________________
૧૧૬
કંચન ને કામિની યજ્ઞની રક્ષા માટે પોતે જ પોતાના હાથે અયોધ્યાના બે રાજકુમારોને પિતાની પાસે રાખીને તૈયાર કર્યા હતા.
એ રાજકુમારેએ યોને નિર્ભય બનાવવામાં પિતાનું પૌરુષ વાપર્યું, ને ભવિષ્યના કાળમાં યજ્ઞના વિરોધીઓના નાશ માટે પ્રતિજ્ઞા કરી. ' આ કુમારની શક્તિ અને સંસ્કારિતાથી પ્રસન્ન થઈ જનકે રાજકન્યા સીતા વડા કુમાર રામચંદ્રને વરાવી. એમણે શિવશક્તિના ધનુષ્યને તોડી શૌર્યની પરીક્ષા આપી, ને ક્ષત્રિના હડહડતા દુશ્મન પરશુરામને સંસ્કારિતાથી પ્રસન્ન કરી વિષ્ણધનુષ્યની પ્રાપ્તિ કરી! ,
અયોધ્યાના આ રાજકુમારની બાલ્યાવસ્થાની સિદ્ધિઓએ આખા દેશને મુગ્ધ કરી નાખ્યો. સૌંદર્યસુકુમારી સીતાની ને વૈષ્ણવ ધનુષ્યની પ્રાપ્તિએ ફરી રાજકુળોમાં વિષનો અગ્નિ પ્રગટાવ્યા. રામની સંસ્કારિતાની અનેક પરીક્ષાઓ લેવાવા લાગી.
પહેલે જ પગલે પિતૃવચનનું પાલન ને સત્યરક્ષા વિષે કસોટી આવીને ખડી રહી. પિતાએ પિતાની જુવાન પત્ની કેકેયીને બે વચન આપ્યાં હતાં. એમ તે કયો પુરૂ પિતાની જુવાન પત્નીને રીઝવવા શાં શાં વચને નથી આપતે? પણ આ તે વચનમાંથી ભભૂકતો વહ્નિ પ્રગટયો.
એ વચન પાછળ રાજ રમત ગોઠવાઈને રમાઈ. એક વચનથી રામને ૧૪ વર્ષ વનવાસ, બીજા વચનથી ભરતને સિંહાસન !
ભલા પિતાનાં ગાંડા–ઘેલાં વચન ખાતર કંઈ રાજગાદી છડી દેવાય? અને કદાચ રાજ છોડી દેવાય, તે પણ નગરનિવાસ છોડી વનવાસ કણ સેવે ?
વાહ. વાહ, ઘાટ તે ઠીક ઘડાય. ગુરુ વિશ્વામિત્રની શિક્ષા કે લજાભાર વેહશે ને જનકરાજે જેમાં સંસ્કારિતા જોઈ એ રામનો