગળ મૂકી દીધા. એતમ શેઠ વિચારમાં પડી ગયા. મંજુલાને ગમે ત્યાં આપવી જ છે ને ! અને અત્યારના છોકરી જેવાં પાટિયા પાડી, લટકમટક ચાલતા જુવાનિયા શું લીલું કરવાના હતા? ખાધે-પીધે સુખી છે અને વળી મારે પણ ઓથ થાય છે. ઓતમચંદને વિચારમાં પડેલા જોઈ પાનાશેઠે વિશેષ દાબ આપેઃ બોલે, શો નિર્ણય કર્યો ?” ઓતમ શેઠ બેઘડી વિચારમાં પડી ગયા. એકવાર ઘરમાં અટ મારી આવ્યા. ઘરમાંથી બરાએ જરાક વાંધે કાઢ્યો : “લાડકીની જેમ શીંગડાં માંડશે તે ?” ઓતમ શેઠ ગર્યો : “અરે! બૈરાંની બુદ્ધિ પાનીએ, કહ્યું છે તે સાચું કહ્યું છે. બોલે તે જીભ ખેંચી નાખું. આપણા ઘરમાં એલફેલ ન ચાલે.” થોડીવારે એતમ શેઠ બહાર આવ્યા ને બોલ્યા : “ચેરની મા કેઠીમાં મેં ઘાલશે. મંજુલાનું વેવિશાળ કરશું તમારી સાથે, પણ બીજા પાંચસો ઉમેરવા પડશે. પેલા ચારમાંથી મારે પાઈ હરામ છે. મારે બેટે બનાવી ગયો. પણ એને ય વખત આવ્યે ભરી પીશ. હું કોણ?” Page #182 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે. ૧૫૭ હવે એ વાત જવા દે ! તમને કઈ બનાવી જાય ? હું નથી. માનતે. તમે કંઈ કાચા છે, કે કે તમને છેતરી જાય !” “ભાઈ, હું જૂઠ. તમે કહે એ આજે તે સાચું, બાપ !” “તે કહે કબૂલ?” કબૂલ. બાપના બેલથી કબૂલ” પાનાશેઠ હોંશભેર લાપસી જમી વિદાય થયા. મહિને સરાદને. ચાલતું હતું, એટલે ચાંલ્લા આસોમાં થવાના હતા. [૭] મુંબઈના એક અજાણ્યા માળામાં વસતા રમણીકનાં પરાક્રમોની : માતાને મોડી મોડી ખબર મળી. અચાનક એક વાર થાનકથી આવતાં કોઈ પરિચિત બાઈ ભેટી ગઈ. એણે લાડકીના ગુજરી જવા વિષેને. ખરખરો કર્યો, અને જોઈ લે મજા! જેવા જેવી થઈ મા ધૂંઆપૂંઆ થતી ઘેર આવી. પણ રમણકે જ્યારે ખુલાસો: કર્યો ત્યારે મા પોક મૂકીને રડી. “અરેરે, તે મારે ભવ બગાડ્યો. મને દેશમાં મેં દેખાડાય એવીય ન રાખી.” અને તારી છોકરીને ભવ બગાડતાં તને વાંધો ન આવ્યો? આ એનો ફેટ ! લાડકીને કાકે થાય એવું નથી ? મા, તારે આ ભવ તે વિધવાવેશે બગડ્યો. હવે લાજઆબરૂ ખાતર દીકરીને ભવ બગાડીશ, તે મરતાં તે નરકની વેદના ભેગવીશ, પણ પછી ય સાત. સાત ભવ સુધરશે નહિ.” | મા બેલી : “દીકરા ! દુનિયામાં ચાલ્યું આવ્યું છે, તે ચાલે છે. તમે ભાઈ-બહેન નવી નવાઈનાં નીકળ્યાં.” રમણીક બેલ્યોઃ “મા, સો કૂબાની તારી દુનિયા. સો શઠ, બસો મૂરખા ને પાંચસો સ્વારથીઓને તારે સંસાર ! એમની લાજશરમ. કેવી ? છતાં, બહેન હા પાડે તે મારી ના નથી.” Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કંચન ને કામિની લાડકી કહેઃ “ભા, મારી નાખ તે હા, બાકી પરણીશ તે નહિ નહિ, ને નહિ.” રમણકે એને સાંત્વન આપ્યું. એક ગરીબ ઘરના પિતાના મિત્ર સાથે એનું સગપણ કર્યું. આસો મહિને લગ્ન તો ન નીકળે, પણ એનાં લગ્ન તો થઈ ગયાં. આ દરમ્યાન એને ખબર મળી કે એતમચંદ પિતાની દીકરીનું ભવિષ્ય બગાડવા બેઠે છે. પિતાની બેનનું સુધારી રમણીક બીજાનું બગાડવા ઈચ્છતા નહેતો. એણે કેટલાક જુવાન કાર્યકર્તાઓને વાત કરી. બધા નીકળીને કેમ્પમાં આવ્યા. રમણુંકે આવતાની સાથે વાત કરવા માંડી. “લાડકી તે જીવે છે. મરી નથી ગઈ કઈકે અદાવતમાં આવી ખબર આપી હશે. મુંબઈમાં આવું બહુ ચાલે.” આ તરફ ચાંલ્લાની તૈયારીઓ ચાલી રહી હતી. એમાં આ - સમાચાર મળ્યા એટલે જોઈ લે, ઓતમચંદ શેઠના હાલ ! ઓતમચંદને પૂછે તે કહે મરી ગઈ ને બહાર ગામમાં જાય તે લેકે કહે : “આ શું કરવા બેઠા છે ? શું પાનાશેઠને એક સાથે બે પરણાવવી છે?” ચૌદશિયા ટાળીને આ નાયકને આખા ભવમાં આજે ગુરુ મો. બિચારે ન આબરૂનો રહ્યો ને ન ઘરને રહ્યો. વધારામાં પાનાશેઠના ફેટા સાથે છાપેલું એક હેન્ડબીલ નીકળ્યું; એમાં લખ્યું હતું. આ ધૂને પરણવું છે, કોઈ પોતાની બેન-દીકરી પરણાવશો ?' અરર, આ તે છોકરાંઓએ ગામ ગધેડે બેસાડ્યું. બાપદાદાની --સંચિત કરી રાખેલી આબરૂ સાવ જોવાઈ ગઈ. ફેટ જોઈને સહુ કહેઃ “અરે, આ તે ભડાને હાથે મીંઢળ.' Page #184 -------------------------------------------------------------------------- ________________ ચૌદશિયે ૧૧૯ એકાદે બદનક્ષીની ફરિયાદ માંડવાની વાત કરી, તે રમણુક કહે, “હવે તે બધાના ફોટા પ્રગટ કરીશ ને તમે કોના કોનાં ગળાં કર્યા એ ય છાપીશ. ભલે જેલમાં જવું પડે!” અરર..જેલન ય ડર નહિ, ભગવાન બચાવજે પેલા માતમા ગાંધીથી, છોકરાંને સાવ આમન્યામાંથી કાઢયાં. હજારેને મૂંઝવણમાં નાખી, ચપટીમાં પારકાની આબરૂને રેળી નાખનાર ઓતમચંદ આજે મૂંઝાયો. એની દીકરી મંજુલાના હાથમાં પણ હેન્ડબીલ આવેલું. એ તે ઝેર ઘોળવા તૈયાર થઈ. પાનાચંદે પણ તેફાન શરૂ કર્યા. આખરે કઈ ગામ-ડાહ્યાની સલાહ લઈએણે ઘરના સાડાચાર હજાર આપી પાનાશેઠને વિદાય કર્યા. છતાં વીંછીને ડંખ હજી નિર્વિષ નહોતે થે. એણે નાત ભેગી કરી. ઘુડે ઘૂડ મળ્યાં ને નાતબહાર મૂકવા તૈયાર થયા. એ રાત્રે જ રમણીક ગામના પટેલને મળી આવ્યો અને કહ્યું કે “નાતબહાર મૂકશો, તે છાપું કાઢીશ ને સંધ સ્થાપીશ. કળિયુગમાં સંધમાં શક્તિ છે. મારું તે કંઈ નહિ થાય, પણ તમારા ઘરડાપામાં ધૂળ નાખીશ.” નાગાથી પાદશાહ આઘા, એમ સમજી નાતીલા જ ભેગા ન થયા. સહુએ ઓતમચંદને કહ્યું, “તારે બૂઢા કચરા અને સાત સાત સંતાનોવાળા બીજવર તથા રખડતા એકલદોકલે શોધી ચચ્ચાર હજાર રૂપિયા કઢાવી, કુમળી કળી સમી બાળાઓના ભવ બગાડવા છે અને એમાંથી દલાલાં કાઢવાં છે ! અમારે તારાં આવાં દુષ્ટ કર્મોમાં શા માટે સાથે રહેવું જોઈએ? શું અમારે એમાંથી કાંઈ ખાવુંપીવું છે કે અમે નાહકના આ પાપમાં પડીએ? કેટલીય બિચારી રોજ તારાં નામનાં છાજિયાં લેતી હશે !” ખરેખર, ઓતમચંદ ખવરાવત–પિવરાવતે ત્યાં સુધી નાતીલા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કંચન ને કામિની હેશે કામ કરતા. હવે તે આવા દુકાળને વખતે ઘરમાંથી સાડાચાર હજાર જતાં ઓતમચંદ ખાલીખમ થયે હતે. ત્રીજે દિવસે એક મેટી સભા ભરાઈ. એમાં રમણીકે ચાર હજાર રૂપિયાનું એક તરુણ સંધ સ્થાપવા માટે દાન કર્યું. આખું ગામ ધીરે ધીરે વાત જાણતું થયું ત્યારે તેની વાહવાહ કરવા લાગ્યું. એ વખતથી કાઠિયાવાડના ચૌદશિયા રમણકના નામે પૂજવા લાગ્યા. રમણીકને પડછાયો પડતે ત્યાંથી ભાગી છૂટતા. કૂવે પડતી કેટલી ય કન્યાઓને નવજીવન મળ્યાં. Page #186 -------------------------------------------------------------------------- ________________ સતી : નવી અને જૂની [ વાર્તા આઠમી ] દિવાળીની મેડી રાતના દીવાઓ ધીરે ધીરે આંખ મીંચતા જતા હતા, તે સમી સાંજથી મંડાયેલી ગાનતાનની મહેફિલે હવે મેાડી મેાડી રંગ જમાવતી જતી હતી. ફટાકડાના દારૂની ગંધ આકાશમાં ચોમેર પ્રસરી રહી હતી, તે કદી કદી ઊંચે ચઢતી ટુકલા ઠંડી રાતમાં આકાશમાં જ હરિશરણ થઈ જતી હતી. નગરરોને ત્યાં આજે મિજબાની હતી. પાણેાસેથી સો માણસોને જમવાનુ તેાતરું આપવામાં આવ્યું હતું. વાનીઓની ઉત્તમતા અને વ્યવસ્થાની કાબેલિયત એકી અવાજે સૌ અમલદાર અને સ્નેહીમાં વખણાઈ હતી. ચાંદીના થાળ ને ચાંદીના વાટકા તથા કાચના રૂપાળા ગ્લાસાએ બધાના મન પર શેઠાઈની માહિની જમાવી હતી. અને છેલ્લે જ્યારે પાનબીડાં અપાયાં ત્યારે એની બનાવટ ને સુગંધી મસાલાની પ્રશંસાએ મિજબાનીને માથે મોડ પહેરાબ્યા હતા. આટલા બધા સુજશતું પાત્ર નગરશેઠ જ હતા, અને સૌ તેમને અનેક વાર મુબારકબાદી આપતાં થાકતા નહાતા, છતાં સાચી વાત જુદી હતી. આ બધી ગેાઠવણુ નગરશેઠનાં પત્ની પ્રમીલાદેવીને આભારી હતી. તેમની કાબેલિયતે જ આ પ્રશંસાની સૃષ્ટિ રચી હતી. પ્રમીલા શેઠાણી હમણાં જ સાતમી સુવાવડ ખાઈ ને ખાટલેથી ઊષાં હતાં. પ્રભુએ આ વખતે પણ રૂપાળેા કંદારાબંધ દીકરા દીધા ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કંચન ને કામિની હતો. નાજુક બદનનાં ને અતિ સુકમળ પ્રમીલા શેઠાણી સાત સાત સુવાવડે તવાઈ ગયાં હતાં, પણ પુત્રના જન્મે એમને આશ્વાસન આપ્યું હતું. સુવાવડના ખાટલેથી ઊઠે બે જ માસ થયા હતા. પણ આ મિજબાનીમાં વ્યવસ્થાનું કામ નગરશેઠની વિનંતીથી તેમણે માથે . ઉપાડી લીધું હતું. શહેરનાં લાંબાં-પહેળાં શેઠકુટુંબમાં, વિલાસી શેઠાણીઓના વૃદમાં પ્રમીલા સતી ને સુશીલ ગણાતી. લગ્ન પહેલાનું ને લગ્ન પછીનું એનું જીવન બહુ જ મર્યાદિત હતું. કવિઓ કાવ્ય રચી શકે, વર્તમાનપત્રો ચચી શકે તેવાં કેઈ સાહસ કે છમકલાં પ્રેમની દુનિયામાં તેમણે કર્યા નહોતાં. પ્રાસંગિક આનંદવિનોદ માટે બીજી શેઠાણીઓ પુષમિત્રો કે પુરુષ નોકર સાથે ઠઠ્ઠા કરવાની છૂટ લે છે, તેટલી છૂટ પણ તેમણે નહોતી લીધી. પરણીને સાસુ ને જેઠાણીના સાણસામાં ય સતી ને સુશીલા નારી તરીકેનું પિતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. નગરશેઠની કીર્તિ એ પિતાની કીર્તિ માનતી. શેઠાણી પતિનું સારું દેખાડવા માટે હજારે પ્રયત્ન કરતી. હાડ-સામને ગાળી નાખતી. એ સતીએ પતિ રૂપી હિમાળાને પ્રસન્ન કરવા જાત લૂંટાવી દીધી હતી! રાત ગળતી જતી હતી, ને કામ કરનારાઓની આંખે પણ ઝોલે જતી હતી. પ્રમીલા શેઠાણું ખબરદારીથી કામ કરાવે જતા હતાં. કેઈને દાબથી તે કેઈને રફથી. પણ આયા પાસે રમતા પિતાના બાળકને ચૂપ રાખવા એને વારે ઘડીએ જવું પડતું. નોકરેને ઝોકાં ખાવા માટે આ સોનેરી તક લાધતી. આખરે મેડી મેડી તે પણ કામ પૂરું થયું. સેનાચાંદીનાં વાસણે ગણી ભંડારમાં મૂક્યા પછી જ પ્રમીલાએ પાસે પડેલા કાચ પર જરા શરીર લાંબું કર્યું. સુવાવડને એકધારે મારે, સુકોમળ Page #188 -------------------------------------------------------------------------- ________________ સતી : નવી અને જૂની ૧૬૩ કાયા અને અતિ પરિશ્રમે–એના દેહના એકેએક મર્કાડા ખળભળાવી મૂકયો હતા. અંગેઅંગ તૂટતું હોય તેવા ભાસ થવા લાગ્યા. પણ પ્રમીલાને હૃદયમાં એક આશાના ઉચ્છ્વાસ ગરમી આપતા હતા, કે મે મારા પતિની શાભા વધે તેમ બધુ કામ પાર પાડયું છે. મિજબાની પછીના પ્રોગ્રામ સિનેમાને હતા. તે તે કાર્યક્રમ મુજબ નગરશેઠ સિનેમા જોઈ ને પાછા ફરતા હતા. તેમની મેટરમાં એક અમલદાર અને તેમનાં પત્ની પણ હતાં. મેાટર દરવાજા નજીક આવી પહેાંચી તે શેઠ ઊતરી પેાતાના બંગલામાં પ્રવેશી ગયા. અત્યારે તેમના મસ્તિષ્કમાં ખીજી જાતનું આંદોલન ચાલી રહ્યુ હતુ. સિને માના કેટલાક દેખાવેા મગજમાં દોડાદોડી કરી રહ્યા હતા. નગરશેઠે દીવાનખાનામાં પ્રવેશ કરતાં બત્તીની સ્વીચ દાખી અને આખા ઓરડા તેજથી ઝળહુળી ઊઠ્યો. સામે જ પ્રમીલા કાચ પર સૂતી હતી. શેઠની આંખા તેના પર મડાઈ ગઈ. પ્રમીલા–એ નવજવાન સુંદરી–પરણીને આવી એ વેળાની વાત શેઠને યાદ આવી. ઘૂંટણ સુધી ઢળતા કાળા કેશકલાપ આજે તે ધસાઈ ઘસાઈ ને બહુ જ એા થઈ ગયા હતા. એ ઊપસેલા કપેાલમાં આછા આછા ખાડા દેખાતા હતા, તે માંસલ પગની પાતીએ હવે ઢીલી પડી ગઈ હતી. જે આંખ હંમેશાં ખંજનની ચપળતાથી ચમકવા કરતી, એની આજુબાજુ કાળાશ ઢળ ત જતી હતી. છતાં એ સુંદર નહાતી એમ નહેતુ. ધાટીલુ' માં સહેજ ખાડા પડવાથી વધુ નમણું થયું હતુ. અને વાળ ટૂંકા થવા છતાં હજી પોતાની સુંદરતા નહેાતા છે।ડી ગયા. આખા શરીર પર પથરાયેલા તપ્ત સુવણૅ રંગ પણ જોનારની આંખને ખેચતા હતા. અને આ વાતે નગરશેઠું ખેંચાયા. એમણે નજીક જઇ પ્રમીલાના દેહને સ્પર્શ કર્યાં. શેઠાણીની આંખા ઊડી ગઈ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કંચન ને કામિની કેમ, હજી સૂતા નથી ?” શેઠાણીએ વહાલભર્યો પ્રશ્ન કર્યો. "ના, પણ તું આમ કેમ સૂતી છે ?” શેઠે વધુ પાસે જતાં પ્રમીલાને ઊંચકી. હાથમાં લીધી. પ્રમીલા એક સતી ને સુશીલા સ્ત્રી હતી. પતિને રાજી રાખવા એ જાત કુરબાન કરનાર વીરાંગના હતી ! રાત સમાસમાટ વહે જતી હતી. [૨] બે પુત્ર અને પાંચ પુત્રીઓ વચ્ચે પ્રમીલાને બહાર હરવા ફરવાને સમય નહતો. દાક્તરની સલાહ થડે સમય પિયર જવાની હતી, પણ સતી સ્ત્રી પતિની નામરજીથી ક્યાંય પણ જવા તૈયાર નહોતી. નગરશેઠ આવી સ્ત્રીથી પિતાનો મિજાજ ને ઘરની આબરૂ જળવાય છે, એ સમજતા હતા. રોજ રોજ આવતી મહેમાનોની જુદી જુદી હારમાળાઓને પિતાને શોભીતી રીતે સાચવનાર એ જ સ્ત્રી હતી અને આ જ સ્ત્રી હતી, કે જે મોટું મન રાખી પિતાની વર્તણુકને ચલાવી લેતી; પિતાની ઈચ્છાતૃપ્તિની આડે કદી દિવાલ ન બનતી. શેઠ ઘણી વાર કહેતાઃ “તું શરીર સાચવ ને ! દહાડે દહાડે કેવી ફિક્કી પડતી જાય છે ! ” ને દાકતર-નર્સોને ત્યાં આગ્રહ કરીને એને લઈ જતા. પ્રમીલા મનેકમને જતી, પણ એ જાણતી હતી કે મારું આરોગ્ય એટલે પતિના આનંદનો નાશ ! પિતે તે પતિ માટે જ હતી ને ! આ દેહને એ સિવાય એને વિશેષ ખપ પણ શો હતો! આબરુ-મોભે એ શેઠને મન મોટી વાત હતી. એ વાતને પૂરી કરવા પ્રમીલાએ સતત કામગીરીમાં પિતાનો ભોગ આપો. બધી શેઠાણીએ સિનેમાઓનાં બીભત્સ ચિત્રો જોઈ જીવનમાં પણ કલાનાં કંકુ છાંટણાં કરતી ત્યારે પ્રમીલા ઘરની જંજાળમાં ગુંથાયેલી પડી રહેતી. બીજી સ્ત્રીઓ પોતાના પતિના વર્તન સામે ખુલ્લે ખુલ્લા પોકાર ઉઠાવતી, Page #190 -------------------------------------------------------------------------- ________________ સતી : નવી અને જૂની ૧૬૫ ત્યારે પ્રમીલા પિતાના પતિની આડીઅવળી વાત જાણવા છતાં આંખ આડા કાન કરતી ને કહેતી “હશે, પુરુષ છે.” પણ પ્રમીલાની આ સરળતાએ જ પ્રમીલાને પ્રાણ હરી લીધે. એની તાબેદારીએ, શેઠની જી હાએ એનું આકર્ષણ ઓછું કર્યું. જે મજા આકાંક્ષામાં હોય એ તૃપ્તિમાં હોતી નથી. પ્રમીલાએ શેઠની તૃપ્તિનો જ વિચાર સેવ્યો, ને રાજ મિષ્ટાન્ન જમનારની જેમ-અપ્સરા જેવી પત્ની ઘરમાં હોવા છતાં શેનું મન તેના પરથી ઊતરી ગયું. રોજ ને રોજ ભરપેટ મીઠાઈ પણ નમકીન વિના કણ ખાઈ શકયું છે ! ચેઇન્જ ! પરિવર્તન! સ્વતંત્ર પુરુષ માટે એ આવશ્યક છે. ...ને આઠમી સુવાવડે પ્રમીલાના દેહમાથે દેખા દીધે. અર્થાત અન્ય પ્રયોગો કરવા છતાં એ પ્રસુતિ રોકવામાં સફળ ન થયા. શેઠને ભૂંડણની જેમ જણનારી સ્ત્રીથી કંટાળે આવ્યા. એમનું મન પ્રમીલાથી ઉબકી ગયું. હવે પ્રમીલાના સાધારણ પ્રશ્નો સામે ઘુરકિયાં થવા લાગ્યાં ને એકાદ વખત ધોલધપાટ પણ થઈ. પ્રમીલાએ પેટમાં પ્રવેશેલા નવા પ્રાણને જાળવતાં કહ્યું: “હાય પુરુષ છે, ઘણું જંજાળે માથે હેય, એટલે ગુસ્સે પણ થઈ આવે !' શાન્ત મહાસાગરની જેમ અનેક તરંગની થપાટ ખમ્યા છતાં પ્રમીલા મોટા મનની બની રહી, પણ વિધાન જુદું હતું. એનું સુકોમળ શરીર હવે વધુ ઝીક ઝીલી શકે તેમ નહોતું. સાત બાળકે ને એક નવું વધુ બાળક શેઠને હવાલે કરી પ્રમીલા પતિનું નામસ્મરણ કરતી આરામગાહમાં પોઢી ગઈ. બહોળી લાગવગવાળા નગરશેઠનું મકાન સ્મશાનના સાથીઓથી ભરાઈ ગયું. સ્મશાનના માર્ગે બધી વાતોમાં એક વાત એ પણ ચર્ચાતી હતી કે, “શેઠ હવે કેના ઘર તરફ મહેરબાની કરશે?” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કંચન ને કામિની [૩] પચીસ હજારના પાણીએ શેઠે કંકુના કર્યા. મધુ–માલતીની ઉંમર તે કંઈ શેઠને યોગ્ય ન કહેવાય, અને વળી ભણતર કેટલું બધું ! પણ ભણેલી ગણેલી એ છબીલી સુંદરીએ શેઠનું માગું સ્વેચ્છાથી સ્વીકાર્યું. સનાનું આકર્ષણ શું નથી કરાવતું ! હજારે મુફલીસ અને મધ્યમ વર્ગના પ્રેમીઓના વાયદાને કચડીને, જ્યારે તે આ મહાલયના પગથિયે ચડી ત્યારે બધા કહેતા કે મધુમાલતીના સુંદર પગની પાનીને લાલ રંગ મેંદીને ન હતો, પણ એના અનેક ભગ્ન ઘાયલ પ્રેમીઓના ખૂને જિગરનો હતો. હમણાં છેલ્લા દિવસોમાં મજૂરે પગારકાપ કરવાથી તેફાને ચડેલા કામદારોને સમજાવવામાં શેઠને બહુ રેકાવું પડતું હતું, પણ કામ અંતે સિફતથી પતાવી લીધું ખરું. મજૂરે કહેતા કે આ જમાનામાં આટલા પગારથી અમારું પૂરું થતું નથી–પણ મજૂરને ક્યાં ખબર હતી કે આટલા ધનથી શેનું પણ પૂરું થતું નહતું. કીડીને કણ જોઈએ, તે હાથીને મણ જોઈએ. એમાં વળી નવાં શેઠાણી ! મેટર, મહેલ ને મોજશોખને વરીને આવેલાં નવાં પત્ની ! મજૂરે આમ તે સમજે એવા બુદ્ધિશાળી નહાતા-પણ શેઠે ચાણક્યનીતિ વાપરી. ચાર નેતાને ખાનગીમાં રાજ ક્ય ને વાત કરી પૂરી * મધુરજનીની પહેલી રાતો અજબ હતી. નવાં પત્નીનું આક. ર્ષણ ગજબ હતું, એથી પણ એમનું અભિમાન ને ઠસે ઔર હતાં. પ્રમીલાને પરમેશ્વર પતિ-આ અભિમાની સ્ત્રીને દાસાનુદાસ બને. શઠ લગ્નની ખુશાલીમાં પિતાની “એકસ પ્રિયતમાની મુબારકબાદી લેવા ગયા. લગ્નનું જમણ ત્યાં પણ ગઠવાયું હતું. એમાં મોડું Page #192 -------------------------------------------------------------------------- ________________ સતી : નવી અને જૂની ૧૬૭ થયું ને નવી શેઠાણીએ માનીતી ચાકરડી પાસેથી બધો ભેદ પામી લીધે. શયનગૃહનાં બારણાં બંધ થયાં. ખંભાતી તાળાં લાગ્યાં. શેઠ જરા મેડા પણ ખૂબ ઉતાવળમાં આવ્યા, છતાં અસર બંધ બારણાં ન ખૂલ્યાં. બહુ માથાકૂટ થઈ, પણ છેલ્લે જવાબ મલી ગયો. એ નહિ ચાલે! આડાઅવળા ન જવાની પ્રતિજ્ઞા કરે તે જ બારણું ખૂલે!” - શેઠ આવી વાત જીવનમાં પ્રથમ જ સાંભળતા હતા. તેમણે ઘણે ગુસ્સો કર્યો, બહુ ધમકી આપી, પણ બધું નિષ્ફળ ગયું. સ્ત્રી વજજરની નીકળી. એણે કહ્યું : “ધમકીબમકી નહિ ચાલે. હું તમને વફાદાર રહેવા બંધાઈ છું. તમે મને વફાદાર રહેવા બંધાયા છે. બહુ કરશો તે કેટે જઈ છૂટાછેડા મેળવીશ ને તમારી પાસેથી જિવાઈ લઈશ, ને તમારા ઘેર રહી તમારા કુટુંબનું જ નાક કાપીશ. મને તે એક કહેતાં એકવીશ હૈયાફૂટા મળશે. હું તમારાં ખાસડાંને પૂજનારી જૂનવાણું સતી નથી. તમે સીધા રાહે ચાલશો, તે હું સીધે રાહે ચાલીશ. તમારી થઈને રહીશ. બાકી એકપક્ષીય કંઈ નહિ બને !' નગરશેઠના કાનના પડદા આ શબ્દોએ ચીરી નાખ્યા. એમણે પિતાની વર્તણૂક સુધારવાના સેગન ખાધા. દ્વાર ખૂલ્યાં. શેઠ અંદર આવ્યા સેફ પર પટકાઈ પડ્યા ને ગણગણ્યા: “અરેરે! ક્યાં પ્રમીલા ને ક્યાં મધુમાલતી ! ખરી સ્ત્રી ગઈ ! સતી ગઈ.' શેઠે શેઠાણીને એ દિવસે સારી ચાલચલગતના જામીન આપ્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ મનની મેનકા [ વાર્તા નવમી ] હરએક સારંગીના તારમાં જેમ અદશ્ય સ્વર વસે છે, એમ પ્રત્યેક માનવીના મનના એક સુંવાળા ખૂણામાં એના મનની મેનકા ” વસે છે. રાહ હોય છે કેવળ છેડનારની. એ છેડાયા પછી એના રણકાર કોઈ રોકી શકતું નથી. - એ રણકાર ન તે જ્ઞાની વ્યાસ રોકી શક્યા છે, ન તે તપસ્વી વિશ્વામિત્ર રોકી શક્યા છે! સંસારના ઘણું ઘણું મહાત્માને એને સાદ સાંભળવો પડે છે. જેમ ભીલડીને સાદ શંકરને સંભળાવે, ને કુજાને હાથ શ્યામસુંદર શ્રીકૃષ્ણને સંભળાયો. આવો એક સાદ, આ એક રણકાર, જ્ઞાની સંત, મહાત્મા ટૉલ્સ્ટોયને એક વાર સંભળાયેલે. નવવસંતના એ દિવસો હતા. રશિયાને જીવલેણ શિયાળને સાયબેરિયાના હિમ જેવા પવનો શાંત થયા હતા. જાગીરના સુંદર પ્રદેશ પર, ઊગતા સૂર્યની આછી લાલિમા પથરાતી હતી. ફૂલની વેલ પર પતંગિયાંનાં ઝૂંડ વળગી ગયાં હતાં. વહેલી સવારથી જાગીરના નેકરે પણ કામે લાગી ગયા હતા. મહિનાઓથી બરફમાં દટાયેલાં ખેતરે, ઉપવને ને કૂવાઓ પર કુદરત ની બહાર જમાવી રહી હતી. Page #194 -------------------------------------------------------------------------- ________________ મનની મેનકા ૧૬૯ ગાનારાં પક્ષીઓ ઠેર ઠેર ટહુકતાં કૂદતાં હતાં. સુદર હવા, મનેારમ કુદરતઃ ઊગતા સૂર્યનાં આછાં આછાં કુકુછાટાં સમય જ એવા સુંદર હતા કે જાગીરના નાકરાને કામ કરવામાં પણ મજા આવી રહી હતી. મન મૂકીને ગાવાનું ગમે એવે દિવસ હતા. આ વિશાળ જાગીરના સ્વામી, ઃ વન ’માં પ્રવેશ કરી રહેલા ઉમરાવલિના અમીર ટોલ્સ્ટોય, સાહામણી કુદરતનું દર્શન કરતા ફરી રહ્યા હતા. એમને ભલે સ્વભાવ, ઊંચું દિલ ને વખાણવાયેાગ્ય ચારિત્ર્યની સુવાસ બધે મહેકતી હતી. ખેતરના એક ખૂણે થાડે દૂર નાનુ એવું ઉપવન આવેલું હતું. એ ઉપવનના એક ખૂણે કામ કરનારા કરે માટે ચાલતું નાનુંશું રસાયું હતું. રસોડાના ધુમાડિયા વાટે ધુમાડાના ગોટા આકાશમાં વાદળનગરી રચતા હતા. જાગીરના સ્વામી, આ ભલા ઉમરાવ બધું જોતા જોતા રસાડા · તરફ આવ્યા. પ્રવેશદ્વાર પર ઊભા રહીને અંદર ચાલતું કામ નિહાળી રહ્યા. રસોઇયા ને રસાઇવા પોતાના કામમાં મશગૂલ હતાં. અચાનક આ વૃદ્ધ ઉમરાવની નજર એક ચપળ રસોઈયણ ઉપર પડી. એ એના કામમાં મસ્ત હતી. એના ગેારા મજબૂત હાથ થાકવા વગર કામ કર્યે જતા હતા. એના ભરાવદાર માંસલ મુખ પર કારણ વગરનું સ્મિત રમ્યા કરતું હતું. એ નવયુવતી હતી. તંદુરસ્તીનું તેજ એની કાયા પર ચમકથા કરતું હતું. એનાં અંગ અજબ ઊગતી મદભરી જુવાનીના ભારથી લચકાતાં હતાં. છટાથી એ કામ કરી રહી હતી. વૃદ્ધ ઉમરાવ એએક ક્ષણ ત્યાં ઊભા રહ્યા, તે પછી ધીરે ધીરે ચાલ્યા ગયા. એએક ક્ષણ પછી તેમના દિલમાં એ ચપળ રસોઇયણનુ કંઈ પણ સ્મરણ નહેાતું. સુંદરીઓનાં રૂપનાં ‘સ્મરણાં' કે શમણાં રાખવા જેવી ઉંમર પણ નહેાતી. ' Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કંચન ને કામિની બીજે દિવસે જ્યારે તેઓ ફરી જાગીરમાં ફરવા નીકળ્યા, ત્યારે અચાનક પેલી રસોઈયણ સ્મરણમાં આવી. આજે ત્યાં જવાની જરૂર નહતી; પણ અકળ રીતે પગ તે તરફ ખેંચાયા. કંઈ જરૂર નહોતી; તેય એમ ને એમ તેઓ ધીરે ધીરે રસોડા તરફ ગયા, ને ગઈ કાલની માફક પ્રવેશદ્વાર પર ઊભા રહીને થોડીવાર બધું નીરખી રહ્યા. પિલી ચંચળ રસોઈયણ એ જ ચપળતાથી આજે પણ કામ કરી રહી હતી. પ્રવેશદ્વાર તરફ એની પીઠ હતી. તંગ આસમાની કૂરતું ને ચપચપ પહેરેલે કોટ એનાં ખીલી રહેલાં અંગેને જાણે એંટી જઈને ફાટફાટ થતાં હતાં. નિયમ મુજબ સમય થતાં ઉમરાવ પાછા ફર્યા, પણ આજે પાછા ફરતાં કંઈક મન ખેંચાયું. આંખે જાણે કોઈ સ્થળે ચટેલી લાગી. જીવનમાં ન અનુભવે કઈ સુસવાટ ગાત્રોને કંપાવી રહ્યો. ત્રીજે દિવસે સ્વાભાવિક રીતે એનું નામ પુછાઈ ગયું. બીજા રસોઈયાએ જવાબ આપ્યો. “માલિક, એ આ રસોડામાં નવી આણેલી રસોઈયણ છે. એનું