________________
૨૫૨
કંચન ને કામિની
ધીરે ધીરે મને ગામડાના જીવનને રસ લાગે. જંગલી દેખાતા લેકમાં વધારે હય, વધુ વિશ્વાસ, વધુ આત્મભાવના લાગી. ખુલ્લા આકાશને આશરે રણકતા તંબૂરામાં મને હારમોનિયમ અને ફીડલે ડૂલ થતાં લાગ્યાં. એમના ભક્તિભીના કંઠ પાસે ગોરજાને ઝાંખી પડવા લાગી.
સવારમાં આંગણે મોર બોલે, દૂર આંબાવાડીમાં કેાયેલ કે કોસના રીડિયા સંભળાય, ઘંટીના કોઈ ગામડિયણના ગીત સાથેના અવાજ સંભળાય, રસ્તા પર માથે બબે ત્રણત્રણ બેડાં મૂકી મલપતી જતી મજબૂત પનિહારી દેખાય. વાતવાતમાં વિશ્વાસ બંધાય. જાણે ભોળપણની જ દુનિયા. ઢોરોનાં ધણ પ્રાતઃકાળે છૂટતાં અને સાંજે પાછાં ફરતાં. ધૂળને પાર નહિ. એ ગળામાં ગયે પાર નહિ તેટલાં દર્દ થાય, એમ શહેરના દાક્તરે કહેતા. પ્રથમ તો મન મુંઝાયું પણ હવે તે એમાં પણ મજા આવવા લાગી. હું કઈ અવનવા જીવનને આસ્વાદ લેવા લાગ્યું. ભારતનું હૃદય તે ગામડામાં છે, પણ ભારતીય આરોગ્ય પણ ગામડામાં વસે છે, એવું લાગ્યું. તબિયત ઠીક થવા લાગી.
બીજે દિવસે વિમલાદેવીને ઘર જેવા સંગાથે સેનીટેરિયમમાં પહોંચાડી. પત્ર લખી વ્યવસ્થા કરાવી દીધી. જવા તૈયાર થયેલી વિમલાદેવીએ બેએક દિવસમાં સાજા થયે ત્યાં આવવા મને નિમંત્રણ આપ્યું.
કેટલાક દિવસો બાદ આજ એ પિતાની મેળે બેલી. હમેશાં હું બેલાવવાનો પ્રયત્ન કરતો, આજે એ સ્વતઃ બેલી. સ્ત્રીનું હૃદય પણ ભારે સમસ્યા છે. ભર્યા નવાણે તરસે મરે છે. ખાલી નવાણે એ -ભરી ભરી પીએ છે.
ત્રણ ચાર દિવસે ગયા. તબિયત સ્વસ્થ થઈ, મામાના ખેડૂતો