________________
૧૧૪
કંચન ને કામિની પણ વિદાય થતા વીરાને, તાજો અનુભવ લઈને પાછી ફરેલી વીરીએ ચેતવ્ય :
બળ ન વાપરીશ, વીરા! એથી સ્ત્રીનું કમળ અંતઃકરણ ચિરાઈ જાય. વળી આ તે ચોખલિયા ! ઝટ તે તારો સ્વીકાર નહિ જ કરે ! માટે બળથી નહિ, છળથી કામ લેજે. સાપ મરે નહિ ને લાઠી ભાગે નહિ. પુરુષને હાનિ ન પહોંચે તે સ્ત્રી તારા હાથમાં આવે એમ કરજે.”
આ શિખામણ પાછળનું શુર્પણખાનું હૈયું રાવણ સમજતો હતો.
રાવણે મોટી મેટી મૂછોને દેતાં કહ્યું: “બેન, સ્ત્રીને કેમ વશ કરવી, એ ત્રિકવિજયી રાવણને તારે શીખવવું નહિ પડે. સ્ત્રીઓ પિતાને પતિ ધનધાન્યાદિથી પૂર્ણ હોય તે પ્રીતિ દાખવે છે, ને જે વિષમ દશામાં હોય તે એની સાથે સ્નેહ કાચા તારની જેમ તેડી નાખે છે. એ વીજળી જેવી ચપળા હોય છે ને શસ્ત્રની ધાર જેવી, સ્નેહબંધ છેદવામાં તીર્ણ હોય છે. નિંદિત કર્મ કરવામાં તેને વેગ વાયુ કિંવા ગરુડના વેગ જેવો હોય છે. છતાં ય તારી શિખામણ જરૂર લક્ષમાં રાખીશ.”
ભાઈ, ત્રિલકવિજય સહેલું છે, પણ સ્ત્રીવિજય એટલે સરળ નથી.” શૂર્પણખા આખરે તે સ્ત્રી હતી. ભાઈના એ શબ્દોમાં એ પિતાના સ્વાભિમાનને ઘસાતું જોઈ રહી.
રાક્ષસરાજ રાવણે મારીચ નામના પિતાના વિશ્વાસુ જનને બધો વૃત્તાંત જાણી લાવવા આજ્ઞા કરી.
એ કાળે શીલ અને સૌંદર્ય માટે વિદેહની કન્યાઓ ભારે પ્રખ્યાત હતી. એમાં પણ મિથિલાના રાજવી જનકની પુત્રી સીતા અદ્ભુત હતી. પિતાની વિદ્વત્તા, સંસ્કારિતા ને સમર્પણશીલતાને વાર સીતાકુમારીને વર્યો હતો.