________________
૧.
સાંકળી ફઈબા ખેંચતાણ ન કરી ! હું તો ઠેટથાપલી કરી બેઠેલે પણ એ સતયુગના માનવીએ ખમી ખાધી, તે જીવતાં નરક જેવા ન મળ્યું ને સ્વર્ગની. સાહ્યબી માણ. બાકી કેટલાયનાં ઘર હાલ-બેહાલ થઈ ગયેલાં હું જાણું છું. ચીકા, તારી ફઈ ડાહ્યું માણસ. એવાં સાગરપેટો માણસ, આ છાલિયાપટાં જમાનામાં ક્યાં થવાનાં છે?”
વાત કરતાં કરતાં વૃદ્ધ કુવાની રૂપેરી પાંપણ પર જૂન ભૂતકાળ સજીવન થઈ રહ્યો હતો.
મેં કહ્યું: “ફુવા, ભૂલ્યા ભમ્યા તેય તમે તે સારા હતા. ન જાણે રેલના બે જુદા જુદા પાટા જેવા અમે ક્યારે ભેગા મળીશું ? અનેક અગનગાડીઓ ભકભક કરતી વહી ગઈ, પણ પાટાની જુદાઈ હજી ચિરંતન છે. અને એ ચિરંતનતાને અમે અમારી સંસ્કૃતિ સમજી ફુલાતા ફરીએ છીએ.”
કુવાની આંખમાં ફરી પાણી ભરાતાં હતાં. અચાનક થોડે દૂર હેહા સંભળાણી.
અમારી નજર તે તરફ ખેંચાઈ. જોયું તો થાનકના એટલે રમતાં નાનાં છોકરાઓનું ટોળું વઢડ જમાવી બેઠું હતું. છોકરાં એકબીજાને એવાં ઝનૂનથી બાઝી પડ્યાં હતાં કે છોડાવ્યાં છૂટતાં નહેતાં. વાત એવી બની હતી કે શેરીશેરીનાં છોકરાં અંદરોઅંદર વાદ વદતાં હતાં કે કોણ મોટું–તપા કે ટૂંઢિયા ? આજની ચળવળમાં જેવી સૂત્રાત્મક (પ્લેગન) ભાષા વપરાય છે એવી ભાષામાં એકે જોશથી કહ્યું :
“તપાની તલવાર !' છોકરાંઓએ સાદ ઝીલી લીધે. બીજાએ કહ્યું. “ટુંઢિયાને ધકે !' છોકરાંઓના અમુક પક્ષે એ સાદ બમણું વેગથી ઝીલી લીધો.