નામ ડોમના.” થોડાક દિવસે આ રીતે વીતી ગયા. રોજ એ અમીરની બે આંખે રસોડાના દ્વાર પર જઈને પેલી ચપળ સ્ત્રીને નીરખી રહેતી. વસંત પાંગરતી જાય ને કેસૂડે જેમ પિતાનું રૂપ કાઢયે જાય, એમ આ રસોઈયણ રૂપ બહેકાવી રહી હતી. એના મીઠા અંગુર જેવા ઉપસેલા એઠ, કાળી કાળી અખ, ઉમરાવના દિલને અજાણે કાબૂમાં લઈ રહી હતી. ૨] અંતરમાં આજે કઈ ખળભળાટ કરતું હતું. વાતવાતમાં મોડું થઈ ગયું હતું, ને રસોઈઘર સુધી જઈ શકાયું નહોતું. કામ કરનારાઓ છૂટી ગયા હતા. Page #196 -------------------------------------------------------------------------- ________________ મનની મેનકા ૧૭૧ મોડી પડેલી પેલી સુંદરી ડેમના ખેતરને પેલે છેડેથી ઘેર જતી દેખાઈ. આ માનનીય ઉમરાવનું મન બેકાબૂ બની ગયું. વર્ષોની લાજ ક્ષણમાં છેવાઈ ગઈ. જીવનના સંસ્કાર પળમાં જૂઠા પડી ગયા. અંતરમાં જાણે શાસન અન્ય કેઈ નું સ્થપાઈ ગયું. એમનું કહ્યું કેઈ ન સૂણે તેવું થયું. હૃદયપ્રદેશમાં કોઈ ભયંકર બંડ ખડું થયું. વૃદ્ધ ઉમરાવને એક તરફ કોઈ પરવશ કરી રહ્યું હતું, બીજી તરફ પ્રાર્થનાઓ ચાલુ હતી, પણ જાણે મહા હુતાશનમાં અંજલી જળની આહુતિ નિરર્થક હતી. અંતરના મેદાનમાં કોઈ બે મલ્લકુસ્તી જમાવી રહ્યા હોય, તેમ અમીરને લાગ્યું. એક કહે, “ખેંચી રાખ,” બીજે કહે, “છૂટા દેર મૂકી દે.” પણ બીજો બહુ બળિયા નીકળે. એણે વૃદ્ધ ઉમરાવનાં ધોળામાં ધૂળ નાખવા જેવું કર્યું. એક વાર એ દેખાવડી ડેમનાને એમણે મેંએથી સિસોટી વગાડીને બોલાવી. પછી એક પગલું આગળ વધ્યું. એ દેખાવડી સ્ત્રી સાથે વાર્તાલાપને પ્રસંગ યોજાયો. જુવાન સ્ત્રી તે ખુશામત ને મીઠી મશ્કરીની ચાહક. ઉમરાવે એ શરૂ કર્યું. વાત વધી. સંસાર ભુલાય. તુંહી તુંહી રટણ ચાલ્યું. આખરે એકાંતમાં મળવાના કોલ અપાયા. મનના મેદાન પર યુદ્ધ ચાલુ જ હતું. ઘડીમાં એક છતતે, ઘડીમાં બીજે બાજી મારી જતો. [૩] કલની ઘડી આવી પહોંચી. અંતર પર કેઈ કાબૂ જમાવી બેઠું. ઉમરાવ વાયદા પ્રમાણે ડેમનાને મળવા ચાલી નીકળ્યા. વચમાં પુત્ર મળ્યો. એણે કહ્યું Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કંચન ને કામિની ' · પિતાજી ! પેલા પાઠ આપવાને તે?' પિતા રાકાઈ ગયા. પુત્રને પાઠ આપવામાં ગુંચાઈ ગયા. વાયદો વીતી ગયા. એકવાર અચી ગયા. ઉમરાવ પાછા ફર્યા, પણ બીજો દિવસ થતાં ફરી પેલે વિચાર એમને દમાવી બેઠા. ધણી મહેનત કરી, બહુ બહુ ઉપાયે। મનને મારવાના લીધા, પણ તાક્ાન પ્રચંડ હતું. સાચા માર્ગ પર એક પણ બત્તી જલતી નહેાતી, ને ખેાટા રાહ પર પ્રકાશના પાર નહાતા. અનેક વાવાઝોડાં ધસી આવતાં લાગ્યાં. આખરે સંયમમાના વર્ષોના અભ્યાસે મનને માગ દેખાવોઃ ( તારી માનસિક કમજોરીની કથા જાહેર કરી દે. તારું દિલ કાઇ સમક્ષ નિખાલસ રીતે ખુલ્લું મૂકી દે! શરમ છેાડીને, માન– પાનને ખ્યાલ વીસરીને—બચવુ હાય તા—કાઈ પણ માણસની પાસે તારી મૂંઝવણા-મુસીબતાના ખુલ્લા એકરાર કર !' વૃદ્ધ ઉમરાવ પાસે જ રહેતા એક શિક્ષક પાસે દોડી ગયા. એ આ જાગીરનાં બાળકાને ભણાવતા હતા. પેાતાની જાતને, પેાતાની પ્રતિષ્ઠાનો, પેાતાના મેાભાનેા લેશમાત્ર ખ્યાલ રાખ્યા વગર એમણે પેાતાના માનસિક પતનને ચિતાર રજૂ કરી દીધો. ‘ માસ્તર, મને બચાવે ! ’ કેવળ વ માલાનું પોપટિયું જ્ઞાન પામેલા એ માસ્તર આ મહામાનવીને શું ખચાવે! પણ પાપના એકરારથી, પેાતાની શરમની જાહેરાતથી, એ મહાન આત્મા પર આવેલું વાસનાનુ એ વાદળ ખસી ગયું. ચિદાકાશ સ્વચ્છ બની ગયું. વૃત્તિએ સાગરની જેમ શાંતિથી લહેરિયાં લેવા લાગી. Page #198 -------------------------------------------------------------------------- ________________ મનની મેનકા ૧૭૩ એ વેળા એ ક્ષણિક અનુભવથી ત્રસ્ત થયેલા પેલા મહામાનવી, ટોલ્સય, જગતના મહાન સંત કળાકાર, એક પુસ્તકમાં પિતાના અનુભવની કથા આલેખી રહ્યા. એમના મૃત્યુ પછી પ્રગટ કરવાનું સૂચન એ કરી ગયા. એ અનુભવ પિથીનું નામ “ડેવીલ !” શયતાન ! માણસને હમેશાં હદયમાં વસતા શેતાન અને સંત સાથે કામ લેવાનું હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ અપહૃતા [ વાર્તા દશમી] પાટનગરીની બહાર, પરાને છેડે એક એકાંત બંગલા પર વસંતના વાયરા વાઈ રહ્યા હતા. બગીચાનું કેસૂડાનું ઝાડ કૂલથી ખીલી ઊઠયું હતું. નાનાં નાનાં ફૂલઝાડ પણ હવામાં ડોલી પિતાની મધુર સુવાસ પ્રસરી રહ્યાં હતાં. રંજન ! આ કેસૂડાનું ઝાડ મને બહુ પ્રિય લાગે છે. તને ખબર છે? નાનો હતો ત્યારે તારી માસી તને લઈને અહીં આવેલી. આ કેસૂડે એ વખતે તે આપણે જેવડે જ! એ દહાડે મેં તને ખેળ ભરીને કેસૂડાં આપેલાં, ને તે બદલામાં મને તારી વેણીનું ગુલાબ આપેલું !” વીસ વર્ષની ભણેલી ગણેલી રંજન કેસૂડાના થડને પકડી ઊભી હતી. એની આંખમાં આજે કંઈક શોકની છાયા પથરાયેલી હતી અને ખૂબ તેલથી સીચેલા વાળ ઠેઠ આંખ પર ધસી આવતા હતા. કનુ કેસૂડાની ફિલસૂફી પર ચર્ચા ચલાવી રંજનનું મન પ્રસન્ન કરવા માગતું હતું. એણે આગળ ચલાવ્યું : - “રંજન ! એ પછી તને યાદ છે? એક વખત આ જ કેસૂડાના ઝાડ નીચે હું ઊભો તે ને તું કહી ગઈ 'તીઃ “કનું ! બા-બાપાએ આપણને વરવહુ તરીકે પસંદ કર્યા છે.” ને મેં તને પકડી લઈ જબ Page #200 -------------------------------------------------------------------------- ________________ અપહતા ૧૭૫ રદસ્તીથી તારા અખેડામાં કેસૂડાં ભરી દીધાં હતાં. એ વખતે તને અચાનક મારી આંગળી આંખમાં વાગી ગઈ, ને તારું મુખ ગુલાબના ગેાટા જેવું બની ગયું. તે મે એને...' રંજન પર ભૂતકાળનાં પ્રિય સ્મરણાની ખાસ અસર નહેાતી. એની આંખેા કનુના અંગપ્રત્યંગને માખી રહી હતી. કનુએ ભાષણ આગળ ચલાવ્યું : * અને ક્રીથી કેસૂડા ખીલ્યો, કે રંજન મારી બની. રમકડા જેવી ર્જન મારા ધરમાં નાચતીકૂદતી આવી. અરેરે ! બિચારી રજત! મોટા ઘૂમટા કાઢી મારી પાછળ પાછળ પેલી મદારીની રતનબાઈ જેમ આવી ! ' કનુ જોરથી હસી પડયો. 6 રંજનથી જબરદસ્તી હસાઈ ગયું. પણ ઘેાડીવારમાં તે ભ્રૂકુટિ ચઢાવી દઈને ખેલી : મને ભાળીને તું ભરમાવવા માગે છે! લુચ્ચા ! આમ ફેસલાવી પટાવીને તારે ખમાં જતા રહેવું છે કાં ? હું નહિ જવા દઉં.’ કનુ રંજનની વધુ પાસે લાગ્યા. ‘ રંજન ! વહાલી ! એમ પણ જલદી પાછે। આવી નુકસાન પહોંચે.' ગયા. તેના શ્વાસ પરસ્પર ભેટવા કંઈ ચાલે ? ખમાં જવું તેા પડે. જઇશ. હું ન જાઉં તે આખી પેઢીને તેા પેઢીને પરણવુ' હતું ને ? ' રજતે કહ્યું. એને વિયેગ સાલતા હતા. એ પેાતાના મુખે હા કહી શકે તેમ નહેતું. < જો! આ કેસૂડા ફરી ખીલે તે પહેલાં તે હું આવી જઈશ. એક જ વર્ષે, ફક્ત બાર મહિના.' " ખાર મહિના એટલે શું ? એના કેટલા દિવસ ? અધધ ૩૬૫ દિવસ ! એના કેટલા બધા કલાક ? કનુ ! અહી મિનિટની મૂંઝવણુ છે, ત્યાં આ કલાક, આ અઠવાડિયાં, આ મહિના ને એક આખું વર્ષ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કંચન ને કામિની કેમ જશે ?કેમ રહેવાશે?”રંજન મૂંઝાતી હતી. પણ કનુને તે બ જવું અનિવાર્ય હતું. એ રંજનને સમજાવી, પટાવી, રમાડી બમ ચાલ્યા ગયે. રંજન કલાકે ગણવા લાગી. શરૂઆતમાં તે કેટલાય સ્ત્રીમિત્ર અને પુરુષમિત્રો આવતાં, પણ એ બહાર ફરવા ન જતી. રંજન કોલેજમાં પણ ગયેલી. મિત્રોને રાફડો ત્યારથી ફાટેલે પણ એ મિત્રો રંજનના સુંદર ગુણેના હતા, કે ગૌરવણું સૌદર્યદેહના હતા તે પ્રશ્ન હતે. કોલેજજીવન દરમ્યાન એક ઑફેસરની ખૂબ કૃપા રંજન પર ઊતરેલી. રંજન પણ એમની કાવ્ય-સાહિત્યની છટા પર મુગ્ધ થયેલી. આ મુગ્ધતામાંથી કંઈક મેહ જન્મેલે. ઑફેસર સાહેબ એક વખત એકાંતમાં રજનના ગુણોના વર્ણનમાંથી “પાંપણ રૂપી પિયણાં ને મુખરૂપી ચંદ્ર' પર ઊતરી પડેલા. રંજનને ખાતરી થઈ કે નવા જમાનાના આ વિદ્વાનને મન પણ સ્ત્રી માત્ર ભાગ્યા હતી ! વિદ્યા, કવિતા, કાવ્ય ને બીજી કુશળતા તે એમાં અલંકાર રૂપ ઉમેરે હતી ! ન જાણે કેમ, સ્ત્રી ગમે તેટલી આગળ વધે પણ એનું ભાગ્ય પુરુષની નજરમાંથી જતું નથી ! રંજનને બહોળા અનુભવ પછી લાગ્યું કે રૂપાળો પુરુષ, વિદ્વાન પુરુષ, શ્રીમંત પુરુષ, આમાંની એક લાયકાત પતિ તરીકેની જવાબદારી પૂરી કરવા માટે યોગ્ય નહેતી. મનભર પુરૂષ જોઈએ ! કનું સહેજ શ્યામ હતા. ઉઘાડે શૃંગાર એને આવડત નહે. મિત્રોમાં સાદો ને ભોટ લાગતે; પણ રંજનનું દિલ એના પર કયું: પછી તે બંને તન્મય બની ગયાં ! જન્મીને જેણે લેશ પણ સહન કર્યું નહોતું, સંયમને જરા પણ કેળવ્યો નહેતે, એવી રંજનને હવે મનસંયમના કપરા પ્રસંગો Page #202 -------------------------------------------------------------------------- ________________ અપહતા. ૧૭૭ આવીને ઊભા. કલાકે ગણું એ થાકવા લાગી. હવે તે કાગળો લખે પણ મનને શાંતિ નહેતી લાપતી. સખીઓમાં ને મિત્રોમાં ફરી જોયું, પણ કનુને ચહેરે, એની રેજની મીઠી માવજત ન વિસરાયાં. જેમ તેમ કરતાં વર્ષ પૂરું થયું. કેડે ફરી ફૂલ આવ્યાં તેય કનુ ન આવ્ય, કેવળ એક પત્ર આવ્યું : “પેઢી મુશ્કેલીમાં છે, જેથી બીજું એક વર્ષ રહેવાની જરૂર છે. આ પછી આપણે કાશ્મીરના પ્રવાસે નીકળી ખૂબ લહેર કરશે.” કાગળમાં પૂરેપૂરું આશ્વાસન હતું. રંજનને માથે પહાડ જેટલે ભાર લાગે. ગજબ મને મંથન થવા માંડયું. એ કનુનું નામ સ્મરી સ્મરી મનને શાન્ત રાખવા લાગી, [૨] દિલના તફાનના દિવસે હજી પૂરા થયા નહતા, ત્યાં દેશનું તેફાન જાગ્યું. સ્વરાજના શેખીને રાજકારણના મેદાનમાં સાઠમારી ચલાવતા હતા. સ્વરાજ વિના ઉદ્ધાર નથી, સુખ નથી, શાન્તિ નથી, એમ કહેતા હતા. અને રંજનને જેમ પતિનું ઘેલું લાગ્યું હતું, તેમ તેઓને સ્વરાજનું ઘેલું લાગ્યું હતું! સ્વરાજ કઈ બેટી વસ્તુ નહતી. પણ એ મેળવવા પાછળની અદૂરદર્શિતા ખોટી હતી. | ગમે તેમ પણ સ્વરાજ ! ગમે તે રીતે પણ સ્વરાજ ! દુષ્કાળને દાઝેલે ખેડૂત જેમ જળ, જળ ને જળની વાંછા કરે, ને પછી સામે જળપ્રલય જુએ ત્યારે ? એક દહાડો આ ચિરવાંછિત સ્વરાજ આવ્યું. લેકેએ માન્યું હવે ગરીબી ગઈ, અછત ગઈ, સૌના હક્ક સહુને મળ્યા. લેકેએ ખાધું, પીધું, ને નાચ કર્યા ! રાત સુધી પુરુષોએ ગીત ગાયાં, સ્ત્રીઓ ગરબે રમી. આજ તે રોજની ઉદાસીન રંજન પણ એમાં ભળી. સ્વરાજમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કંચન ને કામિની શાં શાં સુખ સમાયાં છે, એની એને સમજણ નહતી, પણ બધાની જેમ એય માનતી કે એથી શાતિ, સુખ ને ઉધાર આવી મળશે! થાકીને મોડી રાતે સહુ સૂતાં. એ સૂવું એવું હતું કે જેમ વરસાદને ભરજોશ વરસતો જોઈ ખેડૂત આનંદથી-અવનવીન મનરશે માણતો સૂએ, ને જ્યારે જાગે ત્યારે સમજ પડે કે પિતાનું ઘર ઘર રહ્યું નથી, ખેતર ખેતર રહ્યું નથી. ફક્ત જલપ્રલયનાં ઘેડાપૂર ઉપર ખાટલા સાથે એ દિશાહીન તણાતો જાય છે. ન આરે છે, ન એવારો છે. રંજન જાગી ત્યારે દિશાઓ કોલાહલથી ભરાઈ ગઈ હતી. મારે મારે, કાપે કાપના પિકારે પડતા હતા. બંદૂકના બાર અવારનવાર સંભળાતા હતા. કેટલેક ઠેકાણે આગ ભભૂકી ઊઠી હતી. લેકે નાસભાગ કરતા હતા. પિકારો પડ્યાઃ “ભાગે, ના ” રંજન આગંતુક ભયથી છળી ઊઠી. એનું આખું શરીર પ્રવેદમાં ભીંજાઈ ગયું. એ બચાવ માટે કંઈ પ્રયત્ન કરે તે પહેલાં તે કમાડ પર કુહાડા પડ્યા. પેટ્રોલની પિચકારીઓ છંટાવા લાગી. બે ક્ષણમાં તે સળગતાં કમાડ જમીન પર તૂટી પડયાં. ચારેક સશસ્ત્ર પડછંદ પુરુષો અંદર ધસી આવ્યા. રંજન બંગલામાં એકલી નહતી, પણ માળી, નોકર ને બીજા બધા જીવ વહાલે કરીને નાસી છૂટયા હતા. એક બૂઢી ને કરડી જાજરૂમાં ભરાઈ ગઈ હતી. સસરાજ બહારથી આવ્યા ન હતા. સાસુજી બહારગામ હતાં. બે જણા બંગલાને લુંટવા લાગ્યા. એકે રંજનને ત્યાં ખૂણે લપાયેલી જોઈ. જાણે આકડે મધ જોયું. એ નરપિશાચ દેડ્યો. રંજન Page #204 -------------------------------------------------------------------------- ________________ અપહુતા ૧૭૯ નિઃશસ્ત્ર અબળા-ભુજાના બળે સામે થઈ પણ કુમળા ઝાડની ડાળને કેઈ કઠિયારો હાથથી આમળી નાખે એમ એ હાથ અમળાઈ ગયા. - નરપિશાચે રજનને ઉપાડી. ભૂખ્યા ભિખારીને મીઠાઈને થાળ મળે તેમ થયું. નિરાધાર અબળા ભાનમાં હતી ત્યાં સુધી દ્રૌપદીને લાજનાં લૂગડાં પૂરનાર ગેવર્ધનધારીને યાદ કરી રહી, ને પછી બેભાન બની ગઈ રંજન પર શું વીત્યું એ કહેવું કલમની બહાર છે. દૈત્યો પણ થરથરી ઊઠે, માનવ પણ હેવાન બની જાય, એવા એ પ્રસંગે હતા. રાજકારણનો દેવ લેહી માગે છે. નિર્દોષ ને સદોષ માનનાં રક્ત એને ધરવામાં આવ્યાં. રંજન જાગી ત્યારે એ, પિતાના જેવી અનેક દુખિયારી અર્ધનગ્ન સ્ત્રીઓના ટોળા વચ્ચે પડી હતી. શરીરનું અંગેઅંગ દુખતું હતું. દુર્ગધ મારતું હતું. એકવાર એણે આંખ ઉઘાડી, પતે ક્યાં છે, એ જાણવા પ્રયત્ન કર્યો : પણ એ પ્રયત્ન એ નીવડ્યો કે એ ફરી બેભાન બની ગઈ ફરી જાગી ત્યારે વધુ દુઃખદ દશ્ય એણે જોયું. કેટલાક નરપિશાચ સ્ત્રીઓનાં ઉઘાડા અંગેની મશ્કરી કરતા ત્યાં ફરતા હતા. વેચાણના સોદા થતા હતા. રંજન ફરી બેભાન બની ગઈ. “શું સંસાર પરથી વહુ-બેટીની, બેન-દીકરીની લાજ–આબરૂ ચાલી ગઈ! સંસારને આ ગેળે પિલ છે? સબળ માણસ હજી પણ વરૂ છે, ને નિર્બળની હાલત હજી પણ ઘેટા જેવી છે !” આ વખતે રંજન જાગી ત્યારે એણે એથી વિપરીત દશ્ય જોયું. એ એક અંધારા ઘરના ખૂણે પડી હતી. એના શરીર પર સુંદર વસ્ત્રો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કંચન ને કામિની હતાં. એક થાળીમાં પકવાન હતાં. કદી ન પહેરેલાં વિચિત્ર કપડાં એને કહી રહ્યાં હતાં. થોડીવારે એક પડછંદ પુરુષ અંદર આવ્યો. એણે શાદીને પિશાક પહેર્યો હતો, કપડાં પર અત્તર ને આંખમાં સૂરમે હતે. રંજન એ પુરુષનું મેં જોઈ ન શકી. ફરી મૂછ આવી ગઈ. પાસે બેઠેલી બળવાન બાંદી બહાર સરકી ગઈ. પુરુષ મૂર્શિત થતી રંજનને ઉપાડી લીધી! [૩] સમય નગારાં પર ઘાવ દેતે વીતી ગયા. કેસૂડે ફરી ફૂલ આવ્યાં, પણ બિચારાં નાનાં ફૂલઝાડ તે કરમાઈ ગયાં હતાં. એક બૂઢા માળીથી બંગલે પણ કેટલે સચવાય? ક્યારાઓ ભાંગી ગયા હતા, ને વરસાદનાં પાણીએ નકામી જગાએ વહી જઈ ખાબેચિયાં કર્યાં હતાં. એના પર મચ્છરે રાતદિન સંગીત રેલાવતા. બર્માથી આવતે કનું રેલગાડીને બદલે મેટરની મુસાફરી કરીને જલદી ઘેર આવી પડે. એણે મોટરમાંથી ઊતરતાં જ “રજનના નામની બૂમ મારી. હવે એક ક્ષણનો પણ વિલંબ એને માટે અસહ્ય હતા. રંજનને એ દેડીને ભેટી પડવા તલસતો હતો. | શેઠ સાબ.” બૂઢે માળી સામે દેડી આવ્યું. એને હતું કે આ બંગલે હવે નહિ વપરાય. બધું કુટુંબ તે બીજે રહેવા ચાલ્યું ગયું હતું. ભાડૂતો પણ રહેવા આવતાં નહિ. ભૂતિયા બંગલાને નામે એ જાતે થયો હતે. ઘરવાળાં કહેતાં કે “રંજનનું અહીં ખૂન થયું. એનું પ્રેત રાતે ભમે છે. અમારી સુશીલ કુળવધૂ !' રજન ક્યાં?” આ સવાલનો જવાબ બૂઢે માળી આંખમાં આંસુ લાવવા સિવાય વિશેષ રીતે વાળી શક્યો નહિ. કનુ મૂંઝાયે, Page #206 -------------------------------------------------------------------------- ________________ અપહતા ૧૮૧ આગળ વધ્યા તે કેસૂડાના ઝાડ નીચે પહેાંચ્યા. ઉતાવળમાં તે ઉતાવળમાં એ ચાર પુષ્પ ચૂંટી લીધાં. એ કહેવાની જરૂર નથી, કે કનુને થાડા વખતમાં જ ખબર પડી ગઈ કે રજત મરી નથી ગઇ, એ કયાંક ચાલી ગઇ, એની હવે ભાળ નથી. શહેરનાં સ્નેહીઓ આવી પાંચ્યાં. એ દહાડામાં તે તેએએ ગઈ ગુજરી વિસારી નવાં લગ્ન કરી લેવા કનુને કહ્યું. ભૂતકાળને રાવાથી શું વળવાનું હતું. કનુ રંજનની ભાળ મેળવવા ઉત્સુક હતા, પણ કાઈ ખરા સમાચાર આપતું નહતું. વ્યગ્ર કનુ એક વાર પેલા તજાયેલા બંગલે ગયા. એ રાત ત્યાં જ રહ્યો. ધીરે ધીરે એણે મુઠ્ઠા માળીને વિશ્વાસમાં લીધેા. ખુદાએ દિલ ખેાલી દીધું. મુઠ્ઠા માળીએ રાતાં રાતાં કહ્યું: ‘શેઠ, આસમાની સુલતાની થઇ ગઈ. અરે, આવું સવરાજ આવવાનું છે, એવી ખબર હાત તે કચાંયના કયાં ચાલ્યા ગયા હૈાત. પણ લેાક મનની મુરાદોમાં એટલા ઘેલા બન્યા, કે એમણે આગળપાછળનેા કંઈ વિચાર ન કર્યો. ભાજન પિરસ્યું એટલે અકરાંતિયાની જેમ ખાવા બેસી ગયા ! શું વન કરું, સાહેબ ! જીવતું નરક જોવા મળ્યું! નરકમાંય આટલી વેદના નહિ થતી હાય. સે।નું તે સ્ત્રી ! કચાંય સલામત ને રહ્યાં! ગામમાં તા એક તલવાર કે એક ટૂંક પણ કયાં હતી ? પચીસ બંદૂકધારીએ આખા શહેરના સર્વનાશ કરી ગયા.’ '' પણ એમાં રજનને શું થયું? ' કનુ ઉતાવળા થયા. · શું થાય ? સહુની મેન–બેટીઓનુ થયુ તેવુ તેમનું થયું. દિવસે। સુધી કાઈ કાઈની સંભાળ લે તેમ નહેાતું. ખળેલાં ધર મુઝાવનાર તે મરેલાં માનવીને દેત આપનાર પણ કાઈ નહાતુ. ધણે દહાડે સહુ અહીંની ભાળ લેવા આવ્યાં. કેટલાંક હિંમતવાન અહીં વસવા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કંચન ને કામિની પણ આવ્યાં. આપનાં માતુશ્રી ને નાનાભાઈ પણ અહીં આવ્યા. પણ અહીં રહેવા જેવું કે લેવા જેવું શું હતું ? બધું ભારે ભારે લાગવા માંડવું. થોડા દહાડા રહી, બંગલાની સંભાળ મને ભળાવી તેઓ ચાલ્યાં ગયાં.” “રંજનની કંઈ ભાળ ન કાઢી ?' - “ભાળ તે શું કાઢે ? ક્યાં કાઢે? કોણ કાઢે? ખૂન થયું, ખૂન થયું એમ ફૂટી કાઢ્યું. પણ શેઠ! એક રાતની વાત છે. ચાદરમાં ઢંકાયેલી એક સ્ત્રી રાતના પહેલા પહોરે દરવાજા પર આવીને ઊભી રહી. હું જાગતું હતું. હવે તે આ ગામ માયાનગરી બની ગયું છે. અહીં કમોતે મરેલાં માનવીનાં પ્રેત જ્યાં ત્યાં ભમતાં હોય છે. હું કંઈ પ્રેત-પિશાચથી ડરતે નથી. મેં ધારીને જોયું તે હુબહુ શેઠાણીનું પ્રેત ! હું શિવકવચ બેલત આગળ વધ્યા, કહ્યું: કેમ આવ્યાં છો? ભૂતથી ડરનાર માણસ નથી હો !” હું જીવતું માનવી છું. રહેવા આવી છું!નાસીને આવી છું !” મને અવાજ પ્રેતને ન લાગેજીવતા માણસને જણાય. પાસે ગયો. શેઠાણીને ધારીને જોયાં. પણ જાણે એ શેઠાણી જ નહિ હું મર્દને બચ્ચે એમને આ બિસ્માર હાલતમાં જોઈને રડી પડ્યો. મેં અંદર આવવા કહ્યું. એમણે કહ્યું: “અંદર જે હોય તેને પૂછી જે. મને રાખશે?” મેં કહ્યું: “અંદર કઈ નથી.” શેઠાણી અંદર આવ્યાં. શેઠ, શું કહું? આ જ ઓટલા પર બેઠાં, અને એકાએક છાતી ફાટ રડી પડ્યાં. એમને શાંત રાખવા હું ગયો તે માય ધીરજને બંધ તૂટી ગયે. હું પણ છૂટે મેએ રડ્યો. મેડી રાતે અમે બંને રડીને હળવા થયાં. Page #208 -------------------------------------------------------------------------- ________________ અપહતા - ૧૮૩ પછી શેઠાણીએ કહ્યું: “ભાઈ, શહેરમાં જઈને પૂછી આવશે, કે તમારી વહુ રંજન આવી છે. એને રાખશો ?” મેં કહ્યું : “એમાં પૂછવાનું શું હતું? ઘરનું ભાણસ ઘરમાં ન રહે તે ક્યાં જાય?” એમણે કહ્યું: “ભાઈ, તું ન સમજે. સગી મા પણ જો પતિત થાય તે દીકરે એને ન સંધરે, ત્યારે ગમે તેવા પતિત પુત્રને માના ખેાળામાં સદા સ્થાન હોય, એવો આ સમાજ છે. સ્ત્રી અને પુરુષને જોખવાનાં કાટલાં અહીં જુદાં છે. ભાઈ હું તે ઘરની વહુ! આ સંસારમાં સ્ત્રી શોભાની વસ્તુ છે. એની શોભા જાય, પછી એ કશા કામની નહિ! મારી તમામ શોભા ચાલી ગઈ છે. સ્ત્રીનું પિતાનું સત્ર કહેવાય તેવું કંઈ નથી રહ્યું મારી પાસે. બલ્ક શેતાનનો કહો તે શેતાનનો–ને તારા શેઠને કહે તે તારા શેઠને –અંશ મારા પેટમાં બેઠો છે. આવી મુજ પતિતાને તેઓ રાખી શકશે ? રાખીને કુટુંબમાં મને હરતીફરતી કરી શકશે? સમાજનાં મહેણું સહી શકશે? ભાઈ, જરા પૂછીને આવ !” મારું મન તે શેઠાણીને સાથે લઈને ત્યાં જવાનું હતું, પણ તે ન માન્યાં. મેં તેમને ખાવાપીવાને બંદોબસ્ત કર્યો. તેઓને પથારી કરી આપી. હું પણ દરવાજા પાસે સૂત. મને ઊંઘ ન આવી, પણ શેઠાણી તે બિચારાં આખી રાત છાનું છાનું રોતાં રહ્યાં. કેસૂડાની પાસે વારે વારે આવીને ઊભાં રહેતાં.. સવારે હું ખાવાપીવાનો બંદોબસ્ત કરીને શહેરમાં જવા ઊપડ્યો, ત્યારે શેઠાણીએ પાસે બોલાવીને કહ્યું : “જે, તેઓ કહે કે આ ગર્ભ શંકાસ્પદ છે, અમે નહિ જાળવીએ, તે તે પણ હું પતાવી દઈશ.” હે ભગવાન !” હું એટલું બેલી નીકળ્યો. શહેર પહે , ત્યાં જઈને વાત કરી. બધાં સગાં ભેગાં થઈ વિચાર કરવા લાગ્યાં, આખરે સહુએ એક મતે કહ્યું : Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કંચન ને કામિની અમારા ઘરમાં હવે એ નહિ ખાય. એને કહે કે એને માર્ગે ચાલી જાય ! અમને મેં ન બતાવે. અમે એને મરેલી જાણી છે. નકામી જીવતી થઈ અમને મુશ્કેલીમાં ન મૂકે !” ' અરે ! ઘરની લખમીને જાકારો ! ઘરનું માણસ ઘરમાં ન રહે તે ક્યાં જાય? આવી રીતે તે કોઈ ઘરના ઢેરને પણ હાંકી ન કાઢે ? મેં કહેવા ઇછ્યું, પણ તેઓએ કહ્યું: “આ અમારી અંગત બાબત છે. તારે એમાં વચ્ચે ન પડવું ! તું કંઈ ન સમજે !' હું ભાંગેલ હૈયે પાછો ફર્યો. શેઠાણીને શું કહું? આવા સમાચાર કહેતાં મારી જીભ કેમ ચાલે? હું રડી પડ્યો. તેમણે કહ્યું : રડીશ નહિ, ભાઈ! હું જાણતી જ હતી. આ બધા શ્રીરામના પૂજારીઓ છે. સીતાની દયા એમના દિલમાં નથી. અહીં સ્ત્રી પહેલી શેભા છે–પછી માતા, બહેન કે દીકરી છે. પુત્ર ગમે તેવો દુરાચારી હેય, મા એને છોડશે નહિ. પતિ શરાબી કે શેતાન હોય, પત્ની અને પૂજશે. હું તે રમકડું હતી. આખું હતું ત્યાં સુધી ઘરમાં સંધર્યું : તૂટેલા રમકડાને કોણ સંધરે? ભાઈ તે હવે હું વિદાય લઈશ.” “ના, બહેન ! અહીં રહે. મારા છાશરેટલામાં તમારે ભાગ સમજીશ.” “ના ભાઈ, હવે હું કોઈને માથે પડવા માગતી નથી. જાણે છે કે આ સંસારમાં સ્ત્રી જ્યાં સુધી શીલવંતી રહે ત્યાં સુધી જ ગરીબ ને દુઃખી છે. એ અશીલને સ્વીકારે એટલે ધનવાન ને તાલેવંત છે. સમાજને ઠોકરે મારવાને હકદાર છે. ધર્મ બદલે તે પૂજાવાને હકદાર છે. પણ એથી એમ ન સમજીશ કે હું એ નરકાગારમાં જઈશ. અલબત્ત, મારી અનેક બહેનથી એ નરક ગુલજાર બન્યાં છે, ને એ જ સસ્વાભિમાની પર બધું ભૂલી એના ગ્રાહક બન્યા છે !” Page #210 -------------------------------------------------------------------------- ________________ અપહતા ૧૮૫ “શેઠ, એ પછી બહેન ઊભાં થયાં, પેલા કેસુડાના ઝાડ પાસે જઈને ઊભા રહ્યાં, ફરી રેયાં, ફરી ફરીને રોયાં. કેટલીય જાની વાતે સંભારી સંભારીને રોયાં. મને લાગ્યું કે આ જાસુદીના છોડ, આ મેંદીની વાડ ને આ ગુલમહોર પણ રડી રહ્યાં છે. આખી રાત એ અને હું આ ખાખરાના છોડ નીચે મૂગાં મૂગાં બેઠાં. આંખમાંથી આંસુ તે જાણે ઝાકળની જેમ પડતાં હતાં. પાછલી રાતે મને ઊંધ ઘેરી વળી. સવારે જાગે ત્યારે જોયું તો શેઠાણ નહતાં !” માળીએ વાત પૂરી કરી. કનુની આંખમાંથી આંસુ કરી રહ્યાં. એણે કેસૂડા પાસે જઈ ખૂબ રડી લીધું. જે કેસૂડાએ વર્ષો થયાં માળીના હાથની ખુરપી ને કોદાળી ખાઈ ફૂલ આપવાં જારી રાખ્યાં હતાં, એ કેસુડાનો સ્નેહી કનુ રંજનની રાહ જોવા અનંત કાલ સુધી તૈયાર થયે. એ ન પરણ્ય. સગાં તે હજીય શાણા થઈને ગઈ ગુજરી ભૂલી જવા સમજાવતાં હતાં. [ 8 ] વાર્તાને અંત હવે નજીક છે. સાચી કહાણી પણ વિવિધતાને વરે ત્યારે જ વાર્તા કહેવાય ને ? કનુ તે આ પછી બર્માના અનેક પ્રવાસ ખેડી આવ્યો. પ્રવાસ, પ્રવાસ ને પ્રવાસ ! કનુના સંતપ્ત દિલને બીજે આશાયેશ નહતી. - એકવાર રંગુનની એક હોટેલમાં એ એક રાત ગાળવા રહ્યો. એ રાતે એણે એક સ્ત્રી-પુરુષને પાસેના કમરામાં ઊતરેલાં ભાળ્યાં. