________________
૧૧૮
કંચન ને કામિની પિતે યજ્ઞોનો વિરોધી હતો, આ રીતે પણ સીતાને ઉઠાવી જઈને, એ યજ્ઞના હિમાયતીને શિક્ષા કરવાને પિતાને ધર્મ અદા કરી રહ્યો હતે.
વળી આર્યોના ભયંકર ગુરુ અગત્યને ચઢાવ્ય એ રામ ચહ્યો હતે, માટે એની સાન ઠેકાણે લાવવાની પણ જરૂર હતી. ઉપરાંત એણે રાક્ષસને નાશ આરંભે હતો, એ રીતે પણ એને સજા કરવામાં એ ન્યાયી હતે.
એણે પિતાની વિદ્વાન, બળવાન ને શાણી રાક્ષસસભાને પૂછવું કે આવા લોકોને શિક્ષા થવાની જરૂર ખરી કે નહિ? સહુએ સંમતિ આપી, પણ ન જાણે કેમ, કંકરથી પહાડ ડરી ગયો ! જે રાવણે રોજ બળ અજમાવ્યું હતું. એણે આજ છળનો પ્રયોગ કર્યો.
મૃગયાના શોખીન ક્ષત્રિય રામની નજર સામે સુંદર મૃગ લાવીને હાજર કર્યો. એમને સલલિત માંસની તે સ્પૃહા હતી જ પણ એ મૃગનું ચર્મ પણ સીતાની કંચુકી માટે અપૂર્વ હતું. ગૌરવણે સીતાના વક્ષસ્થળ પર સુવર્ણવર્ણ મૃગચર્મને કંચો કેવો આપે ! સીતાનું મન પણ એ મૃગચર્મ પાછળ ઘેલું થઈ ગયું. આ લાલસામાં વેગવંત મૃગની પાછળ રામ ગયા. ને મૃગયાના શેખીને કઈ દિવસ એમ કંઈ જલદી પાછા ફર્યો છે, કે આજે ફરે? રામને વાર લાગતાં લક્ષ્મણ પણ ભાઈને શોધવા ગયે.
રાવણે એ તક ઝડપી લીધી અથવા એણે જ માનસશાસ્ત્રનો અભ્યાસ કરીને શિકાર કરવાની આ રીત હતી. એણે પર્ણકુટીમાંથી સીતાને ઉપાડી. સુકુમાર સ્ત્રી આ શક્તિના પુંજ પાસે શું અને કેટલું કરી શકે? કઠોરતા ને સુકુમારતા શ્રીફળ ને આમ્રફળ જેવી છે. શ્રીફળને છૂંદવા જનાર આમ્રફળ પહેલું છુંદાઈ જાય છે. પણ છૂંદવાની શક્તિથી શ્રીફળની મહત્તા વધતી નથી ને આમ્રફળની ઘટતી નથી!
રાક્ષસરાજ રાવણને સામને કરતાં કરતાં સીતા બેભાન બની ગઈ. રાવણ એને લંકામાં લઈ ગયો. રાવણને શ્રદ્ધા હતી કે માયા