________________
૮૪
કંચન ને કામિની
દો કાજ થાય. જમાય, રમાય અને સાથે ધરમપુણ્ય થાય. શેઠાણી, તમારે ધરમ સગવડિયે. ખરે ખોટ ખાનારે. આજ મેં ખોટ ખાધી. સહુને પ્રેમભાવથી ભેટનાર સમાજમાં હવે એ વખત આવશે કે કોઈ એકબીજાને પડછાયે લેપવામાં પણ પાપ સમજશે. મેં નિંદાના મળથી ખરડાયેલાં રહેશે. તિરસ્કારની બદબૂ એમાંથી છૂટશે. આ ભેદભાવ સુખશાન્તિ હરામ કરશે. માણસ ધરમી થશે, પણ માણસ નહિ રહે. આ ભેદભાવ એક દહાડે સહુનું નખ્ખોદ કાઢશે.”
દાદી ચૂપ રહ્યાં. સ્ત્રી હમેશાં પુરુષની, એમાં પણ પતિની અમુક કમજોરીઓ જાણતી હોય છે. દાદીએ માન્યું કે એમને તો વાતનું વતંગડ કરવાની ટેવ છે. કાલે મન હળવું થઈ જશે. ઉત્સવ કરવામાં કંઈ ખોટું થયું નથી. કોઈ કંઈ કારણસર ન આવ્યું, એમાં કંઈ
ખાટું મેળું થયું નથી.” - દાદાએ એ દહાડેથી ક્યાંય જવુંઆવવું બંધ કરી દીધું. વારંવાર કહે, “અરે, ધરમને નામે એક ભાણામાં જમનારાઓમાં ડખો ઘાલ્યો, ભૂંડું થાજે આ નવા ગનાનનું!” વળી દાદા વિચારે ચઢી જાય, ને બોલેઃ “એમાં ગનાન પણ બિચારું શું કરે? ટૂંકા મનના માનવીને જમાને આવ્યો. સહુ ભણશે વધુ જાણશે વધુ, અહીં બેઠાં દેશપરદેશની વાત કરશે, પણ પેલું પાલીનું મન પાવળા જેવું થઈ ગયું, તે નહિ સુધરે !”
[ પ ] , * ઉત્સવ પૂરે થયે અમારાં સાંકળી ફઈબા આવ્યાં, પણ જાણે
એ ફઈબા જ નહિ ! મેં ઊતરી ગયેલું. મન હારી ગયેલું. આવ્યાં
એવાં દાદાની પાસે ઢગલે થઈને પડ્યાં. રેતાં રેતાં બેલ્યાં. '' . “દાદા, દીકરી કૂવે નાખી.”
સાંકળી લંબા પહેલાં ખૂબ રેયાં, ધરાઈને રેયાં! પછી શાન્ત થઈને બોલ્યાં.