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કંચન ને કામિની સ્ત્રી કંઈક પરિચિત લાગી, કનુ પાસે ગયો ને ક્ષણવારમાં એને ઓળખી ગયે. કોણ રંજન ?” કનુ ઓરડામાં ધસી ગયો. પાસે બેઠેલે પુરુષ ડોળા ફાડી જોઈ રહ્યા. રંજન એક ચીસ પાડી ધીરેથી નીચે ઢળી પડી. કનુ પેલા પુરુષની પાસે સર્યો. પેલે પુરુષ ડરથી આ ખો ને કમરના છરા પર એણે હાથ નાખે કનુ બેલ્યઃ મિત્ર, ડરશો નહિ. હું તમને મારા સ્નેહી લેખું છું. આવો, આપણે બંને મળીને રંજનની સેવા કરીએ. રંજન જાગી ત્યારે પલંગ પર સૂતી હતી. કનુ એના દેહને ધારી ધારીને જોઈ રહ્યા હતા. “કનું, અડશે મા. તમારી રજન મરી ગઈ.” “રંજન, તારા દેહની અંદર વસતા આત્માને નીરખું છું. હજીય તું મારી છે.” “હું તારી નથી. હું બીજાની છું.” રજન સાવધ થઈ. એણે કહ્યું : મૂર્ખાઓની આ ભાગલાબાજીમાં અક્કલનો ઉપયોગ ન થ મારા જેવી અનેક સ્ત્રીઓ એકબીજાને હાથે લૂંટાઈ હશે. અરે રે! કેઈને આટલાં શાસ્ત્રો, આટલી નીતિઓ ઈશ્વરના બંદા બનાવી શકી નહિ! સદાય સ્ત્રીના ને સેનાના લૂંટારા રહ્યા. એ સામે આવે ત્યાં અક્કલ પર પડદો પડી જાય છે. માનવતાની વાત કરનારા આપણે પશુથી બદતર છીએ.” રંજન અર્ધ મૂર્ણિત જેવી અવસ્થામાં બેલતી હતી : એ કંઈક સાવધ થઈ. ફરી બેલી : “આ ગૃહસ્થ તે મારા મિત્ર છે. નોધારાના આધાર છે. ભૂખ્યા વરૂઓના પંજામાંથી બચાવનાર પુરુષસિંહ છે. તારે ઘેરથી નીકળ્યા Page #212 -------------------------------------------------------------------------- ________________ અપહૃતા ૧૮૭ પછી, બેએક સ્થળે આશ્રય માટે ફરી, પણ બધે દયાવાન દલાલે જ મળ્યા. મારા જેવી માટે વેશ્યાઓ સિવાય કોઈના દરવાજા ઉધાડા નહતા. “હું પાછી ફરી, મને ઉપાડી જનારને ત્યાં જઈને ઊભી. એ મને જાળવવા તૈયાર હતા. ત્યાં તો સરકાર બહાદુરે તરફથી અપહતાઓને પાછી મેંપવાને સવાલ આવ્યા. સવાલ કરનારે પિતાનું અભિમાન જોયું હતું, પણ જ્યાં એ સ્ત્રીને પાછી લઈ જઈને મૂકવાની હતી. એ હૈયાહીન સમાજને જરા ય વિચાર ન કર્યો. હું પાછી સંપાઈ પણ મને અપહેતાને કોણ સંધરે તેમ હતું? અને સંરક્ષણ વગરની જુવાન સ્ત્રીને માથે શું ન વીતે? શું મારે વસ્યા બનવું? સુખને આ એક જ રાહ મારી સામે ખડે હતો પણ મને એ ન ગમ્યું. હું આ એક દયાવાન ગૃહસ્થ સાથે અહીં આવી રહી છું. મારે હવે ક્યાંય પાછા જવું નથી! સ્ત્રી માટે ક્યાંય સ્વર્ગ નથી. અહીં પણ નરક છે. ત્યાં પણ નરક છે, ફેર એટલે છે, કે અહીં નરકમાં પણ મારું સ્થાન છે, તમારે ત્યાં નરકમાં પણ મારા માટે જગ્યા નથી.” કનુ પાસે ગયા. એણે રંજનના કપાળે હાથ મૂક્યો, પેલે પુરુષ સંકોચવશ આ ને આઘે રહેતો હતો. રંજન બબડતી હતીઃ અરેરે! હરખઘેલા રાજદારી પુરૂષોની એક સામાન્ય ભૂલે સ્ત્રીઓને માથે કેટલું વીત્યું ! અને તમે તે તમારા વિજયનાં ગુણગાન ગાતાં હજીય થાકતા નથી. તમારી સંસ્કૃતિને જાણે દેવસંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તમારી મિથ્યાભિમાનભરી બહાદુરીની બિરદાવલિઓ હજીય રચે જ જાઓ છે. અમે કર્યું ! અમે કર્યું ! તમે શું કર્યું? જુઠા માણસે ! જૂઠે એમને ઈતિહાસ! અરેરે ! કેણે સહન કર્યું ને કોણે સ્વર્ગ માણ્યું ?.” Page #213 -------------------------------------------------------------------------- ________________ "૧૮૮ કંચન ને કામિની રજન ! તમારા જેવી પતિતાઓ જ-જે સમાજ તમને પતિતા કહેતે હેય તે-ભાવિના ઈતિહાસમાં તપસ્વિનીઓ તરીકે પૂજાશે. આઝાદીને હરએક ઉપાસક પિતાનાં કમળ-ફૂલ તમને અર્પણ કરશે. જે સમાજ તમને હીન લેખશે–એની હીનતાને આરે નહિ રહે. સિનિક દેશ માટે એક વાર મરે છે, તમે દેશની મુક્તિ માટે હર પળે મરી રહી છે. રંજન ! ઘેર ચાલ! કેસૂડે ફૂલ આવ્યાં છે. ના, બદનામ સ્ત્રીને તારા દંભી સમાજમાં સ્થાન નથી. તારા ઘેરથી કેસુડાનાં ફૂલ લઈને આ મિત્ર સાથે બર્મા આવતી હતી, ને તું માર્ગમાં મળી ગયો. મને ભૂલી જા ! છોડી દે.” “રંજન! હવે તને છોડી શકું એટલું હિંમતવાન હૈયું મારી પાસે નથી. તેને હું પતિતા પણ કલ્પી શકતો નથી. જે ત્યાગમૂર્તિઓ ને વેદનામૂર્તિઓનાં લેહી-આંસુ પર આ સમાજ ખડો થયો છે, એમાં તારું મહત્વનું સ્થાન છે. તેને અપમાન આપનારા પિતાની જાતનો દ્રોહ કરનારા છે. રંજન, ચાલ ” એ હૈયાફટ સમાજ વચ્ચે જવાની વાત ન કરીશ. કનુ! તું જા ને સુખી થા! મારા અંતરની આશિષ છે ! કેઈ બીજી રંજન શોધી લેજે!” એ નહિ બને! રંજન, જ્યાં તું ત્યાં હું. મૃત્યુ જ આપણને વિખૂટાં પાડશે. તારી સેવા કરી હું સમાજનું પાપ ધોઈશ.” પછીની વિગતે કહે છે, કે ત્રણે જણાં સાથે રહ્યાં. રજનને નવો મિત્ર આ અજબ પતિ-પત્નીના જોડાને હેરતથી નીરખી રહ્યો. આખરે એક દિવસ એણે એમને રાહ સાફ કરવા નિર્ણય કર્યો. એક દહાડે પેલે મિત્ર રંજન-કનુને ભળાવી બહાર ચાલ્યો ગયો તે ગયો, ફરી ન આવે! રંજન કનુને પ્રેમ પામી ફરીથી નવા જીવનમાં પ્રવેશી. કનુ Page #214 -------------------------------------------------------------------------- ________________ અપહતા ૧૮૯ ઘેર જવાની વાત કરતે, તે રંજન કહેતી : “એ જડ સમાજમાં પ્રવેશ કરે મુશ્કેલ છે. કનુ, ફરીથી આપણા જીવનમાં વાવંટોળ. જાગશે.” કનુ સમ. એણે નવું ઘર વસાવવાને નિર્ણય કર્યો, અને. એમાં કેસૂડાનું ઝાડ વાવવાનું નક્કી કર્યું ! મહામહેનતે રપ વા. કનુ અને રંજન કાઈ જુદા જ દેશમાં સાથે જ જીવી રહ્યા કનુ પેલી ડાળને જ પાણી પાય છે! નવાં હવા-પાણીમાં કેસુડાની એ ડાળ ફૂલીફાલી કે નહિ એ તે કોણ જાણે, પણ એ પતિ-પત્નીનું જીવન અજબ પ્રેમથી ફરી રહ્યું Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દાન [વાર્તા અગિયારમી ] સંસારનાં સર્વ પાપ જોવાઈને, સંસ્કૃતિની મહા નાક વાટે જ્યાં બધે કાદવ એકત્ર થાય છે, એવી એ ગલી હતી. સડેલાં કૂતરાં, ચેતરફ પ્રસરી રહેલી બદબો અને દુર્મુખ માન- વીઓથી એ સંસાર વસેલે હતો. ગામના શાસ્ત્રીજી રાજ મઘમઘતા મંદિરમાં સેનેરી સિંહાસન પર ચઢી ભક્તોને, પાપ કરશો તે નરક મળશે, એમ સમજાવતા કદી કદી તે નરકનાં દુઃખોનો ચિતાર ખડે કરી દેતા, પણ શાસ્ત્રીજી કદી ભૂલેચૂકે જે અહીં આવી ચઢે તે એમને નરકનું સ્વરૂપ સમજાવવાને બદલે સદેહે એનું ભાન થાય તેમ હતું. કારણ, આ ગલીમાં નરકનાં તમામ દુઃખોને સમાવેશ હતે. કેટલીય મજૂરણે સવારથી સાંજ મજૂરી ખેંચતી, તેય તેમને વૈતનો ખાડો પૂરવા કોઈ મુકાદમ કે કઈ મકાનમાલિકની રખાત બનીને રહેવું પડતું. કેટલાય કામદારને રજની કેડ તેડી નાખે તેવી નોકરી કરવા ઉપરાંત, અમલદારોના બંગલા સાફ કરવા ઠંડી રાતના ઉજાગરા વે પણ, રિટી ને મરચાંના સાંસા પડતા. પઠાણી વ્યાજના પહાડ એમના માથે સદાના રહેતા. રોજ વહેલી સવારે દૂધના હાંડા માથે ચઢાવી, કઈ હેટેલવાળા Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૧ . જીવનનું દાન હૈયાનું દૂધ પહોંચાડતી એ ગોવાલણને દિવસભરની કાળી મહેનત પછી પણ, પાવળું દૂધ હાંસલ ન થતું. વારતહેવારે ગામમાં ચેરીઓ થતી ને આ ગલીનાં ફાટેલતૂટેલ ઝૂંપડાં વખાતાં. પિલીસ દાદાઓના ચાબખા ત્યાંનાં સહુ નરનારીનાં ચામડાં ઢીલાં કરી નાખતા. ન પૂરું ખાવાનું, ન સારું પાણી પીવાનું, ન પહેરવાનું કે ન ઓઢવાનું. જીવતરના કઈ ઓરતા ત્યાં પેદા જ ન થઈ શકે, એવું જીવન આ લેકે કેમ જીવતા હશે એ જ કાયા હતા. રોજ અછડી બીડી પીનાર એ વર્ગને શું આ દુનિયા સળગાવવા એક દિવાસળી પણ નહિ મળતી હોય! - ના, ના, એવું તે ન માનશે. આજ ગલીના ભૂરિયા ઠાકોરની સ્ત્રી પર પેલા મવાલીએ અત્યાચાર કર્યા છતાં, જ્યારે ઊલટો કચેરીએ ઠાકરને જ દડે ત્યારે એણે ગામની ઘાસની ગંજીમાં દિવાસળી ચાંપી દીધેલી. પણ એનું પરિણામ શું આવ્યું? અઢી વરસની સખત જેલ! અઢી વર્ષની જેલ પછી ભૂરિય ઠાકર એ સીધે દેર થઈ ગયેલે, કે બે વાર તે તેની સામે જ તેની બૈરીને મવાલીઓ લઈ ગયેલા ને પછી પાછી મૂકી ગયા ત્યારે ભૂરિયે આકાશ તરફ હાથ કરીને કહેલું : ગંગા ! હૈયે હિંમત રાખજે! ઉપર મારે બાપલે ભગવાન એઠે છે, એ કેઈનાં પાપ નહિ સાંખે.” ઠાકર ! એને વિશ્વાસે તે આપણે જીવી રહ્યાં છીએ.” રૂપાળી ગંગા કહેતી. . એ ભગવાન બાપ સાચો હોય કે ન હોય, કઈ ધર્મપુરાણને છલ-અપચે હેય પણ, જેમ ખેતરને ચાડિયે પંખીથી ખેતરનું Page #217 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની રક્ષણ કરતે તેમ, આવા હજારે નિરાધારનાં ભાગતાં હૈયાંને આશરે એ જરૂર બની રહ્યો હતે. એ ભગવાન બાપાનાં અનેક પ્રજાજનોમાંનાં એક આ નગરનાં નગરશેઠાણીએ એક પઢિયે ચગાન સાફ કરતી ગંગાને હાક મારી.. નગરશેઠાણું આખી રાત નહિ ઊંઠાં હોય એમ એમની લાલ આંખે કહી આપતી હતી. એ ઉજાગરાએ પણ શેઠાણીના ચંપાના ફૂલ જેવા ચહેરા પર અનેકગણું રૂપની તો ખડી કરી હતી. ગંગા! તને કેટલા મહિના થયા ?” શેઠાણીએ પૂછયું. શેઠાણી જેવાં મોટાં માણસનો આ પ્રશ્ન, ધૂળમાટીથી ભરેલી ગંગાને વિચિત્ર લાગે. એણે ધીરેથી પિતાના પેટ સામે જોયું અને શરમાતાં કહ્યું: “ અમારે એમાં નવાઈ શી! અમારે ત્યાં તે દર વરસની દે એક ગણું લે. મારે તે પહેલું પેટ છે, બા ! આમ તે સાતમો અધવા છે!' જે આમ આવ !” શેઠાણીએ ગંગાને નજીક બેલાવી. ગંગા મૂંઝાણી. આ બધા ગાલીચા, આ સુંદર પડદા, આ સુંદર પગદાનીઓ, અરે ! અરે ! શેઠાણબાની મોજડીઓ પાસે પણ એ બેસે તો ય વરવી લાગે ! ક્યાં આ સુંદરતાનાં અવતાર ને ક્યાં પોતે ગંદકીને અવતાર! ગંગાની મૂંઝવણ આખરે શેઠાણીએ તેડી. એને હાથ ઝાલીને પાસે ખેંચી. ડી વાર પાસે ઊભી રાખી કેટલીક વાત સમજાવી. સમજાવીને દશ રેકડા રૂપિયા હાથમાં મૂક્યા. ના કહે તે મારા સમ, ગંગા! મારી લાજ તારે હાથ છે!” શેઠાણીનાં નયન નીચાં નમ્યાં. સ્ત્રીને સ્ત્રીને સૌંદર્ય પર વહાલ છૂટયું. ગંગા અરધી અરધી થઈ ગઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ જીવનનું દાન ૧૯૩ . ખા ! એ શું મેલ્યાં ? અમ નીચને એવાં માન ન હોય ! અમે તે તમારા પગનાં ખાસડાં ! ' ગંગા એ હારે વહેલી વહેલી ઘેર ગઈ. રસ્તામાંથી ચેાખા અને ગાળ લેતી ગઈ. ગાળ-ચોખા રાંધીને એ ભૂરિયાની રાહ જોતી એડી. ભૂરિયા સાહેબની સવારી આવવાની હતી, તે માટે મીઠાં માછ્યાં પકડવા ગયા હતા. મોડી રાતે એ પાછે આવ્યો. ભૂરિયા આજની ખાદ્યસામગ્રી જોઈ વિચારમાં પડી ગયા. એને વહેમ પડ્યો, કે ગગાએ નક્કી કંઈ કાળું કર્યું ઃ કારણ કે સામાન્ય રીતે ગરીખાને પોતાના નાના—મેટા કાઈ પણ શાખ પાછળ એકાદ કાળુ કામ કે કાળી મજૂરી કરવાની જ હેાય છે. - ઠાકાર, વહેમાઈશ ના. શેઠાણીયાએ આજે ખુશ થઈ ને રૂા. દસ આપ્યા છે. પણ એક વાતની એ લાખેણાં માણસે આપણી પાસે માગણી કરી છે. મારું પેટ એમને આપવાનું!' ગંગાએ ખુલાસા કર્યાં. ભૂરિયા કંઈ સમજી શકયો નહિ. ગંગાએ વધુ ખુલાસા કર્યાં : શેઠાણીયાને પરણ્યાં બાર વર્ષ વીત્યાં, એકે સતાન નથી થયું,’ ' શેનું થાય? શેઠે તે ખાર વરસની ઉંમરથી ખાટા શેાખમાં પડવનું હીર નીચેાવી નાખ્યું છે. પેલી મુબઈવાળી તા ખેડી એકી મહિને ત્રણસા ખાય છે. જ્યારે જુએ ત્યારે શેઠને સ કલાસનેા ડખ્ખા રિઝવડ ! કહે કે ધંધા માટે કાશ્મીર, કલકત્તા ને કાશી જઈએ છીએ. એ તો ધંધો પણ ખરા ને સાથે આ ગારખધંધાય ખરા ! ' ભૂરિયે ભેદ ખુલ્લા કર્યાં. ગંગા મેલી : ‘ ઠાકાર ! આપણે કેાઈનાં કાળાં જોઈ ને શું કરવુ છે ? શેઠાણી ઇંદ્રાણીને અવતાર છે હે। ! તું જો તે તેા તને ઘેલું જ લાગે. મેટાં લેાકને પેટ છે!કરું ન થાય તે મેટી ઉપાધિ. એમની કરાડાની મિલકત કાને જાય ? સેાનાની પાટેને કાણુ ધણી થાય ? ને છે।કરું ન Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કંચન ને કામિની થાય તે શેઠાણીની સ્થિતિ શી થાય, જાણે છે? એમને માથે શક્ય આવે. વગર વાંકે માછલાં ધોવાય. માટે શેઠાણીબાની ઈચ્છા છે, કે મારું પેટ એમને આપવું. છોકરે આવશે તે એ પહેલે દહાડે જ લઈ જશે.” ' “ના, ના, એ ન બને, ગંગા ! પછી આપણે શું કરીએ ? મેટાં માણસને છોકરાં જોઈએ, ને નાનાને નહિ?' ભૂરિયે ઘણી વાર સુધી ન માને, પણ ગંગાએ આખરે એને વહાલ કરતાં સમજાવ્યું, કે આપણે આપણા પેટનું શું ભલું કરી શકવાનાં હતાં ? મજૂરને કરે મજૂર થશે, એ ધૂળમાં જ રમવાને, સેનાના ઘૂઘરા એના ભાગ્યમાં ક્યાંથી ? ભલા આદમી ! પિટનાં છેટુનું તે સારું વાંક? આ તે પાશેરામાં પહેલી પૂણી છે, ને હું તે સેનાની મરઘી જેવી છું. જોતજોતામાં પાંચ સાત મોર તારા આંગણે નાચવા લાગશે. જોઈ જોઈને, રમાડી રમાડીને થાકી જઈશ. માટે હા પાડી દે !” ભૂરિયે કમને હા પાડી. એ જગતનાં બાળકોને ભિખારીઓ ઊછીનાં લઈ જતાં. લઈ જઈને શેઠિયાઓના આવવા-જવાના રસ્તે રતાં કે ધૂળમાં રગદોળાતાં મૂકતા. લેકે દયા ખાઈ ખાઈ પિસે નાખતા. સાંજે કઈ બાળકના છ આના તે કોઈના બાર આના મળતા. બાકીની કમાણ વડે ભિખારી લેતે. ભૂરિયે એ પણ જાણતા હતા કે પિતાનાં ઘણું પડોશી માબાપ ભીખ માટે કામમાં આવે તે માટે બાળકને જન્મની સાથે આંધળાં કે સૂતાં-પાંગળાં બનાવી દેતાં. ભૂરિયે વિચાર્યું કે એના કરતાં તે આ ખરેખર સારું છે ! [૨ ] આજે શેરીઓમાં મેતી લૂંટાતાં હતાં. અનાજ તે ગાડેગાડાં વહેચાતું હતું. નગરશેઠના દરવાજે મુબારકબાદીના સંદેશા લાવનારા એનું કીડિયારું ઊભરાયું હતું Page #220 -------------------------------------------------------------------------- ________________ જીવનનુ દાન ૧૯૫ કારણ ફૂલકુંવરબા શેઠાણીને બાર વર્ષે, મહિના રહીને પૂરે માસે દીકરા આવ્યા હતા. રાજવૈદ્ય તે ફૂલ્યા સમાતા નહેાતા. એમની ઔષધિ એટલે રામબાણુ, એ વાતની તેએ આ પ્રસગે જાહેરાત કરતા ફરતા હતા, ને છાપાંવાળાંની મુલાકાત લઈને એને હેવાલ છાપવા જા. ખ. ના ભાવની લાંચ આપતા હતા. જ્યાતિષીજી તા કહેતા સહદેવનું નામ લાજે. હું તે શેઠાણીની મનેાકામના પૂરી થશે જ. હતા, કે મારા જોશ ખાટા ઠરે તા કહેતા હતા, કે વહેલી મેાડી પણ સાસુસસરા સુવણ પાલખીમાં બેઠેલા ભગવાનને આજ વધુ તે વધુ ફૂલ ચઢાવી રહ્યાં હતાં. પાતાને ત્યાં કુળદીપક જન્મ્યા એની એમને હૈયે કઈ ઓછી ખુશાલી નહેાતી. ગામના રાજાજીને નગરશેઠાઈ અખંડિત રહી, એ હ` હતા. સાચું પૂછે તે ગામનું કૂતરું પણ આજે તે આનંદમાં હતું, કારણ કે કૂતરા જેવા પ્રાણી સુધી પણ દૂધના ધડા પહેાંચી ગયા હતા. સાંજની સધ્યા આકાશમાં ગાર’ભાણી કે પ્રસૂતિની પીડામાંથી ગંગા જાગી. એણે આળસ મરડી અને પેાતાના તૂટેલા માંચાની લટકતી મુંજની દેરીને હાથમાં લઈ એક બે વખત ફેરવી જોઈ. પેાતાનું વહાલું બાળક આ દોરી પર એક વખત તા ઝીલાયું હશેતે ! એ વેળા બારણું ઊધડ્યું ને ભૂરિયા હાથમાં રૂપિયા ને એ કીમતી સાડી લઇને દાખલ થયા. એણે હરખાતાં હરખાતાં ગંગાને કહ્યું : · શેઠાણીની દાસીએ મને સમ ઈ તે પાંચની વીસ નેટ સાડીઓમાં મૂકેલી છે.' ઠાકાર ! પેટન પણ મૂલ થાય કે આપણે કંઈ પેટનાં આ બધું આપ્યું છે. પાંચ Page #221 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની જણ્યને વેચનારાં પાપિયાં નથી. આ તે જીવનની લતનું દાન છે! જા, જઈને પાછી આપી આવ !” “પાછું આપવા ન જવાય ગંગા! એ લેવામાં વાંધે શો ?' ' “કેર! માનવીનાં તે ભૂલ થતાં હશે? તું તે પેટમાં છરુને વેચનારે બ. હાડમાંસને વેચનાર ખાટકી બ. ભલે દુનિયાની આંખે મેહ-માયાના પાટા બંધાયા હોય. પણ હજાર હાથ ને હજાર આંખવાળો ભગવાન નહિ જેતે હોય? શું તે પૈસા માટે પેટને બાળ વેચો? માણસાઈ તે સમજ !” ઠાકોરના હાથમાંથી સાડી અને નેટ સરકી પડ્યાં. પ્રસૂતિની પીડા ભોગવી રહેલી ગંગાએ શેકતાપ માટે સળગાવેલી અંગારા ભરેલી ઠીબમાં એ પડ્યાં. અગ્નિને એક મોટો ઝબકારો થયો. શેઠને ત્યાં થયેલા પુત્રજન્મની ખુશાલીમાં ફૂટેલા દારૂખાનાના એક ગભારાએ પાસેનું ઝૂંપડું સળગાવ્યું હતું. એના પ્રકાશમાં ઠાકરે ગંગાનું મેં જોયું. એના મેં પર કોઈ અજબ ખુશી છવાયેલી હતી. ઠાકરે ગંગાના એ મેને પિતાની છાતીમાં સમાવી દીધું. દારૂખાનું ફૂટ જતું હતું. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રેમલક્ષણા [ વાર્તા બારમી ] શહેરના એક અંધારા ખૂણામાં આછી વસ્તીવાળા એક મકાનમાં, ચાવશે કલાક નિર્જનતા છવાયેલી રહેતી. દિવસે અર્ધ ખુલ્લી બારીએ વાટે સૂર્યકિરણે નાચવા આવી પહોંચતાં, કદી કદી સંધ્યાને પવન બારીનાં તેરણા સાથે અડપલાં કરતે; પણ આ બધાંને રસભર ઉપભોગ કરનાર ત્યાં કોઈ દેખાતું નહતું. આખા ઘરમાં વસંત અને પાનખર જેવી બે સ્ત્રીઓ રહેતી હતી. મેટે ભાગે બન્ને આખો દહાડે ખાટલામાં પડી રહેતી. ડીએક વાર કપ-રકાબીના રણકાર થતા ને પાછા ઘરની નિર્જનતામાં સમાઈ જતા, સમી સાંજે ઘરમાં ચેડાં પગલાં ગાજતાં. એક પચીસેક વર્ષની યુવતી આમતેમ ફરતી જોવાતી. ગૌર એનું બદન હતું. એને કેશકલાપ ઠેઠ પગની પાનીને અડતા હતા. રૂપ તે વિધાતાએ ભર્યું ભર્યું દીધું હતું. એ રૂપ ઉપર એક આછી વાદળછાયા પડેલી દેખાતી હતી. લાંબુની ફાડ જેવાં શરબતી નેત્રોમાં એક જાતની ઉદાસીનતા ભરેલી હતી. રાતના દીપકે ઝળહળતા ને એક શૃંગાર સજતી. બીજી એમ કરવામાં એને મદદ પહોંચાડતી. આ કારણે એક ઘરની માલિક લાગતી. બીજી એની દાસી હોય તેમ જણાતું હતું છતાં બન્ને વચ્ચે વયને ભેદભાવ બહુ ઓછા હતા. વાતચીત પણ ઓછી થતી. મૂક નાટક ચાલતું. યુવતી આયના પાસે બેસતી. દાસી વાળ હોળી અબડે ગૂંથી લેતી. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કંચન ને કામિની એ કુમકુમ કપાળે લગાડતી, દાસી સે પૂરતી. પછી એ નવયૌવના અધખુલ્લી બારી પાસે આવીને ઊભી રહેતી. દાસી એને વસ્ત્રાલંકાર સજાવતી. આ મૂંગું નાટક નવેક વાગે પૂરું થતું. યુવતી સજ્જ થઈને એક મખમલી કેચ ઉપર એકાદી નવલકથા લઈ આડી પડતી. દાસી દીવાનખાનું શણગારતી. શરબતના જામ ને શેતરંજ ગોઠવતી. મોટા મોટા તકિયા મૂકી દૂધ જેવી ચાદર બિછાવતી. બરાબર સાડા અગિયાર વાગે એક મોટર આવતી-આકાશમાં વીજળીને ઝબકારે થાય અને અદશ્ય થાય એટલી ઝડપથી આવતી, અને એટલી ઝડપથી એ પાછી ફરતી. એક ચાલીસ વર્ષને પુરુષ મોટરમાંથી ઊતરીને આ મકાનમાં દાખલ થતું. એના આખા દેહ પર અત્તર મહેતું. હાથમાં હીરાની વીંટીઓ ચમકતી. પુરુષને પગ સંચાર સાંભળી યુવતી એકદમ ઊભી થઈ સામે સ્વાગત કરવા દોડી જતી. બંને સમવયસ્ક બની જતાં. ઉમ્મરનો ખૂબ મેટ ફેર છતાં બન્ને વચ્ચે કેટલે ગાઢ પ્રેમ ! એક શાળામાં લપાયેલાં બે પંખીડાંની જેમ બને ચારેક કલાક ગુલતાન કરતાં. સૂની દુનિયામાં જાણે ઉલ્લાસની સૃષ્ટિ જાગી જતી. હાસ્ય, ખિલખિલાટ, ધમાધમ, આનંદ, વિનોદ, સંગીત, નૃત્ય ને છેલ્લે છેલ્લે શરાબના જામ ! સવારના ચારેક વાગે ફરી મેટર આવીને ઊભી રહેતી. પુરુષ ગમે તેવી સ્થિતિમાં મોટરમાં હડસેલાતે. મેટર ચાલી જતી. મકાન નિર્જન થઈ જતું! આ માયાનગરીમાં પાછી એની એ દિનચર્યા ! એની એ ઊંધ, સુસ્તી, આરામ ને નિર્જનતા. સંસારનું અનન્ત ચક્ર આમ ને આમ ચાલ્યું જતું. