________________
કંચન ને કામિની આશાને પહેલી ને છેલ્લી વાર જોઈ લેવી હેય તે ચાલો! એણે કહ્યું છે, કે અરેરે ! આટઆટલા સંદેશા મોકલ્યા તેય મળવા ન અવાયું! લેલાજ તમને ઘેરી વળી! શું આંખથી અળગી ગઈ એટલે અંતરથી પણ ઓસરી ગઈ?”
શાના સંદેશા? અરે, એ જ મને મળવાની ના કહાવતી હતી ને! એની જ બહેન અને મા મને એમ કહેતાં હતાં!”
“ખોટું. બિચારીને એકે દહાડે જંપવા નથી દીધી. શરૂશરૂમાં કામ કરતી રહે તે ઝટ છેડાછૂટકે થાય એમ કહી ઢસરડે કરાવ્યો : પછી ખાટલે પડી તે ઢગ છે, એમ કહી ભાવ ન પૂછયો. મનસુખલાલ; જલદી કરે, પછી આશાબહેનનું મેં પણ નહિ જવા પામ!”
મનસુખ દળ્યો; સસરાના ઘરમાં શ્વાસભેર પેઠો. સહુએ આવી ઘેલછા છોડી દેવા કહ્યું, પણ તે ન અટક્યો.
આશા ક્યાં છે?” મનસુખે બૂમ પાડી.
મનસુખ! વહાલા!' ઊંડાણમાંથી એક ક્ષીણ અવાજ આવ્યો. મનસુખ એ તરફ ગયો. એક અંધારી ઓરડીમાંથી એ ક્ષીણ અવાજ આવતા હતા. નાક ફાડી નાખે તેવી ભયંકર દુર્ગધ ત્યાં ફેલાઈ રહી હતી, ને ધુમાડા આડે કંઈ દેખાય તેમ નહોતું.
મનસુખ અંદર ધર્યો. આંખે કંઈ કામ કરી શકે તેમ નહતી. અચાનક સળગતી સગડીમાં એનો પગ પડી ગયો. એક ઝીણી ચીસ એના માંથી નીકળી ગઈ ને આગળ ધર્યો. એણે જોયું કે એક જીર્ણ ખાટલા પર, મેલાં ગોદડાંમાં આશા બેફામ પડી હતી!
આશા!' મનસુખે ચીસ પાડી. પણ સામેથી જવાબ ન આવ્યું. આશાના હેઠ છેલ્લી વાર ધીમા ધીમા ફફડીને સ્તબ્ધ થઈ ગયા હતા. એની આંખે કોડા જેવી સફેદ ને સ્થિર હતી. - “આશા !' મનસુખે ફરી વાર બૂમ મારી.