________________
પાપને પિકાર
૨૩૩
અવારનવાર આવ્યા કરે છે ત્યારે હું ઘણું સમજાવું છું, પણ કાકા! તમે સમજો છો ને! સ્ત્રી જાતને કોઈ સમજી શક્યું છે? તમને મારા સમ છે, જે તમે કોઈને ઈશારે પણ કરી છે. આ તે તમે પિતાના એટલે કહેવું જોઈએ. સાંભળવા પ્રમાણે કાન્તાને મહિના રહ્યા છે. ગામમાં થતી વાત પ્રમાણે પેલા સત્યાગ્રહની ચળવળવાળા તનસુખ સાથે કાંઈ હરતીફરતી સંભળાય છે. ટૂંકામાં હવે થવાનું હતું તે થયું. ડાહ્યા માણસનું કામ એ કે હવે ઢેલ પણ ન વાગે ને વર પણ પરણી જાય તેમ કરવું.”
માથે આવેલું આફતનું વાદળ પળવારમાં ઊલટાવી નાખ્યું. તનસુખ ચળવળમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરતો હતો, તેમજ ખાદી પહેરતા એક છોકરાને ગાંધીટોપી પહેરવાથી મેં મારે ને પછી આ જ તનસુખે બધા છોકરાને મારી સામે સત્યાગ્રહ કરવા ચઢાવેલા. આજે એક કાંકરીએ બે પક્ષી મરાતાં હતાં. મારી હોશિયારી પર મને પિતાને હેત વછૂટયું. - “હૈ!' કાન્તાના ભાઈ રેવાશંકરની ચિત્તવૃત્તિ ભયંકર બની ગઈ. ક્ષણવાર પહેલાંની વહાલસોયી ગંગાસ્વરૂપ બહેની એને કુલનું નિકંદન કાઢનારી પિશાચિની જણાઈ.
માસ્તર સાહેબ! મારી લાજ તમારે હાથ છે. વાતને આગળ વધવા ન દેશે, તમે તે અમારા પિતાતુલ્ય છો' રેવાશંકરે કહ્યું.
કહ્યું: “એ વાતે બેફિકર રહો. તમે તે સિફતથી કામ પતાવી લો.” જાણે દૈત્ય દેવના વાઘા પહેર્યાં.
રેવાશંકર ઉતાવળે પગલે ચાલ્યા ગયા. પાપ–પ્રકાશના ભયે વિક્વલ બનેલું ચિત્ત મસ્ત મોરલાની જેમ નાચી ઊઠ્યું. ખરીદેલી કરીને ખૂબ રસ કાઢી ભરપેટ ભજન કર્યું, ને નિશાળે જવા કપડાં પહેરી રવાના થયો.