________________
ચૌદશિયે
૧૪૧. રહ્યા હતા. “ઝટ જાઓ ચંદનહાર લાવો, ધૂંધટપટ નહિ બોલું ! ” એની રેકર્ડ એમના મનના ગ્રામોફોન પર ચઢી હતી. ખિજાયેલી સ્ત્રીને મનાવવા માટે જોઈએ શું? માત્ર ગદિયાણાની વીટી. ચાર ગદિયાણાનો હાર એટલે તે અધધ!
લાડકી ચૂપચાપ પડી હતી. ઓતમચંદ શેઠને લાગ્યું કે હજી તેના મનનું સમાધાન નથી થયું, એટલે પિતાનું પારાયણ વળી આગળ હાંક્યું:
આજ સુધી વળી દીકરી જાતને પૂછતું હતું કેણ? આ તે જમાને જુદે આવ્યો. ઘર ને વર જેવાનાં હેય. ઘર તે ઘરેણું આવે ત્યારે તારી મેળે જાણી લેજે ને ! અને વરમાં કંઈ કહેવાપણું હોય તે મારે માથે. હું એનો જામીન થાઉં. માટે બેટા, ખુશી થા ને હમણાં જ તારે ચા-પાણી લઈને મહેમાન પાસે જવાનું છે માટે જરા તૈયાર થા. કપડાં શહેરની ફેશનમાં પહેરજે. જે કે એમાં મેરનાં ઈડાને કંઈ ચિતરવાં પડતાં હશે, કાં લાડકી બેટા!'ઓતમચંદની, જીભ પર મધ ટપકતું હતું.
લાડકી કંઈ બોલ્યા વિના મૂંગી ઊભી રહી.
ઓતમચંદને લાગ્યું કે લાડકી પીગળી છે, એટલે જરા નજીક જઈ ખભે હાથ મૂકતાં કહ્યું: “મારે તો તું ને મારી મંજુલા સરખી. દીકરી, જેજે તે ખરી, કાકાને આખી જિંદગી યાદ કરીશ.”
અરે શેઠ, મોડું થાય છે, હવે ઝટ કરોને !' મહેમાનોનો અવાજ આવ્યો.
આ આવ્યો મારા શેઠ! તમારે ઘણું ઉતાવળ હોય પણ આ તે વ્યવહારનાં કામ ! ભાઈ એ તે વીતી હોય એ જાણે.” ઓતમચંદ પિતાની મહેનતનું મૂલ્યાંકન કરાવતા હતા.