SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પાપને પિકાર ૨૪૧ થઈ ગઈ. એણે મારી સાથેના પ્રણયની વાત પૂરી કરીને આગળ વધતાં કહ્યું. “આ પછી હરદ્વારના મેળામાં, પાંખ કાપીને પાંજરામાંથી પિપટને છૂટે મૂકી દેવામાં આવે, એમ મને એકલી મૂકી દેવામાં આવી. બાળપણથી હિંદુ સ્ત્રીને બહારની દુનિયાની રોશનીથી બિનવાકેફ રખાય છે. એને સુરક્ષિત ને અરક્ષિત સ્થળ-કાળ ક્યું, તેની સૂઝ હોતી નથી. દેશની તે શું, ગામની ભૂગોળ પણ એ ભણી હેતી નથી. “એક આશ્રમમાં હું ગઈ. આશ્રમ પણ અનાચારને અડ્ડો નીકળે. ત્યાં ત્રણથી ચાર જણાએ મને હેરાન પરેશાન કરી. આખરે મને સહુ વેચવા તૈયાર થયાં. હું ત્યાંથી રાત માથે લઈ ભાગી છૂટી. પછી એક મંદિરના પૂજારી પાસે રહી.” ત્યાંથી એક જાહેર સમાજસેવકને ઘરમાં રહી. પણ પતિત સ્ત્રી તરફ કઈ પવિત્ર ન રહી શક્યું. નીતિ સદાચારના દેવતાઓ જ અનીતિના પૂજારી નીકળ્યા. - એક ટી માટે, એક આશ્રય માટે મારી કાયા ચંદનના લાકડાની જેમ વસાણું. પછી તે હું જાહેર થઈ. દલાલ, ગુંડાઓ, મવાલીઓ મારી પાછળ ભમવા લાગ્યા. જ્યાં જાઉં ત્યાં સારા કહેવાતા માણસે મને લેગ જેવી ભયંકર લેખવા લાગ્યા, મારું અપમાન કરવા લાગ્યા. પડેલાને પાડવામાં એમની પવિત્રતા દીપતી લાગી. ગર્ભિણ અવસ્થામાં પણ મારી બેહાલ હાલતને અનેકોએ લાભ લીધે. હિંદુ સ્ત્રી આવી અવસ્થામાં મરવું ઈચ્છે, હિન્દુ સમાજને પણ એ જ ગમે. મારી પણ એવી જ ઈચ્છા હતી, પણ પેટના જીવની માયા હતી. આખરે મેં એક મુસ્લિમ યતીમખાનાને આશરો લીધો. એ વિના આ ગુંડાઓ ને મવાલીઓ મારે કેડે છેડે તેમ નહોતા..
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy