________________
કંચન ને કામિની હશે ને એમને મળતા રહેશે ત્યાં સુધી એમની સગાઈમાં જરાય ઓટ નહિ આવે! કસાઈ પણ દૂઝણી ગાયને ભારતે નથી!”
એક સારા દિવસે, ઘરેણુંથી લદાયેલી આશા પિતાના પિતાને ત્યાં ગઈ. મનસુખે સસરાજીને કહ્યું: “પૈસા સામે ન જશે, સ્ત્રીને માટે પહેલી પ્રસુતિ એ મેટી ઘાત છે. માટે સાચવજે ને જોઈએ તે મંગાવી લેજે. કઈ વાતે ખેંચ ન રાખશે.”
સસરાજીએ આ વાત ગૃહિણીને કહી. ગૃહિણી ભારે સમજદાર હતાં. જમાઈરાજની ઈચ્છાને માન આપવા માંડયું. આજ આ ગામની દાયણ તે કાલે બીજા મોટા ગામની દાયણે તેડાવવા માંડી. દાયણ કયારે આવતી ને જતી એની ખબર ન પડતી, પણ એને આપવાના પૈસા અચૂક ઘરમાં આવતા.
આવાં એક યા બીજા કારણસર મનસુખ જેમ પૈસા આપતે જતો, એમ એને સંતોષ થતું. એને ભારે પડતે કે સાસરિયાં આ દવા-દારૂમાં ને સારસંભાળમાં તે કચાશ રાખતાં નથી.
એક બે વાર એણે આશાને મળવાની ઈચ્છા કરી, તે એની સાવકી માએ કહ્યું કે આશાને આ વાત પસંદ નથી. ગામડા ગામમાં લાજ મરજાદ વધુ. લેક સાંભળે તે ટીકા થાય. મનસુખે મન વાળ્યું. હવે તે છેલ્લા દિવસે હશે..અરે, હવે તે છેલ્લા કલાકે હશે? મારી આશાને.......
મનસુખ મનમાં ને મનમાં કલ્પનાનું ઘડ્યુિં ને કલ્પનાની હેમની પચિયું વિચારી રહ્યો.
મનસુખ એકલે એકલે હસી પડ્યો. એ વેળા કેઈએ દ્વાર ઉઘાડવું. શું કઈ સમાચાર લાવ્યું ?
. “કેમ, શું છે?' મનસુખે દ્વાર પર ધસી જઈને આવનારને પૂછવું. પાડોશણની નાની છોકરી સમાચાર લઈને આવી હતી. એણે કહ્યું