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રેમલક્ષણ ૧૯૯૯ [૨] એવી જ એક રાત્રી. છેલ્લા આઠ દિવસોથી યુવતીનો શૃંગાર નિષ્ફળ જતા હતા. રાહ જોઈને થાકતી પણ મોટર ન દેખાતી, આખરે આઠ દહાડે ફરી પાછી મેટર દેખાણી. યુવતી કૂદીને સ્વાગત કરવા ધસી. એનાં ઝાંઝર અજબ રણકાર કરી રહ્યાં. મોટરમાંથી કોઈ ઊતર્યું, પણ પેલે પુરુષ નહે. મોટરને શેફર કરસન હતો. બાઈજી, શેઠ તે બે દહાડાની બિમારીમાં ગુજરી ગયા.' કરસન, મારે માટે કંઈ કહેતાં ગયા?” આ શબ્દોમાં મરનાર માટે છૂપું દર્દ હતું, પણ જીવનાર માટે ચિંતા હતી. “બધાને માટે કંઈને કંઈ કહ્યું, બાઈ! તમારા માટે લાગણી તે પૂરી, પણ જાહેરમાં બધાની વચ્ચે કેમ બેલાય ?' કરસને શેઠની વતી વકીલાત કરી. એમ કે?' યુવતી એટલું બોલીને કંઈક વિચારમાં પડી ગઈ થોડીવારે એણે કહ્યું : “ભલા, મને શેઠાણી પાસે લઈ જઈશ?” “મારું કામ નહિ. ટેકસી ભાડે લાવી આપું. આપ જાઓ. હે લઈ જાઉં તે મારે રેટ ટળી જાય. પણ એક વાત કહું! સેન્ડહસ્ટ રોડના એક શ્રીમંતપુત્ર તમારી ઉપર ભારે ચાહના રાખે છે. તેમણે મને કહી રાખ્યું છે.” કરસન, એક વખતે એક પુરુષ, બીજાનું મેં પણ જોયું નથી. શેઠ, મારો કદરદાન ગ્રાહક હતા. મને એના માટે લાગણી છે. હવે જો પેટપૂર મળી જાય તે બીજા પુરુષનું મેં જેવું પણ નથી. શેઠાણીને મળી જેઉં !' ડીવારમાં ટેકસી આવી. યુવતી એમાં બેઠી. અંધકાર ભરેલા માર્ગે Page #225 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની વટાવતી એ રાજમાર્ગ ઉપર દેડવા લાગી. આખરે એક મેટી હવેલી પાસે આવીને ઊભી રહી. ચાકર યુવતીને શેઠાણીના કમરામાં લઈ ગયો. શોક દર્શાવવા માટે આવેલ સ્ત્રીઓ હમણાં જ ગઈ હતી. શેઠાણું સ્થૂલ શરીરવાળાં હતાં. દેહમાં સૌંદર્ય નહોતું એમ નહિ, પણ નાની ઉંમરથી અતિ શેખમાં ઉછરેલાં હેવાથી, અતિ વિલાસે એમના સ્ત્રીદેહનું આકર્ષણ શેકી લીધું હતું. આ અપરિચિત યુવતી શોક દર્શાવવા આવી હશે, એમ સમજી શેઠાણીએ આવકાર આપે. એક મેટી બિછાત ઉપર બંને બેઠાં. બંને જણએ એક બીજા સામે જોઈને આંસુ વહાવ્યાં. પછી શેઠાણું બેલ્યાં : “બહેન, તમે કોણ છે?” હું તમારી બહેન છું.” મારી બહેન ? હું તે તમને ઓળખતી પણ નથી. શેઠાણું કંઈક રોષમાં બેલ્યાં. જરૂર, ન ઓળખો, પણ શેઠસાહેબ રાજ મારે ત્યાં આવતા, ને તમે અધૂરા રાખેલા સાંસારિક જીવનના અધૂરા એરતા મારી પાસે પૂરા કરતા. તમે એમનાં પત્ની, હું એમની ઉપપત્ની.' શું તું જ તેમને મારનાર રાંડ વેશ્યા?” બહેન, નારાજ ન થશો. મારનાર નહિ પણ જિવાડનાર.” • “તું જિવાડનાર ? રાંડ, તે જ મારું સૌભાગ્ય લૂંટયું.' શેઠાણીના મુખમાંથી ક્રોધને લીધે પૂરા શબ્દો પણ બહાર નીકળતા નહતા. “બહેન, શાન્ત થાઓ ! હું મારનાર નહિ પણ જિવાડનાર છું. જાણો છો કે તમે પરણ્યાં ત્યારે શેઠને નાટક-ચેટકને ખૂબ શેખ હતે. એ કેટલીય નૃત્યરાણીઓની કલબના સભાસદ હતા. શેઠ જુવાનીમાંથી જ કુછંદે ચડેલા. અમારી ગલીમાં રોજ આવતા. એ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રેમલક્ષણા ૨૦૧ રીતે જો આવતા રહ્યા હોત તો કાઈ ભયંકર ચેપ એમને કયારેક ભરખી ગયા હાત. એક હાડા મને ધ્યા આવી. મેં એમને આ મામાંથી ભાગી છૂટવા કહ્યું, પણ તેમને તમારા તરફ્નેા સતેષ નહેાતા. એ સતાષ માટે હું એમની ખતી. એમને જાળવી રહી. એમણે મને જાળવી. જીવનભર જાળવવાના કાલ આપ્યા. ‘રાંડ, મારા ઉપર ઊલટું આળ ચડાવે છે ? નીકળ અહીંથી !’ શેઠાણી ક્રોધમાં ઊભાં થઈ ગયાં. ‘નારાજ થશે। મા, બહેન ! બહું ધોંધાટ મચાવશેા, તેા મરેલાની આખરૂ પર પાણી ફરશે. અત્યારના દીકરા ભીષ્મના અવતાર નથી. એ તે માપનું ધસાતું સાંભળશે તે બાપને પણ ભાંડશે. શેનુ સારું નામ કે ખાટુ નામ હવે મારા કે તમારા હાથમાં છે. બહેન ! મે તમારા પતિને મન, વચન ને કાયાથી ભજ્યા છે. મે તે એમને આ વાડીવક્ા લૂંટાવતા અટકાવ્યા. મારી જગ્યાએ ખીજી હાત તે આજે તમારી સ્થિતિ જુદી હૈાત ! અને મેં પણ એછું સચું નથી. મારા ટેળામાંથી ભાગી છૂટવું એટલે કઈ રમત વાત છે? છ મહિના સુધી ગુડાએ છરીઓ સાથે ગલીએ ગલીએ મને શેાધતા કર્યાં હતા. દેશનિકાલની સ્થિતિમાં કેવળ એક મકાનની ચાર દિવાલે! વચ્ચે બાર ખાર વર્ષ વીતાવ્યાં. આજે હવે કયાં જાઉં ? ટેાળામાંથી છટકેલું પંખી ફરી ટાળામાં આશરે। ન પામે.' યુવતીની આંખેામાં આંસુ હતાં. ‘ તારે જવું હેાય ત્યાં જા. જહન્નમમાં જા ! ' જહન્નમમાં પણ મને કાણુ સધરશે? અને તમે ટેકા આપશે, તે। હવે એક ગૃહસ્થ સ્ત્રી થઈ તે રહીશ. બહેન, પાપણી છું. પ્રભુને ભજીશ. મારી સાથે તમારું પણ કલ્યાણ વાંછીશ. વધુ નથી માગતી. જિંદગી શાન્તિથી, સાદાઈથી પૂરી થાય એટલું આપે. આ કરેડાની મિલકતમાં એથી ઓછપ નહિ આવે !' ( Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કંચન ને કામિન “રાંડ, મારા કેલાસવાસી પતિને બદનામ બનાવી અને લૂંટવા આવી છે? ચાલી જા, નહિ તે ભૈયાજે બેલાવું છું.” શેઠાણીએ ક્રોધમાં ભૈયાને બૂમ મારી. બહેન, આ તું ભૂંડું કરે છે. મને સારી રહેવા દે ! ભૂંડી ન બનાવ ! પગે પડું ! મારી જાત પર મને ન લઈ જા !” ' પણ એ વધુ કંઈ કહે તે પહેલાં મે આવી પહોંચ્યો હતે.. યુવતી વખત સમજી નીકળી. અગિયારેક વાગ્યા હશે. ટેક્સીમાં એ ઘેર પહોંચી ગઈ. [૩] શહેરનાં છાપાંઓમાં છેલ્લા દિવસોમાં ધમાલ ચાલતી હતી. શોભના નામની એક વેશ્યાએ ગામના ધનપતિ શેઠના વારસદારે ઉપર એકનિષ્ઠ રખાત તરીકેના હકથી મિલકતમાં ભાગ માગ્યો હતો. છાપાંઓને તે સેનેરી તક મળી હતી. કેટલાક શેઠાણી તરફ થઈ ગયાં હતાં. કેટલાંક પિલી રખાતની તરફદારી કરતાં હતાં. કેર્ટ કચેરીઓ ઊભરાઈ ઊઠી હતી. આવા કેસે જ કચેરીના પ્રાણરૂપ હતા. લાંચ ને રુશવતનાં બજાર ગરમ થઈ ગયાં હતાં. વકીલે. આવી ફી ઉપર નવી મેટરના વિચાર કરતા. કેસ ખૂબ લાંબો ચાલ્યો. એવા કેસો ટૂંકા ચાલતા નથી. ટૂંકા ચલાવવામાં મરનાર સિવાય કોઈને ખાસ લાભ હેત નથી. આખરે કોર્ટને ચુકાદો આવી પહોંચ્યો. ન્યાયાધીશે ચુકાદે આપે. એમણે શોભનાએ રજૂ કરેલા કાગળે ને પુરાવાઓથી નક્કી કર્યું કે એ સદા એકનિષ્ઠ પત્નીની જેમ જ રહી છે. શેઠને જે તક મળી હતી કે તેઓ તેને ઠીક ઠીક મિલકત આપી જાત. આથી શોભનાને શેઠની કરોડોની મિલકતમાં ભાગી. દાર ઠરાવું છું. છતાં આવી સ્ત્રીઓ પ્રત્યે સમાજની ભાવનાને લક્ષમાં રાખી રૂા. ૫૦,૦૦૦ આપી ભાગમાંથી છૂટી કરવાનો હુકમ કરું છું.” Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રેમલક્ષણા ૨૦૩ શહેરમાં હાહાકાર વતી ગયા. થાડે દિવસે રૂા. પચાસ હજાર શાભનાને પહોંચાડવામાં આવ્યા. ધીરે ધીરે આ ચર્ચો શાંત થતી જતી હતી, ત્યાં એક દહાડા દરિયાકિનારેથી એક સ્ત્રીની લાશ મળી આવી. એના શરીર ઉપરથી, ધરમાંથી ને ખીજેથી ત્રણ કાગળા મળી આવ્યા. એમાં લખ્યું હતું, કે— ‘હું જાઉં છું. જન્મીને હું સુખ પામી નથી. મારું પૂર્વ જીવન ભયંકર છે. હું શેઠને પાપી માનતી નથી. દરેક માણસ સાધુ નથી : કુદરતે જ પુરુષમાં સ્ત્રી તરફ આકષણ મુકયુ છે. એ પણ જીવનની ભૂખ છે. લગ્ન એ આકર્ષણને સીમામાં રાખનારી રચના છે, છતાં ઘણાં લગ્ન રૂઢિ બન્યાં છે. આકર્ષણ એમાંથી સરી ગયુ હાય છે, અથવા ઝટ સરી જાય છે તે આકર્ષણની ભૂખ ભયંકર હેાય છે. ભૂખ્યા જે કરે, એ શેઠે કર્યું. " કર્યું" અને નિભાવ્યું. મારી સાથેના સંબંધથી એમના સામાન્ય ચારિત્ર્યમાં કોઈ ખટ્ટો નથી આવ્યા. એણે બધાં કામ સારી રીતે નિભાવ્યાં. કાઈ તે અન્યાય ન કર્યાં. મારી તરફ વળ્યા પછી કાઈની મા-બહેન તરફ્ નજર ન કરી. તરસ્યા પરબ તરફ અવશ્ય જુએ. પાણી પણ માગે. ખેામેા પાણી પીએ પણ ખરેા. એમાં સૂગ શી ! અમે એકખીજાનાં થઈ તે રહ્યાં. મેં ખાનગી રાહે ભરણપેાષણ મેળવવા ચાલુ હતુ. કારણ કે નહિ તે। મારે ફરી અધર્મના ધંધામાં જવું પડે. પણ શેઠનાં પત્નીને ન રુચ્યું. મારે ક મને શેઠના વારસદારે સામે દાવા કરવા પડયો હવે ગામમાં શેઠની ખબેાઈ થાય છે. હું એ સહન કરી શકતી નથી. · ફાંચન મારી પાસે આવ્યું, એટલે ફ્રી મતલખી લેાકેા આવતાજતા થયા છે. ધણા હરામ હાડકાંવાળા લેકેા અમારા જેવી સ્ત્રીએ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કંચન ને કામિની ની શોધમાં રહે છે. કમભાગી સ્ત્રી કમાય અને પિતે એ કમાણી પર લહેર કરે. તેઓ મને લલચાવે છે, ધમકાવે છે. મારે મારા ટોળામાં જવું જોઈએ; પણ હવે ત્યાં મારું સ્થાન નથી. હું હવે સહુને જન્મ ને મૃત્યુ આપનાર પરમાત્માને મેળે જાઉં છું. જવાનું મને દુ:ખ નથી. મને મળેલી ૫૦,૦૦૦ ની રકમમાંથી ૧૦,૦૦૦ મારી દાસીને આપવા સિવાય ૪૦,૦૦૦ કોર્ટને સોંપું છું. મારા જેવી દુખિયારીઓ માટે વાપરશોભના.” શોભના ગઈ. પોલીસે એના મડદાને કાયદેસર તપાસ માટે ચીરવા હેસ્પિટલમાં મોકલ્યું. જીવતાં ચિરાયેલા દેહ, મર્યા પછી ચિરાય એમાં નવાઈ શી? પણ શોભનાને એની ક્યાં પરવા હતી? એ તે આકાશની કોઈ રંગભરી વાદળીઓમાં છુપાઈ ગઈ હતી. Page #230 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ [ વાર્તા તેરમી] નવલ એક ફાંકડે જુવાન હતો. વર્ષ તે થયેલાં પંદર કે સોળ પણ દેહને બાંધે સારે. બચપણમાં જ બાપ મરી જતાં માએ છાશરટલે ઉછેરેલે, છતાં ઉનાળે આંબા મહારે એમ એ ફાંકડો. જુવાન થયે હતે. સાહસ ને શૌર્યને એ રસિ હતા. ભર માસે જ્યારે નદી બે કાંઠે હિલોળા લેતી હોય, ત્યારે બધાંની બુમરાણ વચ્ચે નવલે નદીમાં કૂદી પડે ને મેટી વાગે તરત તરતે બહાર નીકળે. ગામમાં હડકાયા કૂતરાના સમાચાર આવતાં તે એ કડિયાળી ડાંગ લઈને સામે કૂદે, ને ઘર બંધ કરીને બેઠેલા મોટી. મૂછોવાળા માઁને ભયમુક્ત કરે. * ઘણા લે કે વાત કરતા કે એક વખત ગામને રંજાડતા બદમાશ, કાબૂલીને બે ઘૂંસા સાથે નવલે મેં ભેગે કર્યો હતે. અને નવલ કદી કદી હોળીની રાતે જ્યારે ડાંડિયા લેતે ને હીંચ ઉપર ઊતરી પડતો, ત્યારે ગામ આખું જોવા મળતું. મોટી મેટી છલાંગે લેતા એના દેહની છટા એ વખતે મોહ પમાડે તેવી થતી. ઘણી સ્ત્રીઓ એને આતુર નયને નિહાળી રહેતી. અસાડે જ્યારે આકાશ ધીરુ ધીરું ટપકતું હોય, ને આંબે હજીય કેરીઓ લટકતી હોય ત્યારે ડાળે મેટું દેરડું બાંધી હાથમાં વાંસળી લઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કંચન ને કામિની નવલ હીંડોળે ચઢી બેસતો. એ વેળા એની વાંસળીના વહેતા સૂર ઘણાં હૈયાને સ્મૃતિરૂપ બની જતા. આમ હોવા છતાંય બધા લેકે કહેતા કે નવલ બીજા જુવાનિયાઓની જેમ ગામમાં વકરેલા સાંઢ જેવો નથી, હાથી જેવો ગરળ છે. ચંદ્રથી રૂપેરી બનેલી એક રાત ને નવલ ખેતરવાહે હતો. ગામના ભાયાતની જમીન એણે વાવેલી. શેરડીને રોપે અત્યારે તે વખત થઈ ગયેલું. માથોડું ભાડું મોટી થયેલી શેરડી ભલભલાના મુખમાં પાણી લાવી મૂકતી. ઘણું હરામીઓ કંઈક પરાક્રમ કરવાનો વિચાર કરતા, પણ નવલની પાકી ચોકીદારી એ વિચારને પડતો મુકાવતી. આકાશની મધ્યમાં ચંદ્ર આવ્યો ને દૂર દૂર સુધીનો પ્રદેશ રમ્ય બની ગયો. તારલિયાવાળું નિરભ્ર આકાશ ને વ્યાપેલી નિગૂઢ શાન્તિ, ઊંચે માંચડે બેસી નવલ સૃષ્ટિસૌંદર્ય માણી રહ્યો હતો. હાથમાં ગોફણ હતી, ને પગ પાસે પતરાંને ડખે પડ્યો હતો, નજીકમાં જ પથરાના ઢગલા ઉપર એની ફરસી પડી હતી. મોમાંથી દયારામની ગરબીની એક ટૂંક ગવાઈ રહી હતી. ચિત્તાના જેવી એની ચપળ આંખે તરફ ચેકી કરી રહી હતી. એટલામાં સૂવરોનું એક ટોળું દેડતું આવ્યું. આવીને શેરડીના વાઢમાં પાછળના રસ્તેથી ઘૂસ્યું. સુવરને મન શેરડી તે અમૃતપાન. ભલેને દેહ પર ગમે તેવા ઘા પડે પણ મેથી એ સ્વાદ ન છૂટે. નવલે ટોળાને જોયું ને ગેફણ હવામાં વીંઝી. સનનન'...ને જેરથી એક મોટો પથર બરાબર ટોળાની મધ્યમાં પડ્યો. ટોળું ભડકયું ને એકદમ માંચડા તરફ ધસ્યું. નવલે ગફણ પર ગોફણ આફળવા માંડી પણ નિરર્થક. પાકને છુંદી નાખતું ટોળું આગળ વધ્યે જ જતું હતું. જે એને ખાળવામાં ન આવે તે ઘડી બે ઘડીમાં મહિનાઓની કાળી મહેનત બરબાદ થઈ જવાની હતી. Page #232 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૦૭ | નવલે જોતજોતામાં ફરસી હાથમાં લીધી, ને માંચડેથી નીચે કૂદ્યો, વીજળીવેગે આગળ ધસ્યો ને બે હાથે આગળના સૂવર ઉપર ફરસી ઝાટકી. લેહીને ફુવારે ઊડી રહ્યો. ટોળું પાછું ફર્યું પણ પેલા ઘાયલ સૂવરે મરતાં મરતાં માથું ઉછાળ્યું, ને પાસે ઊભેલા નવલના દેહમાં પિતાની કાતીલ કાતી ભેંકી દીધી. નવલે બીજી વાર ફરસી ઊંચી કરી પણ નિરર્થક ! નવલ ને સૂવર બને નીચે પડ્યા. લેહીના ફુવારા શેરડીના છૂંદાયેલા રોપાઓને પલાળી રહ્યા. ' ચંદ્ર આકાશથી નીચે સરતો હતો. વનેચરે બખોલમાં આરામ લેવા ચાલ્યાં ગયાં હતાં. નાનાં નાનાં શિયાળવાં હજીયે કિકિયારીઓ કરતાં ફરી રહ્યાં હતાં, ને બન્ને બહાદુર હરીફે લેહીમાં તરબોળ થઈ નિશ્ચેતન પડ્યા હતા. - ફાટયો ને પ્રભાત થયું, ત્યાં તે ખેતરમાં આવેલા સાથીએ બધે વાત ફેલાવી દીધી. નવલની વિધવા મા રોતી કૂટતી ખેતરમાં પહોંચી. લેહીમાં તરબોળ નવલને જોઈ એણે રેતાં-રેતાં હજાર દેવોની માનતા માની, ને ક્યા દેવ વિમાને ચઢી ભીડ ભાંગવા આવે છે એની રાહ જોવા લાગી. ખેતરના માલિક ભાયાત કિસનસિંહ આવી પહોંચ્યા. દુનિયાનાં સુખદુઃખોને સારી રીતે જોઈ ચૂકેલા એ સજજન પુરુષ હતા. રેતી વિધવા માતાને “નવલ મારો પુત્ર છે,' એમ આશ્વાસન આપીને પિતાને ઘેર લઈ ગયા, ને દવાદારૂ શરૂ કર્યા. ખભા ઉપર ઘા કરી હતી. વેદના અકારી હતી, છતાં બધું દર્દ સહન કરી ચૂકે ચાં કર્યા વિના નવલ મર્દની જેમ પડ્યો રહ્યો. મેડી ઉપરના એકાન્ત ઓરડામાં નવલને રાખવામાં આવ્યો હતે. અવારનવાર આવતા સ્નેહીજનોથી એ એકાન્ત ઓરડ ભર્યો રહે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કંચન ને કામિની ભાયાત કિસનસિંહને પુત્રરત્ન ઘણા હતા, પણ કન્યારત્ન એક હતું. એનું નામ માણેક. વય ચૌદની હતી. નામ એવું રૂપ હતું. એની પણ હતી ભરજોબન અવસ્થા. સારા ઘરના અભાવે, સારા ઘરની કન્યા હજી અવિવાહિત હતી. ગામડાનું આ માણેક, નગરસુંદરીઓની દષ્ટિએ બહુ અપ ટુ ડેટ નહોતું, છતાંય એને કઈ રૂપાહીન કહી શકે તેમ પણ નહતું. એ પણ જે અર્ધનગ્ન પોશાક પહેરે, કામદેવના મર્મસમા અવયવોને અર્ધખુલ્લા મૂકે, નયનમાં ચંચળતા ને ચાલમાં ઠસ્સે પૂરે, તે હરીફાઈ કાતીલ બને. તે હરીફાઈમાં કોણ હારે–આ કહેવું મુશ્કેલ હતું. પણ માણેકના સ્વભાવમાં એ રહેતું. સંસ્કારમાં તે ક્યાંથી હોય? માણેકનું રૂપ જોવા માટે તે અંતરની આંખ જોઈએ. આ આંખ તે ઘણી વાર કાંટાળું રૂપ જુએ છે. એને માટે જુદી આંખ જોઈએ. માણેકનાં આછા શ્યામ અવયવો ઘાટીલા ને માસલ હતા. ખેતીમાં, ઘરકામકાજમાં એ જોઈએ તેટલા કસાયેલા હતા. મુખ પર એક આછી મિતની રેખા હંમેશાં રમતી રહેતી. માણેક ઘણીવાર નવલને જેવા પિતાની મા સાથે મેડી પરથી આવતી ને દૂરથી જોઈ ચાલી જતી. [૨]. પ્રકૃતિએ જ પુરુષ ને સ્ત્રીમાં પરસ્પર આકર્ષણ મૂક્યાં છે. ગમે તેટલા પ્રતિબન્ધ પછી, કરી શકાય તેટલા જુલમો પછી પણ એ અભેદ્ય ને અપ્રતિહત રહે છે. બે જુવાન હૈયાંનાં આકર્ષણ સ્વયંભૂ છે. અવસ્થાગત છે. કીધાથી થાય નહિ, જોડ્યાથી જોડાય નહિ, આપમેળે પ્રગટેને આપમેળે મરે. | નવલ ને માણેક તેઓ પોતે જાણે નહિ તે રીતે આ આકર્ષણમાં હતાં. કેરી કિતાબ પર નવા આંકડા પડતા હતા. તેને ભેટી હૃદયના પાઠ વાંચી લીધા હતા, છતાં હજી બધું અપ્રગટજ હતું. Page #234 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૦૯ “બેટા, જા તે, નવલને દવા લગાડી પાટો બાંધી આવ. મારે હમણાં કામ છે.” માતાએ માણેકને આજ્ઞા કરી. મનગમતી વાત છતાં થોડી આનાકાની બાદ માણેક દવાના પાત્ર સાથે ઉપર ચાલી ગઈ. | નવલ નિદ્રાધીન હતો. નિદ્રામાં પણ કોઈ રમ્ય સ્વપ્નમાં હશે, કેઈ મનોહર સૃષ્ટિમાં રાચી રહ્યો હશે એમ મુખ ઉપર તરવરતું આછું હાસ્ય બતાવતું હતું. માણેકે ખાટલા પર બેસી પાટો બાંધવો શરૂ કર્યો. એકાન્ત, આકર્ષણ ને યુવાન અવસ્થા : સાકી, શરાબી ને શરાબ-ત્રણેની ત્રિપુટી જામી. હવે શું થશે, તે કોણ જાણે? સ્વપ્નમાં પડેલે નવલ ચમક્યો. સરી જતી સ્વપ્નસ્થ સુંદરીને પકડવા એના હાથ એકદમ પહોળા થયા, ને પહોળા થયેલા હાથ એકદમ ભિડાઈ ગયા. અજાણતાં માણેકને ગાઢ સ્પર્શ થઈ ગયે. “હાં, હાં, નવલ! આ શું કરો છો ?' માણેક સ્પર્શથી દૂર ન થતાં બોલી. નવલ ભૂલ સમજી ગયો. અરે ! આ શું કર્યું? જીવનદાતાની પુત્રી તરફ આ વર્તાવ! અને આવા વર્તાવની સામે તો આ દુનિયામાં તલવારના ઝાટકા ઊડે ! નવલ ઓશિયાળો થઈ ગયો. એના હાથ ઢીલા પડી ગયા. શરીરે પ્રસ્વેદ વળી ગયો. માણેક! માફ કરો. સ્વપ્નના નશાએ આ કર્તવ્ય કરાવ્યું. ખાતરી રાખશો કે ફરીથી ભૂલ નહિ થાય. તમે તે મારાં બે માણેકે વાક્યને અડધે રાખવા નવલના હોઠ પર હાથ દાખ્યા. એ મધુર સ્પર્શસુખ માણત નવલ બબડી રહ્યો અરેરે! મેં આ શું કર્યું? હે પ્રભો, મારા ગુનાની માફી મળશે કે નહિ ?” ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કંચન ને કામિની નવલની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. નવલને આમ દુઃખી તે માણેક જઈ ન શકી. સ્વસ્થ થતી એ ફરીથી એના ઉપર ઢળી પડી. એણે આંસુ લૂછી લીધાં. માણેકે માફીયે ન આપી કે દિલાસાયે ન આવે, છતાં આપવાનું બધું આપી ચૂકી. આ સ્વર્ગ છે, કે પૃથ્વી એનું ભાન નવલને નહોતું. ભિખારીના ભાણામાં બત્રીસ પકવાન પિરસાઈ ગયાં હતાં. જગત તો અંતરાયોથી ભરેલું છે. પણ નવલ અને માણેકના આ આકર્ષણને જગતના અંતરાય ના નડ્યા. નવલ બહુ જલદી સાજે . ભાયાત કિશનસિંહની અનુભવી અને બધું નિહાળી લીધું હતું. જોડાયેલાં હદોને ભિન્ન કરી, છુંદી નાખતાં એનું દિલ ન ચાલ્યું. - શાણા ભાયાત નવલ ને માણેકની જોડી મેળવી આપી. ગામે સેવક ને સ્વામીની પ્રશંસા કરી. રૂઢિનાં બંધને જોડાયેલાં દંપતી આકર્ષણના બંધથી બંધાયેલાં દંપતીના રસ-ઊર્મિભર્યા જીવનને શું જાણી શકે ? પછી તે કિશનસિંહે નવલને પિતાની ઓળખાણના બળે નજી. કના શહેરમાં એક મોટા શેઠને ત્યાં નેકરી અપાવી. ગામડાની ધૂળ છોડી ચમકતી રેશની ને રેશમ જેવા રતાવાળા શહેરમાં જ્યારે નવદંપતી આવ્યાં ત્યારે બહુ હરખાયાં. થે સમય વિત્યે ત્યાં તે નવલની મીઠી રીતભાતે અને સાચી વફાદારીએ શેઠનું મન જીતી લીધું. શ્રીમતાઈ હમેશાં જોખમમાં છવતી હોય છે. જવાબદારી સમજનાર વફાદાર નોકરનું સ્થાન ત્યાં નિરાળું હોય છે. જોખમદારીનાં કામ હમેશાં નવલને સોંપાતાં ને નવલ અણીશુદ્ધ પાર ઉતારતો. બધાં નવલનું માન રાખતાં. Page #236 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૧૧ [૩] નવલસિંહ, લે આ તમારાં પત્નીને આપજે!” વીજળીના જેવા ઝબકારા મારતી શેઠની પુત્રી સુશીલાએ નવલને મુંબઈથી આવેલી મોતીની માળા આપી. સાચી કે ખોટી એનો પ્રશ્ન નહોતે. ના, ના, અમારે એ ભપકા કેવા ?” નવલે સભ્યતા બતાવી, પણ ભલમનસાઈની મૂર્તિ સુશીલાનો આગ્રહ અતિ હતે. નવલે નીચી નજર રાખી માળા લીધી. યુવતીની ઉદારતા ઉપર એ વારી ગયે. સમય વિતતો ગયો. સુશીલ નવલ ઉપર વધારે ને વધારે મહેરબાની બતાવવા લાગી. પરસ્ત્રીને ઊંચી નજરથી ન જેવાનું નવલનું નામ, સુશીલાના અતિસહવાસથી મેળું પડવા લાગ્યું. હવે તો એને સશીલાના તેજોવંત રૂપરાશી પાસે ઊભા રહેવામાં, મેતીના દાણા જેવી એની દંતપંક્તિઓ જોવામાં, ફૂલ વેરાતાં હોય એવી એની વાણી સાંભળવામાં મજા આવવા લાગી. ગરમીના દિવસે હતા ને સળગતું આકાશ હતું. શેઠનું આખું કુટુંબ મસુરી ઉપર હવા ખાવા ગયું હતું. શેઠથી બજારની ઊથલપાથલને અંગે જવાય તેમ નહોતું. નવલને સંરક્ષક તરીકે મસૂરી જવાનું થયું. નવલની વફાદારી નીચે બધાં સલામત હતાં. સંસ્થાનાં આછાં તેજ મસૂરીના બંગલાઓ ઉપર ઢોળાતાં હતાં. તપેલાં ચંપાનાં ફૂલેમાંથી હવે શીતલ પરિમલ વહેતો હતો. કેસૂડાંનાં વિખરાયેલાં પુષ્પ રસ્તા ઉપર નવરંગ ભાત પાડી રહ્યાં હતાં, ફૂલને ભમરા ઊછળી ઊછળીને ચૂમતા હતા, કારણ કે વિયોગની ઘડી સમીપ હતી. . સુશીલા નવલને લઈ ફરવા નીકળી હતી. સંધ્યાના રંગે સાથે સ્પર્ધા કરતા પિતાના દેહની રૂપરાશીમાં સુશીલા ભલભલા પુરુષોને પતંગિયું બનાવી રહી હતી. એને આછા રેશમી સાળુ વારે ઘડીએ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કંચન ને કામિની મસ્તકથી સરી પડી, કેશમાં ગૂંથેલા ગુલાબોના પરિમલને વ્યક્ત કરતો હતા. ફરતાં ફરતાં એક વૃક્ષઘટાની પાછળ તેઓ આવી પહોંચ્યાં. એ વખતે એક પ્રેફેસર સામેથી આવતા મળ્યા. તેઓ લગભગ ત્રીસેક વર્ષના હશે, પણ કુંવારા હતા. સ્ત્રીસ્વતંત્રતાને પક્ષપાતી હતા. થડાએક કુશલવર્તમાન એકબીજાએ પૂછ્યા. પછી બે મલ્લ સામસામે મળતાં, જેમ કુસ્તી કરવા લાગી જાય, તેમ એ તર્કવાદની કુસ્તીએ ચઢી ગયાં. “સ્ત્રી અને પુરુષ વિષે તમારા વિચારો કેવા છે?” સુશીલાને પિતાના સ્ત્રીત્વને જાણે નશે વ્યા હતા. એ વિશે હું રાતદિન વિચાર જ કર્યા કરું છું, સુશીલા બહેન !” બહેન ? હું તમારી બહેન ?” “બહેન એટલે કેઈ હાઉ નથી. શબ્દના તે અનેક અર્થ હોય છે. અરે, જાણે છે કે જૂના વખતમાં ભાઈ ને બહેન પરણતાં.” “હા હા, ભાઈ-બહેન પરણતાં હતાં. યમને યમી કેણ હતાં ? પણ ફણ સાહેબ પરણવું એટલે શું? પરણવાનો આપણું ચખલિયા લેકે ઘણે વિચિત્ર ને ગંભીર અર્થ કરે છે. સુશીલા આજે દેવીપદે બિરાજી હતી. પ્રે. ફણીના પુત્વ પર એ આફરીન હતી. એ બોલી : જાણે છે કે બાર પુરબિયા ને તેર ચોકાવાળો કામ કેવો હોય છે? પિતાની રસોઈ પિતે જમે. પિતાની રસોઈને કોઈ અડે એટલે થઈ રહ્યું! ચેકાની બહાર જવાય નહિ! ચકાની બહાર જમાય નહિ. આ ચકાધમ તમને ગમે ?” એ બ્રાહ્મણોને સોંપ્યો. પાશેર અન્ન ખાવું એમાં તે આટલી ધમાધમ શી ! કોઈ અડી જાય તે શું રસાઈમાં ઝેર ભળી જાય છે? પ્રેફેસરે ગામડાના બ્રાહ્મણો વિષેની પિતાની જૂની ચીડ પ્રગટ કરી. શાબાશ. મારું એ જ કહેવું હતું. કેઈ અડે-કોઈ સ્પર્શ કરે Page #238 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૧૩ એમાં શું થઈ જાય છે ?' સુશીલા ઑફેસરની પાસે સરી. એમના ખભા પર હાથ મૂક્યો. કઈ અડે એમાં કંઈ દૂષણું આવતું નથી. કેઈના સ્પર્શે કંઈ વિકૃતિ થતી નથી. કોઈની સાથે હસે-રમે પાપ-સાપ પ્રવેશતું નથી. આ તો રેતી સૂરતનું ઊભું કરેલું ચોખલિયાપણું છે. મિસ સુશીલા, જેવો એ ચોકધર્મ હંબગ છે, એવું આ પરણવાનું ચોકાબંધન પણ નિરર્થક છે. અલબત્ત, સારું જમે, સારી રીતે જમ, સારા સ્થળે જમે, એ જેમ પક્ષુધા માટે જરૂરી છે, એમ જાતીયક્ષધામાં પણ એ બધું જોવાની આવશ્યકતા છે. બાકી તે સુધા લાગી ને નીરોગી રીતે તૃપ્તિ કરી લીધી, ને પછી પોતપોતાનાં કામમાં મશગૂલ બન્યાં! ન કંઈ ઝંઝટ કે ન કંઈ જંજાળ !” ઑફેસર આટલું જ્ઞાન આપતાં થંભ્યા. - “આપણે ત્યાં એક યુવક ને એક યુવતી વચ્ચે પ્રેમ થયે, એટલે હજાર જંજાળ એનું લોહી પીવાની. અનેક રિવાજો, અનેક રૂઢિઓ, અનેક ભૂતાવળો, અનેક અંતરાયો સામે આવી ખડાં થઈ જવાનાં ને એ દૂર કરતાં બિચારાઓની આખી જિંદગી ખતમ થઈ જવાની ! જે માટે ફક્ત કલાકે જોઈએ, એને માટે આખું કીમતી જીવન બરબાદ ! ન તમે દેશના કામના, ન સમાજના, ન ધર્મના ! આપણો દેશ પછાત છે એનું સાચું કારણ પણ શું છે?” સુશીલાએ પણ પિતાના જ્ઞાનને ફુવારે છોડ્યો. અજબ જ્ઞાનધારામાં સહુ ભીંજાઈ ગયાં. નવલ બિચારો થોડું ભણેલે શું જવાબ આપે ? સુશીલાની વાત પણ એને કંઈક સાચી લાગતી હતી ! એક રાણકદેવી માટે આખો રાખેંગાર ને એનું રાજ ગયું. એક સંયુકતાની પાછળ પૃથ્વીરાજે દેહને તબાહ કર્યો. એક સ્ત્રી યા પુરુષની સામાન્ય ઈચ્છાતૃપ્તિ આડે તે કેટલી દીવાલે ! કેટલી ધમાલે ! કેટલા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કંચન ને કામિની રીતરિવાજે! એમાં જ્ઞાતિ, ગોળ, એકડા કેટલાં! કેટલાં બંધને ! માણસ તે શું ગમાણનું પશુ છે ? અરે પશુને પણ કેટલી બધી સ્વતંત્રતા હોય છે! પાપ તે પુરોહિતોએ શેાધેલું છે-જેથી એમની દાન-દક્ષિણ ચાલતી રહે. અલબત્ત, જોરજુલમથી જે કાંઈ થાય તેને હું વિરોધી છું–બાકી તે આજે આપણે બાહ્ય વિશાળ ક્ષેત્રોમાં કામ કરવાનું છે. ઘણાં વર્ષોથી વળગેલાં આ ચોકાબંધનોને હવે ફગાવી દેવાં પડશે. ગૃહકલેશના ખપ્પરમાં કેટલી સ્ત્રીઓ આત્મહત્યા આચરી રહી છે, કેટલીય તમારાં બંધનો અકારાં લાગવાથી પર ધર્મમાં જઈ રહી છે! મનને ગમ્યાં ને ભેગાં મળ્યાં. તૃપ્ત થયાં ને અલગ થયાં. ફરીને સંસારની ફરજો બજાવવામાં ડૂબી ગયાં. ન ધમાલ ન ઝઘડા !