SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १५ ‘પાષના પાકાર,’ ‘ત્યકતા’ અને ‘ પ્રેમલક્ષણા ’ એ પણ સ્ત્રીઓને થતા અન્યાયોની કથા છે; તેને અન્યાયેા પુરુષ તરફથી સહન કરવા પડે છે કારણ કે તે અસહાય અને માયેલી છે. ' છેલ્લુ’ વીલ’ એ એક પ્રકારનું સરસ સ્વપ્નાલેખન છે અને તેમાંય સરસ્વતી અને કંચનનાકુ મેળની વાત છે. ‘ ગગા ગઢમાં,’ ‘ મનની મેનકા,’ ‘ સતી નવી અને જૂની એ વાર્તાઓમાં પણ સ્ત્રીની દબાયેલી સ્થિતિનું આલેખન છે. * ગગા ગઢમાં’માં ગામડાંને નહિ બધએસતી શહેરી સ’કૃતિથી ગામડાંની થતી પાયમાલીને લેખકે બતાવી છે, ‘ કામ ને પ્રેમ' માં કામ અને પ્રેમ વચ્ચેના ભેદને સુશીલા, માણેક અને નવલના પ્રણય–ત્રિકાદ્રારા બતાવ્યો છે. બધીય વાર્તાઓ સુવાચ્ય છે અને ધ્યેયલક્ષી હાવા છતાંય રસની જમાવટ સારી રીતે કરી શકી છે. શ્રી જયભિખ્ખુની શૈલીમાં કલ્પના અને સૌષ્ઠવ વસેલું છે, અને વાર્તાએ તેમના સીધા અનુભવમાંથી આવેલી હાઈ ધારી અસર કરી જાય છે. તેમની વાર્તાઓ વસ્તુ ( Objective) છે અને એ રીતે સામરસેટ મે'મ અને મેાપાસાંની વાર્તાઓની કાટિની તેમની વાર્તાએ છે. વાત નિરાંતે સુંદર રીતે તે કરે છે અને આપણા દિલ ઉપર એ રીતે તે ધારી અસર કરી જાય છે. તેમની ગ્રામજતાની ભાષાની પકડ ખૂબ જ છે અને એ તેમનાં પાત્રો સાથેના સીધા અનુભવનું પરિણામ છે. તે સાથે તેમની પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ શૈલી પણ છે. તેમની અનેક નવલકથા તે પરિચિત છે એટલે મેરનાં ઈંડાં ચીતરવાના પ્રયાસ કરવા કરતાં હું વાચકાને તે વાર્તાઓ માણવા દેવુ... એ જ યથાય છે. વાંચનારને ધનતેરશ, ૨૦૦૬ અમદાવાદ મધુસૂદન માદી
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy