________________
કંચન ને કામિની કિંવદન્તી હતી કે એ ધર્મને ઝધડે નહિ, પણ વેપાર વણજની વઢવેડ હતી.
એક મોટી પેઢીના દેણલેણાને ને નાની નાની પેઢીઓના વેપારને એ ઈતિહાસ હતો.
કુવાએ માંડીને વાત કહી : “વાત એવી બનેલી, કે અમારે ત્યાં કેવળચંદ ને કપૂરચંદ બે ભાગિયા હતા, એક દેરાવાસી ને બીજે થાનકવાસી. કેવળચંદન સાળી કપૂરચંદ વેરે, એટલે બને સગપણમાં સાટુ થાય.
કહ્યું છે, કે સગપણમાં સાટુ ને જમણમાં લાડુ. બંનેએ રંગુનમાં સાથે પેઢી ખોલી. લાખો કમાયા. લખમી આવ્યાં એટલે એનાં લખણ બતાવ્યા વિના રહે? બંનેના મનમાં શંકા-કુશંકા પેઠી. વહેમનાં વધીને ઝાડ થયાં. ચીકા, બધા રોગોની દવા છે પણ વહેમની દવા નથી. આખરે બંને લડ્યા. લડતાં લડતાં બંનેએ પેઢી બઈ. પિસા લઈ દેશમાં આવ્યા. ચડસાચડસીએ ચડ્યા. એકે વરઘોડા જમણ કર્યા તે બીજાએ સામાં કર્યો. વ્યવહારની રીતો માં-ચડસાચડસીમાં ન ફાવ્યા તે ધરમને હાથમાં લીધે. વેપારીને મન તો બધેય વેપાર. ધરમને નામે મનના મમતને વધારવા લાગ્યા, એમાં ભણેલાગણેલા ભળ્યા. માયા દેખીને તે મુનિવર ચળે ! આ માયાએ બંનેને જુદા કર્યો ને એ ઝઘડે ચાલતો ચાલતો દરેક દેરાવાસી અને થાનકવાસીના ઘેર આવ્યો. એકને ઝગડે અનેકમાં પડે. પછી તે એકબીજાની આંખો લડવા માંડી. કપૂરચંદને ત્યાંથી થાનકવાસીઓએ રૂપિયા ઉપાડ્યા. કેવળચંદને ત્યાંથી સામાવાળાએ. બંને સાફ થઈ ગયા. આજે એક ખોજાની બેય જણા મેતાગીરી કરે છે! સંપે રહે છે ને જંપે જીવે છે. એય સમજ્યા કે ઘરમાં ધનનો મદ ન ઘાલીએ. પણ એમણે વાવેલાં વખનાં બીજ ફાલ્યાં છે ! હુંય એમાં ઝડપાયેલ. પણ તારી ફઈ ભેળું ને ડાહ્યું માણસ. એણે ઝાઝી