ન ઘરની ચિંતા, ન અરસપરસની શંકા! કોઈ અડી જાય તેય અડચણ નહિ! કહે, આમ થાય તે આપણે સંસાર કેટલે શાન્ત થઈ જાય ? ” પણ ધર્મની દૃષ્ટિએ...” સુશીલાનું પાપભીરુ હૃદય બેલ્યું. ધર્મ એટલે શું?' ઑફેસર આજ તત્ત્વજ્ઞાનને પ્રજાને ખેલીને બેઠા હતા. એમણે ઇતિહાસ, અર્થશાસ્ત્ર ને યૂરોપીય સમાજશાસ્ત્રમાંથી શોધી કાઢેલો અર્ક ઠાલવવા માંડ્યો. “ધર્મ એટલે ફરજ ! અરે, ખુદ ધર્મશાસ્ત્રોની વાત કહું ? એમાં શું શું નથી ? પહેલાં આપણે ત્યાં પતિ નિર્માલ્ય હોય તે પત્ની સારા પુરુષ પાસે પ્રજા ઉત્પન્ન કરાવતી. આપણું ઋષિઓ પણ સત્યવતી જેવી ભાછીમારણને ગર્ભાધાન કરતા, ને એ જ સત્યવતીને પિતાના પિતાને પરણાવવા માટે ભીષ્મ જેવા લઈ જતા ! યજમાન અતિથિને પિતાની પત્ની આપતે : દિયરવટું તે હજી ય ચાલે છે! ઊંડા ઊતરશો તો તમને મારી વાત સમજાશે.” આજનું નગ્ન સત્ય એકદમ કોઈને ગળે ન પણ ઊતરે, Page #240 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૧૫ કારણકે આપણને ગળથુથીમાં મળેલા સંસ્કારે જૂના છે. પણ તમારી વાતે અસરકર્તા છે.” સુશીલાએ કહ્યું : શાંતનુ રાજાની પત્ની ગંગા કેણ હતી? એ પિતાના પુત્રોને નદીમાં કેમ પધરાવી દેતી ? પછી આજની જાતીય જીવન માગતી, પણ સંતાન ન માગતી સ્ત્રીની નિંદા શા માટે ? “àફેસરને પાંખ આવી હતી. એ કઈ રસભરી, મદભરી કન્યા કે સ્ત્રીને મળતાં આમ અકાળે કૂટતા પલાશ વૃક્ષની જેમ પાંગરી ઊઠતાં. એજ શાંતન, માછીમાર કન્યા સત્યવતીને પરણ્યા. ભાગવતની કથા કહેનાર એ વાત ધીરેથી કહે છે કે એ જ સત્યવતીને લગ્ન પહેલાં, પરાશર ઋષિથી વ્યાસ નામે પુત્ર થયું હતું. કુંતીપુત્ર કર્ણ વિષે તે તું જાણે છે ને ! અવિવાહિતા કુંતીને એ પુત્ર! કુમારી માતાનું સંતાન !' સુશીલા પણ ગ્ય ગુરુની યોગ્ય શિષ્યાના ઉત્સાહથી બોલી ધ્રુતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર કોણ હતા ? એ બધા રાજા વિચિત્રવીર્યની વિધવા પત્નીને ઋતુદાન આપીને વ્યાસે પેદા કરેલ પુત્રો હતા. સ્ત્રી જ્યારે સ્વતંત્ર હતી, ત્યારે અવિવાહિતા કે વિવાહિતા, વિધવા કે સધવા સર્વ અવસ્થામાં નિઃશંક રીતે વિચરતી.” તને ખબર નહિ હોય કે પાંડુરાજા જાતીય જીવન હારી બેઠેલે. ધર્મ, વાયુ, % ને અશ્વિનીકુમારએ આવીને બંને રાણીઓ સાથે નિગ સાધી મહા પરાક્રમી પાંડેને પેદા કર્યા!” નવલે ગામડાગામના પુરે હિતેને મુખે ધર્મશાસ્ત્ર સાંભળેલાં, પણ એને માટે આ પારાયણ નવું જ હતું. આ નવું જ્ઞાન એના જૂના કેટકિલા તોડી નાખવા લાગ્યું. આ પયગંબરી વાણીને એ ચાતકની જેમ પી રહ્યો. એ વેળા, સુશીલા! સ્ત્રી ને પુરુષ બંને સ્વતંત્ર હતાં. દ્રૌપદીને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કંચન ને કામિની પાંચ પતિ ને એ પાછી સતી ! એટલે આજે જેમ પુરુષ ગમે ત્યારે પરણે, ગમે તે વયે પરણે, ગમે તે ઉંમરની સ્ત્રીને પત્ની બનાવે, ઉપરાંત અનેક ઉપપત્નીઓ પણ રાખેઃ એ જેમ સ્વાભાવિક છે, તેમ એ વેળા સ્ત્રીઓને સ્વતંત્રતાને લીધે બધું સ્વાભાવિક હતું ને આજની આઝાદ સ્ત્રીને પણ એ સહજ છે.” નવલને ખાતરી થઈ ગઈ કે પુરુષ–સ્ત્રીના સંબંધ વિષે સમાજે ભારે ગોટાળો કર્યો છે. સુશીલા સાચી છે. સ્ત્રી-પુરુષના સ્પર્શમાં કંઈ પાપ નથી, પાપ તે ભાવનામાં છે. - “ધર્મ એ તે અફીણ છે. પુરોહિતોએ ઊભો કરેલો છે. માણસને ખોટા ઘેનમાં રાખી સાચા સુખથી દૂર રાખે છે.' સુશીલાએ વાતને મક્કમ કરી. પ્રેફેસરના ખભાને પિતાનો ખભો અડાડતી એ ચાલી. એકબીજાનાં રસીલાં અંગે પર એકબીજા તીરછી નજર નાખતાં હતાં. એ પાપ નહોતું-રસવૃત્તિ કહેવાતી હતી ! સુશીલા કહેતી હતી : “ફણ સાહેબ! સ્ત્રી પુરુષની સંજીવની! પુરુષની અમરવેલ સ્ત્રી છે. ભગવાને આવું કીમતી જીવન દુઃખ માટે, કરવા માટે, હાયવરાળ માટે, આભડછેટ માટે સજર્યું હશે ? આ બધું તે નિષ્ફર ને બૂઢા સમાજે રચ્યું છે ! કેવા મૂખ લેકે ! ભૂખ લાગી ત્યારે રસોડું શેધવા નીકળે. એમાંય કેટલું ચોખલિયાપણું! જમવું છે પણ અમુક રસોડું જ જોઈએ. રસોડા માત્રથી પતે નહિ, એનો માલિક કેણ, એને નેકર કોણ; એ પણ જુએ. પછી અમુક ચોકે પસંદ કરે. અમુક ખાણું પસંદ કરે. અમુક સ્થળે બેસીને જ ખવાય. બસ, એ દહાડે જે ખાધું –એ જ હંમેશ ખાવાનું ! એ જ હોટલ જોઈએ, એનો એ જ માલિક જોઈએ, એના એ જ સ્થળ, સીમા ને બંધન જોઈએ. શું વિચિત્ર પ્રાણી છીએ આપણે! જે આપણા લોકો એક આ વાતમાં સુધરી જાય, તે સમાજમાં અશાન્તિ-નિત્ય દિનની Page #242 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૧૭ જે ધમાલ રહે છે, તે કેટલી સમી જાય? દેશ કેટલે આબાદ, સમૃદ્ધ ને ઉન્નત બને? કેટલા કેયડા ઊકલી જાય? કેટલી સમસ્યાઓ સરળ થઈ જાય? માબાપનો જુલમ, કન્યાઓના વિજ્ય, વરના વિક્રય, સાટાં તેઢાં, સાસુના જુલમ, અનાચાર, અત્યાચાર, સ્ત્રી વિષેની નિંદા, પુરુષ વિષેની શંકા, અરે, આ વેશ્યા સંસ્થાની નાબૂદીને ઉપાય પણ આમાં રહેલો છે !” સુશીલાની જબાન ઉદ્ધારકની હતી. નવલ એ બંનેને કેઈમહાન ફિરસ્તાઓના રૂપમાં નીરખી રહ્યો. . ઑફેસરે જોરથી હાથ હલાવતાં કહ્યું : “રસોઈ અને બાળઉછેરઆ બે કાર્યોએ હિંદની તમામ સ્ત્રીશક્તિને રૂંધી નાખી છે. આજે સ્ત્રીઓ એમાંથી છૂટી થાય, જાહેર રસોઈધરો ને જાહેર પ્રસૂતિગૃહનો ઉપયોગ કરે; તે દેશના નવનિર્માણમાં કેટલી તાકાત આવી મળે ? હિંદની પિસાતી, ચૂસાતી, ઘરના ચાર ખૂણે ગુલામી જીવન ગાળતી સ્ત્રી સમાજનો ઉદ્ધાર થતાં પછી કેટલી વાર! ને પછી તે જે હાથે મુલાવે પારણું તે જગત પર શાસન કરે !” ઑફેસર સાહેબે છેલ્લે ધડાકે કર્યો, ને સુશીલાને કોમળ હસ્ત હાથમાં લઈ ખૂબ દબાવીને હસ્તધૂનન કર્યું, ને વિદાય લીધી. એ પછી તે દિવસ ને રાત ખૂબ ઉત્સાહમાં વીત્યાં. પરસ્ત્રી સામે સદા ભીરુ બની જતો નવલ હવે હિંમતબાજ બન્યો હતો. પતંગિયાં પકડવામાં કુશળ બન્યા હતા. એક રાતે સુશીલાએ અચાનક નવલને બેલા અરરર...નવલસિંહ, મારા પેટમાં સખ્ત દર્દ થાય છે.” ને સુશીલા એકદમ નવલના શરીર ઉપર ઢળી પડી. હાથી કમળની કળીને ઊંચકી લે તેમ, નવલે સુશીલાને ઊંચકી લીધી. મખમલ જેવા મુલાયમ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કંચન ને કામિની દેહે, વસ્ત્રમાંથી નીકળતી આછી અત્તરની ખુશબોએ, આરક્ત સ્થળ કલપ્રદેશે પુરુષની ચિત્તશક્તિને મદ્યપાન કરાવવા માંડ્યું. “નવલ! મારા પેટને દબાવો, અંદર કોઈ છુરી ચલાવતું હોય એવું દર્દ થાય છે.” | નવલે કિંકર્તવ્યમૂઢ બની પેટે હાથ દાખે. સુશીલાએ હાથને ખેંચી લીધે ને હસી પડી. “નવલ, જીવનને ગંભીર રીતે ન જોશે. એ તે આમ જ હસી-રમીને વિતાવી દેવા જેવું છે! આ વસ્તુને ગંભીર તરીકે ન લેખશે, તે જીવનભર મારા મિત્ર તરીકે માન પામશો ને મોજ પણ પામશો. સમાજમાં આબરૂ ને જીવનમાં આનંદ મળશે.” નવલ રમણીય મૂંઝવણમાં પડ્યો હતો. કામનાં શર એને માણેકથી બેવફા બનાવી રહ્યાં હતાં-પતિપદનું સિંહાસન ડેલી રહ્યું હતું. પછી તે આવું ઘણી વાર બન્યું, ને બધાં મસૂરીની મજ માણુ પાછાં ફર્યા. [૫] વિકસિત ગુલાબ ઉપર તુષારનાં પાણી પડતાં હતાં. ચમકતા. ચંદ્રની આસપાસ મેઘના શ્યામ ટુકડા વીંટાતા હતા. વફાદારીની મૂર્તિ જેવી માણેકના મુખ ઉપર ન સમજાય તેવી ઉદાસીનતા પ્રતિદિન છવાયેલી રહેતી. વિકસિત કપિલમાં ખાડા દેખાતા હતા. નયનમાં ઝબૂકતું તેજ ઝાંખું પડયું હતું. જીવનમાં ન સમજાય તેવી શુષ્કતા. પ્રવેશતી હતી. ઘણી વાર ભગવાનને એ મૃત્યુ માટે પ્રાર્થતી. નવલ વહેમોડે પણ એક વખત જરૂર ઘેર આવતે. આવતો ખરે પણ અન્યમનસ્ક થઈને. ઘણીવાર કિંમતી ભેટ લાવતે, પણ જરાયે સ્નેહ વગર. ઘરમાં શુભા-શણગાર ને સંપત્તિ વધવા લાગી હતી, પણ Page #244 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૧૯ દંપતીના શણગાર ઝંખવાયા હતા. ન એ નવલ છે, ન એ માણેક છે. વાતવાતમાં હસી પડતા નવલ હવે કવચિત હસતો. માણેક મનાવવા ઘણુંયે કરતી પણ નવલ પહેલાને નવલ નહોતે. ધસી આવતી માણેકને એ ભેટતા પણ જરાય માંચ વગર. નવલને બધું વેઠ જેવું લાગતું ને માણેકને એમાં જરાય મજા નહોતી આવતી. હૈયું હતું પણ એમાં હેત નહતાં. સાગર હતું, પણ એમાં જળના ઉછાળા નહતા. જામ હતો પણ એમાં મદભર્યો આસવ નહતો. નવલ બહાર જવાની ઉતાવળ સાથે આવે તેને ઉતાવળે ઘેરથી ચાલે જ. માણેક આ પરિવર્તન સામે આંસુની નદીઓ વહાવતી. કે નાજુક પુષ! એને એક મ્યાનમાં બે તલવાર સમાવતાં ન આવડ્યું, ને મર્દ સુશીલા બબે તલવાર પિતાના માનમાં સમાવી રહી. હમણાં કામકાજ ખૂબ વધી રહ્યાં હતાં. શહેરમાં જ સુશીલાનાં લગ્ન થયાં. લગ્નને સુશીલાએ સગવડના રૂપમાં જોયું. એ પિતે ઉદાર મનવાળી હતી. એને મન લગ્ન અનિવાર્ય નહોતું, પણ સામે સમાજ જૂનવાણી હતો. સવારે સાસરે, બપોરે પિયર ને રાત્રે પાછાં સાસરે. રોજના આ આંટાફેરામાં સુશીલાદેવીને સાથીદાર નવલ જ હતે. એમાં ય સુશીલા દેવીએ સામાજિક સેવામાં ઝુકાવ્યું હતું. એને ગ્રામદ્વારનું ઘેલું લાગ્યું હતું. ગામડાના પ્રવાસે જાતા. ગામડાના ઉદ્ધાર વિના દેશનો ઉદ્ધાર ન હતા. પ્રવાસમાં તો નવલ કે પ્રેસર ફણી વિના કેમ ચાલે? દિવસ વીતે જતા હતા. સુશીલા પતિગૃહ કરતાં પિતૃગૃહે વધારે રહેતી. પતિ પણ સુશીલાની દરકાર ન કરત. પૈસા છે તો એવી સે મળી રહેશે એવી માન્યતાવાળો પતિ, પત્નીપદના સાચા મહત્ત્વથી અજાણ હતો. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કંચન ને કામિની સુશીલાને આવા બેવફા પતિને હૈયામાં સ્થાન આપતાં ધ્રુજારી આવતી. બંનેને પૈસાની ખુમારી ને સ્વમાનની લડત હતી. આ બધું બંનેને હંમેશાં ભૂખ્યા રાખી ઘેર ઘેર ભટકાવતું. નવલના મેહાયેલા - હૃદયમાં સુશીલાએ આસન જમાવ્યું હતું. સુશીલાના હૃદય સિંહાસન પર કદી કોઈ, તે કદી કઈ હતું, પણ નવલ તરફ એને વધુ ચાહ હો. તરછોડાયેલી માણેક આંસુના સાગરમાં હતી. પણ ત્યાં તો બધે પાસે પલટાયો. પ્રકૃતિએ પલટાવ્યો કે પાપે પલટાવ્યો તે કેણ જાણે ? પાપને તો નવલ હવે જુદી રીતે નિહાળતા. દિવસોથી નવલનું શરીર કંઈક શિથિલ હતું. મનને બહેલાવવા આજે સિનેમામાં ગયા. મણ ત્યાંય થિયેટરના બોકસમાં એક સજન સાથે બેઠેલી સુશીલાને અધરદાનને આનંદ લૂંટતી જોઈ. ચોકાબંધનમાં ન માનનાર નવલને આજે ન જાણે કેમ, પણ આ ન રુચ્યું. માનસિક કમજોરીનું પણ કારણ હોય ! ઉદાર નવલ સંકુચિત વિચાર કરી રહ્યો : આ શું? દેહનેય આટઆટલો વ્યાપાર હશે કે? દિલનાં યે આટઆટલાં વેચાણ હશે કે? દેહની ભૂખ કદીયે નહિં છીપતી હોય? અને માણસને દેહ સિવાય આત્મા જેવું કંઈ નહિ હોય?” નવલને સિનેમાના પડદા ઉપર માણેક ને સુશીલા બંને દેખાયાં. બંનેને એ ત્રાજવામાં તળી રહ્યોઃ એક ભૂખી છતાં સંતોષી ! એક ભરપેટ પામનારી છતાં સદા ભૂખડીબારશ! એક તરફ સ્વયંસંપૂર્ણ પ્રેમ, બીજી તરફ સદા સંતપ્ત કામ! નવલે સુધરેલી સુશીલાના દેહ ઉપર નિરુદ્યમી અજગરની મહાસુધા વ્યાપેલી જોઈ. જુનવાણી માણેકના દેહ ઉપર આત્મભોગને સાગર હિલોળા લેતો દેખાયો. Page #246 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૨૧ - નવલ ન બેસી શકો. અડધે ખેલે ઊભે થયો. કઈ પ્રેક્ષકે પડકાર્યો. “યુ મિસ્ટર ! સીટ ડાઉન '. તીરની ઝડપે નવલે ઘરને માર્ગ લીધે. નવલ ઘેર પહોંચ્યો. એનું શરીર તૂટી પડતું હતું. મન પણ તુટી પડવા લાગ્યું ! પણ અરે, શા માટે ! શા કાજે ! એ મૂખ, સુશીલાને સ્થાને તારી જાતને મૂકને ! શું તેં એ જ ધંધે આ નહેતે ! અથવા તું એમ માનતો હતો કે હું પુરુષ એટલે પરવાનાદાર ! ઈમાનદારી માત્ર સ્ત્રી માટે જ ! ત્યાં એના નવા જ્ઞાનદાતા . ફણી ને કુમારી સુશીલા યાદ આવ્યાં. સુશીલાએ નહેતું સમજાવ્યું કે આવી વાતો ગંભીર રીતે ન લેવી ! આમાં ગંભીર થવા જેવું હતું પણ શું? પણ નવલ મનને મનાવી ન શક્યો. બીજી તરફ શરીર તાવે ધગધગવા લાગ્યું. ચોથે દી તે શીતળાના દાણું દેખાયા. છ દિવસે તે આખો દેહ પાસ-પરૂથી ખદબદી ઊઠયો. સુશીલા એક વાર ખબર લેવા આવી. એણે ચેપી રેગ જાણ્યો, એટલે વળતાં પોતાના ખાનગી દાક્તર પાસે જઈને ઈજેકશન લઈ લીધું. રૂપાળાં મેં જેવા ટેવાયેલી સુશીલા નવલને બદસૂરત ચહેરો ન જોઈ શકી. પણ માણેક તે પિતાનું સાચું રૂપ પ્રસારી બેઠી હતી. નવલની સેવાસુશ્રષામાં જાતને વિસારી દીધી હતી. રાતદિવસ એક કરી નાખ્યા હતા. સુશીલાએ એક બે વાર આવીને કહ્યું: “નર્સ–આયાને રાખી લે. ચેપી દઈ છે. જરા દૂર રહેવું સારું. બને તે ચેપી-દવાખાનામાં દાખલ કરે.” માણેક શું જવાબ આપે? એને પિતાના માણસની સેવાને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કંચન ને કામિની ભાડૂતી નર્સની સેવા પર કેમ વિશ્વાસ આવે ? એણે મનમાં કહ્યું? “ધનવાનોનાં આ રૂપાળાં રમકડાં ધનમાં જ સર્વસ્વ માનતાં લાગે છે. ખરે વખતે ખોટાં!” નવલ દારુણ માંદગીમાંથી પસાર થતા ચાલ્યો. એનું મન પશ્ચાત્તાપથી રેતું હતું. એણે દેવી અને ડાકણને સાચા રૂપમાં જઈ લીધી હતી, પણ એ ડાકણ કરતાંય પિતે કયાં ઓછો ગુનેગાર હતો ? એક વાર તે હિંમત હારીને માણેકને બોલાવી એના પગ પકડી કહ્યું માણેક, મેં તે ભગવાનને વિચાર્યું છે, પણ તું મારા વતી એક પ્રાર્થના કરજે !” શું પ્રાર્થના કરું ?” એટલું જ કે આવતે ભવે મને માણેકના પતિ તરીકે નહિ, એના પુત્ર તરીકે પેદા કરે ! માણેક, તારા ઉદરમાં કેવા હીરાને માણેક હશે ? કેવી મીઠી મમતા હશે ? નહિ તે આટલી ઉદાર તું ક્યાંથી ?” નવલ, એવું બેલશો મા ! તમે તે મારા જનમ-જનમના સાથી છો. ભગવાન કાલે સારું કરશે. આપણી શક્તિ પરથી ભરોસો છૂટી જાય ત્યારે, ભગવાન પર ભરોસો રાખવો.” નવલે ભગવાન પર ભરોસો રાખ્યો. કહેવાય છે, કે ભરોસા રાખનાર ઘણાનાં વહાણ ડૂબ્યાં છે, પણ નવલનું તે તરી ગયું. દિવસે દિવસે સુધારે થતે ચાલ્યો. થોડે દહાડે તે પાછો “ચંગે ભાડુ” થઈ ગયે. પણ પિતે કરેલાં પાપની સજા મળી ન હોય તેમ મેં પર શીળીના ડાઘ સદાને માટે રહી ગયા. એક વાર માણેક લીલા નાળિયેરના પાણીથી નવલના મુખપરના ડાઘ ધોઈ રહી હતી. નવલે મશ્કરીમાં કહ્યું : “ગમે તેટલી મહેનત કર, એ ડાઘ નહિ જાય. મારા કલંકની એ નિશાનીઓ ભલે સાબૂત રહે. નિત અરીસામાં જોઈશ ત્યારે પુરાણ વાત યાદ આવશે !” Page #248 -------------------------------------------------------------------------- ________________ ક્રામ ને પ્રેમ ગઈ તિથિ જોશી પણ વાંચતા નથી.’ માણેક ! જેમ ગમે તેટલું ધન મળે, ધનની તૃષ્ણા શાન્ત થતી નથી, પણ સતેાષી મનથી તૃષ્ણા શાન્ત થાય છે, તેમ કામથી માણસ કદી ધરાતા નથી, એ માટે તેા પ્રેમ જોઈએ. કામ એ જરૂરી પ્રેમમદિરે પહેાંચવાની નીસરણી છે, પણ આખરી મંજિલ નથી. આપણી દાંપત્ય પરીક્ષામાં આખરે તું સતી નીકળી. હું હાડકાંનેા શોખીન કૂતરા નીવડયો.’ નવલ માણેકના પગ પાસે બેસી ગયેા. આંખામાંથી આંસુની ધારા વહી રહી. k ૨૨૩ ( નાથ ! મેલા મા. તમે દેવ છે, મારા પતિ છે, ગમે તેમ કરવાને સ્વાધીન છે, મારી પાસે માફી ન હેાય. સવારને ભૂલેલા સાંજે ઘેર આવે તેય ખાટુ નથી. આ શહેરમાં આવી છપ્પરપગી કેટલાંયના છાપરાં ભાંગતી કરે છે!' માણેક પતિને સ્પર્શતી ખાલી. ‘ માણેક, વહાલી, કાણ કહે છે કે પતિ દેવ છે? ભૂલ છે. કાચના કકડાને હીરા કહીએ તો એ હીરા થતા નથી. પુરુષા પાતાનાં પાપા છુપાવવા સ્ત્રીને કચડી નાખી દેવ બની બેઠા છે. પુરુષોને દેવ કાણુ કહેશે ? પુરુષસમાજ તમારા જેવી સ્ત્રીઓની ચરણની રજ થવાને પણ લાયક નથી. માણેક, તારા જેવી સ્ત્રીએ સાચી દેવીએ છે. સુશીલા તે તમારી જાતનું કલંક માત્ર છે. કૂતરાના સ્વભાવવાળા પતિને સેવે સ્વગ ન જ મળે. એ પુરાહિતાનું પાપ છે. ફરીથી કહું છું કે માણેક ! મને માફ કર.' નવલ ગળગળો બની ગયા હતા. માણેક કાંઈ ન મેલી. નવલ એને ભેટી પડ્યો. માણેક શાંતિથી એને વળગી રહી. એને આજે ગયેલું સુખ પાછુ સાંપડયું હતું. વિયેગ પછીના સયેાગમાં જ સાચી મીઠાશ છે. જીવનમાંથી સરી ગયેલી ઉષ્મા રીથી તેને લાધતી હતી. માણેક, હવે આ શહેરને પ્રણામ !' ' Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કંચન ને કામિની બીજે દિવસે શેઠની રજા લઈ નવલ ને માણેક શહેર છોડી પિતાને ગામ પાછાં ફર્યા. નવલને જ જોઈ સુશીલા બબડી. “સાલે, કમબખ્ત, મારા કહ્યામાં રહ્યો હેત તે સારી પાયરીએ ચડાવી દેત. આખરમાં ગરીબનાં નસીબ ગરીબ જ ને! હવે તે મને પણ એનું મેં જેવું ગમતું નથી ! ખરેખર બદનસીબ !' નવલ સુશીલાને સ્વપ્નમાં પણ ભૂલી ગયો. પિલી જ ઉજમાળી રાત ને પેલે જ ખેતરવાહો. નવલ માણેક સાથે માંચડા ઉપર બેઠો હતો. માણેકના હાથમાં ગોફણ હતી ને નવલના હાથમાં નવી ઉતરાવેલી ફરસી હતી. રસદેવ ચંદ્ર મલકતે હતો. પવન શેરડીના વાઢ ઉપર દોડતા દેડતે હસી રહ્યો હતો. જગત બધું શાન્ત હતું. * નવલ માણેકને સાળુ ખેંચતા પડખામાં ભરાતે બે. વહાલી, મારી બે મહાન ભૂલે પછી પણ-તું તો દેવી ને દેવી જ રહી.” વહાલા, મને તે તમારી બે ય ભૂલે ગમી. પહેલી ભૂલે તમારે દેહ મળ્યો. બીજી ભૂલે તમારું હૈયું મળ્યું. શાસ્ત્રમાં ક્ષમા ઊંચે ગુણ કહ્યો છે.” “માણેક ! અહા, કેવું ઠગારું એ રૂપ ! અરેરે ! તારી પાસે તો એ ગુલામડી થવાને પણ લાયક નથી. ને હું કે મૂ! ઉકરડે ગુલાબ લેવા ગયો. શન્યમાં સંસાર બાંધવા મ. સુશીલાનું હૈયું પિસારૂપી પિશાચે ને કામરૂપી દૈત્યોએ ખાઈ લીધું હતું. સ્વતંત્રતાની એની વાતે-એમાં નરી સ્વછંદતા જ ભરી હતી. હાડચામનાં શોખીન એ તર! ભગવાન એમનાથી બચાવે. અરે ! એનું સ્મરણ પણ મારા હૈયાને કંપાવે છે. પણ માણેક! એક વાત પૂછું? જોજે ખોટું લગાડતી, Page #250 -------------------------------------------------------------------------- ________________ કામ ને પ્રેમ ૨૨૫ બેવફા પતિ માટે તેને કેવા વિચારો આવતા'તા? તને ગળેટૂંપે દઈ દેવાનું કે સુશીલાના જે માર્ગ ગ્રહણ કરવાનું મન કેમ ન થયું ?' “જૂનાં પિોથી-પુરાણેએ પિષેલી એ શ્રદ્ધા હતી. નિરાધારના આધાર ભગવાનનો મને ભરોસો હતો. સુશીલાને તમારા દેહની લાલસા હતી, મને તમારા અંતર પર પ્યાર હતો. એની રગરગમાં કામ હતું, હું તે તમને પ્રેમથી વરી હતી. મને વિશ્વાસ હતો કે મારે નવલ વહેમોડે મારે જ છે. ચંદ્ર વાદળમાં ક્યાં સુધી છુપાયેલું રહેશે ?” નવલ હવે સ્વસ્થ ન રહી શક્યો. માણેકને ભુજપાશમાં દાબી દીધી. વર્ષો પુરાણો કાષ્ટના માંચડે દંપતીને રસગને સહયોગ પામી કૃતકૃત્ય બની ગયે. | ચંદ્ર હજી મલક્યા જ કરતો હતો. રાત્રી યુવાન બનતી હતી. બેચાર શિયાળવાં ખેતરમાં પ્રવેશવા વાડની ચારે તરફ ભટકી રહ્યાં હતાં. ઘેરખેઓએ ઊંડી ઊંડી ને અજાણી કબરમાંથી હાડ-માંસના સ્વાદે મડદાં ખોદવા માંડ્યાં હતાં. પેલાં તે ખેતરની રખવાળી ભૂલી રસમાં મસ્ત બની ગયાં હતાં ને દામ્પત્ય જીવનની સૌથી મોડી રાત માણી રહ્યાં હતાં. ને સંસારની એક મીઠી રાત આમ વણધી વહી જતી હતી. Page #251 -------------------------------------------------------------------------- ________________ પાપનો પોકાર [વાર્તા ચૌદમી] બધુંય યાદ છે, જરાયે ભૂલ્યા નથી. એ સ્મરણાંની ભૂંડી આગમાં તે વર્ષોથી શેકાઈ રહ્યો છું. સ્મરણોની વહેતી ધારા રોકવા વિસ્મરણના પથ્થરની પાળ બાંધવા ઘણું મળે, પણ શ્રાવણની જલભરી સરિતાની જેમ એ ઊભરાતી જ રહી ! ને હવે- ' હવે તે જરાયે ચાહના નથી. ભલે એ સ્મરણ-સાગરનાં ખારાં જળ હૃદયના આળા જખમ પર છંટકાયા કરે ને શાન્ત થતે આત્મા પ્રતિપળે સંતપ્ત રહ્યા કરે. હૈયાસગડી ભલે ધીખ્યા કરે. વીરડીનાં મીઠાં જળ ડહોળી નાખ્યા પછી, કાદવવાળું પાણી પીતાં આનાકાની શા કાજે? આ જ હાથે ને આ જ હૈયે પાપના ભાર લાદ્યા છે. આ જ હાથને આ જ હૈયું હવે એ ભાર ઓછા કરશે. હદયની પિટારીઓમાંથી પુણ્યને એકેએક છોટો વાપરી એ વિકાર, વિષય ને વ્યામોહના ક્ષેત્રમાં હું ઘૂમે. ઘડીભર લાગ્યું કે મદ બની રહ્યો છું, કુસુમકળીઓને કચડવામાં જ મર્દાઈ માની. સરવાળો મેળવતાં-જીવનના બને ખજાનાઓ તપાસતાં નીતિનું પાસું વેરાન નજરે પડે છે. અનીતિનાં પૂર ઊભરાઈ રહ્યાં છે. મર્દ લાગતા મગજમાં સમજાય છે કે વિકારના ક્ષેત્રમાં નામર્દોની એ લડાઈ હતી. બરાબર યાદ છે. નવરાતના મીઠા ગરબા વાતાવરણને સંગી Page #252 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૨૭ તના માધુર્યમાં રસી લેતા હતા. ગરબે ઘૂમતી સૌંદર્યભરી દેહયષ્ટિએ ઉપર દીપમાળાઓ રૂપલાં તેજ ઢળી રહી હતી. નગરની નારીઓ ઘૂમટા ખેંચી ગરબાની મજા જમાવી બેઠી હતી. યૌવનને તનમનાટ અનુભવતે હું કળામર્મજ્ઞના બહાને એ રમણીય અંગસૃષ્ટિ પર સૂક્ષ્મ નજર નાખી રહ્યો હતો. બસ, એ જ પળ ને એ જ ઘડી-પડોશીની પુત્રી કાન્તા સાથે નેત્રનેત્ર બંધાણ. આખી દેહયષ્ટિ નિહાળી, ફરી નેત્રપલ્લવીઓ નચાવી. કોણ જાણે કેમ ? ક્ષણભરના એ અંગમરોડમાં ને નેત્રમિલનમાં અજબ ઈતિહાસ રચાયો. કોમળ કલિકાને ગમે તે રીતે છુંદી નાખવાનો નિશ્ચય મનમાં સુરેખ રીતે આદર પામ્યો. પડોશી કૃપાશંકરની દશ વર્ષે વિધવા