________________
સાંકળી ફઈબા મારી લાડકી દીકરી સાંકળી ત્યાં રેટ ને કઢી જમે, ને હું–જમ જેની પાંગતે (ખાટલે બેઠો છે, એ બૂઢે મેસબ-ચૂરમાં જમું? એના કરતાં અંગારા ન ઘાલું મેંમાં!” દાદાની ધીરજનો બંધ એકાએક તૂટી ગયો. આંખો આંસુથી છલકાઈ ગઈસહુ મેં વિકાસીને જોઈ રહ્યા.
આટલું બેલીને દાદા તો પંગતમાંથી ઊભા થઈ ગયા. ઘર તરફ ચાલી નીકળ્યા. અમે જોયું કે સદા ટટાર ચાલતા દાદા કેડેથી વાંકા વળીને ચાલતા હતા.
આજ ઊંચો ડુંગર આજ મૂકી રહ્યો હતો. રે આજ તો મેં ડાલતા ડુંગરા દીઠા છે, એવું થયું.
ઘેર આવીને હીંચકે બેઠા. દાદી એમનું મનદુઃખ ઓછું કરવા આવ્યાં ને બોલ્યાં : “સાંકળી ન આવી, એમાં આટલું બધું માઠું શાનું લગાડી બેઠા છે ? અસતરીની જાત. અડચણ આભડછેટ હોય તો ન પણ આવે.”
“શેઠાણી, મને વરસ સાઠ ઉપર થયાં છે, પણ મારી બુદ્ધિ નાસી ગઈ નથી. હું ખોટું મન મનાવશો નહિ.” દાદાએ મક્કમ અવાજે કહ્યું: “હાથે કરીને વખનાં ઝાડ વાવીને હવે અમ્રતફળની આશા રાખશો મા ! આપણે ચાર દીનાં મહેમાન, પણ છોકરાંને આખું આયખું કાઢવાનું છે !'
દાદી ચૂપચાપ ઊભાં સાંભળતાં હતાં. દાદાને પિત્તો ફાટે ત્યારે ન બોલવામાં નવ ગુણ સમજતાં. દાદાએ આગળ ચલાવ્યું, “તને ઘરડે ઘડપણે લહાવા લેવાના ઓરતા થતા હતા. એમાં તું કોઈની ચઢાવી ચઢી ગઈ. હું તને કહેતા હતા કે અત્યારે ધરમનું રહેવા દે, વખત વર્તતાં શીખ ! દૂધથી ભરેલા ઘડામાં ઝેરનું ટીપું નાખનાર પેદા થયા હોય ત્યારે ચેત! જમવું-રમવું હોય તે આપણું જીવતાં જગ તિયું (જીવતું માણસ પિતાનું કારજ કરે તે) કરીએ, જમીએ, રમીએ ! પણ તું કહે, ના, મારે તે ઓચ્છવ કરે છે. એમાં એક પંથ ને