________________
१४
સામાજિક પ્રશ્નોને છેડતી વાર્તાઓ છે. આ સંગ્રહમાં તેમણે વધુ વિશિષ્ટતા સાધી છે–વિચારબળમાં, કલાનિજનમાં અને ધ્યેયદર્શનમાં.
કુલ પંદર વાર્તાઓ આ સંગ્રહમાં તેમણે રજૂ કરી છે. લગભગ બધી જ વાર્તાઓમાં સામાજિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે અને કંચન તથા કામિનીની ભાંગ સમાજના માનસને કેવું હિલોળે ચઢાવે છે તે સચોટ અને સુંદર રીતે શ્રી જયભિખુએ બતાવ્યું છે. તેમની લેખન-કાર્યારંભની પ્રથમ વાર્તા અને આ સંગ્રહની. છેલ્લી વાર્તા ત્યક્તા’ તેમણે સને ૧૯૩૨માં લખી છે.
આ સંગ્રહની પ્રથમ વાર્તાનું નામ “કંચન અને કામિની છે, તેમાં એક કલાકાર સુથારે એક સામાન્ય છોકરીમાંથી પોતાની સુંદર પ્રિયતમા ઘડી, અને પિતાના સ્વપ્નાએ સિદ્ધ કરેલી તે પત્નીને તેની ઓરમાન મા મારી નાખે છે. અને તે પણ એટલા માટે કે એ પૈસાદાર સુથારને તે માતા પિતાની પેટજણ છોકરીને પરણવી. શકે !...પરણાવે છે પણ તે કલાકાર પિતાની પ્રથમ પત્નીના પ્રેમ પાગલ બની જાય છે અને કંચનના મોહે પરણાવવામાં આવેલી બીજી પત્ની તેના પ્રેમને પામી શકતી નથી.
સેનાની મરધીમાં પૈસાદારના છોકરાને પોતાની દીકરીઓ પરણાવવા ઈચ્છતા અને તેની પાછળ ગાંડા બનતા સમાજનું ચિત્ર આલેખ્યું છે, જે કે મોટે ભાગે પૈસાદાર કુટુંબ કરિયાવર કરતાં કરિયાણાની કિંમત વધારે આંકે છે-સ્ત્રીરત્ન સુષુરા!િ કરિયાવરનો લાભ ઉઠાવવા હમેશાં જરૂરવાળા પડે છે.
“રામાયણની નિર્વાસિતા” અને “અપહતા” એ એક કેટિની પરંતુ એક પ્રાચીન અને બીજી અર્વાચીન સ્ત્રીની વાત છે. બનેય સરખું જ સહન કરે છે. એ બતાવે છે જના સમયમાં અને અત્યારે સ્ત્રીની સ્થિતિ સુધરી નથી. સ્ત્રીનાં સાધુ યુગનો નન: એ વાત ત્યારેય હતી અને અત્યારે પણ છે.