બનેલી એ એકની એક પુત્રી કાન્તા ! પાંચ, પાંચ પુત્રો બાદ જન્મેલી એક જ રૂપસુંદર પુત્રી ! પણ વિધિનાં વિધાન કુટિલ કે નાનપણમાં જ એ વૈધવ્યને પ્રાપ્ત થઈ “બાપને દીકરી માટે દુઃખ ને દર્દનો પાર નહોતો, છતાં સમાજનાં બંધનો સામે ઊભાં હતાં. દીકરા નાતમાં જ વરાવવાના હતા. નાતની આજ્ઞામાં રહીને જ ચાલવાનું હતું, પણ આ છોકરીને જોઈ એને કંઈનું કંઈ થઈ જતું ! રે, એ અબળાનું યૌવન કેમ સચવાશે ? અને નહિ સચવાય તો બાપડીને પૃથ્વી પણ નહિ સંધરે. પિસ્તાળીસ વર્ષની ઉંમરે દાઢીમૂછ ઉપર કલપ લગાડી પરણનાર વરરાજાને જોઈ બાપની આંતરડી કકળી ઊઠતી. આ કે અન્યાય ! “હું કાન્તાને પડેલી. સ્કૂલને માસ્તર. મીઠી જબાનવાળો ને નવાં ફૂલેને શોખીન ! એ દિવસથી કાન્તા પાણી ભરવા જતાં યા અન્ય કામપ્રસંગે બહાર જતાં મને સામે મળતી ત્યારે જરા મુખ મલકાવતી. એ મુખનું સ્મિત મારા હૃદયને બહાવરું બનાવતું. મારું મન કહેતું એ અર્ધવિકસિત કલિકામાં શી શી સૌરભ ભરી હશે ? રે, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કંચન ને કામિની નિષ્ફર સમાજ એ કલિકાને છુંદી નાંખવા મથે છે. એને પિષીશ, પ્રફુલ્લાવીશ. એને માટે જરૂર હશે, તે આકાશના તારા તેડીશ.” કાન્તા ! કાંઈ પુસ્તક વાંચો છો કે નહિ ?” છોકરાં ભણાવનાર માસ્તર જાણે પડોશીની છોકરીને ઊઠાં-અહિયાં ભણાવવા મથતો હતો. ના, જી. મારી પાસે તેવાં પુસ્તક નથી, પછી શું વાચું ? ગુરુ વિના જ્ઞાન ક્યાંથી? મારે તે તમારા જેવા ગુરુ જોઇએ. કાન્તાએ જવાબ વાળ્યો. આ જવાબ મનગમતો હતો. આજે પણ મને કઈ પૂછે તે જરૂર કહીશ કે એમાં વિકારની જરાયે ગંધ નહતી. એક બહેન પિતાના ભાઈને જેટલા વિશ્વાસથી ઉત્તર આપે, પુત્રી પિતાને જેટલી નિખાલસતાથી જવાબ વાળે એવો જ એ ઉત્તર હતો. “મારી પાસેથી ચોપડીઓ લઈ જાઓ, પણ વાંચે. તમારા જેવાં જ જ્યારે કાંઈ કરશે ત્યારે પાછળના માણસને માર્ગ સરળ થશે.” આ પછી તે સંબંધ વધ્યો. ગાઢ થયો. પુસ્તકોની આપલે થવા લાગી. પુસ્તક સંબંધી ચર્ચાઓ થવા માંડી, ને ધીરે ધીરે ચર્ચાઓ આગળ વધવા માંડી. નવલિકા ને નારી આજે વધુ ને વધુ નગ્નત્વમાં રાચે છે. એટલે આજના સાહિત્યમાં શૃંગારનું જ પ્રાધાન્ય હેય ને! અવારનવાર રસ સંબંધી પણ વિવાદ ચાલતો. શરૂઆતમાં શાન્ત, વીર, અદ્ભુત ને ધીરે ધીરે શંગાર ! ચકલી ધીરે ધીરે જાળ તરફ આવી રહી હતી. ત્યાં તો અચાનક કાન્તાના પિતા હૃદયરોગથી મૃત્યુ પામ્યા. કાન્તાની જીવનવાડીમાંથી પ્રેમનો પુંજ ઊડી ગયે. આશાની ને આનંદની ક્યારીઓમાં વિષાદનાં વિષ ઊભરાયાં. કાન્તા ત્યારથી ઉદાસ રહેવા લાગી, સમય મળતાં મેં એને બનતું બધું આશ્વાસન આપ્યું. મેં સ્નેહી બની કાન્તાના જીવનને સહારો આપવા જેવો છલ ર. Page #254 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૨૯ - કાન્તાને મન હું એક સાચે સ્નેહી બને. માણસનું મન છે ને ! એ પણ બહેલાવ માગે છે. પછી તો મન ઉદાસ થતાં એ પુસ્તક લેવાને બહાને મારી પાસે આવતી ને વિવિધ પ્રકારની ચર્ચાઓ કરતી. ચર્ચાઓ બાદ એનું મન શાંત થતું, પણ મારા દેહમાં તો ભયંકર આગ જન્મતી. વિષયનો રાક્ષસ પ્રચંડ ત્રાડ પાડી દેહ ને ઈન્દ્રિ ઉપર એકવર્ત સામ્રાજ્ય જમાવી જતો. | મન કહેતું, અનાઘાત પુષ્પ–વણસંઘેલું તાજું ફૂલ! પુરુષ તો સદાકાળ નવાં નવાં ફૂલેનો જ શેખીને રહ્યો છે ને ? અને એટલે જ પુનર્લગ્નનો એ પ્રતિસ્પધી છે ને? કાન્તા, આજ આમ કેમ છો ?” એક દિવસ પુસ્તક લેવા આવેલી કાન્તાને નિસ્તેજ જોઈ મેં પૂછ્યું. - કાન્તા બોલી ન શકી. રડી પડી. વિશાળ લંબગોળ નેત્રોમાંથી મેતીને જેવાં શુભ્ર આંસુ ખરી પડ્યાં. દીન-હીન મુખ કરી એ પૃથ્વી ભણું જોઈ રહી. કાન્તા, રડશે મા. તમારાં આંસુ મારા હૃદયને વીંધી રહ્યાં છે. કોઈપણ ભોગે હું તમને મદદ કરવા તૈયાર છું.” એક હાથ એના ખભા ઉપર મૂકતાં ને બીજે હાથે એનાં આંસુ લૂછતાં હું બેલો. દયાન દેવ બનીને, હું દૈત્યની અદાથી એની દુઃખી સ્થિતિનો લાભ લઈ રહ્યો. સ્પર્શથી જાગ્રત થયેલે વિષયને દૈત્ય સમજશક્તિને વેગળી કરી રહ્યા હતા. સમાજનાં સંતાનોને શિક્ષિત અને સંસ્કારી બનાવવાને ઠે લઈને બેઠેલે કુટણખાનાંઓ જેવો જ વ્યભિચાર ફેલાવી રહ્યા. ફરક એટલે હતો. કે ત્યાં સ્ત્રી પુરુષને ખેંચતી, અહીં પુરુષ નિર્દોષ કન્યકાને-સ્ત્રીને ફોસલાવી રહ્યા હતા. પુરુષ નિદ્ધદતાથી આગળ વધતું હતો; સ્ત્રી નિરાધારતાથી ફસાતી હતી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કંચન ને કામિની હજી કાન્તા ચુપચાપ જ ઊભી હતી. એનાં મુલાયમ ગાત્રો પર મારા હાથે ફરી રહ્યા હતા. મને લાગ્યું કે મારી વૃત્તિ એને ગમી છે. - પછીને ઈતિહાસ શું કહું ? એ ગુલાબને શિયાળાની કપરી ઠંડી ચીમળાવી શકી ન હોત, એ કલિકાને જળહીન સરેવર સૂકવી શક્યાં. ન હેત, કાઈ કવ્યલેભી માળી એને અકાળે ચૂંટી શક્યો ન હતઃ પણ વિકારના મસ્ત હાથીએ એને શતધા છુંદી નાખી. સ્ત્રી અને પુરુષના સંબંધમાં ખૂબી એ છે કે સ્ત્રીને પ્રાપ્ત કરતી વખતે પુરુષ એનો દાસાનુદાસ બનીને રહે છે. સ્ત્રી પ્રાપ્ત થઈ કે એ દેવને દેવ બની જાય છે. કારણ કે એક વખત પ્રાપ્ત કરેલી સ્ત્રી એની મિલકત બની જાય છે. પિતાની મિલકત પુરુષને પિતાની રીતે વેડફી નાખવાનો હક કુટુંબ, સમાજે, રાષ્ટ્ર આપેલ જ છે. ઈતિહાસ વધારે ભયંકર બન્યો. લૂંટારાએ કેવળ યૌવનધન જ ન લીધું, જીવ લેવાનો પણ મનસૂબો બાંધ્યો. શિયાળના ચીધેલા માર્ગે જતાં, જ્યારે હાથી કાદવમાં ખૂએ, અને નીકળવાના માર્ગ માટે સલાહકાર શિયાળને પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યો : “દેવ ! મારી પૂંછડી ઝાલીને ચાલ્યા આવો.” કાન્તાને એવું બન્યું. કાન્તાએ એક દહાડો એકાન્તમાં કહ્યું: મને બે માસ થયા છે. માટે વિચાર કરજે. મેં તે તમને સર્વસ્વ અર્પણ કર્યું છે, હવે તમે કહે તે કરીએ.” કાન્તા, કાલે હું દવા લાવીશ, ખાઈ લેજે. પછી જરાયે વાંધો નથી. ગઈ કાલે જ પેલા “રાષ્ટ્ર ” નામના પ્રસિદ્ધ દૈનિકમાં “બંધ માસિક માંદગી ચાલુ કરવાની અફર દવા વિષે મેં વાંચ્યું છે.' કાન્તા ગભરાઈ ગઈ બોલી ઊઠી : “ના, ના, મારાથી એ નહિ બની શકે. મને મારી નાખો પણ એ તો નહીં જ કરું. આ ભવ તે બગડ્યો છે. હવે આ પાપ કરી કેટલા ભવ બગાડું.” Page #256 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૩૧ સ્ત્રીને મને સંતાન સ્વર્ગીય ભેટ છે. પુરુષને મન વિષયસેવનને એ એક અકસ્માત છે, અથવા આડકતરી રીતે મળનાર એક વિશેષ લાભ છે. બાપ મર્યો મા સંતાનને જીવની જેમ જાળવી રહે છે, ને મા મેર્યું કે બાપ જાણે અજાણે પણ સંતાનને બેવફા નથી બન્યો? કાન્તા, તું સમજતી નથી. દુનિયાના વ્યવહારમાં રહેવું હેય તે એવા મોહ ન ચાલે. આ સમાજ આવો હોય તે ત્યાં આપણે કોણ? જાણે છે? રોજરોજ વધતાં જતાં આ દવાખાનાઓની ધીકતી કમાણી કેના ઉપર છે! છાપાંઓની જા. ખ. માં જે કઈ જાહેરખબરોનું છે ? વૈદે કઈ ઔષધિઓ મેંઘામૂલે તૈયાર કરે છે? સંતતિનિયમનનાં સાધનને પ્રચાર કોણે વધાર્યો?” દેખાતી દુનિયા ને ન દેખાતી દુનિયા વચ્ચેના ભેદ મેં વક્તાની છટાથી સમજાવ્યા. બહારથી ભજવાના રામ ને ભીતરના રામને ભેદ બતાવ્યું. ' મેં કહ્યું “કાલે જ પેલી વિધવા મંગળાનો સસરે સંતતિનિયમનની દવાનું ઠેકાણું અંગ્રેજીમાં લખાવવા આવ્યો હતે. પત્ની વગરના એ શેઠને કયા પરોપકાર માટે એવી દવા જોઈતી હશે ?' ને તને ખબર છે? કાલે જ પેલા સુધરાઈવાળા સાહેબ કહેતા હતા કે આ જ મહિનામાં તરતનાં જન્મેલા પાંચ બાળક ઉકરડા ઉપરથી મળ્યાં હતાં, માટે ડાહી થઈ માની જા, ને આપણું સુખી જીવનમાં કડવાશ ન ઉમેર.” - કાન્તા ક્રૂજી રહી હતી. એને તમ્મર આવતાં હતાં. એ બેસી ગઈ “ના, ના, એ મારાથી નહિ બને. ચાલો આપણે બીજે ચાલ્યાં જઈએ. ન જાણે ક્યા પાપે હું બાળવિધવા બની ! હવે આ ભ્રણહત્યાનું પાપ કરીને ન જાણે ક્યારે છૂટીશ ? તમે કહેતા હતા કે કાન્તા! તારા માટે તું જે કહીશ તે હું કરીશ. તમે મારા સાચા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કંચન ને કામિની પ્રેમી છે. સીતાને રામ તેમ તમે મારા છો. ચાલે, બીજે સ્થળે ચાલ્યાં જઈએ. ચાલે, તમારી જીવનભરની દાસી બની રહીશ, તમારી ચરણસેવામાં મારું સર્વસ્વ છાવર કરીશ!” પણ ભલા થઈને આ પાપ આચરવાનું ન કહેશે. નાદાન સ્ત્રીને ક્યાં ખબર હતી, કે એનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું! એ રસ્તાની ભિખારણ પાસે છાવર કરવા જેવું બાકી પણ શું બચ્યું હતું? વળી બીજે ગામ ભાગી છૂટ્ટીએ તે આજકાલના સમયમાં જ્યાં વર્ષે હજારે પંતુજીઓ નિપજતા હોય ત્યાં નવી નોકરી મળે પણ ક્યાંથી ? ને વિના નેકરી પેટ ભરાય પણ ક્યાંથી ? છતાં ઉપસ્થિત વિદ્ધને શાન્ત કરવા મેં યત્ન કર્યો, પાપને પુણ્ય એ તે હંબગ છે. આ પુર ણીઓએ પેટની રોજી રળવા ઊભાં કર્યો છે. શેઠિયાઓનાં પાપ ઓછાં છે? છતાં સુખી નથી ? કસાઈઓ ઓછી કતલ કરે છે? છતાં શું એમનાં જણાં જીવતાં નથી? છતાંય કાન્તા, જા, કાલે આપણે બધો વિચાર કરી લઈશું. જરા પણ ગભરાતી નહીં.' કાન્તા ચાલી ગઈ વિષયની શરાબ પી મસ્ત બનેલે હાથી ગળા-ફાંસામાંથી છૂટવા પગ નીચેની-દરની ગરીબ કીડી માટે ક્યાંથી વિચાર કરે? સંસારનાં કામ કેટલીકવાર મન મારીને પણ કરવાં પડે છે. શું કરવું તે બધું મનમાં વિચારી લીધું મનમાં જરાયે અનુકંપા વગર, જરાયે દયા વગર! ભાઈ, સંસારમાં એકલા લાગણીવેડા ન ચાલે! કોઈ વાર કહેર હૈયે ફરજ પણ બજાવવી ઘટે! [ ]. - રેવાશંકરભાઈ! જરા કાન્તાબેનને કાબૂમાં રાખે. કૃપાશંકર કાકાએ વધારે લાડમાં રાખ્યાં પણ આખરમાં સ્ત્રી જાત. મારે ત્યાં Page #258 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૩૩ અવારનવાર આવ્યા કરે છે ત્યારે હું ઘણું સમજાવું છું, પણ કાકા! તમે સમજો છો ને! સ્ત્રી જાતને કોઈ સમજી શક્યું છે? તમને મારા સમ છે, જે તમે કોઈને ઈશારે પણ કરી છે. આ તે તમે પિતાના એટલે કહેવું જોઈએ. સાંભળવા પ્રમાણે કાન્તાને મહિના રહ્યા છે. ગામમાં થતી વાત પ્રમાણે પેલા સત્યાગ્રહની ચળવળવાળા તનસુખ સાથે કાંઈ હરતીફરતી સંભળાય છે. ટૂંકામાં હવે થવાનું હતું તે થયું. ડાહ્યા માણસનું કામ એ કે હવે ઢેલ પણ ન વાગે ને વર પણ પરણી જાય તેમ કરવું.” માથે આવેલું આફતનું વાદળ પળવારમાં ઊલટાવી નાખ્યું. તનસુખ ચળવળમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરતો હતો, તેમજ ખાદી પહેરતા એક છોકરાને ગાંધીટોપી પહેરવાથી મેં મારે ને પછી આ જ તનસુખે બધા છોકરાને મારી સામે સત્યાગ્રહ કરવા ચઢાવેલા. આજે એક કાંકરીએ બે પક્ષી મરાતાં હતાં. મારી હોશિયારી પર મને પિતાને હેત વછૂટયું. - “હૈ!' કાન્તાના ભાઈ રેવાશંકરની ચિત્તવૃત્તિ ભયંકર બની ગઈ. ક્ષણવાર પહેલાંની વહાલસોયી ગંગાસ્વરૂપ બહેની એને કુલનું નિકંદન કાઢનારી પિશાચિની જણાઈ. માસ્તર સાહેબ! મારી લાજ તમારે હાથ છે. વાતને આગળ વધવા ન દેશે, તમે તે અમારા પિતાતુલ્ય છો' રેવાશંકરે કહ્યું. કહ્યું: “એ વાતે બેફિકર રહો. તમે તે સિફતથી કામ પતાવી લો.” જાણે દૈત્ય દેવના વાઘા પહેર્યાં. રેવાશંકર ઉતાવળે પગલે ચાલ્યા ગયા. પાપ–પ્રકાશના ભયે વિક્વલ બનેલું ચિત્ત મસ્ત મોરલાની જેમ નાચી ઊઠ્યું. ખરીદેલી કરીને ખૂબ રસ કાઢી ભરપેટ ભજન કર્યું, ને નિશાળે જવા કપડાં પહેરી રવાના થયો. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કંચન ને કામિની ગુનેગાર નિર્દોષ ઠરી છૂટી ગમે હતિ. બિનગુનેગારે માટે ફાંસીનો માંચડે ખડે થતો હતો. થોડાક દિવસો વીત્યા અને રેવાશંકર કાન્તાને લઈ સિંહસ્થના મેળા ઉપર ચાલ્યા ગયા. બાર વર્ષે ભરાનારા પતિતપાવન મેળાનાં દર્શને તે કોટિક ભવનાં પાપ નાશ પામે. ઘણા ગામની વિધવાઓ પિતાનાં પાપ ધેવા ને પરભવમાં સધવા રહેવા મેળામાં જતી હતી. એની સંખ્યા ખૂબ હતી, પણ વિધુર નહતા દેખાતા. આવી રાંડરાંડ પર જ આ ધર્મ નો છે ને ! પેલા સત્યાગ્રહવાળા તનસુખ પર લેકે છાની પણ કાતીલ નજર રાખતા હતા. પડોશીઓ હવે એને પ્રેમથી નહાતા બેલાવતા. વાણિયાઓ આવા દુરાચારીઓ ઉપર ઉધાર આપવાને વિશ્વાસ નહોતા રાખતા. તનસુખની પત્નીને બધાં છાનાં મહેણું મારતા ને બધા ખાદી પહેરનારાઓની ખાનગીમાં ને છડેચોક નિંદા કરતા. કંટાળેલ તનસુખ આજે ગામ છોડી નજીકના શહેરમાં વસવા જતે હો. કોઈ ભૂંડી માયામાંથી છૂટતા પ્રાણીની જેમ એને એ સ્થળે શ્વાસ લેવા ભવું પણ અકારું લાગતું હતું. ગાંસડાપટલાં બાંધીને ગામ છોડી જતા તનસુખને નિશાળની અર્ધખૂલી બારીમાંથી નિહાળી મેં ઊંડે આનંદ અનુભવ્યો. દિવસે બાદ રેવાશંકર યાત્રા કરી પાછા આવ્યા, પણ કાન્તા સાથે નહતી. કેઈ વનિતાવિશ્રામમાં કાન્તાને ભણવા મૂકી છે, એમ રેવાશંકર બધાને કહેતા. બધા ઈતિહાસને નાયકને સમગ્ર ઈતિહાસને આઘત જાણકાર હું કદી કદી સ્વપ્નમાં આ પાપના સ્મરણથી ભડકીને જાગી ઊઠતે. છતાં બધું જગત શાંત રીતે વહી રહ્યું હતું ને બધાંને મન આ જ વહન સત્ય ને સાત્વિક હતું. Page #260 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૩૫. [૩] કદી કદી ઊભી થતી જીવનની વિચિત્રતા વિધિની હસ્તીમાં વાધે ઉઠાવી દે છે. આજ મારી પ્રમોશનથી બદલી થતી હતી. બાર. વર્ષની નોકરી પછી બીજે ગામ જવાનો પ્રસંગ આવવાથી મન ખિન્ન થતું હતું, છતાં બઢતીની વાત ખિન્નતા ટાળતી હતી. ગામલે કે એ મારી નોકરીની કદર કરવા સભા ભરી. નગરશેઠે. પ્રમુખપદ લીધું કે મને હારતોરા સાથે માનપત્ર અપાયું. મારા ચારિવ્યનાં, જ્ઞાનનાં, ત્યાગનાં વખાણ થયાં, મારી સફળતા ઈચ્છી. ભલા, સંસારમાં આટલા ગુણે જેની પાસે હોય એની સફળતા. વિષે શંકા કેવી ! આંખમાં આંસુ સાથે મેં ગામમાંથી વિદાય લીધી. 'આવો ભલે માસ્તર ફરી ફરી નથી મળવાનો !' કહેતાં ગામલેકે વિખરાણા. નવા ગામના લોકો બહુ ભલા હતા. તેઓએ મારું સ્વાગત કર્યું ને પ્રારંભના દિવસમાં પૂરતી સહાય આપી. ધીરે ધીરે બધાની સાથે, ઓળખાણ થઈને તેઓમાં હું ભળી ગયો. મહિનાઓ વીતે જતા હતા ને હું તે આગળ વધ્યે જ જતો હતું. આજે હું પહેલાંન મુફલિસ માસ્તર નહે. ઘરબારવાળો આબરૂદાર વડો શિક્ષક હતો. છેલ્લા દિવસોમાં ગામમાં પગે મુસાફરી કરતા ફકીરોનાં ટોળાં ઊભરાણાં હતાં. દે દે ખુદાકી રાહ પર’ ના પિકારે પ્રભાતની શાન્તિને ભેદી. રહ્યા હતા. ન દેવાની ઈચ્છાવાળા વેપારીઓ પણ ફકીરોની જીદ પર છવ કડ કરી પાઈ પૈસો નાખતા હતા. પિતાનો વેરો ને ભિક્ષા પૂરી કરી ફકીરે ધીરે ધીરે રવાના થયા માંડ્યા હતા, પણ ચાર પાંચ ફકીએ તે ગામપાદરની દરગાહ ઉપર ધામો નાખ્યો હતો. ગામમાં ફરતા ને ભિક્ષા લાવી ગુજરાન ચલાવતા. Page #261 -------------------------------------------------------------------------- ________________ २38 કંચન ને કામિની ઋતુ શરદની હતી. મેલેરિયાને વ હતા. મસ્તકમાં સખ્ત દર્દ થતું હતું. જીવને આજે પૂરત આરામ નહોતે. સહેજ લટાર મારવાને બહાને સંધ્યા આથમે ઘરની બહાર નીકળ્યો. ફરતો ફરતો પીરની દરગાહ તરફ વળ્યો. ચાંદની જામી હતી ને ત્રના બધે પ્રસરી રહી હતી. આસપાસનાં જંગલી ફૂલેની સોરમ મસ્તિષ્કને મત્ત કરી રહી હતી. દરગાહની પાસે આવતાં નજીકની ઝૂંપડીમાંથી કંઈક ગણગણાટ કાને પડો. કાન સતેજ થયા ને તે તરફ ધીરેથી આગળ વધ્યો. અંદર કંઈક વાતો થતી હતી, મેં કાન માંડ્યા. “બાઈ, દેખો. પછી કદી પણ હિન્દુ સમાજમાં નહિ ભળી શકે.” સાઈ, હવે તમારે પલ્લે જ જીવન પૂરું કરીશ. આ દેહને જેટલો ચોળાય તેટલે ચાળી લીધો છે. પવિત્રતાની વાતો કરનારા ખુદ પાપીઓના શિરતાજ છે. હવે તે મુસલમાન બની જાઉં એટલે એ પાપીઓથી મારે પલ્લે છૂટે! તમે મારા બાળને જાળવ્ય. એને મેટે કરી જોરાવર કર્યો. પતિત સ્ત્રીઓ તરફ તમારે વર્તાવ મને ગયો છે. જે ધર્મથી જીવન સુખરૂપ વ્યતીત થાય તે ધર્મ સારે. બાપના કૂવામાં બહુ બૂડ્યા. અને વળી તમે તો મને કંઈ આ બળજબરીથી કહ્યું નથી.” હું ચમક્યો. આ શું! જરૂર કોઈ હિંદુ બાઈ ફસાણી છે. ચાલ જલદી પોલીસમાં ખબર કરવા દે, નહીં તે ધર્મ રસાતાળ જશે. હું દોડ્યો. ગામમાં પહેઓ ને ચકલે ચકલે સમાચાર ફેરવી દીધા. કેટલાય જુવાનો દડા હાથમાં લઈ બહાર પડ્યા. હિંદુ ધર્મ ભયમાં મુકાયો હતો. આવી વેળાએ કઈ હિંદુ બચ્ચે સ્વસ્થ કેમ બેસી શકે ? આ ડાહ્યા લોકેએ પોલીસ ચોકી પર જઈ પોલીસની મદદ માગી. Page #262 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૩૭ પિલીએ દરગાહ ઘેરી લીધી. તપાસ કરતાં હિંદુ લેબાશમાં એક ઓરત પણ મળી આવી. ફકીરેને અટકમાં લઈ બાઈને કબજામાં લીધી. કેસ ચાલે ત્યાં સુધી કઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થને ત્યાં બાઈને રાખવા ન્યાયાધીશે સૂચના કરી. - વાહ રે વિધિ ! હજી પાપને ઘડે નહીં ભરાયો હોય. લેકેએ મને પ્રતિષ્ઠિત ધાર્યો, ને બાઈને મારે ત્યાં રાખવાનું નક્કી કર્યું. રાત્રે મારી પત્ની સાથે એ સૂતી. બીજે દિવસે એને કોર્ટમાં રજૂ કરવાની હતી. ફકીરના પંજામાં કેમ સપડાણ ને ફકીરે એ એને કેમ રાખી એની બધી તપાસ થવાની હતી. સાક્ષીઓ ગોઠવાઈ ગયા હતા. બાઈની જુબાની કોર્ટે આવતી કાલ પર રાખી હતી. એક જ રાત આડી હતી. બાઈ પાસેના ઓરડામાં સૂતી હતી. મારી પત્ની પાસે બેસી સુખદુઃખની વાત કરતી હતી. મારી ભોળી પત્નીએ મારાં વખાણ કર્યાં. કહ્યું, “એ તે દુનિયા પરના દેવ જેવા છે. પરસ્ત્રી સામે નજર કેવી?” કહે છે કે માણસનાં પાપ દશ દશ વાર ખુદા માફ કરે છે. પણ ભાનભૂલેલે માણસ જ્યારે હદ છાંડી દે છે, ત્યારે ઈશ્વર પણ એની સામું જે નથી. રાતના હું એ બાઈ પાસે ગયે. એની પાસેથી બાતમી મેળવવાને બહાને મેં નિર્લજજ પ્રશ્નો કરવા માંડ્યા. થોડા વખત પહેલાં બાળક જાગવાથી મારી પત્ની પાસેના રૂમમાં ગઈ હતી. બાળક કજિયે ચહ્યું હતું. એ ત્યાં રોકાઈ રહી. . એકાંત જોઈ મને હિંમત આવી. નવું યૌવન વધુ આસ્વાદવા મેં અડપલું કર્યું ! મેં માન્યું કે આવી સ્ત્રીઓને વધુ એક કુકર્મ કરતાં શરમ શી ? Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કંચન ને કામિની “હું તમને બરાબર પિછાણું છું....” સ્ત્રી બોલી. ' મને? એ પાપિની! મારા પર પણ આરોપ ?” “આપ નહિ, પણ સત્ય ! હું કાંતા ! ઓળખે છ માસ્તર સાહેબ ' મારી સ્થિતિ વિચિત્ર થઈ ગઈ કાપ તેય લોહી ન નીકળે ! છતાં પુરુષ સ્ત્રીની સામે હારત હારતે છતના પાસા નાખી જાય છે. મેં એને સમજાવી. તારે ભાઈ તને અચાનક લઈ ગયો, કેઈએ - આપણી વાત ફોડી નાખી, હું તે જીવ આપવા તૈયાર હતું, ને હજીય છું ! કાન્તા ઓષ્ઠ બીડીને સાંભળી રહી. થોડી વારે મારી પત્ની અંદર આવી. હું બહાર ચાલ્યો ગયે. પાતાળમાં ચંપાયેલું પાપનું ભૂત સજીવન થતું ને ડોકિયાં કરતું હતું. [૪] કેટમાં કાન્તા આજે વીફરી હતી. ન્યાયાધીશની મીઠી જબાન ઉપર એ ફૂંફાડા મારતી. એણે કહ્યું : ટૂંકામાં એટલું જ કે ફકીરોના આશ્રયે હું રાજીખુશીથી ગઈ છું, ને ખુશીથી હું મુસલમાન થાઉં છું. મારાં દીનઈમાનની ચિંતા બીજા કેઈએ કદી કરી નથી, ને આજે કરવાની જરૂર નથી.” હિંદુઓ ખિજાયા. કેર્ટ ન હોત તે હિંદુ ધર્મ કલંકિની કાન્તાનું એક હાડકું પણ શોધવું મુશ્કેલ થાત. છતાં ન્યાયાધીશે મીઠાશ ન છોડી. કાનાને સમજાવી. વિગતથી બયાન આપવા વીનવી. કાન્તા વાઘણ જેવી ગઈને બેલવા લાગી : ઘણે દહાડે જાણે દિલની દાઝ કાઢતી હતી. Page #264 -------------------------------------------------------------------------- ________________ પાપના પાકાર ૨૩૯ ન્યાયાધીશ સાહેબ ! આપ તે ન્યાયના દેવતા છે. મને લેવા આવેલા, અન્ય ધર્મોંમાં જતી બચાવવા આવેલા આ હિન્દુ ધર્મના ચાંભલાઓને પૂછશે, કે-જે આરતને તમે તમારા સમાજમાં લઈ જવા માગેા છે, તેનું ત્યાં સ્થાન કેવું છે? એ એરતને જીવવા જેવું કે ઝેર પીવા જેવું ? * · હૈ ન્યાયદેવતા ! આ સમાજમાં સ્ત્રી તેા રમતના ગંજીપાની રાણી છે. ન જાણે મારા જેવી કેટલીય રાણીઓ રાજ હાથે ધાસલેટ છાંટી ને દિવાસળી ચાંપી બળી મરે છે. ‘ રાંધતાં દાઝીને મરી ગયેલી ’ સ્ત્રીઓમાં સાએ નવ્વાણુ ટકા આવી કમનસીબ સ્ત્રીએ હાય છે. જે સ્ત્રીએ લાગણીપ્રધાન નથી હતી, તે પશુથી પણ બદતર દશામાં જીવનને ઢસરડવાની હિંમત કરે છે. એને મરતી ન જોઈ પુરુષ માંએ ડૂચા ઈ તે ખાળી મૂકે છે. આ બંને કિસ્સાઓમાં સ્ત્રીઓને ન્યાય આપવામાં આપની કોર્ટો આજસુધી સદંતર નિષ્ફળ નીવડી છે. ન્યાય ત્યાં બદસૂરત કર્યો છે. C પુરુષ જો પશુ જ હાય, તા સ્ત્રી કઈ દેવી નથી. પુરુષ હજાર વાર ભૂલ કરે. અને મારૢ મળે. સ્ત્રી એક ભૂલ કરે અને તે કદી માક્ ન થાય ! હિન્દુસમાજના આ નરપુંગવા એને જીવતાં નરકનાં દર્શન કરાવે! જુએ તેા ખરા ! એવી હિણાયેલી સ્ત્રીથી સમાજ કેવું મુખ ફેરવી લે છે! સગેા બાપ એને પુત્રી ન માને ! ભાઈ એને બહેન ન માને. દીકરા એને મા કહેવા કરતાં ઝેર આપવું પસંદ કરે. પવિત્રતા માત્ર સ્ત્રી માટે જ આ સમાજમાં રહી છે, તે એનાથી પ્રતિષ્ઠા ખરીદીને આ સુકહીન લોકા પેાતાની સંસ્કૃતિનાં ગુણગાન ગાય છે. * હું જજ સાહેબ ! જની જેતી ન થાય, તેટલી આ તે। દેખ્યાનું ઝેર છે. પેાતાના સમાલાગણી આમાં છે. સ્ત્રી સુરક્ષાની Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કચન ને કામિની ભાવના નથી. આ બોખલા સમાજમાંથી દર પળે અનેક સ્ત્રીઓ અન્ય ધર્મમાં ચાલી જઈ વટલાઈ જાય છે. ત્યાં એમને ઓટલો ને રોટલો બંને મળે છે ત્યાં એકાદી માનવસહજ ભૂલ માટે પિતાને હાથે ગળું કાપવાની જરૂર પડતી નથી. ત્યાં ગર્ભહત્યા નથી. ફરજિયાત વૈધવ્યની ત્યાં આવશ્યકતા નથી. ત્યાં વિધવા ડાકણ નથી, અપશુકનિયાળ નથી. જે કોઢમાં ઘાસચારે નથી, જીવનની સાદી સગવડ પણ નથી ? એમાં પશુ પણ રહેવા ન જાય ! એને મારીને, બાંધીને, કેદ કરીને રાખી શકે, મનથી–મહેબતથી એ ન રહે. તે તમે માણસને એ કાઢથીય ખરાબ જગ્યામાં કેમ કરીને રાખી શકશે? મારા જેવી અનેક સ્ત્રીઓની આજે આ દશા છે. મારા તરણતારણહારના રૂપમાં આવેલા આ માસ્તર, રાતે શા માટે મારા કમરામાં આવ્યા ? શા માટે મને સ્પર્યા ? કંઈ જવાબ એમની પાસે ? એ કહેશે કે હું મારી પત્ની પાસે જતો હત! એ જવાબ પળવાર સાચો માની લઉં છું. પણ આપ એમને પૂછશો કે તમે એક રાત તમારી પત્ની વિના ચલાવી ન શકે તે, એક ઓરત આખી જિંદગી પિતાના પતિ વિના કેમ ચલાવી શકતી હશે એને ખ્યાલ કર્યો ? આથી આગળ વધીને કહું છું કે માસ્તર પિતાને ભૂતકાળ યાદ કરે ! મારી આજની હાલત એમને આભારી છે!' ઓ ગુનેગાર ઓરત ! એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ માથે આવું દષારે પણ?” સરકારી વકીલે કહ્યું. સાહેબ, આ સમાજની પ્રતિષ્ઠાને અનેક થીંગડા લાગ્યાં છે. થીગડાં જ થીગડાં છે. મૂળ પિત ને મૂળ રંગ અદશ્ય થયા છે. જે પ્રતિષ્ઠામાં વધુ બણગાં ફૂંકે એ વધુ પાપી. સ્ત્રીઓની બલિવેદી પર આ સમાજ ખડો છે. એને છુંદીને એમણે પવિત્રતાને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. મારી કથા જરા વિગતથી કહું...” કાન્તાએ પિતાની કથની કહેવા માંડી આખી સભા સ્તબ્ધ Page #266 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ૨૪૧ થઈ ગઈ. એણે મારી સાથેના પ્રણયની વાત પૂરી કરીને આગળ વધતાં કહ્યું. “આ પછી હરદ્વારના મેળામાં, પાંખ કાપીને પાંજરામાંથી પિપટને છૂટે મૂકી દેવામાં આવે, એમ મને એકલી મૂકી દેવામાં આવી. બાળપણથી હિંદુ સ્ત્રીને બહારની દુનિયાની રોશનીથી બિનવાકેફ રખાય છે. એને સુરક્ષિત ને અરક્ષિત સ્થળ-કાળ ક્યું, તેની સૂઝ હોતી નથી. દેશની તે શું, ગામની ભૂગોળ પણ એ ભણી હેતી નથી. “એક આશ્રમમાં હું ગઈ. આશ્રમ પણ અનાચારને અડ્ડો નીકળે. ત્યાં ત્રણથી ચાર જણાએ મને હેરાન પરેશાન કરી. આખરે મને સહુ વેચવા તૈયાર થયાં. હું ત્યાંથી રાત માથે લઈ ભાગી છૂટી. પછી એક મંદિરના પૂજારી પાસે રહી.” ત્યાંથી એક જાહેર સમાજસેવકને ઘરમાં રહી. પણ પતિત સ્ત્રી તરફ કઈ પવિત્ર ન રહી શક્યું. નીતિ સદાચારના દેવતાઓ જ અનીતિના પૂજારી નીકળ્યા. - એક ટી માટે, એક આશ્રય માટે મારી કાયા ચંદનના લાકડાની જેમ વસાણું. પછી તે હું જાહેર થઈ. દલાલ, ગુંડાઓ, મવાલીઓ મારી પાછળ ભમવા લાગ્યા. જ્યાં જાઉં ત્યાં સારા કહેવાતા માણસે મને લેગ જેવી ભયંકર લેખવા લાગ્યા, મારું અપમાન કરવા લાગ્યા. પડેલાને પાડવામાં એમની પવિત્રતા દીપતી લાગી. ગર્ભિણ અવસ્થામાં પણ મારી બેહાલ હાલતને અનેકોએ લાભ લીધે. હિંદુ સ્ત્રી આવી અવસ્થામાં મરવું ઈચ્છે, હિન્દુ સમાજને પણ એ જ ગમે. મારી પણ એવી જ ઈચ્છા હતી, પણ પેટના જીવની માયા હતી. આખરે મેં એક મુસ્લિમ યતીમખાનાને આશરો લીધો. એ વિના આ ગુંડાઓ ને મવાલીઓ મારે કેડે છેડે તેમ નહોતા.. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કંચન ને કામિની ચાર છ સમાજસેવકે એ હેહા મચાવી મૂકી, પણ મને રક્ષણ આપનાર બે જુવાનોએ ચકચકતા છરાથી તેમને ડરાવ્યા, એટલે એ સમાજસેવકે અદશ્ય થઈ ગયા. મેં બાળકને જન્મ આપી તેમને સુપ્રત કરી દીધો. પછી મારે આત્મહત્યાનો નિર્ણય જણાવ્યો. કારણ કે ધર્મત્યાગનું દુઃખ મને ખૂબ સાલતું હતું. તેઓએ મને આપઘાત કરતાં રેકીને બાળકને મેટ થતાં સુધી થોભી જવા કહ્યું. પણ ત્યાં તે તેઓના વર્તાવથી મારું દિલ પીગળ્યું. આખરે તો મા ને વળી સ્ત્રી !' મેં પુત્રને કાજ મુસલમાન બનીને પણ જીવવા ઈચ્છયું ! મારે પુત્ર-જેની ભૂણહત્યાનું પાપ આ માસ્તર સાહેબની આગ્રહભરી સલાહ હોવા છતાં હું આચરી ન શકી, એ પુત્ર જુવાન બને–એટલી રાહ જોવા ઈચ્છું છું. એકવાર મારા પાપની, મારા પતનની : મારા પ્રત્યેના વર્તાવની એ જુવાન પુત્રને વાત કરવા ઈચ્છું છું. એની સામે બે કર્તવ્યમાર્ગ મૂકવા ઈચ્છું છું. એ ચાહે તે એની તેજ છુરીથી મને હણી નાખે, કાં એની માતાના અપમાનને પૂરેપૂરે બદલે લે! જેને આજે દુશ્મન લેખવાની તમને આદત છે, એમાં પણ ભાગ તમારા જ પિતાના સમાજને છે. મેં મારું કહેવાનું પૂરું કર્યું છે. હવે આપ જે સજા કરવા ઇચ્છે તે કરી શકે છે.' કચેરી થંભી ગઈ હું બેહોશ બની ગયું. મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી ગયું હતું. બીજે દિવસે મારા વકીલે કૅર્ટમાં બાપાકે કહ્યું: “બાઈ કાબેલ છે. મારા અસીલની આબરૂ પર હલે કરી એ કઈક પડાવવા માગે છે.” પણ ભરાથી ન રહેવાયું. પાપી દિલમાં જાગતી સહજ કમજોરીએ મને સત્યવાદી બનાવ્યો. મેં પિતે ગુને કબૂલ કરી લીધો. ન્યાયાધીશે બીજે દિવસે ચુકાદો આપે. “ફકીરે નિર્દોષ છે, બાઈને ફસાવવામાં આવી છે. માસ્તરને બે વર્ષની સખત સજા થાય છે.” Page #268 -------------------------------------------------------------------------- ________________ પાપને પિકાર ર૪૩ પણ કાન્તા તે ન ખસી. “સાહેબ ! મારે જવું ક્યાં ?” “બાઈ! મારે ત્યાં રહીશ ?” એક ગૃહસ્થ આગળ આવ્યા. માફ કરજે. તમારે શે વિશ્વાસ?” બાઈ! મારું નામ તનસુખ. તારે પુરાણો પાડોશી, વગર પાપે ફજેત થયેલું. મારે એક પુત્રી છે. બીજું તમે.” કાન્તા રડી પડી. તસુખની પુત્રી જયા આવી કાન્તાને લઈ ગઈ. હું કેદમાં જવા તૈયાર થઈ રહ્યો હતે. બે વર્ષ વીતી ગયાં ને છૂટયો, પણ પેલાં પાપનાં શમણાં હજી નથી છૂટયાં. કોલેરાએ પત્નીને ઝડપી લીધી છે. ક્રૂર કાળે મને કર્યો કર્મની સજા ભોગવવા જીવતો રાખ્યો છે. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન સ્થાપવાની કોશિશમાં હવે જીવી રહ્યો છું, પણ મારે કોઈ પડછાયો પણ લેતું નથી. - કાન્તા આજે સ્ત્રીઓ માટે દેવદૂત બનીને જીવી રહી છે. એણે સ્ત્રીઓમાં નવજીવન રેડયું છે. પહેલાં સ્ત્રીની સામાન્ય ભૂલ એટલે એના કીમતી જીવનની સમાપ્તિ–એ વાત દૂર કરી છે. ભૂલેલાને માર્ગ બતાવી, સમાર્ગે વાળનારી એ સંજીવની બની છે. એણે મને માફી આપી છે. પણ એ માફીએ મારા અંતરને વધુ શેકભર્યું બનાવ્યું છે. આ જીવન મૃત્યુ કરતાં વધારે કઠોર લાગી રહ્યું છે. –ને એકાગ્ર ચિત્તે મૃત્યુની રાહ જોતે બેસી રહ્યો છું. Page #269 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તા [વાર્તા પંદરમી ] મારી ઉંમર વીસ વર્ષની થઈ ચૂકી હતી. એ અવસ્થા કંઈ પ્રેમને સમજી શકે તેમ નહતી, પ્રેમ કરી શકે તેવી પણ નહતી. પ્રેમ આપી શકે તેટલી જરૂર હતી. જો કે પાછળથી સમજણ પડી કે પ્રેમ તે સ્વયંભૂ છે. જીવનના રંગે પલટાતા હતા. ઘેલું બાલ પણ પસાર થઈ ગયું હતું. યુવાનીને અદમ્ય તનમનાટ જાણેઅજાણે શરીરમાં પેસી જઈ હદયના તારને હલાવતું હતું. અત્યાર સુધી મીઠી લાગતી વસ્તુઓ બધી તુચ્છ ભાસવા લાગી હતી, તુચ્છ લાગેલી ચીજો તરફ આકર્ષણ વધતાં જતાં હતાં. મારે સંસાર આદર્શમય હતો. પિતા-પુત્રમાં રામ-દશરથ દેખાતા. પતિ પત્નીના પ્રેમમાં લયલા-મજનૂ દેખાતાં. બંધુ પ્રેમમાં કૃષ્ણ-બલદેવનાં જ દૃષ્ટાંત દેખતે. હજી મારે મન સંસાર પાપી, ભીરુ, ઝેરી કે વિશ્વાસઘાતી નહોતે દી. હજી વ્યવહાર એટલે નફટપણું એ નહેતે સમજ્યો. સહાનુભૂતિ એટલે પાપ એ વાત ગળે નહેતી ઊતરી. મોટાં નામવાળા, મોટાં કામવાળા ને મોટા ધામવાળા-હલકા માણસે પણ ન કરી શકે Page #270 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તા ૨૪૫ તેવાં હલકાં કામ કરતા હશે-જે અમે કરતાં ધ્રુજીએ-તે વાત મન નહોતું માનતું. સાહિત્યમાં સર્વત્ર મહાકવિ કાલિદાસ ને બાણ ભટ્ટ જ દેખાય. સભાઓમાં સર્વત્ર યુધિષ્ઠિરના જ અવતાર દેખાય. ગુરુઓમાં બધા ગેવિંદ જ દેખાય. સમાજમાં સર્વ અગ્રેસર પોપકારી કર્ણ જેવા જ-દાન આપવા માટે જીવ કાઢી આપવા તત્પર બનેલા-નજરે પડે. સંક્ષેપમાં કલ્પનાના સ્વર્ગમાં વસતો હતે. ને એ કલ્પનાનું સ્વર્ગ અને હજી પ્યારું હતું. ધંધે ભણવાનો હતો, એટલે ગરજ વસ્તુ સમજ્યો નહોતો. સમર્પણને નામે સ્વાર્થની જ વાત થાય બીજી નહિ, દેશોપકાર કરતાં પહેલાં પેટ પર ઉપકાર કરવાનું હોય એ સિદ્ધાંત ઈતિહાસના શિવાજી કે પ્રતાપે નહેતા શીખવ્યા. ભૂગોળમાં એના વિષે કંઈ વાત જ નહતી, અને ગણિત તો એ વિષયમાં ચૂપ જ હતું. - મેં લગ્ન નહોતું ક્યું, એટલે પતિ-પત્ની પ્રેમ નહતો અનુભવ્યો, છતાં પુસ્તકોએ તેને સારે ખ્યાલ આવ્યો હતોઃ સીનેમા નાટકોએ તે તેને વગર પઢયે પંડિત બનાવ્યો હતો : જેથી વગર અનુભવે પ્રેમ વિષે એક દળદાર ગ્રંથ લખી શકું તેમ હતું. અને જુવાનીમાં કેણ બિનઅનુભવી એ ગ્રંથ નથી લખતું ! મેં મારી પત્નીનું મેડલ-રેખાચિત્ર કલ્પનાથી નિશ્ચિત કરી રાખ્યું હતું. મારાં કલ્પનાચક્ષુ આગળ એનાં રૂપ ઉર્વશીથી ચડતાં હતાં. એના અધરે પરવાળા જેવા હતાઃ નેત્રો કમલપાંદડી જેવાં હતાં. હસ્ત કદલીદળ જેવા હતા. મુખ ચંદ્રને શરમાવે તેવું હતું. એક શબ્દમાં એનું સૌંદર્ય વિકસિત કમળ જેવું હતું, છતાં આ તો મુગ્ધ મનની કલ્પના–પત્ની હતી. જીવન હજી અભ્યાસમાં જ વીતતું હતું. પિતા વેપાર કરતા. હતા, મોટાભાઈ તેમાં મદદગાર હતા એટલે મારે ઉતાવળ કરવાની, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ * કંચન ને કામિની જરૂર નહતી. સારી ફેશનનાં કપડાં પહેરી, ચામડાના પટામાં પુસ્તક બાંધી, માથે તેલ નાખી સે પાડી જ્યારે સાયકલે ચડી કોલેજ તરફ પ્રયાણ કરે ત્યારે આખો મહેલ્લો મારી તરફ નિહાળી રહે. કેટલાય બેટીના બાપની નજરમાં હું ચઢી જતા. પિતાની જાતનું પ્રદર્શન કરવાની એ ઉંમર હતી. જે બેદરકાર હોય તેને ઘંટડી વગાડી મારા ઠાઠ તરફ જવાની છૂપી આજ્ઞા કરતે. આ વખતે મને હું બહુ રૂપાળે લાગતો. કદાચ કામદેવ રસ્તામાં મળે તે સુંદરતાની હરીફાઈમાં ઊતરું એમ ગર્વ પણ હતા. આમ જીવન પસાર થતું. પસાર થતા દિવસે ઝડપી હતા. વર્ષ મહિના જેવડું હતું. અમારી પડોશમાં જ એક ઘર હતું, એમાં પતિ-પત્નીનું એક જેવું રહેતું હતું. તેઓ બહારગામનાં હતાં. પતિનું નામ વિનાયકરાવા અને પત્નીનું નામ વિમલાદેવી હતું. વિનાયક શરીરે હૃષ્ટપુષ્ટ હતો. ચહેરે. ગૌરવર્ણો ને ભરેલો હતો. એની ચાલમાં પુરુષત્વ હતું. એના શબ્દમાં આકર્ષણ હતું. એની મીઠી જીભે વાત સાંભળવી સૌને ગમતી. એ એક દેશી સાહેબની ઐફિસમાં ટાઈપ કરનાર હતે. આફિસમાંથી છૂટયા બાદ શેરીમાં પાટે બેસી જ્યારે વાત કરતે ત્યારે ગમે તેવાને બે મિનિટ ભી જવાનું મન થતું. તેની પત્ની વિમલાદેવી નામમાં અને રૂપમાં વિમલા જ હતી. તે એટલી શરમાળ હતી કે અન્ય પુરુષ સાથે કદી ન બેલતી. એ તરફની સ્ત્રીઓના રિવાજ મુજબ તેનું મુખ ખુલ્લું રહેતું, છતાં તે કેઈની સામે સીધે મુખે કદી ઊભી ન રહેતી. મને તે વનમાં કિલ્લોલ કરતી કાલિદાસની કુંવારી શકુન્તલા જ ભાસતી. આવાં રૂપાળાં, દેખાવડાં, આનંદી, સદા સાથે હરતાંફરતાં પતિ પત્ની સુખી જ હોય એમ હું હમેશાં કલ્પ. આ જુગલ જેડી Page #272 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તા ૨૪૭ ઘણુંની ઈર્ષાને પાત્ર બનતી. બંનેએ સાથે ફેટો પડાવેલો. શું શોભે બંને જણ! - અરે, છબીઓ તો આવાની શોભે ! છબી પાડનારે ચાર છ મફત પાડી દીધેલી. એ કહે: “સાહેબ! શું વરવા લેક ફટા પડાવવા આવે છે, ને પછી કડાકૂટ કરે છે, કે જોજે, જરા મોં પર ડાધા ન દેખાય, હઠ બહુ આગળ પડતા ન લાગે. પણ સાહેબ, તમારા જેવાં આવે તો અમારી કલાનો કસબ પણ બતાવી શકાય !' એણે પિતાના ટુડિયોમાં આ દંપતીના ફોટા ટાંગેલા. કેટલાય લેકે આ જોડીને નીરખીને કહેતા : “શું ભગવાને જેડી સરળ છે ? જાણે રામ ને સીતા જોઈ લે.” સહુ એમના સુખ અને એમના દાંપત્યની પ્રશંસા કરતા અને મારી કલ્પનાના કાળ સુધી તે સુખી જ હતાં. કૉલેજમાંથી આવ્યા બાદ વિનાયકની સાથે બેક્ષણ સમાચારપત્રોની વાતો કરતો. દેશની નવી ખબર પુછાતી. પછી હું ચાલ્યો જતો. વિમલાદેવીની સાથે બોલવાનો ખાસ પ્રસંગ નહતો જ પડ્યો. આવા ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ તબિયત નરમ હતી. કોલેજમાં નહોતો ગયે, બીજે માળે બારી પાસે પથારી પર પડ્યો પડ્યો વાંચી રહ્યો હતો. મારાં ભાભી પાસે બેઠાં તેણમાં મતી પરવતાં હતાં, અને સાથે અમારી મીઠી મશ્કરીઓ ચાલતી હતી. અચાનક મારી દૃષ્ટિ નીચે ગઈ. જોઉં તે મકાનની ઓસરીમાં વિમલા ઉદાસી ચહેરે અને અશ્રુભરી આંખે ઊભી હતી. મેં ભાભીને બતાવ્યું. ભાભીએ ઉપરથી જ બૂમ મારી તેને બોલાવી, પણ તે એકદમ ઘરમાં ચાલી ગઈ. જાણે એ કંઈ છુપાવવા ચાહતી હતી. ભાભીને વહેમ પડયો. તેઓ નીચે ઊતર્યા. વિમલાદેવીની પાસે ગયાં. થોડી વારે હસાવી પટાવી, સમજાવી મારી પાસે તેડી લાવ્યાં. પણ મને જોતાં જ બાઈને લજજાએ ઘેરી લીધી. એ મુખ છુપાવવા લાગી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કંચન ને કામિની * મારી ભાભીએ ધીરેથી સંસારશાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એન, મનુભાઈ તે વિનાયકરાવ કરતાં નાના છે. તેમનાથી શરમાવાની જરૂર નથી.' ધીરે ધીરે વિમલાદેવીની શરમ ચાલી ગઈ. ડરતી–મિ ચાતી આંખેાએ મારી સામે જોયું. હું તે વખતે ઓસ્કર વાઇલ્ડની ‘હાઉસ એક્ પ્રેમગ્રેનેઇટ'માંની ‘ ફીશરમેનની'ની વાત વાંચતા હતા. મને ક્ષણભર લાગણી થઈ આવી કે એ જલસુંદરી ( Marmaid ) મારી સામે તે નથી ઊભી ? દૃષ્ટિમાં વિકાર નહેાતા. આવા સ્વચ્છ સૌ ને જોઈ ને નવજુવાનીને સહજ આનંદ થયા, જેમ મચ્છીમારને જલસુંદરીની પ્રથમ મુલાકાતે થયું હતું. વાત પૂછતાં ખબર પડી કે · વિનાયકરાવ સિાથી રાત્રે મેડા મેાડા ઘેર આવે છે. આજે વિલંબનું કારણ પૂછતાં એ નારાજ થયા અને ભાજન લીધા વગર ચાલી ગયા.' છેલ્લા દિવસેામાં શેરીની પાટ પરની તેની અનુપસ્થિતિ મને સમજાઈ: ભાભીએ સાંત્વન આપ્યું, અને તે ગઈ. મને ધરમાંથી જાણે પ્રકાશ ન જતા હેાય, જાણે ચંદ્રલેખા વાદળી પાછળ છુપાતી ન હેાય તેમ ક્ષણભર ભાસ્યું. છતાં હું કેવળ કલ્પનાશીલ જ હતા. અલબત્ત, તેના પ્રતિ કાંઈક સહાનુભૂતિ પેદા થઈ હતી. [ ૨ ] આ વાત પર અઠવાડિયાનાં વહાણાં વાયાં. કૉલેજમાંથી ઘેર આવી સાયકલ મૂકતા હતા કે પાછળ અવાજ સંભળાયા : " · મનુભાઈ ! ’ મને લાગ્યું કે કૈાઈ શ્રીમંતની સાયકલ પર લગાડેલી રૂપાની ધંટડીને આ રણકાર હશે. છતાં ખીજે અવાજે ભાન થયું કે વિમલાદેવી મને ખેલાવી રહ્યાં છે. હું ગયા. ખેલાવવાનું કારણ પૂછ્યું. Page #274 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તા ૨૪૯ મનુભાઈ! તમારા ભાઈ બે દિવસથી ઘેર નથી આવ્યા. જરા તેમની ઓફિસે ખબર કાઢશો ?” શબ્દોમાં આજ્ઞા નહોતી, પણ એ શબ્દની પાછળ માણસ મરી ફીટે તેવી મીઠાશ હતી. હું ચાલ્યો, સાયકલ ઉઠાવી સવાર થય ને ઓફિસે પહોંચે. પગથિયાં પાસે વિનાયકરાવ મળ્યા. મેં તેમને મારી સાથે લીધા. માર્ગમાં ગેરહાજરીનું કારણ પૂછ્યું. તેમણે અનેક બહાનાં બતાવ્યાં. મેં મારાથી મોટી ઉંમરના છતાં તેમને નમ્રતાભરેલે ઠપકે આપો. આવા પ્રસંગ બે–ચાર વાર બન્યા. મેં તે કેવળ પાડોશી તરીકેની ફરજથી બજાવ્યા. ઉનાળે બેઠે હતો. આજકાલમાં જ રજાઓ પડવાની હતી. આ વખતે ભામાશ્રીને ત્યાં રજાના દિવસો ગાળવાના હતા. તેઓ એક ગામડામાં રહેતા હતા. નિમંત્રણ આવી ચૂક્યું હતું. મારે થોડા સમય શહેરી મટી જવાનું હતું. છતાં ગામડામાં શહેરીપણું લઈ જઈ શકાય તેવી તૈયારીઓ પણ ચાલતી હતી. અચાનક એક દિવસ વિનાયકરાવ મારી પાસે આવ્યા. મને કહ્યું ‘મિસ્ટર મનુભાઈ, મારું કામ કરશે?” મેં કહ્યું. “ફરમાવોને ?” “ઘરમાં કેટલાક વખતથી ઝીણે તાવ લાગુ પડ્યો છે. ઘણું દવાઓ કરી, પણ કેમે હટતો નથી. ડોકટરની સલાહ છે કે તેમને કઈ સેનિટેરિયમમાં રાખવાં. મેં સાંભળ્યું છે કે તમે તમારા મામાશ્રીને ત્યાં જવાના છે. ત્યાંથી પાંચ-છ માઈલ દૂર સેનીટેરિયમ છે. બધી વ્યવસ્થા મેં કરી છે. બીજાને તો ન કહેવાય. તમે ઘરના છે, એટલે કહું છું. જરા સંભાળીને તેમને ત્યાં મૂકી આવશે ? મેં રજા માટે કેશિશ કરી, પણ હમણું રજા મળે તેમ લાગતું નથી. મેટા સાહેબ તપાસે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કંચન ને કામિની આવવાના છે. તમને હું પૂરતા રૂપિયા આપીશ. એક તાકર રાખી. લેજો. ખીજી બધી વ્યવસ્થા મેં ત્યાં કરી દીધી છે. રજા મળતાં હું આવીશ. તમને તકલીફ પડશે, પણ માફી ચાહું છું.’ આ કામાં હું ના કહી જ કેમ શકું'? એ મારી ફરજ હતી, પણ નજર સામે વિનાયકરાવ નહેા. તેના ખાતર હું આ કામ કરવા તૈયાર થયા નહેાતા. છેલ્લા દિવસોમાં મારું તેના તરનુ માન ઘવાયું હતું. જે કાર્ય કરવા હું તત્પર થયા હતા તે ફક્ત વિમલાદેવીને ખાતર ! એને ખાતર એક વખત મરી ફીટવાનું પણ ગમે તેવું હતું ! મેં વિનય કર્યાં : - પિતાશ્રીની રજા જોઈ એ. હું તેા તૈયાર છું.’ વિનાયકરાવે પિતાજીની રજા મેળવી. હું ખીજે જ દિવસે તે નિરુત્સાહી ખીમારની સાથે રવાના થયા. કલ્પના-તરંગના એ દિવસો હતા. મને લાગ્યું કે આકાશમાંથી પડેલી ચંદ્રજ્યેાસ્નાને મારે સંભાળવાની હતી. મામાને ત્યાં પહેાંચ્યા. મામાં ન જેવી વાતેા થઈ. મામા ભણેજને જોઈ ખૂબ ખુશ થયા. માની તે અડધાં ગાંડાં બની ગયાં. મને વીસ વરસના જુવાનને જાણે છે- ચાર વર્ષનું નાનું ‘ એખી ' ન સમજતાં હોય તેમ લાડ લડાવવા લાગ્યાં. મને કૅલેજિયનને--એક સભ્ય શહેરીને આમાં એટીકેટ ' શિષ્ટાચારનું જરા અપમાન લાગ્યું છતાં ‘ અનસિવિલાઈઝડ ' ( અણુસુધરેલ )નું · ટાઈટલ ' આપી મનમાં સતાષ વાગ્યે. ( , . પાડાશીએ આવ્યાં. વાતચીત ગઈ. વિમલાદેવીની પણ એળખાણ કરાવવી પડી. મામાને સેનીટેરિયમ સુધી ગાડુ ભાડે કરી આપવાનું કહ્યું તો જવાબ મળ્યા કે, બે દિવસ ભલે અહીં રહે, પછી મૂકી આવજે ! તું તો આવે પણ આ બેન અમારે ઘેર કયાંથી? આપણા કિરપારામ વૈદને પણ બતાવશું, જોઈ એ એને કાંઈ સૂઝે છે? < Page #276 -------------------------------------------------------------------------- ________________ ત્યક્તા ૨૫૧ બે દિવસ અમે રહ્યાં. મારે તો જે કે “અનસિવિલાઈઝડ વચ્ચે રહેવાનું હતું. ગુડમેનિંગ,' “ગુડબાય'ને બદલે જયરામ, “રામરામ કે જયગોપાળ' સાંભળવાનું હતું. મહેમાનગતિમાં ચા અને બિસ્કીટને સ્થાને દૂધ સાથે ઘીથી લચપચતા બાજરાને રોટલો મળતો. કાગળની કોથળી જેવા મારા પેટને પચવામાં એ ભારે પડતો, છતાં મહેમાન છું, તેમ સમજી ચલાવી લેત. પણ શરીર આ ન ચલાવી શકયું. નીકળવાની રાતે જ મને તાવ ચડ્યો. માથામાં સખ્ત દર્દ થવા માંડયું. હું પથારીવશ બને. આ વખતે ગામડાગામની ભક્તિ ઊછળતી દીઠી. ભાણાભાઈ બીમાર પડ્યા એ સમાચાર ગામમાં પ્રસરતાં ઘણું લેકે મને જોવા આવવા લાગ્યા. શહેરમાં તો માંદગી એ સારવારનો વિષય નથી, કંટાળાનો વિષય છે, અગવડની બાબત છે, ને દવાખાનામાં દરદીને મૂકી આવી નિશ્ચિત થવાની સગવડ છે. શહેરમાં માદો પતે ત્યારે ઘરનાં બધાં ધમકાવ્યા કરતાં કે બહુ હોટલ-રેસ્ટોરાંમાં જવા શીખે છે, માટે માંદો પડે છે. કોઈ આશ્વાસન ન આપતું, ફક્ત મારો મિત્ર કનુ સાયકલ પર આવી “ગુડ હેલ્થ” પૂછી જ એ સિવાય મને જેવા પણ કોઈ ન આવતું. ને અહીં તે ભારે ભીડ ! અરે. બીજા તો ઠીક પણ ગામનો કાળીઓ ભંગિ પણ ભાણાભાઈ કહી તબિયત પૂછી “જલદી સારું થઈ જશે એવા આશીર્વાદ આપીને જતો. મને એ “માન ન માન, હમ તુમાર મામા' ઉપર ચીડ ચડતી પણ એના હૃદયનો ઉમળકે મને બોલતો બંધ કરી દેતે. એકને સ્થાને બે બીમાર. છતાં વિમલાદેવીને કૃપારામ વૈદની દવાથી ફાયદો નજરે પડ્યો. એના મુખ પર ખેવાયેલું નૂર ફરી આવતું લાગ્યું. ભરવા ચાહતી એ બાઈ જીવતરના વિચાર કરવા લાગી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કંચન ને કામિની ધીરે ધીરે મને ગામડાના જીવનને રસ લાગે. જંગલી દેખાતા લેકમાં વધારે હય, વધુ વિશ્વાસ, વધુ આત્મભાવના લાગી. ખુલ્લા આકાશને આશરે રણકતા તંબૂરામાં મને હારમોનિયમ અને ફીડલે ડૂલ થતાં લાગ્યાં. એમના ભક્તિભીના કંઠ પાસે ગોરજાને ઝાંખી પડવા લાગી. સવારમાં આંગણે મોર બોલે, દૂર આંબાવાડીમાં કેાયેલ કે કોસના રીડિયા સંભળાય, ઘંટીના કોઈ ગામડિયણના ગીત સાથેના અવાજ સંભળાય, રસ્તા પર માથે બબે ત્રણત્રણ બેડાં મૂકી મલપતી જતી મજબૂત પનિહારી દેખાય. વાતવાતમાં વિશ્વાસ બંધાય. જાણે ભોળપણની જ દુનિયા. ઢોરોનાં ધણ પ્રાતઃકાળે છૂટતાં અને સાંજે પાછાં ફરતાં. ધૂળને પાર નહિ. એ ગળામાં ગયે પાર નહિ તેટલાં દર્દ થાય, એમ શહેરના દાક્તરે કહેતા. પ્રથમ તો મન મુંઝાયું પણ હવે તે એમાં પણ મજા આવવા લાગી. હું કઈ અવનવા જીવનને આસ્વાદ લેવા લાગ્યું. ભારતનું હૃદય તે ગામડામાં છે, પણ ભારતીય આરોગ્ય પણ ગામડામાં વસે છે, એવું લાગ્યું. તબિયત ઠીક થવા લાગી. બીજે દિવસે વિમલાદેવીને ઘર જેવા સંગાથે સેનીટેરિયમમાં પહોંચાડી. પત્ર લખી વ્યવસ્થા કરાવી દીધી. જવા તૈયાર થયેલી વિમલાદેવીએ બેએક દિવસમાં સાજા થયે ત્યાં આવવા મને નિમંત્રણ આપ્યું. કેટલાક દિવસો બાદ આજ એ પિતાની મેળે બેલી. હમેશાં હું બેલાવવાનો પ્રયત્ન કરતો, આજે એ સ્વતઃ બેલી. સ્ત્રીનું હૃદય પણ ભારે સમસ્યા છે. ભર્યા નવાણે તરસે મરે છે. ખાલી નવાણે એ -ભરી ભરી પીએ છે. ત્રણ ચાર દિવસે ગયા. તબિયત સ્વસ્થ થઈ, મામાના ખેડૂતો Page #278 -------------------------------------------------------------------------- ________________ ત્યતા ૨૫૪ સાથે ખેતરમાં જવા લાગે. શેઠના ભાણુભાઈ એટલે એમને મન મલકના બાદશાહ હતા. ખેતરમાં બહુ મજા આવતી. આજે પણ નાસ્તો કરી, ખેતરમાં ફરવા નીકળી ગયો હતો. શેરડીનાં ખેતરોમાં હું જઈ ભરાયો, ને હાથે સાંઠા તેડી ચૂસવાના અસંસ્કારી કામમાં તલ્લીન થઈ ગયો. કૂવાને કાંઠે, આંબાને છાંયે, માથે કોયલ બોલે, દૂર દૂરથી કોસના અવાજ સંભળાય, ચારેકેર લીલાછમ વગડે દેખાય, દૂર ઝરણાં પર હરણાં ફાળ ભરે, એ બધામાં હું સભ્ય જગતને નાગરિક બધું ભૂલી બેઠો. એ નીરવ મધુર જગતમાં જંગલી થઈ ભમવા લાગે, જાણે એ રસભર્યા જીવનનો રસ ચૂમી લઈ અજર અમર થવા મથત ન હોઉં! એવામાં પાસેથી એક ગાડું નીકળ્યું. ગાડાવાળો સેનીટેરિયમને માર્ગેથી આવતો હતો. દૂરથી ગાડાવાળાએ ખેતરવાળાને રામરામ કર્યા.. હેત ખબરે પૂછી. ડી કામની વાત, બેડી બળદની વાતે, થેડી પાસેના ગામમાં આવેલા બાવાના ભજનભાવની વાત કરી, ખેમકુશળ. પૂછયા. અન્તમાં ગાડાવાળાએ ખેતરના સાથીને પૂછયું : “શેઠના ત્યાં ભાણાભાઈ આવ્યા છે ને ? એમને માટે આ બે ગાઉ ઉપર સેનીટરી છે ત્યાં એક બાઈ છે, એણે ચીઠ્ઠી આપી છે. તમે જરા ત્યાં જાઓ. તો આપી દેજે.” ખેડૂતે મને ઓળખાવ્યું. મારી સાથે રામરામ કરી કેડિયાની કસે બાંધેલી ચિઠ્ઠી આપી તે રવાના થશે. ચિઠ્ઠી ઉઘાડી, વાંચી. અક્ષરે સારા નહતા. ક્યાંથી હોય ? મને જ્ઞાન હતું જ કે હિંદુ સ્ત્રીઓ ભણે નહિ અથવા ભણે તે પણ પૂરું ભણવા ન દેવાય. ભણતરથી સ્ત્રી વંઠે, એવો ભ્રમ હતા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કંચન ને કામિની અને ભણેલા ને વંઠેલા પુરુષોએ સાચે કરી બતાવ્યો હતો. પત્ર આમ હતોભાઈશ્રી, આવવાનું કીધું છતાં કેમ વિલંબ થયો? પધારવા તકલીફ લેશે. શરીર ઠીક છે. મન હજીય માંદુ છે. લી. વિમલા” આટલા અક્ષર લખવા પાછળ મહેનત લેવાણી હશે એમ એ પત્રના અક્ષરોની ગડબડથી સમજી શક્યો. બસ, દિલ ઊછળ્યું. હવે જવું જ જોઈએ. ઘેર આવ્યો, મામાને જણાવ્યું તો કહ્યું “કાલ બપોરે ગાયું જશે તેમાં જજે !' મેં અનિચ્છા બતાવી. અને ગામમાં એક ઓળખીતાને ત્યાં સાયકલ હતી તે મંગાવી આપવા કહ્યું. તે આવી. મામી ખુશ થાય તે ખાતર થોડું જમીને રવાના થયો. પિડલ જોરથી ચાલવા લાગ્યાં. કેમ ? તે હું તરત તે ન સમજે. સ્ત્રી પુરુષની પ્રેરણા છે, એ તો બહુ મોડું સમજાયેલું. સૂર્ય પશ્ચિમમાં ઊતરી ગયો હતો. સેનીટેરિયમની ઝાડી ઉપર લાલ કિરણ રમી રહ્યાં હતાં. મકાનોની બારીઓના પડદા ધીરી હવામાં ખૂલી રહ્યા હતા. વિમલાદેવીએ બારી વાટે મને આવતો જોયે.એ પરસાળમાં આવી. હું પહોંચ્યો અને મને મૂંગા ભાવથી સત્કાર્યો. અમે ઓરડામાં બેઠાં. આટલી એકાંતમાં અમે આજે પહેલી વાર મળતાં હતાં. બારીએથી મીઠી હવા આવતી હતી. પડદાઓ ફડફડ અવાજ કરતા ઊડતા હતા. એરડો સ્વચ્છ ને સુંદર હતો. હવાના માર્ગમાં બારી સામે હું બેઠે, સામે વિમલાદેવી બેઠી. તબિયતના સમાચાર પૂછળ્યા. કુશળતા જણાવી, છતાં મારા ન આવવાથી નહોતું ગમતું એમ જણાવ્યું. Page #280 -------------------------------------------------------------------------- ________________ ત્યકતા ૨૫૫ તેના પતિ વિનાયકરાવ પાસેથી નીકળ્યાં તે પછી તેમના આવવાના કાંઈ સમાચાર નહતા. તેઓ આવવાનું લખતા હતા છતાં હજી સુધી આવ્યા નહોતા. પ્રારંભમાં બે-ચાર પત્ર આવ્યા ને પછી તે પત્ર પણ ન આવ્યો. શું થયું હશે ? પત્નીને એ ચિન્તા થઈ. સૂર્ય અસ્ત થઈ ચૂક્યો, આકાશમાં અંધારાં ઉભરાયાં. તારાઓ પણ ઝબૂકતા લાગ્યા. અંધકારે ખંડની બહારની દુનિયા ઉપર પડદે નાખ્યો. ખંડમાં દીપક બળી રહ્યો હતો. હજી વિમલાદેવીને રોગ હતો છતાં હવે ભયંકર નહોતો. કૃપા-રામ વૈદ્યની દવા કામ કરી રહી હતી. ચહેરા પર ફિકાશ હતી. છતાં સૌંદર્ય એનું એ જ હતું, અને અત્યારે દીવાના તેજમાં એ વધારે ઓપતું હતું. રે! માણસ આવા રૂપ પાછળ તે ભૂલ પડે! વિનાયક આવા રૂપને ભૂલી કેમ શકતો હશે ? , સહદય દિલ અમને વાત કરાવતું હતું. પણ આ સ્વાથ સંસારમાં કેઈનું કામ કોઈ કરતું નથી ! જેની પાસે ધન હોય તે ધન આપે, તે જ કામ થાય. તન હોય તે તન આપે, તો જ કામ થાય. કરેડની મિલકતને ટ્રસ્ટી મિલકતની રજ પણ ન લે, એ તે કેમ બને? કામિનીને નિરાધાર જુવાન કામિનીને મદદગાર શું એને જરાય સ્વાદ ન લે ! આ દુનિયામાં એ બન્યું નથી, બનવાનું નથી ! માણસનો બધી વાતમાં વિશ્વાસ ધારી શકાય-પણ બે વાતમાં નહિ. કંચન ને કામિની વિષે એનો ભરે નહિ જ! એની વાતે ખૂટતી નથી અને હું વાત કરતાં થાકતો નથી. મધરાત વીતી. હવા ઠંડી થઈ. આંખોમાં કંઈક ઘેન ચડ્યું. પાસેના ખંડમાં વિમલાદેવીએ મારે માટે પથારી પાથરી. રેગી હોવાને કારણે મહેનત લેવા ના કહી છતાં એ માને ? તાજા દૂધને ગ્લાસ ને થોડે મે લાવીને ધર્યો. હું ના કરતો રહ્યો ને એણે આગ્રહ કરીને ખવરાવ્યો. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કંચન ને કામિની મોડી રાતે નિર્દોષ ભાઈની માફક મને સુવાડી એ ચાલી ગઈ [૩] સૂર્ય ઊગી નીકળ્યો હતો. જગત ખૂબ ચમકતું હતું, છતાં હું ઘેરતો હતો. બારીની હવા એવી મીઠી લાગતી કે પથારી છોડવાનું મન નહોતું થતું. ત્યાં કઈ કોમળ હાથને સ્પર્શ થયો. હું જાગ્યો છતાં મારા જાગતાં પહેલાં જગતમાં મારે માટે અફવાઓ ઊડી ચૂકી હતી. એક રાત્રી અહીં એક અસહાય અબળા પાસે વીતાવી તે ખાતર જગતની દષ્ટિએ હું ગુનેગાર બની ચૂક્યો હતો. અરે ! પાપી અને પતિત બની ચૂક્યો હતે. છતાં હું અને તે આ ભર્યા જગતમાં આ કલંકથી જળકમળ જેવાં હતાં. સંધ્યા સુધી રોકાયો અને સંધ્યાએ મામાને ત્યાં ચાલ્યા. જતી વખતે ઢળેલી આંખેએ અબુ સાથે ફરી આવવાની વિનંતી કરી. ભલા, કેમ ન આવું? સ્વાર્થ વગર પણ આ અશ્ર પર આખી જિંદગી કુરબાન કરવા તૈયાર હતો. વેકેશન દરમ્યાન ઘણી વખત ત્યાં જઈ આવ્યો. મામાને ત્યાં મોજ કરતો, છતાં ઘણી વાર એની વાત વિનાની રાતે ફીકી લાગતી. વારંવાર ત્યાં જઈ આવતો હતો અને અમારે અરસપરસનો હેતભાવ હવે આગળ વધતું હતું. આ સંસારનાં અજાણ્યાં અમે વીરા-વીરીનાં હેતથી જીવવાના મનોરથ સેવતાં હતાં. પણ માની જણ સિવાય બીજી બેન નહિ. એની સાથે એકાંત સેવાય નહિ, એની કશી મદદ કરી ન શકાય, આવા સંબંધ સામે સંસાર સદા દુર્ગધ કલ્પે. આ વાતથી અમે અજાણ્યાં હતાં. હું તે સૌંદર્ય ભર્યા પુષ્પને કરમાતું રેકીને, બને તે પ્રફુલ્લાવીને એના માલિકને પાછું સર્મપવા ખાતર જ આ કાર્ય કરતા હતા. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પણ જેમ મારું આવવું-જવું વધ્યું તેમ લેકેાની જીભે લાંખી થઈ. જેટલી મારા અને એના વિષે થાય તેટલી કલ્પના થઈ. હું વ્યભિચારી અને એ ભલી ખાઈ વેશ્યા જેવી ખતી ગઈ. આ ઊડતી વાતાએ પાંખા વિસ્તારી, એકદમ પિતા અને મેાટાભાઇ પાસે પહેાંચી. એકાએક માતાની બીમારીના તારે મને પાછે ખેંચી લીધા. વિમલાદેવીને મળ્યા વગર પિતા પાસે પહેાંચી ગયા. ત્યક્તા સંસારને અનુભવ થાય ત્યારે તેને સાર સમજાય. જેને સારાં માણસ લેખતા, તેઓએ પણ આ જૂહી વાત સાચી માની. અન્ય ક્ષેત્રાની તેમની ઉદાર વિવેકદૃષ્ટિ સ્ત્રી-પુરુષના સંબધાના ક્ષેત્રમાં મૂર્ખતા બની ગઈ. જુવાન કુમારિકા કે પરાયી સ્ત્રી સાથે જુવાન પુરુષના સારા સબંધની કલ્પના આ સંસારમાં કાઈ ને નહેાતી ! લેાકઅદાલતે નિય કરી દીધા હતા કે એવાં બે જણાં વચ્ચે ખીજા કાઈ સારા તંદુરસ્ત સબધા સંભવી જ શકે નહિ. કૉલેજ ઊડી, અભ્યાસ શરૂ થયા અને તેમાં હું ડૂખી ગયા. છતાં એ મ`ભેદક પ્રસગા હું નહેાતા ભૂલ્યો. એની સ્નેહરશ્મિએ હજી હૃદયના પ્રત્યેક ખૂણાને અજવાળી રહી હતી. પત્ર દ્વારા વિમલાદેવીની માફી માગીને, મારી કોલેજનુ સરનામું તેને મેાકલી દીધુ, વિનાયકની તપાસ કરી ઃ ધેર તેા ન મળ્યા પણ રાત્રે સૂવા આવે ત્યારે તે। મળશે જ, એમ સમજીને રાતે ગયા, તે પાડાશીઓએ કહ્યું કે હજી દિવસે તે એ આવે છે. રાતે કદી આવતા નથી. કાઈ રૂપાળુ લક્ઝું એને વળગ્યું છે. વિમળા આવવા માટે વારંવાર લખે છે, પણ એ અનેક બહાનાં કાઢી એને તેડાવતા નથી ! વિનાયક જે સ્ત્રી પર આફરીન અને આશક હતા, એને શેાધીને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કંચન ને કામિની હું મળે. એ સ્ત્રીશિક્ષિકા હતી. સામાજિક કાર્યકર હતી. પણ એને જોઈને હું અવાક્ થઈ ગયો. કયાં વિમલાદેવીનું નવવિકસિત પદ્મશું રૂપ ! ક્યાં એને નમણે ને ગર ચહેરે! ને જ્યાં આ તરલિકાદેવી! માત્ર ટાપટીપ, નખરાં નેહાવભાવ! બીજું કશુંય નહિ. મને થયું કે શું મીઠાઈ રેજ રજ જમીને-જોઈને કંઈનું મન મીઠાઈથી ઊતરી જાય, એમ આ વિનાયકરાવનું તે નહિ થયું હોય ! કે પુરુષ પશુની જેમ રોજ નવા નવા શોખીન હશે! પણ પુરુષ તે હું પણ હતું. સ્ત્રી તે વિમલાદેવી પણ હતી. સમાજને દોષ દેવાને અર્થ નથી. વ્યક્તિ પર જ બધો આધાર છે. એ તરલિકાદેવીને મળ્યો ! એમણે મીઠી મીઠી વાતો કરી રાષ્ટ્રના નવા ઉત્થાનની, સમાજના કલ્યાણની, કૌટુમ્બિક ઉન્નતિની સુંદર ફિલસૂફી રજૂ કરી. વાહ, જેની ભાષા આટલી સુંદર, ભાવ આટલા સુંદર, એનું હૃદય કેટલું નિર્મળ હશે! મને મારા કામમાં ફતેહની આશા થઈ. મેં ધીરેથી તેમની પાસે વિમલદેવીની વાત મૂકી. એક નિરાધાર સ્ત્રીને તમારા જેવી સહાય સ્ત્રીએ મદદ કરવી જોઈએ, તેની પ્રાર્થના કરી અને જો તમે મદદ નહિ કરે તે કેવું અમુલખ ફૂલ કરમાઈ જશે, તેનો ખ્યાલ આવે. ભાવભર્યા જવાબની આશા રાખી એ દેવીના મુખ સામે તાકી રહ્યો. તરલિકા દેવી બોલ્યાં : “જે બીજી સ્ત્રીની વાત હતી તે હું જરૂર મદદ કરત. પણ આ મારી અંગત વાત છે. અંગત વાતમાં કેઈને માથું મારવાની જરૂર નથી.” ને તરલિકાદેવી ધીરી હલકે ગાવા લાગ્યાં: Page #284 -------------------------------------------------------------------------- ________________ ત્યતા ૨૫૯ “દિલ જે ઊઠયું રોકાય ના, વાત છેડો કેદની !” કાળની કવિતાને પણ કેવો દુરુપયોગ. ઘડી પહેલાં જે ભાવનાની મૂર્તિ હતી, એ પછી રેષમૂર્તિ બની ગઈ. હું આગળ બોલવા ગયે, તે મારે અપમાનિત બનીને બહાર નીકળી જવું પડ્યું! છંછેડાયેલી સ્ત્રી ન જાણે પુરુષ પર કેવા કેવા આક્ષેપ મૂકે ! ઘણું દિવસો વીત્યા, મહિનાઓ પણ એક દિવસ કોલેજમાં સ્ટેન્ડ પાસે સાયકલ મૂકી જેવો વર્ગમાં જતો હતો કે મારા સહપાઠીએ જણાવ્યું મિ. શાહ! આજે તમારું કવર ત્યાં બોર્ડ ઉપર છે.' હું સમજી ન શક્યો, છતાં ત્યાં ગયો. પરબીડિયાને જોતાં જ મન સમજી ગયું. શરીરમાં રોમાંચ થઈ ગયો. હાથ ધ્રુજવા લાગ્યા. પ્રૂજતે હાથે એ પરબીડિયું ફોડ્યું. એ જ સુપરિચિત પ્રિય અક્ષરે! ભાઈશ્રી! ગમે તે રીતે એક વખત આવી જાઓ. પરમેશ્વર તમારું ભલું કરશે. જે હૃદયને તમે પંપાળ્યું હતું, એને આ નાદ એક વખત તો સાંભળવા આવે ! રોગીને દિલાસો દેવા આવજો. હું કરશે તે કદાચ એ મેડું હમેશાંનું મોડું થશે.” લી. વિમલા ? વર્ગમાં બેઠે, પણ ઍફેસરનું લેફ્ટર જ ઊંધું લાગ્યું. વિષય ન સમજાય. જીવ પત્રમાં હતું. મન મંથનમાં હતું. અન્ત સમય પૂરો થતાં ઘર તરફ રવાના થે. માર્ગમાં વિમલાદેવી પાસે જવાનો નિશ્ચય કરી લીધે. ઘેર આવી પિતાશ્રીને જણાવ્યું Page #285 -------------------------------------------------------------------------- ________________ કંચન ને કામિની મિત્રોની સાથે ફરવા જવાનું છું. કદાચ સૂઈશ પણ ત્યાં. કાલ સાંજે આવીશ.” | હું રવાના થયો. ટ્રેનમાં સવાર થઈ ત્યાં પહોંચ્યો. સેનીટેરિયમને દરવાજે પહોંચતાં જ પોળના શેઠ કીકાભાઈ મળ્યા. તે શહેર તરફ જતી ટ્રેનમાં પાછા વળતા હતા. મને ઓળખ્યો. બહાનું કાઢી ચાલવા માડયું, છતાં મેં જાણી પણ લીધું કે એ “જીવતું મુંબઈ સમાચાર ” હવે મારા વર્તમાન પિતાના પદરનું મીઠું મરચું ભભરા વિને ઘેર ઘેર વિગતે પહોંચાડ્યા વિના નહિ રહે. ધડકતે હદયે વિમલાદેવીને કમરે પહોંચે. વિમલાદેવીને જાણ થતાં એ ધીરે ધીરે સામે આવી. ફિક્કે ચહેરે અને મૃત્યુની છાયવાળા મુખે આવી. મને જોતાં જ હૃદયને કાબૂમાં રાખી ન શકી. એ રડી. રાઈને એક પત્ર મારા હાથમાં ફેંકી નીચે ઢળી પડી–બેશુદ્ધ બની ગઈ. હું સારવાર કરવા માટે દોડ્યો એને ઊંચકી પલંગ પર સુવાડી, માથે કેલવોટર નાંખી પંખ કર્યો, ધીરે ધીરે તેને કળ વળી. થોડી વારે એનું માંસલ પિપચું ઊઘડ્યું ને સાથે જ બંધ થયું, જાણે ખીલતા ગુલાબ પર ઝાકળ પડ્યું હોય! હું ઓશિક બેઠો. પત્ર ખેલ્ય, અક્ષર ઓળખ્યા. એ વિનાયકનો પત્ર હતો. “વિમલા! તે જેની સાથે નો સંબંધ બાંધ્યો છે, તેની સાથે જ હવે રહેજે ! નવા પ્રેમીને વધાવજે! તું તારે માર્ગ કરી લેજે ! મારે માટે તું મરી ચૂકી છે. લિ. તને મરેલી કે જીવતી ફરી જોવા ન ઈચ્છનાર વિનાયક Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્યકતા ૨૬૧ વીજળી પડવા જેવો આઘાત થયો. મને લાગ્યું કે કમરે ફરી રહ્યો છે. જગત બહેરું અને બેવકૂફ બની રહ્યું છે. હું બૂમ પાડીને, હૃદય ચીરીને કેને બતાવું ! મારી બુદ્ધિ શૂન્ય થઈ ગઈ. અરેરે! જગત આખરમાં આવું જ? સહૃદયતાને આ બદલે ? શું કોઈ ડૂબતાને બચાવવો એ ગુનો છે? સંધ્યા પ્રગટી અને એ પણ અંધકારમાં ડૂબી ધીરે ધીરે મલપતા ચંદ્ર જગતનાં પાપ ધેવા આકાશમાં ઊંચે આવ્યો. એનાં કિરણો બારી વાટે વિમલાદેવીને પલંગ પાસે આવ્યાં. એના મુખ પર ફેલાયાં. એના લાવણ્યનાં પિષક બન્યાં. હું પાસે બેઠે બેઠે બારી વાટે ખેતરે પર છવાયેલી ચાંદનીને જેતે હતે. સફેદ બનેલાં વૃક્ષોને નિહાળી રહ્યો હતો. થોડે દૂર ઘુવડ ભયંકર રીતે બોલી રહ્યું હતું. પણ જગતનાં માનવીઓની ભાષા કરતાં એ વધારે મીઠું લાગ્યું. વિચારમાં મગ્ન હતા ત્યાં વિમલાએ એકદમ ચીસ પાડી. એને શરીરે પરસેવો હતો. પ્રતિક્ષણે રોમાંચ થતો હતો. મને લાગ્યું કે એ કઈ ભયંકર સ્વપ્નમાં હતી. મેં તેને સાચવી લીધી અને ફરી પલંગમાં સુવાડી. • થોડી રાત વીતી. હવા મધુર હતી. એણે ધીરેથી નેત્રો ખેલાં. મને જોતાં તેને વિશ્વાસ થયો કે નિષ્ફર સંસારની વચ્ચે પણ એ એક સાચા નેહીજનની દૂફમાં હતી. દર્દભર્યા ચહેરે મારા મુખ સામે જોઈ રહી. થોડીવારે ક્ષીણ અવાજે એ બેલી : - “મનુભાઈ! સંસાર કવો છે. હવે જીવવાનું મન નથી રહ્યું. તમારાં દર્શન કરવાં હતાં. તમને જોવા હતા તે જ ખાતર જીવતી હતી, હવે ઈચ્છા પરિપૂર્ણ થઈ. મારે સંસારના આ ઈર્ષ્યાળુ ને અંધ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કંચન ને કામિની વાતાવરણને જલદી છોડવું જોઈએ? વિમલાદેવી થોડીવાર થોભી. પછી બોલી : “અરેરે ! જેને ખોળે મસ્તક મૂક્યું. તે પિતે ખંજર ભેંકવા તૈયાર થયા !' એ થોડી વાર શ્વાસ ખાવા થોભી ને બેલી ઃ રાતની રાતે બીજે ગાળતા ત્યારે હું એક અક્ષરે ન બેલી. એમનું મન મારામાં પરોવાય, એ ખાતર એક વેશ્યા જેટલાં મેં લટકામટકા કર્યા, સ્ત્રી તરીકેનું સ્વમાન છોડી જેટલી નીચે જવાય તેટલી ગઈ, પણ પેલી નખરાળી, નૃત્યરાણી, નવેલી, છેકેલી શિક્ષિકાનું પડખું એ છોડી ન શક્યા. પિતાના જીવનનો ચિતાર રજૂ કરતી વિમલાદેવી બોલી: “એ પણ ચલાવી લીધું. બે ટંક મારે ત્યાં જમે તોય સંતોષ માને. રાતોની રાતો એમણે બીજે વિતાવવા માંડી છતાં એક શબ્દ ન બોલી. પણ દિવસે દિવસે અંતરદાહ વધતો ગયે. એક વાર સામે પગલે જઈને પેલી શિક્ષિકાને પગે પડી આવી. પણ એ તો ભણેલી ગણેલી ચૂડેલ હતી. સ્ત્રી સ્વમાનની ને સ્ત્રી-ઉદ્ધારની વાત કરનારી એણે જ એક સ્ત્રીને કચડી હતી. બહારથી પુના અધિકાર સામે પ્રહાર કરનારી ને અંતરથી પુરુષોના વિષયની દાસી બની રહી હતી. મને પુરષ જાત તરફ તિરસ્કાર છૂટો, એને શાપ આપવા માંડી, ત્યાં સાંભળ્યું કે પુરુષોમાં ભારે વિરે મનુ પણ છે ને ! એકને પાપે બધાને કાં દંડું? એકે મારા હકની હરરાજી કરી તોય સમાજને કંઈ ન લાગ્યું, અને દુઃખ ભૂલવા હું બે દિવસ બીજાની સાથે બોલી તેમાં આટલી શિક્ષા? શું સ્ત્રીથી કાઈ ને આશરે ન લેવાય? પ્રભુ ! શી ફરિયાદ કરવી ? ક્યાં ફરિયાદ કરવી? પૃથ્વી પર તો સ્ત્રીની ફરિયાદ માટે પણ કોઈ સુરક્ષિત સ્થળ નથી.” Page #288 -------------------------------------------------------------------------- ________________ ત્યકતા २६3 એ શ્વાસ લેવા ભી, ફરી પાછું શરૂ કર્યું. મેં એને બોલવા દીધી. બેલવાથી એનું ભરેલું અંતર ભલે ખાલી થાય. મનુભાઈ! ભર્યા જગતમાં મારું કઈ નથી. પલંગ નીચે ઝેરનો ચાલો તૈયાર છે. તમારા પવિત્ર હાથે મને અમૃત ગણીને પાઈ દે. નિરાંતે તમારા પગ પાસે સૂઈ જાઉં. અન્યાય, વિશ્વાસઘાત અને અત્યાચારનું જગત મૂકી કોઈ અનેરું વિશ્વ શોધવા ચાલી જાઉં. મનુભાઈ! સુખી રહેજે ! પરમેશ્વર તમારું કલ્યાણ કરે!” એ ચૂપ થઈ. હું અવાફ બની રહ્યો ! આકાશ સામે એકીટસે જોઈ રહ્યો. ક્ષણવાર મને લાગ્યું કે નામંડળ પર કોઈ આકૃતિઓ ધીરેથી સરતી હતી. મારાં કલ્પનાચક્ષુને એ આકૃતિમાં રતિ કલાપી નજરે પડ્યો, ગંભીર ગોવર્ધનરામ દૃષ્ટિગોચર થયા, સંસારસુધારા માટે બાથોડિયાં ભરતે નર્મદ પસાર થતો દેખાય. પિતાના સંસારના ગુલ પર ખાર રાતે જેનાર અદ્વૈતમાર્ગી મણિલાલ નજરે પડ્યો છતાં સહુ નિષ્ફળ! કોઈ અદશ્ય કરુણ ગાન કાનમાં આવવા લાગ્યું. મુજ જેવું વૃત ઘણાકનું, સુણશો પૂછે આ દેશમાં, પરદેશી સજજન ! હિંદુએ ગાળે જ જીવન લેશમાં; નરજાત સુખી અહીં હશે, કદી મહાલતી સ્વચ્છેદથી. પણ નારીને રોવા વિના, બીજાં કર્મમાં કંઈ છે નહિ.” અવાજ રે સંભળાવે. વાતાવરણ કાંપતું લાગ્યું. ફરીથી અવાજ ઊઠ્યો - વહાલાં, હાય અરે ! અરે વહાલાં ઉરે ચીરતાં. ભૂલેની જ પરમ્પરા જગત આ, એવું દીસે છે પિતા ! “અહ! શ્રદ્ધા અને સ્નેહ ક્યાં, જગત આખું અકસ્માતનું; જે પ્યાલું મને મળ્યું મરણનું, તે હુંય માગું પ્રભુ! Page #289 -------------------------------------------------------------------------- ________________ २६४ કંચન ને કામિની મૃગને મળેલું પાલું આ મૃગાક્ષી પણ માગતી હતી ! મૃત્યુનું પ્યાલું? કોણ પાય? ચિત્તની જાગૃતિ મેળવી. હદય ધડકતું હતું. રે પ્રભુનહીં જોયેલાં અને નહિ સાંભળેલાં આજે તે જોયાં ને સાંભળ્યાં. અરે ! શું હું એક જિંદગી પણ રક્ષી ન શકું? જીવન ત્યારે શા અર્થનું ? હૃદયમન્યન ચાલું હતું છતાં બોલાતું નહોતું. ધીરેથી ફરી એ બોલી. દીપક ઝાંખો થતો હતે. ચંદ્રનાં કિરથી કમરે ભરાઈ ગયો હતો. એ નિર્જન સ્થાનમાં પણ તેને અવાજ પ્રતિષ કરતો હતો. એના વાળની લટ મુખ પર પડી હતી. આંખોમાં બુઝાતા દીપકનું તેજ ભાસતું હતું. ઝાંખો દીવાનાં ઝાંખાં રશ્મિ મુખ પર નાચતાં હતાં. એ ક્ષીણ સ્વરે બોલી મનુભાઈ! ગભરાશો નહિ. પ્યાલું હેડને લગાડી દો. તમારે પવિત્ર હાથે લગાડી દો. એ અમૃતને ગટકાવી જાઉં. તમારા જેવા દેવના સ્પર્શે એ અમૃત બની જશે. મનુભાઈ! આપે. અભાગિનીને વિદાય આપે, કઈ સુખી સ્વર્ગમાં પ્રયાણ કરવા.” હૃદય વશ ન રહ્યું. હું રડી પડ્યો, આત્મા કંદન કરી રહ્યો. ગદ્ગદ કંઠે બેઃ વિમલાદેવી ! એવું ન બોલે, તમારું પ્રત્યેક વાક્ય ખંજરની ગરજ સારે છે. જગત જેને ઠોકર મારે છે, તેને હું માથે ચઢાવું છું. જગત જેને તિરસ્કારે છે અને હું અભિનંદુ છું. જેનું જગત નથી બનતું એનો બનવા હું તૈયાર છું.” “કોણ! તમે મારા આધાર છે ? એ પ્રભુ!” ગાંડાની જેમ એ લવી ઊઠી. ઊભી થઈને પાછી ઢળી પડી. | વાંચનાર ! હવે શું લખું? ક્યાં સુધી લખવું? એક નિરાધાર હૃદય મારે હાથ આવ્યું. એનું રક્ષણ કરતાં મેં શું ગુમાવ્યું તે હું Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્યકતા ૨૬૫ સમજ્યો હતો. સંસારમાંથી, કુટુંબમાંથી, જાતમાંથી, નાતમાંથી મેં મારું સ્થાન ગુમાવ્યું હતું. એ પવિત્રતાના ઈજારદારોની નજરે હું અધમ અને પાપી શુદ્ર જંતુ બની ચૂક્યો હતો. વામમાર્ગે ભટક્તા તેમના ભાઈ કે પુત્ર કરતાં, અન્યાયથી બીજાની ગરદન પર છૂરી ચલાવતા એ શઠ શાહુકારે કરતાં, ખરાબમાં ખરાબ ગુપ્ત પાપે આચરતા એ સમાજધુરંધરની નજરે હું સંસારને અધમમાં અધમ શેતાન બની. ચૂક્યો હતો. રે મનુ! મનુ મહારાજના કાળથી આ જુલમ સ્ત્રીઓ પર થત આવ્યો છે. તું એને શું મિટાવવાને હતો? ત્યક્તા સ્ત્રીને તું આશ્રય આપે, રોટી આપે તે આ ગુલામડીઓ આઝાદ થઈ કાલે માથે ચઢી બેસે. પુરુષ ન ઘરનો રહે, ન ઘાટને રહે ! આવી ત્યક્તાઓ માટે કાં વિષ કાં વેશ્યાપણું! બે સિવાય ત્રીજે માર્ગ નહિ! મનુ ! તું એને બચાવનાર કોણ? કિસ ખેતકી મૂલી તું ! યુવાન સ્ત્રી ને યુવાન પુરુષ વચ્ચે આ શાસ્ત્રમાં વ્યભિચાર સિવાય બીજા સંબંધની કલ્પના થઈ નથી. હજારો દષ્ટાંતે સામે છે, એટલે થઈ શકે તેમ પણ નથી! વિમળાને એનું ફોડી લેવા દે! સૌંદર્ય હશે તો એનું પણ સ્થાન અહીં વિશાળ છે. ન હોય તો ઘરની ઘાટણની પણ ભારે તંગી છે. કેટલાક વિધુર ને મહાત્માઓ પણ ઘરકામ માટે આવી નિરાધાર સ્ત્રીઓ જ શોધતા હોય છે. વહેલુમડું એનું તે ઠેકાણું પડી જશે. તું તારું સ્થાન સમાલી લે! આવા આવા મુરબ્બીઓના, માતાપિતાના, મિત્રોના, મહાત્માઓના ઉપદેશ મળવા છતાં આ કરવું ગમ્યું. એક કુસુમ કરમાઈ જાય તેના કરતાં તે ખીલે તે ખાતર આટલો ભોગ મને કીમતી ન લાગ્યો. મારે મન પ્રભુને પાટલે એટલે મારો અધિકાર વધારે થયો. એ મને જોઈ જવી, આનંદી ધીરેથી તબિયત સુધરી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કંચન ને કામિની પિતાશ્રીને પત્રથી સમાચાર જણવ્યા. પણ તેમના ઘરમાં આવા પુત્રને માટે એક ખૂણો પણ ન હતા. એમને સમાજમાં આબરૂ રાખી સાત પેઢી તારવી હતી, જેથી એ પેઢીના એક વંશજને તેઓએ મુખ પણ ન બતાવવાની આજ્ઞા કરી. મારે મારે માર્ગ કરી લે તેમ સૂચના મળી. રે વિધિ ! શું નાતોના કાયદાની આટલી બીક! ફરજંદના પ્રેમને પણ ઠાકરે મારે ? રે આબરૂ ! તું ક્યાંથી નકામી પેદા થઈ ? તારા વિના સંસાર બેઆબરૂ જ રહ્યો હોત તોય શું ખોટું હતું ? નકટ પણ સહદય સંસાર વધુ પ્રિય લાગત ! અસ્તુ. મેં પાસેના ગામમાં એક કરી શેધી. જગતને મારાથી તિરસ્કાર હતો, મેં એનાથી સાધ્યો. જીવન સુખમાં જાય છે. રાત્રીના તાર ગણતાં, ચંદ્રની સુધા પીતાં, નેહ ને સ્વાર્પણની વાતો કરતાં જીવન વહ્યું જાય છે. મેહનાં પતંગિયાને ન સમજાય તેવું પ્રેમનું જીવન અમે જીવી રહ્યાં છીએ. સંસાર માટે અમે ક્યાં સંબંધથી જીવીએ છીએ, એને કેયડે થઈ પડવો છે. અન્તમાં મારી કથની સમાપ્ત કરતાં પહેલાં-સર્વે સંસારના ઓ તત્ત્વવેત્તાઓ, ફિલેસેફરો, સમાજના નેતાઓ, સુધારકે, રૂઢી પૂજનારાઓ-નાતના મુખી અને પંચાતિયાઓ અહીં આવે અને બેલેઃ આમાં શું અનુચિત છે? કેને દોષ છે ? કેનાં પાપ છે? તા. ૨૪ મી જાન્યુઆરી ૧૯૭૨. Page #292 -------------------------------------------------------------------------- _